Sutra Navigation: Dashashrutskandha ( દશાશ્રુતસ્કંધ સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1114202
Scripture Name( English ): Dashashrutskandha Translated Scripture Name : દશાશ્રુતસ્કંધ સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

दसा-१ असमाधि स्थान

Translated Chapter :

દસા-૧ અસમાધિ સ્થાન

Section : Translated Section :
Sutra Number : 2 Category : Chheda-04
Gatha or Sutra : Sutra Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [सूत्र] इह खलु थेरेहिं भगवंतेहिं वीसं असमाहिट्ठाणा पन्नत्ता l कयरे खलु ते थेरेहिं भगवंतेहिं वीसं असमाहिट्ठाणा पन्नत्ता? इमे खलु ते थेरेहिं भगवंतेहिं वीसं असमाहिट्ठाणा पन्नत्ता तं जहा– १. दवदवचारी यावि भवति। २. अप्पमज्जियचारी यावि भवति। ३. दुप्पमज्जियचारी यावि भवति। ४. अतिरित्तसेज्जासणिए। ५. रातिनियपरिभासी। ६. थेरोवघातिए। ७. भूतोवघातिए। ८. संजलणे। ९. कोहणे। १०. पिट्ठिमंसिए यावि भवइ। ११. अभिक्खणं-अभिक्खणं ओधारित्ता। १२. नवाइं अधिकरणाइं अणुप्पन्नाइं उप्पाइत्ता भवइ। १३. पोराणाइं अधिकरणाइं खामित-विओस-विताइं उदीरित्ता भवइ। १४. अकाले सज्झायकारए यावि भवति। १५. ससरक्खपाणिपादे। १६. सद्दकरे। १७. ज्झंज्झकरे। १८. कलहकरे। १९. सूरप्पमाणभोई। २०. एसणाए असमिते यावि भवइ। एते खलु ते थेरेहिं भगवंतेहिं वीसं असमाहिट्ठाणा पन्नत्ता।
Sutra Meaning : આ જિન પ્રવચનમાં. નિશ્ચયથી સ્થવિર ભગવંતોએ વીસ અસમાધિસ્થાન કહેલા છે. એ સ્થાનો કયા છે? ૧. અતિ શીઘ્ર ચાલવાવાળા હોવું. ૨. અપ્રમાર્જિતાચારી હોવું – રજોહરણ આદિથી પ્રમાર્જના કર્યા સિવાયના સ્થાને ચાલવું ઇત્યાદિ. ૩. દુષ્પ્રમાર્જિતાચારી હોવું – ઉપયોગ રહિતપણે કે આમતેમ જોતા જોતા પ્રમાર્જના કરવી. ૪. વધારાના શય્યા – આસન રાખવા. શય્યા – શરીર પ્રમાણ લંબાઈવાળી હોય. આસન – સ્વાધ્યાયાદિ જેના ઉપર કરાય તે. ૫. દીક્ષા પર્યાયમાં મોટા હોય તેની સામે બોલવું. ૬. સ્થવિરો અને ઉપલક્ષણથી મુનિ માત્રના ઘાતને ચિંતવવા. ૭. પૃથ્વીકાય આદિ જીવોનો ઘાત કરે. ૮. આક્રોશ કરવા, બળ્યા કરવું તે. ૯. ક્રોધ કરવો, સ્વ – પર સંતોષ કરવો. ૧૦. પીઠ પાછળ નિંદા કરવાવાળું થવું. ૧૧. વારંવાર નિશ્ચયકારી ભાષા બોલવી. ૧૨. અનુત્પન્ન એવા નવા કજીયા ઉત્પન્ન કરવા. ૧૩. ક્ષમાપનાથી ઉપશાંત કરાયેલા કજીયા ફરી ઊભા કરવા. ૧૪. અકાલ સ્વાધ્યાય વર્જિત કાળે સ્વાધ્યાય કરવો. ૧૫. સચિત્ત રજયુક્ત હાથ – પગવાળા પાસેથી ભિક્ષાદિ લેવા. ૧૬. અનાવશ્યક મોટે – મોટેથી બોલવું. ૧૭. સંઘ કે ગણમાં ભેદોત્પાદક વચનો બોલવા. ૧૮. કલહ વાક્‌યુદ્ધ કે કજીયા કરવા. ૧૯. સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી કંઈ કંઈ ખાતા રહેવું. ૨૦. નિર્દોષ ભિક્ષાદિ ગવેષણામાં સાવધાન ન રહેવું. સ્થવિર ભગવંતોએ આ વીસ અસમાધિસ્થાન કહ્યા. તે પ્રમાણે હું કહું છું. જો કે આ વીસની સંખ્યા તો આધાર તરીકે મૂકાઈ છે. આવા અન્ય અનેક અસમાધિસ્થાનો હોઈ શકે છે. તેનો સમાવેશ વીસની અંદર જાણવો. જેમ કે વધારાના શય્યા – આસન કહ્યા, તેમાં વધારાના વસ્ત્ર, પાત્ર, ઉપકરણ એ સર્વે દોષનો સમાવેશ સમજી લેવો.. ચિત્ત સમાધિને માટે આ સર્વે સ્થાનોનો ત્યાગ કરવો.
Mool Sutra Transliteration : [sutra] iha khalu therehim bhagavamtehim visam asamahitthana pannatta l Kayare khalu te therehim bhagavamtehim visam asamahitthana pannatta? Ime khalu te therehim bhagavamtehim visam asamahitthana pannatta tam jaha– 1. Davadavachari yavi bhavati. 2. Appamajjiyachari yavi bhavati. 3. Duppamajjiyachari yavi bhavati. 4. Atirittasejjasanie. 5. Ratiniyaparibhasi. 6. Therovaghatie. 7. Bhutovaghatie. ८. संजलणे। ९. कोहणे। १०. पिट्ठिमंसिए यावि भवइ। 11. Abhikkhanam-abhikkhanam odharitta. 12. Navaim adhikaranaim anuppannaim uppaitta bhavai. 13. Poranaim adhikaranaim khamita-viosa-vitaim udiritta bhavai. 14. Akale sajjhayakarae yavi bhavati. 15. Sasarakkhapanipade. 16. Saddakare. १७. ज्झंज्झकरे। १८. कलहकरे। १९. सूरप्पमाणभोई। 20. Esanae asamite yavi bhavai. Ete khalu te therehim bhagavamtehim visam asamahitthana pannatta.
Sutra Meaning Transliteration : A jina pravachanamam. Nishchayathi sthavira bhagavamtoe visa asamadhisthana kahela chhe. E sthano kaya chhe? 1. Ati shighra chalavavala hovum. 2. Apramarjitachari hovum – rajoharana adithi pramarjana karya sivayana sthane chalavum ityadi. 3. Dushpramarjitachari hovum – upayoga rahitapane ke amatema jota jota pramarjana karavi. 4. Vadharana shayya – asana rakhava. Shayya – sharira pramana lambaivali hoya. Asana – svadhyayadi jena upara karaya te. 5. Diksha paryayamam mota hoya teni same bolavum. 6. Sthaviro ane upalakshanathi muni matrana ghatane chimtavava. 7. Prithvikaya adi jivono ghata kare. 8. Akrosha karava, balya karavum te. 9. Krodha karavo, sva – para samtosha karavo. 10. Pitha pachhala nimda karavavalum thavum. 11. Varamvara nishchayakari bhasha bolavi. 12. Anutpanna eva nava kajiya utpanna karava. 13. Kshamapanathi upashamta karayela kajiya phari ubha karava. 14. Akala svadhyaya varjita kale svadhyaya karavo. 15. Sachitta rajayukta hatha – pagavala pasethi bhikshadi leva. 16. Anavashyaka mote – motethi bolavum. 17. Samgha ke ganamam bhedotpadaka vachano bolava. 18. Kalaha vakyuddha ke kajiya karava. 19. Suryodayathi suryasta sudhi kami kami khata rahevum. 20. Nirdosha bhikshadi gaveshanamam savadhana na rahevum. Sthavira bhagavamtoe a visa asamadhisthana kahya. Te pramane hum kahum chhum. Jo ke a visani samkhya to adhara tarike mukai chhe. Ava anya aneka asamadhisthano hoi shake chhe. Teno samavesha visani amdara janavo. Jema ke vadharana shayya – asana kahya, temam vadharana vastra, patra, upakarana e sarve doshano samavesha samaji levo.. Chitta samadhine mate a sarve sthanono tyaga karavo.