Sutra Navigation: Jambudwippragnapati ( જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1107812 | ||
Scripture Name( English ): | Jambudwippragnapati | Translated Scripture Name : | જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
वक्षस्कार ५ जिन जन्माभिषेक |
Translated Chapter : |
વક્ષસ્કાર ૫ જિન જન્માભિષેક |
Section : | Translated Section : | ||
Sutra Number : | 212 | Category : | Upang-07 |
Gatha or Sutra : | Sutra | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [सूत्र] जया णं एक्कमेक्के चक्कवट्टिविजए भगवंतो तित्थयरा समुप्पज्जंति, तेणं कालेणं तेणं समएणं अहेलोगवत्थव्वाओ अट्ठ दिसाकुमारीओ महत्तरियाओ सएहिं-सएहिं कूडेहिं सएहिं-सएहिं भवनेहिं सएहिं-सएहिं पासायवडेंसएहिं पत्तेयं-पत्तेयं चउहिं सामा णियसाहस्सीहिं चउहिं य महत्तरियाहिं सपरिवाराहिं सत्तहिं अणिएहिं सत्तहिं अनियाहिवईहिं सोलसएहिं आयरक्खदेवसाहस्सीहिं, अन्नेहि य बहूहिं देवेहिं देवीहि य सद्धिं संपरिवुडाओ महयाहयनट्ट गीय वाइय तंती तल ताल तुडिय घन मुइंगपडुप्पवाइयरवेणं दिव्वाइं भोगभोगाइं भुंजमाणीओ विहरंति, तं जहा– | ||
Sutra Meaning : | સૂત્ર– ૨૧૨. જ્યારે એકૈક ચક્રવર્તી વિજયમાં ભગવંત તીર્થંકર ઉત્પન્ન થાય છે, તે કાળે – તે સમયે અધોલોક વાસ્તવ્યા આઠ દિશાકુમારિકા મહત્તરિકાઓ પોત – પોતાના કૂટોથી, પોત – પોતાના ભવનોથી, પોત – પોતાના પ્રાસાદાવતંસકોથી, પ્રત્યેક – પ્રત્યેક ૪૦૦૦ સામાનિકા, પરિવાર સહિત ચાર મહત્તરિકા, સાત સૈન્યો, સાત સૈન્યાધિપતિઓ, ૧૬,૦૦૦ આત્મરક્ષક દેવો, અન્ય ઘણા ભવનપતિ – વ્યંતર દવો અને દેવીઓ સાથે સંપરિવૃત્ત મોટા નૃત્ય – ગીત – વાજિંત્ર સહ યાવત્ ભોગોપભોગને ભોગવતી રહેલી છે. તે આ પ્રમાણે – સૂત્ર– ૨૧૩. ભોગંકરા, ભોગવતી, સુભોગા, ભોગમાલિની, તોયધારા, વિચિત્રા, પુષ્પમાલા, અનિંદિતા. સૂત્ર– ૨૧૪. ત્યારે તે અધોલોક વાસ્તવ્યા આઠ દિશાકુમારી મહત્તરા પ્રત્યેક પ્રત્યેકના આસનો ચલિત થયા. ત્યારે તે અધોલોક વાસ્તવ્યા આઠે દિશાકુમારી મહત્તરિકાઓ પ્રત્યેકે પ્રત્યેક આસનોને ચલિત થતા જુએ છે, જોઈને અવધિજ્ઞાનને પ્રયોજે છે, પ્રયોજીને ભગવંત તીર્થંકરને અવધિજ્ઞાન વડે જુએ છે. જોઈને એકબીજાને બોલાવે છે, બોલાવીને આ પ્રમાણે કહ્યું – નિશ્ચે જંબૂદ્વીપ દ્વીપમાં ભગવન્ તીર્થંકર ઉત્પન્ન થયેલ છે. તો અતીત – વર્તમાન – ભાવિ અધોલોક વાસ્તવ્યા આઠે દિશાકુમારી મહત્તરિકાનો એ પરંપરાગત આચાર છે કે ભગવંત તીર્થંકરનો જન્મ મહોત્સવ કરે, તો આપણે પણ જઈને ભગવંતનો જન્મ મહોત્સવ કરીએ, એમ કરીને એમ બોલે છે. એમ બોલીને પ્રત્યેક પ્રત્યેક આભિયોગિક દેવોને બોલાવે છે, બોલાવીને આ પ્રમાણે કહ્યું – ઓ દેવાનુપ્રિયો ! જલદીથી અનેકશત સ્તંભ સંનિવિષ્ટ, લીલા સ્થિત એવા વિમાનને તૈયાર કરો, એમ વિમાન વર્ણન પૂર્વવત્ કહેવું. યાવત્ યોજન વિસ્તીર્ણ દિવ્ય યાન – વિમાન વિકુર્વીને આ આજ્ઞા પાછી સોંપો. ત્યારે તે આભિયોગિક દેવો અનેક શત સ્તંભયુક્ત દેવ વિમાન રચી યાવત્ આજ્ઞા પાછી સોંપે છે. ત્યારે તે અધોલોક વાસ્તવ્યા આઠ દિશાકુમારીઓ હર્ષિત – સંતુષ્ટ થઈને પ્રત્યેક પ્રત્યેક ૪૦૦૦ સામાનિકો, ચાર મહત્તરિકા યાવત્ બીજા પણ ઘણા દેવો – દેવીઓ સાથે પરિવરીને, તે દિવ્ય યાન – વિમાને આરોહે છે, આરોહીને સર્વ ઋદ્ધિથી, સર્વદ્યુતિથી, ઘનમૃદંગ પ્રણવના પ્રવાદિત રવ વડે, તેવી ઉત્કૃષ્ટ યાવત્ દેવગતિથી જ્યાં ભગવંત તીર્થંકરનું જન્મ નગર છે, જ્યાં તીર્થંકરનું જન્મ ભવન છે, ત્યાં આવે છે, આવીને ભગવંત તીર્થંકરના જન્મભવનમાં તે દિવ્ય યાનવિમાન વડે ત્રણ વખત આદક્ષિણ પ્રદક્ષિણા કરે છે, કરીને ઉત્તરપૂર્વ દિશા ભાગમાં કંઈક ચતુરંગુણ ધરણિતલથી ઊંચે રહીને, તે દિવ્ય યાન વિમાનને રોકે છે, રોકીને પ્રત્યેકે પ્રત્યેક ૪૦૦૦ સામાનિકો સાથે યાવત્ સંપરિવરીને દિવ્ય યાન – વિમાનથી ઉતરે છે, ઉતરીને સર્વ ઋદ્ધિથી યાવત્ નાદિત વડે જ્યાં ભગવન્ તીર્થંકર અને તીર્થંકરની માતા છે, ત્યાં આવે છે. આવીને ભગવન્ તીર્થંકર અને તીર્થંકરની માતાને ત્રણ વખત આદક્ષિણ – પ્રદક્ષિણા કરે છે. ત્યારપછી પ્રત્યેકે પ્રત્યેક બે હાથ જોડીને, મસ્તકે આવર્ત્ત કરી, મસ્તકે અંજલી કરીને આ પ્રમાણે કહ્યું – હે રત્નકુક્ષિધારિકા ! જગત્પ્રદીપદાયિકા ! માતા આપને નમસ્કાર થાઓ. સર્વ જગત મંગલ, નેત્રરૂપ, મૂર્ત, સર્વજગ જીવવત્સલ, હિતકારક, માર્ગદેશક, વાક્વૈભવયુક્ત, જિન, જ્ઞાની, નાયક, બુધ – બોધક, સર્વલોકનાથ, નિર્મમ, પ્રવરકુલોત્પન્ન, જાત ક્ષત્રિય, યશસ્વી, લોકોત્તમ તીર્થંકર.ની આપ માતા છો. આપ ધન્ય છો, પુન્ય અને કૃતાર્થ છો. અમે અધોલોક વાસ્તવ્યા આઠ દિશાકુમારી મહત્તરિકાઓ, હે દેવાનુપ્રિયા ! ભગવન્ તીર્થંકરનો જન્મ મહિમા કરીશું. તેથી આપ ભયભીત ન થશો. એ પ્રમાણે કહીને ઉત્તરપૂર્વ દિશા ભાગમાં જાય છે, જઈને વૈક્રિય સમુદ્ઘાતથી સમવહત થાય છે. થઈને સંખ્યાત યોજનનો દંડ કાઢે છે. તે આ પ્રમાણે – રત્નોનો યાવત્ સંવર્તક વાયુ વિકુર્વે છે, વિકુર્વીને તે શિવ, મૃદુલ, અનુદ્ધૂત, ભૂમિતલ વિમલકરણ, મનહર, સર્વઋતુક સુરભિ કુસુમ ગંધાનુવાસીક, પિંડિમ – અનિહારિમ ગંધોદ્ધૃત તીર્થા પ્રવાહિત વાયુ વડે ભગવંત તીર્થંકરના જન્મ ભવનને ચોતરફથી એક યોજન પર્યન્ત સંમાર્જિત કરે છે. જેમ કોઈ કર્મકરદારક હોય યાવત્ પૂર્વવત્ ત્યાંના તૃણ – પત્ર – કાષ્ઠ – કચરો, જે અશુચિ – અચોક્ષ, પૂતિક, દુરભિગંધ છે તે બધું વાળી – વાળીને એકાંતમાં ફેંકે છે. ત્યારપછી તીર્થંકર અને તીર્થંકરની માતા જ્યાં છે, ત્યાં આવે છે. આવીને તીર્થંકરની માતાની કંઈક સમીપે આગાન કરતી, પરિગાન કરતી ત્યાં રહે છે. સૂત્ર સંદર્ભ– ૨૧૨–૨૧૪ | ||
Mool Sutra Transliteration : | [sutra] jaya nam ekkamekke chakkavattivijae bhagavamto titthayara samuppajjamti, tenam kalenam tenam samaenam ahelogavatthavvao attha disakumario mahattariyao saehim-saehim kudehim saehim-saehim bhavanehim saehim-saehim pasayavademsaehim patteyam-patteyam chauhim sama niyasahassihim chauhim ya mahattariyahim saparivarahim sattahim aniehim sattahim aniyahivaihim solasaehim ayarakkhadevasahassihim, annehi ya bahuhim devehim devihi ya saddhim samparivudao mahayahayanatta giya vaiya tamti tala tala tudiya ghana muimgapaduppavaiyaravenam divvaim bhogabhogaim bhumjamanio viharamti, tam jaha– | ||
Sutra Meaning Transliteration : | Sutra– 212. Jyare ekaika chakravarti vijayamam bhagavamta tirthamkara utpanna thaya chhe, te kale – te samaye adholoka vastavya atha dishakumarika mahattarikao pota – potana kutothi, pota – potana bhavanothi, pota – potana prasadavatamsakothi, pratyeka – pratyeka 4000 samanika, parivara sahita chara mahattarika, sata sainyo, sata sainyadhipatio, 16,000 atmarakshaka devo, anya ghana bhavanapati – vyamtara davo ane devio sathe samparivritta mota nritya – gita – vajimtra saha yavat bhogopabhogane bhogavati raheli chhe. Te a pramane – Sutra– 213. Bhogamkara, bhogavati, subhoga, bhogamalini, toyadhara, vichitra, pushpamala, animdita. Sutra– 214. Tyare te adholoka vastavya atha dishakumari mahattara pratyeka pratyekana asano chalita thaya. Tyare te adholoka vastavya athe dishakumari mahattarikao pratyeke pratyeka asanone chalita thata jue chhe, joine avadhijnyanane prayoje chhe, prayojine bhagavamta tirthamkarane avadhijnyana vade jue chhe. Joine ekabijane bolave chhe, bolavine a pramane kahyum – Nishche jambudvipa dvipamam bhagavan tirthamkara utpanna thayela chhe. To atita – vartamana – bhavi adholoka vastavya athe dishakumari mahattarikano e paramparagata achara chhe ke bhagavamta tirthamkarano janma mahotsava kare, to apane pana jaine bhagavamtano janma mahotsava karie, ema karine ema bole chhe. Ema boline pratyeka pratyeka abhiyogika devone bolave chhe, bolavine a pramane kahyum – O devanupriyo ! Jaladithi anekashata stambha samnivishta, lila sthita eva vimanane taiyara karo, ema vimana varnana purvavat kahevum. Yavat yojana vistirna divya yana – vimana vikurvine a ajnya pachhi sompo. Tyare te abhiyogika devo aneka shata stambhayukta deva vimana rachi yavat ajnya pachhi sompe chhe. Tyare te adholoka vastavya atha dishakumario harshita – samtushta thaine pratyeka pratyeka 4000 samaniko, chara mahattarika yavat bija pana ghana devo – devio sathe parivarine, te divya yana – vimane arohe chhe, arohine sarva riddhithi, sarvadyutithi, ghanamridamga pranavana pravadita rava vade, tevi utkrishta yavat devagatithi jyam bhagavamta tirthamkaranum janma nagara chhe, jyam tirthamkaranum janma bhavana chhe, tyam ave chhe, Avine bhagavamta tirthamkarana janmabhavanamam te divya yanavimana vade trana vakhata adakshina pradakshina kare chhe, karine uttarapurva disha bhagamam kamika chaturamguna dharanitalathi umche rahine, te divya yana vimanane roke chhe, rokine pratyeke pratyeka 4000 samaniko sathe yavat samparivarine divya yana – vimanathi utare chhe, utarine sarva riddhithi yavat nadita vade jyam bhagavan tirthamkara ane tirthamkarani mata chhe, tyam ave chhe. Avine bhagavan tirthamkara ane tirthamkarani matane trana vakhata adakshina – pradakshina kare chhe. Tyarapachhi pratyeke pratyeka be hatha jodine, mastake avartta kari, mastake amjali karine a pramane kahyum – He ratnakukshidharika ! Jagatpradipadayika ! Mata apane namaskara thao. Sarva jagata mamgala, netrarupa, murta, sarvajaga jivavatsala, hitakaraka, margadeshaka, vakvaibhavayukta, jina, jnyani, nayaka, budha – bodhaka, sarvalokanatha, nirmama, pravarakulotpanna, jata kshatriya, yashasvi, lokottama tirthamkarA.Ni apa mata chho. Apa dhanya chho, punya ane kritartha chho. Ame adholoka vastavya atha dishakumari mahattarikao, he devanupriya ! Bhagavan tirthamkarano janma mahima karishum. Tethi apa bhayabhita na thasho. E pramane kahine uttarapurva disha bhagamam jaya chhe, jaine vaikriya samudghatathi samavahata thaya chhe. Thaine samkhyata yojanano damda kadhe chhe. Te a pramane – Ratnono yavat samvartaka vayu vikurve chhe, vikurvine te shiva, mridula, anuddhuta, bhumitala vimalakarana, manahara, sarvarituka surabhi kusuma gamdhanuvasika, pimdima – aniharima gamdhoddhrita tirtha pravahita vayu vade bhagavamta tirthamkarana janma bhavanane chotaraphathi eka yojana paryanta sammarjita kare chhe. Jema koi karmakaradaraka hoya yavat purvavat tyamna trina – patra – kashtha – kacharo, je ashuchi – achoksha, putika, durabhigamdha chhe te badhum vali – valine ekamtamam phemke chhe. Tyarapachhi tirthamkara ane tirthamkarani mata jyam chhe, tyam ave chhe. Avine tirthamkarani matani kamika samipe agana karati, parigana karati tyam rahe chhe. Sutra samdarbha– 212–214 |