Sutra Navigation: Mahanishith ( મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1117363
Scripture Name( English ): Mahanishith Translated Scripture Name : મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

अध्ययन-४ कुशील संसर्ग

Translated Chapter :

અધ્યયન-૪ કુશીલ સંસર્ગ

Section : Translated Section :
Sutra Number : 663 Category : Chheda-06
Gatha or Sutra : Sutra Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [सूत्र] निविट्ठो य चक्खु-विसोहिए फासुग-भू-पएसे। तओ भणियं सुमइणा जहा–
Sutra Meaning : નેત્રથી નીહાળેલ, શુદ્ધ અને નિર્જીવભૂમિ ઉપર બેઠો. ત્યારપછી સુમતિએ કહ્યું કે જ્ઞાન આપનાર ગુરુ, માતા – પિતા, વડીલબંધુ તેમજ બહેન અથવા જ્યાં સામો પ્રત્યુત્તર આપી શકાતો ન હોય ત્યાં હે દેવ ! મારે શું કહેવું ? તેઓની આજ્ઞા થાય તે પ્રમાણપૂર્વક તહત્તિ એમ કહીને સ્વીકારવાની જ હોય! મારા માટે ઇષ્ટ છે કે અનિષ્ટ છે તેનો તેમાં વિચારવાનો અવકાશ નથી. પણ આજે તો આ વિષયમાં આર્યને આનો ઉત્તર આપવો જ પડશે અને તે પણ આકરા કઠોર કર્કશ અનિષ્ટ દુષ્ટ નિષ્ઠુર શબ્દોથી જ અથવા તો મોટા ભાઈ પાસે મારી જીભ કેમ ઉપડે કે જેના ખોળે હું વસ્ત્ર રહિત, અશુચિથી ખરડાયેલ અંગવાળો અનેક વખત રમેલો છું અથવા તે પોતે આવું અણઘટતું બોલતા શરમાતા નથી ? કે આ કુશીલો છે, તે સાધુને નજરે પણ ન જોવા જોઈએ. જેટલામાં તે આ વિચારે છે, તેટલામાં ઇંગિતાકાર જાણવામાં કુશળ મોટાભાઈ નાગીલે તેનો હૃદયગત ભાવ જાણી ગયા કે આ સુમતિ ખોટો કષાયવાળો થાય છે. તો હવે તેને શો પ્રત્યુત્તર આપવો ? સૂત્ર સંદર્ભ– ૬૬૩–૬૬૯
Mool Sutra Transliteration : [sutra] nivittho ya chakkhu-visohie phasuga-bhu-paese. Tao bhaniyam sumaina jaha–
Sutra Meaning Transliteration : Netrathi nihalela, shuddha ane nirjivabhumi upara betho. Tyarapachhi sumatie kahyum ke jnyana apanara guru, mata – pita, vadilabamdhu temaja bahena athava jyam samo pratyuttara api shakato na hoya tyam he deva ! Mare shum kahevum\? Teoni ajnya thaya te pramanapurvaka tahatti ema kahine svikaravani ja hoya! Mara mate ishta chhe ke anishta chhe teno temam vicharavano avakasha nathi. Pana aje to a vishayamam aryane ano uttara apavo ja padashe ane te pana akara kathora karkasha anishta dushta nishthura shabdothi ja athava to mota bhai pase mari jibha kema upade ke jena khole hum vastra rahita, ashuchithi kharadayela amgavalo aneka vakhata ramelo chhum athava te pote avum anaghatatum bolata sharamata nathi\? Ke a kushilo chhe, te sadhune najare pana na jova joie. Jetalamam te a vichare chhe, tetalamam imgitakara janavamam kushala motabhai nagile teno hridayagata bhava jani gaya ke a sumati khoto kashayavalo thaya chhe. To have tene sho pratyuttara apavo\? Sutra samdarbha– 663–669