Sutra Navigation: Gyatadharmakatha ( ધર્મકથાંગ સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1104766 | ||
Scripture Name( English ): | Gyatadharmakatha | Translated Scripture Name : | ધર્મકથાંગ સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
श्रुतस्कंध-१ अध्ययन-५ शेलक |
Translated Chapter : |
શ્રુતસ્કંધ-૧ અધ્યયન-૫ શેલક |
Section : | Translated Section : | ||
Sutra Number : | 66 | Category : | Ang-06 |
Gatha or Sutra : | Sutra | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [सूत्र] तेणं कालेणं तेणं समएणं सेलगपुरे नामं नगरे होत्था। सुभूमिभागे उज्जाणे। सेलए राया। पउमावई देवी। मंडुए कुमारे जुवराया। तस्स णं सेलगस्स पंथगपामोक्खा पंच मंतिसया होत्था–उप्पत्तियाए वेणइयाए कम्मियाए पारिणामियाए उववेया रज्जधुरं चिंतयंति। थावच्चापुत्ते सेलगपुरे समोसढे। राया निग्गए। तए णं से सेलए राया थावच्चापुत्तस्स अनगारस्स अंतिए धम्मं सोच्चा निसम्म हट्ठतुट्ठ-चित्तमानंदिए पीइमणे परम-सोमणस्सिए हरिसवसविसप्पमाणहियए उट्ठाए उट्ठेइ, उट्ठेत्ता थावच्चा-पुत्तं अनगारं तिक्खुत्तो आयाहिण-पयाहिणं करेइ, करेत्ता वंदइ नमंसइ, वंदित्ता नमंसित्ता एवं वयासी– सद्दहामि णं भंते! निग्गंथं पावयणं। पत्तियामि णं भंते! निग्गंथं पावयणं। रोएमि णं भंते! निग्गंथं पावयणं। अब्भुट्ठेमि णं भंते! निग्गंथं पावयणं। एवमेयं भंते! तहमेयं भंते! अवितहमेयं भंते! असंदिद्धमेयं भंते! इच्छियमेयं भंते! पडिच्छियमेयं भंते! इच्छिय-पडिच्छि-यमेयं भंते! जं णं तुब्भे वदह त्ति कट्टु वंदइ नमंसइ, वंदित्ता नमंसित्ता एवं वयासी–जहा णं देवानुप्पियाणं अंतिए बहवे उग्गा उग्गपुत्ता भोगा जाव इब्भा इब्भपुत्ता चिच्चा हिरण्णं, एवं–धनं धन्नं बलं वाहणं कोसं कोट्ठागारं पुरं अंतेउरं, चिच्चा विउलं धन-कनग-रयण-मणि-मोत्तिय-संख-सिल-प्पवाल-संतसार-सावएज्जं, विच्छड्डित्ता विगोवइत्ता, दाणं दाइयाणं परिभाइत्ता, मुंडा भवित्ता णं अगाराओ अनगारियं पव्वइया, तहा णं अहं नो संचाएमि जाव पव्वइत्तए, अहं णं देवानुप्पियाणं अंतिए चाउज्जामियं गिहि-धम्मं पडिवज्जिस्सामि। अहासुहं देवानुप्पिया! मा पडिबंधं करेहि। तए णं से सेलए राया थावच्चापुत्तस्स अनगारस्स अंतिए चाउज्जामियं गिहिधम्मं उवसंपज्जइ। तए णं से सेलए राया समणोवासए जाए–अभिगयजीवाजीवे उवलद्धपुण्णपावे आसव-संवर-निज्जर- किरिया-अहिगरण- बंधमोक्ख- कुसले असहेज्जे देवासुर-नाग-जक्ख-रक्खस-किन्नर-किंपुरिस-गरुल-गंधव्व-महोरगाइएहिं देवगणेहिं निग्गं-थाओ पावयणाओ अणइक्कमणिज्जे, निग्गंथे पावयणे णिस्संकिए णिक्कंखिए निव्वितिगिच्छे लद्धट्ठे गहियट्ठे पुच्छियट्ठे अभिगयट्ठे विणिच्छियट्ठे अट्ठिमिंजपेमाणुरागरत्ते अयमाउसो! निग्गंथे पावयणे अट्ठे अयं परमट्ठे सेसे अणट्ठे, ऊसियफलिहे अवंगुयदुवारे चिय-तंतेउर-परधरदार-प्पवेसे चाउद्दसट्ठमुद्दिट्ठपुण्णमासिणीसु पडिपुण्णं पोसहं सम्मं अनुपालेमाणे समणे निग्गंथे फासु-एसणिज्जेणं असन-पान-खाइम-साइमेणं वत्थ-पडिग्गह-कंबल-पायपुंछणेणं ओसहभेसज्जेणं पाडिहारिएणं य पीढफलग-सेज्जा-संथारएणं पडिलाभेमाणे सील-व्वय-गुण-वेरमण-पच्चक्खाण-पोसहोववासेहिं अहापरिग्गहिएहिं तवोकम्मेहिं अप्पाणं भावेमाणे विहरइ। पंथगपामोक्खा पंच मंतिसया समणोवासया जाया। थावच्चापुत्ते बहिया जनवयविहारं विहरइ। | ||
Sutra Meaning : | સૂત્ર– ૬૬. તે કાળે, તે સમયે શૈલકપુર નગર હતું. સુભૂમિભાગ ઉદ્યાન હતું. શૈલક રાજા, પદ્માવતી દેવી, મંડુકકુમાર યુવરાજ. તે શૈલકને પંથક આદિ ૫૦૦ મંત્રી હતા. તેઓ ઔત્પાતિકી, વૈનયિકી આદિ ચાર પ્રકારની બુદ્ધિયુક્ત થઈ રાજ્યધૂરાના ચિંતક હતા. થાવચ્ચાપુત્ર, શૈલકપુરે પધાર્યા, રાજા નીકળ્યો, ધર્મકથા કહી, ધર્મ સાંભળ્યો, પછી કહ્યું –. જેમ આપની પાસે ઘણા ઉગ્રકુળના, ભોગકુળના પુરુષો યાવત્ હિરણ્યનો ત્યાગ કરી, યાવત્ પ્રવ્રજ્યા લીધી, તેમ હું દીક્ષા લેવા સમર્થ નથી, હું આપની પાસે પાંચ અણુવ્રતરૂપ (બાર વ્રત યુક્ત) શ્રાવક ધર્મ ધારણ કરવા ઈચ્છું છું યાવત્ તે જીવાજીવના જ્ઞાતા થયા યાવત્ તે પોતાના આત્માને ભાવિત કરતા વિચરે છે. પંથક આદિ ૫૦૦ મંત્રી પણ શ્રાવક થયા, પછી થાવચ્ચાપુત્ર બાહ્ય જનપદ વિહારે વિચરે છે. સૂત્ર– ૬૭. તે કાળે, તે સમયે સૌગંધિકા નગરી હતી. નીલાશોક ઉદ્યાન હતું. નગરી અને ઉદ્યાનનું વર્ણન ઉવવાઈ સૂત્ર અનુસાર કરવું. તે સૌગંધિકા નગરીમાં સુદર્શન નગરશ્રેષ્ઠી વસતો હતો. તે ધનાઢ્ય યાવત્ અપરિભૂત હતો. તે કાળે, તે સમયે શુક્ર પરિવ્રાજક હતો. તે ઋગ્વેદ, યજુર્વેદ, શામવેદ, અથર્વણ વેદ, ષષ્ઠિતંત્ર – કુશલ હતો, સાંખ્ય સમય લબ્ધાર્થ, પાંચ યમ – પાંચ નિયમ યુક્ત, શૌચમૂલક દશ પ્રકારના પરિવ્રાજક ધર્મ અને શૌચ ધર્મ, તિર્થાભિષેકનો ઉપદેશ અને પ્રરૂપણા કરતા, ગેરુથી રક્ત શ્રેષ્ઠ વસ્ત્ર ધારણ કરતા, ત્રિદંડ – કુડિક – છત્ર – છન્નાલય – અંકુશ – પવિત્રી, કેસરિકા આ સાત, તેમના હાથમાં રહેતા હતા. ૧૦૦૦ પરિવ્રાજકોથી પરિવૃત્ત તે શુક્ર, સૌગંધિકા નગરીએ, પરિવ્રાજકના મઠ પાસે આવ્યો. આવીને ત્યાં પોતાના ઉપકરણ રાખ્યા, સાંખ્યમતાનુસાર પોતાના આત્માને ભાવિત કરતો વિચરવા લાગ્યો. ત્યારે તે સૌગંધિકાના શૃંગાટકાદિએ ઘણા લોકો એકબીજાને આમ કહેતા હતા – શુક્ર પરિવ્રાજક અહીં આવ્યા છે યાવત્ વિચરે છે. પર્ષદા નીકળી, સુદર્શન નીકળ્યો. ત્યારે તે શુક્ર પરિવ્રાજકે તે પર્ષદા અને સુદર્શન તથા બીજા ઘણાને સાંખ્યમતનો ઉપદેશ કહ્યો. હે સુદર્શન ! અમારો ધર્મ શૌચમૂલક છે, તે શૌચ બે ભેદે છે – દ્રવ્ય અને ભાવથી. દ્રવ્યશૌચ જળ અને માટીથી થાય, ભાવશૌચ દર્ભ અને મંત્રથી થાય. હે દેવાનુપ્રિય ! અમારે મતે જે કંઈ અશુચિ થાય છે, તે બધી તત્કાળ માટીથી માંજી દેવાય છે અને પછી શુદ્ધ જળ વડે ધોવામાં આવે છે. ત્યારે અશુચિ શુચિ થઈ જાય છે. એ રીતે નિશ્ચે જલાભિષેકથી પોતાનો આત્મા પવિત્ર કરી નિર્વિઘ્ને સ્વર્ગે જાય છે. ત્યારે તે સુદર્શન, શુક્ર પાસે આ ધર્મ સાંભળી હર્ષિત થયો, શુક્રની પાસે શૌચમૂલક ધર્મ સ્વીકાર્યો. પછી પરિવ્રાજકોને વિપુલ અશનાદિ, વસ્ત્રાદિ પ્રતિલાભતો યાવત્ વિચરે છે. ત્યારે તે શુક્ર પરિવ્રાજક સૌગંધિકા નગરીથી નીકળ્યો. નીકળીને બાહ્ય જનપદ વિહારથી વિચરે છે. તે કાળે, તે સમયે થાવચ્ચાપુત્ર પધાર્યા. પર્ષદા નીકળી, સુદર્શન પણ નીકળ્યો. તેણે થાવચ્ચાપુત્રને વંદન – નમસ્કાર કર્યા, પછી આ પ્રમાણે કહ્યું – આપના ધર્મનું મૂળ શું છે ? ત્યારે થાવચ્ચાપુત્રે સુદર્શનને કહ્યું – હે સુદર્શન ! અમારો ધર્મ વિનયમૂલક છે. તે વિનય બે ભેદે છે – અગાર વિનય, અણગાર વિનય. તેમાં જે અગાર વિનય છે, તે પાંચ અણુવ્રત અને સાત શિક્ષાવ્રત, ૧૧ – ઉપાસક પ્રતિમાઓ રૂપ છે. અણગાર વિનય પંચ મહાવ્રત રૂપ છે. સર્વથા પ્રાણાતિપાત વિરમણ, સર્વથા મૃષાવાદ વિરમણ, સર્વથા અદત્તાદાન વિરમણ, સર્વથા મૈથુનથી વિરમણ, સર્વથા પરિગ્રહથી વિરમણ તથા સર્વથા રાત્રિભોજનથી વિરમણ યાવત્ મિથ્યાદર્શનશલ્યથી વિરમણ, દશવિધ પ્રત્યાખ્યાન, બાર ભિક્ષુપ્રતિમારૂપ છે. આ બે પ્રકારના વિનયમૂલક ધર્મથી અનુક્રમે આઠ કર્મપ્રકૃતિઓ ખપાવીને લોકાગ્રે પ્રતિષ્ઠિત થાય છે. ત્યારે થાવચ્ચાપુત્રે સુદર્શનને કહ્યું – હે સુદર્શન ! તમારા ધર્મનું મૂળ શું છે ? હે દેવાનુપ્રિય! અમારો શૌચમૂલક ધર્મ છે યાવત્ તેનાથી સ્વર્ગે જાય છે. ત્યારે થાવચ્ચાપુત્ર અણગારે સુદર્શનને કહ્યું – હે સુદર્શન ! જેમ કોઈ પુરુષ એક મોટા લોહીલિપ્ત વસ્ત્રને લોહી વડે ધૂવે. તો તે લોહી વડે જ ધોવાતા વસ્ત્રોની શુદ્ધિ થશે ? ના, તેમ ન થાય. એ રીતે સુદર્શન! તમે પણ પ્રાણાતિપાત યાવત્ મિથ્યાદર્શનશલ્ય યુક્ત છો, તો લોહીલિપ્ત વસ્ત્રની લોહીથી ધોવાથી જેમ શુદ્ધિ ન થાય તેમ તારી શુદ્ધિ નથાય સુદર્શન! જેમ કોઈ પુરુષ એક મોટા લોહીલિપ્ત વસ્ત્રને સાજી ખાર વડે પાણીમાં ભીંજવે, પછી ચૂલે ચઢાવે, પછી ઉકાળે, પછી શુદ્ધ જળથી ધોવે, તો હે સુદર્શન ! નિશ્ચયથી તે વસ્ત્ર શુદ્ધ થઈ જાય ? હા, થઈ જાય. એ રીતે હે સુદર્શન ! અમારા મતે પ્રાણાતિપાતવિરમણ યાવત્ મિથ્યાદર્શન શલ્ય વિરમણથી શુદ્ધિ થાય. જેમ વસ્ત્રશુદ્ધિ થાય. ત્યારે તે સુદર્શન બોધ પામ્યો, પછી થાવચ્ચાપુત્રને વાંદી – નમીને કહ્યું – ભગવન્ ! હું ધર્મ સાંભળીને જાણવા ઇચ્છુ છું યાવત્ તે ધર્મ સાંભળીને શ્રાવક થયો, જીવાજીવનો જ્ઞાતા થયો. ત્યારે શુક્રને આવો સંકલ્પ ઉત્પન્ન થયો કે સુદર્શને શૌચમૂલક ધર્મ છોડી વિનયમૂલક ધર્મ સ્વીકાર્યો છે, મારા માટે શ્રેયસ્કર છે કે સુદર્શનની દૃષ્ટિનો ત્યાગ કરાવી ફરી શૌચમૂલક ધર્મ સમજાવું. એ પ્રમાણે તેણે વિચાર્યુ. ત્યારપછી હજાર પરિવ્રાજક સાથે સૌગંધિકા નગરીમાં પરિવ્રાજકના મઠે આવ્યો, આવીને ત્યાં ઉપકરણો રાખ્યા, રાખીને ગેરુના રંગેલ વસ્ત્ર પહેર્યા. થોડા પરિવ્રાજકો સાથે પરિવરીને પરિવ્રાજક મઠથી નીકળ્યો, નીકળીને સૌગંધિકા નગરીની વચ્ચોવચ્ચથી સુદર્શનના ઘેર સુદર્શનની પાસે આવ્યો. ત્યારે તે સુદર્શન તેમને આવતા જોઈને, ઊભો ન થયો, તેની સામે ન ગયો, આદર ન કર્યો, જાણ્યો નહીં, વંદન ન કર્યા, મૌન રહ્યો. ત્યારે શુક્ર પરિવ્રાજકે સુદર્શનને ઊભો ન થયો આદિ જાણીને આમ કહ્યું – સુદર્શન ! તું અન્યદા મને આવતો જોઈને ઊભો થતો યાવત્ વાંદતો, હવે હે સુદર્શન ! તું મને જોઈને યાવત્ વાંદતો નથી, તો હે સુદર્શન ! કોની પાસે તે આવો વિનયમૂલ ધર્મ સ્વીકાર્યો ? ત્યારે શુક્ર પરિવ્રાજક પાસે આમ સાંભળીને તે સુદર્શન આસનેથી ઊભો થયો. બે હાથ જોડી શુક્ર પરિવ્રાજકને આમ કહ્યું – હે દેવાનુપ્રિય ! અર્હત્ અરિષ્ઠનેમિના શિષ્ય થાવચ્ચાપુત્ર અણગાર યાવત્ અહીં પધાર્યા, નીલાશોક ઉદ્યાનમાં વિચરે છે. તેમની પાસે વિનયમૂલ ધર્મ સ્વીકાર્યો. ત્યારે શુક્ર પરિવ્રાજકે સુદર્શનને કહ્યું – હે સુદર્શન ! ચાલો, તમારા ધર્માચાર્ય થાવચ્ચાપુત્ર પાસે જઈને આ આવા સ્વરૂપના અર્થો, હેતુઓ, પ્રશ્નો, કારણો, વ્યાકરણોને પૂછીએ. જો તેઓ મારા આ અર્થો યાવત્ વ્યાકરણના ઉત્તરો આપશે, તો હું તેમને વંદીશ – નમીશ, જો તે મારા આ અર્થોના યાવત્ ઉત્તરો નહીં આપે તો હું એ જ અર્થો, હેતુઓ વડે નિસ્પૃષ્ટ પ્રશ્ન વ્યાકરણ અર્થાત્ તેઓને નિરુત્તર કરીશ. ત્યારે તે શુક્ર હજાર પરિવ્રાજક અને સુદર્શનશ્રેષ્ઠી સાથે નીલાશોક ઉદ્યાનમાં થાવચ્ચાપુત્ર અણગાર પાસે આવ્યો. આવીને તેમને કહ્યું – ભગવન્ ! તમને યાત્રા, યાપનીય છે , આપને અવ્યાબાધ છે?, આપને પ્રાસુકવિહાર છે? ત્યારે થાવચ્ચાપુત્રએ શુક્ર પરિવ્રાજકને કહ્યું – હે શુક્ર ! મારે યાત્રા યાપનીય છે, અવ્યાબાધ પણ છે અને પ્રાસુક વિહાર પણ છે. ત્યારે શુક્રે થાવચ્ચાપુત્રને કહ્યું – ભગવન્ ! તમારી યાત્રા શું છે ? હે શુક્ર ! જે મારા જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, સંયમ, સ્વાધ્યાય આદિ આવશ્યક યોગોમાં જે યતના પૂર્વકની પ્રવૃત્તિ તે મારી યાત્રા છે. ભગવન્ ! તમારે યાપનીય શું છે ? યાપનીય બે ભેદે છે – ઇન્દ્રિય યાપનીય, નોઇન્દ્રિય યાપનીય. તે ઇન્દ્રિય યાપનીય શું છે ? હે શુક્ર ! મારા શ્રોત્ર – ચક્ષુ – ઘ્રાણ – જીભ – સ્પર્શ ઇન્દ્રિય નિરુપહત અને વશવર્તે છે, તે ઇન્દ્રિય યાપનીય છે. તે નોઇન્દ્રિય યાપનીય શું છે ? હે શુક્ર ! જે ક્રોધ – માન – માયા – લોભ ક્ષીણ, ઉપશાંત હોય, ઉદયમાં ન હોય તે અમારે નોઇન્દ્રિય યાપનીય છે. ભગવન્ ! તમારે અવ્યાબાધ શું છે ? શુક્ર ! મારા જે વાત, પિત્ત, કફ, સંનિપાતાદિક વિવિધ રોગાંતક ઉદીરાતા નથી, તે મારેઅવ્યાબાધ છે. ભગવન્ ! તમારા પ્રાસુકવિહાર શું છે ? શુક્ર ! જે આરામ, ઉદ્યાન, દેવકુલ, સભા, પ્રપા, સ્ત્રી – પશુ – પંડક વિસર્જિત વસતી આ બધામાં પીઠ, ફલક, શય્યા, સંસ્તારક ગ્રહણ કરીને વિચરીએ છીએ તે અમારો પ્રાસુકવિહાર છે. ભગવન્ ! તમારે સરિસવયા ભક્ષ્ય છે કે અભક્ષ્ય ? શુક્ર ! સરિસવયા ભક્ષ્ય પણ છે, અભક્ષ્ય પણ છે. ભગવન્ ! એમ કેમ કહ્યું ? શુક્ર ! સરિસવયા બે ભેદે છે – મિત્ર સરિસવયા અને ધાન્ય સરિસવયા. તેમાં મિત્ર સરિસવયા ત્રણ ભેદે – સહજાત, સહવર્દ્ધિત, સહપાંશુક્રીડિત. તે શ્રમણ – નિર્ગ્રન્થોને અભક્ષ્ય છે. ધાન્ય સરિસવયા બે ભેદે – શસ્ત્રપરિણત, અશસ્ત્રપરિણત. જે અશસ્ત્ર પરિણત છે, તે શ્રમણ નિર્ગ્રન્થોને અભક્ષ્ય છે. શસ્ત્ર પરિણત બે ભેદે – પ્રાસુક અને અપ્રાસુક. તેમાં અપ્રાસુક તે ભક્ષ્ય નથી. જે પ્રાસુક છે, તે બે ભેદે – યાચિત, અયાચિત. તેમાં જે અયાચિત, તે અભક્ષ્ય છે. યાચિત બે ભેદે – એષણીય, અનેષણીય. જે અનેષણીય તે અભક્ષ્ય છે. એષણીય બે ભેદે – પ્રાપ્ત, અપ્રાપ્ત. અપ્રાપ્ત છે તે અભક્ષ્ય છે, જે પ્રાપ્ત છે, તે નિર્ગ્રન્થોને ભક્ષ્ય છે. આ કારણે શુક્ર ! એમ કહ્યું કે સરિસવયા ભક્ષ્ય પણ છે, અભક્ષ્ય પણ છે. આ પ્રમાણે કુલત્થા પણ જાણવા. વિશેષ એ કે – સ્ત્રીકુલત્થા અને ધાન્યકુલત્થા. સ્ત્રીકુલત્થા ત્રણ ભેદે – કુળવધૂ, કુલમાતા, કુલપુત્રી. ધાન્ય કુલત્થા પણ પૂર્વવત્ જાણવા. એ પ્રમાણે ‘માસ’ પણ જાણવા. તેમાં વિશેષતા એ છે કે – ‘માસ’ ત્રણ ભેદે છે – કાલમાસા, અર્થમાસા, ધાન્યમાસા. કાલમાસા બાર ભેદે છે – શ્રાવણ યાવત્ અષાઢ. તે અભક્ષ્ય છે. અર્થમાસા બે ભેદે છે – હિરણ્યમાસા, સુવર્ણમાસા. તે અભક્ષ્ય છે. ધાન્યમાસા તેમજ છે. આપ એક છો ? બે છો ? અનેક છો ? અક્ષય છો ? અવ્યય છો ? અવસ્થિત છો ? અનેક ભૂત – ભાવ – ભાવિ છો ? હે શુક્ર ! હું એક છું, બે છું, અનેક છું, અક્ષય છું, અવ્યય છું, અવસ્થિત છું, અનેક ભૂત – ભાવ – ભાવિક છું. ભગવન્ ! એમ કેમ કહ્યું ? દ્રવ્યાર્થપણે હું એક છું, જ્ઞાન – દર્શનતાથી બે છું, પ્રદેશાર્થતાથી અક્ષય છું, અવ્યય, છું, અવસ્થિત છું, ઉપયોગાર્થતાથી અનેકભૂત – ભાવિ – ભવિક છું. આ રીતે તે શુક્ર બોધ પામ્યો, થાવચ્ચાપુત્રને વાંદી, નમીને આમ કહ્યું – ભગવન્ ! હું આપની પાસે કેવલિ – પ્રજ્ઞપ્ત ધર્મ સાંભળવા ઇચ્છુ છું. ધર્મકથા કહી. ત્યારે તે શુક્ર પરિવ્રાજક, થાવચ્ચાપુત્ર પાસે ધર્મ સાંભળી, સમજીને આમ બોલ્યો – હે ભગવન્ ! હું હજાર પરિવ્રાજક સાથે પરિવરીને આપની પાસે મુંડ થઈ દીક્ષિત થવા ઇચ્છુ છું. સુખ ઉપજે તેમ કરો, યાવત્ ઇશાન ખૂણામાં ત્રિદંડક યાવત્ ગેરુવસ્ત્રોને એકાંતમાં મૂકીને સ્વયં જ શિખા ઉખાડી નાંખી, પછી થાવચ્ચાપુત્ર પાસે મુંડ થઈને યાવત્ પ્રવ્રજિત થઈ સામાયિકાદિ ચૌદ પૂર્વો ભણ્યા. પછી થાવચ્ચાપુત્રે શુક્રને હજાર સાધુ શિષ્યરૂપે આપ્યા. ત્યારે થાવચ્ચાપુત્ર સૌગંધિકાના નીલાશોક ઉદ્યાનથી નીકળ્યા. નીકળીને બાહ્ય જનપદ વિહારથી વિચરે છે. ત્યારે તે થાવચ્ચાપુત્ર હજાર અણગાર સાથે પરિવરીને પુંડરીક પર્વતે આવ્યા. પછી પુંડરીક પર્વતે ધીમે ધીમે ચઢે છે, ચઢીને ઘનમેઘ સદૃશ દેવોના આગમન રૂપ પૃથ્વીશિલાપટ્ટકે યાવત્ પાદપોપગમન અનશન કર્યું. ત્યારે તે થાવચ્ચાપુત્ર ઘણા વર્ષોનો શ્રામણ્ય પર્યાય પાળીને માસિકી સંલેખના વડે ૬૦ ભક્તોને અનશન વડે છેદીને યાવત્ ઉત્તમ કેવળજ્ઞાન – દર્શન પામીને પછી સિદ્ધ થઈ, મુક્ત થયા. સૂત્ર– ૬૮. ત્યારે તે શુક્ર અણગાર અન્ય કોઈ દિવસે શૈલકપુરનગરમાં સુભૂમિભાગ ઉદ્યાનમાં પધાર્યા, પર્ષદા નીકળી, શૈલક નીકળ્યો, ધર્મ સાંભળ્યો. વિશેષ એ કે – હે દેવાનુપ્રિય ! પંથક આદિ ૫૦૦ મંત્રીઓને પૂછીને મંડુક કુમારને રાજ્યમાં સ્થાપી, પછી આપની પાસે મુંડ થઈને, ઘરથી નીકળી દીક્ષા લેવા ઇચ્છુ છું. જેમ સુખ ઉપજે તેમ કરો. ત્યારે તે શૈલક રાજા શૈલકપુર નગરે પ્રવેશ્યો. પ્રવેશીને પોતાના ઘેર બાહ્ય ઉપસ્થાનશાળામાં આવ્યો, આવીને સિંહાસને બેઠો. પછી તે શૈલક રાજાએ પંથક આદિ ૫૦૦ મંત્રીઓને બોલાવીને કહ્યું – હે દેવાનુપ્રિયો! મેં શુક્ર અણગાર પાસે ધર્મ સાંભળ્યો, તે જ ધર્મ મને ઇચ્છિત, પ્રતિચ્છિત, રુચિકર છે. હે દેવાનુપ્રિયો! હું સંસાર ભયથી ઉદ્વિગ્ન થઈને યાવત્ પ્રવ્રજ્યા લેવા ઇચ્છુ છું. હે દેવાનુપ્રિયો ! તમે શું કરશો ? ક્યાં રહેશો ? તમારી હાર્દિક ઇચ્છા શું છે ? ત્યારે તે પંથક આદિએ શૈલક રાજાને આમ કહ્યું – જો તમે સંસાર છોડી યાવત્ દીક્ષા લો, તો દેવાનુપ્રિય ! અમારે બીજું કોણ આધાર કે આલંબન છે ? અમે પણ સંસાર ભયથી ઉદ્વિગ્ન છીએ યાવત્ દીક્ષા લઈશું. જ્યાં આપ અમારા ઘણા કાર્યોમાં અને કારણોમાં મુખ્ય છો તેમ યાવત્ દીક્ષિત થઈને પણ ઘણા કાર્યોમાં યાવત્ ચક્ષુભૂત થશો. ત્યારે તે શૈલકે, પંથક આદિ ૫૦૦ મંત્રીઓને કહ્યું – હે દેવાનુપ્રિયો ! જો તમે સંસારથી ઉદ્વિગ્ન થઈ યાવત્ પ્રવ્રજ્યા લેવા ઇચ્છો છો તો હે દેવાનુપ્રિયો ! પોત – પોતાના કુટુંબોમાં મોટા પુત્રને કુટુંબ મધ્યે સ્થાપીને સહસ્રપુરુષવાહિની શિબિકામાં આરૂઢ થઈ મારી પાસે આવો. તેઓ પણ તે પ્રમાણે આવ્યા. ત્યારપછી શૈલક રાજા ૫૦૦ મંત્રીઓને આવ્યા જોઈને હર્ષિત, સંતુષ્ટ થઈને કૌટુંબિક પુરુષોને બોલાવે છે, બોલાવીને કહ્યું – ઓ દેવાનુપ્રિયો ! જલદી મંડુકકુમારના મહાર્થ યાવત્ રાજ્યાભિષેકની તૈયારી કરો. ઇત્યાદિ પૂર્વવત્. અભિસિક્ત કર્યો, યાવત્ વિચરે છે. ત્યારે તે શૈલક મંડુક રાજાની આજ્ઞા પૂછે છે. ત્યારે તે મંડુક રાજા કૌટુંબિક પુરુષોને બોલાવીને કહે છે – જલદીથી શૈલકપુરનગરને પાણીથી સીંચીને યાવત્ ગંધવર્તીભૂત કરો અને કરાવો. પછી મારી આ આજ્ઞા પાછી સોંપો. પછી મંડુકે બીજી વખત કૌટુંબિક પુરુષોને બોલાવીને કહ્યું – જલદીથી શૈલકરાજાના મહાર્થ યાવત્ નિષ્ક્રમણાભિષેકની તૈયારી કરો. બાકી બધું મેઘકુમારની માફક જાણવુ. વિશેષ એ કે – પદ્માવતી દેવીએ અગ્રકેશને ગ્રહણ કર્યા, બધા સ્વજન – પરિજનો પાત્ર આદિ ગ્રહણ કરી શિબિકામાં બેઠા. શેષ વર્ણન શૈલક રાજર્ષિ માફકપૂર્વવત્ કહેવું. શૈલક રાજર્ષિ સામાયિક આદિ ૧૧ – અંગોને ભણ્યા, ભણીને બધા જ ઉપવાસાદિ કરતા યાવત્ વિચરે છે. ત્યારે તે શૈલક અણગારને શુક્ર અણગારે ૫૦૦ સાધુને શિષ્યરૂપે સોંપ્યા. પછી શુક્ર – અણગાર કોઈ દિવસે શૈલકપુરનગરના સુભૂમિભાગ ઉદ્યાનથી બહાર નીકળી જનપદોમાં વિચરવા લાગ્યા. ત્યારપછી તે શુક્ર અણગારે અન્ય કોઈ દિવસે ૧૦૦૦અણગાર સાથે પરીવરી પૂર્વાનુપૂર્વી ચાલતા, ગ્રામાનુગ્રામ વિચરતા, પુંડરીકપર્વતે યાવત્ મોક્ષે ગયા સૂત્ર સંદર્ભ– ૬૬–૬૮ | ||
Mool Sutra Transliteration : | [sutra] tenam kalenam tenam samaenam selagapure namam nagare hottha. Subhumibhage ujjane. Selae raya. Paumavai devi. Mamdue kumare juvaraya. Tassa nam selagassa pamthagapamokkha pamcha mamtisaya hottha–uppattiyae venaiyae kammiyae parinamiyae uvaveya rajjadhuram chimtayamti. Thavachchaputte selagapure samosadhe. Raya niggae. Tae nam se selae raya thavachchaputtassa anagarassa amtie dhammam sochcha nisamma hatthatuttha-chittamanamdie piimane parama-somanassie harisavasavisappamanahiyae utthae utthei, utthetta thavachcha-puttam anagaram tikkhutto ayahina-payahinam karei, karetta vamdai namamsai, vamditta namamsitta evam vayasi– Saddahami nam bhamte! Niggamtham pavayanam. Pattiyami nam bhamte! Niggamtham pavayanam. Roemi nam bhamte! Niggamtham pavayanam. Abbhutthemi nam bhamte! Niggamtham pavayanam. Evameyam bhamte! Tahameyam bhamte! Avitahameyam bhamte! Asamdiddhameyam bhamte! Ichchhiyameyam bhamte! Padichchhiyameyam bhamte! Ichchhiya-padichchhi-yameyam bhamte! Jam nam tubbhe vadaha tti kattu vamdai namamsai, vamditta namamsitta evam vayasi–jaha nam devanuppiyanam amtie bahave ugga uggaputta bhoga java ibbha ibbhaputta chichcha hirannam, evam–dhanam dhannam balam vahanam kosam kotthagaram puram amteuram, chichcha viulam dhana-kanaga-rayana-mani-mottiya-samkha-sila-ppavala-samtasara-savaejjam, vichchhadditta vigovaitta, danam daiyanam paribhaitta, mumda bhavitta nam agarao anagariyam pavvaiya, taha nam aham no samchaemi java pavvaittae, aham nam devanuppiyanam amtie chaujjamiyam gihi-dhammam padivajjissami. Ahasuham devanuppiya! Ma padibamdham karehi. Tae nam se selae raya thavachchaputtassa anagarassa amtie chaujjamiyam gihidhammam uvasampajjai. Tae nam se selae raya samanovasae jae–abhigayajivajive uvaladdhapunnapave asava-samvara-nijjara- kiriya-ahigarana- bamdhamokkha- kusale asahejje devasura-naga-jakkha-rakkhasa-kinnara-kimpurisa-garula-gamdhavva-mahoragaiehim devaganehim niggam-thao pavayanao anaikkamanijje, niggamthe pavayane nissamkie nikkamkhie nivvitigichchhe laddhatthe gahiyatthe puchchhiyatthe abhigayatthe vinichchhiyatthe atthimimjapemanuragaratte ayamauso! Niggamthe pavayane atthe ayam paramatthe sese anatthe, usiyaphalihe avamguyaduvare chiya-tamteura-paradharadara-ppavese chauddasatthamudditthapunnamasinisu padipunnam posaham sammam anupalemane samane niggamthe phasu-esanijjenam asana-pana-khaima-saimenam vattha-padiggaha-kambala-payapumchhanenam osahabhesajjenam padiharienam ya pidhaphalaga-sejja-samtharaenam padilabhemane sila-vvaya-guna-veramana-pachchakkhana-posahovavasehim ahapariggahiehim tavokammehim appanam bhavemane viharai. Pamthagapamokkha pamcha mamtisaya samanovasaya jaya. Thavachchaputte bahiya janavayaviharam viharai. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 66. Te kale, te samaye shailakapura nagara hatum. Subhumibhaga udyana hatum. Shailaka raja, padmavati devi, mamdukakumara yuvaraja. Te shailakane pamthaka adi 500 mamtri hata. Teo autpatiki, vainayiki adi chara prakarani buddhiyukta thai rajyadhurana chimtaka hata. Thavachchaputra, shailakapure padharya, raja nikalyo, dharmakatha kahi, dharma sambhalyo, pachhi kahyum –. Jema apani pase ghana ugrakulana, bhogakulana purusho yavat hiranyano tyaga kari, yavat pravrajya lidhi, tema hum diksha leva samartha nathi, hum apani pase pamcha anuvratarupa (bara vrata yukta) shravaka dharma dharana karava ichchhum chhum yavat te jivajivana jnyata thaya yavat te potana atmane bhavita karata vichare chhe. Pamthaka adi 500 mamtri pana shravaka thaya, pachhi thavachchaputra bahya janapada vihare vichare chhe. Sutra– 67. Te kale, te samaye saugamdhika nagari hati. Nilashoka udyana hatum. Nagari ane udyananum varnana uvavai sutra anusara karavum. Te saugamdhika nagarimam sudarshana nagarashreshthi vasato hato. Te dhanadhya yavat aparibhuta hato. Te kale, te samaye shukra parivrajaka hato. Te rigveda, yajurveda, shamaveda, atharvana veda, shashthitamtra – kushala hato, samkhya samaya labdhartha, pamcha yama – pamcha niyama yukta, shauchamulaka dasha prakarana parivrajaka dharma ane shaucha dharma, tirthabhishekano upadesha ane prarupana karata, geruthi rakta shreshtha vastra dharana karata, tridamda – kudika – chhatra – chhannalaya – amkusha – pavitri, kesarika a sata, temana hathamam raheta hata. 1000 parivrajakothi parivritta te shukra, saugamdhika nagarie, parivrajakana matha pase avyo. Avine tyam potana upakarana rakhya, samkhyamatanusara potana atmane bhavita karato vicharava lagyo. Tyare te saugamdhikana shrimgatakadie ghana loko ekabijane ama kaheta hata – shukra parivrajaka ahim avya chhe yavat vichare chhe. Parshada nikali, sudarshana nikalyo. Tyare te shukra parivrajake te parshada ane sudarshana tatha bija ghanane samkhyamatano upadesha kahyo. He sudarshana ! Amaro dharma shauchamulaka chhe, te shaucha be bhede chhe – dravya ane bhavathi. Dravyashaucha jala ane matithi thaya, bhavashaucha darbha ane mamtrathi thaya. He devanupriya ! Amare mate je kami ashuchi thaya chhe, te badhi tatkala matithi mamji devaya chhe ane pachhi shuddha jala vade dhovamam ave chhe. Tyare ashuchi shuchi thai jaya chhe. E rite nishche jalabhishekathi potano atma pavitra kari nirvighne svarge jaya chhe. Tyare te sudarshana, shukra pase a dharma sambhali harshita thayo, shukrani pase shauchamulaka dharma svikaryo. Pachhi parivrajakone vipula ashanadi, vastradi pratilabhato yavat vichare chhe. Tyare te shukra parivrajaka saugamdhika nagarithi nikalyo. Nikaline bahya janapada viharathi vichare chhe. Te kale, te samaye thavachchaputra padharya. Parshada nikali, sudarshana pana nikalyo. Tene thavachchaputrane vamdana – namaskara karya, pachhi a pramane kahyum – Apana dharmanum mula shum chhe\? Tyare thavachchaputre sudarshanane kahyum – he sudarshana ! Amaro dharma vinayamulaka chhe. Te vinaya be bhede chhe – agara vinaya, anagara vinaya. Temam je agara vinaya chhe, te pamcha anuvrata ane sata shikshavrata, 11 – upasaka pratimao rupa chhe. Anagara vinaya pamcha mahavrata rupa chhe. Sarvatha pranatipata viramana, sarvatha mrishavada viramana, sarvatha adattadana viramana, sarvatha maithunathi viramana, sarvatha parigrahathi viramana tatha sarvatha ratribhojanathi viramana yavat mithyadarshanashalyathi viramana, dashavidha pratyakhyana, bara bhikshupratimarupa chhe. A be prakarana vinayamulaka dharmathi anukrame atha karmaprakritio khapavine lokagre pratishthita thaya chhe. Tyare thavachchaputre sudarshanane kahyum – he sudarshana ! Tamara dharmanum mula shum chhe\? He devanupriya! Amaro shauchamulaka dharma chhe yavat tenathi svarge jaya chhe. Tyare thavachchaputra anagare sudarshanane kahyum – he sudarshana ! Jema koi purusha eka mota lohilipta vastrane lohi vade dhuve. To te lohi vade ja dhovata vastroni shuddhi thashe\? Na, tema na thaya. E rite sudarshana! Tame pana pranatipata yavat mithyadarshanashalya yukta chho, to lohilipta vastrani lohithi dhovathi jema shuddhi na thaya tema tari shuddhi nathaya Sudarshana! Jema koi purusha eka mota lohilipta vastrane saji khara vade panimam bhimjave, pachhi chule chadhave, pachhi ukale, pachhi shuddha jalathi dhove, to he sudarshana ! Nishchayathi te vastra shuddha thai jaya\? Ha, thai jaya. E rite he sudarshana ! Amara mate pranatipataviramana yavat mithyadarshana shalya viramanathi shuddhi thaya. Jema vastrashuddhi thaya. Tyare te sudarshana bodha pamyo, pachhi thavachchaputrane vamdi – namine kahyum – bhagavan ! Hum dharma sambhaline janava ichchhu chhum yavat te dharma sambhaline shravaka thayo, jivajivano jnyata thayo. Tyare shukrane avo samkalpa utpanna thayo ke sudarshane shauchamulaka dharma chhodi vinayamulaka dharma svikaryo chhe, mara mate shreyaskara chhe ke sudarshanani drishtino tyaga karavi phari shauchamulaka dharma samajavum. E pramane tene vicharyu. Tyarapachhi hajara parivrajaka sathe saugamdhika nagarimam parivrajakana mathe avyo, avine tyam upakarano rakhya, rakhine geruna ramgela vastra paherya. Thoda parivrajako sathe parivarine parivrajaka mathathi nikalyo, nikaline saugamdhika nagarini vachchovachchathi sudarshanana ghera sudarshanani pase avyo. Tyare te sudarshana temane avata joine, ubho na thayo, teni same na gayo, adara na karyo, janyo nahim, vamdana na karya, mauna rahyo. Tyare shukra parivrajake sudarshanane ubho na thayo adi janine ama kahyum – sudarshana ! Tum anyada mane avato joine ubho thato yavat vamdato, have he sudarshana ! Tum mane joine yavat vamdato nathi, to he sudarshana ! Koni pase te avo vinayamula dharma svikaryo\? Tyare shukra parivrajaka pase ama sambhaline te sudarshana asanethi ubho thayo. Be hatha jodi shukra parivrajakane ama kahyum – he devanupriya ! Arhat arishthanemina shishya thavachchaputra anagara yavat ahim padharya, nilashoka udyanamam vichare chhe. Temani pase vinayamula dharma svikaryo. Tyare shukra parivrajake sudarshanane kahyum – he sudarshana ! Chalo, tamara dharmacharya thavachchaputra pase jaine a ava svarupana artho, hetuo, prashno, karano, vyakaranone puchhie. Jo teo mara a artho yavat vyakaranana uttaro apashe, to hum temane vamdisha – namisha, jo te mara a arthona yavat uttaro nahim ape to hum e ja artho, hetuo vade nisprishta prashna vyakarana arthat teone niruttara karisha. Tyare te shukra hajara parivrajaka ane sudarshanashreshthi sathe nilashoka udyanamam thavachchaputra anagara pase avyo. Avine temane kahyum – bhagavan ! Tamane yatra, yapaniya chhe, apane avyabadha chhe?, apane prasukavihara chhe? Tyare thavachchaputrae shukra parivrajakane kahyum – he shukra ! Mare yatra yapaniya chhe, avyabadha pana chhe ane prasuka vihara pana chhe. Tyare shukre thavachchaputrane kahyum – bhagavan ! Tamari yatra shum chhe\? He shukra ! Je mara jnyana, darshana, charitra, tapa, samyama, svadhyaya adi avashyaka yogomam je yatana purvakani pravritti te mari yatra chhe. Bhagavan ! Tamare yapaniya shum chhe\? Yapaniya be bhede chhe – indriya yapaniya, noindriya yapaniya. Te indriya yapaniya shum chhe\? He shukra ! Mara shrotra – chakshu – ghrana – jibha – sparsha indriya nirupahata ane vashavarte chhe, te indriya yapaniya chhe. Te noindriya yapaniya shum chhe\? He shukra ! Je krodha – mana – maya – lobha kshina, upashamta hoya, udayamam na hoya te amare noindriya yapaniya chhe. Bhagavan ! Tamare avyabadha shum chhe\? Shukra ! Mara je vata, pitta, kapha, samnipatadika vividha rogamtaka udirata nathi, te mareavyabadha chhe. Bhagavan ! Tamara prasukavihara shum chhe\? Shukra ! Je arama, udyana, devakula, sabha, prapa, stri – pashu – pamdaka visarjita vasati a badhamam pitha, phalaka, shayya, samstaraka grahana karine vicharie chhie te amaro prasukavihara chhe. Bhagavan ! Tamare sarisavaya bhakshya chhe ke abhakshya\? Shukra ! Sarisavaya bhakshya pana chhe, abhakshya pana chhe. Bhagavan ! Ema kema kahyum\? Shukra ! Sarisavaya be bhede chhe – mitra sarisavaya ane dhanya sarisavaya. Temam mitra sarisavaya trana bhede – sahajata, sahavarddhita, sahapamshukridita. Te shramana – nirgranthone abhakshya chhe. Dhanya sarisavaya be bhede – shastraparinata, ashastraparinata. Je ashastra parinata chhe, te shramana nirgranthone abhakshya chhe. Shastra parinata be bhede – prasuka ane aprasuka. Temam aprasuka te bhakshya nathi. Je prasuka chhe, te be bhede – yachita, ayachita. Temam je ayachita, te abhakshya chhe. Yachita be bhede – eshaniya, aneshaniya. Je aneshaniya te abhakshya chhe. Eshaniya be bhede – prapta, aprapta. Aprapta chhe te abhakshya chhe, je prapta chhe, te nirgranthone bhakshya chhe. A karane shukra ! Ema kahyum ke sarisavaya bhakshya pana chhe, abhakshya pana chhe. A pramane kulattha pana janava. Vishesha e ke – strikulattha ane dhanyakulattha. Strikulattha trana bhede – kulavadhu, kulamata, kulaputri. Dhanya kulattha pana purvavat janava. E pramane ‘masa’ pana janava. Temam visheshata e chhe ke – ‘masa’ trana bhede chhe – kalamasa, arthamasa, dhanyamasa. Kalamasa bara bhede chhe – shravana yavat ashadha. Te abhakshya chhe. Arthamasa be bhede chhe – hiranyamasa, suvarnamasa. Te abhakshya chhe. Dhanyamasa temaja chhe. Apa eka chho\? Be chho\? Aneka chho\? Akshaya chho\? Avyaya chho\? Avasthita chho\? Aneka bhuta – bhava – bhavi chho\? He shukra ! Hum eka chhum, be chhum, aneka chhum, akshaya chhum, avyaya chhum, avasthita chhum, aneka bhuta – bhava – bhavika chhum. Bhagavan ! Ema kema kahyum\? Dravyarthapane hum eka chhum, jnyana – darshanatathi be chhum, pradesharthatathi akshaya chhum, avyaya, chhum, avasthita chhum, upayogarthatathi anekabhuta – bhavi – bhavika chhum. A rite te shukra bodha pamyo, thavachchaputrane vamdi, namine ama kahyum – bhagavan ! Hum apani pase kevali – prajnyapta dharma sambhalava ichchhu chhum. Dharmakatha kahi. Tyare te shukra parivrajaka, thavachchaputra pase dharma sambhali, samajine ama bolyo – he bhagavan ! Hum hajara parivrajaka sathe parivarine apani pase mumda thai dikshita thava ichchhu chhum. Sukha upaje tema karo, yavat ishana khunamam tridamdaka yavat geruvastrone ekamtamam mukine svayam ja shikha ukhadi namkhi, pachhi thavachchaputra pase mumda thaine yavat pravrajita thai samayikadi chauda purvo bhanya. Pachhi thavachchaputre shukrane hajara sadhu shishyarupe apya. Tyare thavachchaputra saugamdhikana nilashoka udyanathi nikalya. Nikaline bahya janapada viharathi vichare chhe. Tyare te thavachchaputra hajara anagara sathe parivarine pumdarika parvate avya. Pachhi pumdarika parvate dhime dhime chadhe chhe, chadhine ghanamegha sadrisha devona agamana rupa prithvishilapattake yavat padapopagamana anashana karyum. Tyare te thavachchaputra ghana varshono shramanya paryaya paline masiki samlekhana vade 60 bhaktone anashana vade chhedine yavat uttama kevalajnyana – darshana pamine pachhi siddha thai, mukta thaya. Sutra– 68. Tyare te shukra anagara anya koi divase shailakapuranagaramam subhumibhaga udyanamam padharya, parshada nikali, shailaka nikalyo, dharma sambhalyo. Vishesha e ke – he devanupriya ! Pamthaka adi 500 mamtrione puchhine mamduka kumarane rajyamam sthapi, pachhi apani pase mumda thaine, gharathi nikali diksha leva ichchhu chhum. Jema sukha upaje tema karo. Tyare te shailaka raja shailakapura nagare praveshyo. Praveshine potana ghera bahya upasthanashalamam avyo, avine simhasane betho. Pachhi te shailaka rajae pamthaka adi 500 mamtrione bolavine kahyum – he devanupriyo! Mem shukra anagara pase dharma sambhalyo, te ja dharma mane ichchhita, pratichchhita, ruchikara chhe. He devanupriyo! Hum samsara bhayathi udvigna thaine yavat pravrajya leva ichchhu chhum. He devanupriyo ! Tame shum karasho\? Kyam rahesho\? Tamari hardika ichchha shum chhe\? Tyare te pamthaka adie shailaka rajane ama kahyum – jo tame samsara chhodi yavat diksha lo, to devanupriya ! Amare bijum kona adhara ke alambana chhe\? Ame pana samsara bhayathi udvigna chhie yavat diksha laishum. Jyam apa amara ghana karyomam ane karanomam mukhya chho tema yavat dikshita thaine pana ghana karyomam yavat chakshubhuta thasho. Tyare te shailake, pamthaka adi 500 mamtrione kahyum – he devanupriyo ! Jo tame samsarathi udvigna thai yavat pravrajya leva ichchho chho to he devanupriyo ! Pota – potana kutumbomam mota putrane kutumba madhye sthapine sahasrapurushavahini shibikamam arudha thai mari pase avo. Teo pana te pramane avya. Tyarapachhi shailaka raja 500 mamtrione avya joine harshita, samtushta thaine kautumbika purushone bolave chhe, bolavine kahyum – o devanupriyo ! Jaladi mamdukakumarana mahartha yavat rajyabhishekani taiyari karo. Ityadi purvavat. Abhisikta karyo, yavat vichare chhe. Tyare te shailaka mamduka rajani ajnya puchhe chhe. Tyare te mamduka raja kautumbika purushone bolavine kahe chhe – jaladithi shailakapuranagarane panithi simchine yavat gamdhavartibhuta karo ane karavo. Pachhi mari a ajnya pachhi sompo. Pachhi mamduke biji vakhata kautumbika purushone bolavine kahyum – jaladithi shailakarajana mahartha yavat nishkramanabhishekani taiyari karo. Baki badhum meghakumarani maphaka janavu. Vishesha e ke – padmavati devie agrakeshane grahana karya, badha svajana – parijano patra adi grahana kari shibikamam betha. Shesha varnana shailaka rajarshi maphakapurvavat kahevum. Shailaka rajarshi samayika adi 11 – amgone bhanya, bhanine badha ja upavasadi karata yavat vichare chhe. Tyare te shailaka anagarane shukra anagare 500 sadhune shishyarupe sompya. Pachhi shukra – anagara koi divase shailakapuranagarana subhumibhaga udyanathi bahara nikali janapadomam vicharava lagya. Tyarapachhi te shukra anagare anya koi divase 1000anagara sathe parivari purvanupurvi chalata, gramanugrama vicharata, pumdarikaparvate yavat mokshe gaya Sutra samdarbha– 66–68 |