Sutra Navigation: Jambudwippragnapati ( જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1107705 | ||
Scripture Name( English ): | Jambudwippragnapati | Translated Scripture Name : | જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
वक्षस्कार ३ भरतचक्री |
Translated Chapter : |
વક્ષસ્કાર ૩ ભરતચક્રી |
Section : | Translated Section : | ||
Sutra Number : | 105 | Category : | Upang-07 |
Gatha or Sutra : | Sutra | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [सूत्र] तए णं से भरहे राया गंगाए महानईए पच्चत्थिमिल्ले कूले दुवालसजोयणायामं नवजोयणविच्छिण्णं वरनगरसरिच्छं विजयखंधावारणिवेसं करेइ, करेत्ता वड्ढइरयणं सद्दावेइ, सद्दावेत्ता एवं वयासी–खिप्पामेव भो देवानुप्पिया! मम आवासं पोसहसालं च करेहि, करेत्ता ममेयमाणत्तियं पच्चप्पिणाहि। तए णं से वड्ढइरयणे भरहेणं रन्ना एवं वुत्ते समाणे हट्ठतुट्ठ-चित्तमानंदिए नंदिए पीइमणे परमसोमणस्सिए हरिसवसविसप्पमाणहियए करयलपरिग्गहियं सिरसावत्तं मत्थए अंजलिं कट्टु एवं सामी! तहत्ति आणाए विनएणं वयणं पडिसुनेइ, पडिसुणेत्ता भरहस्स रन्नो आवसहं पोसहसालं च करेइ, करेत्ता एयमाणत्तियं खिप्पामेव पच्चप्पिणति। तए णं से भरहे राया आभिसेक्काओ हत्थिरयणाओ पच्चोरुहइ, पच्चोरुहित्ता जेणेव पोसह-साला तेणेव उवागच्छइ, उवागच्छित्ता पोसहसालं अनुपविसइ, अनुपविसित्ता पोसहसालं पमज्जइ, पमज्जित्ता दब्भसंथारगं संथरइ, संथरित्ता दब्भसंथारगं दुरुहइ, दुरुहित्ता निहिरयणाणं अट्ठमभत्तं पगिण्हइ। तए णं से भरहे राया पोसहसालाए पोसहिए बंभयारी उम्मुक्कमणिसुवण्णे ववगयमाला-वन्नगविलेवने निक्खित्तसत्थमुसले दब्भसंथारोवगए अट्ठमभत्तिए निहिरयणे मनसीकरेमाणे मनसी-करेमाणे चिट्ठइ, तस्स य अपरिमियरत्तरयणा धुवमक्खयमव्वया सदेवा लोकोपचयंकरा उवगया नव निहिओ लोगविस्सुयजसा, तं जहा– | ||
Sutra Meaning : | સૂત્ર– ૧૦૫. ત્યારપછી તે ભરતરાજા ગંગા મહાનદીના પશ્ચિમી કિનારે બાર યોજન લાંબી, નવ યોજન પહોળી યાવત્ વિજય છાવણીનો પડાવ નાંખે છે. બાકીનું પૂર્વવત્ યાવત્ નિધિરત્નો આશ્રીને અઠ્ઠમભક્ત ગ્રહણ કરે છે. ત્યારે તે ભરત રાજા પૌષધશાળામાં રહ્યો યાવત્ નિધિ રત્નને મનમાં ધ્યાન કરતો રહે છે. તે નિધિઓ અપરિમિત, રક્ત રત્નવાળી, ધ્રુવ, અક્ષય, અવ્યય, નિત્ય લોકના વિશ્વાસને પ્રાપ્ત અને લોકવિશ્રુત યશવાળી હતી. તે આ પ્રમાણે – સૂત્ર– ૧૦૬. નૈસર્પ, પાંડુક, પિંગલક, સર્વરત્ન, મહાપદ્મ, કાળ, મહાકાળ, માનવક અને શંખ મહાનિધિ એ પાઠ છે. સૂત્ર– ૧૦૭. નૈસર્પનિધિ – ગામ, આકર, નગર, પટ્ટન, દ્રોણમુખ, મડંબ, સ્કંધાવાર, આપણ તથા ભવનની સ્થાપનાની વિશેષતાયુક્ત છે. સૂત્ર– ૧૦૮. પાંડુકનિધિ – ગણી શકાય તેવાની ઉત્પત્તિ, માનોન્માનનું જે પ્રમાણે, ધાન્ય અને બીજની ઉત્પત્તિમાં સમર્થ છે. સૂત્ર– ૧૦૯. પિંગલકનિધિ – સર્વે આભરણવિધિ, જે પુરુષોની કે સ્ત્રીઓની, અશ્વની હોય કે હસ્તિની, તેમાં આ નિધિ સમર્થ છે. સૂત્ર– ૧૧૦. સર્વરત્નનિધિ – ચક્રવર્તીના ચૌદ ઉત્તમ રત્નોને ઉત્પન્ન કરે છે, તેમાં સાત એકેન્દ્રિય અને સાત પંચેન્દ્રિય રત્નો હોય છે. સૂત્ર– ૧૧૧. મહાપદ્મનિધિ – બધા પ્રકારના વસ્ત્રોને ઉત્પન્ન કરે છે અને વસ્ત્રોને રંગવા, ધોવા આદિ સમગ્ર સજ્જાના નિષ્પાદનમાં સમર્થ છે. સૂત્ર– ૧૧૨. કાલનિધિ – કાળજ્ઞાન, ત્રણે વંશોમાં સર્વ પુરાણ સો, શિલ્પ અને ત્રણે કર્મો જે પ્રજાને હિતકર છે, તેની ઉત્પત્તિમાં સમર્થ છે. સૂત્ર– ૧૧૩. મહાકાલનિધિ – વિવિધ પ્રકારના લોહ, રજત, સ્વર્ણ, મણિ, મોતી, સ્ફટિક, પ્રવાલ આદિની ખાણો ઉત્પન્ન કરવામાં સમર્થ છે. સૂત્ર– ૧૧૪. માણવકનિધિ – યોદ્ધા, આવરણ, પ્રહરણ, બધાં પ્રકારની યુદ્ધ નીતિ અને દંડનીતિને ઉત્પન્ન કરવામાં સમર્થ છે. સૂત્ર– ૧૧૫. શંખનિધિ – નૃત્યવિધિ, નાટ્યવિધિ, ચતુર્વિધ પુરુષાર્થના કાવ્યની ઉત્પત્તિ, બધા વાદ્યોની ઉત્પત્તિમાં સમર્થ છે. સૂત્ર– ૧૧૬. પ્રત્યેક નિધિનું અવસ્થાન આઠ – આઠ ચક્રો ઉપર હોય છે, તેની ઊંચાઈ આઠ યોજન, વિષ્કંભ નવ યોજન, લંબાઈ બાર યોજન, મંજૂષા – પેટીના આકારે, ગંગા જ્યાં સમુદ્રને મળે, ત્યાં તેનો નિવાસ છે. સૂત્ર– ૧૧૭. તેના કમાડ વૈડૂર્યમણિમય, સુવર્ણમય, વિધિરત્ન વડે પરિપૂર્ણ, ચંદ્ર – સૂર્ય – ચક્ર લક્ષણ, અનુસમ – અવિષમ દ્વાર રચના હોય. સૂત્ર– ૧૧૮. નિધિઓના નામોની સદૃશ નામવાળા દેવોની સ્થિતિ એક પલ્યોપમ હોય છે, તેમના આવાસો અક્રેય અને અનાધિપત્ય હોય છે. સૂત્ર– ૧૧૯. પ્રચુર ધન, રત્ન સંચયયુક્ત આ નવનિધિઓ ભરતક્ષેત્રના છએ ખંડોનો વિજય કરનારા ચક્રવર્તીને વશ વર્તતી હોય છે. સૂત્ર– ૧૨૦. ત્યારપછી તે ભરત રાજા અઠ્ઠમભક્તને પરિપૂર્ણ કરી પૌષધશાળાથી નીકળે છે, એ રીતે સ્નાનગૃહ પ્રવેશ યાવત્ શ્રેણી – પ્રશ્રેણિને બોલાવવા યાવત્ નિધિરત્નોને નિમિત્તે અષ્ટાહ્નિકા મહા – મહોત્સવ કરે છે. ત્યારે તે ભરત રાજા નિધિરત્નોને આશ્રીને મહામહોત્સવ પૂર્ણ થતા સુષેણ સેનાપતિ રત્નને બોલાવીને કહ્યું – ઓ દેવાનુપ્રિયો ! જાઓ ગંગાનદીના પૂર્વમાં સ્થિત નિષ્કુટને બીજો પણ ગંગા સહિતના સાગર અને ગિરિની મર્યાદામાં સમ – વિષમ નિષ્કુટોને જીતો, જીતીને મારી આ આજ્ઞા પાછી સોંપો. ત્યારે તે સુષેણ બધું જ પૂર્વ વર્ણિત કહેવું યાવત્ જીતીને, તેમની આજ્ઞાને પાછી સોંપે છે, વિદાય આપે છે યાવત્ ભોગોપભોગ ભોગવતો વિચરે છે. ત્યારપછી તે દિવ્ય ચક્રરત્ન અન્ય કોઈ દિવસે આયુધગૃહ શાળાથી નીકળે છે, નીકળીને આકાશમાં રહી, હજાર યક્ષ વડે પરિવૃત્ત થઈ, દિવ્ય વાદ્ય યાવત્ પૂરતા, વિજય સ્કંધાવાર નિવેશની વચ્ચોવચ્ચથી નીકળે છે, દક્ષિણ – પશ્ચિમ દિશામાં વિનીતા રાજધાની પ્રતિ ચાલ્યું. ત્યારે તે ભરત રાજા યાવત્ જુએ છે, જોઈને હર્ષિત – સંતુષ્ટ યાવત્ કૌટુંબિક પુરુષોને બોલાવે છે, બોલાવીને આ પ્રમાણે કહ્યું – ઓ દેવાનુપ્રિયો! જલદી આભિષેક્ય૦ યાવત્ પાછી સોંપે છે. સૂત્ર સંદર્ભ– ૧૦૫–૧૨૦ | ||
Mool Sutra Transliteration : | [sutra] tae nam se bharahe raya gamgae mahanaie pachchatthimille kule duvalasajoyanayamam navajoyanavichchhinnam varanagarasarichchham vijayakhamdhavaranivesam karei, karetta vaddhairayanam saddavei, saddavetta evam vayasi–khippameva bho devanuppiya! Mama avasam posahasalam cha karehi, karetta mameyamanattiyam pachchappinahi. Tae nam se vaddhairayane bharahenam ranna evam vutte samane hatthatuttha-chittamanamdie namdie piimane paramasomanassie harisavasavisappamanahiyae karayalapariggahiyam sirasavattam matthae amjalim kattu evam sami! Tahatti anae vinaenam vayanam padisunei, padisunetta bharahassa ranno avasaham posahasalam cha karei, karetta eyamanattiyam khippameva pachchappinati. Tae nam se bharahe raya abhisekkao hatthirayanao pachchoruhai, pachchoruhitta jeneva posaha-sala teneva uvagachchhai, uvagachchhitta posahasalam anupavisai, anupavisitta posahasalam pamajjai, pamajjitta dabbhasamtharagam samtharai, samtharitta dabbhasamtharagam duruhai, duruhitta nihirayananam atthamabhattam paginhai. Tae nam se bharahe raya posahasalae posahie bambhayari ummukkamanisuvanne vavagayamala-vannagavilevane nikkhittasatthamusale dabbhasamtharovagae atthamabhattie nihirayane manasikaremane manasi-karemane chitthai, tassa ya aparimiyarattarayana dhuvamakkhayamavvaya sadeva lokopachayamkara uvagaya nava nihio logavissuyajasa, tam jaha– | ||
Sutra Meaning Transliteration : | Sutra– 105. Tyarapachhi te bharataraja gamga mahanadina pashchimi kinare bara yojana lambi, nava yojana paholi yavat vijaya chhavanino padava namkhe chhe. Bakinum purvavat yavat nidhiratno ashrine aththamabhakta grahana kare chhe. Tyare te bharata raja paushadhashalamam rahyo yavat nidhi ratnane manamam dhyana karato rahe chhe. Te nidhio aparimita, rakta ratnavali, dhruva, akshaya, avyaya, nitya lokana vishvasane prapta ane lokavishruta yashavali hati. Te a pramane – Sutra– 106. Naisarpa, pamduka, pimgalaka, sarvaratna, mahapadma, kala, mahakala, manavaka ane shamkha mahanidhi e patha chhe. Sutra– 107. Naisarpanidhi – gama, akara, nagara, pattana, dronamukha, madamba, skamdhavara, apana tatha bhavanani sthapanani visheshatayukta chhe. Sutra– 108. Pamdukanidhi – gani shakaya tevani utpatti, manonmananum je pramane, dhanya ane bijani utpattimam samartha chhe. Sutra– 109. Pimgalakanidhi – sarve abharanavidhi, je purushoni ke strioni, ashvani hoya ke hastini, temam a nidhi samartha chhe. Sutra– 110. Sarvaratnanidhi – chakravartina chauda uttama ratnone utpanna kare chhe, temam sata ekendriya ane sata pamchendriya ratno hoya chhe. Sutra– 111. Mahapadmanidhi – badha prakarana vastrone utpanna kare chhe ane vastrone ramgava, dhova adi samagra sajjana nishpadanamam samartha chhe. Sutra– 112. Kalanidhi – kalajnyana, trane vamshomam sarva purana so, shilpa ane trane karmo je prajane hitakara chhe, teni utpattimam samartha chhe. Sutra– 113. Mahakalanidhi – vividha prakarana loha, rajata, svarna, mani, moti, sphatika, pravala adini khano utpanna karavamam samartha chhe. Sutra– 114. Manavakanidhi – yoddha, avarana, praharana, badham prakarani yuddha niti ane damdanitine utpanna karavamam samartha chhe. Sutra– 115. Shamkhanidhi – nrityavidhi, natyavidhi, chaturvidha purusharthana kavyani utpatti, badha vadyoni utpattimam samartha chhe. Sutra– 116. Pratyeka nidhinum avasthana atha – atha chakro upara hoya chhe, teni umchai atha yojana, vishkambha nava yojana, lambai bara yojana, mamjusha – petina akare, gamga jyam samudrane male, tyam teno nivasa chhe. Sutra– 117. Tena kamada vaiduryamanimaya, suvarnamaya, vidhiratna vade paripurna, chamdra – surya – chakra lakshana, anusama – avishama dvara rachana hoya. Sutra– 118. Nidhiona namoni sadrisha namavala devoni sthiti eka palyopama hoya chhe, temana avaso akreya ane anadhipatya hoya chhe. Sutra– 119. Prachura dhana, ratna samchayayukta a navanidhio bharatakshetrana chhae khamdono vijaya karanara chakravartine vasha vartati hoya chhe. Sutra– 120. Tyarapachhi te bharata raja aththamabhaktane paripurna kari paushadhashalathi nikale chhe, e rite snanagriha pravesha yavat shreni – prashrenine bolavava yavat nidhiratnone nimitte ashtahnika maha – mahotsava kare chhe. Tyare te bharata raja nidhiratnone ashrine mahamahotsava purna thata sushena senapati ratnane bolavine kahyum – O devanupriyo ! Jao gamganadina purvamam sthita nishkutane bijo pana gamga sahitana sagara ane girini maryadamam sama – vishama nishkutone jito, jitine mari a ajnya pachhi sompo. Tyare te sushena badhum ja purva varnita kahevum yavat jitine, temani ajnyane pachhi sompe chhe, vidaya ape chhe yavat bhogopabhoga bhogavato vichare chhe. Tyarapachhi te divya chakraratna anya koi divase ayudhagriha shalathi nikale chhe, nikaline akashamam rahi, hajara yaksha vade parivritta thai, divya vadya yavat purata, vijaya skamdhavara niveshani vachchovachchathi nikale chhe, dakshina – pashchima dishamam vinita rajadhani prati chalyum. Tyare te bharata raja yavat jue chhe, joine harshita – samtushta yavat kautumbika purushone bolave chhe, bolavine a pramane kahyum – o devanupriyo! Jaladi abhishekya0 yavat pachhi sompe chhe. Sutra samdarbha– 105–120 |