Sutra Navigation: Jambudwippragnapati ( જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1107841
Scripture Name( English ): Jambudwippragnapati Translated Scripture Name : જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

वक्षस्कार ५ जिन जन्माभिषेक

Translated Chapter :

વક્ષસ્કાર ૫ જિન જન્માભિષેક

Section : Translated Section :
Sutra Number : 241 Category : Upang-07
Gatha or Sutra : Sutra Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [सूत्र] तए णं से अच्चुइंदे सपरिवारे सामिं तेणं महया-महया अभिसेएणं अभिसिंचइ, अभिसिंचित्ता करयलपरिग्गहियं सिरसावत्तं मत्थए अंजलिं कट्टु जएणं विजएणं वद्धावेइ, वद्धावेत्ता ताहिं इट्ठाहि कंताहिं पियाहिं मणुन्नाहिं मणामाहिं सिव्वाहिं धन्नाहिं मंगल्लाहिं सस्सिरीयाहिं हिययगमणिज्जाहिं हिययपल्हायणिज्जाहिं वग्गूहिं जयजयसद्दं पउंजइ, पउंजित्ता तप्पढमयाए पम्हलसूमालाए सुरभीए गंधकासाईए गायाइं लूहेइ, लूहेत्ता सरसेणं गोसीसचंदनेनं गाताइं अनुलिंपति, अनुलिंपित्ता नासा-नीसासवायवोज्झं चक्खुहरं वण्णफरिसजुत्तं हयलालापेलवातिरेगं धवलकनगखचियंतकम्मं आगास फलिहसमप्पभं अहतं दिव्वं देवदूसजुयलं नियंसावेति, नियंसावेत्ता जाव कप्परुक्खगं पिव अलंकिय-विभूसियं करेइ, करेत्ता दिव्वं च सुमणदामं पिणद्धावेइ, पिणद्धावित्ता नट्टविहिं उवदंसेइ, उवदंसेत्ता अच्छेहिं सण्हेहिं रययामएहिं अच्छरसातंडुलेहिं भगवओ सामिस्स पुरओ अट्ठट्ठमंगलगे आलिहइ, तं जहा–
Sutra Meaning : સૂત્ર– ૨૪૧. ત્યારે તે અચ્યુતેન્દ્ર સપરિવાર, તીર્થંકર ભગવંતને તે મહાન – મહાન અભિષેકનો અભિષેક કરે છે. અભિષેક કરીને બે હાથ જોડી યાવત્‌ મસ્તકે અંજલી કરીને જય અને વિજય વડે વધાવે છે. વધાવીને તેવી ઇષ્ટ વાણીથી યાવત્‌ જય – જય શબ્દ ઉચ્ચારે છે. ત્યારપછી યાવત્‌ રૂંવાટીવાળા સુકુમાલ સુરભિત ગંધકાષાયિક વસ્ત્રથી ગાત્રોને લુંછે છે. લુંછીને યાવત્‌ કલ્પવૃક્ષ સમાન અલંકૃત અને વિભૂષિત કરે છે. ત્યારપછી યાવત્‌ નૃત્યવિધિ દેખાડે છે, દેખાડીને સ્વચ્છ – શ્લક્ષ્ણ – રજતમય – ઉત્તમ રસમય ચોખા વડે ભગવંત સ્વામીની આગળ આઠ અષ્ટમંગલ આલેખે છે, તે આ પ્રમાણે – સૂત્ર– ૨૪૨. દર્પણ, ભદ્રાસન, વર્દ્ધમાનક, શ્રેષ્ઠ કળશ, મત્સ્ય, શ્રીવત્સ, સ્વસ્તિક અને નંદ્યાવર્ત્ત. એ આઠ મંગલ આલેખ્યા. સૂત્ર– ૨૪૩. તેનું આલેખન કરીને પૂજોપચાર કરે છે. શેના વડે પૂજોપચાર કરે છે ? પાડલ, મલ્લિકા, ચંપક, અશોક, પુન્નાગ, ચૂતમંજરી, નવમાલિકા, બકુલ, તિલક, કણેર, કુંદ, કુબ્જક, કોરંટપત્ર, દમનકના ઉત્તમ સુગંધ ગંધ વડે ગંધિત પુષ્પોને કચગ્રહ ગૃહિત કરતલથી પ્રભ્રષ્ટ મૂકાયેલ એવા પંચવર્ણી પુષ્પોનો ઢગલો થતાં ત્યાં વિચિત્ર અને જાનુપ્રમાણ માત્ર ઊંચો ઢગલો કરે છે. કરીને – ચંદ્રપ્રભ, રત્ન, વજ્ર, વૈડૂર્યમય વિમલદંડ યુક્ત, સુવર્ણ – મણિ – રત્ન વડે ચિત્રિત, કાળો અગરુ – પ્રવર કુંદુરુષ્ક – તુરુષ્ક ની ધૂપથી ગંધોત્તમથી વ્યાપ્ત અને ધૂપશ્રેણિને છોડતા વૈડૂર્યમય કડછાને પકડે છે, પકડીને પ્રયત્નપૂર્વક ધૂપ દે છે, ધૂપ દઈને... જિનવરેન્દ્રની સન્મુખ સાત – આઠ પગલા ચાલીને દશ અંગુલ વડે અંજલી કરીને, મસ્તકે લગાડી, વિશુદ્ધ પાઠપૂર્વક ૧૦૮ મહાવૃત્તો – મહિમા સ્તુતિ વડે, કે જે અપુનરુક્ત છે, અર્થથી યુક્ત છે, એ પ્રમાણે સંસ્તવના કરે છે. ત્યારપછી ડાબો ઘૂંટણ ઊંચો કરે છે, કરીને યાવત્‌ બે હાથ જોડી મસ્તકે અંજલી કરીને આ પ્રમાણે કહે છે – નમસ્કાર થાઓ. કોને ?. સિદ્ધ, બુદ્ધ, નીરજ, શ્રમણ, સમાહિત, સમત્ત, સમયોગી, શલ્યકર્તન, નિર્ભય, નીરાગ દોષ, નિર્મમ, નિસંગ, નિઃશલ્ય, માનમૂરણ, ગુણરત્ન, શીલસાગર, અનંત, અપ્રમેય, ભાવિ – ધર્મવર – ચાતુરંત ચક્રવર્તીને, અરહંત ! આપને નમસ્કાર થાઓ. એમ કહી વાંદે છે – નમસ્કાર કરે છે, વંદન – નમસ્કાર કરીને અતિદૂર નહીં તેમ અતિ નિકટ નહીં તેવા સ્થાને શુશ્રૂષા કરતા યાવત્‌ પર્યુપાસે છે. એ પ્રમાણે જેમ અચ્યુતેન્દ્ર કહ્યા તેમ ઈશાનેન્દ્ર સુધી બધું વર્ણન કરવું. એ પ્રમાણે ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ્ક ઇન્દ્ર સુધીના બધા પોતાના પરિવાર સહિત પ્રત્યેકે પ્રત્યેક અભિસિંચન – જિન અભિષેકકૃત્ય કરે છે. ત્યારપછી તે દેવેન્દ્ર દેવરાજ ઈશાન પોતાના જેવા. પાંચ ઇશાનેન્દ્ર વિકુર્વે છે. વિકુર્વીને એક ઇશાનેન્દ્ર તીર્થંકર ભગવંતને કરતલ સંપુટ કરીને ગ્રહણ કરે છે, પછી શ્રેષ્ઠ સિંહાસન ઉપર પૂર્વાભિમુખ બેસે છે. એક ઇશાનેન્દ્ર પાછળ છત્ર ધરે છે. બે ઇશાનેન્દ્રો બંને પડખે ચામર ઢોળે છે, એક ઇશાનેન્દ્ર હાથમાં શૂળ લઈ આગળ ઊભો રહે છે. ત્યારપછી તે દેવેન્દ્ર દેવરાજ શક્ર આભિયોગિક દેવોને બોલાવે છે, બોલાવીને અભિષેક સામગ્રી લાવવાની આજ્ઞા આપે છે, તેઓ પણ તે પ્રમાણે સામગ્રીને લાવે છે. ત્યારે તે દેવેન્દ્ર દેવરાજ શક્ર તીર્થંકર ભગવંતની ચારે દિશામાં ચાર ધવલ વૃષભ વિકુર્વે છે, જે વૃષભ શંખ – ચૂર્ણની જેમ વિમળ, નિર્મળ, ધન દહીં, ગાયના દૂધના ફીણ, ચંદ્ર જ્યોત્સનાવત્‌ શ્વેત, પ્રાસાદીય, દર્શનીય, અભિરૂપ અને પ્રતિરૂપ હતો. ત્યારપછી તે ચારે ધવલ વૃષભોના આઠ શીંગડા વડે આઠ જળધારા નીકળે છે, તે આઠે જલધારા ઊંચે આકાશમાં ઉડે છે, ઉડીને એક સાથે ભેગી થાય છે. ભેગી થઈને તીર્થંકર ભગવંતના મસ્તકની ઉપર નિપતિત થાય છે – પડે છે. ત્યારપછી તે દેવેન્દ્ર દેવરાજ શક્ર, પોતાના ૮૪,૦૦૦ સામાનિકો આદિ પરિવારથી પરિવૃત્ત થઈ, તીર્થંકરનો અભિષેક કરે છે. યાવત્‌ હે અરહંત ! આપને નમસ્કાર થાઓ, એમ કહીને વંદન કરે છે, નમસ્કાર કરે છે, યાવત્‌ પર્યુપાસના કરે છે. સૂત્ર સંદર્ભ– ૨૪૧–૨૪૩
Mool Sutra Transliteration : [sutra] tae nam se achchuimde saparivare samim tenam mahaya-mahaya abhiseenam abhisimchai, abhisimchitta karayalapariggahiyam sirasavattam matthae amjalim kattu jaenam vijaenam vaddhavei, vaddhavetta tahim itthahi kamtahim piyahim manunnahim manamahim sivvahim dhannahim mamgallahim sassiriyahim hiyayagamanijjahim hiyayapalhayanijjahim vagguhim jayajayasaddam paumjai, paumjitta tappadhamayae pamhalasumalae surabhie gamdhakasaie gayaim luhei, luhetta sarasenam gosisachamdanenam gataim anulimpati, anulimpitta nasa-nisasavayavojjham chakkhuharam vannapharisajuttam hayalalapelavatiregam dhavalakanagakhachiyamtakammam agasa phalihasamappabham ahatam divvam devadusajuyalam niyamsaveti, niyamsavetta java kapparukkhagam piva alamkiya-vibhusiyam karei, karetta divvam cha sumanadamam pinaddhavei, pinaddhavitta nattavihim uvadamsei, uvadamsetta achchhehim sanhehim rayayamaehim achchharasatamdulehim bhagavao samissa purao atthatthamamgalage alihai, tam jaha–
Sutra Meaning Transliteration : Sutra– 241. Tyare te achyutendra saparivara, tirthamkara bhagavamtane te mahana – mahana abhishekano abhisheka kare chhe. Abhisheka karine be hatha jodi yavat mastake amjali karine jaya ane vijaya vade vadhave chhe. Vadhavine tevi ishta vanithi yavat jaya – jaya shabda uchchare chhe. Tyarapachhi yavat rumvativala sukumala surabhita gamdhakashayika vastrathi gatrone lumchhe chhe. Lumchhine yavat kalpavriksha samana alamkrita ane vibhushita kare chhe. Tyarapachhi yavat nrityavidhi dekhade chhe, dekhadine svachchha – shlakshna – rajatamaya – uttama rasamaya chokha vade bhagavamta svamini agala atha ashtamamgala alekhe chhe, te a pramane – Sutra– 242. Darpana, bhadrasana, varddhamanaka, shreshtha kalasha, matsya, shrivatsa, svastika ane namdyavartta. E atha mamgala alekhya. Sutra– 243. Tenum alekhana karine pujopachara kare chhe. Shena vade pujopachara kare chhe\? Padala, mallika, champaka, ashoka, punnaga, chutamamjari, navamalika, bakula, tilaka, kanera, kumda, kubjaka, koramtapatra, damanakana uttama sugamdha gamdha vade gamdhita pushpone kachagraha grihita karatalathi prabhrashta mukayela eva pamchavarni pushpono dhagalo thatam tyam vichitra ane janupramana matra umcho dhagalo kare chhe. Karine – Chamdraprabha, ratna, vajra, vaiduryamaya vimaladamda yukta, suvarna – mani – ratna vade chitrita, kalo agaru – pravara kumdurushka – turushka ni dhupathi gamdhottamathi vyapta ane dhupashrenine chhodata vaiduryamaya kadachhane pakade chhe, pakadine prayatnapurvaka dhupa de chhe, dhupa daine... Jinavarendrani sanmukha sata – atha pagala chaline dasha amgula vade amjali karine, mastake lagadi, vishuddha pathapurvaka 108 mahavritto – mahima stuti vade, ke je apunarukta chhe, arthathi yukta chhe, e pramane samstavana kare chhe. Tyarapachhi dabo ghumtana umcho kare chhe, karine yavat be hatha jodi mastake amjali karine a pramane kahe chhe – Namaskara thao. Kone\?. Siddha, buddha, niraja, shramana, samahita, samatta, samayogi, shalyakartana, nirbhaya, niraga dosha, nirmama, nisamga, nihshalya, manamurana, gunaratna, shilasagara, anamta, aprameya, bhavi – dharmavara – chaturamta chakravartine, arahamta ! Apane namaskara thao. Ema kahi vamde chhe – namaskara kare chhe, Vamdana – namaskara karine atidura nahim tema ati nikata nahim teva sthane shushrusha karata yavat paryupase chhe. E pramane jema achyutendra kahya tema ishanendra sudhi badhum varnana karavum. E pramane bhavanapati, vyamtara, jyotishka indra sudhina badha potana parivara sahita pratyeke pratyeka abhisimchana – jina abhishekakritya kare chhe. Tyarapachhi te devendra devaraja ishana potana jeva. Pamcha ishanendra vikurve chhe. Vikurvine eka ishanendra tirthamkara bhagavamtane karatala samputa karine grahana kare chhe, pachhi shreshtha simhasana upara purvabhimukha bese chhe. Eka ishanendra pachhala chhatra dhare chhe. Be ishanendro bamne padakhe chamara dhole chhe, eka ishanendra hathamam shula lai agala ubho rahe chhe. Tyarapachhi te devendra devaraja shakra abhiyogika devone bolave chhe, bolavine abhisheka samagri lavavani ajnya ape chhe, teo pana te pramane samagrine lave chhe. Tyare te devendra devaraja shakra tirthamkara bhagavamtani chare dishamam chara dhavala vrishabha vikurve chhe, je vrishabha shamkha – churnani jema vimala, nirmala, dhana dahim, gayana dudhana phina, chamdra jyotsanavat shveta, prasadiya, darshaniya, abhirupa ane pratirupa hato. Tyarapachhi te chare dhavala vrishabhona atha shimgada vade atha jaladhara nikale chhe, te athe jaladhara umche akashamam ude chhe, udine eka sathe bhegi thaya chhe. Bhegi thaine tirthamkara bhagavamtana mastakani upara nipatita thaya chhe – pade chhe. Tyarapachhi te devendra devaraja shakra, potana 84,000 samaniko adi parivarathi parivritta thai, tirthamkarano abhisheka kare chhe. Yavat he arahamta ! Apane namaskara thao, ema kahine vamdana kare chhe, namaskara kare chhe, yavat paryupasana kare chhe. Sutra samdarbha– 241–243