Sutra Navigation: Gyatadharmakatha ( ધર્મકથાંગ સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1104725 | ||
Scripture Name( English ): | Gyatadharmakatha | Translated Scripture Name : | ધર્મકથાંગ સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
श्रुतस्कंध-१ अध्ययन-१ उत्क्षिप्तज्ञान |
Translated Chapter : |
શ્રુતસ્કંધ-૧ અધ્યયન-૧ ઉત્ક્ષિપ્તજ્ઞાન |
Section : | Translated Section : | ||
Sutra Number : | 25 | Category : | Ang-06 |
Gatha or Sutra : | Sutra | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [सूत्र] तए णं सा धारिणी देवी नवण्हं मासाणं बहुपडिपुण्णाणं अद्धट्ठमाण य राइंदियाणं वीइक्कंताणं अद्धरत्तकालसमयंसि सुकुमालपाणिपायं जाव सव्वंगसुंदरं दारगं पयाया। तए णं ताओ अंगपडियारियाओ धारिणिं देविं नवण्हं मासाणं बहुपडिपुण्णाणं जाव सव्वंगसुंदरं दारगं पयायं पासंति, पासित्ता सिग्घं तुरियं चवलं वेइयं जेणेव सेणिए राया तेणेव उवागच्छंति, उवागच्छित्ता सेणियं रायं जएणं विजएणं वद्धावेंति, वद्धावेत्ता करयलपरिग्गहियं सिरसावत्तं मत्थए अंजलिं कट्टु एवं वयासी–एवं खलु देवानुप्पिया! धारिणी देवी नवण्हं मासाणं बहुपडिपुण्णाणं जाव सव्वंगसुंदरं दारगं पयाया। तं णं अम्हे देवानुप्पियाणं पियं निवेएमो, पियं भे भवउ। तए णं से सेणिए राया तासिं अंगपडियारियाणं अंतिए एयमट्ठं सोच्चा निसम्म हट्ठतुट्ठे ताओ अंगपडियारियाओ महुरेहिं वयणेहिं विउलेण य पुप्फ-वत्थ-गंध-मल्लालंकारेणं सक्कारेइ सम्मानेइ, मत्थयधोयाओ करेइ, पुत्ताणुपुत्तियं वित्तिं कप्पेइ, कप्पेत्ता पडिविसज्जेइ। तए णं से सेणिए राया पच्चूसकालसमयंसि कोडुंबियपुरिसे सद्दावेइ, सद्दावेत्ता एवं वयासी–खिप्पामेव भो देवानुप्पिया! रायगिहं नगरं आसिय-सम्मज्जिओवलित्तं सिंघाडग-तिय-चउक्क-चच्चर-चउम्मुह-महापहपहेसु आसित्त-सित्त-सुइ-सम्मट्ठ-रत्थंतरावण-वीहियं मंचाइमंचकलियं नानाविहराग-ऊसिय-ज्झय-पडागाइपडाग-मंडियं लाउल्लोइय-महियं गोसीस-सरस-रत्त-चंदण-दद्दरदिन्नपंचंगुलितलं उवचियचंदनकलसं चंदनघड-सुकय-तोरण-पडिदुवारदेसभायं आसत्तोसत्त-विउल-वट्ट-वग्घारिय-मल्लदाम-कलावं पंचवण्ण-सरस-सुरभिमुक्क-पुप्फपुंजोवयार-कलियं काला-गुरु-पवर-कुंदुरुक्क-तुरुक्क-धूव-डज्झंत-मघमघेंत-गंधुद्धुया-भिरामं सुगंधवरगंधगंधियं गंधवट्टिभूयं नड-णटग-जल्ल-मल्ल-मुट्ठिय-वेलंबग-कहकहग-पवग-लासग-आइक्खग-लंख-मंख-तूण-इल्ल-तुंबवीणिय-अनेगतालायर परिगीयं करेह, कारवेह य, चारगपरिसोहणं करेह, करेत्ता मानुम्मानवद्धणं करेह, करेत्ता एयमाणत्तियं पच्चप्पिणह। तए णं ते कोडुंबियपुरिसा सेणिएणं रन्ना एवं वुत्ता समाणा हट्ठतुट्ठ-चित्तमाणंदिया पीइमणा परमसोमणस्सिया हरिसवस-विसप्पमाणहियया तमाणत्तियं पच्चपिण्णंति। तए णं से सेणिए राया अट्ठारससेणि-प्पसेणीओ सद्दावेइ, सद्दावेत्ता एवं वयासी–गच्छह णं तुब्भे देवानुप्पिया! रायगिहे नगरे अब्भिंतरबाहिरिए उस्सुंकं उक्करं अभडप्पवेसं अदंडिम-कुदंडिमं अधरिमं अधारणिज्जं अणुद्धुयमुइंगं अमिलायमल्लदामं गणियावरनाडइज्जकलियं अनेगतालाय-राणुचरियं पमुइय-पक्कीलियाभिरामं जहारिहं ठिइवडियं दसदेवसियं करेह, कारवेह य, एयमाणत्तियं पच्चप्पिणह। तेवि तहेव करेंति, तहेव पच्चप्पिणंति। तए णं से सेणिए राया बाहिरियाए उवट्ठाणसालाए सीहासनवरगए पुरत्थाभिमुहे सण्णिसण्णे सतिएहि य साहस्सिएहि य सयसाहस्सिएहि य दाएहिं दलयमाणे दलयमाणे पडिच्छमाणे-पडिच्छमाणे एवं च णं विहरइ। तए णं तस्स अम्मापियरो पढमे दिवसे ठितिपडियं करेंति, बितिए दिवसे जागरियं करेंति, ततिए दिवसे चंदसूर-दंसणियं करेंति, एवामेव निवत्ते असुइजायकम्मकरणे संपत्ते बारसाहे विपुलं असन-पान-खाइम-साइमं उवक्खडावेंति, उवक्ख-डावेत्ता मित्त-नाइ-नियग-सयण-संबंधि-परियणं बलं च बहवे गणनायग-दंडनायग-राईसर-तलवर-माडंबिय-कोडुंबिय-मंति-महा-मंति-गणग-दोवारिय-अमच्च-चेड-पीढमद्द-नगर-निगम-सेट्ठि-सेनावइ-सत्थवाह-दूयसंधिवाले आमंतेंति। तओ पच्छा ण्हाया कय-बलिकम्मा कयकोउयं-मंगल-पायच्छित्ता सव्वालंकारविभूसिया महइमहालयंसि भोयणमंडवंसि तं विपुलं असनं पानं खाइमं साइमं मित्त-नाइ-नियग-सयण-संबंधि-परियणेहिं बलेण च बहूहिं गणनायग-दंडनायग-राईसर-तलवर-माडंबिय-कोडुंबिय-मंति-महामंति-गणग-दोवारिय-अमच्च-चेड-पीढमद्द-नगर-निगम-सेट्ठि-सेनावइ-सत्थवाह दूय-संधिवालेहिं सद्धिं आसाएमाणा विसाए-माणा परिभाएमाणा परिभुंजेमाणा एवं च णं विहरंति। जिमियभुत्तुत्तरागयावि य णं समाणा आयंता चोक्खा परमसुइभूया तं मित्त-नाइ-नियग-सयण-संबंधि-परियणं बलं च बहवे गणनायग जाव संधिवाले विपुलेणं पुप्फ-गंध-मल्लालंकारेणं सक्कारेंति सम्मानेंति, सक्कारेत्ता सम्मानेत्ता एवं वयासी– जम्हा णं अम्हं इमस्स दारगस्स गब्भत्थस्स चेव समाणस्स अकालमेहेसु दोहले पाउब्भूए, तं होऊ णं अम्हं दारए मेहे नामेणं। तस्स दारगस्स अम्मापियरो अयमेयारूवं गोण्णं गुणनिप्फण्णं नामधेज्जं करेंति मेहे इ। तए णं से मेहे कुमारे पंचधाईपरिग्गहिए, तं जहा–खीरधाईए मज्जणधाईए कीलावणधाईए मंडणधाईए अंकधाईए अण्णाहि य बहूहिं–खुज्जाहिं चिलाईहिं वामणीहिं वडभीहिं बब्बरीहिं बउसीहिं जोणियाहिं पल्हवियाहिं ईसिणियाहिं थारुगिणियाहिं लासियाहिं लउसियाहिं दामिलीहिं सिंहलीहिं आरबीहिं पुलिंदीहिं पक्कणीहिं बहलीहिं मुरुंडीहिं सबरीहिं पारसीहिं–नानादेसीहिं विदेसपरिमंडियाहिं इंगिय-चिंतिय-पत्थिय-वियाणियाहिं सदेस-नेवत्थ-गहिय-वेसाहिं निउणकुस-लाहिं विणीयाहिं, चेडियाचक्कवाल-वरिसधर-कंचुइज्ज-महयरग-वंद-परिक्खित्ते हत्थाओ हत्थं साहरिज्जमाणे अंकाओ अंक परिभुज्जमाणे परिगिज्जमाणे उवलालिज्जमाणे रम्मंसि मणिकोट्टिम-तलंसि परंगिज्जमाणे निव्वाय-निव्वाघायंसि गिरिकंदरमल्लीणे व चंपगपायवे सुहंसुहेणं वड्ढइ। तए णं तस्स मेहस्स कुमारस्स अम्मापियरो अनुपुव्वेणं नामकरणं च पजेमणगं च पचंकमणगं च चोलोवणयं च महया-महया इड्ढी-सक्कार-समुदएणं करेंसु। तए णं तं मेहं कुमारं अम्मापियरो साइरेगट्ठवासजायगं चेव सोहणंसि तिहिकरण-मुहुत्तंसि कलायरियस्स उवणेंति। तए णं से कलायरिए मेहं कुमारं लेहाइयाओ गणियप्पहाणाओ सउणरुय-पज्जवसाणाओ बावत्तरिं कलाओ सुत्तओ य अत्थओ य करणओ य सेहावेइ सिक्खावेइ, तं जहा– १. लेहं २. गणियं ३. रूवं ४. नट्टं ५. गीयं ६. वाइयं ७. सरगयं ८. पोक्खरगयं ९. समतालं १०. जूयं ११. जणवायं १२. पासयं १३. अट्ठावयं १४. पोरेकव्वं १५. दगमट्टियं १६. अन्नविहिं १७. पाणविहिं १८. वत्थविहिं १९. विलेवणविहिं २०. सयण-विहिं २१. अज्जं २२. पहेलियं २३. मागहियं २४. गाहं २५. गीइयं २६. सिलोयं २७. हिरण्णजुत्तिं २८. सुवण्णजुत्तिं २९. चुण्णजुत्तिं ३०. आभरणविहिं... ... ३१. तरुणीपडिकम्मं ३२. इत्थिलक्खणं ३३. पुरिसलक्खणं ३४. हयलक्खणं ३५. गय-लक्खणं ३६. गोणलक्खणं ३७. कुक्कुडलक्खणं ३८. छत्तलक्खणं ३९. दंडलक्खणं ४०. असिलक्खणं ४१. मणिलक्खणं ४२. कागणिलक्खणं ४३. वत्थुविज्जं ४४. खंधारमाणं ४५. नगर-माणं ४६. वूहं ४७. पडिवूहं ४८. चारं ४९. पडिचारं ५०. चक्कवूहं ५१. गरुलवूहं ५२. सगडवूहं ५३. जुद्धं ५४. निजुद्धं ५५. जुद्धाइजुद्धं ५६. अट्ठिजुद्धं ५७. मुट्ठिजुद्धं ५८. बाहुजुद्धं ५९. लयाजुद्धं ६०. ईसत्थं ६१. छरुप्पवायं ६२. धणुवेयं ६३. हिरण्णपागं ६४. सुवण्णपागं ६५. वट्टखेड्डं ६६. सुत्तखेड्डं ६७. नालियाखेड्डं ६८. पत्तच्छेज्जं ६९. कडच्छेज्जं ७०. सज्जीवं ७१. निज्जीवं ७२. सउणरुतं ति। | ||
Sutra Meaning : | સૂત્ર– ૨૫. ત્યારપછી તે ધારિણીદેવી નવ માસ બહુ પ્રતિપૂર્ણ થયા પછી સાડા સાત રાત્રિદિવસ વીત્યા પછી, અર્ધ રાત્રિકાળ સમયમાં સુકુમાલ હાથ પગવાળા યાવત્ સર્વાંગ સુંદર બાળકને જન્મ આપ્યો. ત્યારે તે અંગપ્રતિચારિકાઓ, ધારિણી દેવીને નવ માસ પ્રતીપૂર્ણ થતા યાવત્ બાળકને જન્મ આપેલ જોઈને, શીઘ્ર, ત્વરિત, ચપળ, વેગવાળી ગતિથી શ્રેણિક રાજા પાસે આવે છે. પછી શ્રેણિક રાજાને જય, વિજય વડે વધાવે છે, વધાવીને બે હાથ જોડી, મસ્તકે આવર્ત કરી, મસ્તકે અંજલિ કરી આમ કહે છે – હે દેવાનુપ્રિય ! ધારિણીદેવીએ નવ માસ પૂર્ણ થતા યાવત્ બાળકને જન્મ આપ્યો. તે અમે આપ દેવાનુપ્રિયને પ્રિય નિવેદન કરીએ છીએ, જે આપને પ્રિય થાઓ. ત્યારે તે શ્રેણિકરાજાએ તે અંગપ્રતિચારિકા પાસે આ વાતને સાંભળી, સમજીને હર્ષિત સંતુષ્ટ થયા, તે અંગપ્રતિચારિકાને મધુર વચન વડે અને વિપુલ પુષ્પ – ગંધ – માળા – અલંકાર વડે સત્કારે છે, સન્માને છે, પછી દાસીપણાથી મુક્ત કરી, પુત્રના પુત્ર સુધી ચાલે તેટલી આજીવિકા આપે છે. આપીને પછી તેઓને વિસર્જિત કરે છે. ત્યારપછી તે શ્રેણિક રાજા કૌટુંબિક પુરુષોને બોલાવે છે, બોલાવીને કહ્યું – ઓ દેવાનુપ્રિયો ! રાજગૃહનગર ચોતરફથી સુગંધી પાણીથી સિંચિત કરો. કરીને યાવત ચારક પરિશોધન કરો, કરીને માનોન્માન વર્ધન કરો. એ પ્રમાણે મારી આજ્ઞા મને પાછી સોંપો યાવત્ તેઓ આજ્ઞા પાછી સોંપે છે. પછી તે શ્રેણિક રાજા ૧૮ – શ્રેણી, પ્રશ્રેણીઓને બોલાવે છે, બોલાવીને કહે છે – હે દેવાનુપ્રિયો ! તમે જાઓ. રાજગૃહનગરને અંદર અને બહારથી શુલ્ક અને કરરહિત કરો, પ્રજાજનોના ઘરમાં રાજપુરુષો – કોટવાલ આદિનો પ્રવેશ બંધ કરાવો, દંડ – કુદંડ લેવો બંધ કરાવો,બધાને ઋણમુક્ત કરો. સર્વત્ર મૃદંગ વગાડો, તાજાપુષ્પોની માળા લટકાવો, ગણિકા – પ્રધાન નાટક કરાવો, અનેક તાલાનુચરિત – પ્રમુદિત પ્રક્રીડિત – અભિરામ એવા પ્રકારની સ્થિતિપતિકા દશ દિવસ માટે કરાવો. મારી આ આજ્ઞા મને પાછી સોંપો, તેઓએ પણ તેમ કરીને, તેમજ આજ્ઞા પાછી સોંપે છે. ત્યારે તે શ્રેણિક રાજા બાહ્ય ઉપસ્થાન શાળાના ઉત્તમ સિંહાસને પૂર્વાભિમુખ બેઠો અને સેંકડો, હજારો, લાખો, દ્રવ્યોથી યાગ કર્યો, દાન – ભાગ દેતો – લેતો વિચરવા લાગ્યો. ત્યારે તેના માતાપિતાએ પહેલા દિવસે જાતકર્મ કર્યુ, બીજા દિવસે જાગરિકા કરી, ત્રીજા દિવસે ચંદ્ર – સૂર્ય દર્શન કરાવ્યુ, આ પ્રમાણે અશુચિ જાત કર્મની ક્રિયા પૂર્ણ થયા પછી બારમે દિવસે વિપુલ અશન – પાન – ખાદિમ – સ્વાદિમ તૈયાર કરાવ્યા. કરાવીને મિત્ર, જ્ઞાતિજન, નિજકજન, સ્વજન, સંબંધી, પરિજન, સૈન્ય, અનેક ગણનાયક, દંડનાયકને યાવત્ આમંત્રે છે. ત્યાર પછી સ્નાન કરી, બલિકર્મ કરી, કૌતુક કરી યાવત્ સર્વાલંકાર વિભૂષિત થઈ, મહા – મોટા ભોજન મંડપમાં તે વિપુલ અશન – પાન – ખાદિમ – સ્વાદિમને મિત્ર, જ્ઞાતિ, ગણનાયક આદિ સાથે યાવત આસ્વાદિત, વિશ્વાદિત, પરિભાગ, પરિભોગ કરતા વિચરે છે. આ રીતે જમીને શુદ્ધ જલથી આચમન કર્યુ, હાથ – મુખ ધોઈ સ્વચ્છ થયા, પરમ શુચિ થયા, પછી તે મિત્ર – જ્ઞાતિ – નિજક – સ્વજન – સંબંધિ – પરિજન, ગણનાયક આદિને વિપુલ પુષ્પ – વસ્ત્ર – ગંધ – માળા – અલંકાર વડે સત્કારી, સન્માની આ પ્રમાણે કહે છે – કેમ કે, અમારો આ પુત્ર ગર્ભમાં હતો, ત્યારે તેની માતાને, અકાલ મેઘનો દોહદ ઉત્પન્ન થયો, તેથી અમારા આ બાળકનું મેઘકુમાર એવું નામ થાઓ. તે બાળકના માતાપિતા આ આવા સ્વરૂપનું ગૌણ અને ગુણનિષ્પન્ન નામ કરે છે. ત્યારપછી તે મેઘકુમાર પાંચ ધાત્રી વડે ગ્રહણ કરાયો. તે આ – ક્ષીરધાત્રી(દૂધ પાનારી), મંડનધાત્રી(વસ્ત્રાદિ પહેરાવાનારી), મજ્જનધાત્રી(સ્નાન કરવાનારી), ક્રીડાપનધાત્રી(રમાદાનારી) અને અંકધાત્રી(ખોળામાં લેનારી). બીજી પણ ઘણી કુબ્જા, ચિલાતી, વામણી, વડભિ, બર્બરી, બકુશી, યોનકી, પલ્હવિણકી, ઈસિણીકા, ધોરુકિણી, લ્હાસિકી, લકુશિકી, દમિલિ, સિંહલિ, આરબી, પુલિંદિ, પકવણી, બહલી, મરુંડી, શબરી, પારસી, વિવિધ દેશની, વિદેશી પરિમંડિત ઇંગિત – ચિંતિત – પ્રાર્થિત – વિજ્ઞાપિત પોતાના દેશ – નેપથ્ય – ગૃહીતવેશ, નિપુણ – કુશલ – વિનિત દાસીઓ દ્વારા, ચક્રવાલ – વર્ષધર – કંચૂકી – મહત્તરક વૃંદથી ઘેરાયેલ રહેતો હતો. એક હાથથી બીજા હાથમાં સંહરાતો, એક ખોળામાંથી બીજા ખોળામાં જતો, લાલન – પાલન કરાતો, ચલાવાતો – ઉપલાલિત કરાતો, રમ્ય મણિ જડીત તળ ઉપર રમતો, નિર્વ્યાત – નિર્વ્યાઘાત ગિરિકંદરામાં સ્થિત ચંપક વૃક્ષ સમાન સુખપૂર્વક વૃદ્ધિ પામવા લાગ્યો. ત્યારે તે મેઘકુમારના માતા – પિતાએ અનુક્રમે નામકરણ, જમણ, પગથી ચલાવવો, ચોલોપનયન, મોટા – મોટા ઋદ્ધિ સત્કાર માનવસમૂહની સાથે સંપન્ન કર્યો. ત્યારે તે મેઘકુમાર, સાતિરેક આઠ વર્ષનો થયો અર્થાત્ ગર્ભથી આઠ વર્ષનો થયો, ત્યારે તેના માતાપિતા શુભ તિથિ – કરણ – મુહૂર્ત્તમાં કાલાચાર્ય પાસે લઈ ગયા. ત્યારપછી તે કાલાચાર્યે મેઘકુમારને લેખ આદિ ગણિતપ્રધાન શકુનરુત સુધીની ૭૨ – કળાઓ સૂત્ર, અર્થ અને કરણથી સિદ્ધ કરાવી – શીખવાડી. તે આ પ્રમાણે – ૧ થી ૬. લેખ, ગણિત, રૂપ, નૃત્ય, ગીત, વાજિંત્ર. ૭ થી ૧૨. સ્વરગત, પુષ્કરગત, સમતાલ, દ્યુત, જનવાદ, પાસક. ૧૩ થી ૧૮. અષ્ટાપદ, નગરરક્ષા, દગમૃતિક, અન્નવિધિ, પાનવિધિ, વસ્ત્રવિધિ. ૧૯ થી ૨૪. વિલેપનવિધિ, શયનવિધિ, આર્યા, પ્રહેલિક, માગધિક, ગાથા. ૨૫ થી ૩૦. ગીતિક, શ્લોક, હિરણ્યયુક્ત સુવર્ણયુક્તિ, ચૂર્ણયુક્તિ, આભરણવિધિ. ૩૧ થી ૩૬. તરુણીપ્રતિકર્મ, સ્ત્રીલક્ષણ, પુરુષલક્ષણ, અશ્વલક્ષણ, ગજલક્ષણ, ગોલક્ષણ. ૩૭ થી ૪૨. કુર્કુટલક્ષણ, છત્રલક્ષણ, દંડલક્ષણ, અસિલક્ષણ, મણિલક્ષણ, કાકણિલક્ષણ. ૪૩ થી ૪૮. વાસ્તુવિદ્યા, સ્કંધવારમાન, નગરમાન, વ્યૂહ, પ્રતિવ્યૂહ, ચાર. ૪૯ થી ૫૪. પ્રતિચાર, ચક્રવ્યૂહ, ગરુડ વ્યૂહ, શકટવ્યૂહ, યુદ્ધ, નિર્યુદ્ધ. ૫૫ થી ૬૦. યુદ્ધાતિયુદ્ધ, યષ્ટિયુદ્ધ, મુષ્ટિયુદ્ધ, બાહુયુદ્ધ, લતાયુદ્ધ, ઇસત્થ. ૬૧ થી ૬૬. ત્સરુપ્રવાદ, ધનુર્વેદ, હિરણ્ય પાક, સુવર્ણ પાક, સૂત્ર છેદ, વૃત્તખેડ. ૬૭ થી ૭૨. નાલિકાછેદ, પત્રછેદ, કડછેદ, સજ્જીવ, નિર્જીવ, શકુનરુત. સૂત્ર– ૨૬. ત્યારે તે કલાચાર્ય, મેઘકુમારને ગણિતપ્રધાન લેખાદિ શકુનરુત પર્યન્તની ૭૨ કલા સૂત્રથી, અર્થથી, કરણથી સિદ્ધ કરાવે છે, શીખવે છે, શીખવીને માતા – પિતા પાસે લઈ જાય છે. ત્યારે તે મેઘકુમારના માતા – પિતા તે કલાચાર્યને મધુર વચન વડે અને વિપુલ વસ્ત્ર – ગંધ – માળા – અલંકાર વડે સત્કારે છે, સન્માને છે, પછી જીવિતાર્હ વિપુલ પ્રીતિદાન આપે છે. આપીને પ્રતિવિસર્જિત કરે છે. સૂત્ર– ૨૭. ત્યારપછી તે મેઘકુમાર ૭૨ – કલામાં પંડિત થયો. તેના નવે અંગ જાગૃત થઈ ગયા. ૧૮ પ્રકારની દેશી ભાષામાં વિશારદ થઈ ગયા. તે ગંધર્વની જેમ સંગીત – નૃત્યમાં કુશલ થયો. અશ્વયુદ્ધ, હાથીયુદ્ધ, રથયુદ્ધ, બાહુયુદ્ધમાં નિપુણ થયો.બાહુથી વિપક્ષીનું મર્દન કરવા અને ભોગ ભોગવવામાં સમર્થ, સાહસિક અને વિકાલચારી થઈ ગયો. ત્યારે તે મેઘકુમારના માતાપિતાએ મેઘકુમારને ૭૨ – કલામાં પંડિત યાવત્ વિકાલચારી થયેલ જાણ્યો. જાણીને આઠ ઉત્તમ પ્રાસાદાવતંસક બનાવ્યા. તે પ્રાસાદ ઘણા ઊંચા, પોતાની ઉજ્જવલ કાંતિથી હસતા હોય તેવા લાગતા હતા. મણિ – સુવર્ણ – રત્નની રચનાથી વિચિત્ર, વાતોદ્ધુત વિજય – વૈજયંતી પતાકા, છત્રાતિછત્રયુક્ત, ઊંચા, આકાશતલને ઉલ્લંઘતા શિખરયુક્ત હતા. જાળી મધ્યે રત્નના પંજર, નેત્ર સમાન લાગતા હતા. તેમાં મણિ – કનકની સ્તૂપિકા હતી. વિકસિત શતપત્ર પુંડરીક હતા. તે તિલક રત્નો અને અર્ધચંદ્રાર્ચિત હતા. વિવિધ મણિમય માળાથી અલંકૃત, અંદર – બહાર ચમકતા, તપનીય સુવર્ણમય રેતી પાથરેલ હતી, તે સુખદાયી સ્પર્શવાળા, શોભાયુક્ત રૂપવાળા, પ્રાસાદીય યાવત્ પ્રતિરૂપ હતા. એક મહા ભવન કરાવ્યુ, તે અનેક શત સ્તંભથી રચાયેલ હતું. તે સ્તંભ પર લીલા કરતી શાલભંજિકા – પુતળી રહેલ હતી, તે ભવનમાં ઊંચી – સુનિર્મિત વજ્રમય વેદિકા અને તોરણ હતા. ઉત્તમ રચિત પુતળીઓ યુક્ત, સુશ્લિષ્ટ – વિશિષ્ટ – લષ્ટ – સંસ્થિત – પ્રશસ્ત – વૈડૂર્યમય સ્તંભ હતા. તે વિવિધ મણિ – સુવર્ણ – રત્ન ખચિત, ઉજ્જવલ, બહુસમ સુવિભક્ત, નિચિત, રમણીય ભૂમિભાગ ઇહામૃગ યાવત્ વિવિધ ચિત્રથી ચિત્રિત હતા. સ્તંભ ઉપર વજ્રમય વેદિકાયુક્ત હોવાથી રમણીય લાગતા હતા. સમાન શ્રેણી સ્થિત વિદ્યાધરોના યુગલ યંત્ર દ્વારા ચાલતા દેખાતા હતા. હજારો કિરણોથી વ્યાપ્ત, હજારો ચિત્રોથી યુક્ત, દેદીપ્યમાન – અતિ દેદીપ્યમાન હતા. તેને જોતા આંખો ચોંટી જતી હતી. તે સુખ સ્પર્શી, શોભાસંપન્ન રૂપ હતું. સુવર્ણ – મણિ – રત્ન સ્તૂપિકા, વિવિધ પંચવર્ણી ઘંટા સહિત પતાકાથી પરિમંડિત શિખર યુક્ત હતું. શ્વેત કિરણો ફેલતા હતા. તે લીંપેલ, ઘોળેલ અને ચંદરવા યુક્ત યાવત્ ગંધવર્તીભૂત, પ્રાસાદીય(ચિત્ત આહ્લાદક), દર્શનીય, અભિરૂપ(મનોજ્ઞ), પ્રતિરૂપ(મનોહર) હતું. સૂત્ર– ૨૮. ત્યારે તે મેઘકુમારના માતાપિતાએ મેઘકુમારને શોભન તિથિ – કરણ – નક્ષત્ર – મુહૂર્ત્તમાં સમાન શરીરી, સમાન વાય, સમાન ત્વચા, સમાન લાવણ્ય, સમાન રૂપ, સમાન યૌવન, સમાન ગુણ અને સમાન કુળવાળી, એક સાથે આઠ અંગોમાં અલંકારધારી સુહાગણ સ્ત્રીઓ દ્વારા મંગલગાન આદિ પૂર્વક, આઠ રાજકન્યાઓ સાથે એક દિવસે પાણીગ્રહણ કરાવ્યુ. ત્યારપછી તે મેઘના માતા – પિતાએ આ પ્રમાણે પ્રીતિદાન આપ્યુ. આઠ કોટી હિરણ્ય, આઠ કોટી સુવર્ણ ઇત્યાદિ ગાથાનુસાર જાણવુ યાવત્ આઠ દાસીઓ. બીજુ પણ વિપુલ ધન – કનક – રત્ન – મણિ – મોતી – શંખ – શીલ – પ્રવાલ – રક્તરત્ન – ઉત્તમ સારભૂત દ્રવ્ય આપ્યુ યાવત્ તે દ્રવ્ય સાત પેઢી સુધી દેવા માટે, ભોગવવા માટે, પરિભાગ કરવાને માટે પર્યાપ્ત હતું. ત્યારે તે મેઘકુમારે પ્રત્યેક પત્નીને એક – એક કરોડ હિરણ્ય, એક એક કરોડ સુવર્ણ, યાવત્ એક એક પ્રેષણકારીને આપી. બીજું પણ વિપુલ ધન, કનક યાવત્ પરિભાગ આપ્યો. ત્યારે તે મેઘકુમાર ઉપરના ઉત્તમ પ્રાસાદમાં રહેલો, ત્યાં મૃદંગના ધ્વનિ, ઉત્તમ તરુણી દ્વારા થતા બત્રીશબદ્ધ નાટક દ્વારા ગાયન કરાતા, ક્રીડા કરાતા, મનોજ્ઞ શબ્દ – સ્પર્શ – રૂપ – ગંધની વિપુલતાવાળા મનુષ્યસંબંધી કામભોગોને ભોગવતો રહ્યો હતો. સૂત્ર– ૨૯. તે કાળે તે સમયે ભગવન્ મહાવીર પૂર્વાનુપૂર્વી વિચરતા ગ્રામાનુગ્રામ જતા સુખે સુખે વિહાર કરતા રાજગૃહ નગરના ગુણશીલ ચૈત્યે યાવત્ રહ્યા. ત્યારે તે રાજગૃહ નગરના શૃંગાટક આદિ સ્થાનોમાં ઘણા લોકોનો મોટો અવાજ શોર બકોર થતો હતો. યાવત્ ઘણા ઉગ્રકુળના, ભોગકુળના આદિ લોકો યાવત્ રાજગૃહ નગરની વચ્ચોવચ્ચ થઈને એક દિશામાં, એકાભિમુખ કરીને નીકળતા હતા. તે સમયે મેઘકુમાર ઉપરના ઉત્તમ પ્રાસાદમાં રહેલ, મૃદંગનો નાદ સાંભળતો યાવત્ માનુષી કામભોગો ભોગવતો રાજમાર્ગને આલોકતો આલોકતો, એ રીતે વિચરતો હતો. ત્યારે મેઘકુમારે ઘણા ઉગ્રકુળના, ભોગકુળના આદિ લોકોને યાવત્ એક દિશાભિમુખ નીકળતા જોયા, જોઈને કંચૂકી પુરુષને બોલાવ્યો, બોલાવીને પૂછ્યું – હે દેવાનુપ્રિય! શું આજે રાજગૃહનગરમાં ઇન્દ્ર મહોત્સવ કે સ્કંદ મહોત્સવ કે રુદ્ર – શિવ – વૈશ્રમણ – નાગ – યક્ષ – ભૂત – નદી – તળાવ – વૃક્ષ – ચૈત્ય – પર્વત – ઉદ્યાન – ગિરિ યાત્રા મહોત્સવ છે ? કે જેથી ઘણા ઉગ્રકુળના, ભોગકુળના લોકો. યાવત્ એક દિશામાં એકાભિમુખ થઈ નીકળી રહ્યા છે ત્યારે તે કંચૂકી પુરુષોએ શ્રમણ ભગવંત મહાવીરના આગમનનો વૃત્તાંત જાણીને મેઘકુમારને આ પ્રમાણે કહ્યું – હે દેવાનુપ્રિય ! આજે રાજગૃહનગરમાં ઇન્દ્ર મહોત્સવ યાવત્ ગિરિયાત્રા નથી કે જેથી આ ઉગ્રકુળના આદિ લોકો યાવત્ એક દિશામાં, એકાભિમુખ થઈ નીકળી રહ્યા છે, પણ હે દેવાનુપ્રિય ! આદિકર, તીર્થકર, શ્રમણ ભગવન્ મહાવીર અહીં આવ્યા છે, સંપ્રાપ્ત થયા છે, સમોસર્યા છે – આ જ રાજગૃહનગરના ગુણશીલ ચૈત્યમાં યાવત્ વિચરે છે સૂત્ર સંદર્ભ– ૨૫–૨૯ | ||
Mool Sutra Transliteration : | [sutra] tae nam sa dharini devi navanham masanam bahupadipunnanam addhatthamana ya raimdiyanam viikkamtanam addharattakalasamayamsi sukumalapanipayam java savvamgasumdaram daragam payaya. Tae nam tao amgapadiyariyao dharinim devim navanham masanam bahupadipunnanam java savvamgasumdaram daragam payayam pasamti, pasitta siggham turiyam chavalam veiyam jeneva senie raya teneva uvagachchhamti, uvagachchhitta seniyam rayam jaenam vijaenam vaddhavemti, vaddhavetta karayalapariggahiyam sirasavattam matthae amjalim kattu evam vayasi–evam khalu devanuppiya! Dharini devi navanham masanam bahupadipunnanam java savvamgasumdaram daragam payaya. Tam nam amhe devanuppiyanam piyam niveemo, piyam bhe bhavau. Tae nam se senie raya tasim amgapadiyariyanam amtie eyamattham sochcha nisamma hatthatutthe tao amgapadiyariyao mahurehim vayanehim viulena ya puppha-vattha-gamdha-mallalamkarenam sakkarei sammanei, matthayadhoyao karei, puttanuputtiyam vittim kappei, kappetta padivisajjei. Tae nam se senie raya pachchusakalasamayamsi kodumbiyapurise saddavei, saddavetta evam vayasi–khippameva bho devanuppiya! Rayagiham nagaram asiya-sammajjiovalittam simghadaga-tiya-chaukka-chachchara-chaummuha-mahapahapahesu asitta-sitta-sui-sammattha-ratthamtaravana-vihiyam mamchaimamchakaliyam nanaviharaga-usiya-jjhaya-padagaipadaga-mamdiyam laulloiya-mahiyam gosisa-sarasa-ratta-chamdana-daddaradinnapamchamgulitalam uvachiyachamdanakalasam chamdanaghada-sukaya-torana-padiduvaradesabhayam asattosatta-viula-vatta-vagghariya-malladama-kalavam pamchavanna-sarasa-surabhimukka-pupphapumjovayara-kaliyam kala-guru-pavara-kumdurukka-turukka-dhuva-dajjhamta-maghamaghemta-gamdhuddhuya-bhiramam sugamdhavaragamdhagamdhiyam gamdhavattibhuyam nada-nataga-jalla-malla-mutthiya-velambaga-kahakahaga-pavaga-lasaga-aikkhaga-lamkha-mamkha-tuna-illa-tumbaviniya-anegatalayara parigiyam kareha, karaveha ya, charagaparisohanam kareha, karetta manummanavaddhanam kareha, karetta eyamanattiyam pachchappinaha. Tae nam te kodumbiyapurisa senienam ranna evam vutta samana hatthatuttha-chittamanamdiya piimana paramasomanassiya harisavasa-visappamanahiyaya tamanattiyam pachchapinnamti. Tae nam se senie raya attharasaseni-ppasenio saddavei, saddavetta evam vayasi–gachchhaha nam tubbhe devanuppiya! Rayagihe nagare abbhimtarabahirie ussumkam ukkaram abhadappavesam adamdima-kudamdimam adharimam adharanijjam anuddhuyamuimgam amilayamalladamam ganiyavaranadaijjakaliyam anegatalaya-ranuchariyam pamuiya-pakkiliyabhiramam jahariham thiivadiyam dasadevasiyam kareha, karaveha ya, eyamanattiyam pachchappinaha. Tevi taheva karemti, taheva pachchappinamti. Tae nam se senie raya bahiriyae uvatthanasalae sihasanavaragae puratthabhimuhe sannisanne satiehi ya sahassiehi ya sayasahassiehi ya daehim dalayamane dalayamane padichchhamane-padichchhamane evam cha nam viharai. Tae nam tassa ammapiyaro padhame divase thitipadiyam karemti, bitie divase jagariyam karemti, tatie divase chamdasura-damsaniyam karemti, evameva nivatte asuijayakammakarane sampatte barasahe vipulam asana-pana-khaima-saimam uvakkhadavemti, uvakkha-davetta mitta-nai-niyaga-sayana-sambamdhi-pariyanam balam cha bahave gananayaga-damdanayaga-raisara-talavara-madambiya-kodumbiya-mamti-maha-mamti-ganaga-dovariya-amachcha-cheda-pidhamadda-nagara-nigama-setthi-senavai-satthavaha-duyasamdhivale amamtemti. Tao pachchha nhaya kaya-balikamma kayakouyam-mamgala-payachchhitta savvalamkaravibhusiya mahaimahalayamsi bhoyanamamdavamsi tam vipulam asanam panam khaimam saimam mitta-nai-niyaga-sayana-sambamdhi-pariyanehim balena cha bahuhim gananayaga-damdanayaga-raisara-talavara-madambiya-kodumbiya-mamti-mahamamti-ganaga-dovariya-amachcha-cheda-pidhamadda-nagara-nigama-setthi-senavai-satthavaha duya-samdhivalehim saddhim asaemana visae-mana paribhaemana paribhumjemana evam cha nam viharamti. Jimiyabhuttuttaragayavi ya nam samana ayamta chokkha paramasuibhuya tam mitta-nai-niyaga-sayana-sambamdhi-pariyanam balam cha bahave gananayaga java samdhivale vipulenam puppha-gamdha-mallalamkarenam sakkaremti sammanemti, sakkaretta sammanetta evam vayasi– jamha nam amham imassa daragassa gabbhatthassa cheva samanassa akalamehesu dohale paubbhue, tam hou nam amham darae mehe namenam. Tassa daragassa ammapiyaro ayameyaruvam gonnam gunanipphannam namadhejjam karemti mehe i. Tae nam se mehe kumare pamchadhaipariggahie, tam jaha–khiradhaie majjanadhaie kilavanadhaie mamdanadhaie amkadhaie annahi ya bahuhim–khujjahim chilaihim vamanihim vadabhihim babbarihim bausihim joniyahim palhaviyahim isiniyahim tharuginiyahim lasiyahim lausiyahim damilihim simhalihim arabihim pulimdihim pakkanihim bahalihim murumdihim sabarihim parasihim–nanadesihim videsaparimamdiyahim imgiya-chimtiya-patthiya-viyaniyahim sadesa-nevattha-gahiya-vesahim niunakusa-lahim viniyahim, chediyachakkavala-varisadhara-kamchuijja-mahayaraga-vamda-parikkhitte hatthao hattham saharijjamane amkao amka paribhujjamane parigijjamane uvalalijjamane rammamsi manikottima-talamsi paramgijjamane nivvaya-nivvaghayamsi girikamdaramalline va champagapayave suhamsuhenam vaddhai. Tae nam tassa mehassa kumarassa ammapiyaro anupuvvenam namakaranam cha pajemanagam cha pachamkamanagam cha cholovanayam cha mahaya-mahaya iddhi-sakkara-samudaenam karemsu. Tae nam tam meham kumaram ammapiyaro sairegatthavasajayagam cheva sohanamsi tihikarana-muhuttamsi kalayariyassa uvanemti. Tae nam se kalayarie meham kumaram lehaiyao ganiyappahanao saunaruya-pajjavasanao bavattarim kalao suttao ya atthao ya karanao ya sehavei sikkhavei, tam jaha– 1. Leham 2. Ganiyam 3. Ruvam 4. Nattam 5. Giyam 6. Vaiyam 7. Saragayam 8. Pokkharagayam 9. Samatalam 10. Juyam 11. Janavayam 12. Pasayam 13. Atthavayam 14. Porekavvam 15. Dagamattiyam 16. Annavihim 17. Panavihim 18. Vatthavihim 19. Vilevanavihim 20. Sayana-vihim 21. Ajjam 22. Paheliyam 23. Magahiyam 24. Gaham 25. Giiyam 26. Siloyam 27. Hirannajuttim 28. Suvannajuttim 29. Chunnajuttim 30. Abharanavihim.. .. 31. Tarunipadikammam 32. Itthilakkhanam 33. Purisalakkhanam 34. Hayalakkhanam 35. Gaya-lakkhanam 36. Gonalakkhanam 37. Kukkudalakkhanam 38. Chhattalakkhanam 39. Damdalakkhanam 40. Asilakkhanam 41. Manilakkhanam 42. Kaganilakkhanam 43. Vatthuvijjam 44. Khamdharamanam 45. Nagara-manam 46. Vuham 47. Padivuham 48. Charam 49. Padicharam 50. Chakkavuham 51. Garulavuham 52. Sagadavuham 53. Juddham 54. Nijuddham 55. Juddhaijuddham 56. Atthijuddham 57. Mutthijuddham 58. Bahujuddham 59. Layajuddham 60. Isattham 61. Chharuppavayam 62. Dhanuveyam 63. Hirannapagam 64. Suvannapagam 65. Vattakheddam 66. Suttakheddam 67. Naliyakheddam 68. Pattachchhejjam 69. Kadachchhejjam 70. Sajjivam 71. Nijjivam 72. Saunarutam ti. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 25. Tyarapachhi te dharinidevi nava masa bahu pratipurna thaya pachhi sada sata ratridivasa vitya pachhi, ardha ratrikala samayamam sukumala hatha pagavala yavat sarvamga sumdara balakane janma apyo. Tyare te amgapraticharikao, Dharini devine nava masa pratipurna thata yavat balakane janma apela joine, shighra, tvarita, chapala, vegavali gatithi shrenika raja pase ave chhe. Pachhi shrenika rajane jaya, vijaya vade vadhave chhe, vadhavine be hatha jodi, mastake avarta kari, mastake amjali kari ama kahe chhe – he devanupriya ! Dharinidevie nava masa purna thata yavat balakane janma apyo. Te ame apa devanupriyane priya nivedana karie chhie, je apane priya thao. Tyare te shrenikarajae te amgapraticharika pase a vatane sambhali, samajine harshita samtushta thaya, te amgapraticharikane madhura vachana vade ane vipula pushpa – gamdha – mala – alamkara vade satkare chhe, sanmane chhe, pachhi dasipanathi mukta kari, putrana putra sudhi chale tetali ajivika ape chhe. Apine pachhi teone visarjita kare chhe. Tyarapachhi te shrenika raja kautumbika purushone bolave chhe, bolavine kahyum – o devanupriyo ! Rajagrihanagara chotaraphathi sugamdhi panithi simchita karo. Karine yavata charaka parishodhana karo, karine manonmana vardhana karo. E pramane mari ajnya mane pachhi sompo yavat teo ajnya pachhi sompe chhe. Pachhi te shrenika raja 18 – shreni, prashrenione bolave chhe, bolavine kahe chhe – he devanupriyo ! Tame jao. Rajagrihanagarane amdara ane baharathi shulka ane kararahita karo, prajajanona gharamam rajapurusho – kotavala adino pravesha bamdha karavo, damda – kudamda levo bamdha karavo,badhane rinamukta karo. Sarvatra mridamga vagado, tajapushponi mala latakavo, ganika – pradhana nataka karavo, aneka talanucharita – pramudita prakridita – abhirama eva prakarani sthitipatika dasha divasa mate karavo. Mari a ajnya mane pachhi sompo, teoe pana tema karine, temaja ajnya pachhi sompe chhe. Tyare te shrenika raja bahya upasthana shalana uttama simhasane purvabhimukha betho ane semkado, hajaro, lakho, dravyothi yaga karyo, dana – bhaga deto – leto vicharava lagyo. Tyare tena matapitae pahela divase jatakarma karyu, bija divase jagarika kari, trija divase chamdra – surya darshana karavyu, a pramane ashuchi jata karmani kriya purna thaya pachhi barame divase vipula ashana – pana – khadima – svadima taiyara karavya. Karavine mitra, jnyatijana, nijakajana, svajana, sambamdhi, parijana, sainya, aneka gananayaka, damdanayakane yavat amamtre chhe. Tyara pachhi snana kari, balikarma kari, kautuka kari yavat sarvalamkara vibhushita thai, maha – mota bhojana mamdapamam te vipula ashana – pana – khadima – svadimane mitra, jnyati, gananayaka adi sathe yavata asvadita, vishvadita, paribhaga, paribhoga karata vichare chhe. A rite jamine shuddha jalathi achamana karyu, hatha – mukha dhoi svachchha thaya, parama shuchi thaya, pachhi te mitra – jnyati – nijaka – svajana – sambamdhi – parijana, gananayaka adine vipula pushpa – vastra – gamdha – mala – alamkara vade satkari, sanmani a pramane kahe chhe – Kema ke, amaro a putra garbhamam hato, tyare teni matane, akala meghano dohada utpanna thayo, tethi amara a balakanum meghakumara evum nama thao. Te balakana matapita a ava svarupanum gauna ane gunanishpanna nama kare chhe. Tyarapachhi te meghakumara pamcha dhatri vade grahana karayo. Te a – kshiradhatri(dudha panari), mamdanadhatri(vastradi paheravanari), majjanadhatri(snana karavanari), kridapanadhatri(ramadanari) ane amkadhatri(kholamam lenari). Biji pana ghani kubja, chilati, vamani, vadabhi, barbari, bakushi, yonaki, palhavinaki, isinika, dhorukini, lhasiki, lakushiki, damili, simhali, arabi, pulimdi, pakavani, bahali, marumdi, shabari, parasi, vividha deshani, videshi parimamdita imgita – chimtita – prarthita – vijnyapita potana desha – nepathya – grihitavesha, nipuna – kushala – vinita dasio dvara, chakravala – varshadhara – kamchuki – mahattaraka vrimdathi gherayela raheto hato. Eka hathathi bija hathamam samharato, eka kholamamthi bija kholamam jato, lalana – palana karato, chalavato – upalalita karato, ramya mani jadita tala upara ramato, nirvyata – nirvyaghata girikamdaramam sthita champaka vriksha samana sukhapurvaka vriddhi pamava lagyo. Tyare te meghakumarana mata – pitae anukrame namakarana, jamana, pagathi chalavavo, cholopanayana, mota – mota riddhi satkara manavasamuhani sathe sampanna karyo. Tyare te meghakumara, satireka atha varshano thayo arthat garbhathi atha varshano thayo, tyare tena matapita shubha tithi – karana – muhurttamam kalacharya pase lai gaya. Tyarapachhi te kalacharye meghakumarane lekha adi ganitapradhana shakunaruta sudhini 72 – kalao sutra, artha ane karanathi siddha karavi – shikhavadi. Te a pramane – 1 thi 6. Lekha, ganita, rupa, nritya, gita, vajimtra. 7 thi 12. Svaragata, pushkaragata, samatala, dyuta, janavada, pasaka. 13 thi 18. Ashtapada, nagararaksha, dagamritika, annavidhi, panavidhi, vastravidhi. 19 thi 24. Vilepanavidhi, shayanavidhi, arya, prahelika, magadhika, gatha. 25 thi 30. Gitika, shloka, hiranyayukta suvarnayukti, churnayukti, abharanavidhi. 31 thi 36. Tarunipratikarma, strilakshana, purushalakshana, ashvalakshana, gajalakshana, golakshana. 37 thi 42. Kurkutalakshana, chhatralakshana, damdalakshana, asilakshana, manilakshana, kakanilakshana. 43 thi 48. Vastuvidya, skamdhavaramana, nagaramana, vyuha, prativyuha, chara. 49 thi 54. Pratichara, chakravyuha, garuda vyuha, shakatavyuha, yuddha, niryuddha. 55 thi 60. Yuddhatiyuddha, yashtiyuddha, mushtiyuddha, bahuyuddha, latayuddha, isattha. 61 thi 66. Tsarupravada, dhanurveda, hiranya paka, suvarna paka, sutra chheda, vrittakheda. 67 thi 72. Nalikachheda, patrachheda, kadachheda, sajjiva, nirjiva, shakunaruta. Sutra– 26. Tyare te kalacharya, meghakumarane ganitapradhana lekhadi shakunaruta paryantani 72 kala sutrathi, arthathi, karanathi siddha karave chhe, shikhave chhe, shikhavine mata – pita pase lai jaya chhe. Tyare te meghakumarana mata – pita te kalacharyane madhura vachana vade ane vipula vastra – gamdha – mala – alamkara vade satkare chhe, sanmane chhe, pachhi jivitarha vipula pritidana ape chhe. Apine prativisarjita kare chhe. Sutra– 27. Tyarapachhi te meghakumara 72 – kalamam pamdita thayo. Tena nave amga jagrita thai gaya. 18 prakarani deshi bhashamam visharada thai gaya. Te gamdharvani jema samgita – nrityamam kushala thayo. Ashvayuddha, hathiyuddha, rathayuddha, bahuyuddhamam nipuna thayO.Bahuthi vipakshinum mardana karava ane bhoga bhogavavamam samartha, sahasika ane vikalachari thai gayo. Tyare te meghakumarana matapitae meghakumarane 72 – kalamam pamdita yavat vikalachari thayela janyo. Janine atha uttama prasadavatamsaka banavya. Te prasada ghana umcha, potani ujjavala kamtithi hasata hoya teva lagata hata. Mani – suvarna – ratnani rachanathi vichitra, vatoddhuta vijaya – vaijayamti pataka, chhatratichhatrayukta, umcha, akashatalane ullamghata shikharayukta hata. Jali madhye ratnana pamjara, netra samana lagata hata. Temam mani – kanakani stupika hati. Vikasita shatapatra pumdarika hata. Te tilaka ratno ane ardhachamdrarchita hata. Vividha manimaya malathi alamkrita, amdara – bahara chamakata, tapaniya suvarnamaya reti patharela hati, te sukhadayi sparshavala, shobhayukta rupavala, prasadiya yavat pratirupa hata. Eka maha bhavana karavyu, te aneka shata stambhathi rachayela hatum. Te stambha para lila karati shalabhamjika – putali rahela hati, te bhavanamam umchi – sunirmita vajramaya vedika ane torana hata. Uttama rachita putalio yukta, sushlishta – vishishta – lashta – samsthita – prashasta – vaiduryamaya stambha hata. Te vividha mani – suvarna – ratna khachita, ujjavala, bahusama suvibhakta, nichita, ramaniya bhumibhaga ihamriga yavat vividha chitrathi chitrita hata. Stambha upara vajramaya vedikayukta hovathi ramaniya lagata hata. Samana shreni sthita vidyadharona yugala yamtra dvara chalata dekhata hata. Hajaro kiranothi vyapta, hajaro chitrothi yukta, dedipyamana – ati dedipyamana hata. Tene jota amkho chomti jati hati. Te sukha sparshi, shobhasampanna rupa hatum. Suvarna – mani – ratna stupika, vividha pamchavarni ghamta sahita patakathi parimamdita shikhara yukta hatum. Shveta kirano phelata hata. Te limpela, gholela ane chamdarava yukta yavat gamdhavartibhuta, prasadiya(chitta ahladaka), darshaniya, abhirupa(manojnya), pratirupa(manohara) hatum. Sutra– 28. Tyare te meghakumarana matapitae meghakumarane shobhana tithi – karana – nakshatra – muhurttamam samana shariri, samana vaya, samana tvacha, samana lavanya, samana rupa, samana yauvana, samana guna ane samana kulavali, eka sathe atha amgomam alamkaradhari suhagana strio dvara mamgalagana adi purvaka, atha rajakanyao sathe eka divase panigrahana karavyu. Tyarapachhi te meghana mata – pitae a pramane pritidana apyu. Atha koti hiranya, atha koti suvarna ityadi gathanusara janavu yavat atha dasio. Biju pana vipula dhana – kanaka – ratna – mani – moti – shamkha – shila – pravala – raktaratna – uttama sarabhuta dravya apyu yavat te dravya sata pedhi sudhi deva mate, bhogavava mate, paribhaga karavane mate paryapta hatum. Tyare te meghakumare pratyeka patnine eka – eka karoda hiranya, eka eka karoda suvarna, yavat eka eka preshanakarine api. Bijum pana vipula dhana, kanaka yavat paribhaga apyo. Tyare te meghakumara uparana uttama prasadamam rahelo, tyam mridamgana dhvani, uttama taruni dvara thata batrishabaddha nataka dvara gayana karata, krida karata, manojnya shabda – sparsha – rupa – gamdhani vipulatavala manushyasambamdhi kamabhogone bhogavato rahyo hato. Sutra– 29. Te kale te samaye bhagavan mahavira purvanupurvi vicharata gramanugrama jata sukhe sukhe vihara karata rajagriha nagarana gunashila chaitye yavat rahya. Tyare te rajagriha nagarana shrimgataka adi sthanomam ghana lokono moto avaja shora bakora thato hato. Yavat ghana ugrakulana, bhogakulana adi loko yavat rajagriha nagarani vachchovachcha thaine eka dishamam, ekabhimukha karine nikalata hata. Te samaye meghakumara uparana uttama prasadamam rahela, mridamgano nada sambhalato yavat manushi kamabhogo bhogavato rajamargane alokato alokato, e rite vicharato hato. Tyare meghakumare ghana ugrakulana, bhogakulana adi lokone yavat eka dishabhimukha nikalata joya, joine kamchuki purushane bolavyo, bolavine puchhyum – he devanupriya! Shum aje rajagrihanagaramam indra mahotsava ke skamda mahotsava ke rudra – shiva – vaishramana – naga – yaksha – bhuta – nadi – talava – vriksha – chaitya – parvata – udyana – giri yatra mahotsava chhe\? Ke jethi ghana ugrakulana, bhogakulana loko. Yavat eka dishamam ekabhimukha thai nikali rahya chhe tyare te kamchuki purushoe shramana bhagavamta mahavirana agamanano vrittamta janine meghakumarane a pramane kahyum – He devanupriya ! Aje rajagrihanagaramam indra mahotsava yavat giriyatra nathi ke jethi a ugrakulana adi loko yavat eka dishamam, ekabhimukha thai nikali rahya chhe, pana he devanupriya ! Adikara, tirthakara, shramana bhagavan mahavira ahim avya chhe, samprapta thaya chhe, samosarya chhe – a ja rajagrihanagarana gunashila chaityamam yavat vichare chhe Sutra samdarbha– 25–29 |