Sutra Navigation: Jambudwippragnapati ( જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1107662
Scripture Name( English ): Jambudwippragnapati Translated Scripture Name : જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

वक्षस्कार ३ भरतचक्री

Translated Chapter :

વક્ષસ્કાર ૩ ભરતચક્રી

Section : Translated Section :
Sutra Number : 62 Category : Upang-07
Gatha or Sutra : Sutra Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [सूत्र] तए णं से भरहे राया चाउग्घंटं अस्सरहं दुरुढे समाणे हय गय रह पवरजोहकलियाए सद्धिं संपरिवुडे महयाभडचडगर पहगरवंदपरिक्खित्ते चक्करयणदेसियमग्गे अनेगरायवरसहस्साणुजायमग्गे महया उक्किट्ठि सीहनाय बोल कलकलरवेणं पक्खु भियमहासमुद्दरवभूयं पिव करेमाणे-करेमाणे पुरत्थिम-दिसाभिमुहे मागहतित्थेणं लवणसमुद्दं ओगाहइ जाव से रहवरस्स कुप्परा उल्ला। तए णं से भरहे राया तुरगे निगिण्हई, निगिण्हित्ता रहं ठवेइ, ठवेत्ता धनुं परामुसइ। तए णं तं अइरुग्गयबालचंद इंदधनु सन्निकासं वरमहिस दरिय दप्पिय दढघणसिंगग्गरइयसारं उरगवर पवरगवल पवरपरहुय भमरकुल णीलि णिद्ध धंत धोयपट्टं निउणोविय मिसिमिसेंत मणिरयण घंटियाजालपरिक्खित्तं तडितरुणकिरण तवणिज्जबद्धचिंधं दद्दरमलयगिरिसिहर केसरचामर-बालद्धचंदचिंधं कालहरियरत्तपीयसुक्किलबहुण्हारुणि संपिनद्धजीवं चलजीवं जीवियंत-करणं धनुं गहिऊण से नरवई उसुं च वरवइरकोडियं वइरसारतुंडं कंचनमणिकनगरयणधोइट्ठसुकयपुंखं अनेगमणिरयण विविह-सुविरइयनामचिंधं वइसाहं ठाईऊण ठाणं आयतकण्णायतं च काऊण उसुमुदारं इमाइं वयणाइं तत्थ भाणिय से नरवई–
Sutra Meaning : સૂત્ર– ૬૨. ત્યારે તે ભરત રાજા ચાતુર્ઘંટ અશ્વરથમાં આરૂઢ થયા પછી અશ્વ, હાથી, રથ, પ્રવર યોદ્ધા યુક્ત સેનાથી ઘેરાયેલો, મોટા – મોટા યોદ્ધાઓના સમૂહવૃંદથી પરીવરેલો, ચક્રરત્ન દ્વારા દેખાડેલા માર્ગે ચાલતો હતો. અનેક શ્રેષ્ઠ હજારો રાજા તેની પાછળ ચાલતા હતા. તેમના ઉત્કૃષ્ટ મોટા સિંહનાદના કલકલ શબ્દોથી જાણે વાયુ વડે પ્રક્ષુભિત મહાસાગર ગર્જતો હોય તેમ જણાતુ હતુ. પૂર્વ દિશાભિમુખ માગધતીર્થથી લવણસમુદ્રનું અવગાહન કર્યુ યાવત્‌ રથના પૈડા ભીના થયા. ત્યારે ભરત રાજાએ ઘોડાને રોક્યા, રોકીને રથને સ્થાપ્યો. પછી ધનુષ ઉઠાવ્યું. ત્યારે તે ધનુષ તુરંતના નીકળેલ બાલચંદ્ર અને ઇન્દ્રધનુષ સમાન, ઉત્કૃષ્ટ ગર્વયુક્ત ભૈંસાના સુદૃઢ સઘન શૃંગ માફક નિશ્છિદ્ર હતું. તેનો પૃષ્ઠભાગ ઉત્તમ નાગ, મહિષશૃંગ, શ્રેષ્ઠ કોકીલ, ભ્રમર સમુદાય તથા નીલસદૃશ ઉજ્જવલ કાળી કાંતિથી યુક્ત, તેજથી જાજ્વલ્યમાન અને નિર્મળ હતું. નિપુણ શિલ્પી દ્વારા ચમકાવાયેલ, દેદીપ્યમાન મણિ અને રત્નોની ઘંટીના સમૂહથી પરિવેષ્ટિત હતો. વીજળી માફક ઝગમગતા કિરણોથી યુક્ત, સુવર્ણ પરિબદ્ધ તથા ચિહ્નયુક્ત હતું. દર્દર તથા મલય પર્વતના શિખરે રહેનારા સિંહની કેસરા, ચામરબાલ, અર્ધચંદ્રાકાર બંધયુક્ત, કાળા – લીલા – લાલ – પીળા – સફેદ સ્નાયુની પ્રત્યંચાથી બદ્ધ, શત્રુના જીવનનો અંત કરનાર, ચંચળ જીવાયુક્ત ધનુષને તે રાજાએ ઉઠાવ્યું. ધનુષ ઉપર બાણ ચડાવ્યું, તે બાણની બંને કોટિઓ ઉત્તમ વજ્રની બનેલ હતી, તેનું મુખ વજ્ર માફક અભેદ્ય હતું, તેની પૂંછ સુવર્ણમાં જડેલ ચંદ્રકાંતાદિ મણિ અને રત્નોથી સુસજ્જ હતી, તેના ઉપર અનેક મણિ અને રત્નો દ્વારા સુંદર રૂપે રાજા ભરતનું નામ અંકિત હતું. ભરત વૈશાખી સંસ્થાને રહી, બાણને કાન સુધી ખેંચી, આ વચનો કહ્યા – સૂત્ર– ૬૩. સાંભળો, બહિર્ભાગમાં અધિષ્ઠિત નાગકુમાર, સુવર્ણકુમારાદિ જે દેવો તમોને હું પ્રણામ કરું છું. સૂત્ર– ૬૪. સાંભળો, અંતર્ભાગમાં રહેલા જે નાગકુમાર, સુવર્ણકુમારાદિ દેવો સર્વે મારા વિષયવાસી થાઓ. એમ કરીને બાણ ફેંક્યુ. સૂત્ર– ૬૫. અખાડામાં ઉતરતો મલ્લ જેમ કમર બાંધેલ હોય છે, તેની જેમ ભરતે યુદ્ધોચિત્ત વસ્ત્રબંધ દ્વારા પોતાની કમર બાંધી. તેનું કૌશેયવસ્ત્ર હવાથી ફરકતું એવું ઘણુ સુંદર લાગતુ હતુ.. સૂત્ર– ૬૬. વિચિત્ર ઉત્તમ ધનુષ ધારણ કરેલ તે સાક્ષાત ઇન્દ્ર માફક સુશોભિત લાગતો હતો, વિદ્યુતવત્‌ દેદીપ્યમાન હતો, પંચમીના ચંદ્ર માફક શોભિત તે મહાધનુષ રાજાના વિજયોદ્યત ડાબા હાથમાં ચમકતું હતું. સૂત્ર– ૬૭. ત્યારે રાજા ભરત દ્વારા છોડાયેલ તે બાણ તુરંત જ બાર યોજન સુધી જઈને માગધતીર્થના અધિપતિ દેવના ભવનમાં પડ્યું. ત્યારે તે માગધ તીર્થાધિપતિ દેવે જેવું બાણને પોતાના ભવનમાં પડતું જોયું કે તુરંત ક્રોધથી લાલ રોષયુક્ત, કોપાવિષ્ટ, પ્રચંડ અને ક્રોધાગ્નિથી ઉદ્દિપ્ત થઈ ગયો. કપાળે ત્રણ સળ પડી, ભૃકૂટી તાણીને બોલ્યો – અરે આ કોણ અપ્રાર્થિતનો પ્રાર્થક, દુરંત પ્રાંત લક્ષણ, હીનપુન્ય ચૌદશીયો, હ્રી – શ્રી પરિવર્જિત છે, જે મારી આવી આવા સ્વરૂપની દિવ્ય દેવઋદ્ધિ, દિવ્ય દેવદ્યુતિ, દિવ્ય દેવાનુભાવ લબ્ધ – પ્રાપ્ત – અભિસમન્વાગત ઉપર પ્રહાર કરતો મોતથી પણ ન ડરતો, મારા ભવનમાં બાણ ફેંકે છે? એમ કહીને તે પોતાના સિંહાસનેથી ઊભો થયો અને જ્યાં તે નામાંકિત બાણ પડેલું, ત્યાં આવ્યો. આવીને બાણ ઉઠાવ્યું, નામાંકન જોયું. જોઈને તેને આવો અભ્યર્થિત – ચિંતિત – પ્રાર્થિત – મનોગત સંકલ્પ ઉત્પન્ન થયો કે – અરે ! નિશ્ચે, જંબૂદ્વીપ દ્વીપના ભરતક્ષેત્રમાં ભરત નામે ચાતુરંત ચક્રવર્તી રાજા ઉત્પન્ન થયો છે. અતીત – વર્તમાન – ભાવિ માગધતીર્થ કુમાર દેવોનો એ આચાર છે કે રાજાને ઉપહાર ભેટ કરે. તો હું પણ જઉં અને ભરત રાજાને ભેંટણું ધરું. એમ વિચારીને તેણે હાર, મુગટ, કુંડલ, કટક, કડા, ત્રુટિત, વસ્ત્ર, અન્યાન્ય વિવિધ અલંકાર, ભરતના નામનું અંકિત બાણ અને માગધતીર્થનું જળ લીધું. લઈને ઉત્કૃષ્ટ – ત્વરિત – ચપલ – જયન – સિંહ જેવી શીઘ્ર – ઉદ્ધુત – દિવ્ય દેવગતિથી ચાલતો – ચાલતો ભરત રાજા પાસે આવ્યો. આવીને આકાશમાં સ્થિત થઈ, નાની ઘંટિકાયુક્ત, પંચરંગી પ્રવર વસ્ત્ર ધારણ કરી, બે હાથ જોડી, દશ નખ ભેગા કરી યાવત્‌ મસ્તકે અંજલિ કરી, ભરત રાજાને જય – વિજયથી વધાવીને બોલ્યો – આપ દેવાનુપ્રિય એ પૂર્વ દિશામાં માગધતીર્થ સુધી સમસ્ત ભરતક્ષેત્રને જીતી લીધું છે. હું આપે જીતેલ દેશનો નિવાસી છું. હું આપ દેવાનુપ્રિયનો આજ્ઞાવર્તી સેવક છું. આપનો પૂર્વદિશાનો અંતપાલ છું. આપ મારું આ આવા પ્રકારનું પ્રીતિદાન છે, એમ કહીને હાર, મુગટ, કુંડલ, કટક યાવત્‌ માગધ તીર્થોદકનો સ્વીકાર કરો. ત્યારે ભરત રાજાએ માગધ તીર્થકુમાર દેવના એવા પ્રકારના પ્રીતિદાનનો સ્વીકાર કર્યો. સ્વીકારીને માગધતીર્થ કુમાર દેવને સત્કારી – સન્માનીને વિદાય આપી. ત્યારપછી તે ભરત રાજાએ રથને પાછો ફેરવ્યો. ફેરવીને માગધતીર્થથી લવણસમુદ્રથી પાછો ફર્યો – પાછો ફરીને જ્યાં વિજય સ્કંધાવાર નિવેશમાં જ્યાં બાહ્ય ઉપસ્થાનશાળા હતી, ત્યાં આવ્યો. આવીને અશ્વોનો નિગ્રહ કર્યો, કરીને રથને ઊભો રાખ્યો, રથથી ઊતર્યો. ઊતરીને જ્યાં સ્નાનાગૃહ છે ત્યાં આવ્યો, સ્નાનાગૃહમાં પ્રવેશ્યો, યાવત ચંદ્રવત્‌ પ્રિયદર્શન નરપતિ સ્નાનાગૃહથી બહાર નીકળ્યો. ત્યારપછી ભોજનમંડપે ગયો, જઈને ભોજનમંડપમાં શ્રેષ્ઠ સુખાસને બેઠો, અઠ્ઠમતપનું પારણુ કર્યું. કરીને ભોજન મંડપથી નીકળ્યો. નીકળીને બાહ્ય ઉપસ્થાનશાળામાં સિંહાસન પાસે આવ્યો. આવીને શ્રેષ્ઠ સિંહાસને પૂર્વાભિમુખ બેઠો. બેસીને અઢાર શ્રેણી – પ્રશ્રેણી જનોને બોલાવ્યા, બોલાવીને આ પ્રમાણે કહ્યું – ઓ દેવાનુપ્રિયો! જલદીથી ઉત્શુલ્ક, ઉત્કર યાવત્‌ માગધતીર્થ કુમાર દેવને આશ્રીને આઠ દિવસિય મહામહિમા કરો. કરીને મારી આ આજ્ઞાને પાછી સોંપો. ત્યારે તે અઢાર શ્રેણી – પ્રશ્રેણીજન ભરત રાજાએ આમ કહેતા હર્ષિત થયા યાવત્‌ મહામહિમા કરીને તેમની આજ્ઞા પાછી સોંપી. ત્યારપછી તે દિવ્ય ચક્રરત્ન, કે જેના તુંબ વજ્રમય હતા. આરાઓ લોહિતાક્ષમય હતા, નેમિ જાંબૂનદમય હતી, વિવિધ મણિયુક્ત અંદરનો પરિધિભાગ હતો, મણિ – મોતીના જાળથી વિભૂષિત હતો, નંદીઘોષ સહિત, ઘંટિકાસહિત, તે દિવ્યપ્રભાવી – મધ્યાહ્નના સૂર્યમંડલ સદૃશ તેજયુક્ત, વિવિધ મણિ અને રત્નોની ઘંટિકાના જાલથી વીંટાયેલ, સર્વઋતુક સુગંધી કુસુમની માલ્યદામથી યુક્ત, આકાશમાં અવસ્થિત, હજારયક્ષ વડે સંપરિવૃત્ત, દિવ્ય ત્રુટિતના શબ્દોના નિનાદથી અંબરતલને વ્યાપ્ત કરતા હોય તેવું, સુદર્શન નામથી હતું. તે રાજા ભરતનું તે પ્રથમ ચક્રરત્ન શસ્ત્રાગારથી નીકળી દક્ષિણ – પશ્ચિમમાં વરદામતીર્થ તરફ ચાલ્યું. સૂત્ર સંદર્ભ– ૬૨–૬૭
Mool Sutra Transliteration : [sutra] tae nam se bharahe raya chaugghamtam assaraham durudhe samane haya gaya raha pavarajohakaliyae saddhim samparivude mahayabhadachadagara pahagaravamdaparikkhitte chakkarayanadesiyamagge anegarayavarasahassanujayamagge mahaya ukkitthi sihanaya bola kalakalaravenam pakkhu bhiyamahasamuddaravabhuyam piva karemane-karemane puratthima-disabhimuhe magahatitthenam lavanasamuddam ogahai java se rahavarassa kuppara ulla. Tae nam se bharahe raya turage niginhai, niginhitta raham thavei, thavetta dhanum paramusai. Tae nam tam airuggayabalachamda imdadhanu sannikasam varamahisa dariya dappiya dadhaghanasimgaggaraiyasaram uragavara pavaragavala pavaraparahuya bhamarakula nili niddha dhamta dhoyapattam niunoviya misimisemta manirayana ghamtiyajalaparikkhittam taditarunakirana tavanijjabaddhachimdham daddaramalayagirisihara kesarachamara-baladdhachamdachimdham kalahariyarattapiyasukkilabahunharuni sampinaddhajivam chalajivam jiviyamta-karanam dhanum gahiuna se naravai usum cha varavairakodiyam vairasaratumdam kamchanamanikanagarayanadhoitthasukayapumkham anegamanirayana viviha-suviraiyanamachimdham vaisaham thaiuna thanam ayatakannayatam cha kauna usumudaram imaim vayanaim tattha bhaniya se naravai–
Sutra Meaning Transliteration : Sutra– 62. Tyare te bharata raja chaturghamta ashvarathamam arudha thaya pachhi ashva, hathi, ratha, pravara yoddha yukta senathi gherayelo, mota – mota yoddhaona samuhavrimdathi parivarelo, chakraratna dvara dekhadela marge chalato hato. Aneka shreshtha hajaro raja teni pachhala chalata hata. Temana utkrishta mota simhanadana kalakala shabdothi jane vayu vade prakshubhita mahasagara garjato hoya tema janatu hatu. Purva dishabhimukha magadhatirthathi lavanasamudranum avagahana karyu yavat rathana paida bhina thaya. Tyare bharata rajae ghodane rokya, rokine rathane sthapyo. Pachhi dhanusha uthavyum. Tyare te dhanusha turamtana nikalela balachamdra ane indradhanusha samana, utkrishta garvayukta bhaimsana sudridha saghana shrimga maphaka nishchhidra hatum. Teno prishthabhaga uttama naga, mahishashrimga, shreshtha kokila, bhramara samudaya tatha nilasadrisha ujjavala kali kamtithi yukta, tejathi jajvalyamana ane nirmala hatum. Nipuna shilpi dvara chamakavayela, dedipyamana mani ane ratnoni ghamtina samuhathi pariveshtita hato. Vijali maphaka jhagamagata kiranothi yukta, suvarna paribaddha tatha chihnayukta hatum. Dardara tatha malaya parvatana shikhare rahenara simhani kesara, chamarabala, ardhachamdrakara bamdhayukta, kala – lila – lala – pila – sapheda snayuni pratyamchathi baddha, shatruna jivanano amta karanara, chamchala jivayukta dhanushane te rajae uthavyum. Dhanusha upara bana chadavyum, te banani bamne kotio uttama vajrani banela hati, tenum mukha vajra maphaka abhedya hatum, teni pumchha suvarnamam jadela chamdrakamtadi mani ane ratnothi susajja hati, tena upara aneka mani ane ratno dvara sumdara rupe raja bharatanum nama amkita hatum. Bharata vaishakhi samsthane rahi, banane kana sudhi khemchi, a vachano kahya – Sutra– 63. Sambhalo, bahirbhagamam adhishthita nagakumara, suvarnakumaradi je devo tamone hum pranama karum chhum. Sutra– 64. Sambhalo, amtarbhagamam rahela je nagakumara, suvarnakumaradi devo sarve mara vishayavasi thao. Ema karine bana phemkyu. Sutra– 65. Akhadamam utarato malla jema kamara bamdhela hoya chhe, teni jema bharate yuddhochitta vastrabamdha dvara potani kamara bamdhi. Tenum kausheyavastra havathi pharakatum evum ghanu sumdara lagatu hatu.. Sutra– 66. Vichitra uttama dhanusha dharana karela te sakshata indra maphaka sushobhita lagato hato, vidyutavat dedipyamana hato, pamchamina chamdra maphaka shobhita te mahadhanusha rajana vijayodyata daba hathamam chamakatum hatum. Sutra– 67. Tyare raja bharata dvara chhodayela te bana turamta ja bara yojana sudhi jaine magadhatirthana adhipati devana bhavanamam padyum. Tyare te magadha tirthadhipati deve jevum banane potana bhavanamam padatum joyum ke turamta krodhathi lala roshayukta, kopavishta, prachamda ane krodhagnithi uddipta thai gayo. Kapale trana sala padi, bhrikuti tanine bolyo – Are a kona aprarthitano prarthaka, duramta pramta lakshana, hinapunya chaudashiyo, hri – shri parivarjita chhe, je mari avi ava svarupani divya devariddhi, divya devadyuti, divya devanubhava labdha – prapta – abhisamanvagata upara prahara karato motathi pana na darato, mara bhavanamam bana phemke chhe? Ema kahine te potana simhasanethi ubho thayo ane jyam te namamkita bana padelum, tyam avyo. Avine bana uthavyum, namamkana joyum. Joine tene avo abhyarthita – chimtita – prarthita – manogata samkalpa utpanna thayo ke – Are ! Nishche, jambudvipa dvipana bharatakshetramam bharata name chaturamta chakravarti raja utpanna thayo chhe. Atita – vartamana – bhavi magadhatirtha kumara devono e achara chhe ke rajane upahara bheta kare. To hum pana jaum ane bharata rajane bhemtanum dharum. Ema vicharine tene hara, mugata, kumdala, kataka, kada, trutita, vastra, anyanya vividha alamkara, bharatana namanum amkita bana ane magadhatirthanum jala lidhum. Laine utkrishta – tvarita – chapala – jayana – simha jevi shighra – uddhuta – divya devagatithi chalato – chalato bharata raja pase avyo. Avine akashamam sthita thai, nani ghamtikayukta, pamcharamgi pravara vastra dharana kari, be hatha jodi, dasha nakha bhega kari yavat mastake amjali kari, bharata rajane jaya – vijayathi vadhavine bolyo – Apa devanupriya e purva dishamam magadhatirtha sudhi samasta bharatakshetrane jiti lidhum chhe. Hum ape jitela deshano nivasi chhum. Hum apa devanupriyano ajnyavarti sevaka chhum. Apano purvadishano amtapala chhum. Apa marum a ava prakaranum pritidana chhe, ema kahine hara, mugata, kumdala, kataka yavat magadha tirthodakano svikara karo. Tyare bharata rajae magadha tirthakumara devana eva prakarana pritidanano svikara karyo. Svikarine magadhatirtha kumara devane satkari – sanmanine vidaya api. Tyarapachhi te bharata rajae rathane pachho pheravyo. Pheravine magadhatirthathi lavanasamudrathi pachho pharyo – pachho pharine jyam vijaya skamdhavara niveshamam jyam bahya upasthanashala hati, tyam avyo. Avine ashvono nigraha karyo, karine rathane ubho rakhyo, rathathi utaryo. Utarine jyam snanagriha chhe tyam avyo, snanagrihamam praveshyo, yavata chamdravat priyadarshana narapati snanagrihathi bahara nikalyo. Tyarapachhi bhojanamamdape gayo, jaine bhojanamamdapamam shreshtha sukhasane betho, aththamatapanum paranu karyum. Karine bhojana mamdapathi nikalyo. Nikaline bahya upasthanashalamam simhasana pase avyo. Avine shreshtha simhasane purvabhimukha betho. Besine adhara shreni – prashreni janone bolavya, bolavine a pramane kahyum – o devanupriyo! Jaladithi utshulka, utkara yavat magadhatirtha kumara devane ashrine atha divasiya mahamahima karo. Karine mari a ajnyane pachhi sompo. Tyare te adhara shreni – prashrenijana bharata rajae ama kaheta harshita thaya yavat mahamahima karine temani ajnya pachhi sompi. Tyarapachhi te divya chakraratna, ke jena tumba vajramaya hata. Arao lohitakshamaya hata, nemi jambunadamaya hati, vividha maniyukta amdarano paridhibhaga hato, mani – motina jalathi vibhushita hato, namdighosha sahita, ghamtikasahita, te divyaprabhavi – madhyahnana suryamamdala sadrisha tejayukta, vividha mani ane ratnoni ghamtikana jalathi vimtayela, sarvarituka sugamdhi kusumani malyadamathi yukta, akashamam avasthita, hajarayaksha vade samparivritta, divya trutitana shabdona ninadathi ambaratalane vyapta karata hoya tevum, sudarshana namathi hatum. Te raja bharatanum te prathama chakraratna shastragarathi nikali dakshina – pashchimamam varadamatirtha tarapha chalyum. Sutra samdarbha– 62–67