Sutra Navigation: Jambudwippragnapati ( જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1107701 | ||
Scripture Name( English ): | Jambudwippragnapati | Translated Scripture Name : | જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
वक्षस्कार ३ भरतचक्री |
Translated Chapter : |
વક્ષસ્કાર ૩ ભરતચક્રી |
Section : | Translated Section : | ||
Sutra Number : | 101 | Category : | Upang-07 |
Gatha or Sutra : | Sutra | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [सूत्र] तए णं से भरहे राया तं दिव्वं चक्करयणं दाहिणं दिसिं वेयड्ढपव्वयाभिमुह पयातं चावि पासइ, पासित्ता हट्ठतुट्ठचित्तमानंदिए जाव जेणेव वेयड्ढपव्वए जेणेव वेयड्ढस्स पव्वयस्स उत्तरिल्ले नितंबे तेणेव उवागच्छइ, उवागच्छित्ता वेयड्ढस्स पव्वयस्स उत्तरिल्ले नितंबे दुवालस जोयणायामं नवजोयणविच्छिण्णं वरनगरसरिच्छं विजयखंधावारनिवेसं करेइ जाव पोसहसालं अनुपविसइ, अनुपविसित्ता पोसहसालं पमज्जइ, पमज्जित्ता दब्भसंथारगं संथरइ, संथरित्ता दब्भसंथारगं दुरुहइ, दुरुहित्ता नमिविनमीणं विज्जाहरराईणं अट्ठमभत्तं पगिण्हइ, पगिण्हित्ता पोसहसालाए पोसहिए बंभयारी उम्मुक्कमणिसुवण्णे ववगयमालावण्णगविले-वने णिक्खित्तसत्थमुसले दब्भसंथारोवगए अट्ठमभत्तिए नमि-विनमिविज्जाहररायाणो मनसीकरेमाणे-मनसीकरेमाणे चिट्ठइ। तए णं तस्स भरहस्स रन्नो अट्ठमभत्तंसि परिणममाणंसि नमि-विनमी विज्जाहररायाणो दिव्वाए मईए चोइयमई अन्नमन्नस्स अंतियं पाउब्भवंति, पाउब्भवित्ता एवं वयासी–उप्पन्ने खलु भो देवानुप्पिया! जंबुद्दीवे दीवे भरहे वासे भरहे राया चाउरंतचक्कवट्टी, तं जीयमेयं तीयपच्चुप्पन- मनागयाणं विज्जाहरराईणं चक्कवट्टीणं उवत्थानियं करेत्तए, तं गच्छामो णं देवानुप्पिया! अम्हेवि भरहस्स रन्नो उवत्थानियं करेमोत्तिकट्टु विनमी नाऊणं चक्कवट्टिं दिव्वाए मईए चोइयमई मानुम्मान-प्पमाणजुत्तं तेयस्सिं रूवलक्खणजुत्तं ठियजुव्वणकेसवट्ठियणहं सव्वामयणासणिं बलकरिं इच्छिय-सीउण्हफासजुत्तं– | ||
Sutra Meaning : | સૂત્ર– ૧૦૧. ત્યારે તે ભરતરાજા તે દિવ્ય ચક્રરત્નને યાવત્ વૈતાઢ્ય પર્વતના ઉત્તરીય નિતંબે જાય છે, જઈને વૈતાઢ્ય પર્વતના ઉત્તરીય નિતંબમાં બાર યોજન લાંબી યાવત્ પૌષધશાળામાં પ્રવેશે છે યાવત્ નમિ અને વિનમી વિદ્યાધર રાજાના નિમિત્તે અઠ્ઠમભક્ત ગ્રહણ કરે છે. કરીને પૌષધશાળામાં યાવત્ નમિ – વિનમી વિદ્યાધર રાજાને મનમાં ધ્યાયીને ત્યાં રહે છે. ત્યારપછી તે ભરત રાજાનો અઠ્ઠમભક્ત પરિપૂર્ણ પ્રાયઃ થતાં નમિ – વિનમી વિદ્યાધર રાજાને દિવ્યમતિથી પ્રેરિત મતિ થઈ એકબીજાની પાસે પ્રગટ થયા, થઈને આ પ્રમાણે કહ્યું – ઓ દેવાનુપ્રિય ! નિશ્ચે જંબૂદ્વીપ દ્વીપના ભરતક્ષેત્રમાં ભરત નામે ચાતુરંત ચક્રવર્તી ઉત્પન્ન થયો છે. તો અતીત – વર્તમાન – અનાગત વિદ્યાધર રાજાનો એ કલ્પ છે કે ચક્રવર્તીને ભેટણું કરે. તો હે દેવાનુપ્રિય! આપણે ત્યાં જઈએ. આપણે પણ ભરતરાજાને ભેંટણું કરીએ, એમ કહીને વિનમીએ પોતાની દિવ્યમતિથી પ્રેરિત થઈને માન – ઉન્માન – પ્રમાણયુક્ત, તેજસ્વી, રૂપ – લક્ષણયુક્ત, સ્થિતિયૌવન અને અવસ્થિત કેશ તથા નખવાળી, સર્વરોગ નાશ કરનારી, બળવૃદ્ધિકારિણી, ઇચ્છિત શીતોષ્ણ સ્પર્શયુક્ત સ્ત્રીરત્ન સુભદ્રાને સાથે લીધી. સૂત્ર– ૧૦૨. તેણી ત્રણ સ્થાનમાં કૃશ અને ત્રણમાં તામ્ર હતી. ત્રિવલી યુક્ત હતી, ત્રણમાં ઉન્નત, ત્રણમાં ગંભીર, ત્રણમાં કૃષ્ણવર્ણી, ત્રણમાં શ્વેત, ત્રણમાં લંબાઈયુક્ત અને ત્રણ સ્થાનમાં વિસ્તીર્ણ હતી. સૂત્ર– ૧૦૩. તેણી સમશરીરી હતી. ભરતક્ષેત્રમાં સર્વમહિલામાં પ્રધાન હતી. સુંદર સ્તન – જઘન, સુંદર હાથ – પગ – નયન – કેશ – દાંત યુક્ત હતી. જનહૃદય રમમ અને મનહરી, શૃંગારના આગારરૂપ યાવત્ યુક્ત ઉપચાર કુશળ, રૂપમાં દેવાંગનાના સૌંદર્યનું અનુસરણ કરતી હતી. તે સુભદ્રા ભદ્ર યૌવનમાં વર્તની સ્ત્રીરત્નને વિનમી લાવ્યો. નમિએ રત્ન, કટક, ત્રુટિકને લે છે. પછી તેવી ઉત્કૃષ્ટી, ત્વરિતા યાવત્ ઉદ્ધૃત વિદ્યાધર ગતિથી જ્યાં ભરત રાજા છે, ત્યાં આવે છે. આવીને અંતરિક્ષમાં રહીને લઘુઘંટિકા યુક્ત યાવત્ જય અને વિજય વડે વધાવે છે, વધાવીને આ પ્રમાણે કહ્યું – હે દેવાનુપ્રિય ! આપે જીતી લીધેલ છે યાવત્ અમે આપના આજ્ઞાવર્તી સેવક છીએ. એમ કહીને૦ હે દેવાનુપ્રિય! આપ આ ભેંટણુ સ્વીકાર કરો. અમે આ યાવત્ વિનમી સ્ત્રીરત્નને અને નમિ રત્નોને સમર્પિત કરે છે. ત્યારે તે ભરતરાજા યાવત્ પ્રતિવિસર્જિત કરે છે, કરીને પૌષધશાળાથી નીકળે છે, નીકળીને સ્નાનગૃહમાં પ્રવેશે છે. પ્રવેશીને ભોજનમંડપમાં યાવત્ નમિ – વિનમી વિદ્યાધર રાજાને આશ્રીને અષ્ટાહ્નિકા મહામહોત્સવ કરે છે. ત્યારે તે દિવ્ય ચક્રરત્ન આયુધગૃહ શાલાથી નીકળે છે યાવત્ ઉત્તર – પૂર્વ દિશામાં ગંગાદેવીના ભવનાભિમુખ જવા પ્રવૃત્ત થયો. તે બધું જ સિંધુની વક્તવ્યતા અનુસાર કહેવું યાવત્ વિશેષ એ કે ૧૦૦૮ કુંભ, રત્નયુક્ત, વિવિધ મણિ – કનક – રત્નથી આલેખિત બે સુવર્ણ સિંહાસન ભેટ કર્યા. બાકી બધું પૂર્વવત્ યાવત્ મહોત્સવ કર્યો. સૂત્ર સંદર્ભ– ૧૦૧–૧૦૩ | ||
Mool Sutra Transliteration : | [sutra] tae nam se bharahe raya tam divvam chakkarayanam dahinam disim veyaddhapavvayabhimuha payatam chavi pasai, pasitta hatthatutthachittamanamdie java jeneva veyaddhapavvae jeneva veyaddhassa pavvayassa uttarille nitambe teneva uvagachchhai, uvagachchhitta veyaddhassa pavvayassa uttarille nitambe duvalasa joyanayamam navajoyanavichchhinnam varanagarasarichchham vijayakhamdhavaranivesam karei java posahasalam anupavisai, anupavisitta posahasalam pamajjai, pamajjitta dabbhasamtharagam samtharai, samtharitta dabbhasamtharagam duruhai, duruhitta namivinaminam vijjahararainam atthamabhattam paginhai, paginhitta posahasalae posahie bambhayari ummukkamanisuvanne vavagayamalavannagavile-vane nikkhittasatthamusale dabbhasamtharovagae atthamabhattie nami-vinamivijjahararayano manasikaremane-manasikaremane chitthai. Tae nam tassa bharahassa ranno atthamabhattamsi parinamamanamsi nami-vinami vijjahararayano divvae maie choiyamai annamannassa amtiyam paubbhavamti, paubbhavitta evam vayasi–uppanne khalu bho devanuppiya! Jambuddive dive bharahe vase bharahe raya chauramtachakkavatti, tam jiyameyam tiyapachchuppana- managayanam vijjahararainam chakkavattinam uvatthaniyam karettae, tam gachchhamo nam devanuppiya! Amhevi bharahassa ranno uvatthaniyam karemottikattu vinami naunam chakkavattim divvae maie choiyamai manummana-ppamanajuttam teyassim ruvalakkhanajuttam thiyajuvvanakesavatthiyanaham savvamayanasanim balakarim ichchhiya-siunhaphasajuttam– | ||
Sutra Meaning Transliteration : | Sutra– 101. Tyare te bharataraja te divya chakraratnane yavat vaitadhya parvatana uttariya nitambe jaya chhe, jaine vaitadhya parvatana uttariya nitambamam bara yojana lambi yavat paushadhashalamam praveshe chhe yavat nami ane vinami vidyadhara rajana nimitte aththamabhakta grahana kare chhe. Karine paushadhashalamam yavat nami – vinami vidyadhara rajane manamam dhyayine tyam rahe chhe. Tyarapachhi te bharata rajano aththamabhakta paripurna prayah thatam nami – vinami vidyadhara rajane divyamatithi prerita mati thai ekabijani pase pragata thaya, thaine a pramane kahyum – o devanupriya ! Nishche jambudvipa dvipana bharatakshetramam bharata name chaturamta chakravarti utpanna thayo chhe. To atita – vartamana – anagata vidyadhara rajano e kalpa chhe ke chakravartine bhetanum kare. To he devanupriya! Apane tyam jaie. Apane pana bharatarajane bhemtanum karie, ema kahine vinamie potani divyamatithi prerita thaine mana – unmana – pramanayukta, tejasvi, rupa – lakshanayukta, sthitiyauvana ane avasthita kesha tatha nakhavali, sarvaroga nasha karanari, balavriddhikarini, ichchhita shitoshna sparshayukta striratna subhadrane sathe lidhi. Sutra– 102. Teni trana sthanamam krisha ane tranamam tamra hati. Trivali yukta hati, tranamam unnata, tranamam gambhira, tranamam krishnavarni, tranamam shveta, tranamam lambaiyukta ane trana sthanamam vistirna hati. Sutra– 103. Teni samashariri hati. Bharatakshetramam sarvamahilamam pradhana hati. Sumdara stana – jaghana, sumdara hatha – paga – nayana – kesha – damta yukta hati. Janahridaya ramama ane manahari, shrimgarana agararupa yavat yukta upachara kushala, rupamam devamganana saumdaryanum anusarana karati hati. Te subhadra bhadra yauvanamam vartani striratnane vinami lavyo. Namie ratna, kataka, trutikane le chhe. Pachhi tevi utkrishti, tvarita yavat uddhrita vidyadhara gatithi jyam bharata raja chhe, tyam ave chhe. Avine amtarikshamam rahine laghughamtika yukta yavat jaya ane vijaya vade vadhave chhe, vadhavine a pramane kahyum – He devanupriya ! Ape jiti lidhela chhe yavat ame apana ajnyavarti sevaka chhie. Ema kahine0 he devanupriya! Apa a bhemtanu svikara karo. Ame a yavat vinami striratnane ane nami ratnone samarpita kare chhe. Tyare te bharataraja yavat prativisarjita kare chhe, karine paushadhashalathi nikale chhe, nikaline snanagrihamam praveshe chhe. Praveshine bhojanamamdapamam yavat nami – vinami vidyadhara rajane ashrine ashtahnika mahamahotsava kare chhe. Tyare te divya chakraratna ayudhagriha shalathi nikale chhe yavat uttara – purva dishamam gamgadevina bhavanabhimukha java pravritta thayo. Te badhum ja simdhuni vaktavyata anusara kahevum yavat vishesha e ke 1008 kumbha, ratnayukta, vividha mani – kanaka – ratnathi alekhita be suvarna simhasana bheta karya. Baki badhum purvavat yavat mahotsava karyo. Sutra samdarbha– 101–103 |