Sutra Navigation: Jitakalpa ( જીતકલ્પ સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1114501
Scripture Name( English ): Jitakalpa Translated Scripture Name : જીતકલ્પ સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

मंगलं आदि

Translated Chapter :

મંગલં આદિ

Section : Translated Section :
Sutra Number : 1 Category : Chheda-05A
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] कय-पवयण-प्पणामो वोच्छं पच्छित्तदानं-संखेवं । जीयव्ववहार-गय जीयस्स विसोहणं परमं ॥
Sutra Meaning : વર્ણન સંદર્ભ: Ɵ ભૂમિકા: વર્તમાન કાલે સ્વીકૃત છ છેદ સૂત્રોમાનું આ એક છેદસૂત્ર છે. પૂર્વે પંચકલ્પ નામે સૂત્ર હતું, પરંતુ તેનો વિચ્છેદ થતા તેને સ્થાને આ જીતકલ્પ સૂત્રની સ્થાપના થયેલી છે. જો કે હાલ પણ પાંચકલ્પ સૂત્રનું ભાષ્ય અને ચૂર્ણિ મળે જ છે. એ જ રીતે જીતકલ્પ સૂત્ર ઉપર પણ ભાષ્ય અને ચૂર્ણિ ઉપલબ્ધ જ છે. અમારા સટીક આગમ પ્રકાશનમાં અમે જીતકલ્પ ભાષ્ય છપાવેલ જ છે. આ અનુવાદમાં અમે જીતકલ્પની ચૂર્ણિનો આધાર લીધેલ છે. અમે ક્યાંક મૂળસૂત્રનો અનુવાદ તો ક્યાંક ચૂર્ણિનો સાર જ આ અનુવાદમાં મૂકેલ છે. પ્રાય્શ્ચીત્ત્ના અધિકારને જણાવતી કુલ ૧૦૩ ગાથાઓ આ સૂત્રમાં આવેલ છે. અહી આ ગાથાઓનો અક્ષરશ: અનુવાદ નથી લીધો પણ ગાથાર્થ અને ચૂર્ણિના સારને સંકલિત કર્યો છે. અનુવાદ: પ્રવચનશાસ્ત્રને પ્રણામ કરીને હું સંક્ષેપથી પ્રાયશ્ચિત્ત દાન કહીશ. આગમ, સૂત્ર, આજ્ઞા, ધારણા અને જીત એ પ્રમાણે પાંચ વ્યવહારો કહેવાયેલા છે, તેમાં. જીત અર્થાત્‌ પરંપરાથી કોઈ આચરણા ચાલતી હોય, મોટા પુરુષે ગીતાર્થે ‘દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ જોઈને નિર્ણીત કરેલ હોય તેવા વ્યવહારને જીત વ્યવહાર.’ તેમાં પ્રવેશેલા ઉપયોગ લક્ષણવાળા. જીતની પરમવિશુદ્ધિ થાય છે. જેમ મલિન વસ્ત્રની ક્ષાર આદિથી વિશુદ્ધિ થાય છે, તેમ કર્મમલ યુક્ત જીવને જીત વ્યવહાર મુજબના પ્રાયશ્ચિત્તના દાનથી વિશુદ્ધિ થાય છે.
Mool Sutra Transliteration : [gatha] kaya-pavayana-ppanamo vochchham pachchhittadanam-samkhevam. Jiyavvavahara-gaya jiyassa visohanam paramam.
Sutra Meaning Transliteration : Varnana samdarbha: Ɵ bhumika: Vartamana kale svikrita chha chheda sutromanum a eka chhedasutra chhe. Purve pamchakalpa name sutra hatum, paramtu teno vichchheda thata tene sthane a jitakalpa sutrani sthapana thayeli chhe. Jo ke hala pana pamchakalpa sutranum bhashya ane churni male ja chhe. E ja rite jitakalpa sutra upara pana bhashya ane churni upalabdha ja chhe. Amara satika agama prakashanamam ame jitakalpa bhashya chhapavela ja chhe. A anuvadamam ame jitakalpani churnino adhara lidhela chhe. Ame kyamka mulasutrano anuvada to kyamka churnino sara ja a anuvadamam mukela chhe. Prayshchittna adhikarane janavati kula 103 gathao a sutramam avela Chhe. Ahi a gathaono aksharasha: anuvada nathi lidho pana gathartha ane churnina sarane samkalita karyo chhe. Anuvada: Pravachanashastrane pranama karine hum samkshepathi prayashchitta dana kahisha. Agama, sutra, ajnya, dharana ane jita e pramane pamcha vyavaharo kahevayela chhe, temam. Jita arthat paramparathi koi acharana chalati hoya, mota purushe gitarthe ‘dravya, kshetra, kala, bhava joine nirnita karela hoya teva vyavaharane jita vyavahara.’ Temam praveshela upayoga lakshanavala. Jitani paramavishuddhi thaya chhe. Jema malina vastrani kshara adithi vishuddhi thaya chhe, tema karmamala yukta jivane jita vyavahara mujabana prayashchittana danathi vishuddhi thaya chhe.