Sutra Navigation: Jambudwippragnapati ( જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1107767 | ||
Scripture Name( English ): | Jambudwippragnapati | Translated Scripture Name : | જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
वक्षस्कार ४ क्षुद्र हिमवंत |
Translated Chapter : |
વક્ષસ્કાર ૪ ક્ષુદ્ર હિમવંત |
Section : | Translated Section : | ||
Sutra Number : | 167 | Category : | Upang-07 |
Gatha or Sutra : | Sutra | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [सूत्र] कहि णं भंते! जंबुद्दीवे दीवे महाविदेहे वासे कच्छे नामं विजए पन्नत्ते? गोयमा! सीयाए महानईए उत्तरेणं, निलवंतस्स वासहरपव्वयस्स दाहिणेणं, चित्तकूडस्स वक्खारपव्वयस्स पच्चत्थिमेणं, मालवंतस्स वक्खारपव्वयस्स पुरत्थिमेणं, एत्थ णं जंबुद्दीवे दीवे महाविदेहे वासे कच्छे नामं विजए पन्नत्ते–उत्तरदाहिणायए पाईणपडीण विच्छिन्नेपलियंकसंठाणसंठिए गंगासिंधूहिं महानईहिं वेयड्ढेण य पव्वएणं छब्भागपविभत्ते सोलस जोयणसहस्साइं पंच य बाणउए जोयणसए दोन्नि य एगूनवीसइभाए जोयणस्स आयामेणं, दो जोयणसहस्साइं दोन्नि य तेरसुत्तरे जोयणसए किंचिविसेसूने विक्खंभेणं। कच्छस्स णं विजयस्स बहुमज्झदेसभाए, एत्थ णं वेयड्ढे नामं पव्वए पन्नत्ते, जे णं कच्छं विजयं दुहा विभयमाणे-विभयमाणे चिट्ठइ, तं जहा–दाहिणड्ढकच्छं च उत्तरड्ढकच्छं च। कहि णं भंते! जंबुद्दीवे दीवे महाविदेहे वासे दाहिणड्ढकच्छे नामं विजए पन्नत्ते? गोयमा! वेयड्ढस्स पव्वयस्स दाहिणेणं, सीयाए महानईए उत्तरेणं, चित्तकूडस्स वक्खारपव्वयस्स पच्चत्थिमेणं, मालवंतस्स वक्खारपव्वयस्स पुरत्थिमेणं, एत्थ णं जंबुद्दीवे दीवे महाविदेहे वासे दाहिणड्ढकच्छे नामं विजए पन्नत्ते– उत्तरदाहिणायए पाईणपडीणविच्छिन्नेअट्ठ जोयणसहस्साइं दोन्नि य एगसत्तरे जोयणसए एक्कं च एगूनवीसइभागं जोयणस्स आयामेणं, दो जोयणसहस्साइं दोन्नि य तेरसुत्तरे जोयणसए किंचिविसेसूने विक्खंभेणं, पलियंकसंठिए। दाहिणड्ढकच्छस्स णं भंते! विजयस्स केरिसए आगारभावपडोयारे पन्नत्ते? गोयमा! बहुसमरमणिज्जे भूमिभागे पन्नत्ते जाव कत्तिमेहिं चेव अकत्तिमेहिं चेव। दाहिणड्ढकच्छे णं भंते! विजए मनुयाणं केरिसए आगारभावपडोयारे पन्नत्ते? गोयमा! तेसि णं मनुयाणं छव्विहे संघयणे जाव सव्वदुक्खाणमंतं करेंति। कहि णं भंते! जंबुद्दीवे दीवे महाविदेहे वासे कच्छे विजए वेयड्ढे नामं पव्वए पन्नत्ते? गोयमा! दाहिणड्ढकच्छ विजयस्स उत्तरेणं, उत्तरड्ढकच्छस्स दाहिणेणं, चित्तकूडस्स पच्चत्थिमेणं, मालवंतस्स वक्खारपव्वयस्स पुरत्थिमेणं, एत्थ णं कच्छे विजए वेयड्ढे नामं पव्वए पन्नत्ते, तं जहा–पाईण-पडीणायए उदीणदाहिणविच्छिन्नेदुहा वक्खारपव्वए पुट्ठे–पुरत्थिमिल्लाए कोडीए पुरत्थिमिल्लं वक्खारपव्वयं पुट्ठे, पच्चत्थिमिल्लाए कोडीए पच्चत्थिमिल्लं वक्खारपव्वयं पुट्ठे भरहवेयड्ढसरिरए, नवरं–दो बाहाओ जीवा धनुपट्ठं च ण कायव्वं, विजयविक्खंभसरिसे आयामेणं, विक्खंभो उच्चत्तं उव्वेहो तह चेव विज्जाहरसेढीओ तहेव, नवरं– पणपन्नं-पणपन्नं विज्जाहरनगरावासा पन्नत्ता। आभिओगसेढीए उत्तरिल्लाओ सेढीओ सीयाए ईसानस्स, सेसाओ सक्कस्स, कूडा– | ||
Sutra Meaning : | સૂત્ર– ૧૬૭. ભગવન્ ! જંબૂદ્વીપ દ્વીપમાં કચ્છ નામે વિજય ક્યાં કહેલ છે ? ગૌતમ ! સીતા મહાનદીની ઉત્તરે, નીલવંત વર્ષધર પર્વતની દક્ષિણે, ચિત્રકૂટ વક્ષસ્કાર પર્વતની પશ્ચિમે, માલ્યવંત વક્ષસ્કાર પર્વતની પૂર્વે, અહીં જંબૂદ્વીપ દ્વીપમાં મહાવિદેહ ક્ષેત્રમાં કચ્છ નામે વિજય કહેલ છે. તે ઉત્તર દક્ષિણ લાંબો, પૂર્વ – પશ્ચિમ પહોળો, પલ્યંક સંસ્થાને સંસ્થિત છે. તે ગંગાનદી, સિંધુનદી અને વૈતાઢ્ય પર્વતથી છ ભાગમાં વિભક્ત છે. તે ૧૬,૫૯૨ – ૨/૧૯ યોજન લાંબી, ૨૨૧૩ યોજનથી કંઈક ન્યૂન પહોળી છે. કચ્છ વિજયના બહુમધ્ય દેશભાગમાં અહીં વૈતાઢ્ય નામે પર્વત કહેલ છે, તે કચ્છ વિજયને બે ભાગમાં વિભક્ત કરતો રહેલ છે. તે આ – દક્ષિણ કચ્છ અને ઉત્તર કચ્છ. ભગવન્ ! જંબૂદ્વીપ દ્વીપમાં મહાવિદેહ ક્ષેત્રમાં દક્ષિણાર્ધ કચ્છ નામક વિજય ક્યાં કહી છે? ગૌતમ ! વૈતાઢ્ય પર્વતની દક્ષિણે, સીતા મહાનદીની ઉત્તરે, ચિત્રકૂટ વક્ષસ્કાર પર્વતની પશ્ચિમે, માલ્યવંત વક્ષસ્કાર પર્વતની પૂર્વે અહીં જંબૂદ્વીપ દ્વીપના મહાવિદેહ ક્ષેત્રમાં દક્ષિણાર્દ્ધ કચ્છ નામે વિજય કહેલ છે. તે ઉત્તર – દક્ષિણ લાંબી, પૂર્વ – પશ્ચિમ પહોળી, ૮૨૭૧ – ૧/૧૯ યોજન લાંબી, ૨૨૧૩ યોજનથી કંઈક ન્યૂન પહોળી, પલ્યંક સંસ્થાન સંસ્થિત છે. ભગવન્ ! દાક્ષિણાર્દ્ધ કચ્છની વિજયના કેવા આકાર – ભાવ – પ્રત્યાવતાર કહેલ છે ? ગૌતમ ! બહુસમ રમણીય ભૂમિભાગ કહેલ છે, તે યાવત પંચવર્ણી મણી અને કૃત્રિમ અને અકૃત્રિમ તૃણ વડે શોભિત છે. ભગવન્ ! દાક્ષિણાર્દ્ધ કચ્છ વિજયના મનુષ્યના કેવા આકાર – ભાવ – પ્રત્યવતાર કહેલ છે ? ગૌતમ ! તે મનુષ્યોના સંઘયણ છ ભેદે છે યાવત્ સર્વે દુઃખોનો અંત કરે છે. ભગવન્ ! જંબૂદ્વીપ દ્વીપના મહાવિદેહ ક્ષેત્રમાં કચ્છવિજયમાં વૈતાઢ્ય નામે પર્વત ક્યાં કહેલ છે ? ગૌતમ ! દાક્ષિણાર્દ્ધ કચ્છ વિજયની ઉત્તરે, ઉત્તરાર્ધ કચ્છની દક્ષિણે, ચિત્રકૂટની પશ્ચિમે, માલ્યવંત વક્ષસ્કાર પર્વતની પૂર્વે, અહીં કચ્છવિજયમાં વૈતાઢ્ય નામે પર્વત કહેલ છે, તે પૂર્વ – પશ્ચિમ લાંબો, ઉત્તર – દક્ષિણ પહોળો, બંને તરફ વક્ષસ્કાર પર્વતને સ્પૃષ્ટ – પૂર્વની કોટીથી યાવત્ બંને તરફ સ્પૃષ્ટ, ભરતના વૈતાઢ્ય સદૃશ, વિશેષ એ કે – બે બાહા, જીવા અને ધનુપૃષ્ઠ ન કહેવું. તે વિજયના વિષ્કંભ સદૃશ લંબાઈથી, વિષ્કંભ – ઉચ્ચત્વ – ઉદ્વેધ પૂર્વવત્ તથા વિદ્યાધર અને આભિયોગિક શ્રેણી પૂર્વવત્. વિશેષ એ કે – પંચાવન – પંચાવન વિદ્યાધર નગરાવાસ કહેલા છે. આભિયોગિક શ્રેણીમાં સીતાનદીની ઉત્તરની શ્રેણીઓ ઈશાનદેવની છે, બાકીની શક્રની છે. સૂત્ર– ૧૬૮. કૂટો – સિદ્ધ, કચ્છ, ખંડક, મણિ, વૈતાઢ્ય, પૂર્ણ, તમિસ્રગુફા, કચ્છ, વૈશ્રમણ અને વૈતાઢ્ય. સૂત્ર– ૧૬૯. ભગવન્ ! જંબૂદ્વીપ દ્વીપના મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્તરાર્દ્ધ કચ્છ નામે વિજય ક્યાં કહી છે ? ગૌતમ ! વૈતાઢ્ય પર્વતની ઉત્તરે, નીલવંત વર્ષધર પર્વતની દક્ષિણે, માલ્યવંત વક્ષસ્કાર પર્વતની પૂર્વે, ચિત્રકૂટ વક્ષસ્કાર પર્વતની પશ્ચિમે, અહીં જંબૂદ્વીપ દ્વીપમાં કચ્છવિજય કહી છે યાવત્ સિદ્ધ થાય છે તે બધું પૂર્વવત્. ભગવન્ ! જંબૂદ્વીપ દ્વીપમાં મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્તરાર્દ્ધ કચ્છમાં વિજયમાં સિંધુકુંડ નામે કુંડ કહેલ છે ? ગૌતમ ! માલ્યવંત વક્ષસ્કાર પર્વતની પૂર્વે, ઋષભકૂટની પશ્ચિમે, નીલવંત વર્ષધર પર્વતના દક્ષિણી નિતંબમાં અહીં જંબૂદ્વીપ દ્વીપમાં મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્તરાર્દ્ધ કચ્છ વિજયમાં સિંધુકુંડ નામે કુંડ કહેલ છે. તે ૬૦ યોજન લાંબો – પહોળો, યાવત્ ભવન, અર્થ અને રાજધાની જાણવા. ભરતના સિંધુકુંઢ સદૃશ બધું જાણવું યાવત્ તે સિંધુકુંડની દક્ષિણ તોરણથી સિંધુ મહાનદી વહેતી ઉત્તરાર્દ્ધ કચ્છ વિજયમાં વહેતી – વહેતી૭૦૦૦ નદીઓ વડે આપૂરિત થતી – થતી તમિસ્ર ગુફાની નીચેની વૈતાઢ્ય પર્વતને ચીરીને, દક્ષિણ કચ્છ વિજયમાં જઈને બધી મળીને ૧૪,૦૦૦ નદીઓ સાથે દક્ષિણમાં સીતા મહાનદીમાં પ્રવેશે છે. સિંધુ મહાનદી પ્રવાહમાં અને મૂલમાં ભરતની સિંધુ સદૃશ પ્રમાણથી યાવત્ બે વનખંડથી પરિવરેલ છે. ભગવન્ ! ઉત્તરાર્દ્ધ કચ્છ વિજયમાં ઋષભકૂટ નામક પર્વત ક્યાં કહેલ છે ? ગૌતમ ! સિંધુકુંડની પૂર્વે, ગંગાકુંડની પશ્ચિમે, નીલવંત વર્ષધર પર્વતના દક્ષિણી નિતંબમાં અહીં ઉત્તરાર્દ્ધ – કચ્છ વિજયમાં ઋષભકૂટ નામે પર્વત કહેલ છે. આઠ યોજન ઉર્ધ્વ ઊંચો, આદિ પ્રમાણ પૂર્વવત્ યાવત્ રાજધાની છે, માત્ર તે ઉત્તરમાં કહેવી. ભગવન્ ! ઉત્તરાર્દ્ધ કચ્છ વિજયમાં ગંગાકુંડ નામે કુંડ ક્યાં કહેલ છે ? ગૌતમ ! ચિત્રકૂટ વક્ષસ્કાર પર્વતની પશ્ચિમે, ઋષભકૂટ પર્વતની પૂર્વે, નીલવંત વર્ષધર પર્વતના દક્ષિણી નિતંબે, અહીં ઉત્તરાર્દ્ધ કચ્છમાં ગંગાકુંડ નામે કુંડ કહેલ છે. તે ૬૦ યોજન લાંબો – પહોળો આદિ પૂર્વવત્ યાવત્ જેમ સિંધુ યાવત્ વનખંડથી પરિવરેલ છે. ભગવન્ ! કચ્છ વિજયને કચ્છવિજય કેમ કહે છે? ગૌતમ! કચ્છવિજયમાં વૈતાઢ્ય પર્વતની દક્ષિણે, સીતા મહાનદીની ઉત્તરે, ગંગા મહાનદીની પશ્ચિમે, સિંધુ મહાનદીની પૂર્વે, દક્ષિણાર્દ્ધ કચ્છ વિજયના બહુમધ્ય દેશભાગમાં અહીં ક્ષેમા નામે રાજધાની કહેલ છે. તે વિજયા રાજધાની સદૃશ કહેવી. તે ક્ષેમા રાજધાનીમાં કચ્છ નામે રાજા ઉપજે છે. તે મહા હિમવંત યાવત્ બધું વર્ણન ભરત સમાન કહેવું. માત્ર નિષ્ક્રમણ ન કહેવું. બાકી બધું કહેવું યાવત્ માનુષી સુખો ભોગવે છે. અથવા ‘કચ્છ’ નામધારી અહીં મહર્દ્ધિક યાવત્ પલ્યોપમ સ્થિતિક દેવ વસે છે. તે કારણે ગૌતમ ! કચ્છ વિજય કહે છે યાવત્ નિત્ય છે. સૂત્ર સંદર્ભ– ૧૬૭–૧૬૯ | ||
Mool Sutra Transliteration : | [sutra] kahi nam bhamte! Jambuddive dive mahavidehe vase kachchhe namam vijae pannatte? Goyama! Siyae mahanaie uttarenam, nilavamtassa vasaharapavvayassa dahinenam, chittakudassa vakkharapavvayassa pachchatthimenam, malavamtassa vakkharapavvayassa puratthimenam, ettha nam jambuddive dive mahavidehe vase kachchhe namam vijae pannatte–uttaradahinayae painapadina vichchhinnepaliyamkasamthanasamthie gamgasimdhuhim mahanaihim veyaddhena ya pavvaenam chhabbhagapavibhatte solasa joyanasahassaim pamcha ya banaue joyanasae donni ya egunavisaibhae joyanassa ayamenam, do joyanasahassaim donni ya terasuttare joyanasae kimchivisesune vikkhambhenam. Kachchhassa nam vijayassa bahumajjhadesabhae, ettha nam veyaddhe namam pavvae pannatte, je nam kachchham vijayam duha vibhayamane-vibhayamane chitthai, tam jaha–dahinaddhakachchham cha uttaraddhakachchham cha. Kahi nam bhamte! Jambuddive dive mahavidehe vase dahinaddhakachchhe namam vijae pannatte? Goyama! Veyaddhassa pavvayassa dahinenam, siyae mahanaie uttarenam, chittakudassa vakkharapavvayassa pachchatthimenam, malavamtassa vakkharapavvayassa puratthimenam, ettha nam jambuddive dive mahavidehe vase dahinaddhakachchhe namam vijae pannatte– uttaradahinayae painapadinavichchhinneattha joyanasahassaim donni ya egasattare joyanasae ekkam cha egunavisaibhagam joyanassa ayamenam, do joyanasahassaim donni ya terasuttare joyanasae kimchivisesune vikkhambhenam, paliyamkasamthie. Dahinaddhakachchhassa nam bhamte! Vijayassa kerisae agarabhavapadoyare pannatte? Goyama! Bahusamaramanijje bhumibhage pannatte java kattimehim cheva akattimehim cheva. Dahinaddhakachchhe nam bhamte! Vijae manuyanam kerisae agarabhavapadoyare pannatte? Goyama! Tesi nam manuyanam chhavvihe samghayane java savvadukkhanamamtam karemti. Kahi nam bhamte! Jambuddive dive mahavidehe vase kachchhe vijae veyaddhe namam pavvae pannatte? Goyama! Dahinaddhakachchha vijayassa uttarenam, uttaraddhakachchhassa dahinenam, chittakudassa pachchatthimenam, malavamtassa vakkharapavvayassa puratthimenam, ettha nam kachchhe vijae veyaddhe namam pavvae pannatte, tam jaha–paina-padinayae udinadahinavichchhinneduha vakkharapavvae putthe–puratthimillae kodie puratthimillam vakkharapavvayam putthe, pachchatthimillae kodie pachchatthimillam vakkharapavvayam putthe bharahaveyaddhasarirae, navaram–do bahao jiva dhanupattham cha na kayavvam, vijayavikkhambhasarise ayamenam, vikkhambho uchchattam uvveho taha cheva vijjaharasedhio taheva, navaram– panapannam-panapannam vijjaharanagaravasa pannatta. Abhiogasedhie uttarillao sedhio siyae isanassa, sesao sakkassa, kuda– | ||
Sutra Meaning Transliteration : | Sutra– 167. Bhagavan ! Jambudvipa dvipamam kachchha name vijaya kyam kahela chhe\? Gautama ! Sita mahanadini uttare, nilavamta varshadhara parvatani dakshine, chitrakuta vakshaskara parvatani pashchime, malyavamta vakshaskara parvatani purve, ahim jambudvipa dvipamam mahavideha kshetramam kachchha name vijaya kahela chhe. Te uttara dakshina lambo, purva – pashchima paholo, palyamka samsthane samsthita chhe. Te gamganadi, simdhunadi ane vaitadhya parvatathi chha bhagamam vibhakta chhe. Te 16,592 – 2/19 yojana lambi, 2213 yojanathi kamika nyuna paholi chhe. Kachchha vijayana bahumadhya deshabhagamam ahim vaitadhya name parvata kahela chhe, te kachchha vijayane be bhagamam vibhakta karato rahela chhe. Te a – dakshina kachchha ane uttara kachchha. Bhagavan ! Jambudvipa dvipamam mahavideha kshetramam dakshinardha kachchha namaka vijaya kyam kahi chhe? Gautama ! Vaitadhya parvatani dakshine, sita mahanadini uttare, chitrakuta vakshaskara parvatani pashchime, malyavamta vakshaskara parvatani purve ahim jambudvipa dvipana mahavideha kshetramam dakshinarddha kachchha name vijaya kahela chhe. Te uttara – dakshina lambi, purva – pashchima paholi, 8271 – 1/19 yojana lambi, 2213 yojanathi kamika nyuna paholi, palyamka samsthana samsthita chhe. Bhagavan ! Dakshinarddha kachchhani vijayana keva akara – bhava – pratyavatara kahela chhe\? Gautama ! Bahusama ramaniya bhumibhaga kahela chhe, te yavata pamchavarni mani ane kritrima ane akritrima trina vade shobhita chhe. Bhagavan ! Dakshinarddha kachchha vijayana manushyana keva akara – bhava – pratyavatara kahela chhe\? Gautama ! Te manushyona samghayana chha bhede chhe yavat sarve duhkhono amta kare chhe. Bhagavan ! Jambudvipa dvipana mahavideha kshetramam kachchhavijayamam vaitadhya name parvata kyam kahela chhe\? Gautama ! Dakshinarddha kachchha vijayani uttare, uttarardha kachchhani dakshine, chitrakutani pashchime, malyavamta vakshaskara parvatani purve, ahim kachchhavijayamam vaitadhya name parvata kahela chhe, te purva – pashchima lambo, uttara – dakshina paholo, bamne tarapha vakshaskara parvatane sprishta – purvani kotithi yavat bamne tarapha sprishta, bharatana vaitadhya sadrisha, vishesha e ke – be baha, jiva ane dhanuprishtha na kahevum. Te vijayana vishkambha sadrisha lambaithi, vishkambha – uchchatva – udvedha purvavat tatha vidyadhara ane abhiyogika shreni purvavat. Vishesha e ke – pamchavana – pamchavana vidyadhara nagaravasa kahela chhe. Abhiyogika shrenimam sitanadini uttarani shrenio ishanadevani chhe, bakini shakrani chhe. Sutra– 168. Kuto – siddha, kachchha, khamdaka, mani, vaitadhya, purna, tamisragupha, kachchha, vaishramana ane vaitadhya. Sutra– 169. Bhagavan ! Jambudvipa dvipana mahavideha kshetramam uttararddha kachchha name vijaya kyam kahi chhe\? Gautama ! Vaitadhya parvatani uttare, nilavamta varshadhara parvatani dakshine, malyavamta vakshaskara parvatani purve, chitrakuta vakshaskara parvatani pashchime, ahim jambudvipa dvipamam kachchhavijaya kahi chhe yavat siddha thaya chhe te badhum purvavat. Bhagavan ! Jambudvipa dvipamam mahavideha kshetramam uttararddha kachchhamam vijayamam simdhukumda name kumda kahela chhe\? Gautama ! Malyavamta vakshaskara parvatani purve, rishabhakutani pashchime, nilavamta varshadhara parvatana dakshini nitambamam ahim jambudvipa dvipamam mahavideha kshetramam uttararddha kachchha vijayamam simdhukumda name kumda kahela chhe. Te 60 yojana lambo – paholo, yavat bhavana, artha ane rajadhani janava. Bharatana simdhukumdha sadrisha badhum janavum yavat te simdhukumdani dakshina toranathi simdhu mahanadi vaheti uttararddha kachchha vijayamam vaheti – vaheti7000 nadio vade apurita thati – thati tamisra guphani nicheni vaitadhya parvatane chirine, dakshina kachchha vijayamam jaine badhi maline 14,000 nadio sathe dakshinamam sita mahanadimam praveshe chhe. Simdhu mahanadi pravahamam ane mulamam bharatani simdhu sadrisha pramanathi yavat be vanakhamdathi parivarela chhe. Bhagavan ! Uttararddha kachchha vijayamam rishabhakuta namaka parvata kyam kahela chhe\? Gautama ! Simdhukumdani purve, gamgakumdani pashchime, nilavamta varshadhara parvatana dakshini nitambamam ahim uttararddha – kachchha vijayamam rishabhakuta name parvata kahela chhe. Atha yojana urdhva umcho, adi pramana purvavat yavat rajadhani chhe, matra te uttaramam kahevi. Bhagavan ! Uttararddha kachchha vijayamam gamgakumda name kumda kyam kahela chhe\? Gautama ! Chitrakuta vakshaskara parvatani pashchime, rishabhakuta parvatani purve, nilavamta varshadhara parvatana dakshini nitambe, ahim uttararddha kachchhamam gamgakumda name kumda kahela chhe. Te 60 yojana lambo – paholo adi purvavat yavat jema simdhu yavat vanakhamdathi parivarela chhe. Bhagavan ! Kachchha vijayane kachchhavijaya kema kahe chhe? Gautama! Kachchhavijayamam vaitadhya parvatani dakshine, sita mahanadini uttare, gamga mahanadini pashchime, simdhu mahanadini purve, dakshinarddha kachchha vijayana bahumadhya deshabhagamam ahim kshema name rajadhani kahela chhe. Te vijaya rajadhani sadrisha kahevi. Te kshema rajadhanimam kachchha name raja upaje chhe. Te maha himavamta yavat badhum varnana bharata samana kahevum. Matra nishkramana na kahevum. Baki badhum kahevum yavat manushi sukho bhogave chhe. Athava ‘kachchha’ namadhari ahim maharddhika yavat palyopama sthitika deva vase chhe. Te karane gautama ! Kachchha vijaya kahe chhe yavat nitya chhe. Sutra samdarbha– 167–169 |