Sutra Navigation: Mahanishith ( મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1117523
Scripture Name( English ): Mahanishith Translated Scripture Name : મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

अध्ययन-५ नवनीतसार

Translated Chapter :

અધ્યયન-૫ નવનીતસાર

Section : Translated Section :
Sutra Number : 823 Category : Chheda-06
Gatha or Sutra : Sutra Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [सूत्र] से भयवं उड्ढं पुच्छा। गोयमा तओ परेण उड्ढं हायमाणे कालसमए तत्थ णं जे केई छक्काय समारंभ विवज्जी से णं धन्ने पुन्ने वंदे पूए नमंसणिज्जे। सुजीवियं जीवियं तेसिं।
Sutra Meaning : ભગવન્‌ ! ત્યારપછીના કાળમાં શું બન્યું ? ગૌતમ ! પછી પડતા કાળમાં સમયમાં જે કોઈ આત્મા છકાય જીવના સમારંભનો ત્યાગ કરનાર હોય, તે ધન્ય, પૂજ્ય, વંદનીય, નમસ્કરણીય, સુંદર જીવન જીવનાર ગણાય છે. ભગવન્‌ ! સામાન્ય પૃચ્છામાં આ પ્રમાણે યાવત્‌ શું કહેવું ? ગૌતમ ! અપેક્ષાએ કોઈક આત્મા યોગ્ય છે અને અપેક્ષાએ કોઈક પ્રવ્રજ્યા માટે યોગ્ય નથી. ભગવન્‌ ! કયા કારણે એમ કહેવાય છે ? ગૌતમ ! સામાન્યથી જેમને પ્રતિષેધેલ હોય અને સામાન્યથી જેમને પ્રતિષેધેલ ન હોય, આ કારણે એમ કહેવાય છે કે એક યોગ્ય છે અને એક યોગ્ય નથી. ભગવન્‌ ! તો એવા કયા કેટલા છે કે જેમને સામાન્યથી પ્રતિષેધેલા છે ? કયા કેટલા છે કે જેમને સામાન્યથી પ્રતિષેધેલા નથી ? ગૌતમ ! એક એવા છે કે જે વિરુદ્ધ છે અને એક વિરુદ્ધ નથી. જે વિરુદ્ધ હોય તેનો પ્રતિષેધ કરાય છે, જે વિરુદ્ધ નથી તેનો પ્રતિષેધ કરાતો નથી. ભગવન્‌ ! કયા વિરુદ્ધ કે અવિરુદ્ધ છે? ગૌતમ ! જેઓ જે દેશમાં દુગંછા કરવા યોગ્ય હોય, જે જે દેશમાં દુગંછિત હોય, જે દેશમાં પ્રતિષેધેલ હોય, તે તે દેશોમાં વિરુદ્ધ છે. જે કોઈ જે દેશોમાં દુગંછનીય નથી તે તે દેશમાં પ્રતિષેધ્ય નથી. તે તે દેશમાં વિરુદ્ધ નથી. ગૌતમ ! ત્યાં જે જે દેશમાં વિરુદ્ધ ગણાતા હોય તો તેને પ્રવ્રજ્યા ન આપવી. જે કોઈ જે જે દેશમાં વિરુદ્ધ ન ગણાતા હોય તો ત્યાં તેને પ્રવ્રજ્યા આપી શકાય. ભગવન્‌ ! કયા દેશમાં કોણ વિરુદ્ધ અને કોણ વિરુદ્ધ ન ગણાય ? ગૌતમ ! જે કોઈ પુરુષ અથવા સ્ત્રી રાગથી કે દ્વેષથી, પશ્ચાત્તાપથી, ક્રોધથી કે લોભથી, શ્રમણને – શ્રાવકને, માતાને પિતાને, ભાઈને, બહેનને, ભાણેજને, પુત્રને, પૌત્રને, પુત્રીને, ભત્રીજાને, પુત્રવધૂને, જમાઈને, પત્નીને, ભાગીદારને, ગોત્રીયને, સજાતિને, વિજાતિને, સ્વજનને, ઋદ્ધિવાળા કે વગરનાને, સ્વદેશી કે પરદેશીને, આર્યને કે મ્લેચ્છને મારી નાંખે કે મરાવી નાંખે, ઉપદ્રવ કરે કે ઉપદ્રવ કરાવે તે પ્રવ્રજ્યા માટે અયોગ્ય છે. પાપી છે, નિંદિત છે, ગર્હણીય છે, દુર્ગંધનીય છે. તે દીક્ષા માટે પ્રતિષેધાયેલ છે, આપત્તિ છે, વિઘ્ન છે, અપયશ કરાવનાર છે. અપકીર્તિ અપાવનાર છે, ઉન્માર્ગ પામેલો છે, અનાચારી છે, રાજ્યમાં પણ જે દુષ્ટ હોય, એવા જ બીજા કોઈ વ્યસનથી પરાભવિત થયેલો હોય, અતિ સંક્લિષ્ટ પરિણામ વાળો હોય, અતિક્ષુધાલુ હોય, દેવાદાર હોય, જાતિ – કુળ – શીલ અને સ્વભાવ જેના ન જાણેલા હોય, ઘણા વ્યાધિ વેદનાથી વ્યાપેલા શરીરવાળા તેમજ રસમાં લોલૂપી હોય. ઘણી નિદ્રા કરનાર હોય. વળી, કથા કરનારાદિ હોય, ઘણા હલકા વર્ગનો હોય. મિથ્યાદૃષ્ટિ કે શાસન વિરોધી કુળમાં જન્મેલ હોય. ... ઉક્ત કોઈપણને પ્રવ્રજ્યા આપે તો તે પ્રવચન મર્યાદા ઉલ્લંઘનાર, પ્રવચન વિચ્છેદક, તીર્થ વિચ્છેદક, સંઘ વિચ્છેદક છે. તે વ્યસનથી પરાભવિત થયેલ સમાન, પરલોકના નુકસાનને ન દેખનારો, અનાચાર પ્રવર્તક, અકાર્ય કરનાર, મહાપાપી છે. ગૌતમ! તેને ખરેખર ચંડ, રૌદ્ર, ક્રૂર, મિથ્યાદૃષ્ટિ સમજવો. સૂત્ર સંદર્ભ– ૮૨૩, ૮૨૪
Mool Sutra Transliteration : [sutra] se bhayavam uddham puchchha. Goyama tao parena uddham hayamane kalasamae tattha nam je kei chhakkaya samarambha vivajji se nam dhanne punne vamde pue namamsanijje. Sujiviyam jiviyam tesim.
Sutra Meaning Transliteration : Bhagavan ! Tyarapachhina kalamam shum banyum\? Gautama ! Pachhi padata kalamam samayamam je koi atma chhakaya jivana samarambhano tyaga karanara hoya, te dhanya, pujya, vamdaniya, namaskaraniya, sumdara jivana jivanara ganaya chhe. Bhagavan ! Samanya prichchhamam a pramane yavat shum kahevum\? Gautama ! Apekshae koika atma yogya chhe ane apekshae koika pravrajya mate yogya nathi. Bhagavan ! Kaya karane ema kahevaya chhe\? Gautama ! Samanyathi jemane pratishedhela hoya ane samanyathi jemane pratishedhela na hoya, a karane ema kahevaya chhe ke eka yogya chhe ane eka yogya nathi. Bhagavan ! To eva kaya ketala chhe ke jemane samanyathi pratishedhela chhe\? Kaya ketala chhe ke jemane samanyathi pratishedhela nathi\? Gautama ! Eka eva chhe ke je viruddha chhe ane eka viruddha nathi. Je viruddha hoya teno pratishedha karaya chhe, je viruddha nathi teno pratishedha karato nathi. Bhagavan ! Kaya viruddha ke aviruddha chhe? Gautama ! Jeo je deshamam dugamchha karava yogya hoya, je je deshamam dugamchhita hoya, je deshamam pratishedhela hoya, te te deshomam viruddha chhe. Je koi je deshomam dugamchhaniya nathi te te deshamam pratishedhya nathi. Te te deshamam viruddha nathi. Gautama ! Tyam je je deshamam viruddha ganata hoya to tene pravrajya na apavi. Je koi je je deshamam viruddha na ganata hoya to tyam tene pravrajya api shakaya. Bhagavan ! Kaya deshamam kona viruddha ane kona viruddha na ganaya\? Gautama ! Je koi purusha athava stri ragathi ke dveshathi, pashchattapathi, krodhathi ke lobhathi, shramanane – shravakane, matane pitane, bhaine, bahenane, bhanejane, putrane, pautrane, putrine, bhatrijane, putravadhune, jamaine, patnine, bhagidarane, gotriyane, sajatine, vijatine, svajanane, riddhivala ke vagaranane, svadeshi ke paradeshine, aryane ke mlechchhane mari namkhe ke maravi namkhe, upadrava kare ke upadrava karave te pravrajya mate ayogya chhe. Papi chhe, nimdita chhe, garhaniya chhe, durgamdhaniya chhe. Te diksha mate pratishedhayela chhe, apatti chhe, vighna chhe, apayasha karavanara chhe. Apakirti apavanara chhe, unmarga pamelo chhe, anachari chhe, Rajyamam pana je dushta hoya, eva ja bija koi vyasanathi parabhavita thayelo hoya, ati samklishta parinama valo hoya, atikshudhalu hoya, devadara hoya, jati – kula – shila ane svabhava jena na janela hoya, ghana vyadhi vedanathi vyapela shariravala temaja rasamam lolupi hoya. Ghani nidra karanara hoya. Vali, katha karanaradi hoya, ghana halaka vargano hoya. Mithyadrishti ke shasana virodhi kulamam janmela hoya.\... Ukta koipanane pravrajya ape to te pravachana maryada ullamghanara, pravachana vichchhedaka, tirtha vichchhedaka, samgha vichchhedaka chhe. Te vyasanathi parabhavita thayela samana, paralokana nukasanane na dekhanaro, anachara pravartaka, akarya karanara, mahapapi chhe. Gautama! Tene kharekhara chamda, raudra, krura, mithyadrishti samajavo. Sutra samdarbha– 823, 824