Sutra Navigation: Mahanishith ( મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1117201
Scripture Name( English ): Mahanishith Translated Scripture Name : મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

अध्ययन-३ कुशील लक्षण

Translated Chapter :

અધ્યયન-૩ કુશીલ લક્ષણ

Section : Translated Section :
Sutra Number : 501 Category : Chheda-06
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] खीणट्ठ-कम्म-पाया मुक्का बहु-दुक्ख-गब्भवसहीनं। पुनरवि अ पत्तकेवल-मनपज्जव-नाण-चरिततनू॥
Sutra Meaning : કેવળજ્ઞાન, મનઃપર્યવજ્ઞાન, ચરમશરીર જેણે પ્રાપ્ત કર્યું નથી, એવા જીવો પણ અરિહંતોના અતિશયોને દેખીને આઠે પ્રકારના કર્મોનો ક્ષય કરનાર થાય છે. બહુ દુઃખ અને ગર્ભાવાસથી મુક્ત બને છે. મહાયોગી થાય છે. વિવિધ દુઃખથી ભરેલ ભવસાગરથી ઉદ્વિગ્ન બને છે. ક્ષણવારમાં સંસારથી વિરક્ત થાય છે. અથવા ગૌતમ ! બીજું કથન બાજુ પર રાખીને, પરંતુ આ રીતે ધર્મ તીર્થંકર એવું શ્રેષ્ઠ અક્ષરવાળુ નામ છે. તે ત્રિભુવન બંધુ, અરિહંત, ભગવંત, જિનેશ્વર, ધર્મતીર્થંકરોને જ છાજે છે, બીજાને નહીં. કેમ કે તેઓએ મોહનો ઉપશમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા, આસ્તિક્ય લક્ષણયુક્ત અનેક જન્મોમાં સ્પર્શેલ, પ્રગટ કરેલ સમ્યગ્‌દર્શન અને ઉલ્સિત પરાક્રમના બળને છૂપાવ્યા વિના ઉગ્ર કષ્ટદાયી, ઘોર દુષ્કર તપનું નિરંતર સેવન કરીને ઊંચા પ્રકારના મહાપુન્યસ્કંધ સમૂહને ઉપાર્જિત કરેલો છે. ઉત્તમ, પ્રવર, પવિત્ર, સમગ્ર વિશ્વના બંધુ, નાથ તથા શ્રેષ્ઠ સ્વામી થયા હોય છે. અનંતાકાળથી વર્તતા ભયોની પાપવાળી ભગવાનના યોગે બાંધેલા પાપકર્મને છેદીને અદ્વિતીય તીર્થંકર નામકર્મ બાંધેલ, અતિ મનોહર, દેદીપ્યમાન, દશે દિશામાં પ્રકાશનાર, નિરૂપમ, ૧૦૦૮ લક્ષણો વડે સુશોભિત હોય છે. જગતમાં ઉત્તમ શોભાના નિવાસ માટેના વાસગૃહ સમાન અપૂર્વ શોભાવાળા તેમના દર્શન માત્રથી દેવો અને મનુષ્યો મનમાં આશ્ચર્ય અનુભવે છે. તથા નેત્ર અને મનમાં મહાન વિસ્મય તથા પ્રમોદ અનુભવે છે. તે તીર્થંકરો સમગ્ર પાપના મેલથી રહિત થયેલા હોય છે. સમચતુરસ્ર સંસ્થાન તથા વજ્રઋષભ નારાચ સંઘયણ યુક્ત, પરમ પવિત્ર અને ઉત્તમ શરીરધારી હોય છે સૂત્ર સંદર્ભ– ૫૦૧–૫૦૩
Mool Sutra Transliteration : [gatha] khinattha-kamma-paya mukka bahu-dukkha-gabbhavasahinam. Punaravi a pattakevala-manapajjava-nana-charitatanu.
Sutra Meaning Transliteration : Kevalajnyana, manahparyavajnyana, charamasharira jene prapta karyum nathi, eva jivo pana arihamtona atishayone dekhine athe prakarana karmono kshaya karanara thaya chhe. Bahu duhkha ane garbhavasathi mukta bane chhe. Mahayogi thaya chhe. Vividha duhkhathi bharela bhavasagarathi udvigna bane chhe. Kshanavaramam samsarathi virakta thaya chhe. Athava gautama ! Bijum kathana baju para rakhine, paramtu a rite dharma tirthamkara evum shreshtha aksharavalu nama chhe. Te tribhuvana bamdhu, arihamta, bhagavamta, jineshvara, dharmatirthamkarone ja chhaje chhe, bijane nahim. Kema ke teoe mohano upashama, samvega, nirveda, anukampa, astikya lakshanayukta aneka janmomam sparshela, pragata karela samyagdarshana ane ulsita parakramana balane chhupavya vina ugra kashtadayi, ghora dushkara tapanum niramtara sevana karine umcha prakarana mahapunyaskamdha samuhane uparjita karelo chhe. Uttama, pravara, pavitra, samagra vishvana bamdhu, natha tatha shreshtha svami thaya hoya chhe. Anamtakalathi vartata bhayoni papavali bhagavanana yoge bamdhela papakarmane chhedine advitiya tirthamkara namakarma bamdhela, ati manohara, dedipyamana, dashe dishamam prakashanara, nirupama, 1008 lakshano vade sushobhita hoya chhe. Jagatamam uttama shobhana nivasa matena vasagriha samana apurva shobhavala temana darshana matrathi devo ane manushyo manamam ashcharya anubhave chhe. Tatha netra ane manamam mahana vismaya tatha pramoda anubhave chhe. Te tirthamkaro samagra papana melathi rahita thayela hoya chhe. Samachaturasra samsthana tatha vajrarishabha naracha samghayana yukta, parama pavitra ane uttama shariradhari hoya chhe Sutra samdarbha– 501–503