Sutra Navigation: Mahanishith ( મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1118216 | ||
Scripture Name( English ): | Mahanishith | Translated Scripture Name : | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
अध्ययन-८ चूलिका-२ सुषाढ अनगारकथा |
Translated Chapter : |
અધ્યયન-૮ ચૂલિકા-૨ સુષાઢ અનગારકથા |
Section : | Translated Section : | ||
Sutra Number : | 1516 | Category : | Chheda-06 |
Gatha or Sutra : | Sutra | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [सूत्र] ति भाणिऊणं चिंतिउं पवत्तो सो महापावयारी। जहा णं किं छिंदामि अहयं सहत्थेहिं तिलं तिलं सगत्तं किं वा णं तुंगगिरियडाओ पक्खिविउं दढं संचुन्नेमि इनमो अनंत-पाव संघाय समुदयं दुट्ठं किं वा णं गंतूण लोहयार सालाए सुतत्त लोह खंडमिव घन खंडाहिं चुण्णावेमि सुइरमत्ताणगं किं वा णं फालावेऊण मज्झोमज्झीए तिक्ख करवत्तेहिं अत्ताणगं पुणो संभरावेमि अंतो सुकड्ढिय तउय तंब कंसलोह लोणूससज्जियक्खारस्स किं वा णं सहत्थेणं छिंदामि उत्तमंगं किं वा णं पविसामि मयरहरं किं वा णं उभयरुक्खेसु अहोमुहं विणिबंधाविऊण-मत्ताणगं हेट्ठा पज्जलावेमि जलणं किं बहुना णिद्दहेमि कट्ठेहिं अत्ताणगं ति चिंतिऊणं जाव णं मसाणभूमीए, गोयमा विरइया महती चिई। ताहे सयल जण सन्निज्झं सुईरं निंदिऊण अत्ताणगं साहियं च सव्व लोगस्स। जहा णं मए एरिसं एरिसं कम्मं समा-यरियं ति भाणिऊण आरूढो चीयाए। जाव णं भवियव्वयाए निओगेणं तारिस दव्व चुन्न जोगाणुसंसट्ठे ते सव्वे वि दारु त्ति काऊणं फूइज्जमाणे वि अनेग पयारेहिं तहा वि णं पयलिए सिही। तओ य णं धिद्धिकारेणोवहओ सयल गोववयणेहिं जहा–भो भो पेच्छ पेच्छ हुयासणं पि न पज्जले पावकम्म कारिस्सं ति भाणिऊणं निद्धाडिए ते बेवि गोउलाओ। एयावसरम्मि उ अन्नासन्न सन्निवेसाओ आगए णं भत्तपाणं गहाय तेणेव मग्गेण उज्जाणा-भिमुहे मुनीण संघाडगे। तं च दट्ठूण अनुमग्गेणं गए ते बेवि पाविट्ठे। पत्ते य उज्जाणं। जाव णं पेच्छंति सयल गुणोह धारिं चउण्णाण समन्नियं बहु सीस-गण परिकिन्नं देविंदं नरिदं वंदिज्जमाण पायारविंदं सुगहिय नामधेज्जं जगानंदं णाम अनगारं। तं च दट्ठूणं चिंतियं तेहिं जहा नंदे मग्गामि विसोहि पयं एस महायसे त्ति चिंतिऊणं तओ पणाम पुव्वगेणं उवविट्ठे ते जहोइए भूमिभागे पुरओ गणहरस्स, भणिओ य सुज्जसिवो तेण गणहारिणा जहा णं भो भो देवानुप्पिया नीसल्लमालोएत्ताणं लघुं करेसुं सिग्घं असेस पाविट्ठ कम्म निट्ठवणं पायच्छित्तं। एसा उण आवन्नसत्ताए पाणयाए पायच्छित्तं नत्थि जाव णं नो पसूया। ताहे गोयमा सुमहच्चंत परम महासंवेगगए से णं सुज्जसिवे आजम्माओ नीसल्लालोयणं पयच्छिऊण जहोवइट्ठं घोरं सुदुक्करं महंतं पायच्छित्तं अनुचरित्ताणं। तओ अच्चंत-विसुद्ध परिणामो सामन्नमब्भुट्ठिऊणं छव्वीसं संवच्छरे तेरस य राइंदिए अच्चंत घोर वीरुग्ग कट्ठ दुक्कर तव संजमं समनुचरिऊणं जाव णं एग दु ति चउ पंच छम्मासिएहिं खमणेहिं खवेऊणं निप्पडिकम्म-सरीरत्ताए अप्पमाययाए सव्वत्थामेसु अनवरय महन्निसाणुसमयं सययं सज्झाय झाणाईसु णं णिद्दहिऊणं सेस कम्ममलं अउव्व करणेणं खवग सेढीए अंतगड केवली जाए सिद्धे य। | ||
Sutra Meaning : | એમ બોલીને મહાપાપકર્મ કરનાર તે વિચારવા લાગ્યો કે શું હવે હું શસ્ત્રો વડે મારા માત્રના તલતલ જેવડા ટૂકડા કરીને છેદી નાંખુ? અથવા ઊંચા પર્વતના શિખર ઉપરથી પડતુ મૂકું. ઉક્ત પ્રકારે અનંત પાપસમૂહના ઢગલારૂપ આ દુષ્ટ શરીરને સખ્ત રીતે હું ચૂરો કરી નાંખુ ? અથવા તો લુહારની શાળામાં જઈને સારી રીતે તપાવીને લાલચોળ કરેલા લોખંડને જેમ જાડા ઘણથી કોઈ ટીપે તેમ લાંબા કાળ સધી મારા આ અંગોને ટીપાવી નાંખુ ? અથવા તો શું હું બરાબર મારા શરીરના મધ્યભાગમાં કરવતના તીક્ષ્ણ દાંતાથી કપાવું વેરાવું. ? તેવા શરીરમાં પછી સારી રીતે ઉકાળેલા સીસા, તાંબા, કાંસા, લોહ, લુણ અને ઉસના સાજી – ખારના રસને રેડાવું ? અથવા તો મારા પોતાના હાથે જ મારું મસ્તક છેદી નાંખું ? અથવા તો હું મગરના ઘરમાં પ્રવેશ કરું ? અથવા તો બે ઝાડ વચ્ચે મને દોરડાથી બાંધીને, લટકાવીને, નીચે મુખ અને ઉપર પગ હોય તે રીતે રાખીને નીચે અગ્નિનો ભડકો કરાવું ? વધારે કેટલું કહેવું ? મસાણ ભૂમિમાં પહોંચીને કાષ્ઠની ચિતામાં મારા શરીરને હવે હું બાળી નાંખું – સળગાવી દઉં ? એમ વિચારીને હે ગૌતમ ! ત્યાં મોટી ચિતા બનાવડાવી. ત્યારપછી સમગ્ર લોકની હાજરીમાં લાંબા કાળ સુધી પોતાના આત્માની નિંદા કરીને સર્વલોકને જાહેર કરતાં કહ્યું કે – મેં ન કરવા લાયક આવા પ્રકારનું અપ્કાર્ય કરેલું છે. એ પ્રમાણે કહીને તે ચિતા ઉપર આરૂઢ થયો. ત્યારે ભવિતવ્યતાના યોગથી તેવા પ્રકારના દ્રવ્યો અને ચૂર્ણના યોગના સંસર્ગથી તે સર્વે કાષ્ઠો છે, એમ માનીને ફૂંકો મારવા છતાં, અનેક પ્રકારે ઉપાયો કરવા છતાં પણ તે અગ્નિ સળગ્યો નહીં. ત્યાર પછી લોકોએ તેનો તિરસ્કાર કર્યો કે જો આ અગ્નિ પણ તેને સહારો આપતો નથી. તારી પાપની પરિણતિ કેટલી આકરી છે કે જો આ અગ્નિ પણ સળગતો નથી! એ પ્રમાણે કહીને તે લોકોએ તે બંનેને ગોકુળમાંથી કાઢી મૂક્યા. આ અવસરે બીજા નજીકના ગામમાંથી ભોજન, પાણી ગ્રહણ કરીને તે જ માર્ગે ઉદ્યાનની સન્મુખ આવતા મુનિ યુગલને જોયું. તેમને જોઈને તેમની પાછળ તે બંને પાપીઓ ગયા. ઉદ્યાનમાં પહોંચ્યા તો ત્યાં સમગ્ર ગુણસમૂહને ધારણ કરનારા એવા ચાર જ્ઞાનવાળા, ઘણા શિષ્યગણથી પરિવરેલા. તથા – દેવેન્દ્રો અને નરેન્દ્રો વડે ચરણારવિંદમાં નમન કરાતા, સુગૃહિત નામવાળા જગાણંદ તથા. – દેવેન્દ્રો અને નરેન્દ્રો વડે ચરણારવિંદમાં નમન કરાતા, સુગૃહિત નામવાળા જગાણંદ અણગારને જોયા. તેમને જોઈને તે બંનેએ વિચાર્યું કે – આ મહાયશવાળા મુનિવર પાસે મારી વિશુદ્ધિ કેમ થાય તેની માંગણી કરું. એમ વિચારીને પ્રણામ કરવાપૂર્વક ને ગણને ધારણ કરનારા એવા ગચ્છાધિપતિ આગળ યથાયોગ્ય ભૂમિભાગમાં બેઠો. તે ગણસ્વામીએ સુજ્ઞશીવને કહ્યું કે – અરે ઓ દેવાનુપ્રિય ! શલ્ય રહિતપણે પાપની આલોચના જલદી કરીને સમગ્ર પાપનો અંત કરનાર એવું પ્રાયશ્ચિત્ત કર. આ બાલિકા તો ગર્ભવતી હોવાથી તેનું પ્રાયશ્ચિત્ત નથી કે જ્યાં સુધી તેણી તે બાળકને જન્મ ન આપે. હે ગૌતમ ! ત્યારપછી અતિ મહાસંવેગની પરાકાષ્ઠા પામેલો તે સુજ્ઞશીવ જન્મથી માંડીને થયેલા તમામ પાપકર્મોની નિઃશલ્ય આલોચના આપીને કહીને. ગુરુ મહારાજાએ કહેલા – ઘોર, અતિ દુષ્કર, મોટા પ્રાયશ્ચિત્તનું સેવન કરીને, ત્યારપછી અતિ વિશુદ્ધ પરિણામ યુક્ત શ્રમણપણામાં પરાક્રમ કરીને ૨૬ – વર્ષ અને ૧૩ – રાત્રિ દિવસ પર્યન્ત અત્યંત ઘોર, વીર, ઉગ્ર, કષ્ટકારી, દુષ્કર તપ અને સંયમનું યથાર્થ પાલન કરીને. ... તેમજ એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ માસ સુધી લાગલગાટ ઉપરા – ઉપરી સામટા ઉપવાસ કરીને. ... શરીરની ટાપટીપ કે મમતા કર્યા વગરના તેણે. ... સર્વ સ્થાનકમાં અપ્રમાદરહિતપણે નિરંતર રાત – દિવસ દરેક સમયે સ્વાધ્યાય, ધ્યાનાદિમાં પરાક્રમ કરીને બાકીની કર્મમળને ભસ્મ કરીને, અપૂર્વ કરણ કરીને, ક્ષપકશ્રેણી માંડી અમગડ કેવલી થઈ સિદ્ધ થયા. | ||
Mool Sutra Transliteration : | [sutra] ti bhaniunam chimtium pavatto so mahapavayari. Jaha nam kim chhimdami ahayam sahatthehim tilam tilam sagattam kim va nam tumgagiriyadao pakkhivium dadham samchunnemi inamo anamta-pava samghaya samudayam duttham kim va nam gamtuna lohayara salae sutatta loha khamdamiva ghana khamdahim chunnavemi suiramattanagam kim va nam phalaveuna majjhomajjhie tikkha karavattehim attanagam puno sambharavemi amto sukaddhiya tauya tamba kamsaloha lonusasajjiyakkharassa kim va nam sahatthenam chhimdami uttamamgam kim va nam pavisami mayaraharam kim va nam ubhayarukkhesu ahomuham vinibamdhaviuna-mattanagam hettha pajjalavemi jalanam kim bahuna niddahemi katthehim attanagam ti chimtiunam java nam masanabhumie, goyama viraiya mahati chii. Tahe sayala jana sannijjham suiram nimdiuna attanagam sahiyam cha savva logassa. Jaha nam mae erisam erisam kammam sama-yariyam ti bhaniuna arudho chiyae. Java nam bhaviyavvayae niogenam tarisa davva chunna joganusamsatthe te savve vi daru tti kaunam phuijjamane vi anega payarehim taha vi nam payalie sihi. Tao ya nam dhiddhikarenovahao sayala govavayanehim jaha–bho bho pechchha pechchha huyasanam pi na pajjale pavakamma karissam ti bhaniunam niddhadie te bevi goulao. Eyavasarammi u annasanna sannivesao agae nam bhattapanam gahaya teneva maggena ujjana-bhimuhe munina samghadage. Tam cha datthuna anumaggenam gae te bevi pavitthe. Patte ya ujjanam. Java nam pechchhamti sayala gunoha dharim chaunnana samanniyam bahu sisa-gana parikinnam devimdam naridam vamdijjamana payaravimdam sugahiya namadhejjam jaganamdam nama anagaram. Tam cha datthunam chimtiyam tehim jaha namde maggami visohi payam esa mahayase tti chimtiunam tao panama puvvagenam uvavitthe te jahoie bhumibhage purao ganaharassa, bhanio ya sujjasivo tena ganaharina jaha nam bho bho devanuppiya nisallamaloettanam laghum karesum siggham asesa pavittha kamma nitthavanam payachchhittam. Esa una avannasattae panayae payachchhittam natthi java nam no pasuya. Tahe goyama sumahachchamta parama mahasamvegagae se nam sujjasive ajammao nisallaloyanam payachchhiuna jahovaittham ghoram sudukkaram mahamtam payachchhittam anucharittanam. Tao achchamta-visuddha parinamo samannamabbhutthiunam chhavvisam samvachchhare terasa ya raimdie achchamta ghora virugga kattha dukkara tava samjamam samanuchariunam java nam ega du ti chau pamcha chhammasiehim khamanehim khaveunam nippadikamma-sarirattae appamayayae savvatthamesu anavaraya mahannisanusamayam sayayam sajjhaya jhanaisu nam niddahiunam sesa kammamalam auvva karanenam khavaga sedhie amtagada kevali jae siddhe ya. | ||
Sutra Meaning Transliteration : | Ema boline mahapapakarma karanara te vicharava lagyo ke shum have hum shastro vade mara matrana talatala jevada tukada karine chhedi namkhu? Athava umcha parvatana shikhara uparathi padatu mukum. Ukta prakare anamta papasamuhana dhagalarupa a dushta sharirane sakhta rite hum churo kari namkhu\? Athava to luharani shalamam jaine sari rite tapavine lalachola karela lokhamdane jema jada ghanathi koi tipe tema lamba kala sadhi mara a amgone tipavi namkhu\? Athava to shum hum barabara mara sharirana madhyabhagamam karavatana tikshna damtathi kapavum veravum.\? Teva shariramam pachhi sari rite ukalela sisa, tamba, kamsa, loha, luna ane usana saji – kharana rasane redavum\? Athava to mara potana hathe ja marum mastaka chhedi namkhum\? Athava to hum magarana gharamam pravesha karum\? Athava to be jhada vachche mane doradathi bamdhine, latakavine, niche mukha ane upara paga hoya te rite rakhine niche agnino bhadako karavum\? Vadhare ketalum kahevum\? Masana bhumimam pahomchine kashthani chitamam mara sharirane have hum bali namkhum – salagavi daum\? Ema vicharine he gautama ! Tyam moti chita banavadavi. Tyarapachhi samagra lokani hajarimam lamba kala sudhi potana atmani nimda karine sarvalokane jahera karatam kahyum ke – Mem na karava layaka ava prakaranum apkarya karelum chhe. E pramane kahine te chita upara arudha thayo. Tyare bhavitavyatana yogathi teva prakarana dravyo ane churnana yogana samsargathi te sarve kashtho chhe, ema manine phumko marava chhatam, aneka prakare upayo karava chhatam pana te agni salagyo nahim. Tyara pachhi lokoe teno tiraskara karyo ke jo a agni pana tene saharo apato nathi. Tari papani parinati ketali akari chhe ke jo a agni pana salagato nathi! E pramane kahine te lokoe te bamnene gokulamamthi kadhi mukya. A avasare bija najikana gamamamthi bhojana, pani grahana karine te ja marge udyanani sanmukha avata muni yugalane joyum. Temane joine temani pachhala te bamne papio gaya. Udyanamam pahomchya to tyam samagra gunasamuhane dharana karanara eva chara jnyanavala, ghana shishyaganathi parivarela. Tatha – devendro ane narendro vade charanaravimdamam namana karata, sugrihita namavala jaganamda tatha. – devendro ane narendro vade charanaravimdamam namana karata, sugrihita namavala jaganamda anagarane joya. Temane joine te bamnee vicharyum ke – A mahayashavala munivara pase mari vishuddhi kema thaya teni mamgani karum. Ema vicharine pranama karavapurvaka ne ganane dharana karanara eva gachchhadhipati agala yathayogya bhumibhagamam betho. Te ganasvamie sujnyashivane kahyum ke – Are o devanupriya ! Shalya rahitapane papani alochana jaladi karine samagra papano amta karanara evum prayashchitta kara. A balika to garbhavati hovathi tenum prayashchitta nathi ke jyam sudhi teni te balakane janma na ape. He gautama ! Tyarapachhi ati mahasamvegani parakashtha pamelo te sujnyashiva janmathi mamdine thayela tamama papakarmoni nihshalya alochana apine kahine. Guru maharajae kahela – Ghora, ati dushkara, mota prayashchittanum sevana karine, Tyarapachhi ati vishuddha parinama yukta shramanapanamam parakrama karine 26 – varsha ane 13 – ratri divasa paryanta atyamta ghora, vira, ugra, kashtakari, dushkara tapa ane samyamanum yathartha palana karine.\... Temaja eka, be, trana, chara, pamcha, chha masa sudhi lagalagata upara – upari samata upavasa karine.\... Sharirani tapatipa ke mamata karya vagarana tene.\... Sarva sthanakamam apramadarahitapane Niramtara rata – divasa dareka samaye svadhyaya, dhyanadimam parakrama karine bakini karmamalane bhasma karine, apurva karana karine, kshapakashreni mamdi amagada kevali thai siddha thaya. |