Sutra Navigation: Jambudwippragnapati ( જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1107809
Scripture Name( English ): Jambudwippragnapati Translated Scripture Name : જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

वक्षस्कार ४ क्षुद्र हिमवंत

Translated Chapter :

વક્ષસ્કાર ૪ ક્ષુદ્ર હિમવંત

Section : Translated Section :
Sutra Number : 209 Category : Upang-07
Gatha or Sutra : Sutra Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [सूत्र] कहि णं भंते! जंबुद्दीवे दीवे रम्मए नामं वासे पन्नत्ते? गोयमा! निलवंतस्स उत्तरेणं, रुप्पिस्स दक्खिणेणं, पुरत्थिमलवणसमुद्दस्स पच्चत्थिमेणं, पच्चत्थिमलवणसमुद्दस्स पुरत्थिमेणं, एवं जह चेव हरिवासं तह चेव रम्मयं वासं भाणियव्वं, नवरं–दक्खिणेणं जीवा उत्तरेणं धनुपट्ठं अवसेसं तं चेव। कहि णं भंते! रम्मए वासे गंधावई नामं वट्टवेयड्ढपव्वए पन्नत्ते? गोयमा! नरकंताए पच्च-त्थिमेणं, नारीकंताए पुरत्थिमेणं, रम्मगवासस्स बहुमज्झदेसभाए, एत्थ णं गंधावई नामं वट्टवेयड्ढे पन्नत्ते, जं चेव वियडावइस्स तं चेव गंधावइस्सवि वत्तव्वं। अट्ठो, बहवे उप्पलाइं जाव गंधावइवण्णाइं गंधावइवण्णाभाइं गंधावइप्पभाइं। पउमे य इत्थ देवे महिड्ढीए जाव पलिओवमट्ठिईए परिवसइ। रायहानी उत्तरेणं। से केणट्ठेणं भंते! एवं वुच्चइ–रम्मए वासे? रम्मए वासे? गोयमा! रम्मगवासे णं रम्मे रम्मए रमणिज्जे। रम्मए य इत्थ देवे जाव परिवसइ। से तेणट्ठेणं। कहि णं भंते! जंबुद्दीवे दीवे रुप्पी नामं वासहरपव्वए पन्नत्ते? गोयमा! रम्मगवासस्स उत्तरेणं, हेरण्णवयवासस्स दक्खिणेणं, पुरत्थिमलवणसमुद्दस्स पच्चत्थिमेणं, पच्चत्थिमलवणसमुद्दस्स पुरत्थिमेणं, एत्थ णं जंबुद्दीवे दीवे रुप्पी नामं वासहरपव्वए पन्नत्ते–पाईणपडीणायए उदीण-दाहिणविच्छिण्णे, एवं जा चेव महाहिमवंतवत्तव्वया सा चेव रुप्पिस्सवि, नवरं– दाहिणेणं जीवा उत्तरेणं धनुपट्ठं अवसेसं तं चेव, महापुंडरीए दहे, नरकंता महानदी दक्खिणेणं नेयव्वा, जहा रोहिया पुरत्थिमेणं गच्छइ, रुप्पकूला उत्तरेणं नेयव्वा, जहा हरिकंता पच्चत्थिमेणं गच्छइ, अवसेसं तं चेव। रुप्पिम्मि णं भंते! वासहरपव्वए कइ कूडा पन्नत्ता? गोयमा! अट्ठ कूडा पन्नत्ता, तं जहा–
Sutra Meaning : સૂત્ર– ૨૦૯. ભગવન્‌ ! જંબૂદ્વીપ દ્વીપમાં રમ્યક્‌ નામે ક્ષેત્ર ક્યાં કહેલ છે ? ગૌતમ ! નીલવંતની ઉત્તરે, રુક્મિની દક્ષિણે, પૂર્વી લવણસમુદ્રની પશ્ચિમે, પશ્ચિમ લવણસમુદ્રની પૂર્વે, એ પ્રમાણે જેમ હરિવર કહ્યું, તેમ રમ્યક્‌ ક્ષેત્ર પણ કહેવું. વિશેષ એ કે – દક્ષિણમાં જીવા છે. ઉત્તરમાં ધનુ છે, બાકી પૂર્વવત્‌. ભગવન્‌ ! રમ્યક્‌ ક્ષેત્રમાં ગંધાપાતી નામે વૃત્ત વૈતાઢ્ય પર્વત ક્યાં કહેલ છે ? ગૌતમ ! નરકાંતાની પશ્ચિમે, નારીકાંતાની પૂર્વે, રમ્યક્‌ ક્ષેત્રના બહુમધ્ય દેશભાગમાં, અહીં ગંધાપાતી નામે વૃત્ત વૈતાઢ્ય પર્વત કહેલ છે. જેમ વિકટાપાતી છે, તેમ ગંધાપાતીની વક્તવ્યતા કહેવી. અહી ઘણા ઉત્પલો યાવત્‌ ગંધાપાતી વર્ણના, ગંધાપાતી પ્રભાવાળા પદ્મો છે, અહીં મહર્દ્ધિક યાવત્‌ પલ્યોપમ સ્થિતિક દેવ ગંધાપાતી નામે વસે છે, તે કારણથી તેને ગંધાપાતી કહે છે. અથવા આ નામ શાશ્વત છે. તેની રાજધાની ઉત્તરમાં છે. ભગવન્‌ ! કયા કારણે તેને રમ્યક્‌ વર્ષ – ક્ષેત્ર કહે છે ? ગૌતમ ! રમ્યક્‌વર્ષ રમ્ય, રમ્યક, રમણીય છે. અહીં રમ્યક્‌ નામે દેવ યાવત્‌ વસે છે. તે કારણે રમ્યક્‌ વર્ષ કહે છે. ભગવન્‌ ! જંબૂદ્વીપ દ્વીપમાં રુક્મિ નામે વર્ષધર પર્વત ક્યાં કહેલ છે ? ગૌતમ ! રમ્યક્‌વાસની ઉત્તરે, હૈરણ્યવત્‌ ક્ષેત્રની દક્ષિણે, પૂર્વી લવણસમુદ્રની પશ્ચિમે, પશ્ચિમી લવણસમુદ્રની પૂર્વે, અહીં જંબૂદ્વીપ દ્વીપમાં રુક્મિ નામે વર્ષધર પર્વત કહેલ છે. તે પૂર્વ – પશ્ચિમ લાંબો, ઉત્તર – દક્ષિણ પહોળો છે. એ પ્રમાણે જે મહાહિમવંતની વક્તવ્યતા છે, તે જ રુક્મિની પણ છે. વિશેષ એ કે – દક્ષિણમાં જીવા, ઉત્તરમાં ધનુ, બાકી બધું મહાહિમવંતવત્‌ છે. ત્યાં મહાપુંડરીક નામે દ્રહ છે. તેની દક્ષિણ દિશાથી નરકાંતા નદી નીકળે છે. તે રોહીતા નદીની જેમ પૂર્વી લવણસમુદ્રમાં મળે છે. રૂપ્યકૂલા નદી મહાપુંડરીક દ્રહના ઉત્તરથી જાણવી, જેમ હરિકાંતા નદી કહી તેમ જાણવી. હરિકાંતા નદીની જેમ તે પશ્ચિમી લવણસમુદ્રમાં મળે છે. બાકી પૂર્વવત્‌. ભગવન્‌ ! રુક્મી વર્ષધર પર્વતે કેટલા કૂટો કહેલા છે ? ગૌતમ ! આઠ કૂટો કહ્યા છે, તે આ પ્રમાણે – સૂત્ર– ૨૧૦. સિદ્ધ, રુક્મી, રમ્યક્‌, નરકાંતા, બુદ્ધિ, રૂપ્યકૂલા, હૈરણ્યવંત અને મણિકંચન, એ આઠ કૂટ રુક્મીમાં છે. સૂત્ર– ૨૧૧. ઉક્ત બધા કૂટો ૫૦૦ – યોજન ઊંચા છે, તેની રાજધાની ઉત્તરમાં છે. ભગવન્‌ ! કયા કારણે તેને રુક્મી વર્ષધર પર્વત કહે છે ? ગૌતમ ! રુકમી વર્ષધર પર્વતે રજત, રજતપટ્ટ, રજતભાસ, સર્વ રજતમય છે. ત્યાં રુકમી નામે પલ્યોપમ સ્થિતિક દેવ યાવત્‌ વસે છે. તે કારણે હે ગૌતમ ! એમ કહે છે કે તે રુકમી/રુપ્પી પર્વત છે. ભગવન્‌ ! જંબૂદ્વીપ દ્વીપમાં હૈરણ્યવંત નામે વર્ષક્ષેત્ર ક્યાં કહેલ છે ? ગૌતમ ! રુક્મી પર્વતની ઉત્તરે, શિખરી પર્વતની દક્ષિણે, પૂર્વી લવણસમુદ્રની પશ્ચિમે, પશ્ચિમી લવણસમુદ્રની પૂર્વે, અહીં જંબૂદ્વીપ દ્વીપમાં હૈરણ્યવત ક્ષેત્ર કહેલ છે. એ પ્રમાણે હૈમવંત ક્ષેત્રની માફક જ હૈરણ્યવંત કહેવું. વિશેષ એ કે – તેની જીવા દક્ષિણમાં છે, ધનુ ઉત્તરમાં છે, બાકી બધું પૂર્વવત્‌ જાણવું. ભગવન્‌ ! હૈરણ્યવંત ક્ષેત્રમાં માલ્યવંત પર્યાય નામે વૃત્તવૈતાઢ્ય પર્વત ક્યાં કહેલ છે ? ગૌતમ ! સુવર્ણકૂલા નદીની પશ્ચિમે, રૂપ્યકૂલા નદીની પૂર્વે, અહીં હૈરણ્યવંત ક્ષેત્રના બહુમધ્ય દેશભાગમાં માલ્યવંત પર્યાય નામે વૃત્તવૈતાઢ્ય પર્વત કહેલ છે. જેમ શબ્દાપાતી કહ્યો તેમ માલ્યવંત પર્યાય પણ જાણવો. અર્થ – ઉત્પલ, પદ્મો માલ્યવંત પ્રભાવાળા – માલ્યવંત વર્ણના – માલ્યવંત વર્ણાભા છે. પ્રભાસ નામે અહીં મહર્દ્ધિક. પલ્યોપમ સ્થિતિક દેવ વસે છે, તે કારણે૦ રાજધાની ઉત્તરમાં છે. ભગવન્‌ ! કયા કારણે તેને હૈરણ્યવંત ક્ષેત્ર કહે છે ? ગૌતમ ! હૈરણ્યવંત ક્ષેત્ર રુક્મી તથા શિખરી વર્ષધર પર્વતોથી બે બાજુથી ઘેરાયેલ, નિત્ય હિરણ્ય દે છે, નિત્ય હિરણ્ય છોડે છે, નિત્ય હિરણ્ય પ્રકાશિત કરે છે, તથા હૈરણ્યવંત નામે દેવ અહીં વસે છે, તે કારણે તેને હૈરણ્યવંત ક્ષેત્ર કહે છે ભગવન્‌ ! જંબૂદ્વીપ દ્વીપમાં શિખરી નામે વર્ષધર પર્વત ક્યાં કહેલ છે ? ગૌતમ ! હૈરણ્યવંતની ઉત્તરે, ઐરાવતની દક્ષિણે, પૂર્વ લવણસમુદ્રની પશ્ચિમે, પશ્ચિમી લવણ સમુદ્રની પૂર્વે શિખરી વર્ષધર પર્વત કહેલ છે. એ પ્રમાણે જેમ લઘુહિમવંત પર્વત કહ્યો, તેમ શિખરી પર્વત પણ કહેવો. વિશેષ એ કે – તેની જીવા દક્ષિણમાં છે અને ધનુ ઉત્તરમાં છે., બાકી બધું પૂર્વવત્‌ જાણવું. શિખરી પર્વત ઉપર પુંડરીક દ્રહ છે. તેના દક્ષિણ દ્વારથી સુવર્ણકૂલા મહાનદી નીકળે છે. તે રોહીતાંશા નદીની માફક પૂર્વ લવણસમુદ્રમાં જઈને મળે છે. એ પ્રમાણે જેમ ગંગાસિંધુ મહાનદીઓ છે, તેમજ અહીં રક્તા અને રક્તવતી મહાનદી જાણવી. રક્તા પૂર્વમાં અને રક્તવતી પશ્ચિમમાં વહે છે. બાકી બધું પૂર્વવત્‌ કહેવું. ભગવન્‌ ! શિખરી વર્ષધર પર્વતમાં કેટલા કૂટો કહેલા છે ? ગૌતમ ! અગિયાર કૂટો કહેલા છે, તે આ પ્રમાણે – ૧. સિદ્ધાયતન કૂટ, ૨. શિખરી કૂટ, ૩. હૈરણ્યવંત કૂટ, ૪. સુવર્ણકૂલા કૂટ, ૫. સુરાદવી કટ, ૬. રક્તા કૂટ,૭. લક્ષ્મી કૂટ, ૮. રક્તાવતી કૂટ, ૯. ઈલાદેવી કૂટ, ૧૦. ઐરવત કૂટ અને ૧૧. તિગિંછિ કૂટ. બધા કૂટો ૫૦૦ યોજન ઊંચા છે. તેમના અધિષ્ઠાતાની રાજધાની મેરુની ઉત્તરમાં છે. ભગવન્‌ ! કયા કારણે તેને શિખરી વર્ષધર પર્વત કહે છે ? ગૌતમ! શિખરી વર્ષધર પર્વતમાં ઘણા કૂટો શિખરી સંસ્થાન સંસ્થિત છે. તે સર્વે રત્નમય છે. તથા શિખરી નામે દેવ યાવત્‌ અહીં વસે છે. તે કારણથી તેને શિખરી પર્વત કહે છે. ભગવન્‌ ! જંબૂદ્વીપ દ્વીપમાં ઐરવત નામે વર્ષક્ષેત્ર ક્યાં કહેલ છે ? ગૌતમ! શિખરી પર્વતની ઉત્તરમાં, ઉત્તર લવણ સમુદ્રની દક્ષિણે, પૂર્વી લવણસમુદ્રની પશ્ચિમે, પશ્ચિમી લવણસમુદ્રની પૂર્વે, અહીં જંબૂદ્વીપ દ્વીપમાં ઐરાવત નામે ક્ષેત્ર કહેલ છે. ઐરવત ક્ષેત્ર સ્થાણુ બહુલ, કંટક બહુલ છે. એ પ્રમાણે જેમ ભરતક્ષેત્રની વક્તવ્યતા છે. તેમજ બધું સંપૂર્ણ ઐરવતમાં પણ જાણવું. તે છ ખંડ સાધન સહિત, નિષ્ક્રમણ સહિત, પરિનિર્વાણ સહિત છે. ફર્ક માત્ર એ કે – ઐરવત નામે ચક્રવર્તી છે, ઐરાવત નામે ત્યાં દેવ છે. તે કારણે ઐરવત ક્ષેત્ર એવું નામ છે. સૂત્ર સંદર્ભ– ૨૦૯–૨૧૧
Mool Sutra Transliteration : [sutra] kahi nam bhamte! Jambuddive dive rammae namam vase pannatte? Goyama! Nilavamtassa uttarenam, ruppissa dakkhinenam, puratthimalavanasamuddassa pachchatthimenam, pachchatthimalavanasamuddassa puratthimenam, evam jaha cheva harivasam taha cheva rammayam vasam bhaniyavvam, navaram–dakkhinenam jiva uttarenam dhanupattham avasesam tam cheva. Kahi nam bhamte! Rammae vase gamdhavai namam vattaveyaddhapavvae pannatte? Goyama! Narakamtae pachcha-tthimenam, narikamtae puratthimenam, rammagavasassa bahumajjhadesabhae, ettha nam gamdhavai namam vattaveyaddhe pannatte, jam cheva viyadavaissa tam cheva gamdhavaissavi vattavvam. Attho, bahave uppalaim java gamdhavaivannaim gamdhavaivannabhaim gamdhavaippabhaim. Paume ya ittha deve mahiddhie java paliovamatthiie parivasai. Rayahani uttarenam. Se kenatthenam bhamte! Evam vuchchai–rammae vase? Rammae vase? Goyama! Rammagavase nam ramme rammae ramanijje. Rammae ya ittha deve java parivasai. Se tenatthenam. Kahi nam bhamte! Jambuddive dive ruppi namam vasaharapavvae pannatte? Goyama! Rammagavasassa uttarenam, herannavayavasassa dakkhinenam, puratthimalavanasamuddassa pachchatthimenam, pachchatthimalavanasamuddassa puratthimenam, ettha nam jambuddive dive ruppi namam vasaharapavvae pannatte–painapadinayae udina-dahinavichchhinne, evam ja cheva mahahimavamtavattavvaya sa cheva ruppissavi, navaram– dahinenam jiva uttarenam dhanupattham avasesam tam cheva, mahapumdarie dahe, narakamta mahanadi dakkhinenam neyavva, jaha rohiya puratthimenam gachchhai, ruppakula uttarenam neyavva, jaha harikamta pachchatthimenam gachchhai, avasesam tam cheva. Ruppimmi nam bhamte! Vasaharapavvae kai kuda pannatta? Goyama! Attha kuda pannatta, tam jaha–
Sutra Meaning Transliteration : Sutra– 209. Bhagavan ! Jambudvipa dvipamam ramyak name kshetra kyam kahela chhe\? Gautama ! Nilavamtani uttare, rukmini dakshine, purvi lavanasamudrani pashchime, pashchima lavanasamudrani purve, e pramane jema harivara kahyum, tema ramyak kshetra pana kahevum. Vishesha e ke – dakshinamam jiva chhe. Uttaramam dhanu chhe, baki purvavat. Bhagavan ! Ramyak kshetramam gamdhapati name vritta vaitadhya parvata kyam kahela chhe\? Gautama ! Narakamtani pashchime, narikamtani purve, ramyak kshetrana bahumadhya deshabhagamam, ahim gamdhapati name vritta vaitadhya parvata kahela chhe. Jema vikatapati chhe, tema gamdhapatini vaktavyata kahevi. Ahi ghana utpalo yavat gamdhapati varnana, gamdhapati prabhavala padmo chhe, ahim maharddhika yavat palyopama sthitika deva gamdhapati name vase chhe, te karanathi tene gamdhapati kahe chhe. Athava a nama shashvata chhe. Teni rajadhani uttaramam chhe. Bhagavan ! Kaya karane tene ramyak varsha – kshetra kahe chhe\? Gautama ! Ramyakvarsha ramya, ramyaka, ramaniya chhe. Ahim ramyak name deva yavat vase chhe. Te karane ramyak varsha kahe chhe. Bhagavan ! Jambudvipa dvipamam rukmi name varshadhara parvata kyam kahela chhe\? Gautama ! Ramyakvasani uttare, hairanyavat kshetrani dakshine, purvi lavanasamudrani pashchime, pashchimi lavanasamudrani purve, ahim jambudvipa dvipamam rukmi name varshadhara parvata kahela chhe. Te purva – pashchima lambo, uttara – dakshina paholo chhe. E pramane je mahahimavamtani vaktavyata chhe, te ja rukmini pana chhe. Vishesha e ke – dakshinamam jiva, uttaramam dhanu, baki badhum mahahimavamtavat chhe. Tyam mahapumdarika name draha chhe. Teni dakshina dishathi narakamta nadi nikale chhe. Te rohita nadini jema purvi lavanasamudramam male chhe. Rupyakula nadi mahapumdarika drahana uttarathi janavi, jema harikamta nadi kahi tema janavi. Harikamta nadini jema te pashchimi lavanasamudramam male chhe. Baki purvavat. Bhagavan ! Rukmi varshadhara parvate ketala kuto kahela chhe\? Gautama ! Atha kuto kahya chhe, te a pramane – Sutra– 210. Siddha, rukmi, ramyak, narakamta, buddhi, rupyakula, hairanyavamta ane manikamchana, e atha kuta rukmimam chhe. Sutra– 211. Ukta badha kuto 500 – yojana umcha chhe, teni rajadhani uttaramam chhe. Bhagavan ! Kaya karane tene rukmi varshadhara parvata kahe chhe\? Gautama ! Rukami varshadhara parvate rajata, rajatapatta, rajatabhasa, sarva rajatamaya chhe. Tyam rukami name palyopama sthitika deva yavat vase chhe. Te karane he gautama ! Ema kahe chhe ke te rukami/ruppi parvata chhe. Bhagavan ! Jambudvipa dvipamam hairanyavamta name varshakshetra kyam kahela chhe\? Gautama ! Rukmi parvatani uttare, shikhari parvatani dakshine, purvi lavanasamudrani pashchime, pashchimi lavanasamudrani purve, ahim jambudvipa dvipamam hairanyavata kshetra kahela chhe. E pramane haimavamta kshetrani maphaka ja hairanyavamta kahevum. Vishesha e ke – teni jiva dakshinamam chhe, dhanu uttaramam chhe, baki badhum purvavat janavum. Bhagavan ! Hairanyavamta kshetramam malyavamta paryaya name vrittavaitadhya parvata kyam kahela chhe\? Gautama ! Suvarnakula nadini pashchime, rupyakula nadini purve, ahim hairanyavamta kshetrana bahumadhya deshabhagamam malyavamta paryaya name vrittavaitadhya parvata kahela chhe. Jema shabdapati kahyo tema malyavamta paryaya pana janavo. Artha – utpala, padmo malyavamta prabhavala – malyavamta varnana – malyavamta varnabha chhe. Prabhasa name ahim maharddhika. Palyopama sthitika deva vase chhe, te karane0 rajadhani uttaramam chhe. Bhagavan ! Kaya karane tene hairanyavamta kshetra kahe chhe\? Gautama ! Hairanyavamta kshetra rukmi tatha shikhari varshadhara parvatothi be bajuthi gherayela, nitya hiranya de chhe, nitya hiranya chhode chhe, nitya hiranya prakashita kare chhe, tatha hairanyavamta name deva ahim vase chhe, te karane tene hairanyavamta kshetra kahe chhe Bhagavan ! Jambudvipa dvipamam shikhari name varshadhara parvata kyam kahela chhe\? Gautama ! Hairanyavamtani uttare, airavatani dakshine, purva lavanasamudrani pashchime, pashchimi lavana samudrani purve shikhari varshadhara parvata kahela chhe. E pramane jema laghuhimavamta parvata kahyo, tema shikhari parvata pana kahevo. Vishesha e ke – teni jiva dakshinamam chhe ane dhanu uttaramam chhe., baki badhum purvavat janavum. Shikhari parvata upara pumdarika draha chhe. Tena dakshina dvarathi suvarnakula mahanadi nikale chhe. Te rohitamsha nadini maphaka purva lavanasamudramam jaine male chhe. E pramane jema gamgasimdhu mahanadio chhe, temaja ahim rakta ane raktavati mahanadi janavi. Rakta purvamam ane raktavati pashchimamam vahe chhe. Baki badhum purvavat kahevum. Bhagavan ! Shikhari varshadhara parvatamam ketala kuto kahela chhe\? Gautama ! Agiyara kuto kahela chhe, te a pramane – 1. Siddhayatana kuta, 2. Shikhari kuta, 3. Hairanyavamta kuta, 4. Suvarnakula kuta, 5. Suradavi kata, 6. Rakta kuta,7. Lakshmi kuta, 8. Raktavati kuta, 9. Iladevi kuta, 10. Airavata kuta ane 11. Tigimchhi kuta. Badha kuto 500 yojana umcha chhe. Temana adhishthatani rajadhani meruni uttaramam chhe. Bhagavan ! Kaya karane tene shikhari varshadhara parvata kahe chhe\? Gautama! Shikhari varshadhara parvatamam ghana kuto shikhari samsthana samsthita chhe. Te sarve ratnamaya chhe. Tatha shikhari name deva yavat ahim vase chhe. Te karanathi tene shikhari parvata kahe chhe. Bhagavan ! Jambudvipa dvipamam airavata name varshakshetra kyam kahela chhe\? Gautama! Shikhari parvatani uttaramam, uttara lavana samudrani dakshine, purvi lavanasamudrani pashchime, pashchimi lavanasamudrani purve, ahim jambudvipa dvipamam airavata name kshetra kahela chhe. Airavata kshetra sthanu bahula, kamtaka bahula chhe. E pramane jema bharatakshetrani vaktavyata chhe. Temaja badhum sampurna airavatamam pana janavum. Te chha khamda sadhana sahita, nishkramana sahita, parinirvana sahita chhe. Pharka matra e ke – airavata name chakravarti chhe, airavata name tyam deva chhe. Te karane airavata kshetra evum nama chhe. Sutra samdarbha– 209–211