Sutra Navigation: Jambudwippragnapati ( જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1107818 | ||
Scripture Name( English ): | Jambudwippragnapati | Translated Scripture Name : | જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
वक्षस्कार ५ जिन जन्माभिषेक |
Translated Chapter : |
વક્ષસ્કાર ૫ જિન જન્માભિષેક |
Section : | Translated Section : | ||
Sutra Number : | 218 | Category : | Upang-07 |
Gatha or Sutra : | Sutra | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [सूत्र] तेणं कालेणं तेणं समएणं पुरत्थिमरुयगवत्थव्वाओ अट्ठ दिसाकुमारीमहत्तरियाओ सएहिं-सएहिं कूडेहिं तहेव जाव विहरंति, तं जहा– | ||
Sutra Meaning : | સૂત્ર– ૨૧૮. તે કાળે, તે સમે પૂર્વી રૂચકમાં વસનારી આઠ દિશાકુમારી મહત્તરિકા પોત – પોતાના કૂટોમાં પૂર્વવત્ યાવત્ વિચરતી હતી. તે આ પ્રમાણે – સૂત્ર– ૨૧૯. નંદોત્તરા, નંદા, આનંદા, નંદિવર્દ્ધના, વિજયા, વૈજયંતી, જયંતી અને અપરાજિતા. સૂત્ર– ૨૨૦. બાકી પૂર્વવત્ યાવત્ તમારે ભય રાખવો નહીં. એમ કહી ભગવંત તીર્થંકર અને તીર્થંકર માતાની પૂર્વે હાથમાં દર્પણ લઈને આગાન કરતી, પરિગાન કરતી રહે છે. તે કાળે, તે સમયે દક્ષિણરૂચકમાં વસનારી આઠ દિશાકુમારી મહત્તરિકાઓ પૂર્વવત્ યાવત્ વિચરે છે, તે આ પ્રમાણે – સૂત્ર– ૨૨૧. સમાહાર, સુપ્રતિજ્ઞા, સુપ્રબુદ્ધા, યશોધરા, લક્ષ્મીવતી, શેષવતી, ચિત્રગુપ્તા અને વસુંધરા. સૂત્ર– ૨૨૨. બાકી વર્ણન પૂર્વવત્ યાવત્ તમાર ભય રાખવો નહીં, એમ કહીને ભગવંત તીર્થંકર તથા તીર્થંકરની માતાની દક્ષિણે હાથમાં ભૃંગાર લઈને આગાન – પરિગાન કરતી રહી. તે કાળે, તે સમયે પશ્ચિમી રૂચકમાં વસનારી આઠ દિશાકુમારી મહત્તરિકાઓ પોત – પોતાના ભવનાદિમાં યાવત્ વિચરે છે. તે આ પ્રમાણે – સૂત્ર– ૨૨૩. ઈલાદેવી, સુરાદેવી, પૃથ્વી, પદ્માવતી, એકનાસા, નવમિકા, ભદ્રા અને સીતા. સૂત્ર– ૨૨૪. વર્ણન પૂર્વવત્ યાવત્ તમારે ભય રાખવો નહીં, એમ કહીને યાવત્ ભગવંત તીર્થંકર અને તીર્થંકર માતાની પશ્ચિમે તાલવૃંત – વીંઝણા હાથમાં લઈને આગાન – પરિગાન કરતી રહે છે. તે કાળે, તે સમયે ઉત્તરના રૂચકમાં વસનારી યાવત્ વિચરે છે. તે આ પ્રમાણે – સૂત્ર– ૨૨૫. અલંબુસા, મિશ્રકેશી, પુંડરીકા, વારુણી, હાસા, સર્વપ્રભા, શ્રી અને આઠમી હ્રી. સૂત્ર– ૨૨૬. વર્ણન પૂર્વવત્ યાવત્ તીર્થંકર અને તીર્થંકર માતાને વાંદીને ઉત્તરમાં હાથમાં ચામર લઈને આગાન – પરિગાન કરતી રહી. તે કાળે, તે સમયે વિદિશિ રૂચકમાં વસનારી ચાર દિશાકુમારી મહત્તરિકા યાવત્ વિચરે છે. તે આ પ્રમાણે – ચિત્રા, ચિત્રકનકા, શ્વેતા અને સૌદામિની. પૂર્વવત્ વર્ણન યાવત્ આપ ભય રાખશો નહીં. એમ કહીને ભગવંત તીર્થંકર અને તીર્થંકર માતાની ચારે વિદિશામાં હાથમાં દીવા લઈને આગાન – પરિગાન કરતી રહે છે. તે કાળે, તે સમયે મધ્યમ રૂચકમાં વસનારી ચાર દિશાકુમારી મહત્તરિકાઓ પોતપોતાના કૂટોમાં૦ પૂર્વવત્ યાવત્ વિચરે છે. તે આ પ્રમાણે – રૂપા, રૂપાસિકા, સુરૂપા અને રૂચકાવતી. વર્ણન પૂર્વવત્ યાવત્ આપે ભય રાખવો નહીં, એમ કહી ભગવંત તીર્થંકરની ચાર આંગળ વર્જીને નાભિનાલ કાપે છે, કાપીને જમીનમાં ખાડો ખોદે છે. ખોદીને નાભિનાલને તેમાં દાટે છે. દાટીને રત્નો અને વજ્રોથી પૂરે છે. પૂરીને ત્યાં હરિતાલિકથી પીઠ બાંધે છે. એ પીઠ બાંધીને ત્રણ દિશામાં ત્રણ કદલીગૃહને વિકુર્વે છે. તે કદલીગૃહ મધ્યે ત્રણ ચતુશાલક વિકુર્વે છે. તે ચતુઃશાલકના ઠીક મધ્યભાગમાં ત્રણ સિંહાસન વિકુર્વે છે. તે સિંહાસનોના આવા સ્વરૂપે વર્ણન કહેલ છે. અહી સિંહાસનનું સર્વ વર્ણન કહેવું. ત્યારે તે રૂચક મધ્યે વસનારી ચારે દિશાકુમારી મહત્તરા જ્યાં ભગવાન તીર્થંકર અને તીર્થંકરની માતા છે, ત્યાં આવે છે, આવીને ભગવન્ તીર્થંકરને હાથના સંપુટમાં ગ્રહણ કરે છે. તીર્થંકરની માતાને પણ બાહા વડે ગ્રહણ કરે છે. કરીને જ્યાં દક્ષિણનું કદલીગૃહ છે. જ્યાં ચતુઃશાલક છે, જ્યાં સિંહાસન છે, ત્યાં આવે છે. આવીને તીર્થંકર ભગવંત તથા તીર્થંકર માતાને સિંહાસને બેસાડે છે. ત્યારપછી તેમને શતપાક, સહસ્રપાક તેલ વડે માલિશ કરે છે, કરીને સુગંધી ગંધવર્તક વડે ઉબટન કરે છે, કરીને તીર્થંકર ભગવંતને કરતલપુટ વડે અને તીર્થંકરની માતાને બાહાથી ગ્રહણ કરે છે, કરીને જ્યાં પૂર્વનું કદલીગૃહ છે, જ્યાં ચતુઃશાલક છે, જ્યાં સિંહાસન છે, ત્યાં આવે છે. આવીને તીર્થંકર ભગવન્ તથા તીર્થંકર માતાને સિંહાસન ઉપર બેસાડે છે. ત્યારપછી તેમને ત્રણ જળ વડે સ્નાન કરાવે છે, તે આ રીતે – ગંધોદક, પુષ્પોદક અને શુદ્ધોદક. સ્નાન કરાવીને સર્વ અલંકાર વડે વિભૂષિત કરે છે. કરીને તીર્થંકર ભગવંતને કરતલ પુટ વડે અને તીર્થંકર માતાને બાહા વડે ગ્રહણ કરે છે. કરીને જ્યાં ઉત્તરનું કદલીગૃહ છે, જ્યાં ચતુઃશાલક છે, જ્યાં સિંહાસન છે, ત્યાં આવે છે. ત્યારપછી તીર્થંકર ભગવંત અને તીર્થંકરની માતાને સિંહાસને બેસાડે છે, બેસાડીને આભિયોગિક દેવોને બોલાવે છે, તેમને આ પ્રમાણે કહે છે – ઓ દેવાનુપ્રિયો ! જલદીથી લઘુહિમવંત વર્ષધર પર્વતથી ગોશીર્ષચંદન કાષ્ઠ લઈ આવો. ત્યારે તે આભિયોગિક દેવો તે રૂચક મધ્યે વસનારી ચાર દિશાકુમારી મહત્તરિકાએ આમ કહેતા હર્ષિત – સંતુષ્ટ થયા યાવત્ વિનયપૂર્વક વચનને સ્વીકાર્યું. પછી જલદી જઈને લઘુહિમવંત વર્ષધર પર્વતથી સરસ, ગોશીર્ષ ચંદનના કાષ્ઠ લઈ આવે છે. ત્યારે તે મધ્યમ રૂચકમાં વસનારી ચારે દિશાકુમારી મહત્તરા શરક કરે છે, કરીને અરણિ ઘડે છે, અરણિ ઘડીને શરક વડે અગ્નિ ઉત્પન્ન કરે છે, અગ્નિ ઉદ્દિપ્ત કરે છે, અગ્નિ ઉદ્દિપ્ત કરીને તેમાં ગોશીર્ષ ચંદનના ટુકડા નાંખે છે, તેનાથી અગ્નિ પ્રજ્વલિત કરે છે. કરીને તેમાં સમિધા કાષ્ઠ નાંખે છે. નાંખીને અગ્નિહોમ કરે છે. કરીને ભૂતિકર્મ કરે છે. કરીને રક્ષાપોટલી બાંધે છે. બાંધીને વિવિધ મણિરત્નથી ચિત્રિત બે પ્રકારના પાષાણ ગોલક લઈને તીર્થંકરના કાનના મૂળ પાસે ગોલકને પરસ્પર અફડાવે છે. ‘‘પર્વત સદૃશ આયુવાળા થાઓ.’’ એ પ્રમાણે ભગવંતને આશીર્વચન કહે છે. ત્યારપછી તે રૂચક મધ્યે વસનારી ચારે દિશાકુમારી – મહત્તરાઓ ભગવનને કરતલપુટ વડે અને તીર્થંકર માતાને બાહા વડે ગ્રહણ કરે છે, કરીને જ્યાં ભગવંતનું જન્મ ભવન છે, ત્યાં આવે છે. આવીને તીર્થંકરની માતાને શયનમાં સૂવડાવે છે. સૂવડાવીને તીર્થંકર ભગવંતને માતાની પડખે સ્થાપે છે, સ્થાપીને આગાન કરતી, પરિગાન કરતી રહે છે. સૂત્ર સંદર્ભ– ૨૧૮–૨૨૬ | ||
Mool Sutra Transliteration : | [sutra] tenam kalenam tenam samaenam puratthimaruyagavatthavvao attha disakumarimahattariyao saehim-saehim kudehim taheva java viharamti, tam jaha– | ||
Sutra Meaning Transliteration : | Sutra– 218. Te kale, te same purvi ruchakamam vasanari atha dishakumari mahattarika pota – potana kutomam purvavat yavat vicharati hati. Te a pramane – Sutra– 219. Namdottara, namda, anamda, namdivarddhana, vijaya, vaijayamti, jayamti ane aparajita. Sutra– 220. Baki purvavat yavat tamare bhaya rakhavo nahim. Ema kahi bhagavamta tirthamkara ane tirthamkara matani purve hathamam darpana laine agana karati, parigana karati rahe chhe. Te kale, te samaye dakshinaruchakamam vasanari atha dishakumari mahattarikao purvavat yavat vichare chhe, te a pramane – Sutra– 221. Samahara, supratijnya, suprabuddha, yashodhara, lakshmivati, sheshavati, chitragupta ane vasumdhara. Sutra– 222. Baki varnana purvavat yavat tamara bhaya rakhavo nahim, ema kahine bhagavamta tirthamkara tatha tirthamkarani matani dakshine hathamam bhrimgara laine agana – parigana karati rahi. Te kale, te samaye pashchimi ruchakamam vasanari atha dishakumari mahattarikao pota – potana bhavanadimam yavat vichare chhe. Te a pramane – Sutra– 223. Iladevi, suradevi, prithvi, padmavati, ekanasa, navamika, bhadra ane sita. Sutra– 224. Varnana purvavat yavat tamare bhaya rakhavo nahim, ema kahine yavat bhagavamta tirthamkara ane tirthamkara matani pashchime talavrimta – vimjhana hathamam laine agana – parigana karati rahe chhe. Te kale, te samaye uttarana ruchakamam vasanari yavat vichare chhe. Te a pramane – Sutra– 225. Alambusa, mishrakeshi, pumdarika, varuni, hasa, sarvaprabha, shri ane athami hri. Sutra– 226. Varnana purvavat yavat tirthamkara ane tirthamkara matane vamdine uttaramam hathamam chamara laine agana – parigana karati rahi. Te kale, te samaye vidishi ruchakamam vasanari chara dishakumari mahattarika yavat vichare chhe. Te a pramane – Chitra, chitrakanaka, shveta ane saudamini. Purvavat varnana yavat apa bhaya rakhasho nahim. Ema kahine bhagavamta tirthamkara ane tirthamkara matani chare vidishamam hathamam diva laine agana – parigana karati rahe chhe. Te kale, te samaye madhyama ruchakamam vasanari chara dishakumari mahattarikao potapotana kutomam0 purvavat yavat vichare chhe. Te a pramane – Rupa, rupasika, surupa ane ruchakavati. Varnana purvavat yavat ape bhaya rakhavo nahim, ema kahi bhagavamta tirthamkarani chara amgala varjine nabhinala kape chhe, kapine jaminamam khado khode chhe. Khodine nabhinalane temam date chhe. Datine ratno ane vajrothi pure chhe. Purine tyam haritalikathi pitha bamdhe chhe. E pitha bamdhine trana dishamam trana kadaligrihane vikurve chhe. Te kadaligriha madhye trana chatushalaka vikurve chhe. Te chatuhshalakana thika madhyabhagamam trana simhasana vikurve chhe. Te simhasanona ava svarupe varnana kahela chhe. Ahi simhasananum sarva varnana kahevum. Tyare te ruchaka madhye vasanari chare dishakumari mahattara jyam bhagavana tirthamkara ane tirthamkarani mata chhe, tyam ave chhe, avine bhagavan tirthamkarane hathana samputamam grahana kare chhe. Tirthamkarani matane pana baha vade grahana kare chhe. Karine jyam dakshinanum kadaligriha chhe. Jyam chatuhshalaka chhe, jyam simhasana chhe, tyam ave chhe. Avine tirthamkara bhagavamta tatha tirthamkara matane simhasane besade chhe. Tyarapachhi temane shatapaka, sahasrapaka tela vade malisha kare chhe, karine sugamdhi gamdhavartaka vade ubatana kare chhe, karine tirthamkara bhagavamtane karatalaputa vade ane tirthamkarani matane bahathi grahana kare chhe, Karine jyam purvanum kadaligriha chhe, jyam chatuhshalaka chhe, jyam simhasana chhe, tyam ave chhe. Avine tirthamkara bhagavan tatha tirthamkara matane simhasana upara besade chhe. Tyarapachhi temane trana jala vade snana karave chhe, te a rite – gamdhodaka, pushpodaka ane shuddhodaka. Snana karavine sarva alamkara vade vibhushita kare chhe. Karine tirthamkara bhagavamtane karatala puta vade ane tirthamkara matane baha vade grahana kare chhe. Karine jyam uttaranum kadaligriha chhe, jyam chatuhshalaka chhe, jyam simhasana chhe, tyam ave chhe. Tyarapachhi tirthamkara bhagavamta ane tirthamkarani matane simhasane besade chhe, besadine abhiyogika devone bolave chhe, temane a pramane kahe chhe – O devanupriyo ! Jaladithi laghuhimavamta varshadhara parvatathi goshirshachamdana kashtha lai avo. Tyare te abhiyogika devo te ruchaka madhye vasanari chara dishakumari mahattarikae ama kaheta harshita – samtushta thaya yavat vinayapurvaka vachanane svikaryum. Pachhi jaladi jaine laghuhimavamta varshadhara parvatathi sarasa, goshirsha chamdanana kashtha lai ave chhe. Tyare te madhyama ruchakamam vasanari chare dishakumari mahattara sharaka kare chhe, karine arani ghade chhe, arani ghadine sharaka vade agni utpanna kare chhe, agni uddipta kare chhe, agni uddipta karine temam goshirsha chamdanana tukada namkhe chhe, tenathi agni prajvalita kare chhe. Karine temam samidha kashtha namkhe chhe. Namkhine agnihoma kare chhe. Karine bhutikarma kare chhe. Karine rakshapotali bamdhe chhe. Bamdhine vividha maniratnathi chitrita be prakarana pashana golaka laine tirthamkarana kanana mula pase golakane paraspara aphadave chhe. ‘‘parvata sadrisha ayuvala thao.’’ e pramane bhagavamtane ashirvachana kahe chhe. Tyarapachhi te ruchaka madhye vasanari chare dishakumari – mahattarao bhagavanane karatalaputa vade ane tirthamkara matane baha vade grahana kare chhe, karine jyam bhagavamtanum janma bhavana chhe, tyam ave chhe. Avine tirthamkarani matane shayanamam suvadave chhe. Suvadavine tirthamkara bhagavamtane matani padakhe sthape chhe, sthapine agana karati, parigana karati rahe chhe. Sutra samdarbha– 218–226 |