Sutra Navigation: Jitakalpa ( જીતકલ્પ સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1114509
Scripture Name( English ): Jitakalpa Translated Scripture Name : જીતકલ્પ સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

प्रतिक्रमण प्रायश्चित्तं

Translated Chapter :

પ્રતિક્રમણ પ્રાયશ્ચિત્તં

Section : Translated Section :
Sutra Number : 9 Category : Chheda-05A
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] गुत्ती-समिइ-पमाए गुरुणो आसायणा विनय-भंगे । इच्छाईणमकरणे लहुस मुसाऽदिन्न-मुच्छासु ॥
Sutra Meaning : વર્ણન સંદર્ભ: પ્રતિક્રમણ પ્રાયશ્ચિત્ત અનુવાદ: ચારે ગાથાનો સંયુક્ત અર્થ રજૂ કરીએ છીએ. ત્રણ પ્રકારની ગુપ્તિ કે પાંચ પ્રકારની સમિતિ વિશે પ્રમાદ કરવો. ગુરુની કોઈ રીતે આશાતના કરવી. વિનયનો ભંગ કરવો. ઇચ્છાકારાદિ દશ સામાચારીનું પાલન ન કરવું. અલ્પ પણ મૃષાવાદ, ચોરી કે મમત્વ હોવું. અવિધિએ અર્થાત્‌ મુહપત્તિ રાખ્યા વિના છીંક ખાવી, તેમજ વાયુનું ઉર્ધ્વગમન કરવું. સામાન્યથી છેદન, ભેદન, પીલણ આદિ અસંક્લિષ્ટ કર્મોનું સેવન કરવું. હાસ્ય કે કુચેષ્ટા કરવી. વિકથા કરવી. ક્રોધાદિ ચાર કષાયો સેવવા. શબ્દાદિ પાંચે વિષયોનું સેવન કરવું. દર્શન, જ્ઞાન, ચારિત્ર કે તપ આદિમાં સ્ખલના થવી. જયણાયુક્ત થઈને હિંસા ન કરતો હોવા છતાં સહસાકાર કે અનુપ્રયોગદશાથી અતિચાર સેવે તો મિથ્યાદુષ્કૃત રૂપ પ્રતિક્રમણથી શુદ્ધ થાય. જો તપયોગ કે સાવધાનીપૂર્વક પણ અલ્પ માત્ર સ્નેહ સંબંધ, ભય, શોક, શરીરાદિનું ધોવું વગેરે તથા કુચેષ્ટા, હાસ્ય, વિકથાદિને માટે પ્રતિક્રમણ પ્રાયશ્ચિત્ત જાણવું અર્થાત્‌ આ સર્વે દોષોના સેવનમાં સાધુને પ્રતિક્રમણ યોગ્ય પ્રાયશ્ચિત્ત આવે. સૂત્ર સંદર્ભ– ૯–૧૨
Mool Sutra Transliteration : [gatha] gutti-samii-pamae guruno asayana vinaya-bhamge. Ichchhainamakarane lahusa musadinna-muchchhasu.
Sutra Meaning Transliteration : Varnana samdarbha: Pratikramana prayashchitta Anuvada: Chare gathano samyukta artha raju karie chhie. Trana prakarani gupti ke pamcha prakarani samiti vishe pramada karavo. Guruni koi rite ashatana karavi. Vinayano bhamga karavo. Ichchhakaradi dasha samacharinum palana na karavum. Alpa pana mrishavada, chori ke mamatva hovum. Avidhie arthat muhapatti rakhya vina chhimka khavi, temaja vayunum urdhvagamana karavum. Samanyathi chhedana, bhedana, pilana adi asamklishta karmonum sevana karavum. Hasya ke kucheshta karavi. Vikatha karavi. Krodhadi chara kashayo sevava. Shabdadi pamche vishayonum sevana karavum. Darshana, jnyana, charitra ke tapa adimam skhalana thavi. Jayanayukta thaine himsa na karato hova chhatam sahasakara ke anuprayogadashathi atichara seve to mithyadushkrita rupa pratikramanathi shuddha thaya. Jo tapayoga ke savadhanipurvaka pana alpa matra sneha sambamdha, bhaya, shoka, shariradinum dhovum vagere tatha kucheshta, hasya, vikathadine mate pratikramana prayashchitta janavum arthat a sarve doshona sevanamam sadhune pratikramana yogya prayashchitta ave. Sutra samdarbha– 9–12