Sutra Navigation: Mahanishith ( મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1117527 | ||
Scripture Name( English ): | Mahanishith | Translated Scripture Name : | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
अध्ययन-५ नवनीतसार |
Translated Chapter : |
અધ્યયન-૫ નવનીતસાર |
Section : | Translated Section : | ||
Sutra Number : | 827 | Category : | Chheda-06 |
Gatha or Sutra : | Sutra | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [सूत्र] से भयवं कयरे णं से–बहुरूवे वुच्चइ जे णं ओसन्न विहारीणं ओसन्ने, उज्जयविहारीणं उज्जयविहारी, निद्धम्म सबलाणं निद्धम्म सबले बहुरूवी रंगगए चारणे इव नडे | ||
Sutra Meaning : | ભગવન્ ! તે બહુરૂપો કોન કહેવાય ? જે શિથિલ આચારી હોય તેવો ઓસન્ન કે કઠણ આચાર પાળતો ઉદ્યત વિહારી બની તેવો નાટક કરે. ધર્મરહિત કે ચારિત્રમાં દૂષણ લગાડનાર હોય તેવો નાટક ભૂમિમાં વિવિધ વેશ ધારણ કરે તેના જેવો ચારણ કે નાટકીયો થાય. રામ – લક્ષ્મણ કે રાવણ થાય, વિકરાળ કાન આગળ દાંત નીકળેલો – વૃદ્ધાવસ્થા યુક્ત ગાત્રવાળો, નિસ્તેજ, ફીક્કા નેત્રવાળો, પુર્યચથી ભરેલો વિદુષક હોય તેને વેશ બદલતો, ક્ષણવારમાં તિર્યંચ જાતિક વાનર થાય. એ રીતે વિદુષક માફક બહુરૂપી થાય. એ રીતે હે ગૌતમ ! કદાચ ભૂલચૂક કે સ્ખલનાથી કોઈક અસતિને દીક્ષા અપાઈ ગઈ. પછી તેને દૂર સુધીના માર્ગની વચ્ચે આંતરો રાખવો. નજીક સાથે ન ચાલવું, પાસે ન રાખવી. તેની સાથે આદરથી વાતચીત ન કરવી, પાત્રાદિ ન પડીલેહરાવવા, શાસ્ત્રોના ઉદ્દેશાદિ ન કરાવવા, કે તેની સાથે ગુપ્ત રહસ્ય મંત્રણા ન કરવી. ગૌતમ ! ઉક્ત દોષથી રહિતને પ્રવ્રજ્યા આપવી. તેમજ હે ગૌતમ ! મ્લેચ્છ દેશમાં જન્મેલા અનાર્યને દીક્ષા ન આપવી. એ પ્રમાણે વેશ્યાપુત્રને, ગણિકાને, નેત્ર રહિતને, હાથ – પગ કપાયેલા હોય તેને, છેદાયેલા કાન – નાકવાળાને, કોઢીયાને, શરીરમાંથી પરુ ઝરતું હોય કે સડતુ હોય, પગે લંગડો કે ચાલી ન શકતો હોય, મૂંગો – બહેરો કે ઉત્કટ કષાયીને, ઘણા પાખંડીનો સુસર્ગ કરનારાને, સજ્જડ રાગ – દ્વેષ – મોહ – મિથ્યાત્વ વાળાને, પુત્ર – ત્યાગીને, જિનાલય કે દેવ – દેવીના સ્થાનની આવકને ભોગવનારાને, કુંભાર, નર – નારી, મલ્લ, ચારણ, શ્રુત ભણવામાં જડ બુદ્ધિ, પગ – હાથ કામ ન આપતા હોય, સ્થૂળ શરીરી હોય તેને પ્રવ્રજ્યા ન આપવી. નામ વગરના, બળહીન, જાતિ હીન, નિંદીત, કુળહીન, બુદ્ધિહીન, પ્રજ્ઞાહીન, ગામનો મુખી, તેમનો પુત્ર કે તેવા અધમ જાતિવાળા, જેના કુળ અને સ્વભાવ જાણેલા હોય તેવાને દીક્ષા ન આપવી. આ કે આ સિવાયના બીજા પદોમાં સ્ખલના થાય, ઉતાવળ થાય તો દેશોને પૂર્વક્રોડ વર્ષોના તપથી તે દોષની શુદ્ધિ થાય કે ન પણ થાય. સૂત્ર સંદર્ભ– ૮૨૭–૮૩૦ | ||
Mool Sutra Transliteration : | [sutra] se bhayavam kayare nam se–bahuruve vuchchai je nam osanna viharinam osanne, ujjayaviharinam ujjayavihari, niddhamma sabalanam niddhamma sabale bahuruvi ramgagae charane iva nade | ||
Sutra Meaning Transliteration : | Bhagavan ! Te bahurupo kona kahevaya\? Je shithila achari hoya tevo osanna ke kathana achara palato udyata vihari bani tevo nataka kare. Dharmarahita ke charitramam dushana lagadanara hoya tevo nataka bhumimam vividha vesha dharana kare tena jevo charana ke natakiyo thaya. Rama – lakshmana ke ravana thaya, vikarala kana agala damta nikalelo – vriddhavastha yukta gatravalo, nisteja, phikka netravalo, puryachathi bharelo vidushaka hoya tene vesha badalato, kshanavaramam tiryamcha jatika vanara thaya. E rite vidushaka maphaka bahurupi thaya. E rite he gautama ! Kadacha bhulachuka ke skhalanathi koika asatine diksha apai gai. Pachhi tene dura sudhina margani vachche amtaro rakhavo. Najika sathe na chalavum, pase na rakhavi. Teni sathe adarathi vatachita na karavi, patradi na padileharavava, shastrona uddeshadi na karavava, ke teni sathe gupta rahasya mamtrana na karavi. Gautama ! Ukta doshathi rahitane pravrajya apavi. Temaja he gautama ! Mlechchha deshamam janmela anaryane diksha na apavi. E pramane veshyaputrane, ganikane, netra rahitane, hatha – paga kapayela hoya tene, chhedayela kana – nakavalane, kodhiyane, shariramamthi paru jharatum hoya ke sadatu hoya, page lamgado ke chali na shakato hoya, mumgo – bahero ke utkata kashayine, ghana pakhamdino susarga karanarane, sajjada raga – dvesha – moha – mithyatva valane, putra – tyagine, jinalaya ke deva – devina sthanani avakane bhogavanarane, kumbhara, nara – nari, malla, charana, shruta bhanavamam jada buddhi, paga – hatha kama na apata hoya, sthula shariri hoya tene pravrajya na apavi. Nama vagarana, balahina, jati hina, nimdita, kulahina, buddhihina, prajnyahina, gamano mukhi, temano putra ke teva adhama jativala, jena kula ane svabhava janela hoya tevane diksha na apavi. A ke a sivayana bija padomam skhalana thaya, utavala thaya to deshone purvakroda varshona tapathi te doshani shuddhi thaya ke na pana thaya. Sutra samdarbha– 827–830 |