Sutra Navigation: Jambudwippragnapati ( જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1107830 | ||
Scripture Name( English ): | Jambudwippragnapati | Translated Scripture Name : | જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
वक्षस्कार ५ जिन जन्माभिषेक |
Translated Chapter : |
વક્ષસ્કાર ૫ જિન જન્માભિષેક |
Section : | Translated Section : | ||
Sutra Number : | 230 | Category : | Upang-07 |
Gatha or Sutra : | Sutra | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [सूत्र] तेणं कालेणं तेणं समएणं ईसाणे देविंदे देवराया सूलपाणी वसभवाहणे सुरिंदे उत्तरड्ढलोगाहिवई अट्ठावीसविमनावाससयसहस्साहिवई अरयंबरवत्थधरे, एवं जहा सक्के, इमं नाणत्तं–महाघोसा घंटा, लहुपरक्कमो पायत्ताणियाहिवई, पुप्फओ विमानकारी, दक्खिणा निज्जाणभूमी, उत्तरपुरत्थिमिल्लो रइकरगपव्वओ, मंदरे समोसरिओ जाव पज्जुवासइ। एवं अवसिट्ठावि इंदा भाणियव्वा जाव अच्चुओ, इमं नाणत्तं– | ||
Sutra Meaning : | સૂત્ર– ૨૩૦. તે કાળે, તે સમયે દેવેન્દ્ર દેવરાજ ઈશાન, જેના હાથમાં શૂળ છે, વૃષભ વાહન છે, સુરેન્દ્ર, ઉત્તરાર્દ્ધ લોકાધિપતિ છે, અઠ્ઠાવીસ લાખ વિમાનોનો અધિપતિ, નિર્મળ વસ્ત્રધારી, એ પ્રમાણે શક્ર મુજબ શેષ વર્ણન કહેવું. તેમાં ભેદ આટલો છે – મહાઘોષા ઘંટા, લઘુપરાક્રમ નામે પદાતિ સૈન્યાધિપતિ, વિમાનકારી દેવ પુષ્પક છે, નિર્યાણમાર્ગ દક્ષિણેથી, ઉત્તર – પૂર્વના રતિકર પર્વતથી મેરુ પર્વતે સમોસર્યો યાવત્ પર્યુપાસે છે. એ પ્રમાણે બાકીના પણ ઇન્દ્રો કહેવા, યાવત્ અચ્યુતેન્દ્ર, તેમાં આટલો ભેદ છે – સૂત્ર– ૨૩૧. સૌધર્મેન્દ્રથી અનુક્રમે સામાનિકો સૌધર્મેન્દ્રના ૮૪,૦૦૦, ઈશાનેન્દ્રના ૮૦,૦૦૦, સનતકુમારેન્દ્રના ૭૨,૦૦૦, માહેન્દ્રના ૭૦,૦૦૦, બ્રહ્મલોકેન્દ્રના ૬૦,૦૦૦, લાન્તકેન્દ્રના ૫૦,૦૦૦, મહાશુક્રેન્દ્રના ૪૦,૦૦૦, સહસ્રારેન્દ્રના ૩૦,૦૦૦, પ્રાણતેન્દ્રના ૨૦,૦૦૦ અને અચ્યુતેન્દ્રના ૧૦,૦૦૦ જાણવા. સૂત્ર– ૨૩૨. સૌધર્મેન્દ્રથી વિમાન સંખ્યા – સૌધર્મેન્દ્રના ૩૨ લાખ, ઈશાનેન્દ્રના ૨૮ લાખ, સનતકુમારેન્દ્રના ૧૨ લાખ, માહેન્દ્રના ૮ લાખ, બ્રહ્મલોકેન્દ્રના ૪ લાખ, લાન્તકેન્દ્રના ૫૦,૦૦૦, મહાશુક્રેન્દ્રના ૪૦,૦૦૦ અને સહસ્રારેન્દ્રના ૬૦૦૦ છે. સૂત્ર– ૨૩૩. આનત – પ્રાણત કલ્પમાં ૪૦૦ અને આરણ – અચ્યુતમાં ૩૦૦ છે. આ વિમાનો કહ્યા, હવે યાન – વિમાનકારી દેવો કહે છે – સૂત્ર– ૨૩૪. પાલક, પુષ્પ, સૌમનસ, શ્રીવત્સ, નંદ્યાવર્ત, કામગમ, પ્રીતિગમ, મનોરમ, વિમલ અને સર્વતોભદ્ર અનુક્રમે જાણવા.. સૂત્ર– ૨૩૫. સૌધર્મેન્દ્ર, સાનત્કુમારેન્દ્ર, બ્રહ્મલોકેન્દ્ર, મહાશુક્રેન્દ્ર અને પ્રાણતેન્દ્રની સુઘોષા ઘંટા છે, હરિણેગમેષી પદાતિ સૈન્યાધિપતિ છે, ઉત્તરવર્તી નિર્યાણ માર્ગ છે, દક્ષિણ – પશ્ચિમી રતિકર પર્વત છે. ઈશાનેન્દ્ર, માહેન્દ્ર, લાંતકેન્દ્ર, સહસ્રારેન્દ્ર, અચ્યુતેન્દ્રને મહાઘોષા ઘંટા, લઘુપરાક્રમ નામે પદાતિ સૈન્યાધિપતિ, દક્ષિણ બાજુનો નિર્યાણમાર્ગ, ઉત્તરપૂર્વનો રતિકર પર્વત છે. પર્ષદા, જીવાભિગમમાં કહ્યા મુજબ જાણવી. આત્મરક્ષક દેવો સામાનિક દેવોથી ચારગણા છે. બધાના યાન – વિમાનો એક લાખ યોજન વિસ્તીર્ણ છે. તેની ઊંચાઈ સ્વ – સ્વ વિમાન પ્રમાણ છે અને મહેન્દ્રધ્વજ હજાર યોજન વિસ્તીર્ણ છે. શક્ર સિવાયના બધા મેરુ પર્વતે સમવસરે છે યાવત્ ભગવંતની. પર્યુપાસના કરે છે. સૂત્ર સંદર્ભ– ૨૩૦–૨૩૫ | ||
Mool Sutra Transliteration : | [sutra] tenam kalenam tenam samaenam isane devimde devaraya sulapani vasabhavahane surimde uttaraddhalogahivai atthavisavimanavasasayasahassahivai arayambaravatthadhare, evam jaha sakke, imam nanattam–mahaghosa ghamta, lahuparakkamo payattaniyahivai, pupphao vimanakari, dakkhina nijjanabhumi, uttarapuratthimillo raikaragapavvao, mamdare samosario java pajjuvasai. Evam avasitthavi imda bhaniyavva java achchuo, imam nanattam– | ||
Sutra Meaning Transliteration : | Sutra– 230. Te kale, te samaye devendra devaraja ishana, jena hathamam shula chhe, vrishabha vahana chhe, surendra, uttararddha lokadhipati chhe, aththavisa lakha vimanono adhipati, nirmala vastradhari, e pramane shakra mujaba shesha varnana kahevum. Temam bheda atalo chhe – Mahaghosha ghamta, laghuparakrama name padati sainyadhipati, vimanakari deva pushpaka chhe, niryanamarga dakshinethi, uttara – purvana ratikara parvatathi meru parvate samosaryo yavat paryupase chhe. E pramane bakina pana indro kaheva, yavat achyutendra, temam atalo bheda chhe – Sutra– 231. Saudharmendrathi anukrame samaniko saudharmendrana 84,000, ishanendrana 80,000, sanatakumarendrana 72,000, mahendrana 70,000, brahmalokendrana 60,000, lantakendrana 50,000, mahashukrendrana 40,000, sahasrarendrana 30,000, pranatendrana 20,000 ane achyutendrana 10,000 janava. Sutra– 232. Saudharmendrathi vimana samkhya – saudharmendrana 32 lakha, ishanendrana 28 lakha, sanatakumarendrana 12 lakha, mahendrana 8 lakha, brahmalokendrana 4 lakha, lantakendrana 50,000, mahashukrendrana 40,000 ane sahasrarendrana 6000 chhe. Sutra– 233. Anata – pranata kalpamam 400 ane arana – achyutamam 300 chhe. A vimano kahya, have yana – vimanakari devo kahe chhe – Sutra– 234. Palaka, pushpa, saumanasa, shrivatsa, namdyavarta, kamagama, pritigama, manorama, vimala ane sarvatobhadra anukrame janava.. Sutra– 235. Saudharmendra, sanatkumarendra, brahmalokendra, mahashukrendra ane pranatendrani sughosha ghamta chhe, harinegameshi padati sainyadhipati chhe, uttaravarti niryana marga chhe, dakshina – pashchimi ratikara parvata chhe. Ishanendra, mahendra, lamtakendra, sahasrarendra, achyutendrane mahaghosha ghamta, laghuparakrama name padati sainyadhipati, dakshina bajuno niryanamarga, uttarapurvano ratikara parvata chhe. Parshada, jivabhigamamam kahya mujaba janavi. Atmarakshaka devo samanika devothi charagana chhe. Badhana yana – vimano eka lakha yojana vistirna chhe. Teni umchai sva – sva vimana pramana chhe ane mahendradhvaja hajara yojana vistirna chhe. Shakra sivayana badha meru parvate samavasare chhe yavat bhagavamtani. Paryupasana kare chhe. Sutra samdarbha– 230–235 |