Sutra Navigation: Jivajivabhigam ( જીવાભિગમ ઉપાંગ સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1105852 | ||
Scripture Name( English ): | Jivajivabhigam | Translated Scripture Name : | જીવાભિગમ ઉપાંગ સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
त्रिविध जीव प्रतिपत्ति |
Translated Chapter : |
ત્રિવિધ જીવ પ્રતિપત્તિ |
Section : | Translated Section : | ||
Sutra Number : | 52 | Category : | Upang-03 |
Gatha or Sutra : | Sutra | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [सूत्र] तत्थ जेते एवमाहंसु तिविहा संसारसमावन्नगा जीवा पन्नत्ता ते एवमाहंसु, तं जहा–इत्थी पुरिसा नपुंसगा। | ||
Sutra Meaning : | સૂત્ર– ૫૨. તેમાં જે એવું કહે છે કે સંસાર સમાપન્નક જીવો ત્રણ ભેદે છે, તેઓ એમ કહે છે કે તે – સ્ત્રી, પુરુષ, નપુંસક છે. સૂત્ર– ૫૩. ભગવન્ ! તે સ્ત્રીઓ કેટલા ભેદે છે ? ત્રણ ભેદે – તિર્યંચ સ્ત્રી, માનુષી સ્ત્રી અને દેવસ્ત્રી. ભગવન્ ! તે તિર્યંચયોનિક સ્ત્રી કેટલા ભેદે છે ? ત્રણ ભેદે – જલચરી, સ્થલચરી, ખેચરી. ભગવન્ ! તે જલચરી કેટલી છે ? પાંચ ભેદે છે – માછલી યાવત્ સુંસુમારી. ભગવન્ ! તે સ્થલચરી કેટલી છે ? બે ભેદે – ચતુષ્પદી અને પરીસર્પી. ભગવન્ ! તે ચતુષ્પદી કેટલી છે ? ચાર ભેદે – એકખુરી યાવત્ સનખપદી. ભગવન્ ! તે પરીસર્પી કેટલી છે ? બે ભેદે – ઉરઃપરિસર્પી અને ભુજગપરિસર્પી. ભગવન્ ! તે ઉરઃપરિસર્પી કેટલી છે ? ત્રણ ભેદે – સાપણ, અજગરી, મહોરગી. ભગવન્ ! તે ભુજગપરિસર્પી સ્ત્રી કેટલા ભેદે છે ? ગૌતમ ! તે અનેક ભેદે છે – ગોધી, નકુલી, સેધા, સલ્લી, સરડી, સસલી, સેરંધી, સારા, ખારા, પાંચલૌકિકા, ચતુષ્પદિકા, મૂષિકા, મુગુસિકા, ઘરોલિકા, ગોલ્હિકા, યોધિકા, છીરબિરાલિકા. આ રીતે ભુજગપરિસર્પી સ્ત્રીઓ કહી છે. ભગવન્ ! તે ખેચરી કેટલી છે ? ગૌતમ ! ખેચરી ચાર ભેદે કહી છે – ચર્મપક્ષિણી યાવત્ વિતત પક્ષિણી. તે આ ખેચરી સ્ત્રીઓ કહી. તે આ તિર્યંચયોનિકી સ્ત્રીઓ કહી. ભગવન્ ! તે માનુષી સ્ત્રી કેટલી છે ? ગૌતમ ! માનુષી સ્ત્રી ત્રણ ભેદે કહી છે. કર્મભૂમિજા, અકર્મભૂમિજાઅને અંતર્દ્વીપિકા. ભગવન્ ! તે અંતર્દ્વીપિકા સ્ત્રી કેટલી છે ? અંતર્દ્વીપિકા સ્ત્રી અઠ્ઠાવીસ ભેદે છે – એકોરૂપદ્વીપજા, આભાષિકા યાવત્ શુદ્ધદંતદ્વીપજા. તે આ અંતર્દ્વીપજા સ્ત્રીઓ કહી. ભગવન્ ! તે અકર્મભૂમિજા સ્ત્રી કેટલી છે ? ગૌતમ ! અકર્મભૂમિજા સ્ત્રી ત્રીસ ભેદે કહી છે – પાંચ હૈમવત, પાંચ ઐરણ્યવત, પાંચ હરિવંશ, પાંચ રમ્યગ્વાસ, પાંચ દેવકુરુ, પાંચ ઉત્તરકુરુ. એ ત્રીશમાં ઉત્પન્ન થયેલી સ્ત્રીઓ. તે અકર્મભૂમિજા સ્ત્રીઓ કહી. ભગવન્ ! તે કર્મભૂમિજા કેટલી છે ? ગૌતમ ! કર્મભૂમિજા સ્ત્રીઓ પંદર ભેદે કહી – પાંચ ભરત, પાંચ ઐરવત, પાંચ મહાવિદેહમાં ઉત્પન્ન. તે કર્મભૂમિજા કહી, તે માનુષી સ્ત્રી કહી. ભગવન્ ! તે દેવસ્ત્રીઓ શું છે ? ગૌતમ ! દેવસ્ત્રીઓ ચાર ભેદે કહી છે – ભવનવાસી, વ્યંતર, જ્યોતિષ્ક, વૈમાનિકની દેવી સ્ત્રીઓ. ભગવન્ ! તે ભવનવાસી દેવ સ્ત્રી કેટલી છે ? ગૌતમ ! ભવનવાસી દેવ સ્ત્રી દશ ભેદે છે – અસુરકુમાર યાવત્ સ્તનિતકુમાર ભવનવાસી દેવી – સ્ત્રીઓ છે. ભગવન્ ! તે વ્યંતરદેવી સ્ત્રી કેટલી છે ? ગૌતમ ! વ્યંતરદેવી સ્ત્રી આઠ ભેદે કહી છે – પિશાચ વ્યંતર દેવી સ્ત્રીઓ યાવત્ ગંધર્વ વ્યંતર દેવ સ્ત્રી. તે વ્યંતરદેવી સ્ત્રીઓ કહી. ભગવન્ ! તે જ્યોતિષ્ક દેવી સ્ત્રી કેટલી છે ? ગૌતમ ! જ્યોતિષ્ક દેવી સ્ત્રી પાંચ ભેદે કહી છે – ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર, તારા, વિમાન જ્યોતિષ્ક દેવી સ્ત્રીઓ. ભગવન્ ! તે વૈમાનિક દેવી સ્ત્રીઓ કેટલી છે ? ગૌતમ ! વૈમાનિક દેવી સ્ત્રીઓ બે ભેદે કહી છે – સૌધર્મ અને ઈશાન કલ્પ વૈમાનિક દેવી સ્ત્રીઓ. તે આ વૈમાનિક સ્ત્રીઓનું કથન કર્યું. સૂત્ર સંદર્ભ– ૫૨, ૫૩ | ||
Mool Sutra Transliteration : | [sutra] tattha jete evamahamsu tiviha samsarasamavannaga jiva pannatta te evamahamsu, tam jaha–itthi purisa napumsaga. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 52. Temam je evum kahe chhe ke samsara samapannaka jivo trana bhede chhe, teo ema kahe chhe ke te – stri, purusha, napumsaka chhe. Sutra– 53. Bhagavan ! Te strio ketala bhede chhe\? Trana bhede – tiryamcha stri, manushi stri ane devastri. Bhagavan ! Te tiryamchayonika stri ketala bhede chhe\? Trana bhede – jalachari, sthalachari, khechari. Bhagavan ! Te jalachari ketali chhe\? Pamcha bhede chhe – machhali yavat sumsumari. Bhagavan ! Te sthalachari ketali chhe\? Be bhede – chatushpadi ane parisarpi. Bhagavan ! Te chatushpadi ketali chhe\? Chara bhede – ekakhuri yavat sanakhapadi. Bhagavan ! Te parisarpi ketali chhe\? Be bhede – urahparisarpi ane bhujagaparisarpi. Bhagavan ! Te urahparisarpi ketali chhe\? Trana bhede – sapana, ajagari, mahoragi. Bhagavan ! Te bhujagaparisarpi stri ketala bhede chhe\? Gautama ! Te aneka bhede chhe – godhi, nakuli, sedha, salli, saradi, sasali, seramdhi, sara, khara, pamchalaukika, chatushpadika, mushika, mugusika, gharolika, golhika, yodhika, chhirabiralika. A rite bhujagaparisarpi strio kahi chhe. Bhagavan ! Te khechari ketali chhe\? Gautama ! Khechari chara bhede kahi chhe – charmapakshini yavat vitata pakshini. Te a khechari strio kahi. Te a tiryamchayoniki strio kahi. Bhagavan ! Te manushi stri ketali chhe\? Gautama ! Manushi stri trana bhede kahi chhe. Karmabhumija, akarmabhumijaane amtardvipika. Bhagavan ! Te amtardvipika stri ketali chhe\? Amtardvipika stri aththavisa bhede chhe – ekorupadvipaja, abhashika yavat shuddhadamtadvipaja. Te a amtardvipaja strio kahi. Bhagavan ! Te akarmabhumija stri ketali chhe\? Gautama ! Akarmabhumija stri trisa bhede kahi chhe – pamcha haimavata, pamcha airanyavata, pamcha harivamsha, pamcha ramyagvasa, pamcha devakuru, pamcha uttarakuru. E trishamam utpanna thayeli strio. Te akarmabhumija strio kahi. Bhagavan ! Te karmabhumija ketali chhe\? Gautama ! Karmabhumija strio pamdara bhede kahi – pamcha bharata, pamcha airavata, pamcha mahavidehamam utpanna. Te karmabhumija kahi, te manushi stri kahi. Bhagavan ! Te devastrio shum chhe\? Gautama ! Devastrio chara bhede kahi chhe – bhavanavasi, vyamtara, jyotishka, vaimanikani devi strio. Bhagavan ! Te bhavanavasi deva stri ketali chhe\? Gautama ! Bhavanavasi deva stri dasha bhede chhe – asurakumara yavat stanitakumara bhavanavasi devi – strio chhe. Bhagavan ! Te vyamtaradevi stri ketali chhe\? Gautama ! Vyamtaradevi stri atha bhede kahi chhe – pishacha vyamtara devi strio yavat gamdharva vyamtara deva stri. Te vyamtaradevi strio kahi. Bhagavan ! Te jyotishka devi stri ketali chhe\? Gautama ! Jyotishka devi stri pamcha bhede kahi chhe – chamdra, surya, graha, nakshatra, tara, vimana jyotishka devi strio. Bhagavan ! Te vaimanika devi strio ketali chhe\? Gautama ! Vaimanika devi strio be bhede kahi chhe – saudharma ane ishana kalpa vaimanika devi strio. Te a vaimanika strionum kathana karyum. Sutra samdarbha– 52, 53 |