Sutra Navigation: Jivajivabhigam ( જીવાભિગમ ઉપાંગ સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1105900 | ||
Scripture Name( English ): | Jivajivabhigam | Translated Scripture Name : | જીવાભિગમ ઉપાંગ સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
चतुर्विध जीव प्रतिपत्ति |
Translated Chapter : |
ચતુર્વિધ જીવ પ્રતિપત્તિ |
Section : | नैरयिक उद्देशक-२ | Translated Section : | નૈરયિક ઉદ્દેશક-૨ |
Sutra Number : | 100 | Category : | Upang-03 |
Gatha or Sutra : | Sutra | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [सूत्र] इमीसे णं भंते! रयणप्पभाए पुढवीए नेरइया कतोहिंतो उववज्जंति–किं असन्नीहिंतो उववज्जंति? सरीसिवेहिंतो उववज्जंति? पक्खीहिंतो उववज्जंति? चउप्पएहिंतो उववज्जंति? उरगेहिंतो उवव-ज्जंति? इत्थियाहिंतो उववज्जंति? मच्छमनुएहिंतो उववज्जंति? गोयमा! असन्नीहिंतो उववज्जंति जाव मच्छमनुएहिंतो वि उववज्जंति। एवं एतेणं अभिलावेणं इमा गाथा घोसेयव्वा– | ||
Sutra Meaning : | સૂત્ર– ૧૦૦. ભગવન્ ! આ રત્નપ્રભા પૃથ્વી નૈરયિકો ક્યાંથી આવીને ઉપજે છે ? અસંજ્ઞીથી ? સરિસૃપોથી ? પક્ષીથી ? ચતુષ્પદથી ? ઉરગથી ? સ્ત્રીઓથી ? મત્સ્ય અને મનુષ્યોથી આવીને ઉપજે છે ? ગૌતમ! અસંજ્ઞીથી યાવત્ મત્સ્ય – મનુષ્યોથી આવીને ઉપજે છે. સૂત્ર– ૧૦૧. અસંજ્ઞી પહેલીનરક સુધી, સરિસર્પ બીજી સુધી, પક્ષી ત્રીજી સુધી, સિંહ ચોથી, ઉરગો પાંચમી સુધી. સૂત્ર– ૧૦૨. સ્ત્રીઓ છઠ્ઠી સુધી, મત્સ્ય અને મનુષ્ય સાતમી સુધી ઉપજે છે. યાવત્ અધઃસપ્તમી પૃથ્વી નૈરયિક અસંજ્ઞીથી આવીને ન ઉપજે, યાવત્ સ્ત્રીઓથી આવીને ન ઉપજે. મત્સ્ય – મનુષ્યોથી આવીને ઉપજે છે. ભગવન્ ! આ રત્નપ્રભા પૃથ્વી નૈરયિક એક સમયમાં કેટલા આવીને ઉપજે છે ? ગૌતમ ! જઘન્યથી એક – બે કે ત્રણ, ઉત્કૃષ્ટ સંખ્યાત કે અસંખ્યાત નારકીઓ પણ ઉપજે છે. એ રીતે યાવત્ અધઃસપ્તમી નારકી સુધી કહેવું. ભગવન્ ! આ રત્નપ્રભાપૃથ્વીના નૈરયિક સમયે સમયે અપહાર કરાતા કેટલા કાળે ખાલી થાય ? ગૌતમ ! તે અસંખ્યાત છે. સમયે – સમયે અપહાર કરાતા અસંખ્યાત ઉત્સર્પિણી – અવસર્પિણી વીત્યા પછી પણ ખાલી ન થાય. અધઃ સપ્તમી સુધી આ પ્રમાણે કહેવું. ભગવન્ ! આ રત્નપ્રભા પૃથ્વીના નૈરયિકોની કેટલી મોટી શરીરાવગાહના છે ? ગૌતમ ! શરીરાવગાહના બે પ્રકારે છે – ભવધારણીય અને ઉત્તરવૈક્રિય. તેમાં જે ભવધારણીયા છે, તે જઘન્યથી અંગુલનો અસંખ્યાત ભાગ, ઉત્કૃષ્ટ થી સાત ધનુષ – ત્રણ હાથ અને છ આંગળ છે. ઉત્તર વૈક્રિય અવગાહના જઘન્યથી અંગુલનો સંખ્યાતમો ભાગ, ઉત્કૃષ્ટ થી ૧૫ ધનુષ અને ૨|| હાથ છે. બીજી શર્કરાપ્રભામાં નારકોની ભવધારણીય અવગાહના જઘન્યથી અંગુલનો અસંખ્યાત ભાગ અને ઉત્કૃષ્ટથી ૧૫ – ધનુષ અને ૨|| હાથ છે. ઉત્તરવૈક્રિયા જઘન્ય અંગુલનો સંખ્યાત ભાગ, ઉત્કૃષ્ટથી ૩૧ – ધનુષ એક હાથ છે. ત્રીજીમાં ભવધારણીય ૩૧ – ધનુષ અને ૧ – હાથ. ઉત્તરવૈક્રિય ૬૨ – ધનુષ અને બે હાથ છે. ચોથીમાં ભવધારણીય ૬૨ ધનુષ અને બે હાથ, ઉત્તરવૈક્રિય – ૧૨૫ ધનુષ છે. પાંચમીમાં ભવધારણીય ૧૨૫ ધનુષ, ઉત્તરવૈક્રિય – ૨૫૦ ધનુષ છે. છઠ્ઠીમાં ભવધારણીય ૨૫૦ ધનુષ, ઉત્તરવૈક્રિય – ૫૦૦ ધનુષ છે. સાતમીમાં ભવધારણીય અવગાહના – ૫૦૦ ધનુષ અને ઉત્તરવૈક્રિય – ૧૦૦૦ ધનુષ છે. સૂત્ર સંદર્ભ– ૧૦૦–૧૦૨ | ||
Mool Sutra Transliteration : | [sutra] imise nam bhamte! Rayanappabhae pudhavie neraiya katohimto uvavajjamti–kim asannihimto uvavajjamti? Sarisivehimto uvavajjamti? Pakkhihimto uvavajjamti? Chauppaehimto uvavajjamti? Uragehimto uvava-jjamti? Itthiyahimto uvavajjamti? Machchhamanuehimto uvavajjamti? Goyama! Asannihimto uvavajjamti java machchhamanuehimto vi uvavajjamti. Evam etenam abhilavenam ima gatha ghoseyavva– | ||
Sutra Meaning Transliteration : | Sutra– 100. Bhagavan ! A ratnaprabha prithvi nairayiko kyamthi avine upaje chhe\? Asamjnyithi\? Sarisripothi\? Pakshithi\? Chatushpadathi\? Uragathi\? Striothi\? Matsya ane manushyothi avine upaje chhe\? Gautama! Asamjnyithi yavat matsya – manushyothi avine upaje chhe. Sutra– 101. Asamjnyi pahelinaraka sudhi, sarisarpa biji sudhi, pakshi triji sudhi, simha chothi, urago pamchami sudhi. Sutra– 102. Strio chhaththi sudhi, matsya ane manushya satami sudhi upaje chhe. Yavat adhahsaptami prithvi nairayika asamjnyithi avine na upaje, yavat striothi avine na upaje. Matsya – manushyothi avine upaje chhe. Bhagavan ! A ratnaprabha prithvi nairayika eka samayamam ketala avine upaje chhe\? Gautama ! Jaghanyathi eka – be ke trana, utkrishta samkhyata ke asamkhyata narakio pana upaje chhe. E rite yavat adhahsaptami naraki sudhi kahevum. Bhagavan ! A ratnaprabhaprithvina nairayika samaye samaye apahara karata ketala kale khali thaya\? Gautama ! Te asamkhyata chhe. Samaye – samaye apahara karata asamkhyata utsarpini – avasarpini vitya pachhi pana khali na thaya. Adhah saptami sudhi a pramane kahevum. Bhagavan ! A ratnaprabha prithvina nairayikoni ketali moti shariravagahana chhe\? Gautama ! Shariravagahana be prakare chhe – bhavadharaniya ane uttaravaikriya. Temam je bhavadharaniya chhe, te jaghanyathi amgulano asamkhyata bhaga, utkrishta thi sata dhanusha – trana hatha ane chha amgala chhe. Uttara vaikriya avagahana jaghanyathi amgulano samkhyatamo bhaga, utkrishta thi 15 dhanusha ane 2|| hatha chhe. Biji sharkaraprabhamam narakoni bhavadharaniya avagahana jaghanyathi amgulano asamkhyata bhaga ane utkrishtathi 15 – dhanusha ane 2|| hatha chhe. Uttaravaikriya jaghanya amgulano samkhyata bhaga, utkrishtathi 31 – dhanusha eka hatha chhe. Trijimam bhavadharaniya 31 – dhanusha ane 1 – hatha. Uttaravaikriya 62 – dhanusha ane be hatha chhe. Chothimam bhavadharaniya 62 dhanusha ane be hatha, uttaravaikriya – 125 dhanusha chhe. Pamchamimam bhavadharaniya 125 dhanusha, uttaravaikriya – 250 dhanusha chhe. Chhaththimam bhavadharaniya 250 dhanusha, uttaravaikriya – 500 dhanusha chhe. Satamimam bhavadharaniya avagahana – 500 dhanusha ane uttaravaikriya – 1000 dhanusha chhe. Sutra samdarbha– 100–102 |