Sutra Navigation: Jitakalpa ( જીતકલ્પ સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1114564 | ||
Scripture Name( English ): | Jitakalpa | Translated Scripture Name : | જીતકલ્પ સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
तप प्रायश्चित्तं |
Translated Chapter : |
તપ પ્રાયશ્ચિત્તં |
Section : | Translated Section : | ||
Sutra Number : | 64 | Category : | Chheda-05A |
Gatha or Sutra : | Gatha | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [गाथा] दव्वं खेत्तं कालं भावं पुरिस-पडिसेवणाओ य । नाउमियं चिय देज्जा तम्मत्तं हीनमहियं वा ॥ | ||
Sutra Meaning : | દ્રવ્યથી જેનો જે આહારાદિ હોય, જે દેશમાં તે વધુ હોય, સુલભ હોય તે જાણીને જીત વ્યવહાર મુજબનું પ્રાયશ્ચિત્ત દેવું. જ્યાં આહાર આદિ ઓછા હોય અથવા આહારાદિ દુર્લભ હોય ત્યાં ઓછું પ્રાયશ્ચિત્ત આપવું. ક્ષેત્ર – રૂક્ષ, સ્નિગ્ધ કે સાધારણ છે. તે જાણીને રૂક્ષમાં ઓછું, સાધારણમાં જે પ્રમાણે જીત વ્યવહારમાં કહ્યું તેમ અને સ્નિગ્ધમાં અધિક પ્રાયશ્ચિત્ત આપવું. એ પ્રમાણે ત્રણે કાળમાં ત્રણ પ્રકારે પ્રાયશ્ચિત્ત આપવું. ઉનાળો રૂક્ષકાળ છે, શિયાળો સાધારણ કાળ છે. ચોમાસું સ્નિગ્ધ કાળ છે. તેથી. ઉનાળામાં ક્રમથી જઘન્ય એક ઉપવાસ, મધ્યમ છઠ્ઠ અને ઉત્કૃષ્ટ અઠ્ઠમ તપ પ્રાયશ્ચિત્ત આવે. શિયાળામાં ક્રમથી જઘન્યથી છઠ્ઠ, મધ્યમથી અઠ્ઠમ અને ઉત્કૃષ્ટ ચાર ઉપવાસ પ્રાયશ્ચિત્ત આવે. ચોમાસામાં ક્રમશઃ જઘન્યથી અઠ્ઠમ, મધ્યમથી ચાર ઉપવાસ અને ઉત્કૃષ્ટથી પાંચ ઉપવાસ પ્રાયશ્ચિત્ત આવે. સૂત્ર વ્યવહારમાં ઉપદેશ અનુસાર આ પ્રમાણે નવ પ્રકારે વ્યવહાર કરવામાં આવે છે. તે જાણ. સૂત્ર સંદર્ભ– ૬૪–૬૭ | ||
Mool Sutra Transliteration : | [gatha] davvam khettam kalam bhavam purisa-padisevanao ya. Naumiyam chiya dejja tammattam hinamahiyam va. | ||
Sutra Meaning Transliteration : | Dravyathi jeno je aharadi hoya, je deshamam te vadhu hoya, sulabha hoya te janine jita vyavahara mujabanum prayashchitta devum. Jyam ahara adi ochha hoya athava aharadi durlabha hoya tyam ochhum prayashchitta apavum. Kshetra – ruksha, snigdha ke sadharana chhe. Te janine rukshamam ochhum, sadharanamam je pramane jita vyavaharamam kahyum tema ane snigdhamam adhika prayashchitta apavum. E pramane trane kalamam trana prakare prayashchitta apavum. Unalo rukshakala chhe, shiyalo sadharana kala chhe. Chomasum snigdha kala chhe. Tethi. Unalamam kramathi jaghanya eka upavasa, madhyama chhaththa ane utkrishta aththama tapa prayashchitta ave. Shiyalamam kramathi jaghanyathi chhaththa, madhyamathi aththama ane utkrishta chara upavasa prayashchitta ave. Chomasamam kramashah jaghanyathi aththama, madhyamathi chara upavasa ane utkrishtathi pamcha upavasa prayashchitta ave. Sutra vyavaharamam upadesha anusara a pramane nava prakare vyavahara karavamam ave chhe. Te jana. Sutra samdarbha– 64–67 |