Sutra Navigation: Jivajivabhigam ( જીવાભિગમ ઉપાંગ સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1106118 | ||
Scripture Name( English ): | Jivajivabhigam | Translated Scripture Name : | જીવાભિગમ ઉપાંગ સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
चतुर्विध जीव प्रतिपत्ति |
Translated Chapter : |
ચતુર્વિધ જીવ પ્રતિપત્તિ |
Section : | ज्योतिष्क उद्देशक | Translated Section : | જ્યોતિષ્ક ઉદ્દેશક |
Sutra Number : | 318 | Category : | Upang-03 |
Gatha or Sutra : | Sutra | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [सूत्र] जंबूदीवे णं भंते! दीवे तारारूवस्स य तारारूवस्स य एस णं केवतियं अबाधाए अंतरे पन्नत्ते? गोयमा! दुविहे अंतरे पन्नत्ते, तं जहा–वाघाइमे य निव्वाघाइमे य। तत्थ णं जेसे निव्वाघातिमे से जहन्नेणं पंचधनुसयाइं, उक्कोसेणं दो गाउयाइं तारारूवस्स य तारारूवस्स य अबाहाए अंतरे पन्नत्ते। तत्थ णं जेसे वाघातिमे से जहन्नेणं दोन्नि य छावट्ठे जोयणसए, उक्कोसेणं बारस जोयण-सहस्साइं दोन्नि य बायाले जोयणसए तारारूवस्स य तारारूवस्स य अबाहाए अंतरे पन्नत्ते। | ||
Sutra Meaning : | સૂત્ર– ૩૧૮. ભગવન્ ! જંબૂદ્વીપ દ્વીપમાં એક તારાથી બીજા તારાનું કેટલું અંતર કહેલ છે ? ગૌતમ ! અંતર બે પ્રકારે છે – વ્યાઘાતિમ અને નિર્વ્યાઘાતિમ. તેમાં જે વ્યાઘાતિમ છે, તે જઘન્યથી ૨૬૬ યોજન છે અને ઉત્કૃષ્ટ ૧૨,૨૪૨ યોજન છે તેમાં જે નિર્વ્યાઘાતિમ અંતર છે, તે જઘન્યથી ૫૦૦ ધનુષ અને ઉત્કૃષ્ટથી બે ગાઉ એક તારાથી બીજા તારાનું અંતર છે. સૂત્ર– ૩૧૯. ભગવન્ ! જ્યોતિષ્કેન્દ્ર જ્યોતિષરાજ ચંદ્રની કેટલી અગ્રમહિષીઓ છે ? ગૌતમ ! ચાર અગ્રમહિષી છે – ચંદ્રપ્રભા, જ્યોત્સ્નાભા, અર્ચિમાલી, પ્રભંકરા. આ પ્રત્યેક દેવીને ચાર – ચાર હજાર દેવોનો પરિવાર છે. એકૈક દેવી બીજી ૪૦૦૦ દેવીના પરિવારને વિકુર્વવા સમર્થ છે. આ પ્રમાણે બધી મળીને ૧૬,૦૦૦ દેવીઓનો પરિવાર થાય. તે એક ત્રુટિત કહી. સૂત્ર– ૩૨૦. ભગવન્ ! જ્યોતિષ્કેન્દ્ર જ્યોતિષરાજ ચંદ્ર ચંદ્રાવતંસક વિમાનમાં સુધર્માસભામાં ચંદ્ર સિંહાસનમાં પોતાના અંતઃપુરની સાથે દિવ્ય ભોગોપભોગને ભોગવતા વિચરવા સમર્થ છે ? ના, તે અર્થ સંગત નથી. ભગવન્ ! એમ કેમ કહો છો કે જ્યોતિષરાજ ચંદ્ર ચંદ્રાવતંસક વિમાનની સુધર્માસભામાં ચંદ્ર સિંહાસનમાં અંતઃપુર સાથે ભોગ ભોગવવા સમર્થ નથી ? ગૌતમ ! જ્યોતિષેન્દ્ર જ્યોતિષરાજ ચંદ્રના ચંદ્રાવતંસક વિમાનમાં સુધર્માસભામાં માણવક ચૈત્યસ્તંભમાં વજ્રમય – ગોળ – વૃત્ત – સમુદ્ગકમાં ઘણા જિન અસ્થિ રાખેલા છે, જે જ્યોતિષ્કેન્દ્ર, જ્યોતિષરાજ ચંદ્રને અને બીજા ઘણા દેવો અને દેવીઓને અર્ચનીય યાવત્ પર્યુપાસનીય છે. તે કારણે જ્યોતિષ્કેન્દ્ર ચંદ્ર યાવત્ ભોગ ભોગવવા સમર્થ નથી. તેથી હે ગૌતમ! એમ કહ્યું કે ચંદ્ર ભોગ ભોગવવા સમર્થ નથી, અથવા હે ગૌતમ ! જ્યોતિષરાજ જ્યોતિષેન્દ્ર ચંદ્ર ચંદ્રાવતંસક વિમાનમાં સુધર્માસભામાં ચંદ્ર સિંહાસને ૪૦૦૦ સામાનિક દેવો યાવત્ ૧૬,૦૦૦ આત્મરક્ષક દેવો તથા બીજા ઘણા જ્યોતિષ્ક દેવો અને દેવીઓ સાથે પરીવરીને મોટા અવાજ સાથે વગાડાતા, નૃત્ય – ગીત – વાજિંત્ર – તંત્રી – તાલ – ત્રુટિત – ઘન – મૃદંગથી ઉત્પન્ન શબ્દોથી દિવ્ય ભોગોપભોગ ભોગવતો વિચરવા સમર્થ છે. પણ અંતઃપુર પરિવાર સાથે મૈથુન નિમિત્તક ભોગ ભોગવવાને માટે સમર્થ નથી. સૂત્ર– ૩૨૧. ભગવન્ ! જ્યોતિષેન્દ્ર જ્યોતિષ રાજસૂર્યની કેટલી અગ્રમહિષીઓ કહી છે ? ગૌતમ ! ચાર અગ્રમહિષી છે – સૂરપ્રભા, આતપાભા, અર્ચિમાલી, પ્રભંકરા. એ પ્રમાણે બાકીનું કથન ચંદ્રની જેમ કરવું. વિશેષ એ – ‘‘સૂર્યાવતંસક વિમાનમાં સૂર્ય સિંહાસન ઉપર’’ એમ કહેવું. તે પ્રમાણે બધા ગ્રહ આદિની ચાર અગ્રમહિષીઓ છે – વિજયા, વૈજયંતી, જયંતી, અપરાજિતા. સૂત્ર સંદર્ભ– ૩૧૮–૩૨૧ | ||
Mool Sutra Transliteration : | [sutra] jambudive nam bhamte! Dive tararuvassa ya tararuvassa ya esa nam kevatiyam abadhae amtare pannatte? Goyama! Duvihe amtare pannatte, tam jaha–vaghaime ya nivvaghaime ya. Tattha nam jese nivvaghatime se jahannenam pamchadhanusayaim, ukkosenam do gauyaim tararuvassa ya tararuvassa ya abahae amtare pannatte. Tattha nam jese vaghatime se jahannenam donni ya chhavatthe joyanasae, ukkosenam barasa joyana-sahassaim donni ya bayale joyanasae tararuvassa ya tararuvassa ya abahae amtare pannatte. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 318. Bhagavan ! Jambudvipa dvipamam eka tarathi bija taranum ketalum amtara kahela chhe\? Gautama ! Amtara be prakare chhe – vyaghatima ane nirvyaghatima. Temam je vyaghatima chhe, te jaghanyathi 266 yojana chhe ane utkrishta 12,242 yojana chhe temam je nirvyaghatima amtara chhe, te jaghanyathi 500 dhanusha ane utkrishtathi be gau eka tarathi bija taranum amtara chhe. Sutra– 319. Bhagavan ! Jyotishkendra jyotisharaja chamdrani ketali agramahishio chhe\? Gautama ! Chara agramahishi chhe – chamdraprabha, jyotsnabha, archimali, prabhamkara. A pratyeka devine chara – chara hajara devono parivara chhe. Ekaika devi biji 4000 devina parivarane vikurvava samartha chhe. A pramane badhi maline 16,000 deviono parivara thaya. Te eka trutita kahi. Sutra– 320. Bhagavan ! Jyotishkendra jyotisharaja chamdra chamdravatamsaka vimanamam sudharmasabhamam chamdra simhasanamam potana amtahpurani sathe divya bhogopabhogane bhogavata vicharava samartha chhe\? Na, te artha samgata nathi. Bhagavan ! Ema kema kaho chho ke jyotisharaja chamdra chamdravatamsaka vimanani sudharmasabhamam chamdra simhasanamam amtahpura sathe bhoga bhogavava samartha nathi\? Gautama ! Jyotishendra jyotisharaja chamdrana chamdravatamsaka vimanamam sudharmasabhamam manavaka chaityastambhamam vajramaya – gola – vritta – samudgakamam ghana jina asthi rakhela chhe, je jyotishkendra, jyotisharaja chamdrane ane bija ghana devo ane devione archaniya yavat paryupasaniya chhe. Te karane jyotishkendra chamdra yavat bhoga bhogavava samartha nathi. Tethi he gautama! Ema kahyum ke chamdra bhoga bhogavava samartha nathi, Athava he gautama ! Jyotisharaja jyotishendra chamdra chamdravatamsaka vimanamam sudharmasabhamam chamdra simhasane 4000 samanika devo yavat 16,000 atmarakshaka devo tatha bija ghana jyotishka devo ane devio sathe parivarine mota avaja sathe vagadata, nritya – gita – vajimtra – tamtri – tala – trutita – ghana – mridamgathi utpanna shabdothi divya bhogopabhoga bhogavato vicharava samartha chhe. Pana amtahpura parivara sathe maithuna nimittaka bhoga bhogavavane mate samartha nathi. Sutra– 321. Bhagavan ! Jyotishendra jyotisha rajasuryani ketali agramahishio kahi chhe\? Gautama ! Chara agramahishi chhe – suraprabha, atapabha, archimali, prabhamkara. E pramane bakinum kathana chamdrani jema karavum. Vishesha e – ‘‘suryavatamsaka vimanamam surya simhasana upara’’ ema kahevum. Te pramane badha graha adini chara agramahishio chhe – vijaya, vaijayamti, jayamti, aparajita. Sutra samdarbha– 318–321 |