Sutra Navigation: Pragnapana ( પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1106656 | ||
Scripture Name( English ): | Pragnapana | Translated Scripture Name : | પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
पद-९ योनी |
Translated Chapter : |
પદ-૯ યોની |
Section : | Translated Section : | ||
Sutra Number : | 356 | Category : | Upang-04 |
Gatha or Sutra : | Sutra | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [सूत्र] कतिविहा णं भंते! जोणी पन्नत्ता? गोयमा! तिविहा जोणी पन्नत्ता, तं जहा– सीता जोणी, उसिणा जोणी, सीतोसिणा जोणी। | ||
Sutra Meaning : | સૂત્ર– ૩૫૬. યોનિ કેટલા ભેદે છે ? ગૌતમ ! યોનિ ત્રણ ભેદે છે – શીત, ઉષ્ણ અને શીતોષ્ણ. સૂત્ર– ૩૫૭. ભગવન્ ! નૈરયિકોને શું શીતયોનિ હોય, ઉષ્ણયોનિ હોય કે શીતોષ્ણયોનિ હોય ? ગૌતમ ! શીત અને ઉષ્ણ યોનિ હોય, શીતોષ્ણ ન હોય. ભગવન્ ! અસુરકુમારોને કઈ યોનિ હોય ? ગૌતમ ! અસુરકુમારોને શીતોષ્ણ યોનિ હોય, શીત અને ઉષ્ણ યોનિ ન હોય. એ પ્રમાણે સ્તનિતકુમાર સુધી જાણવું. ભગવન્ ! પૃથ્વીકાયિકને કઈ યોનિ હોય ? ગૌતમ ! ત્રણે યોનિ હોય. એ પ્રમાણે અપ્કાયિક, વાયુકાયિક, વનસ્પતિકાયિક અને વિકલેન્દ્રિયો કહેવા. તેઉકાયિકને ઉષ્ણ યોનિ હોય, શીત કે શીતોષ્ણ ન હોય. ભગવન્ ! પંચેન્દ્રિય તિર્યંચયોનિકને કઈ યોનિ હોય ? ગૌતમ ! તેમને શીત, ઉષ્ણ અને શીતોષ્ણ એ ત્રણે યોનિ હોય. સંમૂર્ચ્છિમ પંચેન્દ્રિય તિર્યંચયોનિકને પણ તેમજ છે. ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચને કઈ યોનિ હોય? ગૌતમ! ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચને શીત કે ઉષ્ણ યોનિ ન હોય, માત્ર શીતોષ્ણ યોનિ હોય. ભગવન્ ! મનુષ્યને શીત, ઉષ્ણ કે શીતોષ્ણ યોનિ હોય ? ગૌતમ ! મનુષ્યને શીત, ઉષ્ણ કે શીતોષ્ણ એ ત્રણે યોનિ હોય. સંમૂર્ચ્છિમ મનુષ્યને પણ આ ત્રણે હોય. ગર્ભજ મનુષ્યને શીત, ઉષ્ણ કે શીતોષ્ણ યોનિ હોય ? ગૌતમ ! ગર્ભજ મનુષ્યને શીત કે ઉષ્ણ યોનિ ન હોય, તેમને શીતોષ્ણ યોનિ જ હોય. ભગવન્ ! વ્યંતર દેવોને કઈ યોનિ હોય? ગૌતમ ! વ્યંતર દેવોને શીત કે ઉષ્ણ યોનિ ન હોય, શીતોષ્ણ યોનિ હોય. જ્યોતિષ્ક અને વૈમાનિકને પણ એમજ છે. ભગવન્ ! આ શીત યોનિક, ઉષ્ણ યોનિક, શીતોષ્ણ યોનિક, અયોનિકોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષ છે ? સૌથી થોડા જીવો શીતોષ્ણયોનિક, તેનાથી ઉષ્ણયોનિક અસંખ્યાતગણા, તેનાથી અયોનિક અનંતગણા, તેથી શીતયોનિક અનંતગણા છે. સૂત્ર સંદર્ભ– ૩૫૬, ૩૫૭ | ||
Mool Sutra Transliteration : | [sutra] kativiha nam bhamte! Joni pannatta? Goyama! Tiviha joni pannatta, tam jaha– sita joni, usina joni, sitosina joni. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 356. Yoni ketala bhede chhe\? Gautama ! Yoni trana bhede chhe – shita, ushna ane shitoshna. Sutra– 357. Bhagavan ! Nairayikone shum shitayoni hoya, ushnayoni hoya ke shitoshnayoni hoya\? Gautama ! Shita ane ushna yoni hoya, shitoshna na hoya. Bhagavan ! Asurakumarone kai yoni hoya\? Gautama ! Asurakumarone shitoshna yoni hoya, shita ane ushna yoni na hoya. E pramane stanitakumara sudhi janavum. Bhagavan ! Prithvikayikane kai yoni hoya\? Gautama ! Trane yoni hoya. E pramane apkayika, vayukayika, vanaspatikayika ane vikalendriyo kaheva. Teukayikane ushna yoni hoya, shita ke shitoshna na hoya. Bhagavan ! Pamchendriya tiryamchayonikane kai yoni hoya\? Gautama ! Temane shita, ushna ane shitoshna e trane yoni hoya. Sammurchchhima pamchendriya tiryamchayonikane pana temaja chhe. Garbhaja pamchendriya tiryamchane kai yoni hoya? Gautama! Garbhaja pamchendriya tiryamchane shita ke ushna yoni na hoya, matra shitoshna yoni hoya. Bhagavan ! Manushyane shita, ushna ke shitoshna yoni hoya\? Gautama ! Manushyane shita, ushna ke shitoshna e trane yoni hoya. Sammurchchhima manushyane pana a trane hoya. Garbhaja manushyane shita, ushna ke shitoshna yoni hoya\? Gautama ! Garbhaja manushyane shita ke ushna yoni na hoya, temane shitoshna yoni ja hoya. Bhagavan ! Vyamtara devone kai yoni hoya? Gautama ! Vyamtara devone shita ke ushna yoni na hoya, shitoshna yoni hoya. Jyotishka ane vaimanikane pana emaja chhe. Bhagavan ! A shita yonika, ushna yonika, shitoshna yonika, ayonikomam kona konathi alpa, bahu, tulya ke vishesha chhe\? Sauthi thoda jivo shitoshnayonika, tenathi ushnayonika asamkhyatagana, tenathi ayonika anamtagana, tethi shitayonika anamtagana chhe. Sutra samdarbha– 356, 357 |