Sutra Navigation: Jivajivabhigam ( જીવાભિગમ ઉપાંગ સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1106089
Scripture Name( English ): Jivajivabhigam Translated Scripture Name : જીવાભિગમ ઉપાંગ સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

चतुर्विध जीव प्रतिपत्ति

Translated Chapter :

ચતુર્વિધ જીવ પ્રતિપત્તિ

Section : चंद्र सूर्य अने तेना द्वीप Translated Section : ચંદ્ર સૂર્ય અને તેના દ્વીપ
Sutra Number : 289 Category : Upang-03
Gatha or Sutra : Sutra Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [सूत्र] पुक्खरवरण्णं दीवं पुक्खरोदे नामं समुद्दे वट्टे वलयागारसंठाणसंठिते सव्वतो समंता संपरिक्खित्ताणं चिट्ठति। पुक्खरोदे णं भंते! समुद्दे किं समचक्कवालसंठिते? विसमचक्कवालसंठिते? गोयमा! समचक्कवालसंठिते, नो विसमचक्कवालसंठिते। पुक्खरोदे णं भंते! समुद्दे केवतियं चक्कवालविक्खंभेणं? केवतियं परिक्खेवेणं पन्नत्ते? गोयमा! संखेज्जाइं जोयणसयसहस्साइं चक्कवालविक्खंभेणं, संखेज्जाइं जोयणसयसहस्साइं परिक्खेवेणं पन्नत्ते। से णं एगाए पउमवरवेदियाए, एगेणं वनसंडेणं सव्वओ समंता संपरिक्खित्ते, दोण्हवि वण्णओ। पुक्खरोदस्स णं समुद्दस्स कति दारा पन्नत्ता? गोयमा! चत्तारि दारा पन्नत्ता, तहेव सव्वं पुक्खरोदसमुद्दपुरत्थिमपेरंते वरुनवरदीवपुरत्थिमद्धस्स पच्चत्थिमेणं, एत्थ णं पुक्खरोदस्स विजए नामं दारे पन्नत्ते। एवं सेसाणवि। दारंतरंमि संखेज्जाइं जोयणसयसहस्साइं अबाहाए अंतरे पन्नत्ते। पदेसा जीवा य तहेव। से केणट्ठेणं भंते! एवं वुच्चति–पुक्खरोदे समुद्दे? पुक्खरोदे समुद्दे? गोयमा! पुक्खरोदस्स णं समुद्दस्स उदगे अच्छे पत्थे जच्चे तणुए फलिहवण्णाभे पगतीए उदगरसे पन्नत्ते। सिरिधरसिरिप्पभा यत्थ दो देवा महिड्ढीया जाव पलिओवमट्ठितीया परिवसंति। से एतेणट्ठेणं जाव । पुक्खरोदे णं भंते! समुद्दे कति चंदा पभासिंसु वा पभासेंति वा पभासिस्संति वा? संखेज्जा चंदा पभासेंसु वा जाव संखेज्जा तारागणकोडाकोडीओ सोभं सोभेंसु वा सोभंति वा सोभिस्संति वा।
Sutra Meaning : સૂત્ર– ૨૮૯. પુષ્કરોદ નામક સમુદ્ર વૃત્ત – વલયાકાર સંસ્થાને રહેલ છે યાવત્‌ પુષ્કરવર દ્વીપને વીંટીને રહેલો છે. ભગવન્‌ ! પુષ્કરોદ સમુદ્રનો ચક્રવાલ વિષ્કંભ અને પરિધિ કેટલી છે ? ગૌતમ ! અસંખ્યાત લાખ યોજન ચક્રવાલ વિષ્કંભ છે અને સંખ્યાત લાખ યોજન પરિધિ કહેલી છે. ભગવન્‌ ! પુષ્કરોદ સમુદ્રને કેટલા દ્વારો છે ? ગૌતમ ! ચાર દ્વારો છે. તે પૂર્વવત્‌. યાવત્‌ પુષ્કરોદ સમુદ્રના પૂર્વી પર્યન્તમાં અને વરુણવર દ્વીપના પૂર્વાર્દ્ધના પશ્ચિમમાં પુષ્કરોદ સમુદ્રનું વિજય નામે દ્વાર છે. એ પ્રમાણે બાકીના પણ કહેવા. દ્વારોનું અંતર સંખ્યાત લાખ યોજન આબાધાથી છે. પ્રદેશો – જીવો પૂર્વવત્‌. ભગવન્‌ ! એમ કેમ કહો છો કે પુષ્કરોદ સમુદ્ર એ પુષ્કરોદ સમુદ્ર છે ? ગૌતમ ! પુષ્કરોદ સમુદ્રનું જળ સ્વચ્છ, પથ્ય, જાત્ય, તનુક, સ્ફટિકવર્ણાભા, પ્રાકૃતિક ઉદક રસથી યુક્ત છે. શ્રીધર અને શ્રીપ્રભ બે દેવો મહર્દ્ધિક યાવત્‌ પલ્યો – પમ સ્થિતિક છે, તે ત્યાં રહે છે. તે કારણથી યાવત્‌ નિત્ય છે. ભગવન્‌ ! પુષ્કરોદ સમુદ્રમાં કેટલા ચંદ્રો પ્રકાશ્યા યાવત્‌ સંખ્યાત ચંદ્ર યાવત્‌ તારાગણ કોડાકોડી શોભશે. સૂત્ર– ૨૯૦. વરુણવર દ્વીપ, જે વૃત્ત – વલયાકાર યાવત્‌ રહેલ છે. તે પુષ્કરોદ સમુદ્રને પરીવરીને રહેલ છે. પૂર્વવત્‌ સમચક્રવાલ સંસ્થિત છે. તેનો ચક્રવાલ વિષ્કંભ અને પરિધિ કેટલી છે ? ગૌતમ! તેનો ચક્રવાલ વિષ્કંભ સંખ્યાત લાખ યોજન છે અને પરિધિ પણ સંખ્યાત લાખ યોજન છે. પદ્મવર વેદિકા, વનખંડ વર્ણવવા. દ્વારાંતર, પ્રદેશ, જીવો બધું પૂર્વવત્‌. ભગવન્‌ ! વરુણદ્વીપને વરુણદ્વીપ કેમ કહે છે ? ગૌતમ! વરુણવર દ્વીપના તે – તે દેશમાં, ત્યાં – ત્યાં ઘણી નાની – નાની વાવડી યાવત્‌ બિલપંક્તિઓ છે, જે સ્વચ્છ છે. પ્રત્યેક પદ્મવર વેદિકા અને વનખંડથી પરિવેષ્ટિત છે. તથા શ્રેષ્ઠ વારુણી સમાન જળથી પરિપૂર્ણ યાવત્‌ પ્રાસાદીયાદિ છે. તે નાની – નાની વાવડી યાવત્‌ બિલપંક્તિઓમાં ઘણા ઉત્પાદ પર્વતો યાવત્‌ ખડક છે. જે બધા સ્ફટિકમય, સ્વચ્છ આદિ પૂર્વવત્‌ છે. ત્યાં વરુણ અને વરુણપ્રભ નામના બે મહર્દ્ધિક દેવ રહે છે. તેને કારણથી વરુણદ્વીપ કહે છે યાવત્‌ તે નિત્ય છે.(શાશ્વત છે.) ત્યાં ચંદ્રાદિ જ્યોતિષ્કો સંખ્યાત – સંખ્યાત કહેવા યાવત્‌ ત્યાં સંખ્યાત કોડાકોડી તારાગણ શોભે છે. સૂત્ર– ૨૯૧. વરુણોદ સમુદ્ર વૃત્ત – વલયાકાર યાવત્‌ રહેલ છે. તે સમચક્રવાલ સંસ્થિત છે આદિ પૂર્વવત્‌ કહેવું. વિષ્કંભ અને પરિધિ સંખ્યાત લાખ યોજન છે. પદ્મવરવેદિકા, વનખંડ, પ્રદેશ, જીવો સંબંધી પ્રશ્નોત્તર પૂર્વવત્‌. હે ગૌતમ ! વારુણોદ સમુદ્રનું જળ, જેમ કોઈ ચંદ્રપ્રભા, મણિશલાકા, શ્રેષ્ઠ સીધુ, શ્રેષ્ઠ વારુણી, પત્રાસવ, પુષ્પાસવ, ચોયાસવ, ફલાસવ, મધુ મેરક, જાતિપ્રસન્ના, ખર્જૂરસાર, મૃદ્વીકાસાર, કાપિશાયન, સુપક્વ ઇક્ષુ રસ, પ્રભૂત સંભાર સંચિત, પોષમાસગત ભિષજ યોગવર્ત્તી, નિરુપહત વિશિષ્ટ દત્ત કાલોપચાર, સુધોત, ઉક્કોસગમદ પ્રાપ્ત, આઠ વખત ઘૂંટીને બનાવેલી સુરા, જામ્બુફળ, કાલિવર, પ્રસન્ન નામની સુરા, આસ્વાદનીય, મનોજ્ઞ, અત્યંત રસના આસ્વાદવાળી હોવાથી હોઠને સ્પર્શી આગળ સારી જનારી, કંઈક આંખને લાલ કરનારી, એલચી વગેરે મિશ્રિત હોવાથી પીધા પછી થોડા તીખા સ્વાદવાળી, વર્ણ – ગંધ – રસ – સ્પર્શયુક્ત આવા પ્રકારે હોય છે શું ? ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. વારુણ સમુદ્રનું જળ આનાથી ઇષ્ટતર કાંતતર, પ્રિયતર, મનોજ્ઞતાર અને મનને સંતુષ્ટ કરનારું જળ, છે. તે કારણથી એમ કહે છે – વરુણોદ સમુદ્ર છે. ત્યાં વારુણી અને વારુણકાંત મહર્દ્ધિક દેવ યાવત્‌ વસે છે. યાવત્‌ આ નામ નિત્ય છે. વરુણોદ સમુદ્રમાં સંખ્યાત ચંદ્ર સૂર્ય આદિ સંખ્યાત જ્યોતિષ્ક દેવો છે. સૂત્ર સંદર્ભ– ૨૮૯–૨૯૧
Mool Sutra Transliteration : [sutra] pukkharavarannam divam pukkharode namam samudde vatte valayagarasamthanasamthite savvato samamta samparikkhittanam chitthati. Pukkharode nam bhamte! Samudde kim samachakkavalasamthite? Visamachakkavalasamthite? Goyama! Samachakkavalasamthite, no visamachakkavalasamthite. Pukkharode nam bhamte! Samudde kevatiyam chakkavalavikkhambhenam? Kevatiyam parikkhevenam pannatte? Goyama! Samkhejjaim joyanasayasahassaim chakkavalavikkhambhenam, samkhejjaim joyanasayasahassaim parikkhevenam pannatte. Se nam egae paumavaravediyae, egenam vanasamdenam savvao samamta samparikkhitte, donhavi vannao. Pukkharodassa nam samuddassa kati dara pannatta? Goyama! Chattari dara pannatta, taheva savvam pukkharodasamuddapuratthimaperamte varunavaradivapuratthimaddhassa pachchatthimenam, ettha nam pukkharodassa vijae namam dare pannatte. Evam sesanavi. Daramtarammi samkhejjaim joyanasayasahassaim abahae amtare pannatte. Padesa jiva ya taheva. Se kenatthenam bhamte! Evam vuchchati–pukkharode samudde? Pukkharode samudde? Goyama! Pukkharodassa nam samuddassa udage achchhe patthe jachche tanue phalihavannabhe pagatie udagarase pannatte. Siridharasirippabha yattha do deva mahiddhiya java paliovamatthitiya parivasamti. Se etenatthenam java. Pukkharode nam bhamte! Samudde kati chamda pabhasimsu va pabhasemti va pabhasissamti va? Samkhejja chamda pabhasemsu va java samkhejja taraganakodakodio sobham sobhemsu va sobhamti va sobhissamti va.
Sutra Meaning Transliteration : Sutra– 289. Pushkaroda namaka samudra vritta – valayakara samsthane rahela chhe yavat pushkaravara dvipane vimtine rahelo chhe. Bhagavan ! Pushkaroda samudrano chakravala vishkambha ane paridhi ketali chhe\? Gautama ! Asamkhyata lakha yojana chakravala vishkambha chhe ane samkhyata lakha yojana paridhi kaheli chhe. Bhagavan ! Pushkaroda samudrane ketala dvaro chhe\? Gautama ! Chara dvaro chhe. Te purvavat. Yavat pushkaroda samudrana purvi paryantamam ane varunavara dvipana purvarddhana pashchimamam pushkaroda samudranum vijaya name dvara chhe. E pramane bakina pana kaheva. Dvaronum amtara samkhyata lakha yojana abadhathi chhe. Pradesho – jivo purvavat. Bhagavan ! Ema kema kaho chho ke pushkaroda samudra e pushkaroda samudra chhe\? Gautama ! Pushkaroda samudranum jala svachchha, pathya, jatya, tanuka, sphatikavarnabha, prakritika udaka rasathi yukta chhe. Shridhara ane shriprabha be devo maharddhika yavat palyo – pama sthitika chhe, te tyam rahe chhe. Te karanathi yavat nitya chhe. Bhagavan ! Pushkaroda samudramam ketala chamdro prakashya yavat samkhyata chamdra yavat taragana kodakodi shobhashe. Sutra– 290. Varunavara dvipa, je vritta – valayakara yavat rahela chhe. Te pushkaroda samudrane parivarine rahela chhe. Purvavat samachakravala samsthita chhe. Teno chakravala vishkambha ane paridhi ketali chhe\? Gautama! Teno chakravala vishkambha samkhyata lakha yojana chhe ane paridhi pana samkhyata lakha yojana chhe. Padmavara vedika, vanakhamda varnavava. Dvaramtara, pradesha, jivo badhum purvavat. Bhagavan ! Varunadvipane varunadvipa kema kahe chhe\? Gautama! Varunavara dvipana te – te deshamam, tyam – tyam ghani nani – nani vavadi yavat bilapamktio chhe, je svachchha chhe. Pratyeka padmavara vedika ane vanakhamdathi pariveshtita chhe. Tatha shreshtha varuni samana jalathi paripurna yavat prasadiyadi chhe. Te nani – nani vavadi yavat bilapamktiomam ghana utpada parvato yavat khadaka chhe. Je badha sphatikamaya, svachchha adi purvavat chhe. Tyam varuna ane varunaprabha namana be maharddhika deva rahe chhe. Tene karanathi varunadvipa kahe chhe yavat te nitya chhe.(shashvata chhe.) Tyam chamdradi jyotishko samkhyata – samkhyata kaheva yavat tyam samkhyata kodakodi taragana shobhe chhe. Sutra– 291. Varunoda samudra vritta – valayakara yavat rahela chhe. Te samachakravala samsthita chhe adi purvavat kahevum. Vishkambha ane paridhi samkhyata lakha yojana chhe. Padmavaravedika, vanakhamda, pradesha, jivo sambamdhi prashnottara purvavat. He gautama ! Varunoda samudranum jala, jema koi chamdraprabha, manishalaka, shreshtha sidhu, shreshtha varuni, patrasava, pushpasava, choyasava, phalasava, madhu meraka, jatiprasanna, kharjurasara, mridvikasara, kapishayana, supakva ikshu rasa, prabhuta sambhara samchita, poshamasagata bhishaja yogavartti, nirupahata vishishta datta kalopachara, sudhota, ukkosagamada prapta, atha vakhata ghumtine banaveli sura, jambuphala, kalivara, prasanna namani sura, asvadaniya, manojnya, atyamta rasana asvadavali hovathi hothane sparshi agala sari janari, kamika amkhane lala karanari, elachi vagere mishrita hovathi pidha pachhi thoda tikha svadavali, varna – gamdha – rasa – sparshayukta ava prakare hoya chhe shum\? Gautama ! A artha samartha nathi. Varuna samudranum jala anathi ishtatara kamtatara, priyatara, manojnyatara ane manane samtushta karanarum jala, chhe. Te karanathi ema kahe chhe – varunoda samudra chhe. Tyam varuni ane varunakamta maharddhika deva yavat vase chhe. Yavat a nama nitya chhe. Varunoda samudramam samkhyata chamdra surya adi samkhyata jyotishka devo chhe. Sutra samdarbha– 289–291