Sutra Navigation: Mahanishith ( મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1117321 | ||
Scripture Name( English ): | Mahanishith | Translated Scripture Name : | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
अध्ययन-३ कुशील लक्षण |
Translated Chapter : |
અધ્યયન-૩ કુશીલ લક્ષણ |
Section : | Translated Section : | ||
Sutra Number : | 621 | Category : | Chheda-06 |
Gatha or Sutra : | Sutra | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [सूत्र] (१) से भयवं कयरे ते दंसण-कुसीले गोयमा दंसण-कुसीले दुविहे नेए–आगमओ नो आगमओ य। तत्थ आगमो सम्मद्दंसणं, १ संकंते, २ कंखंते, ३ विदुगुंछंते, ४ दिट्ठीमोहं गच्छंते अणोववूहए, ५ परिवडिय-धम्मसद्धे सामन्नमुज्झिउ-कामाणं अथिरीकरणेणं, ७ साहम्मियाणं अवच्छल्लत्तणेणं, ८ अप्पभावनाए एतेहिं अट्ठहिं पि थाणंतरेहिं कुसीले नेए। | ||
Sutra Meaning : | ભગવન્ ! દર્શન કુશીલ કેટલા ભેદ હોય છે ? ગૌતમ ! બે ભેદે ૧. આગમથી, ૨. નોઆગમથી. તેમાં આગમથી સમ્યગ દર્શનમાં શંકા કરે, અન્યમતની અભિલાષા કરે, સાધુ – સાધ્વીના મેલા વસ્ત્રો અને શરીર જોઈને દુર્ગંધ કરે, ઘૃણા કરે, ધર્મકરણનું ફળ મળશે કે નહીં તેમ શંકા કરે. સમ્યક્ત્વાદિ ગુણવંતની પ્રશંસા ન કરે. ધર્મની શ્રદ્ધા ચાલી જાય, સાધુપણું છોડવાની અભિલાષાવાળાને સ્થિર ન કરે. સાધર્મિકોનું વાત્સલ્ય ન કરવું. છતી શક્તિએ શાસન પ્રભાવના, ભક્તિ ન કરવી એ આઠ સ્થાને દર્શન કુશીલ જાણવા. નોઆગમથી દર્શનકુશીલ અનેક પ્રકારે સમજવા. તે આ પ્રમાણે – ચક્ષુકુશીલ, ઘ્રાણકુશીલ, શ્રવણકુશીલ, જિહ્વાકુશીલ, શરીરકુશીલ. તેમાં ચક્ષુકુશીલ ત્રણ પ્રકારે જાણવા – પ્રશસ્ત ચક્ષુકુશીલ, પ્રશસ્તાપ્રશસ્ત ચક્ષુકુશીલ, અપ્રશસ્ત ચક્ષુકુશીલ. તેમાં જે કોઈ પ્રશસ્ત એવા ઋષભાદિના બિંબ આગળ દૃષ્ટિ સ્થિર કરીને રહેલો હોય તેને જ જોતો, બીજા કોઈ પ્રશસ્ત પદાર્થને મનથી વિચારતો હોય તે પ્રશસ્ત ચક્ષુકુશીલ તથા પ્રશસ્તાપ્રશસ્ત ચક્ષુકુશીલ એટલે હૃદય અને નેત્રોથી ભગવંતની પ્રતિમાના દર્શન કરતા કરતા બીજા કોઈપણ પદાર્થ તરફ નજર કરે. વળી પ્રશસ્તાપ્રશસ્ત દ્રવ્યો જેવા કે કાગડા, બગલા, ઢંક, તિતિર, મોર વગેરે કે મનોહર લાવણ્યયુક્ત સુંદર સ્ત્રીને જોઈને તેના તરફ દૃષ્ટિ કરે તે પણ પ્રશસ્તાપ્રશસ્ત ચક્ષુકુશીલ કહેવાય. અપ્રશસ્ત ચક્ષુકુશીલ – ૬૩ પ્રકારે અપ્રશસ્ત સરાગદૃષ્ટિ કહી છે – ભગવન્ ! તે પ્રશસ્ત ૬૩ – ચક્ષુભેદો કયા છે ? ગૌતમ ! તે આ પ્રમાણે – ૧. સભ્રુકટાક્ષ, ૨. તારા, ૩. મંદા, ૪. મદલસા, ૫. વંકા, ૬. વિવંકા, ૭. કુશીલા, ૮. અર્ધઇક્ષિતા, ૯. કાણઇક્ષિતા, ૧૦. ભ્રામિતા, ૧૧. ઉદભ્રામિતા, ૧૨. ચલિતા, ૧૩. વલિતા, ૧૪. ચલવલિતા, ૧૫. અર્ધમિલિતા, ૧૬. મિલમિલમિલા, ૧૭. માનુષ્યા, ૧૮. પશવા, ૧૯. યક્ષિકા, ૨૦. સરીસૃપા, ૨૧. અશાંતા, ૨૨. અપ્રશાંતા, ૨૩. અસ્થિરા, ૨૪. બહુવિકાશા, ૨૫. સાનુરાગા, ૨૬. રાગ ઉદારણી, ૨૭. રાગજા, ૨૮. ઉત્પાદની, ૨૯. મદની, ૩૦. મોહણી, ૩૧. વ્યામોહની. ૩૨. ભય ઉદીરણી, ૩૩. ભયજનની, ૩૪. ભયંકરી, ૩૫. હૃદયભેદની, ૩૬. સંશયહરણી, ૩૭. ચમત્કાર ઉત્પાદની, ૩૮. નિબદ્ધા, ૩૯. અનિબદ્ધા, ૪૦. ગતા, ૪૧. આગતા, ૪૨. ગતાગતા, ૪૩. પ્રત્યાગતા, ૪૪. નિર્ધારણી, ૪૫. અભિલષણી, ૪૬. અરતિકરા, ૪૭. રતિકરા, ૪૮. દીના, ૪૯. દયામણી, ૫૦. શુરા, ૫૧. ધીરા, ૫૨. હણણી, ૫૩. મારણી, ૫૪. તાપણી, ૫૫. સંતાપણી, ૫૬. ક્રુધ્ધા, ૫૭. મહાઘોરા, ૫૮. ચંડી, ૫૯. રૂદ્રા, ૬૦. હાહાભૂતશરણા, ૬૧. રુક્ષા, ૬૨. સ્નિગ્ધા, ૬૩. રુક્ષાસ્નિગ્ધા. આ પ્રમાણે કુશીલદૃષ્ટિઓ અહીં જણાવી છે. તે નામના અનુસારે વ્યાખ્યા સમજી લેવી. સ્ત્રીઓના ચરણ, અંગૂઠા, તેનો અગ્રભાગ, નખ, હાથ, જે સારી રીતે આલેખેલો હોય, લાલ રંગ કે અલતાથી ગાત્રો અને નખ રંગેલા હોય, મણિના કિરણો એકઠા થવાથી મેઘધનુષ્ય હોય તેવા નખને, કાચબા જેવા ઉન્નત ચરણને, સરખા ગોઠવાયેલ ગોળાકાર ગૂઢ જાનુને, જંઘાને, વિશાળ કટિતટના સ્થાનને, જઘન, નિતંબ, નાભિ, સ્તન, ગુપ્તસ્થાન પાસેના સ્થાનો, કંઠ, ભૂજાલષ્ટિ, અધર, હોઠ, દંતપંક્તિ, કાન, નાક, નેત્રયુગલ, ભ્રમર, મુખ, કપાળ, મસ્તક, કેશ, સેંથો, વાંકી કેશલટ, પીઠ, તિલક, કુંડલ, ગાલ, ખંજન, શ્યામવર્ણી, તમાલપત્ર સમાન કેશકલાપ, કંદોરો, નૂપુર, બાહુરક્ષક મણિરત્ન જડિત કડા, કંકણ, મુદ્રિકાદિ મનોહર અને ઝળહળતા આભૂષણો, રેશમી ઝીણા વસ્ત્રો, સુતરાઉ વેશભૂષા આદિથી સજાવટ કરીને કામાગ્નિને પ્રદીપ્ત કરનારી નારકી અને તિર્યંચગતિમાં અનંત દુઃખ અપાવનારી આ સ્ત્રીઓના અંગો, ઉપાંગો, આભૂષણો આદિ અભિલાષાપૂર્વક સરાગ દૃષ્ટિથી દેખવું તે ચક્ષુકુશીલ કહેવાય. સૂત્ર સંદર્ભ– ૬૨૧, ૬૨૨ | ||
Mool Sutra Transliteration : | [sutra] (1) se bhayavam kayare te damsana-kusile goyama damsana-kusile duvihe nee–agamao no agamao ya. Tattha agamo sammaddamsanam, 1 samkamte, 2 kamkhamte, 3 vidugumchhamte, 4 ditthimoham gachchhamte anovavuhae, 5 parivadiya-dhammasaddhe samannamujjhiu-kamanam athirikaranenam, 7 sahammiyanam avachchhallattanenam, 8 appabhavanae etehim atthahim pi thanamtarehim kusile nee. | ||
Sutra Meaning Transliteration : | Bhagavan ! Darshana kushila ketala bheda hoya chhe\? Gautama ! Be bhede 1. Agamathi, 2. Noagamathi. Temam agamathi samyaga darshanamam shamka kare, anyamatani abhilasha kare, sadhu – sadhvina mela vastro ane sharira joine durgamdha kare, ghrina kare, dharmakarananum phala malashe ke nahim tema shamka kare. Samyaktvadi gunavamtani prashamsa na kare. Dharmani shraddha chali jaya, sadhupanum chhodavani abhilashavalane sthira na kare. Sadharmikonum vatsalya na karavum. Chhati shaktie shasana prabhavana, bhakti na karavi e atha sthane darshana kushila janava. Noagamathi darshanakushila aneka prakare samajava. Te a pramane – chakshukushila, ghranakushila, shravanakushila, jihvakushila, sharirakushila. Temam chakshukushila trana prakare janava – prashasta chakshukushila, prashastaprashasta chakshukushila, aprashasta chakshukushila. Temam je koi prashasta eva rishabhadina bimba agala drishti sthira karine rahelo hoya tene ja joto, bija koi prashasta padarthane manathi vicharato hoya te prashasta chakshukushila tatha prashastaprashasta chakshukushila etale hridaya ane netrothi bhagavamtani pratimana darshana karata karata bija koipana padartha tarapha najara kare. Vali prashastaprashasta dravyo jeva ke kagada, bagala, dhamka, titira, mora vagere ke manohara lavanyayukta sumdara strine joine tena tarapha drishti kare te pana prashastaprashasta chakshukushila kahevaya. Aprashasta chakshukushila – 63 prakare aprashasta saragadrishti kahi chhe – Bhagavan ! Te prashasta 63 – chakshubhedo kaya chhe\? Gautama ! Te a pramane – 1. Sabhrukataksha, 2. Tara, 3. Mamda, 4. Madalasa, 5. Vamka, 6. Vivamka, 7. Kushila, 8. Ardhaikshita, 9. Kanaikshita, 10. Bhramita, 11. Udabhramita, 12. Chalita, 13. Valita, 14. Chalavalita, 15. Ardhamilita, 16. Milamilamila, 17. Manushya, 18. Pashava, 19. Yakshika, 20. Sarisripa, 21. Ashamta, 22. Aprashamta, 23. Asthira, 24. Bahuvikasha, 25. Sanuraga, 26. Raga udarani, 27. Ragaja, 28. Utpadani, 29. Madani, 30. Mohani, 31. Vyamohani. 32. Bhaya udirani, 33. Bhayajanani, 34. Bhayamkari, 35. Hridayabhedani, 36. Samshayaharani, 37. Chamatkara utpadani, 38. Nibaddha, 39. Anibaddha, 40. Gata, 41. Agata, 42. Gatagata, 43. Pratyagata, 44. Nirdharani, 45. Abhilashani, 46. Aratikara, 47. Ratikara, 48. Dina, 49. Dayamani, 50. Shura, 51. Dhira, 52. Hanani, 53. Marani, 54. Tapani, 55. Samtapani, 56. Krudhdha, 57. Mahaghora, 58. Chamdi, 59. Rudra, 60. Hahabhutasharana, 61. Ruksha, 62. Snigdha, 63. Rukshasnigdha. A pramane kushiladrishtio ahim janavi chhe. Te namana anusare vyakhya samaji levi. Striona charana, amgutha, teno agrabhaga, nakha, hatha, je sari rite alekhelo hoya, lala ramga ke alatathi gatro ane nakha ramgela hoya, manina kirano ekatha thavathi meghadhanushya hoya teva nakhane, kachaba jeva unnata charanane, sarakha gothavayela golakara gudha janune, jamghane, vishala katitatana sthanane, jaghana, nitamba, nabhi, stana, guptasthana pasena sthano, kamtha, bhujalashti, adhara, hotha, damtapamkti, kana, naka, netrayugala, bhramara, mukha, kapala, mastaka, kesha, semtho, vamki keshalata, pitha, tilaka, kumdala, gala, khamjana, shyamavarni, tamalapatra samana keshakalapa, kamdoro, nupura, bahurakshaka maniratna jadita kada, kamkana, mudrikadi manohara ane jhalahalata abhushano, reshami jhina vastro, sutarau veshabhusha adithi sajavata karine kamagnine pradipta karanari naraki ane tiryamchagatimam anamta duhkha apavanari a striona amgo, upamgo, abhushano adi abhilashapurvaka saraga drishtithi dekhavum te chakshukushila kahevaya. Sutra samdarbha– 621, 622 |