Sutra Navigation: Jivajivabhigam ( જીવાભિગમ ઉપાંગ સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1106115 | ||
Scripture Name( English ): | Jivajivabhigam | Translated Scripture Name : | જીવાભિગમ ઉપાંગ સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
चतुर्विध जीव प्रतिपत्ति |
Translated Chapter : |
ચતુર્વિધ જીવ પ્રતિપત્તિ |
Section : | ज्योतिष्क उद्देशक | Translated Section : | જ્યોતિષ્ક ઉદ્દેશક |
Sutra Number : | 315 | Category : | Upang-03 |
Gatha or Sutra : | Sutra | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [सूत्र] चंदविमाने णं भंते कति देवसाहस्सीओ परिवहंति गोयमा चंदविमाणस्स णं पुरच्छिमेणं सेयाणं सुभ-गाणं सुप्पभाणं संखतलविमलनिम्मलदधिघणगोखीरफेणरययणिगरप्पगासाणं थिरलट्ठपउवट्टपीवर-सुसिलिट्ठविसिट्ठ-तिक्खदाढा-विडंबितमुहाणं रत्तुप्पलपत्त-मउयसुमालालु-जीहाणं मधुगुलियपिंग-लक्खाणं पसत्थसत्थवेरुलियभिसंतकक्कडनहाणं विसालपीवरोरुपडिपुन्नविउलखंधाणं मिउविसय पसत्थसुहुमलक्खण-विच्छिण्णकेसरसडोवसोभिताणं चंकमितललिय-पुलितथवलगव्वित-गतीणं उस्सियसुणिम्मि-यसुजायअप्फोडियणंगूलाणं वइरामयनक्खाणं वइरामयदंताणं पीतिगमाणं मनोगमाणं मनोरमाणं मनोहराणं अमीयगतीणं अमियबलवीरियपुरिसकारपरक्कमाणं महता अप्फोडियसीहनाइबोलकलय-लवरेणं महुरेण मनहरेण य पूरेंता अंबरं दिसाओ य सोभयंता चत्तारि देवसाहस्सीओ सीहरूवधारीणं देवाणं पुरच्छिमिल्लं वाहं परिवहंति चंदविमाणस्स णं दक्खिणेणं सेयाणं सुभगाणं सुप्पभाणं संखतलविमलनिम्मलदधिनगोखीरफेणरययणियरप्पभासाणं वइरामय-कुंभजुयलसुट्ठितपीवर-वरवइरसोंड-विवदित्त-सुरत्तपउमप्पकासाणं अब्भुण्णवमुहाणं तवणिज्ज-विसालचंचलचलंतचवलकण्ण-विमुलज्जलाणं मधुवण्णभिसंतनिद्धपिंगलपत्तलतिवण्णमनिरयण-लोयणाणं अब्भुग्गतमउलमल्लियाणं धवलसरिस-संठितनिव्वणदढमसिण फालियामयसुजायदंत-मुसलोवसोभिताणं कंचनकोसीपविट्ठदंतग्गविमलमनिरयणरुइरपेरंतचितरूवविरायिताणं तवणिज्ज विसालतिलगपमुहपरिमंडिताणं नानामनिरयणगुलियगेवेज्जबद्धगलववरभूसणाणं वेरुलियविचित्त-दंडनिम्मलवइरामय-तिक्खलट्ठ-अंकुसकुंभजुयलंतरोडियाणं तवणिज्जसुबद्धकच्छदप्पियलुद्धुराणं जंबूमयविमलधणमंडलवइरामयलालाललियतालनानामणिरयणघंटपासगरयतामयरज्जूवद्धंवित-घंटाजुयल-महुरसरमनहराणं अल्लीणपमाण-जुत्तवट्टिय-सुजातलक्खण-पसत्थरमणिज्जवालगत्त-परिपुंछणाणं ओयवियपडिपुन्नकुम्मचलणलहुविक्कमाणं अंकामयनक्खाणं मनोगमाणं मनोरमाणं मनोहराणं अमियगतीणं अमियबलवीरियपुरिसकारपरक्कमाणं महया गंभीरगुलगुलाइयरवेणं महुरेणं मनहरेणं पूरेंता अंबरं दिसाओ य सोभयंता चत्तारि देवसाहस्सीओ गयरूवधारीणं देवाणं दक्खिणिल्लं बाहं परिवहंति। चंदविमानस्स णं पच्चत्थिमेणं सेताणं सुभगाणं सुप्पभाणं चंकमियललियपुलितचल-चवलककुदसालीणं सण्णयपासाणं संगयपासाणं सुजायपासाणं मियमाइतपीणरइतपासाणं झस-विहगजुजातकुच्छीणं पसत्थणिद्धमधुगुलितभिसंतपिंगलक्खाणं विलासपीवरोरुपडिपुन्नविपुल- खंधाणंवट्टपडिपुन्नविपुलकवो ककिताणं इसिं आणय वसणोवट्ठाणं घननिचित सुबद्ध लक्खणुण्णत चंकमितल लितपुलियचक्कवालचवलगव्वितगतीणं पीवरोरुवट्टिय सुसंठितकडीणं ओलंबपलंब-लक्खणपसत्थरमणिज्जवालगंडाणं समखुरवालघाणाणं समलिहिततिक्खग्ग सिंगाणं तणुसुहुम-सुजातणिद्धलोमच्छविधराणं उलवचितमंसलविसालपडिपुन्नखंधपमुहपुंडराणं वेरुलियभिसंत-कडक्खसुणिरिक्खाणाणं जुत्तप्पमाणप्पघाणलक्खणपसत्थरमणिज्जगग्गरगलसोभिताणं घग्घरग-सुबद्धकण्ठपरिमंडियाणं नानामणिकनगरयणघण्टेवेयच्छगसुकयरतियमालियाणं वरघंटागलग-लियसोभंतसस्सिरीयाणं पउमुप्पलसगलसुरभिमालाविभूसिताणं वइरखुराणं दिविधखुराणं फालियानयदंताणं तवणिज्जजीहाणं तवणिज्जतालुयाणंतणिज्जजोत्तगसुजोत्तियाणं कामकमाणं पीतिकमाणं मनोगमाणं मनोरमाणं मनोहराणं अमितगतीणं अमियबलवीरियपुरिसयारपरक्कमाणं महया गंभीरगज्जियरवेणं मधुरेणं मनहरेण य पूरेंता अंबरं दिसाओ य सोभयंता चत्तारि देवसाहस्सीओ वसभरूवाधारीणं देवाणं पच्चत्थिमिल्लं बाहं परिवहंति। चंदविमानस्स णं उत्तरेणं सेयाणं सुभगाणं सुप्फभाणं जच्चानंतरमल्लिहायणाणं हरिमेलामउलमल्लियच्छाणं धननिचित-सुबद्धलक्खणुण्णता-चंकमिय-ललियपुलिय-चवलचंचल-गतीणं लंघनवग्गधावण धारणतिवइजइणसिक्खितगईणं पीनपीवरवट्टितसुसंठितकडीणं ओलंब-पलंबलक्खणपसत्थरमणिज्ज वालगंडाणं तणुसुहुमसुजायणिद्धलोमच्छविधराणं मिउविसय-पसत्थसुहुमलक्खणविकिण्णकेसरवालिधराणं ललियसविलासगतिलाडवरभूसणाणं मुहमंडगोचूल चमरथासगपरिमंडियकडीणं तवणिज्जखुराणं तवणिज्जजीहाणं तवणिज्जतालुयाणं तवणिज्ज-जोत्तगसुजोतियाणं कामकमाणं जाव चत्तारि देवसाहस्सीओ हयरूवधारीणं देवाणं उत्तरिल्लं बाहं परिवहंति एवं सूरविमानस्सवि पुच्छा गोयमा सोलस देवसाहस्सीओ परिवहंति पुव्वकमेणं एवं गहविमाणस्सवि पुच्छा गोयमा अट्ठ देवसाहस्सीओ परिवहंति तं जहा– सीहरूवधारीणं दो देवाणं साहस्सीओ पुरत्थिमिल्लं वाहं परिवहंति गयरूवधारीणं दो देवाणं साहस्सीओ दक्खिणिल्लं दो देवाणं साहस्सीओ उसभरूवधारीणं पच्चत्थिमं दो देवसाहस्सीओ तुरगरूवधारीणं उत्तरिल्लं बाहं परिवहंति एवं नक्खत्तविमाणस्सवि पुच्छा गोयमा चत्तारि देवसाहस्सीओ परिवहंति तं जहा–सीहरूवधारीणं देवाणं एग्गा देवसाहस्सी पुरत्थिमिल्लं बाहं एवं चउद्दिसिंपि एवं तारगाणवि नवरिं दो देवसाहस्सीओ परिवहंति तं जहा सीहरूवधारीणं देवाणं पंचदेवसता पुरत्थिमिल्लं बाहं परिवहंति एवं चउद्दिसिंपि। | ||
Sutra Meaning : | ભગવન્ ! ચંદ્રવિમાનને કેટલા હજાર દેવ વહન કરે છે ? ગૌતમ ! ચંદ્રવિમાનને કુલ ૧૬,૦૦૦ દેવ વહન કરે છે. તેમાં પૂર્વના ૪૦૦૦ દેવો સિંહરૂપ ધારણ કરી ઉઠાવે છે. તે સિંહ શ્વેત, સુભગ, સુપ્રભ, શંખતલ સમાન વિમલ, નિર્મલ, ઘન દહીં, ગાયનું દૂધ, ફીણ, ચાંદીના સમૂહ સમાન શ્વેત પ્રભાવાળો છે. તેની આંખ મધની ગોળી સમાન પીળી છે, મુખમાં સ્થિત સુંદર પ્રકોષ્ઠોથી યુક્ત ગોળ, મોટી, પરસ્પર જોડાયેલી, સુવિશિષ્ટ, તીક્ષ્ણ દાઢાઓ છે, તાળવું અને જીભ લાલ કમળના પત્ર સમાન મૃદુ અને સુકોમળ છે, તેના નખ પ્રશસ્ત અને શુભ વૈડૂર્યમણિ માફક ચમકતા અને કર્કશ છે. ઉરુ વિશાળ અને મોટા છે, સ્કંધ પૂર્ણ અને વિપુલ છે, કેસરા સટી, મૃદુ, વિશદ, પ્રશસ્ત, સૂક્ષ્મ, લક્ષણયુક્ત અને વિસ્તીર્ણ છે, ગતિ લીલાયુક્ત અને ઉછળવાથી ગર્વીત, ધવલ છે. પૂંછ ઊંચી ઉઠેલી, સુનિર્મિત અને ફટકાર યુક્ત છે. નખ, દાંતને દાઢા વજ્રમય છે, જીભ, તાળવું, જોડેલ જોત્ત ત્રણે સોનાના છે. તે કામગમ, પ્રીતિગમ, મનોગમ, મનોરમ, મનોહર, અમિતગતિ, અમિત બળ – વીર્ય – પુરુષકાર પરાક્રમયુક્ત છે. તે જોર – જોરથી સિંહનાદ કરતા આકાશ અને દિશાઓને ગુંજાવતો અને શોભિત કરતો ચાલે છે. તે ચંદ્રવિમાનને દક્ષિણ બાજુથી ૪૦૦૦ દેવો હાથીરૂપ ધારણ કરીને વહન કરે છે. તે હાથી શ્વેત, સુભગ, સુપ્રભ, શંખતલની જેમ વિમલ, નિર્મળ, ઘનદહીં, ગાયનું દૂધ, ફીણ, રજત નીકર સમાન શ્વેત છે. વજ્રમય કુંભયુગલની નીચે રહેલ સુંદર મોટી સૂંઢમાં જેણે ક્રીડાર્થે રક્તપદ્મોના પ્રકાશને ગ્રહણ કરેલ છે. તેનું મુખ ઊંચે ઉઠેલ, તપનીય સ્વર્ણના વિશાળ, ચંચળ, ચપળ, હલતા એવા વિમલ કાનોથી સુશોભિત છે, મધ જેવા ચમકતા, સ્નિગ્ધ, પીળા અને પક્ષ્મયુક્ત તથા મણિરત્ન માફક ત્રિવર્ણ – શ્વેત, કૃષ્ણ, પીત વર્ણવાળા તેના નેત્ર છે. તે નેત્ર ઉન્નત, મૃદુલ, મલ્લિકાના કોરક જેવા લાગે છે. દાંત સફેદ, એક સમાન, મજબૂત, પરિણત અવસ્થાવાળા, સુદૃઢ, સંપૂર્ણ અને સ્ફટિકમય હોવાથી સુજાત અને મૂસલની ઉપમાથી શોભિત છે. દાંતોના અગ્રભાગે સ્વર્ણના વલય પહેરાવેલા છે. તેથી આ દાંત વિમલ મણિઓની વચ્ચે ચાંદીના સમૂહ જેવા લાગે છે. તેમના મસ્તકે તપનીય સ્વર્ણના વિશાળ તિલક આદિ આભૂષણ પહેરાવેલા છે. વિવિધ મણિથી નિર્મિત ઉર્ધ્વ ગ્રૈવેયક આદિ કંઠના આભરણ ગળામાં પહેરાવેલ છે. જેના ગંડસ્થળોના મધ્યમાં વૈડૂર્યરત્નના વિચિત્ર દંડવાળા નિર્મળ વજ્રમય તીક્ષ્ણ અને સુંદર અંકુશ સ્થાપિત કરેલ છે. તપનીય સ્વર્ણના દોરડાથી પીઠનું આસ્તરણ સારી રીતે સજાવી ખેંચીને બાંધેલ છે, તેથી દર્પયુક્ત અને બળથી ઉદ્ધત બનેલ છે. જાંબૂનદ સુવર્ણના બનેલા ઘનમંડળ – વાળા અને વજ્રમય લાલાથી તાડિત તથા આસપાસ વિવિધ મણિરત્નોની નાની – નાની ઘંટિકા વડે યુક્ત રત્નમય દોરડામાં લટકતા બે મોટા ઘંટોના મધુર સ્વરથી તે મનોહર લાગે છે. તેમની પૂંછ ચરણ સુધી લટકતી છે, ગોળ છે, સુજાત અને પ્રશસ્ત લક્ષણવાળા વાળ છે. જેનાથી તે હાથી પોતાના શરીરને લૂંછે છે. માંસલ અવયવોને લીધે પરિપૂર્ણ કાચબાની માફક તેના પગ હોવા છતાં તે શીઘ્ર ગતિવાળા છે. અંકરત્નના તેમના નખ છે, તપનીય સુવર્ણના જોત દ્વારા જોડેલ છે. તેઓ કામગમ, પ્રીતિગમ, મનોગમ, મનોરમ, મનોહર, અમિત ગતિ, અમિત બળ – વીર્ય – પુરુષકાર પરાક્રમવાળા છે. પોતાના ઘણા ગંભીર અને મનોહર ગુલગુલાયિત ધ્વનિના આકાશને પૂરિત કરે છે અને દિશાઓને સુશોભિત કરે છે. તે ચંદ્ર વિમાનને પશ્ચિમ દિશા તરફ ૪૦૦૦ બળદ રૂપધારી દેવ ઉઠાવે છે. તે બળદો શ્વેત, શુભગ, સુપ્રમાણ, તેમના કુકુદ કુટીલ, લલિત, પુલિત, ચલ – ચપળ, શાલીન છે. તેમના પડખાં સમ્યક્ નમેલા, સંગત અને સુજાત છે, મિત – માયિત – પીન – રચિત પડખાં છે. મછલી અને કુક્ષી સમાન પાતળી કુક્ષિવાળા છે. નેત્ર પ્રશસ્ત, સ્નિગ્ધ, મધની ગોળી જેવા ચમકતા પીળા વર્ણના છે. જંઘા વિશાળ, મોટી અને માંસલ છે. તેમના સ્કંધ વિપુલ અને પરિપૂર્ણ છે, કપોલ ગોળ અને વિપુલ છે, હોઠ ઘન નિચિત અને જડબાથી સારી રીતે સંબદ્ધ છે, લક્ષણોપેત – ઉન્નત અને કંઈક ઝૂકેલા છે. તેઓ ચંક્રમિત, લલિત, પુલિત અને ચક્રવાલની જેમ ચપળ ગતિથી ગર્વિત છે. મોટી – સ્થૂળ – વર્તિત અને સુસંસ્થિત તેમની કમર છે. બંને કપોલના બાલ ઉપરથી નીચે સારી રીતે લટકે છે. લક્ષણ અને પ્રમાણયુક્ત, પ્રશસ્ત અને રમણીય છે. તેમના ખૂર અને પૂંછ એક સમાન છે. તેમના શીંગડા એક સમાન, પાતળા અને તીક્ષ્ણ અગ્રભાગવાળા છે. તેમની રોમરાજી પાતળી, સૂક્ષ્મ, સુંદર અને સ્નિગ્ધ છે. સ્કંધપ્રદેશ ઉપચિત, પરિપુષ્ટ, માંસલ અને વિશાળ હોવાથી સુંદર છે. તેમની ચિતવન વૈડૂર્યમણિ જેવા ચમકતા કટાક્ષોથી યુક્ત, તેથી પ્રશસ્ત અને રમણીય ગર્ગર નામના આભૂષણથી શોભિત છે, ઘગ્ઘર નામક આભૂષણથી તેનો કંઠ પરિમંડિત છે. અનેક મણિ, સુવર્ણ અને રત્નોથી નિર્મિત નાની – નાની ઘંટડીની માળા તેની છાતી ઉપર તિર્છા રૂપમાં પહેરાવાઈ છે. તેના ગળામાં શ્રેષ્ઠ ઘંટીની માળા છે. તેમાંથી નીકળતી કાંતિ વડે તેમની શોભામાં વૃદ્ધિ થઈ રહી છે. આ પદ્મકમળની પરિપૂર્ણ સુગંધીયુક્ત માળાથી સુગંધિત છે. તેના ખૂર વજ્રના અને વિવિધ પ્રકારના છે. તેમના દાંત સ્ફટિક રત્નમય છે, તપનીય સુવર્ણની તેમની જીભ – તાળવું – જોતોથી જોડેલ છે. તેઓ કામગમ, પ્રીતિગમ, મનોગમ, મનોરમ, મનોહર, અમિતગતિ, અમિતબળ – વીર્ય – પુરુષકાર પરાક્રમવાળો છે. જોરદાર ગંભીર ગર્જનાના મધુર અને મનોહર સ્વરથી આકાશને ગુંજાવતા અને દિશાઓને શોભાવતા ગતિ કરે છે. તે ચંદ્રવિમાનને ઉત્તર દિશાથી ૪૦૦૦ અશ્વરૂપધારી દેવ ઉઠાવે છે. તે અશ્વ શ્વેત, સુભગ, સુપ્રમાણ છે. જાત્યવંત છે. પૂર્ણ બળ અને વેગ પ્રગટ કરવાની વયવાળા છે. હરિમેલકની કોમળ કળી સમાન ધવલ આંખવાળા, ધન – નિચિત, સુબદ્ધ, લક્ષણ – ઉન્નત, કુટિલ, લલિત, ઉછળતી ચંચલ અને ચપલ ચાલવાળા છે. કૂદવું – ઉછળવું – દોડવું – સ્વામીને ધારણ કરી રાખવા, લગામથી ચલાવે તેમ ચાલવું એ બધી શિક્ષા મુજબ ગતિ કરનારા છે. હાલતા એવા રમણીય આભૂષણ તેમના ગળામાં ધારણ કરેલ છે. તેમના પડખાં સમ્યક્ ઝૂકેલા, સંગત, પ્રમાણોપેત છે, સુંદર છે, યથોચિત માત્રામાં મોટા અને રતિ ઉત્પન્ન કરનાર છે. માછલી અને પક્ષી સમાન તેમની કુક્ષી છે, પીન – પીવર અને ગોળ સુંદર આકારવાળી કમર છે, બંને કપોલના બાલ ઉપરથી નીચે સુધી સારી રીતે લટકે છે, લક્ષણ અને પ્રમાણયુક્ત, પ્રશસ્ત, રમણીય છે. તેમની રોમરાજી પાતળી, સૂક્ષ્મ, સુજાત, સ્નિગ્ધ છે. તેમની ગરદનના વાળ મૃદુ, વિશદ, પ્રશસ્ત, સૂક્ષ્મ, સુલક્ષણોપેત અને સુલઝેલ છે. સુંદર અને વિલાસપૂર્ણ ગતિથી હલતા એવા આભૂષણોથી તેની કમર પરિમંડિત છે. તપનીય સ્વર્ણની ખૂર, જિહ્વા, તાલુ છે. તપનીય સ્વર્ણના જોતોથી સારી રીતે યુક્ત છે. તેઓ કામગમ – પ્રીતિગમ – મનોગમ – મનોરમ – મનોહર અમિતગતિ, અમિત બળ – વીર્ય – પુરુષકાર પરાક્રમ યુક્ત છે. તેઓ જોરદાર હણહણાહટના મધુર અને મનોહર ધ્વનિથી આકાશને ગુંજાવતા, દિશાઓને શોભિત કરે છે. આ પ્રમાણે સૂર્યવિમાનની પણ પૃચ્છા. ગૌતમ ! ૧૬,૦૦૦ દેવો પૂર્વક્રમથી વહન કરે છે. આ પ્રમાણે ગ્રહવિમાનની પણ પૃચ્છા – ગૌતમ ! ૮૦૦૦ દેવો પૂર્વક્રમથી વહન કરે છે. ૨૦૦૦ દેવો પૂર્વની બાહાનું વહન કરે છે. ૨૦૦૦ દેવો દક્ષિણની, ૨૦૦૦ દેવો પશ્ચિમની અને ૨૦૦૦ દેવો ઉત્તરની બાહાને વહે છે. આ પ્રમાણે નક્ષત્ર વિમાનની પૃચ્છા – ગૌતમ ! ૪૦૦૦ દેવો વહે છે. સિંહરૂપધારી ૧૦૦૦ દેવો પૂર્વ દિશામાં વહન કરે છે. એ રીતે ચારે દિશા કહેવી. એ પ્રમાણે તારા વિમાનોને ૨૦૦૦ દેવો વહન કરે છે. તેમાં ૫૦૦ દેવો સિંહરૂપ ધારણ કરી પૂર્વની બાહાને વહન કરે છે, એ પ્રમાણે ચારે દિશામાં સમજવું. | ||
Mool Sutra Transliteration : | [sutra] chamdavimane nam bhamte kati devasahassio parivahamti goyama chamdavimanassa nam purachchhimenam seyanam subha-ganam suppabhanam samkhatalavimalanimmaladadhighanagokhiraphenarayayanigarappagasanam thiralatthapauvattapivara-susilitthavisittha-tikkhadadha-vidambitamuhanam rattuppalapatta-mauyasumalalu-jihanam madhuguliyapimga-lakkhanam pasatthasatthaveruliyabhisamtakakkadanahanam visalapivarorupadipunnaviulakhamdhanam miuvisaya pasatthasuhumalakkhana-vichchhinnakesarasadovasobhitanam chamkamitalaliya-pulitathavalagavvita-gatinam ussiyasunimmi-yasujayaapphodiyanamgulanam vairamayanakkhanam vairamayadamtanam pitigamanam manogamanam manoramanam manoharanam amiyagatinam amiyabalaviriyapurisakaraparakkamanam mahata apphodiyasihanaibolakalaya-lavarenam mahurena manaharena ya puremta ambaram disao ya sobhayamta chattari devasahassio siharuvadharinam devanam purachchhimillam vaham parivahamti chamdavimanassa nam dakkhinenam seyanam subhaganam suppabhanam samkhatalavimalanimmaladadhinagokhiraphenarayayaniyarappabhasanam vairamaya-kumbhajuyalasutthitapivara-varavairasomda-vivaditta-surattapaumappakasanam abbhunnavamuhanam tavanijja-visalachamchalachalamtachavalakanna-vimulajjalanam madhuvannabhisamtaniddhapimgalapattalativannamanirayana-loyananam abbhuggatamaulamalliyanam dhavalasarisa-samthitanivvanadadhamasina phaliyamayasujayadamta-musalovasobhitanam kamchanakosipavitthadamtaggavimalamanirayanaruiraperamtachitaruvavirayitanam tavanijja visalatilagapamuhaparimamditanam nanamanirayanaguliyagevejjabaddhagalavavarabhusananam veruliyavichitta-damdanimmalavairamaya-tikkhalattha-amkusakumbhajuyalamtarodiyanam tavanijjasubaddhakachchhadappiyaluddhuranam jambumayavimaladhanamamdalavairamayalalalaliyatalananamanirayanaghamtapasagarayatamayarajjuvaddhamvita-ghamtajuyala-mahurasaramanaharanam allinapamana-juttavattiya-sujatalakkhana-pasattharamanijjavalagatta-paripumchhananam oyaviyapadipunnakummachalanalahuvikkamanam amkamayanakkhanam manogamanam manoramanam manoharanam amiyagatinam amiyabalaviriyapurisakaraparakkamanam mahaya gambhiragulagulaiyaravenam mahurenam manaharenam puremta ambaram disao ya sobhayamta chattari devasahassio gayaruvadharinam devanam dakkhinillam baham parivahamti. Chamdavimanassa nam pachchatthimenam setanam subhaganam suppabhanam chamkamiyalaliyapulitachala-chavalakakudasalinam sannayapasanam samgayapasanam sujayapasanam miyamaitapinaraitapasanam jhasa-vihagajujatakuchchhinam pasatthaniddhamadhugulitabhisamtapimgalakkhanam vilasapivarorupadipunnavipula- khamdhanamvattapadipunnavipulakavo kakitanam isim anaya vasanovatthanam ghananichita subaddha lakkhanunnata chamkamitala litapuliyachakkavalachavalagavvitagatinam pivaroruvattiya susamthitakadinam olambapalamba-lakkhanapasattharamanijjavalagamdanam samakhuravalaghananam samalihitatikkhagga simganam tanusuhuma-sujataniddhalomachchhavidharanam ulavachitamamsalavisalapadipunnakhamdhapamuhapumdaranam veruliyabhisamta-kadakkhasunirikkhananam juttappamanappaghanalakkhanapasattharamanijjagaggaragalasobhitanam ghaggharaga-subaddhakanthaparimamdiyanam nanamanikanagarayanaghanteveyachchhagasukayaratiyamaliyanam varaghamtagalaga-liyasobhamtasassiriyanam paumuppalasagalasurabhimalavibhusitanam vairakhuranam dividhakhuranam phaliyanayadamtanam tavanijjajihanam tavanijjataluyanamtanijjajottagasujottiyanam kamakamanam pitikamanam manogamanam manoramanam manoharanam amitagatinam amiyabalaviriyapurisayaraparakkamanam mahaya gambhiragajjiyaravenam madhurenam manaharena ya puremta ambaram disao ya sobhayamta chattari devasahassio vasabharuvadharinam devanam pachchatthimillam baham parivahamti. Chamdavimanassa nam uttarenam seyanam subhaganam supphabhanam jachchanamtaramallihayananam harimelamaulamalliyachchhanam dhananichita-subaddhalakkhanunnata-chamkamiya-laliyapuliya-chavalachamchala-gatinam lamghanavaggadhavana dharanativaijainasikkhitagainam pinapivaravattitasusamthitakadinam olamba-palambalakkhanapasattharamanijja valagamdanam tanusuhumasujayaniddhalomachchhavidharanam miuvisaya-pasatthasuhumalakkhanavikinnakesaravalidharanam laliyasavilasagatiladavarabhusananam muhamamdagochula chamarathasagaparimamdiyakadinam tavanijjakhuranam tavanijjajihanam tavanijjataluyanam tavanijja-jottagasujotiyanam kamakamanam java chattari devasahassio hayaruvadharinam devanam uttarillam baham parivahamti evam suravimanassavi puchchha goyama solasa devasahassio parivahamti puvvakamenam evam gahavimanassavi puchchha goyama attha devasahassio parivahamti tam jaha– siharuvadharinam do devanam sahassio puratthimillam vaham parivahamti gayaruvadharinam do devanam sahassio dakkhinillam do devanam sahassio usabharuvadharinam pachchatthimam do devasahassio turagaruvadharinam uttarillam baham parivahamti evam nakkhattavimanassavi puchchha goyama chattari devasahassio parivahamti tam jaha–siharuvadharinam devanam egga devasahassi puratthimillam baham evam chauddisimpi evam taraganavi navarim do devasahassio parivahamti tam jaha siharuvadharinam devanam pamchadevasata puratthimillam baham parivahamti evam chauddisimpi. | ||
Sutra Meaning Transliteration : | Bhagavan ! Chamdravimanane ketala hajara deva vahana kare chhe\? Gautama ! Chamdravimanane kula 16,000 deva vahana kare chhe. Temam purvana 4000 devo simharupa dharana kari uthave chhe. Te simha shveta, subhaga, suprabha, shamkhatala samana vimala, nirmala, ghana dahim, gayanum dudha, phina, chamdina samuha samana shveta prabhavalo chhe. Teni amkha madhani goli samana pili chhe, mukhamam sthita sumdara prakoshthothi yukta gola, moti, paraspara jodayeli, suvishishta, tikshna dadhao chhe, talavum ane jibha lala kamalana patra samana mridu ane sukomala chhe, Tena nakha prashasta ane shubha vaiduryamani maphaka chamakata ane karkasha chhe. Uru vishala ane mota chhe, skamdha purna ane vipula chhe, kesara sati, mridu, vishada, prashasta, sukshma, lakshanayukta ane vistirna chhe, gati lilayukta ane uchhalavathi garvita, dhavala chhe. Pumchha umchi utheli, sunirmita ane phatakara yukta chhe. Nakha, damtane dadha vajramaya chhe, jibha, talavum, jodela jotta trane sonana chhe. Te kamagama, pritigama, manogama, manorama, manohara, amitagati, amita bala – virya – purushakara parakramayukta chhe. Te jora – jorathi simhanada karata akasha ane dishaone gumjavato ane shobhita karato chale chhe. Te chamdravimanane dakshina bajuthi 4000 devo hathirupa dharana karine vahana kare chhe. Te hathi shveta, subhaga, suprabha, shamkhatalani jema vimala, nirmala, ghanadahim, gayanum dudha, phina, rajata nikara samana shveta chhe. Vajramaya kumbhayugalani niche rahela sumdara moti sumdhamam jene kridarthe raktapadmona prakashane grahana karela chhe. Tenum mukha umche uthela, tapaniya svarnana vishala, chamchala, chapala, halata eva vimala kanothi sushobhita chhe, madha jeva chamakata, snigdha, pila ane pakshmayukta tatha maniratna maphaka trivarna – shveta, krishna, pita varnavala tena netra chhe. Te netra unnata, mridula, mallikana koraka jeva lage chhe. Damta sapheda, eka samana, majabuta, parinata avasthavala, sudridha, sampurna ane sphatikamaya hovathi sujata ane musalani upamathi shobhita chhe. Damtona agrabhage svarnana valaya paheravela chhe. Tethi a damta vimala manioni vachche chamdina samuha jeva lage chhe. Temana mastake tapaniya svarnana vishala tilaka adi abhushana paheravela chhe. Vividha manithi nirmita urdhva graiveyaka adi kamthana abharana galamam paheravela chhe. Jena gamdasthalona madhyamam vaiduryaratnana vichitra damdavala nirmala vajramaya tikshna ane sumdara amkusha sthapita karela chhe. Tapaniya svarnana doradathi pithanum astarana sari rite sajavi khemchine bamdhela chhe, tethi darpayukta ane balathi uddhata banela chhe. Jambunada suvarnana banela ghanamamdala – vala ane vajramaya lalathi tadita tatha asapasa vividha maniratnoni nani – nani ghamtika vade yukta ratnamaya doradamam latakata be mota ghamtona madhura svarathi te manohara lage chhe. Temani pumchha charana sudhi latakati chhe, gola chhe, sujata ane prashasta lakshanavala vala chhe. Jenathi te hathi potana sharirane lumchhe chhe. Mamsala avayavone lidhe paripurna kachabani maphaka tena paga hova chhatam te shighra gativala chhe. Amkaratnana temana nakha chhe, tapaniya suvarnana jota dvara jodela chhe. Teo kamagama, pritigama, manogama, manorama, manohara, amita gati, amita bala – virya – purushakara parakramavala chhe. Potana ghana gambhira ane manohara gulagulayita dhvanina akashane purita kare chhe ane dishaone sushobhita kare chhe. Te chamdra vimanane pashchima disha tarapha 4000 balada rupadhari deva uthave chhe. Te balado shveta, shubhaga, supramana, temana kukuda kutila, lalita, pulita, chala – chapala, shalina chhe. Temana padakham samyak namela, samgata ane sujata chhe, mita – mayita – pina – rachita padakham chhe. Machhali ane kukshi samana patali kukshivala chhe. Netra prashasta, snigdha, madhani goli jeva chamakata pila varnana chhe. Jamgha vishala, moti ane mamsala chhe. Temana skamdha vipula ane paripurna chhe, kapola gola ane vipula chhe, hotha ghana nichita ane jadabathi sari rite sambaddha chhe, lakshanopeta – unnata ane kamika jhukela chhe. Teo chamkramita, lalita, pulita ane chakravalani jema chapala gatithi garvita chhe. Moti – sthula – vartita ane susamsthita temani kamara chhe. Bamne kapolana bala uparathi niche sari rite latake chhe. Lakshana ane pramanayukta, prashasta ane ramaniya chhe. Temana khura ane pumchha eka samana chhe. Temana shimgada eka samana, patala ane tikshna agrabhagavala chhe. Temani romaraji patali, sukshma, sumdara ane snigdha chhe. Skamdhapradesha upachita, paripushta, mamsala ane vishala hovathi sumdara chhe. Temani chitavana vaiduryamani jeva chamakata katakshothi yukta, tethi prashasta ane ramaniya gargara namana abhushanathi shobhita chhe, ghagghara namaka abhushanathi teno kamtha parimamdita chhe. Aneka mani, suvarna ane ratnothi nirmita nani – nani ghamtadini mala teni chhati upara tirchha rupamam paheravai chhe. Tena galamam shreshtha ghamtini mala chhe. Temamthi nikalati kamti vade temani shobhamam vriddhi thai rahi chhe. A padmakamalani paripurna sugamdhiyukta malathi sugamdhita chhe. Tena khura vajrana ane vividha prakarana chhe. Temana damta sphatika ratnamaya chhe, tapaniya suvarnani temani jibha – talavum – jotothi jodela chhe. Teo kamagama, pritigama, manogama, manorama, manohara, amitagati, amitabala – virya – purushakara parakramavalo chhe. Joradara gambhira garjanana madhura ane manohara svarathi akashane gumjavata ane dishaone shobhavata gati kare chhe. Te chamdravimanane uttara dishathi 4000 ashvarupadhari deva uthave chhe. Te ashva shveta, subhaga, supramana chhe. Jatyavamta chhe. Purna bala ane vega pragata karavani vayavala chhe. Harimelakani komala kali samana dhavala amkhavala, dhana – nichita, subaddha, lakshana – unnata, kutila, lalita, uchhalati chamchala ane chapala chalavala chhe. Kudavum – uchhalavum – dodavum – svamine dharana kari rakhava, lagamathi chalave tema chalavum e badhi shiksha mujaba gati karanara chhe. Halata eva ramaniya abhushana temana galamam dharana karela chhe. Temana padakham samyak jhukela, samgata, pramanopeta chhe, sumdara chhe, yathochita matramam mota ane rati utpanna karanara chhe. Machhali ane pakshi samana temani kukshi chhe, pina – pivara ane gola sumdara akaravali kamara chhe, bamne kapolana bala uparathi niche sudhi sari rite latake chhe, lakshana ane pramanayukta, prashasta, ramaniya chhe. Temani romaraji patali, sukshma, sujata, snigdha chhe. Temani garadanana vala mridu, vishada, prashasta, sukshma, sulakshanopeta ane sulajhela chhe. Sumdara ane vilasapurna gatithi halata eva abhushanothi teni kamara parimamdita chhe. Tapaniya svarnani khura, jihva, talu chhe. Tapaniya svarnana jotothi sari rite yukta chhe. Teo kamagama – pritigama – manogama – manorama – manohara amitagati, amita bala – virya – purushakara parakrama yukta chhe. Teo joradara hanahanahatana madhura ane manohara dhvanithi akashane gumjavata, dishaone shobhita kare chhe. A pramane suryavimanani pana prichchha. Gautama ! 16,000 devo purvakramathi vahana kare chhe. A pramane grahavimanani pana prichchha – gautama ! 8000 devo purvakramathi vahana kare chhe. 2000 devo purvani bahanum vahana kare chhe. 2000 devo dakshinani, 2000 devo pashchimani ane 2000 devo uttarani bahane vahe chhe. A pramane nakshatra vimanani prichchha – gautama ! 4000 devo vahe chhe. Simharupadhari 1000 devo purva dishamam vahana kare chhe. E rite chare disha kahevi. E pramane tara vimanone 2000 devo vahana kare chhe. Temam 500 devo simharupa dharana kari purvani bahane vahana kare chhe, e pramane chare dishamam samajavum. |