Sutra Navigation: Nirayavalika ( નિરયાવલિકાદિ સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1108011
Scripture Name( English ): Nirayavalika Translated Scripture Name : નિરયાવલિકાદિ સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

अध्ययन-१ काल

Translated Chapter :

અધ્યયન-૧ કાલ

Section : Translated Section :
Sutra Number : 11 Category : Upang-08
Gatha or Sutra : Sutra Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [सूत्र] तए णं तीसे चेल्लणाए देवीए अन्नया कयाइ पुव्वरत्तावरत्तकालसमयंसि अयमेयारूवे अज्झत्थिए चिंतिए पत्थिए मनोगए संकप्पे समुप्पज्जित्था–जइ ताव इमेणं दारएणं गब्भगएणं चेव पिउणो उयरवलिमंसाइं खाइयाइं, तं सेयं खलु मे एयं गब्भं साडित्तए वा पाडित्तए वा गालित्तए वा विद्धंसित्तए वा–एवं संपेहेइ, संपेहेत्ता तं गब्भं बहूहिं गब्भसाडणेहि य गब्भपाडणेहि य गब्भगालणेहि य गब्भविद्धंसणेहि य इच्छइ तं गब्भं साडित्तए वा पाडित्तए वा गालित्तए वा विद्धंसित्तए वा, नो चेव णं से गब्भे सडइ वा पडइ वा गलइ वा विद्धंसइ वा। तए णं सा चेल्लणा देवी तं गब्भं जाहे नो संचाएइ बहूहिं गब्भसाडणेहि य जाव गब्भविद्धंसणेहि य साडित्तए वा जाव विद्धंसित्तए वा ताहे संता तंता परितंता निव्विण्णा समाणी अकामिया अवसवसा अट्टदुहट्टवसट्टा तं गब्भं परिवहइ।
Sutra Meaning : ત્યારે તે ચેલ્લણાદેવી, તે દોહદ પૂર્ણ ન થતાં શુષ્ક, ભૂખી, નિર્માંસ, અવરુગ્ણા, ભગ્ન શરીરી, નિસ્તેજ, દીન વિમનવદના, પાંડુમુખી, અવનમિત નયન અને વદન કમળવાળી થઈ, યથોચિત પુષ્પ – વસ્ત્ર – ગંધ – માળા – અલંકારનો ઉપભોગ ન કરતી, હાથ વડે મસળેલ કમળમાળા જેવી, અપહત મનોસંકલ્પા થઈ યાવત્‌ ચિંતામગ્ન થઈ. પછી તે ચેલ્લણા દેવીની અંગ પરિચારિકાઓએ તેણીને શુષ્ક યાવત્‌ ચિંતામગ્ન જોઈ. જોઈને શ્રેણિક રાજા પાસે આવી, આવીને બે હાથ જોડી, મસ્તકે આવર્ત્ત કરી, મસ્તકે અંજલી કરી, શ્રેણિક રાજાને આ પ્રમાણે કહ્યું – નિશ્ચે હે સ્વામી ! અમે જાણતા નથી કે ચેલ્લણાદેવી કયા કારણથી શુષ્ક, ભૂખી યાવત્‌ ચિંતામગ્ન છે. ત્યારે શ્રેણિકરાજાએ તે અંગ પરિચારિકા પાસે આ અર્થ સાંભળી, સમજી પૂર્વવત્‌ સંભ્રાંત થઈ ચેલ્લણા દેવી પાસે આવે છે, આવીને તેણીને શુષ્ક યાવત્‌ ચિંતામગ્ન જોઈને આમ બોલ્યા – હે દેવાનુપ્રિયા ! તું કેમ શુષ્ક યાવત્‌ ચિંતામગ્ન છો? ત્યારે ચેલ્લણાદેવી શ્રેણિક રાજાના આ કથનનો આદર કરતી નથી, જાણતી નથી પણ મૌન રહે છે. ત્યારે તે શ્રેણિક રાજા ચેલ્લણાને બીજી – ત્રીજી વખત પણ આમ કહે છે – શું હું તારી વાતને સાંભળવા યોગ્ય નથી કે જેથી તું આ અર્થને ગોપવે છે ? ત્યારે તે ચેલ્લણાદેવી શ્રેણિક રાજાએ બે – ત્રણ વખત આ પ્રમાણે પૂછતાં શ્રેણિક રાજાને આમ કહ્યું – હે સ્વામી ! એવી કોઈ વાત નથી, જે સાંભળવા તમે યોગ્ય ન હો, આ અર્થને સાંભળવા તો તમે અયોગ્ય છો જ નહીં. નિશ્ચે હે સ્વામી! મને તે ઉદાર યાવત્‌ મહાસ્વપ્ન આવ્યા પછી ત્રણ માસ પ્રતિપૂર્ણ થતા આવો દોહદ ઉત્પન્ન થયો કે – તે માતા ધન્ય છે, જે તમારા ઉદરમાસને પકાવીને યાવત્‌ દોહદ પૂર્ણ કરે છે. તેથી હે સ્વામી ! તે દોહદ પૂર્ણ ન થતાં શુષ્ક, ભૂખી યાવત્‌ ચિંતામગ્ન છું. ત્યારે શ્રેણિકે ચેલ્લણાને કહ્યું – હે દેવાનુપ્રિય ! તું અપહત યાવત્‌ ચિંતામગ્ન ન થા, હું તેવો કંઈ યત્ન કરીશ, જેથી તારા દોહદ પૂર્ણ થશે. એમ કહી ચેલ્લણા દેવીને તેવી ઇષ્ટ, કાંત, પ્રિય, મનોજ્ઞ, મણામ, ઉદાર, કલ્યાણ – શિવ – ધન્ય – મંગલ, મિત, સશ્રીક વાણી વડે આશ્વાસિત કરે છે. ચેલ્લણા દેવીની પાસેથી નીકળીને બાહ્ય ઉપસ્થાન શાળામાં જ્યાં સિંહાસન છે, ત્યાં આવે છે. આવીને શ્રેષ્ઠ સિંહાસનની પૂર્વાભિમુખ બેસે છે. તે દોહદની સંપ્રાપ્તિ નિમિત્તે ઘણા આય અને ઉપાયોને ઔત્પાતિકી – વૈનયિકી – કાર્મિકી – પારિણામિકી બુદ્ધિ વડે વિચારતા તે દોહદના આયને અને ઉપાયને કે સ્થિતિને ન પામતા અપહત મનો સંકલ્પાદિ થયો. આ તરફ અભયકુમાર સ્નાન કરી યાવત્‌ અલંકૃત શરીરે પોતાના ઘેરથી નીકળી બાહ્ય ઉપસ્થાનશાળામાં શ્રેણિક રાજા પાસે આવે છે. શ્રેણિકને યાવત્‌ ચિંતામગ્ન જોઈને આમ કહ્યું – હે તાત ! અન્ય સમયે તમે મને જોઈને યાવત્‌ હર્ષિત હૃદયી થતા. હે તાત ! આજે તમે કેમ યાવત્‌ ચિંતામગ્ન છો? હે તાત! જો હું આ વાતને શ્રવણ કરવા યોગ્ય હોઉં તો મને આ વાત જેમ હોય તેમ અવિતથ, અસંદિગ્ધ કહો. જેથી હું તે અર્થનું અંતગમન કરી શકું. ત્યારે શ્રેણિકે અભયકુમારને કહ્યું – હે પુત્ર ! એવો કોઈ અર્થ નથી કે જે સાંભળવા તું અયોગ્ય હોય. નિશ્ચે હે પુત્ર ! તારી લઘુમાતા ચેલ્લણા દેવીને તે ઉદાર યાવત્‌ મહાસ્વપ્નના ત્રણ માસ બહુ પ્રતિપૂર્ણ થતાં યાવત્‌ મારા ઉદરનું માંસ પકાવીને યાવત્‌ દોહદ પૂર્ણ થાય. ત્યારથી તે ચેલ્લણાદેવી તે દોહદને અપૂર્ણ થતા શુષ્ક યાવત્‌ ચિંતામગ્ન થઈ છે. હે પુત્ર ! ત્યારથી હું તે દોહદની સંપ્રાપ્તિ નિમિત્તે ઘણા આય યાવત્‌ સ્થિતિ ન જાણી શકવાથી યાવત્‌ ચિંતામગ્ન છું. ત્યારે તે અભયકુમારે શ્રેણિક રાજાને કહ્યું – હે તાત ! તમે અપહત મનવાળા યાવત્‌ ચિંતામગ્ન ન થાઓ. હું તેવો પ્રયત્ન કરીશ, જેથી મારી લઘુમાતા ચેલ્લણાદેવીના દોહદની સંપ્રાપ્તિ થશે. એમ કહી શ્રેણિક રાજાને તેવી ઇષ્ટ યાવત્‌ વાણીથી આશ્વાસિત કર્યા, કરીને પોતાના ઘેર આવ્યો. આવીને અભ્યંતર રહસ્ય સ્થાનીય પુરુષોને બોલાવીને આમ કહ્યું – હે દેવાનુપ્રિયો! તમે જાઓ અને કસાઈખાનેથી તાજું માંસ, લોહી અને બસ્તિપુટક લાવો. ત્યારે તે સ્થાનીય પુરુષો, અભયકુમારે આમ કહેતા હર્ષિત થઈ યાવત્‌ તેની આજ્ઞા વચનનેસ્વીકારી, ત્યાંથી નીકળીને કસાઈઓ પાસે આવ્યા. તાજું માંસ – લોહી – વસ્તિપુટક લીધા, લઈને અભયકુમાર પાસે આવી યાવત્‌ તે માંસ – લોહી – બસ્તિપુટક ધર્યા. ત્યારે અભયકુમારે તે માંસ અને લોહીને કાપણી વડે કાપ્યા, સરખા કર્યા. શ્રેણિક રાજા પાસે આવીને શ્રેણિક રાજાને ગુપ્ત સ્થાને શય્યામાં ચત્તા સૂવડાવ્યા. પછી શ્રેણિકના ઉદર ઉપર તે તાજા માંસ અને લોહીને મૂક્યા, બસ્તિપુટકથી વીંટ્યા, રાજાને ગાઢ આક્રંદ કરાવ્યું, ચેલ્લણા દેવીને ઉપરના પ્રાસાદમાં જોઈ શકે તેમ બેસાડ્યા. ચેલ્લણાદેવીની બરાબર સન્મુખ શ્રેણિક રાજાને ચત્તા સૂવડાવી, શ્રેણિક રાજાના ઉદરના માંસને કાંપણીથી કાપે છે, તે ભાજનમાં મૂકે છે. ત્યારે શ્રેણિક રાજા મૂર્ચ્છાનો દેખાવ કરે છે, મુહૂર્ત્ત પછી એકબીજાની સાથે વાર્તાલાપ કરતા રહે છે. પછી અભયકુમાર શ્રેણિક રાજાના ઉદરના માંસને ગ્રહણ કરીને ચેલ્લણા દેવી પાસે આવીને, તેની પાસે રાખે છે. પછી ચેલ્લણા દેવી શ્રેણિક રાજાના તે ઉદરના માંસને પકાવીને દોહદ પૂર્ણ કરે છે. પછી તેણીના દોહદ સંપૂર્ણ, સંમાનિત, વિચ્છિન્ન થતા ગર્ભને સુખે સુખે વહન કરે છે. તેણીને અન્ય કોઈ દિવસે મધ્યરાત્રિએ આવો સંકલ્પ યાવત્‌ થયો – આ બાળક ગર્ભમાં આવ્યો ત્યારે પિતાના ઉદરનું માંસ ખાધું. મારે એ શ્રેયસ્કર છે કે આ ગર્ભને સાટિત, પાટિત, ગાલિત, વિધ્વંસિત કરવો. એ પ્રમાણે વિચારી તે ગર્ભને ઘણા ગર્ભશાતન – પાતન – ગાલણ – વિધ્વંસણ વડે સાટિત – પાટિત – ગાલિત – વિધ્વંસિત કરવા ઇચ્છ્યો. પણ તે ગર્ભ સડ્યો – પડ્યો – ગળ્યો કે વિધ્વંસ પામ્યો નહીં. ત્યારપછી જ્યારે ચેલ્લણા દેવી તે ગર્ભને સડાવવા યાવત્‌ નાશ કરવા સમર્થ ન થઈ ત્યારે તે શ્રાંત, તાંત, પરિતાંત, નિર્વિણ્ણ થઈ અકામિત – અવસવસ – આર્ત્ત – વશાર્ત્ત દુઃખાર્ત્ત થઈ ગર્ભ વહે છે.
Mool Sutra Transliteration : [sutra] tae nam tise chellanae devie annaya kayai puvvarattavarattakalasamayamsi ayameyaruve ajjhatthie chimtie patthie manogae samkappe samuppajjittha–jai tava imenam daraenam gabbhagaenam cheva piuno uyaravalimamsaim khaiyaim, tam seyam khalu me eyam gabbham sadittae va padittae va galittae va viddhamsittae va–evam sampehei, sampehetta tam gabbham bahuhim gabbhasadanehi ya gabbhapadanehi ya gabbhagalanehi ya gabbhaviddhamsanehi ya ichchhai tam gabbham sadittae va padittae va galittae va viddhamsittae va, no cheva nam se gabbhe sadai va padai va galai va viddhamsai va. Tae nam sa chellana devi tam gabbham jahe no samchaei bahuhim gabbhasadanehi ya java gabbhaviddhamsanehi ya sadittae va java viddhamsittae va tahe samta tamta paritamta nivvinna samani akamiya avasavasa attaduhattavasatta tam gabbham parivahai.
Sutra Meaning Transliteration : Tyare te chellanadevi, te dohada purna na thatam shushka, bhukhi, nirmamsa, avarugna, bhagna shariri, nisteja, dina vimanavadana, pamdumukhi, avanamita nayana ane vadana kamalavali thai, yathochita pushpa – vastra – gamdha – mala – alamkarano upabhoga na karati, hatha vade masalela kamalamala jevi, apahata manosamkalpa thai yavat chimtamagna thai. Pachhi te chellana devini amga paricharikaoe tenine shushka yavat chimtamagna joi. Joine shrenika raja pase avi, avine be hatha jodi, mastake avartta kari, mastake amjali kari, shrenika rajane a pramane kahyum – Nishche he svami ! Ame janata nathi ke chellanadevi kaya karanathi shushka, bhukhi yavat chimtamagna chhe. Tyare shrenikarajae te amga paricharika pase a artha sambhali, samaji purvavat sambhramta thai chellana devi pase ave chhe, avine tenine shushka yavat chimtamagna joine ama bolya – he devanupriya ! Tum kema shushka yavat chimtamagna chho? Tyare chellanadevi shrenika rajana a kathanano adara karati nathi, janati nathi pana mauna rahe chhe. Tyare te shrenika raja chellanane biji – triji vakhata pana ama kahe chhe – shum hum tari vatane sambhalava yogya nathi ke jethi tum a arthane gopave chhe\? Tyare te chellanadevi shrenika rajae be – trana vakhata a pramane puchhatam shrenika rajane ama kahyum – He svami ! Evi koi vata nathi, je sambhalava tame yogya na ho, a arthane sambhalava to tame ayogya chho ja nahim. Nishche he svami! Mane te udara yavat mahasvapna avya pachhi trana masa pratipurna thata avo dohada utpanna thayo ke – te mata dhanya chhe, je tamara udaramasane pakavine yavat dohada purna kare chhe. Tethi he svami ! Te dohada purna na thatam shushka, bhukhi yavat chimtamagna chhum. Tyare shrenike chellanane kahyum – He devanupriya ! Tum apahata yavat chimtamagna na tha, hum tevo kami yatna karisha, jethi tara dohada purna thashe. Ema kahi chellana devine tevi ishta, kamta, priya, manojnya, manama, udara, kalyana – shiva – dhanya – mamgala, mita, sashrika vani vade ashvasita kare chhe. Chellana devini pasethi nikaline bahya upasthana shalamam jyam simhasana chhe, tyam ave chhe. Avine shreshtha simhasanani purvabhimukha bese chhe. Te dohadani samprapti nimitte ghana aya ane upayone autpatiki – vainayiki – karmiki – parinamiki buddhi vade vicharata te dohadana ayane ane upayane ke sthitine na pamata apahata mano samkalpadi thayo. A tarapha abhayakumara snana kari yavat alamkrita sharire potana gherathi nikali bahya upasthanashalamam shrenika raja pase ave chhe. Shrenikane yavat chimtamagna joine ama kahyum – He tata ! Anya samaye tame mane joine yavat harshita hridayi thata. He tata ! Aje tame kema yavat chimtamagna chho? He tata! Jo hum a vatane shravana karava yogya houm to mane a vata jema hoya tema avitatha, asamdigdha kaho. Jethi hum te arthanum amtagamana kari shakum. Tyare shrenike abhayakumarane kahyum – He putra ! Evo koi artha nathi ke je sambhalava tum ayogya hoya. Nishche he putra ! Tari laghumata chellana devine te udara yavat mahasvapnana trana masa bahu pratipurna thatam yavat mara udaranum mamsa pakavine yavat dohada purna thaya. Tyarathi te chellanadevi te dohadane apurna thata shushka yavat chimtamagna thai chhe. He putra ! Tyarathi hum te dohadani samprapti nimitte ghana aya yavat sthiti na jani shakavathi yavat chimtamagna chhum. Tyare te abhayakumare shrenika rajane kahyum – he tata ! Tame apahata manavala yavat chimtamagna na thao. Hum tevo prayatna karisha, jethi mari laghumata chellanadevina dohadani samprapti thashe. Ema kahi shrenika rajane tevi ishta yavat vanithi ashvasita karya, karine potana ghera avyo. Avine abhyamtara rahasya sthaniya purushone bolavine ama kahyum – he devanupriyo! Tame jao ane kasaikhanethi tajum mamsa, lohi ane bastiputaka lavo. Tyare te sthaniya purusho, abhayakumare ama kaheta harshita thai yavat teni ajnya vachananesvikari, tyamthi nikaline kasaio pase avya. Tajum mamsa – lohi – vastiputaka lidha, laine abhayakumara pase avi yavat te mamsa – lohi – bastiputaka dharya. Tyare abhayakumare te mamsa ane lohine kapani vade kapya, sarakha karya. Shrenika raja pase avine shrenika rajane gupta sthane shayyamam chatta suvadavya. Pachhi shrenikana udara upara te taja mamsa ane lohine mukya, bastiputakathi vimtya, rajane gadha akramda karavyum, Chellana devine uparana prasadamam joi shake tema besadya. Chellanadevini barabara sanmukha shrenika rajane chatta suvadavi, shrenika rajana udarana mamsane kampanithi kape chhe, te bhajanamam muke chhe. Tyare shrenika raja murchchhano dekhava kare chhe, muhurtta pachhi ekabijani sathe vartalapa karata rahe chhe. Pachhi abhayakumara shrenika rajana udarana mamsane grahana karine chellana devi pase avine, teni pase rakhe chhe. Pachhi chellana devi shrenika rajana te udarana mamsane pakavine dohada purna kare chhe. Pachhi tenina dohada sampurna, sammanita, vichchhinna thata garbhane sukhe sukhe vahana kare chhe. Tenine anya koi divase madhyaratrie avo samkalpa yavat thayo – a balaka garbhamam avyo tyare pitana udaranum mamsa khadhum. Mare e shreyaskara chhe ke a garbhane satita, patita, galita, vidhvamsita karavo. E pramane vichari te garbhane ghana garbhashatana – patana – galana – vidhvamsana vade satita – patita – galita – vidhvamsita karava ichchhyo. Pana te garbha sadyo – padyo – galyo ke vidhvamsa pamyo nahim. Tyarapachhi jyare chellana devi te garbhane sadavava yavat nasha karava samartha na thai tyare te shramta, tamta, paritamta, nirvinna thai akamita – avasavasa – artta – vashartta duhkhartta thai garbha vahe chhe.