Sutra Navigation: Jivajivabhigam ( જીવાભિગમ ઉપાંગ સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1106022 | ||
Scripture Name( English ): | Jivajivabhigam | Translated Scripture Name : | જીવાભિગમ ઉપાંગ સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
चतुर्विध जीव प्रतिपत्ति |
Translated Chapter : |
ચતુર્વિધ જીવ પ્રતિપત્તિ |
Section : | चंद्र सूर्य अने तेना द्वीप | Translated Section : | ચંદ્ર સૂર્ય અને તેના દ્વીપ |
Sutra Number : | 222 | Category : | Upang-03 |
Gatha or Sutra : | Sutra | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [सूत्र] लवणे णं भंते! समुद्दे किंसंठिए पन्नत्ते? गोयमा! गोतित्थसंठिते नावासंठिते सिप्पिसंपुडसंठिते अस्सखंधसंठिते वलभिसंठिते वट्टे वलयागारसंठिते पन्नत्ते। लवणे णं भंते! समुद्दे केवतियं चक्कवालविक्खंभेणं? केवतियं परिक्खेवेणं? केवतियं उव्वेहेणं? केवतियं उस्से हेणं? केवतियं सव्वग्गेणं पन्नत्ते? गोयमा! लवणे णं समुद्दे दो जोयणसय-सहस्साइं चक्कवालविक्खंभेणं, पन्नरस जोयणसतसहस्सं उव्वेधेणं, सोलस जोयणसहस्साइं उस्से-हेणं, सत्तरस जोयणसहस्साइं सव्वग्गेणं पन्नत्ते। | ||
Sutra Meaning : | સૂત્ર– ૨૨૨. ભગવન્ ! લવણસમુદ્રનું સંસ્થાન કેવું છે ? ગૌતમ ! ગોતીર્થ આકાર, નાવના આકારે, સીપ સંપુટ આકારે, અશ્વસ્કંધ આકારે, વલભી આકારે, વૃત્ત – વલયાકાર સંસ્થિત કહેલ છે. ભગવન્ ! લવણસમુદ્રના ચક્રવાલ વિષ્કંભ કેટલો છે ? પરિધિ કેટલી છે ? ઉદ્વેધ કેટલો છે ? ઉત્સેધ કેટલો છે ? સમગ્રથી કેટલો છે ? ગૌતમ ! લવણ સમુદ્રનો ચક્રવાલ વિષ્કંભ બે લાખ યોજન, પરિધિ ૧૫,૮૧,૧૩૯ યોજનથી કંઈક ન્યૂન, ઊંડાઈ ૧૦૦૦ યોજન, ઉત્સેધ ૧૬,૦૦૦ યોજન, સમગ્રરૂપથી ૧૭,૦૦૦ યોજન પ્રમાણ છે. સૂત્ર– ૨૨૩. ભગવન્ ! જો લવણસમુદ્રનો ચક્રવાલ વિષ્કંભ બે લાખ યોજન છે, પરિધિ – ૧૫,૮૧,૧૩૯ યોજન કંઈક ન્યૂનાદિ છે તો ભગવન્ ! તે લવણસમુદ્ર જંબૂદ્વીપને જળથી આપ્લાવિત કેમ કરતો નથી ? પ્રબળતાથી ઉત્પીડિત કેમ નથી કરતો ? અને તેને જળમગ્ન કેમ નથી કરતો ? ગૌતમ ! જંબૂદ્વીપ દ્વીપમાં ભરત, ઐરવત ક્ષેત્રોમાં અરિહંત, ચક્રવર્તી, બલદેવ, વાસુદેવ, ચારણ, વિદ્યાધર, શ્રમણ, શ્રમણી, શ્રાવક, શ્રાવિકાઓ છે. ત્યાંના મનુષ્યો પ્રકૃતિથી ભદ્ર, પ્રકૃતિવિનીત, પ્રકૃતિ ઉપશાંત, પ્રકૃતિથી પ્રતનુ ક્રોધ – માન – માયા – લોભવાળા, મૃદુ – માર્દવ સંપન્ન, આલીન, ભદ્રક, વિનીત છે. તેમના પ્રભાવથી લવણસમુદ્ર જંબૂદ્વીપ – દ્વીપને જળ આપ્લાવિત, ઉત્પીડિત અને જળમગ્ન કરતો નથી. ગંગા – સિંધુ – રક્તા – રક્તવતી નદીઓમાં મહર્દ્ધિક યાવત્ પલ્યોપમ સ્થિતિવાળી દેવીઓ રહે છે. તેમના પ્રભાવથી લવણસમુદ્ર જંબૂદ્વીપને યાવત્ જળમગ્ન કરતો નથી. ચુલ્લહિમવંત અને શિખરી વર્ષધર પર્વતોમાં રહેતા મહર્દ્ધિક દેવના પ્રભાવથી, હૈમવત – ઐરણ્યવત્ વર્ષક્ષેત્રોમાં મનુષ્યો પ્રકૃતિભદ્રક આદિ છે તેમના પ્રભાવથી. રોહીતાંશા, સુવર્ણકૂલા અને રૂપ્યકૂલા નદીઓમાં રહેતી મહર્દ્ધિક દેવીઓના પ્રભાવથી. શબ્દાપાતી, વિકટાપાતી, વૃત્તવૈતાઢ્ય પર્વતોના મહર્દ્ધિક દેવોના પ્રભાવથી. મહાહિમવંત, રુક્મિ વર્ષધર પર્વતોના મહર્દ્ધિક દેવોના પ્રભાવથી. હરિવર્ષ અને રમ્યક્વર્ષ ક્ષેત્રોમાં મનુષ્યો પ્રકૃતિથી ભદ્રક છે, ગંધાપાતી – માલ્યવંતપર્યાય વૃત્તવૈતાઢ્ય પર્વતોમાં રહેતા મહર્દ્ધિક દેવોમાં, નિષધ – નીલવંત – વર્ષધર પર્વતોમાં મહર્દ્ધિક દેવો છે, આ પ્રમાણે બધા દ્રહોની દેવીઓ કહેવી. પદ્મદ્રહ, તિગિંછદ્રહ, કેસરીદ્રહ આદિમાં રહેતા મહર્દ્ધિક દેવોના પ્રભાવથી તથા પૂર્વ – પશ્ચિમ વિદેહ વર્ષક્ષેત્રમાં અરહંત, ચક્રવર્તી, બલદેવ, વાસુદેવ, ચારણ, વિદ્યાધર, શ્રમણ, શ્રમણી, શ્રાવક, શ્રાવિકા, પ્રકૃતિ – ભદ્રક મનુષ્યના પ્રભાવથી. શીતા – શીતોદાના જળમાં મહર્દ્ધિક દેવતા, દેવકુરુ – ઉત્તરકુરુના પ્રકૃતિભદ્રક મનુષ્યો, મેરુપર્વતે મહર્દ્ધિક દેવ, જંબૂ – સુદર્શનામાં જંબૂદ્વીપાધિપતિ અનાદૃત નામે મહર્દ્ધિક યાવત્ પલ્યોપમસ્થિતિક દેવ વસે છે. તેના પ્રભાવથી લવણસમુદ્ર જંબૂદ્વીપને જળથી આપ્લાવિત, ઉત્પીડિત અને જળમગ્ન કરતો નથી. અથવા હે ગૌતમ ! લોકસ્થિતિ, લોકાનુભાવ છે કે લવણસમુદ્ર જંબૂદ્વીપને આપ્લાવિત, ઉત્પીડિત, જળમગ્ન ન કરે. સૂત્ર સંદર્ભ– ૨૨૨, ૨૨૩ | ||
Mool Sutra Transliteration : | [sutra] lavane nam bhamte! Samudde kimsamthie pannatte? Goyama! Gotitthasamthite navasamthite sippisampudasamthite assakhamdhasamthite valabhisamthite vatte valayagarasamthite pannatte. Lavane nam bhamte! Samudde kevatiyam chakkavalavikkhambhenam? Kevatiyam parikkhevenam? Kevatiyam uvvehenam? Kevatiyam usse henam? Kevatiyam savvaggenam pannatte? Goyama! Lavane nam samudde do joyanasaya-sahassaim chakkavalavikkhambhenam, pannarasa joyanasatasahassam uvvedhenam, solasa joyanasahassaim usse-henam, sattarasa joyanasahassaim savvaggenam pannatte. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 222. Bhagavan ! Lavanasamudranum samsthana kevum chhe\? Gautama ! Gotirtha akara, navana akare, sipa samputa akare, ashvaskamdha akare, valabhi akare, vritta – valayakara samsthita kahela chhe. Bhagavan ! Lavanasamudrana chakravala vishkambha ketalo chhe\? Paridhi ketali chhe\? Udvedha ketalo chhe\? Utsedha ketalo chhe\? Samagrathi ketalo chhe\? Gautama ! Lavana samudrano chakravala vishkambha be lakha yojana, paridhi 15,81,139 yojanathi kamika nyuna, umdai 1000 yojana, utsedha 16,000 yojana, samagrarupathi 17,000 yojana pramana chhe. Sutra– 223. Bhagavan ! Jo lavanasamudrano chakravala vishkambha be lakha yojana chhe, paridhi – 15,81,139 yojana kamika nyunadi chhe to bhagavan ! Te lavanasamudra jambudvipane jalathi aplavita kema karato nathi\? Prabalatathi utpidita kema nathi karato\? Ane tene jalamagna kema nathi karato\? Gautama ! Jambudvipa dvipamam bharata, airavata kshetromam arihamta, chakravarti, baladeva, vasudeva, charana, vidyadhara, shramana, shramani, shravaka, shravikao chhe. Tyamna manushyo prakritithi bhadra, prakritivinita, prakriti upashamta, prakritithi pratanu krodha – mana – maya – lobhavala, mridu – mardava sampanna, alina, bhadraka, vinita chhe. Temana prabhavathi lavanasamudra jambudvipa – dvipane jala aplavita, utpidita ane jalamagna karato nathi. Gamga – simdhu – rakta – raktavati nadiomam maharddhika yavat palyopama sthitivali devio rahe chhe. Temana prabhavathi lavanasamudra jambudvipane yavat jalamagna karato nathi. Chullahimavamta ane shikhari varshadhara parvatomam raheta maharddhika devana prabhavathi, haimavata – airanyavat varshakshetromam manushyo prakritibhadraka adi chhe temana prabhavathi. Rohitamsha, suvarnakula ane rupyakula nadiomam raheti maharddhika deviona prabhavathi. Shabdapati, vikatapati, vrittavaitadhya parvatona maharddhika devona prabhavathi. Mahahimavamta, rukmi varshadhara parvatona maharddhika devona prabhavathi. Harivarsha ane ramyakvarsha kshetromam manushyo prakritithi bhadraka chhe, gamdhapati – malyavamtaparyaya vrittavaitadhya parvatomam raheta maharddhika devomam, nishadha – nilavamta – varshadhara parvatomam maharddhika devo chhe, a pramane badha drahoni devio kahevi. Padmadraha, tigimchhadraha, kesaridraha adimam raheta maharddhika devona prabhavathi tatha purva – pashchima videha varshakshetramam arahamta, chakravarti, baladeva, vasudeva, charana, vidyadhara, shramana, shramani, shravaka, shravika, prakriti – bhadraka manushyana prabhavathi. Shita – shitodana jalamam maharddhika devata, devakuru – uttarakuruna prakritibhadraka manushyo, meruparvate maharddhika deva, jambu – sudarshanamam jambudvipadhipati anadrita name maharddhika yavat palyopamasthitika deva vase chhe. Tena prabhavathi lavanasamudra jambudvipane jalathi aplavita, utpidita ane jalamagna karato nathi. Athava he gautama ! Lokasthiti, lokanubhava chhe ke lavanasamudra jambudvipane aplavita, utpidita, jalamagna na kare. Sutra samdarbha– 222, 223 |