Sutra Navigation: Jambudwippragnapati ( જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1107846
Scripture Name( English ): Jambudwippragnapati Translated Scripture Name : જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

वक्षस्कार ६ जंबुद्वीपगत पदार्थ

Translated Chapter :

વક્ષસ્કાર ૬ જંબુદ્વીપગત પદાર્થ

Section : Translated Section :
Sutra Number : 246 Category : Upang-07
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] खंडा जोयण वासा, पव्वय कूडा य तित्थ सेढीओ । विजय द्दह सलिलाओ य, पिंडए होइ संगहणी ॥
Sutra Meaning : સૂત્ર– ૨૪૬. ખંડ, યોજન, વર્ષક્ષેત્ર, પર્વત, કૂટ, તીર્થ, શ્રેણી, વિજય, દ્રહ તથા નદીઓની આ સંગ્રહણી ગાથા છે. સૂત્ર– ૨૪૭. ભગવન્‌ ! જંબૂદ્વીપ દ્વીપમાં ભરતક્ષેત્ર પ્રમાણ માત્ર ખંડ કરાતા ખંડગણિતથી કેટલા ખંડ થાય છે ? ગૌતમ ! ખંડ ગણિતથી ૧૯૦ ખંડ કહેલ છે. ભગવન્‌ ! જંબૂદ્વીપ દ્વીપ યોજન ગણિતથી કેટલા યોજન પ્રમાણ કહેલ છે ? ગૌતમ ! સૂત્ર– ૨૪૮. ગૌતમ ! ૭,૯૦,૫૬,૯૪,૧૫૦ યોજન પ્રમાણ છે. સૂત્ર– ૨૪૯. ભગવન્‌ ! જંબૂદ્વીપ દ્વીપમાં કેટલા ક્ષેત્રો કહેલા છે ? ગૌતમ ! સાત વર્ષક્ષેત્રો કહેલા છે. તે આ પ્રમાણે – ભરત, ઐરવત, હૈમવત, હૈરણ્યવત, હરિવર્ષ, રમ્યક્‌વર્ષ અને મહાવિદેહ. ભગવન્‌ ! જંબૂદ્વીપ દ્વીપમાં કેટલા વર્ષધર પર્વતો કહેલા છે ? કેટલા મેરુ પર્વતો કહેલા છે ? કેટલા ચિત્રકૂટો, કેટલા વિચિત્રકૂટો, કેટલા યમક પર્વતો, કેટલા કાંચન પર્વતો, કેટલા વક્ષસ્કાર પર્વતો, કેટલા દીર્ઘ વૈતાઢ્યો અને કેટલા વૃત્ત વૈતાઢ્યો કહેલા છે ? ગૌતમ ! જંબૂદ્વીપમાં છ વર્ષધર પર્વતો છે. એક મેરુ પર્વત છે. એક ચિત્રકૂટ છે, એક વિચિત્રકૂટ છે. બે યમકપર્વત છે. ૨૦૦ કાંચનપર્વતો છે. ૨૦ – વક્ષસ્કાર પર્વતો છે. ૩૪ દીર્ઘ વૈતાઢ્યો છે, ૪ – વૃત્ત વૈતાઢ્યો છે. એ પ્રમાણે જંબૂદ્વીપ દ્વીપમાં બધા મળીને – ૬ + ૧ + ૧ + ૧ + ૨ + ૨૦૦ + ૨૦ + ૩૪ + ૧ = ૨૬૯ પર્વતો છે, તેમ કહેલ છે. ભગવન્‌ ! જંબૂદ્વીપ દ્વીપમાં કેટલા વર્ષધર કૂટો છે ? કેટલા વક્ષસ્કાર કૂટો છે ? કેટલા વૈતાઢ્ય કૂટો છે ? કેટલા મેરુ કૂટો છે ? ગૌતમ ! જંબૂદ્વીપમાં ૫૬ – વર્ષધર કૂટો છે. ૯૬ – વક્ષસ્કાર કૂટો છે. ૩૦૬ – વૈતાઢ્યકૂટો છે. ૯ – મેરુકૂટો છે. એ પ્રમાણે બધા મળીને – ૫૬ + ૯૬ + ૩૦૬ + ૯ = ૪૬૭ કૂટો છે, તેમ કહેલ છે. જંબૂદ્વીપ દ્વીપના ભરતક્ષેત્રમાં કેટલા તીર્થો કહેલા છે ? ગૌતમ ! ત્રણ તીર્થો કહેલા છે. તે આ પ્રમાણે – માગધ, વરદામ અને પ્રભાસતીર્થ એ ત્રણ. જંબૂદ્વીપ દ્વીપના ઐરવત ક્ષેત્રમાં કેટલા તીર્થો કહેલા છે ? ગૌતમ ! ત્રણ તીર્થ કહેલા છે – માગધ, વરદામ, પ્રભાસ. એ પ્રમાણે બધા મળીને જંબૂદ્વીપ દ્વીપના મહાવિદેહ ક્ષેત્રમાં એકૈક ચક્રવર્તી વિજયમાં કેટલા તીર્થો કહેલા છે? ગૌતમ! ત્રણ તીર્થ – માગધ, વરદામ, પ્રભાસ. એ પ્રમાણે જંબૂદ્વીપ દ્વીપમાં બધા મળીને ૧૦૨ તીર્થો છે, તેમ કહેલું છે. ભરતના – ૩, ઐરવત – ૩, મહાવિદેહની – ૩૨, વિજયના – ૯૬. ભગવન્‌ ! જંબૂદ્વીપ દ્વીપમાં કેટલી વિદ્યાધર શ્રેણી અને કેટલી આભિયોગિક શ્રેણીઓ કહેલી છે ? ગૌતમ ! જંબૂદ્વીપ દ્વીપમાં ૬૮ – વિદ્યાધર શ્રેણી, ૬૮ – આભિયોગિક શ્રેણી કહેલી છે. એમ બધી મળીને જંબૂદ્વીપ દ્વીપમાં ૬૮ + ૬૮. ૧૩૬ શ્રેણીઓ હોય છે, એમ કહેવાયેલ છે. ભગવન્‌ ! જંબૂદ્વીપ દ્વીપમાં કેટલી ચક્રવર્તી વિજય અને કેટલી રાજધાનીઓ કહેલી છે ? કેટલી તમિસ્રા ગુફા અને કેટલી ખંડપ્રપાતા ગુફાઓ કહી છે ? કેટલા કૃતમાલ દેવ અને કેટલા નૃત્તમાલક દેવો કહેલા છે ? તેમજ કેટલા ઋષભકૂટો કહેલા છે ? ગૌતમ! જંબૂદ્વીપ દ્વીપમાં ૩૪ – ચક્રવર્તી વિજયો છે. ૩૪ – રાજધાની છે. ૩૪ – તિમિસ્રા ગુફાઓ છે. ૩૪ – ખંડપ્રપાત ગુફાઓ છે. ૩૪ – કૃતમાલક દેવો છે. ૩૪ – નૃતમાલક દેવો છે. ૩૪ – ઋષભકૂટ પર્વતો છે. ભગવન્‌ ! જંબૂદ્વીપ દ્વીપમાં કેટલી મહાનદીઓ વર્ષધર પર્વતોથી નીકળે છે ? અને કેટલી મહાનદી કુંડમાંથી નીકળે છે ? ગૌતમ ! જંબૂદ્વીપ દ્વીપમાંથી ૧૪ – મહાનદીઓ વર્ષધર પર્વતથી નીકળે છે. ૭૬ – મહાનદીઓ કુંડોમાંથી નીકળે છે. એ પ્રમાણે બધી મળીને જંબૂદ્વીપમાંથી ૯૦ – મહાનદીઓ કહેલ છે. જંબૂદ્વીપ દ્વીપમાં ભરત અને ઐરવત ક્ષેત્રોમાં કેટલી મહાનદી કહેલી છે ? ગૌતમ ! ચાર મહાનદીઓ કહેલી છે. તે આ પ્રમાણે – ગંગા, સિંધુ, રક્તા, રક્તવતી. તેમાં એકૈક મહાનદીમાં ચૌદ – ચૌદ હજાર નદીઓ મળે છે. તેનાથી આપૂર્ણ થઈ પૂર્વીય અને પશ્ચિમી લવણસમુદ્રમાં મળે છે. એ પ્રમાણે બધી મળીને જંબૂદ્વીપ દ્વીપમાં ભરત અને ઐરવત ક્ષેત્રમાં ૫૬,૦૦૦ નદીઓ કહેલી છે. ભગવન્‌ ! જંબૂદ્વીપમાં હૈમવત અને હૈરણ્યવત વર્ષક્ષેત્રોમાં કેટલી મહાનદીઓ કહેલી છે ? ગૌતમ! ચાર મહાનદીઓ કહેલી છે, તે આ પ્રમાણે – રોહીતા, રોહીતાંશા, સુવર્ણકૂલા, રૂપ્યકૂલા. તે એકૈક મહાનદીમાં અઠ્ઠાવીશ – અઠ્ઠાવીશ હજાર નદીઓ મળે છે. તેનાથી આપૂર્ણ થઈ પૂર્વ અને પશ્ચિમ લવણ સમુદ્રમાં મળે છે. એ પ્રમાણે બધી મળીને જંબૂદ્વીપ દ્વીપમાં હૈમવત અને હૈરણ્યવત વર્ષક્ષેત્રમાં ૧,૧૨,૦૦૦ નદીઓ બધી મળીને હોય છે, તેમ કહેલ છે. ભગવન્‌ ! જંબૂદ્વીપ દ્વીપમાં હરિવર્ષ અને રમ્યક્‌ વર્ષમાં કેટલી મહાનદીઓ કહેલી છે ? ગૌતમ ! ચાર મહાનદીઓ કહેલી છે. તે આ પ્રમાણે – હરી, હરિકાંતા, નરકાંતા, નારીકાંતા. તે એકૈક મહાનદીમાં છપ્પન્ન – છપ્પન્ન હજાર નદીઓ મળે છે. તેનાથી આપૂર્ણ થઈ પૂર્વ – પશ્ચિમ લવણ સમુદ્રમાં મળે છે. એ પ્રમાણે બધી મળીને જંબૂદ્વીપ દ્વીપમાં હરિવર્ષ – રમ્યક્‌ વર્ષમાં ૨,૨૪,૦૦૦ નદી કહેલી છે. ભગવન્‌ ! જંબૂદ્વીપ દ્વીપમાં મહાવિદેહ ક્ષેત્રમાં કેટલી મહાનદીઓ કેટલી છે ? ગૌતમ ! બે મહાનદીઓ કહેલ છે. તે આ પ્રમાણે – સીતા અને સીતોદા. તેમાં એકૈક મહાનદી ૫,૩૨,૦૦૦ – ૫,૩૨,૦૦૦ નદીઓ મળે છે. તેનાથી આપૂર્ણ થઈ પૂર્વ – પશ્ચિમ લવણસમુદ્રમાં મળે છે. એ પ્રમાણે બધી મળીને જંબૂદ્વીપ દ્વીપના મહાવિદેહ ક્ષેત્રમાં દશ લાખ અને ચોસઠ હજાર – ૧૦,૬૪,૦૦૦. નદી કહી છે. ભગવન્‌ ! જંબૂદ્વીપ દ્વીપના મેરુ પર્વતની દક્ષિણમાં કેટલા લાખ નદીઓ પૂર્વ – પશ્ચિમ અભિમુખ લવણ સમુદ્રમાં મળે છે ? ગૌતમ ! ૧,૯૬,૦૦૦ નદીઓ પૂર્વાભિમુખ – પશ્ચિમાભિમુખ થઈને લવણસમુદ્રમાં જઈને મળે છે, તેમ કહ્યું છે. ભગવન્‌ ! જંબૂદ્વીપ દ્વીપમાં મેરુ પર્વતની ઉત્તરમાં કેટલા લાખ નદીઓ પૂર્વાભિમુખ – પશ્ચિમાભિમુખ થઈને લવણ – સમુદ્રમાં મળે છે ? ગૌતમ ! તેમાં ૧,૯૬,૦૦૦ નદીઓ મળીને પૂર્વાભિમુખ – પશ્ચિમ અભિમુખ થઈને યાવત્‌ મળે છે. ભગવન્‌ ! જંબૂદ્વીપ દ્વીપમાં કેટલા લાખ નદીઓ પૂર્વાભિમુખ થઈને લવણસમુદ્રમાં મળે છે ? ગૌતમ ! ૭,૨૮,૦૦૦ નદીઓ પૂર્વાભિમુખ થઈને યાવત્‌ મળે છે. ભગવન્‌ ! જંબૂદ્વીપ દ્વીપમાં કેટલા લાખ નદીઓ પશ્ચિમાભિમુખ થઈને લવણસમુદ્રમાં મળે છે ? ગૌતમ ! ૭,૨૮,૦૦૦ નદીઓ પશ્ચિમાભિમુખ થઈને યાવત્‌ મળે છે. એ પ્રમાણે પૂર્વાપર મળીને જંબૂદ્વીપ દ્વીપમાં ૧૪,૫૬,૦૦૦ નદીઓ છે, એમ કહેવાયેલ છે. સૂત્ર સંદર્ભ– ૨૪૬–૨૪૯
Mool Sutra Transliteration : [gatha] khamda joyana vasa, pavvaya kuda ya tittha sedhio. Vijaya ddaha salilao ya, pimdae hoi samgahani.
Sutra Meaning Transliteration : Sutra– 246. Khamda, yojana, varshakshetra, parvata, kuta, tirtha, shreni, vijaya, draha tatha nadioni a samgrahani gatha chhe. Sutra– 247. Bhagavan ! Jambudvipa dvipamam bharatakshetra pramana matra khamda karata khamdaganitathi ketala khamda thaya chhe\? Gautama ! Khamda ganitathi 190 khamda kahela chhe. Bhagavan ! Jambudvipa dvipa yojana ganitathi ketala yojana pramana kahela chhe\? Gautama ! Sutra– 248. Gautama ! 7,90,56,94,150 yojana pramana chhe. Sutra– 249. Bhagavan ! Jambudvipa dvipamam ketala kshetro kahela chhe\? Gautama ! Sata varshakshetro kahela chhe. Te a pramane – bharata, airavata, haimavata, hairanyavata, harivarsha, ramyakvarsha ane mahavideha. Bhagavan ! Jambudvipa dvipamam ketala varshadhara parvato kahela chhe\? Ketala meru parvato kahela chhe\? Ketala chitrakuto, ketala vichitrakuto, ketala yamaka parvato, ketala kamchana parvato, ketala vakshaskara parvato, ketala dirgha vaitadhyo ane ketala vritta vaitadhyo kahela chhe\? Gautama ! Jambudvipamam chha varshadhara parvato chhe. Eka meru parvata chhe. Eka chitrakuta chhe, eka vichitrakuta chhe. Be yamakaparvata chhe. 200 kamchanaparvato chhe. 20 – vakshaskara parvato chhe. 34 dirgha vaitadhyo chhe, 4 – vritta vaitadhyo chhe. E pramane jambudvipa dvipamam badha maline – 6 + 1 + 1 + 1 + 2 + 200 + 20 + 34 + 1 = 269 parvato chhe, tema kahela chhe. Bhagavan ! Jambudvipa dvipamam ketala varshadhara kuto chhe\? Ketala vakshaskara kuto chhe\? Ketala vaitadhya kuto chhe\? Ketala meru kuto chhe\? Gautama ! Jambudvipamam 56 – varshadhara kuto chhe. 96 – vakshaskara kuto chhe. 306 – vaitadhyakuto chhe. 9 – merukuto chhe. E pramane badha maline – 56 + 96 + 306 + 9 = 467 kuto chhe, tema kahela chhe. Jambudvipa dvipana bharatakshetramam ketala tirtho kahela chhe\? Gautama ! Trana tirtho kahela chhe. Te a pramane – magadha, varadama ane prabhasatirtha e trana. Jambudvipa dvipana airavata kshetramam ketala tirtho kahela chhe\? Gautama ! Trana tirtha kahela chhe – magadha, varadama, prabhasa. E pramane badha maline jambudvipa dvipana mahavideha kshetramam ekaika chakravarti vijayamam ketala tirtho kahela chhe? Gautama! Trana tirtha – magadha, varadama, prabhasa. E pramane jambudvipa dvipamam badha maline 102 tirtho chhe, tema kahelum chhe. Bharatana – 3, airavata – 3, mahavidehani – 32, vijayana – 96. Bhagavan ! Jambudvipa dvipamam ketali vidyadhara shreni ane ketali abhiyogika shrenio kaheli chhe\? Gautama ! Jambudvipa dvipamam 68 – vidyadhara shreni, 68 – abhiyogika shreni kaheli chhe. Ema badhi maline jambudvipa dvipamam 68 + 68. 136 shrenio hoya chhe, ema kahevayela chhe. Bhagavan ! Jambudvipa dvipamam ketali chakravarti vijaya ane ketali rajadhanio kaheli chhe\? Ketali tamisra gupha ane ketali khamdaprapata guphao kahi chhe\? Ketala kritamala deva ane ketala nrittamalaka devo kahela chhe\? Temaja ketala rishabhakuto kahela chhe\? Gautama! Jambudvipa dvipamam 34 – chakravarti vijayo chhe. 34 – rajadhani chhe. 34 – timisra guphao chhe. 34 – khamdaprapata guphao chhe. 34 – kritamalaka devo chhe. 34 – nritamalaka devo chhe. 34 – rishabhakuta parvato chhe. Bhagavan ! Jambudvipa dvipamam ketali mahanadio varshadhara parvatothi nikale chhe\? Ane ketali mahanadi kumdamamthi nikale chhe\? Gautama ! Jambudvipa dvipamamthi 14 – mahanadio varshadhara parvatathi nikale chhe. 76 – mahanadio kumdomamthi nikale chhe. E pramane badhi maline jambudvipamamthi 90 – mahanadio kahela chhe. Jambudvipa dvipamam bharata ane airavata kshetromam ketali mahanadi kaheli chhe\? Gautama ! Chara mahanadio kaheli chhe. Te a pramane – gamga, simdhu, rakta, raktavati. Temam ekaika mahanadimam chauda – chauda hajara nadio male chhe. Tenathi apurna thai purviya ane pashchimi lavanasamudramam male chhe. E pramane badhi maline jambudvipa dvipamam bharata ane airavata kshetramam 56,000 nadio kaheli chhe. Bhagavan ! Jambudvipamam haimavata ane hairanyavata varshakshetromam ketali mahanadio kaheli chhe\? Gautama! Chara mahanadio kaheli chhe, te a pramane – rohita, rohitamsha, suvarnakula, rupyakula. Te ekaika mahanadimam aththavisha – aththavisha hajara nadio male chhe. Tenathi apurna thai purva ane pashchima lavana samudramam male chhe. E pramane badhi maline jambudvipa dvipamam haimavata ane hairanyavata varshakshetramam 1,12,000 nadio badhi maline hoya chhe, tema kahela chhe. Bhagavan ! Jambudvipa dvipamam harivarsha ane ramyak varshamam ketali mahanadio kaheli chhe\? Gautama ! Chara mahanadio kaheli chhe. Te a pramane – hari, harikamta, narakamta, narikamta. Te ekaika mahanadimam chhappanna – chhappanna hajara nadio male chhe. Tenathi apurna thai purva – pashchima lavana samudramam male chhe. E pramane badhi maline jambudvipa dvipamam harivarsha – ramyak varshamam 2,24,000 nadi kaheli chhe. Bhagavan ! Jambudvipa dvipamam mahavideha kshetramam ketali mahanadio ketali chhe\? Gautama ! Be mahanadio kahela chhe. Te a pramane – sita ane sitoda. Temam ekaika mahanadi 5,32,000 – 5,32,000 nadio male chhe. Tenathi apurna thai purva – pashchima lavanasamudramam male chhe. E pramane badhi maline jambudvipa dvipana mahavideha kshetramam dasha lakha ane chosatha hajara – 10,64,000. Nadi kahi chhe. Bhagavan ! Jambudvipa dvipana meru parvatani dakshinamam ketala lakha nadio purva – pashchima abhimukha lavana samudramam male chhe\? Gautama ! 1,96,000 nadio purvabhimukha – pashchimabhimukha thaine lavanasamudramam jaine male chhe, tema kahyum chhe. Bhagavan ! Jambudvipa dvipamam meru parvatani uttaramam ketala lakha nadio purvabhimukha – pashchimabhimukha thaine lavana – samudramam male chhe\? Gautama ! Temam 1,96,000 nadio maline purvabhimukha – pashchima abhimukha thaine yavat male chhe. Bhagavan ! Jambudvipa dvipamam ketala lakha nadio purvabhimukha thaine lavanasamudramam male chhe\? Gautama ! 7,28,000 nadio purvabhimukha thaine yavat male chhe. Bhagavan ! Jambudvipa dvipamam ketala lakha nadio pashchimabhimukha thaine lavanasamudramam male chhe\? Gautama ! 7,28,000 nadio pashchimabhimukha thaine yavat male chhe. E pramane purvapara maline jambudvipa dvipamam 14,56,000 nadio chhe, ema kahevayela chhe. Sutra samdarbha– 246–249