Sutra Navigation: Gyatadharmakatha ( ધર્મકથાંગ સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1104913 | ||
Scripture Name( English ): | Gyatadharmakatha | Translated Scripture Name : | ધર્મકથાંગ સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
श्रुतस्कंध-१ अध्ययन-१९ पुंडरीक |
Translated Chapter : |
શ્રુતસ્કંધ-૧ અધ્યયન-૧૯ પુંડરીક |
Section : | Translated Section : | ||
Sutra Number : | 213 | Category : | Ang-06 |
Gatha or Sutra : | Sutra | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [सूत्र] जइ णं भंते! समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं अट्ठारसमस्स नायज्झयणस्स अयमट्ठे पन्नत्ते, एगूणवीसइमस्स णं भंते! नायज्झयणस्स के अट्ठे पन्नत्ते? एवं खलु जंबू! तेणं कालेणं तेणं समएणं इहेव जंबुद्दीवे दीवे पुव्वविदेहे, सीयाए महानईए उत्तरिल्ले कूले, नीलवंतस्स [वासहरपव्वयस्स?] दाहिणेणं, उत्तरिल्लस्स सीयामुहवनसंडस्स पच्चत्थिमेणं, एगसेलगस्स वक्खारपव्वयस्स पुरत्थिमेणं, एत्थ णं पुक्खलावई नामं विजए पन्नत्ते। तत्थ णं पुंडरीगिणी नामं रायहाणी पन्नत्ता–नवजोयणवित्थिण्णा दुवालस जोयणायामा जाव पच्चक्खं देवलोगभूया पासाईया दरिसणीया अभिरूवा पडिरूवा। तीसे णं पुंडरीगिणीए नयरीए उत्तरपुरत्थिमे दिसीभाए नलिनिवने नामं उज्जाणे। तत्थ णं पुंडरीगिणीए रायहाणीए महापउमे नामं राया होत्था। तस्स णं पउमावई नामं देवी होत्था। तस्स णं महापउमस्स रन्नो पुत्ता पउमावईए देवीए अत्तया दुवे कुमारा होत्था, तं जहा–पुंडरीए य कंडरीए य–सुकुमालपाणिपाया। पुंडरीए जुवराया। तेणं कालेणं तेणं समएणं थेरागमणं। महापउमे राया निग्गए। धम्मं सोच्चा पुंडरीयं रज्जे ठवेत्ता पव्वइए। पुंडरीए राया जाए, कंडरीए जुवराया। महापउमे अनगारे चोद्दसपुव्वाइं अहिज्जइ। तए णं थेरा बहिया जनवयविहारं विहरंति। तए णं से महापउमे बहूणि वासाणि सामण्णपरियागं पाउणित्ता जाव सिद्धे। | ||
Sutra Meaning : | સૂત્ર– ૨૧૩. ભગવન્ ! જો શ્રમણ ભગવંત મહાવીર સ્વામીએ જ્ઞાતાધર્મકથાના અઢારમાં અધ્યયનનો આ અર્થ કહ્યો છે, તો ભગવંતે ઓગણીસમાં જ્ઞાતઅધ્યયનનો અર્થ શું કહ્યો છે ? હે જંબૂ ! શ્રમણ ભગવંત મહાવીરે તે કાળે, તે સમયે આ જ જંબૂદ્વીપ દ્વીપમાં પૂર્વવિદેહમાં સીતા મહાનદીના ઉત્તરદિશા તરફના કિનારે નીલવંત પર્વતની દક્ષિણે, ઉત્તરી સીતામુખ વનખંડની પશ્ચિમે એકશૈલ વક્ષસ્કાર પર્વતની પૂર્વે પુષ્કલાવતી વિજય કહી છે, તે પુંડરિકિણી નામે રાજધાની છે, તે નવ યોજન વિસ્તીર્ણ અને બાર યોજન લાંબી યાવત્ પ્રત્યક્ષ દેવલોક રૂપ અને પ્રાસાદીય હતી. તે પુંડરિકિણી નગરીની ઉત્તર – પૂર્વ દિશામાં નલિનીવન ઉદ્યાન હતું, તે પુંડરિકિણી રાજધાનીમાં મહાપદ્મ રાજા હતો. તેને પદ્માવતી નામે રાણી હતી. તે મહાપદ્મ રાજાના પુત્રો, પદ્માવતી રાણીના આત્મજો બે કુમારો હતા – પુંડરીક અને કંડરીક, તે બંને સુકુમાલ હાથપગ વાળા હતા, પુંડરીક યુવરાજ હતો. તે કાળે, તે સમયે સ્થવિરો આવ્યા. મહાપદ્મ રાજા નીકળ્યો, ધર્મ સાંભળી, પુંડરીકને રાજ્યમાં સ્થાપી, દીક્ષા લીધી. પુંડરીક રાજા થયો, કંડરીક યુવરાજ થયો. મહાપદ્મ અણગાર ચૌદ પૂર્વો ભણ્યા. પછી સ્થવિરો બાહ્ય જનપદ વિહારે વિહરવા લાગ્યા. ત્યારપછી તે મહાપદ્મ ઘણા વર્ષો શ્રામણ્ય પાળી, યાવત્ સિદ્ધ થયા. સૂત્ર– ૨૧૪. ત્યારપછી સ્થવિરો કોઈ દિવસે ફરી પુંડરિકિણી રાજધાનીના નલિનીવન ઉદ્યાનમાં પધાર્યા. પુંડરીક રાજા નીકળ્યો. કંડરીક ઘણા લોકોના શબ્દો સાંભળી, મહાબલ માફક યાવત્ પર્યુપાસે છે. સ્થવિરોએ ધર્મ કહ્યો, પુંડરીક શ્રાવક થઈ યાવત્ પાછો ગયો. ત્યારે કંડરીક ઉત્થાનથી ઉઠ્યો, ઉઠીને યાવત્ જેમ આપ કહો છો. વિશેષ એ કે પુંડરીક રાજાને પૂછીને, આપની પાસે યાવત્ દીક્ષા લઈશ. હે દેવાનુપ્રિય ! સુખ ઉપજે તેમ કરો. ત્યારે કંડરીક યાવત્ સ્થવિરોને વાંદી, નમી, તેમની પાસેથી નીકળ્યો. તે જ ચાતુર્ઘંટ અશ્વરથમાં બેસી યાવત્ ઊતરીને પુંડરીક રાજા પાસે આવ્યો. બે હાથ જોડી યાવત્ પુંડરીકને કહ્યું – હે દેવાનુપ્રિય ! મેં સ્થવિરો પાસે યાવત્ ધર્મ સાંભળ્યો, તે ધર્મ મને રુચ્યો છે, યાવત્ હું દીક્ષા લેવા ઇચ્છું છું, ત્યારે પુંડરીકે કંડરીકને કહ્યું – હે દેવાનુપ્રિય ! તું અત્યારે મુંડ યાવત્ પ્રવ્રજિત ન થા. હું તને મહા રાજ્યાભિષેકથી અભિસિંચિત કરીશ. ત્યારે કંડરીકે પુંડરીક રાજાની આ વાતનો આદર ન કર્યો. યાવત્ મૌન રહ્યો. ત્યારે પુંડરીક રાજાએ કંડરીકને બીજી વખત પણ આમ કહ્યું – યાવત્ તે મૌન જ રહ્યો. ત્યારે પુંડરીક, કંડરીક કુમારને જ્યારે ઘણી આઘવણા, પન્નવણાદિથી સમજાવી ન શક્યો, ત્યારે ઇચ્છારહિત પણે, આ વાત માટે અનુજ્ઞા આપી યાવત્ નિષ્ક્રમણાભિષેકથી અભિષિક્ત કર્યો, યાવત્ સ્થવિરોને શિષ્યભિક્ષા આપી. દીક્ષા લઈ, અણગાર થયા અને અગિયાર અંગ ભણ્યા. ત્યારે સ્થવિર ભગવંતો કોઈ દિવસે પુંડરિકિણી નગરીના નલિનીવન ઉદ્યાનથી નીકળ્યા, બહારના જનપદ વિહારમાં વિચરવા લાગ્યા. સૂત્ર– ૨૧૫. ત્યારે તે કંડરીક અણગારને તેવા અંત, પ્રાંત ઇત્યાદિ આહારથી ઇત્યાદિ બધું શૈલકાચાર્ય માફક કહેવું યાવત્ દાહજ્વર ઉત્પન્ન થતા ગ્લાન થઈ વિચરવા લાગ્યા. ત્યારપછી કોઈ દિવસે સ્થવિરો પુંડરિકિણી નગરીએ આવ્યા, નલિનિવનમાં સમોસર્યા. પુંડરીક નીકળ્યો, ધર્મ સાંભળ્યો. પછી તે કંડરીક અણગાર પાસે આવ્યો, કંડરીકને વંદન – નમસ્કાર કર્યા. કંડરીક અણગારના શરીરને સર્વ બાધાયુક્ત, સરોગી જોઈને સ્થવિર ભગવંતો પાસે ગયો. જઈને સ્થવિરોને વાંદી – નમીને કહ્યું – હે ભગવન્ ! હું કંડરીક અણગારની યથાપ્રવૃત્ત ઔષધ – ભૈષજ વડે યાવત્ ચિકિત્સા કરાવવા ઇચ્છુ છું, તો આપ મારી યાનશાળામાં પધારો. ત્યારે સ્થવિર ભગવંતોએ પુંડરીકની વતને સ્વીકારી યાવત્ આજ્ઞા લઈ વિચરવા લાગ્યા. ત્યારે જેમ મંડુકરાજાએ, શૈલક રાજર્ષિની કરાવેલ તેમ પુંડરીક રાજાએ, કંડારિક અણગારની ચિકિત્સા કરાવી યાવત્ કંડરીક અણગાર બળવાન શરીરી થયા. ત્યારે સ્થવિરો પુંડરીક રાજાને પૂછીને બાહ્ય જનપદ વિહારે વિચરવા લાગ્યા. ત્યારે કંડરીક તે રોગાંતકથી મુક્ત થવા છતાં, તે મનોજ્ઞ અશન – પાન – ખાદિમ – સ્વાદિમમાં મૂર્ચ્છિત, ગૃદ્ધ, ગ્રથિત, અધ્યુપપન્ન થઈ, પુંડરીકને પૂછીને બહારના જનપદોમાં ઉગ્રવિહારે વિચરવા સમર્થ ન થયા. ત્યાં જ અવસન્ન થઈને રહ્યા. ત્યારે તે પુંડરીક આ કથા જાણીને, સ્નાન કરી અંતઃપુર પરિવારથી પરીવરીને કંડરીક અણગાર પાસે આવ્યા, કંડરીકને ત્રણ વખત આદક્ષિણ – પ્રદક્ષિણા કરી, વંદન – નમસ્કાર કર્યા, કહ્યું કે – હે દેવાનુપ્રિય ! તમે ધન્ય છો, કૃતાર્થ – કૃતપુન્ય – કૃતલક્ષણ છો, તમે મનુષ્ય જન્મ અને જીવિતનું ફળ સુપ્રાપ્ત કર્યું છે, જે તમે રાજ્ય યાવત્ અંતઃપુરને છોડીને, ધૂત્કારીને યાવત્ પ્રવ્રજિત થયા. હું અધન્ય, અકૃતપુન્ય છું કે રાજ્ય યાવત્ અંતઃપુરમાં અને માનુષી કામભોગોમાં મૂર્ચ્છિત યાવત્ અત્યાસક્ત થઈને યાવત્ દીક્ષા લેવા સમર્થ થતો નથી. તેથી તમે ધન્ય છો યાવત્ જીવિતનું ફળ સુપ્રાપ્ત કર્યું છે ત્યારે કંડરીક અણગારે, પુંડરીકના આ અર્થનો આદર ન કર્યો યાવત્ મૌન રહ્યો. પછી પુંડરીકે બીજી – ત્રીજી વખત આમ કહેતા કંડરીક, ઇચ્છા ન હોવા છતાં વિવશતા – લજ્જા – ગૌરવથી પુંડરીક રાજાને પૂછીને સ્થવિરો સાથે બાહ્ય જનપદ વિહારે વિચર્યા. ત્યારપછી કંડરીક, સ્થવિરો સાથે થોડો કાળ ઉગ્ર – ઉગ્ર વિહારે વિહર્યા, ત્યારપછી શ્રમણત્વથી થાકીને, નિર્વિણ્ણ થઈને, નિર્ભર્ત્સના પામીને, શ્રમણ ગુણોથી રહિત થઈ, સ્થવિરો પાસે ધીમે ધીમે સરકીને પુંડરીક નગરીએ પુંડરીકના ભવને આવ્યા, અશોકવાટિકામાં, ઉત્તમ અશોકવૃક્ષની નીચે પૃથ્વીશિલાપટ્ટકે બેસી ગયા, પછી અપહત મન સંકલ્પ (નિરાશ, ઉદાસ)યાવત્ ચિંતામગ્ન થઈને રહ્યા. ત્યારે તે પુંડરીકની અંબધાત્રી અશોકવાટિકાએ આવી, કંડરીક અણગારને અશોકવૃક્ષની નીચે પૃથ્વીશિલા – પટ્ટકે કંડરિક અણગારને અપહત મન સંકલ્પ યાવત્ ચિંતામગ્ન જોયા. જોઈને પુંડરીક રાજા પાસે આવી, રાજાને કહ્યું – હે દેવાનુપ્રિય ! તમારા ભાઈ કંડરીક અણગાર અશોકવાટિકામાં અશોકવૃક્ષ નીચે પૃથ્વીશિલાપટ્ટકે યાવત્ ચિંતામગ્ન થઈ બેઠા છે. ત્યારે પુંડરીકે અંબધાત્રીની આ વાત સાંભળી, સમજી પૂર્વવત્ સંભ્રાંત થઈને ઉત્થાનથી ઉઠીને અંતઃપુર પરિવારથી પરીવરી અશોકવાટિકામાં યાવત્ કંડરીકઅણગારને ત્રણ વખત કહ્યું – દેવાનુપ્રિય! આપ ધન્ય છો, યાવત્ દીક્ષા લીધી. હું અધન્ય છું યાવત્ દીક્ષા લઈ શકતો નથી, તેથી તમે ધન્ય છો યાવત્ જીવિતનું ફળ પામ્યા છો, ત્યારે પુંડરીકને આમ કહેતા સાંભળીને કંડરીક મૌન રહ્યા. બીજી – ત્રીજી વખત યાવત્ રહ્યા. ત્યારે પુંડરીકે કંડરીકને કહ્યું – તમારે ભોગથી પ્રયોજન છે ? કંડરિકે કહ્યું – હા, છે. ત્યારે પુંડરીક રાજાએ કૌટુંબિક પુરુષોને બોલાવીને કહ્યું – ઓ દેવાનુપ્રિય ! જલદીથી કંડરીકને માટે મહાર્થ, મહાર્ઘ એવા રાજ્યાભિષેકને ઉપસ્થાપિત કરો યાવત્ રાજ્યાભિષેકથી અભિસિંચિત કર્યા. સૂત્ર– ૨૧૬. ત્યારે પુંડરીકે સ્વયં જ પંચમુષ્ટિક લોચ કર્યો, સ્વયં જ ચાતુર્યામ ધર્મ સ્વીકાર્યો, પછી કંડરીકના ઉપકરણો લીધા. લઈને આવા પ્રકારે અભિગ્રહ ગ્રહણ કર્યો – મારે સ્થવિરને વાંદી – નમીને, સ્થવિર પાસે ચાતુર્યામ ધર્મ સ્વીકારીને પછી જ આહાર કરવો કલ્પે. આવો અભિગ્રહ લઈને પુંડરિકિણીથી નીકળ્યા, નીકળીને પૂર્વાનુપૂર્વી ચાલતા, ગ્રામાનુગ્રામ જતા – જતા, સ્થવિર ભગવંત પાસે જવાને ઉદ્યત થયા. સૂત્ર– ૨૧૭. ત્યારપછી તે કંડરીક રાજા પ્રણીત પાન – ભોજનનો આહાર કરીને અતિ જાગરણ કરવાથી, અતિ ભોજન પ્રસંગથી તે આહાર સમ્યક્ પરિણત ન થયો, ત્યારે તે કંડરીક રાજા, તે આહાર અપરિણમતા, મધ્યરાત્રિ કાળ સમયે, તેને શરીરમાં ઉજ્જવલ – વિપુલ – પ્રગાઢ યાવત્ દુઃસહ્ય વેદના ઉત્પન્ન થઈ, શરીર પિત્તજ્વર વ્યાપ્ત થયું, તેને દાહ ઉત્પન્ન થયો, યાવત્ વિચરવા લાગ્યો. ત્યારપછી તે કંડરીક રાજા, રાજ્ય – રાષ્ટ્ર – અંતઃપુરમાં યાવત્ અતિ આસક્ત થઈને, આર્ત્ત – દુઃખાર્ત્ત – વશાર્ત્ત થઈ, ઇચ્છારહિતપણે, પરવશ થઈ કાળમાસે કાળ કરી અધઃસપ્તમી પૃથ્વીમાં ઉત્કૃષ્ટ કાળસ્થિતિક નરકમાં નૈરયિકપણે ઉત્પન્ન થયો. હે આયુષ્યમાન્ શ્રમણો ! આ પ્રમાણે યાવત્ પ્રવ્રજિત થઈને, ફરી પણ કંડરીક રાજાની માફક માનુષી કામભોગમાં આશાવાળો થાય, તે યાવત્ સંસારમાં પુનઃ પુનઃ ભટકે છે. સૂત્ર– ૨૧૮. ત્યારપછી પુંડરીક અણગાર સ્થવિર ભગવંતો પાસે આવ્યા, તેઓને વંદન – નમન કર્યું, સ્થવિરો પાસે, બીજી વખત ચાતુર્યામ ધર્મ સ્વીકાર્યો, ષષ્ઠભક્તના પારણે, પહેલી પોરિસીમાં સ્વાધ્યાય કર્યો. યાવત્ ભ્રમણ કરતા ઠંડુ – રૂક્ષ પાન – ભોજન ગ્રહણ કર્યા, કરીને યથાપર્યાપ્ત છે, તેમ જાણી પાછા આવ્યા. સ્થવિર ભગવંતો પાસે આવીને ભોજન – પાન દેખાડ્યા. પછી સ્થવિર ભગવંતોની આજ્ઞા પામીને અમૂર્ચ્છિત આદિ થઈ, બિલમાં જતા સર્પની માફક, પોતાને તે પ્રાસુક – એષણીય અશનાદિને શરીરરૂપી કોઠામાં નાંખ્યુ. ત્યારે તે પુંડરીક અણગાર, તે કાલાતિક્રાંત અરસ – વિરસ – શીત – રૂક્ષ પાન ભોજન આહાર કરવાથી મધ્યરાત્રિએ ધર્મ જાગરિકાથી જાગતા, તે આહાર સમ્યક્ ન પરિણમતા તે પુંડરીક અણગારના શરીરમાં ઉજ્જવલ યાવત્ દુઃસહ્ય વેદના ઉદ્ભવી, પિત્તજ્વર પરિગત શરીર થયું, દાહવ્યાપ્ત થયો ત્યારે તે પુંડરીક અણગાર નિસ્તેજ, નિર્બળ, અવીર્ય, અપુરુષાકાર પરાક્રમ થઈ, હાથ જોડી યાવત્ બોલ્યા કે – અરિહંત યાવત્ સિદ્ધિ પ્રાપ્તને નમસ્કાર થાઓ. મારા ધર્માચાર્ય, ધર્મોપદેશક સ્થવિર ભગવંતોને મારા નમસ્કાર થાઓ. પૂર્વે પણ મેં સ્થવિરો પાસે સર્વે પ્રાણાતિપાત યાવત્ મિથ્યાદર્શન શલ્યના પચ્ચક્ખાણ કરેલ છે યાવત્ આલોચના, પ્રતિક્રમણ કરીને કાળમાસે કાળ કરીને સર્વાર્થસિદ્ધે ઉત્પન્ન થયા, પછી ત્યાંથી ચ્યવીને મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધ થઈ યાવત્ સર્વે દુઃખોનો અંત કરશે. આ પ્રમાણે હે આયુષ્યમાન્ શ્રમણો ! યાવત્ પ્રવ્રજિત થઈ, માનુષી કામભોગોમાં આસક્ત – રક્ત યાવત્ પ્રતિઘાતને પ્રાપ્ત થતા નથી. તે આ ભવમાં ઘણા શ્રમણ – શ્રમણી – શ્રાવક – શ્રાવિકાને અર્ચનીય, વંદનીય, પૂજનીય, સત્કારણીય, સન્માનનીય, કલ્યાણ – મંગલ – દેવ – ચૈત્ય સમાન પર્યુપાસનીય થાય છે અને પરલોકમાં પણ ઘણા દંડન – મુંડન – તર્જન – તાડનને પામતા નથી યાવત્ ચાતુરંત સંસાર કાંતારને પુંડરીક અણગારની માફક પાર પામી જાય છે. હે જંબૂ! શ્રમણ ભગવંત મહાવીર, આદિકર – તીર્થંકર યાવત્ સિદ્ધિગતિ નામધેય સ્થાનને પ્રાપ્તે ૧૯ – માં જ્ઞાત અધ્યયનનો આ અર્થ કહ્યો છે. હે જંબૂ! સિદ્ધિગતિ નામધેય સ્થાનને સંપ્રાપ્ત એવા શ્રમણ ભગવંત મહાવીરે છઠ્ઠા અંગના પહેલા શ્રુતસ્કંધનો આ અર્થ કહ્યો છે, તે હું તમને કહું છું. સૂત્ર– ૨૧૯. આ પહેલા શ્રુતસ્કંધના ઓગણીસ અધ્યયનો, એક્કસરક એક એક દિવસે ભણાતા. ઓગણીસ દિવસે પૂર્ણ થાય છે. સૂત્ર સંદર્ભ– ૨૧૩–૨૧૯ | ||
Mool Sutra Transliteration : | [sutra] jai nam bhamte! Samanenam bhagavaya mahavirenam java sampattenam attharasamassa nayajjhayanassa ayamatthe pannatte, egunavisaimassa nam bhamte! Nayajjhayanassa ke atthe pannatte? Evam khalu jambu! Tenam kalenam tenam samaenam iheva jambuddive dive puvvavidehe, siyae mahanaie uttarille kule, nilavamtassa [vasaharapavvayassa?] dahinenam, uttarillassa siyamuhavanasamdassa pachchatthimenam, egaselagassa vakkharapavvayassa puratthimenam, ettha nam pukkhalavai namam vijae pannatte. Tattha nam pumdarigini namam rayahani pannatta–navajoyanavitthinna duvalasa joyanayama java pachchakkham devalogabhuya pasaiya darisaniya abhiruva padiruva. Tise nam pumdariginie nayarie uttarapuratthime disibhae nalinivane namam ujjane. Tattha nam pumdariginie rayahanie mahapaume namam raya hottha. Tassa nam paumavai namam devi hottha. Tassa nam mahapaumassa ranno putta paumavaie devie attaya duve kumara hottha, tam jaha–pumdarie ya kamdarie ya–sukumalapanipaya. Pumdarie juvaraya. Tenam kalenam tenam samaenam theragamanam. Mahapaume raya niggae. Dhammam sochcha pumdariyam rajje thavetta pavvaie. Pumdarie raya jae, kamdarie juvaraya. Mahapaume anagare choddasapuvvaim ahijjai. Tae nam thera bahiya janavayaviharam viharamti. Tae nam se mahapaume bahuni vasani samannapariyagam paunitta java siddhe. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 213. Bhagavan ! Jo shramana bhagavamta mahavira svamie jnyatadharmakathana adharamam adhyayanano a artha kahyo chhe, to bhagavamte oganisamam jnyataadhyayanano artha shum kahyo chhe\? He jambu ! Shramana bhagavamta mahavire te kale, te samaye a ja jambudvipa dvipamam purvavidehamam sita mahanadina uttaradisha taraphana kinare nilavamta parvatani dakshine, uttari sitamukha vanakhamdani pashchime ekashaila vakshaskara parvatani purve pushkalavati vijaya kahi chhe, te pumdarikini name rajadhani chhe, te nava yojana vistirna ane bara yojana lambi yavat pratyaksha devaloka rupa ane prasadiya hati. Te pumdarikini nagarini uttara – purva dishamam nalinivana udyana hatum, te pumdarikini rajadhanimam mahapadma raja hato. Tene padmavati name rani hati. Te mahapadma rajana putro, padmavati ranina atmajo be kumaro hata – pumdarika ane kamdarika, te bamne sukumala hathapaga vala hata, pumdarika yuvaraja hato. Te kale, te samaye sthaviro avya. Mahapadma raja nikalyo, dharma sambhali, pumdarikane rajyamam sthapi, diksha lidhi. Pumdarika raja thayo, kamdarika yuvaraja thayo. Mahapadma anagara chauda purvo bhanya. Pachhi sthaviro bahya janapada vihare viharava lagya. Tyarapachhi te mahapadma ghana varsho shramanya pali, yavat siddha thaya. Sutra– 214. Tyarapachhi sthaviro koi divase phari pumdarikini rajadhanina nalinivana udyanamam padharya. Pumdarika raja nikalyo. Kamdarika ghana lokona shabdo sambhali, mahabala maphaka yavat paryupase chhe. Sthaviroe dharma kahyo, pumdarika shravaka thai yavat pachho gayo. Tyare kamdarika utthanathi uthyo, uthine yavat jema apa kaho chho. Vishesha e ke pumdarika rajane puchhine, apani pase yavat diksha laisha. He devanupriya ! Sukha upaje tema karo. Tyare kamdarika yavat sthavirone vamdi, nami, temani pasethi nikalyo. Te ja chaturghamta ashvarathamam besi yavat utarine pumdarika raja pase avyo. Be hatha jodi yavat pumdarikane kahyum – he devanupriya ! Mem sthaviro pase yavat dharma sambhalyo, te dharma mane ruchyo chhe, yavat hum diksha leva ichchhum chhum, tyare pumdarike kamdarikane kahyum – he devanupriya ! Tum atyare mumda yavat pravrajita na tha. Hum tane maha rajyabhishekathi abhisimchita karisha. Tyare kamdarike pumdarika rajani a vatano adara na karyo. Yavat mauna rahyo. Tyare pumdarika rajae kamdarikane biji vakhata pana ama kahyum – yavat te mauna ja rahyo. Tyare pumdarika, kamdarika kumarane jyare ghani aghavana, pannavanadithi samajavi na shakyo, tyare ichchharahita pane, a vata mate anujnya api yavat nishkramanabhishekathi abhishikta karyo, yavat sthavirone shishyabhiksha api. Diksha lai, anagara thaya ane agiyara amga bhanya. Tyare sthavira bhagavamto koi divase pumdarikini nagarina nalinivana udyanathi nikalya, baharana janapada viharamam vicharava lagya. Sutra– 215. Tyare te kamdarika anagarane teva amta, pramta ityadi aharathi ityadi badhum shailakacharya maphaka kahevum yavat dahajvara utpanna thata glana thai vicharava lagya. Tyarapachhi koi divase sthaviro pumdarikini nagarie avya, nalinivanamam samosarya. Pumdarika nikalyo, dharma sambhalyo. Pachhi te kamdarika anagara pase avyo, kamdarikane vamdana – namaskara karya. Kamdarika anagarana sharirane sarva badhayukta, sarogi joine sthavira bhagavamto pase gayo. Jaine sthavirone vamdi – namine kahyum – he bhagavan ! Hum kamdarika anagarani yathapravritta aushadha – bhaishaja vade yavat chikitsa karavava ichchhu chhum, to apa mari yanashalamam padharo. Tyare sthavira bhagavamtoe pumdarikani vatane svikari yavat ajnya lai vicharava lagya. Tyare jema mamdukarajae, shailaka rajarshini karavela tema pumdarika rajae, kamdarika anagarani chikitsa karavi yavat kamdarika anagara balavana shariri thaya. Tyare sthaviro pumdarika rajane puchhine bahya janapada vihare vicharava lagya. Tyare kamdarika te rogamtakathi mukta thava chhatam, te manojnya ashana – pana – khadima – svadimamam murchchhita, griddha, grathita, adhyupapanna thai, pumdarikane puchhine baharana janapadomam ugravihare vicharava samartha na thaya. Tyam ja avasanna thaine rahya. Tyare te pumdarika a katha janine, snana kari amtahpura parivarathi parivarine kamdarika anagara pase avya, kamdarikane trana vakhata adakshina – pradakshina kari, vamdana – namaskara karya, kahyum ke – he devanupriya ! Tame dhanya chho, kritartha – kritapunya – kritalakshana chho, tame manushya janma ane jivitanum phala suprapta karyum chhe, je tame rajya yavat amtahpurane chhodine, dhutkarine yavat pravrajita thaya. Hum adhanya, akritapunya chhum ke rajya yavat amtahpuramam ane manushi kamabhogomam murchchhita yavat atyasakta thaine yavat diksha leva samartha thato nathi. Tethi tame dhanya chho yavat jivitanum phala suprapta karyum chhe Tyare kamdarika anagare, pumdarikana a arthano adara na karyo yavat mauna rahyo. Pachhi pumdarike biji – triji vakhata ama kaheta kamdarika, ichchha na hova chhatam vivashata – lajja – gauravathi pumdarika rajane puchhine sthaviro sathe bahya janapada vihare vicharya. Tyarapachhi kamdarika, sthaviro sathe thodo kala ugra – ugra vihare viharya, tyarapachhi shramanatvathi thakine, nirvinna thaine, nirbhartsana pamine, shramana gunothi rahita thai, sthaviro pase dhime dhime sarakine pumdarika nagarie pumdarikana bhavane avya, ashokavatikamam, uttama ashokavrikshani niche prithvishilapattake besi gaya, pachhi apahata mana samkalpa (nirasha, udasa)yavat chimtamagna thaine rahya. Tyare te pumdarikani ambadhatri ashokavatikae avi, kamdarika anagarane ashokavrikshani niche prithvishila – pattake kamdarika anagarane apahata mana samkalpa yavat chimtamagna joya. Joine pumdarika raja pase avi, rajane kahyum – he devanupriya ! Tamara bhai kamdarika anagara ashokavatikamam ashokavriksha niche prithvishilapattake yavat chimtamagna thai betha chhe. Tyare pumdarike ambadhatrini a vata sambhali, samaji purvavat sambhramta thaine utthanathi uthine amtahpura parivarathi parivari ashokavatikamam yavat kamdarikaanagarane trana vakhata kahyum – devanupriya! Apa dhanya chho, yavat diksha lidhi. Hum adhanya chhum yavat diksha lai shakato nathi, tethi tame dhanya chho yavat jivitanum phala pamya chho, tyare pumdarikane ama kaheta sambhaline kamdarika mauna rahya. Biji – triji vakhata yavat rahya. Tyare pumdarike kamdarikane kahyum – tamare bhogathi prayojana chhe\? Kamdarike kahyum – ha, chhe. Tyare pumdarika rajae kautumbika purushone bolavine kahyum – o devanupriya ! Jaladithi kamdarikane mate mahartha, mahargha eva rajyabhishekane upasthapita karo yavat rajyabhishekathi abhisimchita karya. Sutra– 216. Tyare pumdarike svayam ja pamchamushtika locha karyo, svayam ja chaturyama dharma svikaryo, pachhi kamdarikana upakarano lidha. Laine ava prakare abhigraha grahana karyo – mare sthavirane vamdi – namine, sthavira pase chaturyama dharma svikarine pachhi ja ahara karavo kalpe. Avo abhigraha laine pumdarikinithi nikalya, nikaline purvanupurvi chalata, gramanugrama jata – jata, sthavira bhagavamta pase javane udyata thaya. Sutra– 217. Tyarapachhi te kamdarika raja pranita pana – bhojanano ahara karine ati jagarana karavathi, ati bhojana prasamgathi te ahara samyak parinata na thayo, tyare te kamdarika raja, te ahara aparinamata, madhyaratri kala samaye, tene shariramam ujjavala – vipula – pragadha yavat duhsahya vedana utpanna thai, sharira pittajvara vyapta thayum, tene daha utpanna thayo, yavat vicharava lagyo. Tyarapachhi te kamdarika raja, rajya – rashtra – amtahpuramam yavat ati asakta thaine, artta – duhkhartta – vashartta thai, ichchharahitapane, paravasha thai kalamase kala kari adhahsaptami prithvimam utkrishta kalasthitika narakamam nairayikapane utpanna thayo. He ayushyaman shramano ! A pramane yavat pravrajita thaine, phari pana kamdarika rajani maphaka manushi kamabhogamam ashavalo thaya, te yavat samsaramam punah punah bhatake chhe. Sutra– 218. Tyarapachhi pumdarika anagara sthavira bhagavamto pase avya, teone vamdana – namana karyum, sthaviro pase, biji vakhata chaturyama dharma svikaryo, shashthabhaktana parane, paheli porisimam svadhyaya karyo. Yavat bhramana karata thamdu – ruksha pana – bhojana grahana karya, karine yathaparyapta chhe, tema jani pachha avya. Sthavira bhagavamto pase avine bhojana – pana dekhadya. Pachhi sthavira bhagavamtoni ajnya pamine amurchchhita adi thai, bilamam jata sarpani maphaka, potane te prasuka – eshaniya ashanadine sharirarupi kothamam namkhyu. Tyare te pumdarika anagara, te kalatikramta arasa – virasa – shita – ruksha pana bhojana ahara karavathi madhyaratrie dharma jagarikathi jagata, te ahara samyak na parinamata te pumdarika anagarana shariramam ujjavala yavat duhsahya vedana udbhavi, pittajvara parigata sharira thayum, dahavyapta thayo Tyare te pumdarika anagara nisteja, nirbala, avirya, apurushakara parakrama thai, hatha jodi yavat bolya ke – arihamta yavat siddhi praptane namaskara thao. Mara dharmacharya, dharmopadeshaka sthavira bhagavamtone mara namaskara thao. Purve pana mem sthaviro pase sarve pranatipata yavat mithyadarshana shalyana pachchakkhana karela chhe yavat alochana, pratikramana karine kalamase kala karine sarvarthasiddhe utpanna thaya, pachhi tyamthi chyavine mahavideha kshetramam siddha thai yavat sarve duhkhono amta karashe. A pramane he ayushyaman shramano ! Yavat pravrajita thai, manushi kamabhogomam asakta – rakta yavat pratighatane prapta thata nathi. Te a bhavamam ghana shramana – shramani – shravaka – shravikane archaniya, vamdaniya, pujaniya, satkaraniya, sanmananiya, kalyana – mamgala – deva – chaitya samana paryupasaniya thaya chhe ane paralokamam pana ghana damdana – mumdana – tarjana – tadanane pamata nathi yavat chaturamta samsara kamtarane pumdarika anagarani maphaka para pami jaya chhe. He jambu! Shramana bhagavamta mahavira, adikara – tirthamkara yavat siddhigati namadheya sthanane prapte 19 – mam jnyata adhyayanano a artha kahyo chhe. He jambu! Siddhigati namadheya sthanane samprapta eva shramana bhagavamta mahavire chhaththa amgana pahela shrutaskamdhano a artha kahyo chhe, te hum tamane kahum chhum. Sutra– 219. A pahela shrutaskamdhana oganisa adhyayano, ekkasaraka eka eka divase bhanata. Oganisa divase purna thaya chhe. Sutra samdarbha– 213–219 |