Sutra Navigation: Gyatadharmakatha ( ધર્મકથાંગ સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1104750
Scripture Name( English ): Gyatadharmakatha Translated Scripture Name : ધર્મકથાંગ સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

श्रुतस्कंध-१

अध्ययन-२ संघाट

Translated Chapter :

શ્રુતસ્કંધ-૧

અધ્યયન-૨ સંઘાટ

Section : Translated Section :
Sutra Number : 50 Category : Ang-06
Gatha or Sutra : Sutra Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [सूत्र] तए णं ते नगरगुत्तिया विजयस्स तक्करस्स पयमग्गमणुगच्छमाणा जेणेव मालुयाकच्छए तेणेव उवागच्छंति, उवागच्छित्ता मालुयाकच्छगं अनुप्पविसंति, अनुप्पविसित्ता विजयं तक्करं ससक्खं सहोढं सगेवेज्जं जीवग्गाहं गेण्हंति, गेण्हित्ता अट्ठि-मुट्ठि-जाणुकोप्पर-पहार-संभग्ग-महिय-गत्तं करेंति, करेत्ता अवउडा बंधनं करेंति, करेत्ता देवदिन्नस्स दारगस्स आभरणं गेण्हंति, गेण्हित्ता विजयस्स तक्करस्स गीवाए बंधंति, बंधित्ता मालुयाकच्छगाओ पडिनिक्खमंति, पडिनिक्खमित्ता जेणेव रायगिहे नयरे तेणेव उवागच्छंति, उवागच्छित्ता रायगिहं नयरं अनुप्पविसंति, अनुप्पविसित्ता रायगिहे नयरे सिंघाडग-तिग-चउक्क-चच्चर-चउम्मुह -महापहपहेसु कसप्पहारे य छिवापहारे य लयापहारे य निवाएमाणा-निवाएमाणा छारं च धूलिं च कयवरं च उवरिं पकिरमाणा-पकिरमाणा महया-महया सद्देणं उग्घोसेमाणा एवं वयंति– एस णं देवानुप्पिया! विजए नामं तक्करे–पावचंडालरूवे भीमतररुद्दकम्मे आरुसिय-दित्त-रत्तनयणे खरफरुस-महल्ल-विगय-बीभच्छदाढिए असंपुडियउट्ठे उद्धुय-पइण्ण-लंबंतमुद्धए भमर-राहुवण्णे निरनुक्कोसे निरनुतावे दारुणे पइभए निसंसइए निरणुकंपे अहीव एगंतदिट्ठीए खुरेव एगंतधाराए गिद्धेव आमिसतल्लिच्छे अग्गिमिव सव्वभक्खी बालघायए बालमारए। तं नो खलु देवानुप्पिया! एयस्स केइ राया वा रायमच्चे वा अवरज्झइ, नन्नत्थ अप्पणो सयाइं कम्माइं अवरज्झंति त्ति कट्टु जेणामेव चारगसाला तेणामेव उवागच्छंति, उवागच्छित्ता हडिबंधनं करेंति, करेत्ता भत्तपाणनिरोहं करेंति, करेत्ता निसंज्झं कसप्प-हारे य छिवापहारे य लयापहारे य निवाएमाणा विहरंति। तए णं से धने सत्थवाहे मित्त-नाइ-नियग-सयण-संबंधि-परियणेणं सद्धिं रोयमाणे कंदमाणे विलवमाणे देवदिन्नस्स दारगस्स सरीरस्स महया इड्ढी-सक्कार-समुदएणं नीहरणं करेति, करेत्ता बहूइं लोइयाइं मयगकिच्चाइं करेति, करेत्ता केणइ कालंतरेणं अवगयसोए जाए यावि होत्था।
Sutra Meaning : સૂત્ર– ૫૦. ત્યારે તે નગરરક્ષક વિજય ચોરના પદ ચિન્હોનું અનુસરણ કરતો માલુકાકચ્છે આવ્યો. તેમાં પ્રવેશીને વિજય ચોરને સાક્ષી અને મુદ્દામાલ સાથે ગળામાં બાંધી, જીવતો પકડી લીધો. પછી અસ્થિ, મુષ્ટિ, ઘૂંટણ, કોણી આદિ પર પ્રહાર કરીને શરીરને ભગ્ન અને મથિત કરી દીધો. તેની ગરદન અને બંને હાથ પીઠ તરફ બાંધી દીધા. દેવદત્તના આભરણ કબજે કર્યા. પછી વિજય ચોરને ગરદનથી બાંધી, માલુકાકચ્છથી નીકળ્યા. પછી રાજગૃહનગરે આવ્યા. નગરમાં પ્રવેશ્યા. પ્રવેશીને નગરના શૃંગાટક, ત્રિક, ચતુષ્ક, ચત્વર, મહાપથ, પથોમાં કોરડા – લતા – છિવના પ્રહાર કરતા, તેના ઉપર રાખ, ધૂળ, કચરો નાંખતા મોટા – મોટા શબ્દોથી ઉદ્‌ઘોષણા કરતા કરતા આ પ્રમાણે કહ્યું – હે દેવાનુપ્રિયો ! વિજય તસ્કર યાવત્‌ ગીધ સમાન, માંસભક્ષી, બાલઘાતક, બાલમારક છે, તો હે દેવાનુપ્રિયો ! કોઈ રાજા, રાજપુત્ર, રાજઅમાત્ય આને માટે અપરાધી નથી, આ વિષયમાં તેના પોતાના કુકર્મ જ અપરાધી છે. એમ કહી તેને કેદખાનામાં નાંખ્યો, પછી બેડીમા નાંખ્યો, ભોજન – પાણી બંધ કરી દીધા. ત્રણે કાળ ચાબુકાદિ તેને મારે છે. ત્યારપછી તે ધન્ય સાર્થવાહ મિત્ર, જ્ઞાતિ, નિજક, સ્વજન, સંબંધી, પરિજન સાથે રોતા યાવત્‌ વિલાપ કરતા દેવદત્તના શરીરને મોટા ઋદ્ધિ સત્કાર સાથે નિહરણ કર્યું. ઘણા લૌકીક મૃતક કૃત્ય કર્યા. પછી કેટલાક કાળ બાદ શોકરહિત થયા. સૂત્ર– ૫૧. ત્યારપછી તે ધન્ય સાર્થવાહ અન્ય કોઈ દિવસે રાજાનો નાનો અપરાધ કોઈ ચાડી કરનારે લગાવી દીધો. ત્યારે નગરરક્ષકે ધન્ય સાર્થવાહને પકડ્યો, પકડીને કેદખાને લાવ્યા. તેમાં પ્રવેશીને વિજય ચોર સાથે એક બેડીમાં બાંધી દીધો. ત્યારપછી તે ભદ્રા ભાર્યા બીજે દિવસે યાવત્‌ સૂર્ય નીકળતા વિપુલ અશનાદિ તૈયાર કર્યા, કરીને ભોજન તૈયાર કરીને, ભોજન પેટીમાં રાખીને લંછિત – મુદ્રિત કરે છે. કરીને એક સુગંધી જળથી પરિપૂર્ણ નાનો ઘડો તૈયાર કર્યો. કરીને પંથક દાસચેટકને બોલાવીને આમ કહ્યું – હે દેવાનુપ્રિય ! તું જા, આ વિપુલ અશનાદિ લઇને કારાગારમાં ધન્ય સાર્થવાહ પાસે જા. ત્યારે તે પંથક, ભદ્રાએ આમ કહેતા હૃષ્ટ – તુષ્ટ થઈ ભોજનની પેટી અને સુગંધી ઉત્તમ પાણીથી પૂર્ણ નાના કળશને લઈને પોતાના ઘેરથી નીકળી, પછી નગરની વચ્ચોવચ્ચથી કેદખાનામાં સાર્થવાહ પાસે આવ્યા, આવીને ભોજનની પેટી રાખે છે. લાંછનને તોડે છે, પછી ભાજનોને લઈને ધુવે છે. હાથ ધોવા પાણી આપ્યુ. આપીને ધન્ય સાર્થવાહને તે વિપુલ અશનાદિ પીરસ્યા. ત્યારે તે વિજય તસ્કરે ધન્ય સાર્થવાહને કહ્યું – દેવાનુપ્રિય ! મને આ વિપુલ અશનાદિમાંથી ભાગ આપ. ત્યારે ધન્ય એ વિજયચોરને આમ કહ્યું – હે વિજય ! ભલે હું આ વિપુલ અશનાદિ કાગડા, કૂતરાને દઈશ, ઉકરડામાં ફેંકી દઈશ, પણ તારા જેવા પુત્રઘાતક, પુત્રમાર, શત્રુ, વૈરી, પ્રત્યનીક, પ્રત્યમિત્રને વિપુલ અશનાદિનો સંવિભાગ નહીં કરું ત્યારે તે ધન્ય સાર્થવાહ, તે વિપુલ અશનાદિને આહારે છે, પછી તે પંથકને વિસર્જિત કર્યો. ત્યારે તે પંથક, તે ભોજનપિટકને લઈને જે દિશાથી આવ્યો, તે દિશામાં પાછો ગયો. ત્યારપછી તે ધન્યને તે વિપુલ અશનાદિ કરવાથી મળમૂત્રની બાધા ઉત્પન્ન થઈ. ત્યારે ધન્યે, વિજય ચોરને આમ કહ્યું – હે વિજય ! એકાંતમાં ચાલ, જેથી હું મળ – મૂત્ર ત્યાગ કરું. ત્યારે વિજયે ધન્ય સાર્થવાહને આમ કહ્યું – હે દેવાનુપ્રિય ! વિપુલ અશનાદિ ખાધા, હવે મળ – મૂત્રની બાધા ઉત્પન્ન થઈ છે, હું તો આ ઘણા ચાબૂક યાવત્‌ લતાના પ્રહારથી ભૂખ – તરસથી પીડાઉં છું, મને મળ – મૂત્રની બાધા નથી. જવાની ઇચ્છા હોય તો તું એકાંતમાં જઈને મળ – મૂત્રનો ત્યાગ કર. ત્યારે ધન્ય સાર્થવાહે, વિજય ચોરને આમ કહેતો સાંભળીને મૌન રહ્યો. ત્યારે તે ધન્ય સાર્થવાહ મુહૂર્ત્તાંતર પછી ઘણી વધુ મળમૂત્રની બાધાની પીડા થઈ, ફરી વિજય ચોરને કહ્યું – હે વિજય ! ચાલ યાવત્‌ એકાંતમાં જઈએ. ત્યારે તે વિજયે ધન્યને કહ્યું – હે દેવાનુપ્રિય ! જો હવે વિપુલ અશનાદિમાં સંવિભાગ કર, તો હું તમારી સાથે એકાંતમાં આવીશ. ત્યારે ધન્યે વિજયને કહ્યું – હું તને વિપુલ અશનાદિનો ભાગ કરીશ. ત્યારે વિજયે ધન્યની વાતને સ્વીકારી. ત્યારે તે વિજય ધન્યની સાથે એકાંતમાં જઈને મળ – મૂત્ર ત્યાગ કરે છે. પાણીથી સ્વચ્છ અને પરમ શુચિ થયો. ફરીને સ્વસ્થાને આવીને રહ્યા. ત્યારે તે ભદ્રા બીજે દિવસે યાવત્‌ સૂર્ય ઉગતા વિપુલ અશનાદિ યાવત્‌ પીરસે છે. ત્યારે ધન્ય સાર્થવાહે, વિજય ચોરને તે વિપુલ અશનાદિનો સંવિભાગ કર્યો, પછી ધન્યએ પંથકને વિસર્જિત કર્યો. ત્યારે તે પંથક ભોજનની પેટીને લઈને કારાગારથી નીકળ્યો. નીકળીને રાજગૃહની વચ્ચોવચ્ચથી નીકળી પોતાના ઘેર ભદ્રા સાર્થવાહી પાસે આવ્યો, આવીને ભદ્રાને કહ્યું – હે દેવાનુપ્રિય ! ધન્ય એ તમારા પુત્રઘાતકને યાવત્‌ પ્રત્યમિત્રને તે વિપુલ અશનાદિનો સંવિભાગ કર્યો. સૂત્ર સંદર્ભ– ૫૦, ૫૧
Mool Sutra Transliteration : [sutra] tae nam te nagaraguttiya vijayassa takkarassa payamaggamanugachchhamana jeneva maluyakachchhae teneva uvagachchhamti, uvagachchhitta maluyakachchhagam anuppavisamti, anuppavisitta vijayam takkaram sasakkham sahodham sagevejjam jivaggaham genhamti, genhitta atthi-mutthi-janukoppara-pahara-sambhagga-mahiya-gattam karemti, karetta avauda bamdhanam karemti, karetta devadinnassa daragassa abharanam genhamti, genhitta vijayassa takkarassa givae bamdhamti, bamdhitta maluyakachchhagao padinikkhamamti, padinikkhamitta jeneva rayagihe nayare teneva uvagachchhamti, uvagachchhitta rayagiham nayaram anuppavisamti, anuppavisitta rayagihe nayare simghadaga-tiga-chaukka-chachchara-chaummuha -mahapahapahesu kasappahare ya chhivapahare ya layapahare ya nivaemana-nivaemana chharam cha dhulim cha kayavaram cha uvarim pakiramana-pakiramana mahaya-mahaya saddenam ugghosemana evam vayamti– Esa nam devanuppiya! Vijae namam takkare–pavachamdalaruve bhimatararuddakamme arusiya-ditta-rattanayane kharapharusa-mahalla-vigaya-bibhachchhadadhie asampudiyautthe uddhuya-painna-lambamtamuddhae bhamara-rahuvanne niranukkose niranutave darune paibhae nisamsaie niranukampe ahiva egamtaditthie khureva egamtadharae giddheva amisatallichchhe aggimiva savvabhakkhi balaghayae balamarae. Tam no khalu devanuppiya! Eyassa kei raya va rayamachche va avarajjhai, nannattha appano sayaim kammaim avarajjhamti tti kattu jenameva charagasala tenameva uvagachchhamti, uvagachchhitta hadibamdhanam karemti, karetta bhattapananiroham karemti, karetta nisamjjham kasappa-hare ya chhivapahare ya layapahare ya nivaemana viharamti. Tae nam se dhane satthavahe mitta-nai-niyaga-sayana-sambamdhi-pariyanenam saddhim royamane kamdamane vilavamane devadinnassa daragassa sarirassa mahaya iddhi-sakkara-samudaenam niharanam kareti, karetta bahuim loiyaim mayagakichchaim kareti, karetta kenai kalamtarenam avagayasoe jae yavi hottha.
Sutra Meaning Transliteration : Sutra– 50. Tyare te nagararakshaka vijaya chorana pada chinhonum anusarana karato malukakachchhe avyo. Temam praveshine vijaya chorane sakshi ane muddamala sathe galamam bamdhi, jivato pakadi lidho. Pachhi asthi, mushti, ghumtana, koni adi para prahara karine sharirane bhagna ane mathita kari didho. Teni garadana ane bamne hatha pitha tarapha bamdhi didha. Devadattana abharana kabaje karya. Pachhi vijaya chorane garadanathi bamdhi, malukakachchhathi nikalya. Pachhi rajagrihanagare avya. Nagaramam praveshya. Praveshine nagarana shrimgataka, trika, chatushka, chatvara, mahapatha, pathomam korada – lata – chhivana prahara karata, tena upara rakha, dhula, kacharo namkhata mota – mota shabdothi udghoshana karata karata a pramane kahyum – He devanupriyo ! Vijaya taskara yavat gidha samana, mamsabhakshi, balaghataka, balamaraka chhe, to he devanupriyo ! Koi raja, rajaputra, rajaamatya ane mate aparadhi nathi, a vishayamam tena potana kukarma ja aparadhi chhe. Ema kahi tene kedakhanamam namkhyo, pachhi bedima namkhyo, bhojana – pani bamdha kari didha. Trane kala chabukadi tene mare chhe. Tyarapachhi te dhanya sarthavaha mitra, jnyati, nijaka, svajana, sambamdhi, parijana sathe rota yavat vilapa karata devadattana sharirane mota riddhi satkara sathe niharana karyum. Ghana laukika mritaka kritya karya. Pachhi ketalaka kala bada shokarahita thaya. Sutra– 51. Tyarapachhi te dhanya sarthavaha anya koi divase rajano nano aparadha koi chadi karanare lagavi didho. Tyare nagararakshake dhanya sarthavahane pakadyo, pakadine kedakhane lavya. Temam praveshine vijaya chora sathe eka bedimam bamdhi didho. Tyarapachhi te bhadra bharya bije divase yavat surya nikalata vipula ashanadi taiyara karya, karine bhojana taiyara karine, bhojana petimam rakhine lamchhita – mudrita kare chhe. Karine eka sugamdhi jalathi paripurna nano ghado taiyara karyo. Karine pamthaka dasachetakane bolavine ama kahyum – He devanupriya ! Tum ja, a vipula ashanadi laine karagaramam dhanya sarthavaha pase ja. Tyare te pamthaka, bhadrae ama kaheta hrishta – tushta thai bhojanani peti ane sugamdhi uttama panithi purna nana kalashane laine potana gherathi nikali, pachhi nagarani vachchovachchathi kedakhanamam sarthavaha pase avya, avine bhojanani peti rakhe chhe. Lamchhanane tode chhe, pachhi bhajanone laine dhuve chhe. Hatha dhova pani apyu. Apine dhanya sarthavahane te vipula ashanadi pirasya. Tyare te vijaya taskare dhanya sarthavahane kahyum – devanupriya ! Mane a vipula ashanadimamthi bhaga apa. Tyare dhanya e vijayachorane ama kahyum – he vijaya ! Bhale hum a vipula ashanadi kagada, kutarane daisha, ukaradamam phemki daisha, pana tara jeva putraghataka, putramara, shatru, vairi, pratyanika, pratyamitrane vipula ashanadino samvibhaga nahim karum Tyare te dhanya sarthavaha, te vipula ashanadine ahare chhe, pachhi te pamthakane visarjita karyo. Tyare te pamthaka, te bhojanapitakane laine je dishathi avyo, te dishamam pachho gayo. Tyarapachhi te dhanyane te vipula ashanadi karavathi malamutrani badha utpanna thai. Tyare dhanye, vijaya chorane ama kahyum – he vijaya ! Ekamtamam chala, jethi hum mala – mutra tyaga karum. Tyare vijaye dhanya sarthavahane ama kahyum – he devanupriya ! Vipula ashanadi khadha, have mala – mutrani badha utpanna thai chhe, hum to a ghana chabuka yavat latana praharathi bhukha – tarasathi pidaum chhum, mane mala – mutrani badha nathi. Javani ichchha hoya to tum ekamtamam jaine mala – mutrano tyaga kara. Tyare dhanya sarthavahe, vijaya chorane ama kaheto sambhaline mauna rahyo. Tyare te dhanya sarthavaha muhurttamtara pachhi ghani vadhu malamutrani badhani pida thai, phari vijaya chorane kahyum – he vijaya ! Chala yavat ekamtamam jaie. Tyare te vijaye dhanyane kahyum – he devanupriya ! Jo have vipula ashanadimam samvibhaga kara, to hum tamari sathe ekamtamam avisha. Tyare dhanye vijayane kahyum – hum tane vipula ashanadino bhaga karisha. Tyare vijaye dhanyani vatane svikari. Tyare te vijaya dhanyani sathe ekamtamam jaine mala – mutra tyaga kare chhe. Panithi svachchha ane parama shuchi thayo. Pharine svasthane avine rahya. Tyare te bhadra bije divase yavat surya ugata vipula ashanadi yavat pirase chhe. Tyare dhanya sarthavahe, vijaya chorane te vipula ashanadino samvibhaga karyo, pachhi dhanyae pamthakane visarjita karyo. Tyare te pamthaka bhojanani petine laine karagarathi nikalyo. Nikaline rajagrihani vachchovachchathi nikali potana ghera bhadra sarthavahi pase avyo, avine bhadrane kahyum – he devanupriya ! Dhanya e tamara putraghatakane yavat pratyamitrane te vipula ashanadino samvibhaga karyo. Sutra samdarbha– 50, 51