Sutra Navigation: Mahanishith ( મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1117520 | ||
Scripture Name( English ): | Mahanishith | Translated Scripture Name : | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
अध्ययन-५ नवनीतसार |
Translated Chapter : |
અધ્યયન-૫ નવનીતસાર |
Section : | Translated Section : | ||
Sutra Number : | 820 | Category : | Chheda-06 |
Gatha or Sutra : | Sutra | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [सूत्र] से भयवं जे णं गुरू सहस्साकारेणं अन्नयरट्ठाणे चुक्केज्ज वा खलेज्ज वा से णं आराहगे न वा गोयमा गुरूणं गुरुगुणेसु वट्टमाणो अक्खलियसीले अप्पमादी अणालस्सी सव्वालंबनविप्पमुक्के सम सत्तु मित्त पक्खे सम्मग्ग पक्खवाए जाव णं कहा भणिरे सद्धम्मजुत्ते भवेज्जा, नो णं उम्मग्गदेसए अहम्माणुरए भवेज्जा। सव्वहा सव्वपयारेहि णं गुरुणा ताव अप्पमत्तेणं भवियव्वं, नो णं पमत्तेणं। जे उण पमादी भवेज्जा से णं दुरंत पंत लक्खणे अदट्ठव्वे महापावे। जईणं सबीए हवेज्जा ता णं नियय दुच्चरियं जहावत्तं स पर सीस गणाणं पक्खाविय जहा दुरंत पंत लक्खणे अदट्ठव्वे महा पाव कम्मकारी समग्ग पणासओ अहयं ति। एवं निंदित्ताणं गरहित्ताणं आलोइत्ताणं च जहा–भणियं पायच्छित्तमनुचरेज्जा। से णं किंचुद्देसेणं आराहगे भवेज्जा, जइ णं नीसल्ले नियडी विप्पमुक्के न पुणो संमग्गाओ परिभंसेज्जा। अहा णं परिभस्से तओ नाराहेइ। | ||
Sutra Meaning : | ભગવન્ ! તે ભાવાચાર્ય ક્યારથી કહેવાય ? ગૌતમ ! આજે દીક્ષિત થયો હોય છતાં પણ આગમવિધિથી પદે – પદને અનુસરીને વર્તાવ કરે તે ભાવાચાર્ય કહેવાય. પણ ૧૦૦ વર્ષના દીક્ષિત હોવા છતાં વચન માત્રથી પણ આગમને બાધા કરે. તેમને નામ – સ્થાપનમાં મૂકવા. ભગવન્ ! આચાર્યોને કેટલું પ્રાયશ્ચિત્ત આવે ? જે પ્રાયશ્ચિત્ત એક સાધુને આવે તે પ્રાયશ્ચિત્ત આચાર્ય, ગચ્છનાયક, પ્રવર્તીનીને ૧૭ ગણુ આવે. જો શીલનું ખંડન થાય તો ત્રણ લાખ ગણુ. કેમ કે તે અતિદુષ્કર છે. માટે આચાર્યો, ગચ્છ – નાયકો, પ્રવર્તીની એ પોતાનું પચ્ચક્ખાણ બરાબર રક્ષવું, અસ્ખલિત શીલવાળા થવું. ભગવન્ ! કોઈ ગુરુ અણધાર્યા ઓચિંતા કારણે કોઈ તેવા સ્થાનમાં ભૂલ કરે, સ્ખલના પામે તેને આરાધક ગણવા કે કેમ ? ગૌતમ ! મોટા ગુણોમાં વર્તતા હોય તેવા ગુરુ અસ્ખલિત, અપ્રમાદી, અનાળસી, સર્વથા આલંબન રહિત, શત્રુ – મિત્રમાં સમાન ભાવવાળા, સન્માર્ગના પક્ષપાતી, ધર્મોપદેશદાતા, સધર્મયુક્ત હોય તેથી તેઓ ઉન્માર્ગ દેશના કે અભિમાનમાં રક્ત ન બને. ગુરુઓએ સર્વથા સર્વ પ્રકારે અપ્રમત્ત બનવું જોઈએ. જો કોઈ પ્રમાદી બને તો તે અત્યંત ખરાબભાવી અને અસુંદર લક્ષણવાળા સમજવા. તે ન જોવા લાયક મહાપાપી જાણવા. જો તે સમ્યક્ત્વના બીજવાળા હોય તો તે પોતાના દુશ્ચરિત્રને જેમ બન્યુ હોય તે પ્રમાણે પોતાના કે બીજાના શિષ્ય સમુદાયને કહે કે – હું ખરેખર દુરંત – પંત લક્ષણવાળો, ન જોવાલાયક, મહાપાપકર્મ કરનાર છું. હું સમ્યક્ માર્ગ નાશક થયો છું. એમ પોતાને નિંદીને, ગર્હીને, આલોચના કરીને, જેમ શાસ્ત્રમાં કહું છું, તેમ પ્રાયશ્ચિત્ત સેવીને આપે તો કંઈક આરાધક થાય. જો શલ્ય રહિત, માયા – કપટ રહિત હોય તો આત્મા સન્માર્ગથી ન ચૂકે, કદાચ સન્માર્ગથી ભ્રષ્ટ થાય તો આરાધક ન થાય. | ||
Mool Sutra Transliteration : | [sutra] se bhayavam je nam guru sahassakarenam annayaratthane chukkejja va khalejja va se nam arahage na va goyama gurunam gurugunesu vattamano akkhaliyasile appamadi analassi savvalambanavippamukke sama sattu mitta pakkhe sammagga pakkhavae java nam kaha bhanire saddhammajutte bhavejja, no nam ummaggadesae ahammanurae bhavejja. Savvaha savvapayarehi nam guruna tava appamattenam bhaviyavvam, no nam pamattenam. Je una pamadi bhavejja se nam duramta pamta lakkhane adatthavve mahapave. Jainam sabie havejja ta nam niyaya duchchariyam jahavattam sa para sisa gananam pakkhaviya jaha duramta pamta lakkhane adatthavve maha pava kammakari samagga panasao ahayam ti. Evam nimdittanam garahittanam aloittanam cha jaha–bhaniyam payachchhittamanucharejja. Se nam kimchuddesenam arahage bhavejja, jai nam nisalle niyadi vippamukke na puno sammaggao paribhamsejja. Aha nam paribhasse tao narahei. | ||
Sutra Meaning Transliteration : | Bhagavan ! Te bhavacharya kyarathi kahevaya\? Gautama ! Aje dikshita thayo hoya chhatam pana agamavidhithi pade – padane anusarine vartava kare te bhavacharya kahevaya. Pana 100 varshana dikshita hova chhatam vachana matrathi pana agamane badha kare. Temane nama – sthapanamam mukava. Bhagavan ! Acharyone ketalum prayashchitta ave\? Je prayashchitta eka sadhune ave te prayashchitta acharya, gachchhanayaka, pravartinine 17 ganu ave. Jo shilanum khamdana thaya to trana lakha ganu. Kema ke te atidushkara chhe. Mate acharyo, gachchha – nayako, pravartini e potanum pachchakkhana barabara rakshavum, askhalita shilavala thavum. Bhagavan ! Koi guru anadharya ochimta karane koi teva sthanamam bhula kare, skhalana pame tene aradhaka ganava ke kema\? Gautama ! Mota gunomam vartata hoya teva guru askhalita, apramadi, analasi, sarvatha alambana rahita, shatru – mitramam samana bhavavala, sanmargana pakshapati, dharmopadeshadata, sadharmayukta hoya tethi teo unmarga deshana ke abhimanamam rakta na bane. Guruoe sarvatha sarva prakare apramatta banavum joie. Jo koi pramadi bane to te atyamta kharababhavi ane asumdara lakshanavala samajava. Te na jova layaka mahapapi janava. Jo te samyaktvana bijavala hoya to te potana dushcharitrane jema banyu hoya te pramane potana ke bijana shishya samudayane kahe ke – hum kharekhara duramta – pamta lakshanavalo, na jovalayaka, mahapapakarma karanara chhum. Hum samyak marga nashaka thayo chhum. Ema potane nimdine, garhine, alochana karine, jema shastramam kahum chhum, tema prayashchitta sevine ape to kamika aradhaka thaya. Jo shalya rahita, maya – kapata rahita hoya to atma sanmargathi na chuke, kadacha sanmargathi bhrashta thaya to aradhaka na thaya. |