Sutra Navigation: Sthanang ( સ્થાનાંગ સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1102191 | ||
Scripture Name( English ): | Sthanang | Translated Scripture Name : | સ્થાનાંગ સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
स्थान-३ |
Translated Chapter : |
સ્થાન-૩ |
Section : | उद्देशक-३ | Translated Section : | ઉદ્દેશક-૩ |
Sutra Number : | 191 | Category : | Ang-03 |
Gatha or Sutra : | Sutra | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [सूत्र] तओ ठाणाइं देवे पीहेज्जा, तं जहा– माणुस्सगं भवं, आरिए खेत्ते जम्मं, सुकुलपच्चायातिं। तिहिं ठाणेहिं देवे परितप्पेज्जा, तं जहा– १. अहो! णं मए संते बले संते वीरिए संते पुरिसक्कार-परक्कमे खेमंसि सुभिक्खंसि आयरिय-उवज्झाएहिं विज्जमानेहिं कल्लसरीरेणं नो बहुए सुते अहीते। २. अहो! णं मए इहलोगपडिबद्धेणं परलोगपरंमुहेणं विसयतिसितेणं नो दीहे सामण्णपरियाए अनुपालिते। ३. अहो! णं मए इड्ढि-रस-साय-गरुएणं भोगासंसगिद्धेणं नो विसुद्धे चरित्ते फासिते। इच्चेतेहिं तिहिं ठाणेहिं देवे परितप्पेज्जा। | ||
Sutra Meaning : | સૂત્ર– ૧૯૧. ત્રણ સ્થાનની દેવ ઇચ્છા કરે છે – ૧. મનુષ્યભવ, ૨. આર્યક્ષેત્રમાં જન્મ, ૩. ઉત્તમ કુળમાં જન્મ. ત્રણ કારણે દેવ પશ્ચાત્તાપને કરે છે – ૧. અહો ! મારું વિદ્યમાન બલ, વીર્ય, પુરુષકાર પરાક્રમ, ક્ષેમ, સુભિક્ષ હોવા છતાં, આચાર્ય અને ઉપાધ્યાય વિદ્યમાન હોવા છતાં, નીરોગી શરીર વડે બહું સૂત્ર ન ભણ્યો. ૨. આ લોકમાં આસક્ત, પરલોકથી પરાઙ્મુખ થઈ મેં વિષયની તૃષ્ણાથી દીર્ઘકાળ ચારિત્રપર્યાય ન પાળ્યો. ૩. અહો ! ઋદ્ધિ – રસ – સાતા ગારવથી ભોગાશંસામાં ગૃદ્ધ થઈને મેં વિશુદ્ધ ચારિત્રને સ્પર્શ્યું નહીં. આ ત્રણ સ્થાને દેવ પશ્ચાત્તાપ કરે છે. સૂત્ર– ૧૯૨. ત્રણ કારણે દેવ ‘હું ચ્યવીશ’ એમ જાણે છે – ૧. નિસ્તેજ વિમાન, આભરણને જોઈને, ૨. કરમાયેલ કલ્પવૃક્ષને જોઈને, ૩. પોતાની હાનિ પામતી શરીરની કાંતિને જાણીને. આ ત્રણ કારણે દેવ ‘ચ્યવીશ’ તે જાણે. ત્રણ કારણે દેવ ઉદ્વેગને પ્રાપ્ત થાય છે – ૧. અહો ! આવા સ્વરૂપવાળી દિવ્ય દેવઋદ્ધિ, દિવ્ય દેવદ્યુતિ, દિવ્ય દેવાનુભાવ પ્રાપ્ત કર્યો, મેળવ્યો, સન્મુખ થયો, તે ઋદ્ધિ આદિ મારે છોડવા પડશે – મારે ચ્યવવું પડશે. ૨. અહો ! માતાની રજ અને પિતાનું વીર્ય, તે બંને એકત્ર થયેલનો સૌ પ્રથમ આહાર કરવો પડશે. ૩. અહો ! મારે માતાના જઠરના મળમય, અશુચિમય, ઉદ્વેગ કરનારી ભયંકર એવી ગર્ભરૂપ વસતીમાં વસવું પડશે – આ ત્રણ સ્થાનક વડે દેવ ઉદ્વેગ પામે છે. સૂત્ર– ૧૯૩. વિમાનો ત્રણ સંસ્થાનવાળા કહ્યા છે – ગોળ, ત્રિકોણ, ચોરસ. તેમાં જે વૃત્ત વિમાનો છે, તે કમલની કર્ણિકાના સંસ્થાને સંસ્થિત છે, તેની ચારે તરફ પ્રાકાર છે, એક પ્રવેશદ્વાર છે. જે ત્રિકોણ વિમાન છે, તે શીંગોડાના આકારે સંસ્થિત છે, તે બે બાજુ પ્રાકારથી વીંટાયેલા, એક બાજુ વેદિકાથી ઘેરાયેલા અને ત્રણ દરવાજા વાળા કહેલા છે. જે ચોરસ વિમાનો છે તે અક્ખાડગ સંસ્થાન સંસ્થિત છે, તે ચોતરફ વેદિકાથી વીંટાયેલા તેમજ ચાર દ્વારવાળા છે. વિમાનો ત્રણ આધારો વડે પ્રતિષ્ઠિત છે – ઘનોદધિ પ્રતિષ્ઠિત, ઘનવાત પ્રતિષ્ઠિત, અવકાશાંતર પ્રતિષ્ઠિત. વિમાનો ત્રણ પ્રકારે છે – અવસ્થિત, વૈકુર્વિત અને પારિયાનિક. સૂત્ર સંદર્ભ– ૧૯૧–૧૯૩ | ||
Mool Sutra Transliteration : | [sutra] tao thanaim deve pihejja, tam jaha– manussagam bhavam, arie khette jammam, sukulapachchayatim. Tihim thanehim deve paritappejja, tam jaha– 1. Aho! Nam mae samte bale samte virie samte purisakkara-parakkame khemamsi subhikkhamsi ayariya-uvajjhaehim vijjamanehim kallasarirenam no bahue sute ahite. 2. Aho! Nam mae ihalogapadibaddhenam paralogaparammuhenam visayatisitenam no dihe samannapariyae anupalite. 3. Aho! Nam mae iddhi-rasa-saya-garuenam bhogasamsagiddhenam no visuddhe charitte phasite. Ichchetehim tihim thanehim deve paritappejja. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 191. Trana sthanani deva ichchha kare chhe – 1. Manushyabhava, 2. Aryakshetramam janma, 3. Uttama kulamam janma. Trana karane deva pashchattapane kare chhe – 1. Aho ! Marum vidyamana bala, virya, purushakara parakrama, kshema, subhiksha hova chhatam, acharya ane upadhyaya vidyamana hova chhatam, nirogi sharira vade bahum sutra na bhanyo. 2. A lokamam asakta, paralokathi parangmukha thai mem vishayani trishnathi dirghakala charitraparyaya na palyo. 3. Aho ! Riddhi – rasa – sata garavathi bhogashamsamam griddha thaine mem vishuddha charitrane sparshyum nahim. A trana sthane deva pashchattapa kare chhe. Sutra– 192. Trana karane deva ‘hum chyavisha’ ema jane chhe – 1. Nisteja vimana, abharanane joine, 2. Karamayela kalpavrikshane joine, 3. Potani hani pamati sharirani kamtine janine. A trana karane deva ‘chyavisha’ te jane. Trana karane deva udvegane prapta thaya chhe – 1. Aho ! Ava svarupavali divya devariddhi, divya devadyuti, divya devanubhava prapta karyo, melavyo, sanmukha thayo, te riddhi adi mare chhodava padashe – mare chyavavum padashe. 2. Aho ! Matani raja ane pitanum virya, te bamne ekatra thayelano sau prathama ahara karavo padashe. 3. Aho ! Mare matana jatharana malamaya, ashuchimaya, udvega karanari bhayamkara evi garbharupa vasatimam vasavum padashe – a trana sthanaka vade deva udvega pame chhe. Sutra– 193. Vimano trana samsthanavala kahya chhe – gola, trikona, chorasa. Temam je vritta vimano chhe, te kamalani karnikana samsthane samsthita chhe, teni chare tarapha prakara chhe, eka praveshadvara chhe. Je trikona vimana chhe, te shimgodana akare samsthita chhe, te be baju prakarathi vimtayela, eka baju vedikathi gherayela ane trana daravaja vala kahela chhe. Je chorasa vimano chhe te akkhadaga samsthana samsthita chhe, te chotarapha vedikathi vimtayela temaja chara dvaravala chhe. Vimano trana adharo vade pratishthita chhe – ghanodadhi pratishthita, ghanavata pratishthita, avakashamtara pratishthita. Vimano trana prakare chhe – avasthita, vaikurvita ane pariyanika. Sutra samdarbha– 191–193 |