Sutra Navigation: Mahanishith ( મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1117326
Scripture Name( English ): Mahanishith Translated Scripture Name : મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

अध्ययन-३ कुशील लक्षण

Translated Chapter :

અધ્યયન-૩ કુશીલ લક્ષણ

Section : Translated Section :
Sutra Number : 626 Category : Chheda-06
Gatha or Sutra : Sutra Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [सूत्र] तहा चारित्तकुसीले अनेगहा-मूलगुण उत्तर-गुणेसुं। तत्थ मूलगुणा पंच-महव्वयाणी राई-भोयण-छट्ठाणि, तेसुं जे पमत्ते भवेज्जा। तत्थ पाणाइवायं पुढवि-दगागणिमारुय-वणप्फती-बिति-चउ-पंचेंदियाईणं संघटण-परिया- वण-किलामणोद्दवणे। मुसावायं सुहुमं बायरं च। तत्थ सुहुमं पयला-उल्ला मरुए एवमादि, बादरो कण्णालीगादि। अदिन्नादाणं सुहुमं बादरं च। तत्थ सुहुमं तण-डगल-च्छार-मल्लगादिणं गहणे, बादरं हिरन्न-सुवण्णादिणं। मेहुणं दिव्वोरालियं मनोवइ-काय-करण-कारावणानुमइभेदेण अट्ठरसहा; तहा करकम्मादी, सचित्ताचित्त-भेदेणं नवगुत्ति-विराहणेण वा विभूसावत्तिएण वा। परिग्गहं सुहुमं बादरं च। तत्थ सुहुमं कप्पट्ठगरक्खणममत्तो, बादरं हिरन्नमादीणं गहणे धारणे वा। राईभोयणं दिया गहियं दिया भुत्तं, दिया गहियं राई भुत्तं, राओ गहियं दिया भुत्तं, एवमादि। उत्तरगुणा–
Sutra Meaning : મૂલગુણ અને ઉત્તરગુણમાં ચારિત્રકુશીલ અનેક ભેદે જાણવા. તેમાં પાંચ મહાવ્રત અને રાત્રિભોજન છઠ્ઠું એમ મૂલગુણો કહ્યા. તે છમાં જે પ્રમાદ કરે, તેમાં પ્રાણાતિપાત એટલે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિરૂપ એકેન્દ્રિય જીવો, બે – ત્રણ – ચાર – પાંચ ઇન્દ્રિયવાળા જીવોનો સંઘટ્ટો કરવો, પરિતાપ ઉપજાવવો, કિલામણા કરવી. મૃષાવાદ બે ભેદે – સૂક્ષ્મ અને બાદર, તેમાં ‘પયલા ઉલ્લા મરુએ’ કોઈ સાધુ દિવસે ઊંઘતો હતો. બીજાએ કહ્યું, દિવસે કેમ ઊંઘે છે ? પેલો કહે, હું ઊંઘતો નથી. ફરી તેને નિંદ્રા આવી, ફરી બીજા સાધુએ પૂછ્યું, ફરી પહેલો કહે કે ના ઊંઘતો નથી. આ સૂક્ષ્મ મૃષાવાદ. કોઈ સાધુએ ભોજન સમયે કહ્યું – ભોજન કરો. તેણે જવાબ આપ્યો કે મારે પચ્ચક્‌ખાણ છે, એમ બોલી તુરંત ખાવા લાગ્યો. બીજા સાધુએ પૂછ્યું, હમણા પચ્ચક્‌ખાણ છે તેમ કહી, ફરી ભોજન કરે છે ? ત્યારે તે કહે કે શું મેં પ્રાણાતિ પાતાદિ પાંચ મહાવ્રતનું વિરતિ પચ્ચક્‌ખાણ કર્યું નથી ? આ રીતે છળપ્રયોગથી સૂક્ષ્મ મૃષાવાદ. સૂક્ષ્મ મૃષાવાદ અને કન્યાલીક આદિ બાદર મૃષાવાદ. વણ આપેલ ગ્રહણ કરવું, તેના બે ભેદ – સૂક્ષ્મ અને બાદર. તેમાં તૃણ, ઢેફાં, રાખની કુંડી આદિ લેવા તે સૂક્ષ્મ અદત્તાદાન. અણઘડેલ કે ઘડેલ સુવર્ણાદિ લેવા રૂપ બાદર અદત્તાદાન જાણવું. તથા મૈથુન – દિવ્ય અને ઔદારિક. તે પણ મન, વચન, કાયાથી કરણ કરાવણ, અનુમોદન એમ ભાંગાથી અઢાર ભેદે જાણવું તેમજ કરકર્મ સચિત – અચિત ભેદોવાળું ઇત્યાદિ જાણવું. માંડલીમાં પરિગ્રહ બે ભેદે – સૂક્ષ્મ અને બાદર. વસ્ત્રપાત્રનું મમત્વભાવથી રક્ષણ કરવું. બીજાને વાપરવા ન આપવા તે સૂક્ષ્મ પરિગ્રહ. હિરણ્યાદિ ગ્રહણ કરવા કે ધારણ કરી રાખવા. માલિકી રાખવી, તે બાદર પરિગ્રહ જાણવો. રાત્રિ ભોજન ૧. દિવસે લઈ રાત્રે ખાવું, ૨. દિવસે લઈ બીજા દિવસે ખાવું, ૩. રાત્રે લઈ દિવસે ખાવું. ૪. રાત્રે લઈ રાત્રે ખાવું, ઇત્યાદિ.
Mool Sutra Transliteration : [sutra] taha charittakusile anegaha-mulaguna uttara-gunesum. Tattha mulaguna pamcha-mahavvayani rai-bhoyana-chhatthani, tesum je pamatte bhavejja. Tattha panaivayam pudhavi-dagaganimaruya-vanapphati-biti-chau-pamchemdiyainam samghatana-pariya- vana-kilamanoddavane. Musavayam suhumam bayaram cha. Tattha suhumam payala-ulla marue evamadi, badaro kannaligadi. Adinnadanam suhumam badaram cha. Tattha suhumam tana-dagala-chchhara-mallagadinam gahane, badaram hiranna-suvannadinam. Mehunam divvoraliyam manovai-kaya-karana-karavananumaibhedena attharasaha; taha karakammadi, sachittachitta-bhedenam navagutti-virahanena va vibhusavattiena va. Pariggaham suhumam badaram cha. Tattha suhumam kappatthagarakkhanamamatto, badaram hirannamadinam gahane dharane va. Raibhoyanam diya gahiyam diya bhuttam, diya gahiyam rai bhuttam, rao gahiyam diya bhuttam, evamadi. Uttaraguna–
Sutra Meaning Transliteration : Mulaguna ane uttaragunamam charitrakushila aneka bhede janava. Temam pamcha mahavrata ane ratribhojana chhaththum ema mulaguno kahya. Te chhamam je pramada kare, temam pranatipata etale prithvi, pani, agni, vayu, vanaspatirupa ekendriya jivo, be – trana – chara – pamcha indriyavala jivono samghatto karavo, paritapa upajavavo, kilamana karavi. Mrishavada be bhede – sukshma ane badara, temam ‘payala ulla marue’ koi sadhu divase umghato hato. Bijae kahyum, divase kema umghe chhe\? Pelo kahe, hum umghato nathi. Phari tene nimdra avi, phari bija sadhue puchhyum, phari pahelo kahe ke na umghato nathi. A sukshma mrishavada. Koi sadhue bhojana samaye kahyum – bhojana karo. Tene javaba apyo ke mare pachchakkhana chhe, ema boli turamta khava lagyo. Bija sadhue puchhyum, hamana pachchakkhana chhe tema kahi, phari bhojana kare chhe\? Tyare te kahe ke shum mem pranati patadi pamcha mahavratanum virati pachchakkhana karyum nathi\? A rite chhalaprayogathi sukshma mrishavada. Sukshma mrishavada ane kanyalika adi badara mrishavada. Vana apela grahana karavum, tena be bheda – sukshma ane badara. Temam trina, dhepham, rakhani kumdi adi leva te sukshma adattadana. Anaghadela ke ghadela suvarnadi leva rupa badara adattadana janavum. Tatha maithuna – divya ane audarika. Te pana mana, vachana, kayathi karana karavana, anumodana ema bhamgathi adhara bhede janavum temaja karakarma sachita – achita bhedovalum ityadi janavum. Mamdalimam parigraha be bhede – sukshma ane badara. Vastrapatranum mamatvabhavathi rakshana karavum. Bijane vaparava na apava te sukshma parigraha. Hiranyadi grahana karava ke dharana kari rakhava. Maliki rakhavi, te badara parigraha janavo. Ratri bhojana 1. Divase lai ratre khavum, 2. Divase lai bija divase khavum, 3. Ratre lai divase khavum. 4. Ratre lai ratre khavum, ityadi.