Sutra Navigation: Dashashrutskandha ( દશાશ્રુતસ્કંધ સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1114253 | ||
Scripture Name( English ): | Dashashrutskandha | Translated Scripture Name : | દશાશ્રુતસ્કંધ સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
दशा ८ पर्युषणा |
Translated Chapter : |
દશા ૮ પર્યુષણા |
Section : | Translated Section : | ||
Sutra Number : | 53 | Category : | Chheda-04 |
Gatha or Sutra : | Sutra | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [सूत्र] तेणं कालेणं तेणं समएणं समणे भगवं महावीरे पंच हत्थुत्तरे होत्था, तं जहा–हत्थुत्तराहिं चुए, चइत्ता गब्भं वक्कंते। हत्थुत्तराहिं गब्भातो गब्भं साहरिते। हत्थुत्तराहिं जाते। हत्थुत्तराहिं मुंडे भवित्ता अगारातो अणगारितं पव्वइए। हत्थुत्तराहिं अनंते अनुत्तरे निव्वाघाए निरावरणे कसिणे पडिपुण्णे केवलवरनाणदंसणे समुप्पन्ने। सातिणा परिनिव्वुए भयवं जाव भुज्जो-भुज्जो उवदंसेइ। | ||
Sutra Meaning : | તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીરની પાંચ બાબતો ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં થઈ – ૧. ઉત્તરા ફાલ્ગુનીમાં દેવલોકથી ચ્યવીને ગર્ભમાં આવ્યા ૨. ઉત્તરા ફાલ્ગુનીમાં ગર્ભ સંહરણ થયું ૩. ઉત્તરા ફાલ્ગુનીમાં જન્મ થયો ૪. ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં મુંડીત થઈને અગારમાંથી અનગારપણાને – સાધુપણાને પામ્યા. ૫. ઉત્તરાફાલ્ગુની નક્ષત્રમાં અનંત, અનુત્તર, અવિનાશી નિરાવરણ, સંપૂર્ણ, કેવળજ્ઞાન, કેવલદર્શન ઉત્પન્ન થયા. અને સ્વાતિ નક્ષત્રમાં પરિનિર્વાણ પામ્યા. મોક્ષે ગયા. યાવત્. આ પર્યુષણા કલ્પ વિશે પુનઃ પુનઃ ઉપદેશ કરાયો છે. અહીં પર્યુષણા કલ્પ થકી આચારની સાથે સાથે ચ્યવનથી નિર્વાણ સુધીનું સમગ્ર મહાવીર ચરિત્ર ‘જાવ’ શબ્દથી સમજી લેવું.. અર્થાત્ પૂર્વભવ અને ચ્યવન, જન્મકલ્યાણક તથા પૂર્વેનું જીવન દીક્ષા ચર્યા, ઉપસર્ગ આદિ સહેવા, કેવલજ્ઞાનનો ઉપદેશ, નિર્વાણ કલ્યાણક એ પ્રમાણે ભગવંતે કહેલું હું તમને કહું છું. દશાશ્રુતસ્કંધનું આઠમું અધ્યયન આઠમી દશા. એ કલ્પસૂત્ર છે. તેવો મત આપણે ત્યાં પ્રસિદ્ધ છે. તો પણ ‘દસાસુયક્ખંધ’ની ઉપલબ્ધ પ્રતિઓમાં બધે હાલ ઉપરોક્ત આટલું જ સૂત્ર મુદ્રિત થયેલ જોવા મળે છે. કલ્પસૂત્રની વ્યાખ્યામાં તેને આઠમાં અધ્યયન રૂપે ઓળખાય છે. પણ દશાશ્રુતસ્કંધમાં અંતર્ગતપણે તો આ સંક્ષિપ્તસૂત્રથી વિશેષ કશું જ નથી. તેથી અભ્યાસકે વ્યામોહમાં ન પડવું ન. કેમકે તત્ત્વ તો બહુશ્રુત જ જણાવી શકે હા, એટલું ચોક્કસ કે પ્રાપ્ત કલ્પસૂત્ર ઉપર નિર્યુક્તિ, ચૂર્ણિ ઉપરાંત કલ્પપંજિકા, કલ્પકિરણાવલી, કલ્પ દીપિકા, પ્રદીપિકા, સુબોધિકા, કલ્પ કૌમુદી, કલ્પદ્રુમકણિકા, કલ્પમંજરી ઇત્યાદિ અનેક વૃત્તિઓ છે. તદુપરાંત કલ્પસૂત્ર અવચૂરી, અવચૂર્ણિ, ટીપ્પણકાદિ પણ ઉપલબ્ધ છે જ. ટબ્બા પણ મળે છે, અનુવાદ પણ મળે છે. સંવત – ૧૩૬૪ થી સંવત – ૧૭૦૭ સુધીમાં અનેક સંસ્કૃત ટીકાઓ અને તે પૂર્વે પણ ચૂર્ણિ આદિની રચના થયેલી જ છે. સારાંશ એ કે ઉક્ત કલ્પસૂત્ર દશાશ્રુતસ્કંધનું આઠમું અધ્યયન છે અથવા નથી અને જો હોય તો અહીં સંક્ષિપ્ત સૂત્ર જ કેમ છે ? ઇત્યાદિ વિશે મૂર્તિપૂજક શ્વેતાંબર સિવાયના વિદ્વાનો, સંશોધકો કે શ્રમણ વર્ગે ઊભો કરેલ વ્યામોહ તાર્કિક લાગે તો પણ શાસ્ત્ર સંમત છે કે નહીં તેનો નિર્ણય શ્રદ્ધાવાળા બહુશ્રુત પાસે મેળવવો. | ||
Mool Sutra Transliteration : | [sutra] tenam kalenam tenam samaenam samane bhagavam mahavire pamcha hatthuttare hottha, tam jaha–hatthuttarahim chue, chaitta gabbham vakkamte. Hatthuttarahim gabbhato gabbham saharite. Hatthuttarahim jate. Hatthuttarahim mumde bhavitta agarato anagaritam pavvaie. Hatthuttarahim anamte anuttare nivvaghae niravarane kasine padipunne kevalavarananadamsane samuppanne. Satina parinivvue bhayavam java bhujjo-bhujjo uvadamsei. | ||
Sutra Meaning Transliteration : | Te kale, te samaye shramana bhagavamta mahavirani pamcha babato uttara phalguni nakshatramam thai – 1. Uttara phalgunimam devalokathi chyavine garbhamam avya 2. Uttara phalgunimam garbha samharana thayum 3. Uttara phalgunimam janma thayo 4. Uttara phalguni nakshatramam mumdita thaine agaramamthi anagarapanane – sadhupanane pamya. 5. Uttaraphalguni nakshatramam anamta, anuttara, avinashi niravarana, sampurna, kevalajnyana, kevaladarshana utpanna thaya. Ane svati nakshatramam parinirvana pamya. Mokshe gaya. Yavat. A paryushana kalpa vishe punah punah upadesha karayo chhe. Ahim paryushana kalpa thaki acharani sathe sathe chyavanathi nirvana sudhinum samagra mahavira charitra ‘java’ shabdathi samaji levum.. Arthat purvabhava ane chyavana, janmakalyanaka tatha purvenum jivana diksha charya, upasarga adi saheva, kevalajnyanano upadesha, nirvana kalyanaka e pramane bhagavamte kahelum hum tamane kahum chhum. Dashashrutaskamdhanum athamum adhyayana athami dasha. E kalpasutra chhe. Tevo mata apane tyam prasiddha chhe. To pana ‘dasasuyakkhamdha’ni upalabdha pratiomam badhe hala uparokta atalum ja sutra mudrita thayela jova male chhe. Kalpasutrani vyakhyamam tene athamam adhyayana rupe olakhaya chhe. Pana dashashrutaskamdhamam amtargatapane to a samkshiptasutrathi vishesha kashum ja nathi. Tethi abhyasake vyamohamam na padavum na. Kemake tattva to bahushruta ja janavi shake Ha, etalum chokkasa ke prapta kalpasutra upara niryukti, churni uparamta kalpapamjika, kalpakiranavali, kalpa dipika, pradipika, subodhika, kalpa kaumudi, kalpadrumakanika, kalpamamjari ityadi aneka vrittio chhe. Taduparamta kalpasutra avachuri, avachurni, tippanakadi pana upalabdha chhe ja. Tabba pana male chhe, anuvada pana male chhe. Samvata – 1364 thi samvata – 1707 sudhimam aneka samskrita tikao ane te purve pana churni adini rachana thayeli ja chhe. Saramsha e ke ukta kalpasutra dashashrutaskamdhanum athamum adhyayana chhe athava nathi ane jo hoya to ahim samkshipta sutra ja kema chhe\? Ityadi vishe murtipujaka shvetambara sivayana vidvano, samshodhako ke shramana varge ubho karela vyamoha tarkika lage to pana shastra sammata chhe ke nahim teno nirnaya shraddhavala bahushruta pase melavavo. |