Sutra Navigation: Mahanishith ( મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1117547
Scripture Name( English ): Mahanishith Translated Scripture Name : મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

अध्ययन-६ गीतार्थ विहार

Translated Chapter :

અધ્યયન-૬ ગીતાર્થ વિહાર

Section : Translated Section :
Sutra Number : 847 Category : Chheda-06
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] गोयमा तस्स पविट्ठं मे भोगहलं खलिय-कारणं। भव-भय-भीओ तहा वि दुयं सो पव्वज्जमुवागओ॥
Sutra Meaning : તેને ભોગફળ સ્ખલનાનું કારણ થયું, તે હકીકત પ્રસિદ્ધ છે. છતાં તે ભવના ભયથી કંપતો હતો, ત્યારે પછી જલદી દીક્ષા અંગિકાર કરી. કદાચ પાતાળ ઉન્મુખ થાય. સ્વર્ગ નીમ્નમુખ થાય તો પણ કેવલીએ કહેલું વચન કદાપિ ફેરફારને વિઘટિત થતું નથી. બીજું તેણે સંયમના રક્ષણ માટે ઘણા ઉપાયો કર્યા. શાસ્ત્રાનુસારે વિચાર કરીને ગુરુના ચરણકમળમાં લિંગ – વેશ અર્પણ કરીને કોઈ ન ઓળખે તેવા દેશમાં ગયો. તે વચનનું સ્મરણ કરતો પોતાના ચારિત્ર મોહનીય કર્મોદયથી સર્વવિરતિ – મહાવ્રતોનો ભંગ તેમજ બદ્ધ, સ્પૃષ્ટ, નિકાચિત એવું કર્મનું ફળ ભોગવતો હતો. ભગવન્‌ ! શાસ્ત્રમાં નિરૂપિત એવા કયા ઉપાયો વિચાર્યા કે આવું સુંદર શ્રમણપણુ છોડીને તે હજુ પ્રાણ ધારણ કરે છે ? ગૌતમ ! કેવલી પ્રરૂપિત આ ઉપાયોને સૂચવનાર સૂત્રનું સ્મરણ કરશે કે વિષયોથી પરાભવ પામેલો મુનિ આ સૂત્રને યાદ કરે તે આ પ્રમાણે – સૂત્ર સંદર્ભ– ૮૪૭–૮૫૨
Mool Sutra Transliteration : [gatha] goyama tassa pavittham me bhogahalam khaliya-karanam. Bhava-bhaya-bhio taha vi duyam so pavvajjamuvagao.
Sutra Meaning Transliteration : Tene bhogaphala skhalananum karana thayum, te hakikata prasiddha chhe. Chhatam te bhavana bhayathi kampato hato, tyare pachhi jaladi diksha amgikara kari. Kadacha patala unmukha thaya. Svarga nimnamukha thaya to pana kevalie kahelum vachana kadapi pherapharane vighatita thatum nathi. Bijum tene samyamana rakshana mate ghana upayo karya. Shastranusare vichara karine guruna charanakamalamam limga – vesha arpana karine koi na olakhe teva deshamam gayo. Te vachananum smarana karato potana charitra mohaniya karmodayathi sarvavirati – mahavratono bhamga temaja baddha, sprishta, nikachita evum karmanum phala bhogavato hato. Bhagavan ! Shastramam nirupita eva kaya upayo vicharya ke avum sumdara shramanapanu chhodine te haju prana dharana kare chhe\? Gautama ! Kevali prarupita a upayone suchavanara sutranum smarana karashe ke vishayothi parabhava pamelo muni a sutrane yada kare te a pramane – Sutra samdarbha– 847–852