Sutra Navigation: Jitakalpa ( જીતકલ્પ સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1114535 | ||
Scripture Name( English ): | Jitakalpa | Translated Scripture Name : | જીતકલ્પ સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
तप प्रायश्चित्तं |
Translated Chapter : |
તપ પ્રાયશ્ચિત્તં |
Section : | Translated Section : | ||
Sutra Number : | 35 | Category : | Chheda-05A |
Gatha or Sutra : | Gatha | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [गाथा] उद्देसिय-चरिम-तिगे कम्पे पासंड-स-घर-मीसे य । बायर-पाहुडियाए सपच्चवायाहडे लोभे ॥ | ||
Sutra Meaning : | આ નવ ગાથાનો અનુવાદ મૂળ સૂત્રને બદલે અમે જીતકલ્પ ચૂર્ણિને આધારે કરેલ છે ઔદ્દેશિકના બે ભેદ – ઓઘથી અને વિભાગથી. સામાન્યથી પરિમિત ભિક્ષાદાનરૂપ દોષમાં પુરિમડ્ઢ અને વિભાગથી ત્રણ ભેદ છે – ઉદ્દેશ, કૃત અને કર્મ. ઉદ્દેશો માટે – પુરિમડ્ઢ, કૃત દોષ માટે – એકાસણું અને કર્મ દોષ માટે – આયંબિલ તથા ઉપવાસ તપ પ્રાયશ્ચિત્ત. પૂતિ દોષના બે ભેદ સૂક્ષ્મ અને બાદર. તેમાં સૂક્ષ્મ દોષ – ધૂમ, અંગાર આદિ અને બાદર દોષઉપકરણ તથા ભોજન, પાન આદિ. જેમાં ઉપકરણ પૂર્તિ દોષ માટે પુરિમડ્ઢ અને ભોજન પાન પૂતિ દોષ માટે એકાસણું તપ પ્રાયશ્ચિત્ત આવે. મિશ્ર જાત દોષ બે રીતે – જાવંતીય અને પાખંડ. જાવંતીય મિશ્રજાત માટે આયંબિલ અને પાખંડ મિશ્રદોષ માટે ઉપવાસ તપ પ્રાયશ્ચિત્ત આવે. સ્થાપના દોષ બે રીતે અલ્પકાલીન, દીર્ઘકાલીન. અલ્પકાલીન માટે નીવિ, દીર્ઘકાલીન માટે પુરિમડ્ઢ. પ્રાભૃતિક દોષ બે રીતે – સૂક્ષ્મ અને બાદર. સૂક્ષ્મ માટે નીવિ અને બાદર માટે ઉપવાસ તપ પ્રાયશ્ચિત્ત. પ્રકૃષ્ટકરણ દોષ બે પ્રકારે – અપ્રકટ અને પ્રકટ. અપ્રકટ હોય તો પુરિમડ્ઢ અને પ્રકટ હોય તો આયંબિલ. ક્રીતદોષ માટે આયંબિલ. પ્રામીત્ય અને પરિવર્તીત દોષ બે પ્રકારે – લૌકીક અને લોકોત્તર. લૌકીકમાં આયંબિલ, લોકોત્તરમાં પુરિમડ્ઢ. આહૃત દોષ બે ભેદે – સ્વગામથી અને પરગામથી. જો સ્વગામથી હોય તો પુરિમડ્ઢ અને પરગામથી હોય તો આયંબિલ. ઉદ્ભિન્ન દોષ બે ભેદે – દાદરો, બંધ કમાડ. દાદરો હોય તો પુરિમડ્ઢ, બંધ કમાડ ઉઘડે તો આયંબિલ. માલોપહૃત બે ભેદે – જઘન્યથી, ઉત્કૃષ્ટથી. જઘન્યથી પુરિમડ્ઢ અને ઉત્કૃષ્ટથી આયંબિલ. આચ્છેદ્ય અને અતિસૃષ્ટ દોષ માટે આયંબિલ. અધ્યવપૂરક દોષ ત્રણ પ્રકારે – જાવંતિય, પાખંડમિશ્ર અને સાધુમિશ્ર. જાવંતિયમાં પુરિમડ્ઢ, બાકી બેમાં એકાસણું. ધાત્રી, દૂતિ, નિમિત્ત, આજીવ, વણીમગ એ પાંચે દોષો માટે આયંબિલ તપ પ્રાયશ્ચિત્ત. તિગીચ્છા દોષ બે ભેદે – સૂક્ષ્મ અને બાદર. સૂક્ષ્મમાં પુરિમડ્ઢ અને બાદર હોય તો આયંબિલ તપ. ક્રોધ અને માન દોષમાં આયંબિલ, માયા દોષમાં એકાસણું, લોભ દોષ માટે ઉપવાસ. સંસ્તવ દોષ બે પ્રકારે – વચન સંસ્તવ, સંબંધી સંસ્તવ. વચન સંસ્તવમાં પુરિમડ્ઢ, સંબંધી સંસ્તવમાં આયંબિલ. વિદ્યા, મંત્ર, ચૂર્ણ, યોગ એ બધા દોષોમાં આયંબિલ તપ પ્રાયશ્ચિત્ત આવે. શંકિત દોષમાં જે દોષની શંકા હોય તે પ્રાયશ્ચિત્ત. સચિત્ત સંસર્ગ દોષ ત્રણ પ્રકારે ૧. પૃથ્વીકાય સંસેર્ગ નીવિ, મિશ્રકર્દમમાં પુરિમડ્ઢ, નિર્મિશ્ર કર્દમમાં આયંબિલ. ૨. જળ મિશ્રિતમાં નીવિ. ૩. વનસ્પતિ મિશ્રિતમાં પ્રત્યેક મિશ્રિત હોય તો પુરિમડ્ઢ, અનંતકાય મિશ્રિત હોય તો એકાસણું. પિહિત દોષમાં અનંતર વિહિત હોય તો આયંબિલ, પરંપર વિહિત હોય તો એકાસણું. સાહરિત દોષમાં નીવિથી ઉપવાસ પર્યન્ત. દાયાર, ચાચાક દોષમાં આયંબિલ, ઉપવાસ. સંસક્ત દોષમાં આયંબિલ, ઓયતંતિય આદિમાં આયંબિલ, કન્મિશ્ર દોષમાં નીવિથી ઉપવાસ પર્યન્ત તપ. અપરિણત દોષ બે પ્રકારે – પૃથ્વી આદિ પાંચ સ્થાવરમાં આયંબિલ. પણ જો અનંતકાય વનસ્પતિ હોય તો ઉપવાસ. છર્દિત દોષ લાગે તો આયંબિલ તપ પ્રાયશ્ચિત્ત. સંયોજના દોષ લાગે તો આયંબિલ, ઇંગાલ દોષમાં ઉપવાસ, ધૂમ, અકારણ ભોજન, પ્રમાણ અતિરિક્તમાં આયંબિલ. સૂત્ર સંદર્ભ– ૩૫–૪૩ | ||
Mool Sutra Transliteration : | [gatha] uddesiya-charima-tige kampe pasamda-sa-ghara-mise ya. Bayara-pahudiyae sapachchavayahade lobhe. | ||
Sutra Meaning Transliteration : | A nava gathano anuvada mula sutrane badale ame jitakalpa churnine adhare karela chhe Auddeshikana be bheda – oghathi ane vibhagathi. Samanyathi parimita bhikshadanarupa doshamam purimaddha ane vibhagathi trana bheda chhe – uddesha, krita ane karma. Uddesho mate – purimaddha, krita dosha mate – ekasanum ane karma dosha mate – ayambila tatha upavasa tapa prayashchitta. Puti doshana be bheda sukshma ane badara. Temam sukshma dosha – dhuma, amgara adi ane badara doshaupakarana tatha bhojana, pana adi. Jemam upakarana purti dosha mate purimaddha ane bhojana pana puti dosha mate ekasanum tapa prayashchitta ave. Mishra jata dosha be rite – javamtiya ane pakhamda. Javamtiya mishrajata mate ayambila ane pakhamda mishradosha mate upavasa tapa prayashchitta ave. Sthapana dosha be rite alpakalina, dirghakalina. Alpakalina mate nivi, dirghakalina mate purimaddha. Prabhritika dosha be rite – sukshma ane badara. Sukshma mate nivi ane badara mate upavasa tapa prayashchitta. Prakrishtakarana dosha be prakare – aprakata ane prakata. Aprakata hoya to purimaddha ane prakata hoya to ayambila. Kritadosha mate ayambila. Pramitya ane parivartita dosha be prakare – laukika ane lokottara. Laukikamam ayambila, lokottaramam purimaddha. Ahrita dosha be bhede – svagamathi ane paragamathi. Jo svagamathi hoya to purimaddha ane paragamathi hoya to ayambila. Udbhinna dosha be bhede – dadaro, bamdha kamada. Dadaro hoya to purimaddha, bamdha kamada ughade to ayambila. Malopahrita be bhede – jaghanyathi, utkrishtathi. Jaghanyathi purimaddha ane utkrishtathi ayambila. Achchhedya ane atisrishta dosha mate ayambila. Adhyavapuraka dosha trana prakare – javamtiya, pakhamdamishra ane sadhumishra. Javamtiyamam purimaddha, baki bemam ekasanum. Dhatri, duti, nimitta, ajiva, vanimaga e pamche dosho mate ayambila tapa prayashchitta. Tigichchha dosha be bhede – sukshma ane badara. Sukshmamam purimaddha ane badara hoya to ayambila tapa. Krodha ane mana doshamam ayambila, maya doshamam ekasanum, lobha dosha mate upavasa. Samstava dosha be prakare – vachana samstava, sambamdhi samstava. Vachana samstavamam purimaddha, sambamdhi samstavamam ayambila. Vidya, mamtra, churna, yoga e badha doshomam ayambila tapa prayashchitta ave. Shamkita doshamam je doshani shamka hoya te prayashchitta. Sachitta samsarga dosha trana prakare 1. Prithvikaya samserga nivi, mishrakardamamam purimaddha, nirmishra kardamamam ayambila. 2. Jala mishritamam nivi. 3. Vanaspati mishritamam pratyeka mishrita hoya to purimaddha, anamtakaya mishrita hoya to ekasanum. Pihita doshamam anamtara vihita hoya to ayambila, parampara vihita hoya to ekasanum. Saharita doshamam nivithi upavasa paryanta. Dayara, chachaka doshamam ayambila, upavasa. Samsakta doshamam ayambila, oyatamtiya adimam ayambila, kanmishra doshamam nivithi upavasa paryanta tapa. Aparinata dosha be prakare – prithvi adi pamcha sthavaramam ayambila. Pana jo anamtakaya vanaspati hoya to upavasa. Chhardita dosha lage to ayambila tapa prayashchitta. Samyojana dosha lage to ayambila, imgala doshamam upavasa, dhuma, akarana bhojana, pramana atiriktamam ayambila. Sutra samdarbha– 35–43 |