Sutra Navigation: Prashnavyakaran ( પ્રશ્નવ્યાપકરણાંગ સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1105432 | ||
Scripture Name( English ): | Prashnavyakaran | Translated Scripture Name : | પ્રશ્નવ્યાપકરણાંગ સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
संवर द्वार श्रुतस्कंध-२ अध्ययन-१ अहिंसा |
Translated Chapter : |
સંવર દ્વાર શ્રુતસ્કંધ-૨ અધ્યયન-૧ અહિંસા |
Section : | Translated Section : | ||
Sutra Number : | 32 | Category : | Ang-10 |
Gatha or Sutra : | Gatha | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [गाथा] तत्थ पढमं अहिंसा, तसथावरसव्वभूयखेमकरी । तीसे सभावणाए, किंचि वोच्छं गुणुद्देसं ॥ | ||
Sutra Meaning : | સૂત્ર– ૩૨. સંવરદ્વારોમાં પહેલી અહિંસા – ત્રસ, સ્થાવર સર્વે જીવોને કુશલકારી છે. હું પાંચ ભાવનાઓ સહિત તેના કંઈક ગુણોનું કથન કરીશ. સૂત્ર– ૩૩. હે સુવ્રત ! તે આ પ્રમાણે છે – આ મહાવ્રત સર્વલોક માટે હિતકારી છે, શ્રુતસાગરમાં તેનો ઉપદેશ કરાયેલ છે. તપ અને સંયમરુપ મહાવ્રત છે, આ ઉત્તમવ્રતોમાં શીલ અને ગુણનો સમૂહ છે. સત્ય, દયા, સરળતા અને નિષ્કપટતા તેમાં પ્રધાન છે. આ વ્રત, નર, તિર્યંચ, મનુષ્ય અને દેવગતિ વર્જક છે. સર્વજિન દ્વારા ઉપદિષ્ટ છે. કર્મરજનો નાશ કરનાર છે. સેંકડો ભવ વિનાશક, સેંકડો દુઃખોના વિમોચક, સેંકડો સુખના પ્રવર્તક, કાપુરુષ માટે દુસ્તર, સત્પુરુષો દ્વારા સેવિત, નિર્વાણગમન અને સ્વર્ગ પ્રયાણક છે. આ રીતે પાંચ મહાવ્રતરૂપ, પાંચ સંવર દ્વાર ભગવંત મહાવીરે કહેલ છે. તેમાં પહેલી અહિંસા છે જેના આ રીતે સાઈઠ નામો છે. ૧. નિર્વાણ. ૨. નિવૃત્તિ, ૩. સમાધિ, ૪. શક્તિ, ૫. કીર્તિ, ૬. કાંતિ, ૭. રતિ, ૮. વિરતિ, ૯. શ્રૃત્તાંગ, ૧૦. તૃપ્તિ, ૧૧. દયા, ૧૨. વિમુક્તિ, ૧૩. ક્ષાંતિ, ૧૪. સમ્યક્ત્વારાધના, ૧૫. મહતી, ૧૬. બોધિ, ૧૭. બુદ્ધિ, ૧૮. ધૃતિ, ૧૯. સમૃદ્ધિ, ૨૦. ઋદ્ધિ, ૨૧. વૃદ્ધિ, ૨૨. સ્થિતિ, ૨૩. પુષ્ટિ, ૨૪. નંદા, ૨૫. ભદ્રા, ૨૬. વિશુદ્ધિ, ૨૭. લબ્ધિ, ૨૮. વિશિષ્ટ દૃષ્ટિ, ૨૯. કલ્યાણ. ૩૦. મંગલ, ૩૧. પ્રમોદ, ૩૨. વિભૂતિ, ૩૩. રક્ષા, ૩૪. સિદ્ધાવાસ, ૩૫. અનાશ્રવ, ૩૬. કેવલી સ્થાન, ૩૭. શિવ, ૩૮. સમિતી, ૩૯. શીલ, ૪૦. સંયમ, ૪૧. શીલપરિગ્રહ, ૪૨. સંવર, ૪૩. ગુપ્તિ, ૪૪. વ્યવસાય, ૪૫. ઉચ્છ્રય, ૪૬. યજ્ઞ, ૪૭. આયતન, ૪૮. યતન, ૪૯. અપ્રમાદ, ૫૦. આશ્વાસ, ૫૧. વિશ્વાસ, ૫૨. અભય, ૫૩. સર્વસ્ય અમાઘાત, ૫૪. ચોક્ષ, ૫૫. પવિત્રા, ૫૬. સૂચિ, ૫૭. પૂજા, ૫૮. વિમલ, ૫૯. પ્રભાસા, ૬૦. નિર્મલતર. આ તથા આવા બીજા સ્વગુણ નિષ્પન્ન પર્યાયનામો અહિંસા ભગવતીના હોય છે. સૂત્ર– ૩૪. આ અહિંસા ભગવતી જે છે તે ભયભીત માટે શરણભૂત, પક્ષી માટે ગમન સમાન, તરસ્યા માટે જળ સમાન, ભૂખ્યાને ભોજન સમ, સમુદ્ર મધ્યે જહાજ સમ, ચતુષ્પદે આશ્રમરૂપ, દુઃખ સ્થિત માટે ઔષધિબલ, અટવી મધ્યે સાર્થ સમાન, અહિંસા આ બધાથી વિશિષ્ટ છે, જે પૃથ્વી – જલ – અગ્નિ – વાયુ – વનસ્પતિકાય, બીજ, હરિત, જલચર – સ્થળચર – ખેચર, ત્રસ – સ્થાવર, બધા જીવોને કલ્યાણકારી છે. આ ભગવતી અહિંસા તે છે જે અપરિમિત જ્ઞાન – દર્શનધર, શીલ – ગુણ – વિનય – તપ – સંયમના નાયક, તીર્થંકર, સર્વ જગત જીવવત્સલ, ત્રિલોકપૂજિત, જિનચંદ્ર દ્વારા સારી રીતે દૃષ્ટ છે. અવધિ જિન વડે વિજ્ઞાત છે, ઋજુમતિ મનઃપર્યવ જ્ઞાની દ્વારા જોવાયેલ છે, વિપુલમતિ મનઃપર્યવજ્ઞાનીને જ્ઞાત છે, પૂર્વધરો વડે અધીત છે, વૈક્રિય લબ્ધિધરે પાળેલ છે. મતિ – શ્રુત – મનઃપર્યવ – કેવળજ્ઞાની વડે, આમર્ષૌષધિ – શ્લેષ્મૌષધિ – જલ્લૌષધિ – વિપ્રૌષધિ – સર્વૌષધિ પ્રાપ્ત વડે, બીજબુદ્ધિ – કોષ્ઠ બુદ્ધિ – પદાનુસારી – સંભિન્નશ્રોત – શ્રુતધર વડે, મન – વચન – કાય – જ્ઞાન – દર્શન – ચારિત્રબલિ વડે, ક્ષીરાશ્રવ – મધ્વાશ્રવ – સર્પિરાશ્રવ વડે, અક્ષીણમહાનસિક વડે, ચારણ – વિદ્યાધર વડે, તથા... ચતુર્થભક્તિક યાવત્ છ માસ ભક્તિક વડે – એ જ રીતે ઉત્ક્ષિપ્ત – નિક્ષિપ્ત – અંત – પ્રાંત – રૂક્ષ – સમુદાનચરક વડે, અન્નગ્લાયક વડે, મૌનચરક વડે, સંસૃષ્ટ કલ્પિક વડે – તજ્જાત સંસૃષ્ટ કલ્પિક વડે, ઉપનિધિક વડે, શુદ્ધૈષણિક વડે, સંખ્યાદત્તિક વડે, દૃષ્ટ – અદૃષ્ટ – સ્પૃષ્ટલાભિક વડે, આયંબિલ – પુરિમાર્દ્ધ – એકાશનિક – નિર્વિકૃતિક વડે, ભિન્ન અને પરિમિત પિંડપાતિક વડે, અંત – પ્રાંત – અરસ – વિરસ – રૂક્ષ – તુચ્છ આહારી વડે, અંત – પ્રાંત – રૂક્ષ – તુચ્છ – ઉપશાંત – પ્રશાંત – વિવિક્તજીવી વડે, દૂધ – મધુ – ઘી ત્યાગી વડે, મદ્ય – માંસ ત્યાગી વડે, કાયોત્સર્ગ દ્વારા એક સ્થાને સ્થિર રહેનારાઓએ, પ્રતિમાધારીઓએ, સ્થાનોત્કટિકોઈ, વીરસનિકોએ, નૈષધિક – દંડાયતિક – લગંડશાયિક વડે, એકપાર્શ્વક – આતાપક – અપાવૃત – અનિષ્ઠીવક – અકંડૂયકો વડે, ધૂતકેશ – શ્મશ્રૂ – રોમ – નખના સંસ્કારત્યાગી વડે. સર્વ ગાત્ર પ્રતિક્રમથી વિમુક્ત વડે તથા. શ્રુતધર દ્વારા તત્ત્વાર્થને અવગત કરાવનાર બુદ્ધિના ધારક ધીર મહાપુરુષોએ આ અહિંસાનું સમ્યક્ આચરણ કરાયેલ છે. આશીવિષ સર્પ સમાન ઉગ્ર તેજ સંપન્નમહાપુરુષોએ, વસ્તુતત્વના નિશ્ચય અને પુરુષાર્થમાં પૂર્ણ કાર્ય કરનારી બુદ્ધિથી સંપન્ન પ્રજ્ઞાપુરુષોએ, નિત્ય સ્વાધ્યાય – ધ્યાન અનુબદ્ધ ધર્મધ્યાન સ્થિત મહાપુરુષો વડે, પાંચ મહાવ્રતરૂપ ચારિત્રયુક્ત તથા પાંચ સમિતિથી સમિત, પાપોનું શમન કરનાર,, ષડ્ જીવનિકાયરૂપ જગતવત્સલ, નિત્ય અપ્રમત્ત રહી વિચરનારા મહાત્માઓએ તથા અન્ય વિવેક વિભૂષિત સત્પુરુષોએ પણ આ અહિંસા ભગવતી આરાધી છે. આ અહિંસા ભગવતીના પાલન માટે ઉદ્યત થયેલા સાધુએ, પૃથ્વી – અપ્ – અગ્નિ – વાયુ – તરુગણ – ત્રસ – સ્થાવર સર્વ જીવ પ્રતિ સંયમરૂપ ધ્યાને માટે શુદ્ધ ભિક્ષાની ગવેષણા કરવી જોઈએ. જે આહાર સાધુ માટે ન કરેલ, ન કરાવેલ, અનાહૂત, અનુદિષ્ટ, ન ખરીદેલ હોય, નવકોટિથી વિશુદ્ધ, શંકા આદિ દશ દોષોથી રહિત, ઉદ્ગમ – ઉત્પાદન – એષણા શુદ્ધ, દેવાની વસ્તુમાં આગંતુક જીવ સ્વયં પૃથક્ થઈ ગયા હોય, સચિત્ત જીવો ચ્યુત થયા હોય, અચિત્ત અને પ્રાસુક હોય એવી ભિક્ષાની સાધુ ગવેષણા કરે.. ભિક્ષાને માટે ગૃહસ્થને ત્યાં ગયેલ સાધુ આસને બેસી કથા – ધર્મોપદેશ કરી આહાર ગ્રહણ ન કરે. ચિકિત્સા, મંત્ર, મૂલ, ભેષજ્ય હેતુ બતાવીને અથવા લક્ષણ – ઉપાય – સ્વપ્ન જ્યોતિષ નિમિત્ત, ચમત્કારને કારણે મેળવેલ આહાર ગ્રહણ ન હોય. એ જ રીતે દંભથી – રક્ષણથી – શિક્ષણ આપીને મેળવેલ ભિક્ષા ન લે. વંદન – સન્માન – પૂજન કે આ ત્રણે કરવા દ્વારા ભિક્ષાની ગવેષણા ન કરે. હીલના – નિંદા – ગર્હા કે આ ત્રણે કરીને ભિક્ષાની ગવેષણા ન કરે. ભય દેખાડી – તર્જના – તાડના કરી કે આ ત્રણે પ્રકારે ભિક્ષાની ગવેષણા ન કરે. ગારવ – કુહણતા – દરિદ્રતા કે આ ત્રણે દેખાડી ભિક્ષાની ગવેષણા ન કરે. મિત્રતા – પ્રાર્થના – સેવના કે આ ત્રણે દેખાડી ભિક્ષાની ગવેષણા ન કરે. પરંતુ તે સાધુ; અજ્ઞાતરૂપે, અગ્રથિત – અદુષ્ટ – અદીન – અવિમન – અકરુણ – અવિષાદીપણે, અપરિત્રાંતયોગી થઈ, ‘‘યતન – ઘડણ – કરણ – ચરિત – વિનયગુણ યોગ સંપ્રયુક્ત થઈ સાધુ ભિક્ષૈષણામાં રત રહે.’’ આ પ્રવચન સર્વ જીવોની રક્ષા અને દયાને માટે ભગવંતે સમ્યક્ રીતે કહેલ છે, જે આત્માને હિતકર, પરલોક – ભવિક, ભાવિમાં કલ્યાણ કરનારું, શુદ્ધ ન્યાયપૂર્ણ, અકુટિલ, અનુત્તર, સર્વ દુઃખ – પાપનું ઉપશામક છે. સૂત્ર– ૩૫. તેમાં પહેલા વ્રતની આ પાંચ ભાવનાઓ પ્રાણાતિપાત વિરમણ વ્રતના રક્ષણાર્થે છે – ૧. ઉભવા અને ચાલવામાં ગુણયોગને જોડનારી, યુગપ્રમાણ ભૂમિ ઉપર પડતી દૃષ્ટિ વડે, નિરંતર કીટ – પતંગ – ત્રસ – સ્થાવર જીવોની દયામાં તત્પર થઈ ફૂલ – ફળ – છાલ – પ્રવાલ – કંદ – મૂળ – પાણી – માટી – બીજ – હરિતાદિને વર્જીને સમ્યક્ પ્રકારે ચાલવું જોઈએ. એ રીતે સર્વે પ્રાણીની હીલના, નિંદા, ગર્હા, હિંસા, છેદન, ભેદન, વધ ન કરવો જોઈએ. જેથી તે જીવો કંઈપણ ભય કે દુઃખ ન પામે. આ રીતે ઇર્યાસમિત યોગ વડે અંતરાત્મા ભાવિત થાય, શબલતા – સંકલેશથી રહિત, અક્ષત ચારિત્ર ભાવનાથી યુક્ત, સંયમશીલ અને અહિંસક સુસાધુ કહેવાય. ૨. બીજી – મનઃસમિત, પાપમય, અધાર્મિક, દારુણ, નૃશંસ, વધ – બંધ – કલેશની બહુલતાયુક્ત, ભય – મરણ – કલેશથી સંક્લિષ્ટ, એવા પાપયુક્ત મન વડે કંઈપણ વિચારવું નહીં. આ રીતે મનસમિતિ યોગ વડે અંતરાત્મા ભાવિત થાય છે. તથા અશબલ, અસંક્લિષ્ટ અક્ષત ચારિત્રભાવનાથી યુક્ત સંયમશીલ અને અહિંસક સુસાધુ કહેવાય. ૩. ત્રીજી – વચનસમિતિ. પાપમય વાણીથી કંઈ જ ન બોલવું. એ રીતે વચનસમિતિ યોગથી ભાવિત અંતરાત્મા થાય છે. અશબલ, અસંક્લિષ્ટ, અખંડ ચારિત્ર ભાવનાથી અહિંસક, સંયત સાધુ થાય છે. ૪. ચોથી – આહાર એષણામાં શુદ્ધ, ઉંછ ગવેષણા કરવી. અજ્ઞાત, અગ્રથિત, અદુષ્ટ, અદીન, અકરુણ, અવિષાદી, અપરિતંતયોગી, યતન – ઘડણ – કરણ – ચરિત – વિનયગુણ યોગ સંપ્રયોગયુક્ત થઈને સાધુ ભિક્ષૈષણા યુક્ત સામુદાનિકપણે ઉંછ ભિક્ષાચર્યાથી ગ્રહણ કરી ગુરુજન પાસે આવી, ગમનાગમન અતિચાર – પ્રતિક્રમણ પ્રતિક્રમીને, ગુરુને આલોચના આપીને ગુરુને ગૌચરી બતાવી, પછી ગુરુ દ્વારા કરાયેલ નિર્દેશ મુજબ નિરતિચાર અને અપ્રમત્ત થઈ, ફરી પણ અનેષણાજનિત દોષની પુનઃ પ્રતિક્રમણા કરે. ત્યાર પછી – શાંત ભાવે, સુખપૂર્વક બેસીને મુહૂર્ત્ત માત્ર ધ્યાન – શુભયોગ – જ્ઞાન – સ્વાધ્યાયમાં મનને ગોપવીને, ધર્મયુક્ત મન કરી, ચિત્તશૂન્યતા રહિત થઈ, સુખ – અવિગ્રહ – સમાધિત – શ્રદ્ધા સંવેગ નિર્જરાયુક્ત – પ્રવચન વત્સલભાવિત મનવાળો થઈને આસનેથી ઊઠી, હૃષ્ટ – તુષ્ટ થઈને યથારાત્નિક સાધુને આહારાર્થે નિમંત્રણા કરે, ગુરુજન વડે લાવેલ આહાર સાધુઓને ભાવથી વિતરીત કરીને આસને બેસે. પછી મસ્તક સહિત શરીરને તથા હથેળીને સારી રીતે પ્રમાર્જે. પછી મૂર્ચ્છા – ગૃદ્ધિ – ગ્રથિતતા – ગર્હા – લોલુપતા આસક્તિ – કલુષતા આદિથી રહિત થઈ, પરમાર્થ બુદ્ધિ ધારક સાધુ સુર – સુર કે ચબ – ચબ અવાજ કર્યા વિના, બહુ જલદી કે બહુ ધીમે નહીં તે રીતે, આહાર ભૂમિ પર ન પડે તે રીતે, મોટા અને પ્રકાશ યુક્ત પાત્રમાં, યતના અને આદર સહ સંયોજના – અંગાર – ધૂમ્ર દોષથી રહિત થાય, ત્યાર પછી – ધૂરીમાં તેલ દેવા કે ઘા ઉપર મલમ લગાડવાની જેમ કેવલ સંયમયાત્રા નિર્વાહ માટે અને સંયમભારને વહન કરવાને માટે, પ્રાણ ધારણ કરવા માટે સંયમથી સમિત થઈને સાધુ આહાર કરે. આ પ્રમાણે આહાર સમિતિ યોગથી અંતરાત્મા ભાવિત થાય છે. અશબલ – અસંક્લિષ્ટ – અક્ષત ચારિત્ર ભાવનાથી સાધુ અહિંસક અને સંયત થાય. પાંચમી – આદાનભાંડ નિક્ષેપ સમિતિ. પીઠ, ફલક, શય્યા, સંથારો, વસ્ત્ર, પાત્ર, કંબલ, દંડ, રજોહરણ, ચોલપટ્ટો, મુહપત્તિ, પાદપ્રૌંછનકાદિ આવા સંયમને ઉપકારક ઉપકરણ સંયમની રક્ષા માટે તથા પવન, ધૂપ, ડાંસ, મચ્છર, શીત આદિથી શરીરની રક્ષાને માટે રાગદ્વેષ રહિત થઈ ધારણ – ગ્રહણ કરે. સાધુએ રોજ તેનું પડિલેહણ, પ્રસ્ફોટન, પ્રમાર્જના કરવામાં રાત – દિવસ સતત અપ્રમત્ત રહેવું તથા ભાજન, ભાંડ, ઉપધિ અને અન્ય ઉપકરણો યતનાપૂર્વક લેવા કે મૂકવા જોઈએ. આ પ્રમાણે આદાન – ભાંડ – નિક્ષેપણા – સમિતિ યોગથી અંતરાત્મા ભાવિત થાય છે તથા અશબલ – અસંક્લિષ્ટ – અક્ષત ચારિત્ર ભાવનાથી સાધુ અહિંસક અને સંયત બને છે. આ પ્રમાણે મન – વચન – કાયાથી સુરક્ષિત આ પાંચ ભાવના રૂપ ઉપાયો વડે આ અહિંસા સંવર દ્વાર પાલિત થાય છે તેથી ધૈર્યવાન્ અને મતિમાન્ પુરુષે સદા સમ્યક્ પ્રકારે તેનું પાલન કરવું જોઈએ. આ અનાસ્રવ છે, અકલુષ – અછિદ્ર – અસંક્લિષ્ટ છે, શુદ્ધ છે, સર્વ જિનેશ્વર વડે અનુજ્ઞાત છે. આ પ્રમાણે પહેલું સંવર દ્વાર સ્પર્શિત(યથા સમયે વિધિપૂર્વક સ્વીકારેલ), પાલિત(નિરંતર ઉપયોગપૂર્વક આચરિત), શોધિત(અતિચાર રહિત પાલન કરેલ), તિરિત(વ્રતને પરિપૂર્ણ કરેલ હોવું), કીર્તિત(બીજાને ઉપદિષ્ટ કરાયેલ હોય), આરાધિત હોય. આજ્ઞા વડે અનુપાલિત થાય છે. એમ જ્ઞાતમુનિ ભગવંત મહાવીરે પ્રજ્ઞાપિત, પ્રરૂપિત કરેલ છે. લોકમાં આ શાસન શ્રેષ્ઠછે, પ્રસિદ્ધ છે, સિદ્ધ છે, સમ્યક પ્રકારે ઉપદેશેલું છે, પ્રશસ્ત છે અનેબહુમૂલ્ય છે, તેમ હું કહું છું. સૂત્ર સંદર્ભ– ૩૨–૩૫ | ||
Mool Sutra Transliteration : | [gatha] tattha padhamam ahimsa, tasathavarasavvabhuyakhemakari. Tise sabhavanae, kimchi vochchham gunuddesam. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 32. Samvaradvaromam paheli ahimsa – trasa, sthavara sarve jivone kushalakari chhe. Hum pamcha bhavanao sahita tena kamika gunonum kathana karisha. Sutra– 33. He suvrata ! Te a pramane chhe – a mahavrata sarvaloka mate hitakari chhe, shrutasagaramam teno upadesha karayela chhe. Tapa ane samyamarupa mahavrata chhe, a uttamavratomam shila ane gunano samuha chhe. Satya, daya, saralata ane nishkapatata temam pradhana chhe. A vrata, nara, tiryamcha, manushya ane devagati varjaka chhe. Sarvajina dvara upadishta chhe. Karmarajano nasha karanara chhe. Semkado bhava vinashaka, semkado duhkhona vimochaka, semkado sukhana pravartaka, kapurusha mate dustara, satpurusho dvara sevita, nirvanagamana ane svarga prayanaka chhe. A rite pamcha mahavratarupa, pamcha samvara dvara bhagavamta mahavire kahela chhe. Temam paheli ahimsa chhe jena a rite saitha namo chhe. 1. Nirvana. 2. Nivritti, 3. Samadhi, 4. Shakti, 5. Kirti, 6. Kamti, 7. Rati, 8. Virati, 9. Shrrittamga, 10. Tripti, 11. Daya, 12. Vimukti, 13. Kshamti, 14. Samyaktvaradhana, 15. Mahati, 16. Bodhi, 17. Buddhi, 18. Dhriti, 19. Samriddhi, 20. Riddhi, 21. Vriddhi, 22. Sthiti, 23. Pushti, 24. Namda, 25. Bhadra, 26. Vishuddhi, 27. Labdhi, 28. Vishishta drishti, 29. Kalyana. 30. Mamgala, 31. Pramoda, 32. Vibhuti, 33. Raksha, 34. Siddhavasa, 35. Anashrava, 36. Kevali sthana, 37. Shiva, 38. Samiti, 39. Shila, 40. Samyama, 41. Shilaparigraha, 42. Samvara, 43. Gupti, 44. Vyavasaya, 45. Uchchhraya, 46. Yajnya, 47. Ayatana, 48. Yatana, 49. Apramada, 50. Ashvasa, 51. Vishvasa, 52. Abhaya, 53. Sarvasya amaghata, 54. Choksha, 55. Pavitra, 56. Suchi, 57. Puja, 58. Vimala, 59. Prabhasa, 60. Nirmalatara. A tatha ava bija svaguna nishpanna paryayanamo ahimsa bhagavatina hoya chhe. Sutra– 34. A ahimsa bhagavati je chhe te bhayabhita mate sharanabhuta, pakshi mate gamana samana, tarasya mate jala samana, bhukhyane bhojana sama, samudra madhye jahaja sama, chatushpade ashramarupa, duhkha sthita mate aushadhibala, atavi madhye sartha samana, ahimsa a badhathi vishishta chhe, je prithvi – jala – agni – vayu – vanaspatikaya, bija, harita, jalachara – sthalachara – khechara, trasa – sthavara, badha jivone kalyanakari chhe. A bhagavati ahimsa te chhe je aparimita jnyana – darshanadhara, shila – guna – vinaya – tapa – samyamana nayaka, tirthamkara, sarva jagata jivavatsala, trilokapujita, jinachamdra dvara sari rite drishta chhe. Avadhi jina vade vijnyata chhe, rijumati manahparyava jnyani dvara jovayela chhe, vipulamati manahparyavajnyanine jnyata chhe, purvadharo vade adhita chhe, vaikriya labdhidhare palela chhe. Mati – shruta – manahparyava – kevalajnyani vade, amarshaushadhi – shleshmaushadhi – jallaushadhi – vipraushadhi – sarvaushadhi prapta vade, bijabuddhi – koshtha buddhi – padanusari – sambhinnashrota – shrutadhara vade, mana – vachana – kaya – jnyana – darshana – charitrabali vade, kshirashrava – madhvashrava – sarpirashrava vade, akshinamahanasika vade, charana – vidyadhara vade, tatha... Chaturthabhaktika yavat chha masa bhaktika vade – e ja rite Utkshipta – nikshipta – amta – pramta – ruksha – samudanacharaka vade, annaglayaka vade, maunacharaka vade, samsrishta kalpika vade – tajjata samsrishta kalpika vade, upanidhika vade, shuddhaishanika vade, samkhyadattika vade, drishta – adrishta – sprishtalabhika vade, Ayambila – purimarddha – ekashanika – nirvikritika vade, bhinna ane parimita pimdapatika vade, amta – pramta – arasa – virasa – ruksha – tuchchha ahari vade, amta – pramta – ruksha – tuchchha – upashamta – prashamta – viviktajivi vade, dudha – madhu – ghi tyagi vade, madya – mamsa tyagi vade, Kayotsarga dvara eka sthane sthira rahenaraoe, pratimadharioe, sthanotkatikoi, virasanikoe, naishadhika – damdayatika – lagamdashayika vade, ekaparshvaka – atapaka – apavrita – anishthivaka – akamduyako vade, dhutakesha – shmashru – roma – nakhana samskaratyagi vade. Sarva gatra pratikramathi vimukta vade tatha. Shrutadhara dvara tattvarthane avagata karavanara buddhina dharaka dhira mahapurushoe A ahimsanum samyak acharana karayela chhe. Ashivisha sarpa samana ugra teja sampannamahapurushoe, vastutatvana nishchaya ane purusharthamam purna karya karanari buddhithi sampanna prajnyapurushoe, nitya svadhyaya – dhyana anubaddha dharmadhyana sthita mahapurusho vade, pamcha mahavratarupa charitrayukta tatha pamcha samitithi samita, paponum shamana karanara,, shad jivanikayarupa jagatavatsala, nitya apramatta rahi vicharanara mahatmaoe tatha anya viveka vibhushita satpurushoe pana a ahimsa bhagavati aradhi chhe. A ahimsa bhagavatina palana mate udyata thayela sadhue, prithvi – ap – agni – vayu – tarugana – trasa – sthavara sarva jiva prati samyamarupa dhyane mate shuddha bhikshani gaveshana karavi joie. Je ahara sadhu mate na karela, na karavela, anahuta, anudishta, na kharidela hoya, navakotithi vishuddha, shamka adi dasha doshothi rahita, udgama – utpadana – eshana shuddha, devani vastumam agamtuka jiva svayam prithak thai gaya hoya, sachitta jivo chyuta thaya hoya, achitta ane prasuka hoya evi bhikshani sadhu gaveshana kare.. Bhikshane mate grihasthane tyam gayela sadhu asane besi katha – dharmopadesha kari ahara grahana na kare. Chikitsa, mamtra, mula, bheshajya hetu batavine athava lakshana – upaya – svapna jyotisha nimitta, chamatkarane karane melavela ahara grahana na hoya. E ja rite dambhathi – rakshanathi – shikshana apine melavela bhiksha na le. Vamdana – sanmana – pujana ke a trane karava dvara bhikshani gaveshana na kare. Hilana – nimda – garha ke a trane karine bhikshani gaveshana na kare. Bhaya dekhadi – tarjana – tadana kari ke a trane prakare bhikshani gaveshana na kare. Garava – kuhanata – daridrata ke a trane dekhadi bhikshani gaveshana na kare. Mitrata – prarthana – sevana ke a trane dekhadi bhikshani gaveshana na kare. Paramtu te sadhu; ajnyatarupe, agrathita – adushta – adina – avimana – akaruna – avishadipane, aparitramtayogi thai, ‘‘yatana – ghadana – karana – charita – vinayaguna yoga samprayukta thai sadhu bhikshaishanamam rata rahe.’’ A pravachana sarva jivoni raksha ane dayane mate bhagavamte samyak rite kahela chhe, je atmane hitakara, paraloka – bhavika, bhavimam kalyana karanarum, shuddha nyayapurna, akutila, anuttara, sarva duhkha – papanum upashamaka chhe. Sutra– 35. Temam pahela vratani a pamcha bhavanao pranatipata viramana vratana rakshanarthe chhe – 1. Ubhava ane chalavamam gunayogane jodanari, yugapramana bhumi upara padati drishti vade, niramtara kita – patamga – trasa – sthavara jivoni dayamam tatpara thai phula – phala – chhala – pravala – kamda – mula – pani – mati – bija – haritadine varjine samyak prakare chalavum joie. E rite sarve pranini hilana, nimda, garha, himsa, chhedana, bhedana, vadha na karavo joie. Jethi te jivo kamipana bhaya ke duhkha na pame. A rite iryasamita yoga vade amtaratma bhavita thaya, shabalata – samkaleshathi rahita, akshata charitra bhavanathi yukta, samyamashila ane ahimsaka susadhu kahevaya. 2. Biji – manahsamita, papamaya, adharmika, daruna, nrishamsa, vadha – bamdha – kaleshani bahulatayukta, bhaya – marana – kaleshathi samklishta, eva papayukta mana vade kamipana vicharavum nahim. A rite manasamiti yoga vade amtaratma bhavita thaya chhe. Tatha ashabala, asamklishta akshata charitrabhavanathi yukta samyamashila ane ahimsaka susadhu kahevaya. 3. Triji – vachanasamiti. Papamaya vanithi kami ja na bolavum. E rite vachanasamiti yogathi bhavita amtaratma thaya chhe. Ashabala, asamklishta, akhamda charitra bhavanathi ahimsaka, samyata sadhu thaya chhe. 4. Chothi – ahara eshanamam shuddha, umchha gaveshana karavi. Ajnyata, agrathita, adushta, adina, akaruna, avishadi, aparitamtayogi, yatana – ghadana – karana – charita – vinayaguna yoga samprayogayukta thaine sadhu bhikshaishana yukta samudanikapane umchha bhikshacharyathi grahana kari gurujana pase avi, gamanagamana atichara – pratikramana pratikramine, gurune alochana apine gurune gauchari batavi, pachhi guru dvara karayela nirdesha mujaba niratichara ane apramatta thai, phari pana aneshanajanita doshani punah pratikramana kare. Tyara pachhi – shamta bhave, sukhapurvaka besine muhurtta matra dhyana – shubhayoga – jnyana – svadhyayamam manane gopavine, dharmayukta mana kari, chittashunyata rahita thai, sukha – avigraha – samadhita – shraddha samvega nirjarayukta – pravachana vatsalabhavita manavalo thaine asanethi uthi, hrishta – tushta thaine yatharatnika sadhune ahararthe nimamtrana kare, gurujana vade lavela ahara sadhuone bhavathi vitarita karine asane bese. Pachhi mastaka sahita sharirane tatha hatheline sari rite pramarje. Pachhi murchchha – griddhi – grathitata – garha – lolupata asakti – kalushata adithi rahita thai, paramartha buddhi dharaka sadhu sura – sura ke chaba – chaba avaja karya vina, bahu jaladi ke bahu dhime nahim te rite, ahara bhumi para na pade te rite, mota ane prakasha yukta patramam, yatana ane adara saha samyojana – amgara – dhumra doshathi rahita thaya, Tyara pachhi – dhurimam tela deva ke gha upara malama lagadavani jema kevala samyamayatra nirvaha mate ane samyamabharane vahana karavane mate, prana dharana karava mate samyamathi samita thaine sadhu ahara kare. A pramane ahara samiti yogathi amtaratma bhavita thaya chhe. Ashabala – asamklishta – akshata charitra bhavanathi sadhu ahimsaka ane samyata thaya. Pamchami – adanabhamda nikshepa samiti. Pitha, phalaka, shayya, samtharo, vastra, patra, kambala, damda, rajoharana, cholapatto, muhapatti, padapraumchhanakadi ava samyamane upakaraka upakarana samyamani raksha mate tatha pavana, dhupa, damsa, machchhara, shita adithi sharirani rakshane mate ragadvesha rahita thai dharana – grahana kare. Sadhue roja tenum padilehana, prasphotana, pramarjana karavamam rata – divasa satata apramatta rahevum tatha bhajana, bhamda, upadhi ane anya upakarano yatanapurvaka leva ke mukava joie. A pramane adana – bhamda – nikshepana – samiti yogathi amtaratma bhavita thaya chhe tatha ashabala – asamklishta – akshata charitra bhavanathi sadhu ahimsaka ane samyata bane chhe. A pramane mana – vachana – kayathi surakshita a pamcha bhavana rupa upayo vade a ahimsa samvara dvara palita thaya chhe tethi dhairyavan ane matiman purushe sada samyak prakare tenum palana karavum joie. A anasrava chhe, akalusha – achhidra – asamklishta chhe, shuddha chhe, sarva jineshvara vade anujnyata chhe. A pramane pahelum samvara dvara sparshita(yatha samaye vidhipurvaka svikarela), palita(niramtara upayogapurvaka acharita), shodhita(atichara rahita palana karela), tirita(vratane paripurna karela hovum), kirtita(bijane upadishta karayela hoya), aradhita hoya. Ajnya vade anupalita thaya chhe. Ema jnyatamuni bhagavamta mahavire prajnyapita, prarupita karela chhe. Lokamam a shasana shreshthachhe, prasiddha chhe, siddha chhe, samyaka prakare upadeshelum chhe, prashasta chhe anebahumulya chhe, tema hum kahum chhum. Sutra samdarbha– 32–35 |