Sutra Navigation: Mahanishith ( મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1118074 | ||
Scripture Name( English ): | Mahanishith | Translated Scripture Name : | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
अध्ययन-७ प्रायश्चित् सूत्रं चूलिका-१ एकांत निर्जरा |
Translated Chapter : |
અધ્યયન-૭ પ્રાયશ્ચિત્ સૂત્રં ચૂલિકા-૧ એકાંત નિર્જરા |
Section : | Translated Section : | ||
Sutra Number : | 1374 | Category : | Chheda-06 |
Gatha or Sutra : | Gatha | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [गाथा] जो चंदनेन बाहुं आलिंपइ वासिणा व जो तच्छे। संथुणइ जो अ निंदइ सम-भावो हुज्ज दुण्हं पि॥ | ||
Sutra Meaning : | જો કોઈ બાવના ચંદનના રસથી શરીરાદિનું વિલેપન કરે અથવા કોઈ વાંસળાથી છોલે, કોઈ તેના ગુણની સ્તુતિ કરે કે અવગુણોની નિંદા કરે, બંને ઉપર સમાન ભાવ રાખનારો, એ પ્રમાણે બળ, વીર્ય, પુરુષાર્થ – પરાક્રમને ન છૂપાવતો, તૃણ – મણિ કે ઢેફું – કંચન પ્રતિ સમાન મનવાળો, સ્ત્રી પુત્ર સ્વજન મિત્ર બાંધવ ધનધાન્ય સોનું રૂપું મણિ – રત્ન શ્રેષ્ઠ ભંડારનો ત્યાગ કરનાર, અત્યંત પરમ વૈરાગ્ય વાસનાને, ઉત્પન્ન કરેલા શુભ પરિણામના કારણે સુંદર ધર્મશ્રદ્ધાયુક્ત અક્લિષ્ટ નિષ્કલુષ અદીન મનવાળો, વ્રત – નિયમ – જ્ઞાન – ચારિત્ર – તપ આદિ સમગ્ર ભુવનમાં અદ્વિતીય, મંગલ સ્વરૂપ, અહિંસા લક્ષણ યુક્ત ક્ષમાદિ દશવિધ ધર્માનુષ્ઠાનમાં એકાંત સ્થિર લક્ષણવાળો. સર્વ આવશ્યક, તે – તે કાલે કરવા યોગ્ય સ્વાધ્યાય અને ધ્યાનમાં ઉપયોગવાળો, અસંખ્યાતા અનેક સમગ્ર સંયમ સ્થાનકો વિશે અસ્ખલિત કરણવાળો, સમસ્ત પ્રકારે પ્રમાદ પરિહાર માટે યતનાવાન અને હવે પછી ભૂતકાળના અતિચારો નિંદતો, ભાવિમાં સંભવિત અતિચારોને સંવરતો, તે અતિચારોથી અટકેલો, તેથી વર્તમાનમાં અકરણીયરૂપે પાપકર્મનો ત્યાગી, સર્વ દોષોથી રહિત, વળી સંસાર વૃદ્ધિના મૂલ એવા નિયાણાથી રહિત અર્થાત્ આલોક – પરલોકના બાહ્ય સુખોની અભિલાષાથી ધર્મ ન કરતો, માયામૃષાવાદનો ત્યાગી, એવા સાધુ – સાધ્વી ઉક્ત ગુણોથી યુક્ત જો કોઈ પ્રકારે પ્રમાદદોષથી વારંવાર ક્યાંક કોઈક સ્થાને મન – વચન – કાયાથી કરણ વિશુદ્ધિથી સર્વભાવે સંયમ આચરતા કે અસંયમથી સ્ખલન પામે તો તેને વિશુદ્ધિ સ્થાન માત્ર પ્રાયશ્ચિત્ત છે. ગૌતમ ! તે કારણે તેને પ્રાયશ્ચિત્ત વિશુદ્ધિનો ઉપદેશ દેવો પણ બીજા પ્રકારે નહીં. તેમાં જે – જે પ્રાયશ્ચિત્તના સ્થાનકોમાં જ્યાં જ્યાં જેટલું પ્રાયશ્ચિત્ત કહ્યું છે તેને જ નિશ્ચિત પ્રાયશ્ચિત્ત કહેવાય છે. ભગવન્ ! કયા કારણે તેને નિશ્ચિત પ્રાયશ્ચિત્ત કહે છે ? ગૌતમ! આ પ્રાયશ્ચિત્ત સૂત્રો અનંતર અનંતર ક્રમવાળા છે. અનેક ભવ્ય આત્મા ચતુર્ગતિ સંસારના કેદખાનામાંથી બદ્ધ, સ્પૃષ્ટ, નિકાચિત, દુઃખે કરી મુક્ત કરી શકાય તેવા ઘોર પૂર્વભવમાં કરેલા કર્મોરૂપ બેડીનો ચૂરો કરીને જલદી મુક્ત થશે. આ પ્રાયશ્ચિત્ત સૂત્ર અનેક ગુણસમુદ્રથી યુક્ત, દૃઢવ્રત અને ચારિત્રવંત હોય, એકાંતે યોગ્ય હોય તેવાને આગળ કહીશું તેવા પ્રદેશમાં ચાર કાન જ સાંભળે તેમ ભણાવવું, પ્રરૂપવું તથા જેની જેટલા પ્રાયશ્ચિત્તથી શ્રેષ્ઠ વિશુદ્ધિ થાય તેમ તેને રાગદ્વેષ રહિતપણે, ધર્મમાં અપૂર્વ રસ ઉત્પન્ન થાય તેવા વચનોથી ઉત્સાહરહિત કરવાપૂર્વક યથાસ્થિત અન્યૂનાધિક તેવું પ્રાયશ્ચિત્ત આપવું. એ કારણે એમ કહ્યું છે કે હે ગૌતમ ! તેવું જ પ્રાયશ્ચિત્ત પ્રમાણિત અને ટંકશાળી થાય, તેને નિશ્ચિત પ્રાયશ્ચિત્ત કહે છે. સૂત્ર સંદર્ભ– ૧૩૭૪, ૧૩૭૫ | ||
Mool Sutra Transliteration : | [gatha] jo chamdanena bahum alimpai vasina va jo tachchhe. Samthunai jo a nimdai sama-bhavo hujja dunham pi. | ||
Sutra Meaning Transliteration : | Jo koi bavana chamdanana rasathi shariradinum vilepana kare athava koi vamsalathi chhole, koi tena gunani stuti kare ke avagunoni nimda kare, bamne upara samana bhava rakhanaro, E pramane bala, virya, purushartha – parakramane na chhupavato, trina – mani ke dhephum – kamchana prati samana manavalo, stri putra svajana mitra bamdhava dhanadhanya sonum rupum mani – ratna shreshtha bhamdarano tyaga karanara, atyamta parama vairagya vasanane, utpanna karela shubha parinamana karane sumdara dharmashraddhayukta aklishta nishkalusha adina manavalo, vrata – niyama – jnyana – charitra – tapa adi samagra bhuvanamam advitiya, mamgala svarupa, ahimsa lakshana yukta kshamadi dashavidha dharmanushthanamam ekamta sthira lakshanavalo. Sarva avashyaka, te – te kale karava yogya svadhyaya ane dhyanamam upayogavalo, asamkhyata aneka samagra samyama sthanako vishe askhalita karanavalo, samasta prakare pramada parihara mate yatanavana ane have pachhi bhutakalana aticharo nimdato, bhavimam sambhavita aticharone samvarato, te aticharothi atakelo, Tethi vartamanamam akaraniyarupe papakarmano tyagi, sarva doshothi rahita, vali samsara vriddhina mula eva niyanathi rahita arthat aloka – paralokana bahya sukhoni abhilashathi dharma na karato, mayamrishavadano tyagi, Eva sadhu – sadhvi ukta gunothi yukta jo koi prakare pramadadoshathi varamvara kyamka koika sthane mana – vachana – kayathi karana vishuddhithi sarvabhave samyama acharata ke asamyamathi skhalana pame to tene vishuddhi sthana matra prayashchitta chhe. Gautama ! Te karane tene prayashchitta vishuddhino upadesha devo pana bija prakare nahim. Temam je – je prayashchittana sthanakomam jyam jyam jetalum prayashchitta kahyum chhe tene ja nishchita prayashchitta kahevaya chhe. Bhagavan ! Kaya karane tene nishchita prayashchitta kahe chhe\? Gautama! A prayashchitta sutro anamtara anamtara kramavala chhe. Aneka bhavya atma chaturgati samsarana kedakhanamamthi baddha, sprishta, nikachita, duhkhe kari mukta kari shakaya teva ghora purvabhavamam karela karmorupa bedino churo karine jaladi mukta thashe. A prayashchitta sutra aneka gunasamudrathi yukta, dridhavrata ane charitravamta hoya, ekamte yogya hoya tevane agala kahishum teva pradeshamam chara kana ja sambhale tema bhanavavum, prarupavum tatha jeni jetala prayashchittathi shreshtha vishuddhi thaya tema tene ragadvesha rahitapane, dharmamam apurva rasa utpanna thaya teva vachanothi utsaharahita karavapurvaka yathasthita anyunadhika tevum prayashchitta apavum. E karane ema kahyum chhe ke he gautama ! Tevum ja prayashchitta pramanita ane tamkashali thaya, tene nishchita prayashchitta kahe chhe. Sutra samdarbha– 1374, 1375 |