Sutra Navigation: Jambudwippragnapati ( જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1107636
Scripture Name( English ): Jambudwippragnapati Translated Scripture Name : જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

वक्षस्कार २ काळ

Translated Chapter :

વક્ષસ્કાર ૨ કાળ

Section : Translated Section :
Sutra Number : 36 Category : Upang-07
Gatha or Sutra : Sutra Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [सूत्र] ते णं भंते! मनुया तमाहारमाहारेत्ता कहिं वसहिं उवेंति? गोयमा! रुक्खगेहालया णं ते मनुया पन्नत्ता समणाउसो! । तेसि णं भंते! रुक्खाणं केरिसए आगारभावपडोयारे पन्नत्ते? गोयमा! कूडागारसंठिया पेच्छा च्छत्त-ज्झय थूभ तोरण गोपुर वेइया चोप्पालग अट्टालग पासाय हम्मिय गवक्ख वालग्गपोइया वलभीघरसंठिया, अन्ने इत्थ बहवे वरभवनविसिट्ठसंठाण-संठिया दुमगणा सुहसीयलच्छाया पन्नत्ता समणाउसो! ।
Sutra Meaning : સૂત્ર– ૩૬. ભગવન્‌ ! તે મનુષ્યો તે આહારને કરતા કઈ વસતિમાં વસે છે ? ગૌતમ ! તે મનુષ્યો વૃક્ષરૂપ ઘરમાં રહેનારા છે, તેમ હે આયુષ્યમાન્‌ શ્રમણ ! કહેલ છે. ભગવન્‌ ! તે વૃક્ષોનો કેવા પ્રકારે આકાર ભાવ પ્રત્યવતાર કહેલો છે ? ગૌતમ ! કૂડાગાર સંસ્થિત, પ્રેક્ષાગૃહ, છત્ર, ધ્વજ, સ્તૂપ, તોરણ, ગોપુર, વેદિકા, ચોપ્ફાલ, અટ્ટાલિકા, પ્રાસાદ હર્મ્ય, હવેલી, ગવાક્ષ, વાલાગ્રપોતિકા તથા વલ્લભીગૃહ સદૃશ સંસ્થાન સંસ્થિત છે. આ ભરત ક્ષેત્રમાં બીજા પણ એવા વૃક્ષ છે. જેના આકાર ઉત્તમ વિશિષ્ટ ભવનો જેવા છે, જે સુખપ્રદ શીતલ છાયા યુક્ત છે એમ હે આયુષ્યમાન્‌ શ્રમણ ! કહેલ છે. સૂત્ર– ૩૭. ભગવન્‌ ! તે સમયે ભરતક્ષેત્રમાં શું ઘર હોય છે કે ગેહાપણ હોય છે ? ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. કેમ કે તે મનુષ્યો હે આયુષ્યમાન્‌ શ્રમણ ! વૃક્ષગેહાલયા કહેલા છે. ભગવન્‌ ! તે સમયે ભરતક્ષેત્રમાં ગામ કે યાવત્‌ સંનિવેશ છે ? ગૌતમ ! તે અર્થ સમર્થ નથી. તે મનુષ્યો સ્વભાવથી યથેચ્છ – વિચરણશીલ કહેલા છે. ભગવન્‌ ! તે સમયે અસી, મસી, કૃષિ, વણિક્‌કળા, પણ્ય અથવા વાણિજ્ય છે ? તે અર્થ સમર્થ નથી. કેમ કે હે આયુષ્યમાન્‌ શ્રમણ ! તે મનુષ્યો અસિ મસિ કૃષિ વણિક્‌ કળા પણ્ય વાણિજ્ય જીવિકાથી રહિત કહેલા છે. ભગવન્‌ ! તે સમયે ત્યાં હિરણ્ય, સુવર્ણ, કાંસ્ય, દૂષ્ય, મણિ, મોતી, શંખ, શિલા – પ્રવાલ, રક્ત રત્ન, સાવઇજ્જ હોય છે ? હા, હોય છે પણ તે મનુષ્યોના પરિભોગપણે શીઘ્ર ઉપયોગમાં આવતા નથી. ભગવન્‌ ! તે સમયે ભરતક્ષેત્રમાં રાજા યુવરાજ, ઇશ્વર, તલવર, માડંબિક, કૌટુંબિક, ઇભ્ય, શ્રેષ્ઠી, સેનાપતિ કે સાર્થવાહ છે ? ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. તે મનુષ્ય ઋદ્ધિ – સત્કાર રહિત છે. ભગવન્‌ ! તે સમયે ભરતક્ષેત્રમાં દાસ, પ્રેષ્ય, શિષ્ય, ભૃતક, ભાગિયા કે કર્મકર છે ? ના, તે અર્થ સમર્થ નથી. હે આયુષ્યમાન્‌ શ્રમણ ! તે મનુષ્યો આભિયોગ રહિત છે. ભગવન્‌ ! તે સમયે ભરતક્ષેત્રમાં માતા, પિતા, ભાઈ, બહેન, પત્ની, પુત્ર, પુત્રી કે પુત્રવધૂ હોય છે ? હા, હોય છે. પરંતુ તેમને તીવ્ર પ્રેમબંધન ઉત્પન્ન થતું નથી. ભગવન્‌ ! તે સમયે ભરતક્ષેત્રમાં અરી, વૈરી, ઘાતક, વધક, પ્રત્યનીક કે પ્રત્યામિત્ર છે? ના, તે અર્થ સમર્થ નથી. હે આયુષ્યમાન્‌ શ્રમણ! તે મનુષ્યો વૈરાનુશય રહિત હોય છે. ભગવન્‌ ! તે સમયે ભરતક્ષેત્રમાં મિત્ર, વયસ્ય, જ્ઞાતક, સંઘાટક, સખા, સુહૃદ કે સાંગતિક છે? હા, છે. પણ તે મનુષ્યોને તીવ્ર રાગબંધન ઉત્પન્ન થતું નથી. ભગવન્‌ ! તે સમયે ભરતક્ષેત્રમાં આવાહ, વિવાહ, યજ્ઞ, શ્રાદ્ધ, સ્થાલીપાક કે મૃતપીંડ નિવેદના હોય છે ? ના, એ અર્થ સમર્થ નથી. હે આયુષ્યમાન્‌ શ્રમણ ! તે મનુષ્યો આબાહ, વિવાહ, યજ્ઞ, શ્રાદ્ધ, સ્થાલીપાક, મૃતપીંડ નિવેદના વ્યવહાર રહિત છે. ભગવન્‌ ! તે સમયે ભરતક્ષેત્રમાં ઇન્દ્ર – સ્કંદ – નાગ – યક્ષ – ભૂત – અગડ – તડાગ – દ્રહ – નદી – વૃક્ષ – પર્વત – સ્તૂપ કે ચૈત્યનો મહોત્સવ હોય છે ? ના, એ અર્થ સમર્થ નથી. તે મનુષ્યો મહોત્સવ મહિમા રહિત કહેલા છે. ભગવન્‌ ! તે સમયે ભરતક્ષેત્રમાં નટ – નર્તક – જલ્લ – મલ્લ – મૌષ્ટિક – વેલંબક – કથક – પ્લવક કે લાસકની પ્રેક્ષા કહેલી છે ? ના, એ અર્થ સમર્થ નથી. હે આયુષ્યમાન્‌ શ્રમણ! તે મનુષ્યો કુતૂહલ રહિત કહેલા છે. ભગવન્‌ ! તે સમયે ભરતક્ષેત્રમાં શકટ, રથ, યાન, યુગ્ય, ગિલ્લિ, થિલ્લિ, સીયા કે સ્યંદમાનિકા છે, ના એ અર્થ સમર્થ નથી. તે મનુષ્યો પાદચાર વિહારી કહેલા છે. ભગવન્‌ ! તે સમયે ભરતક્ષેત્રમાં ગાય, ભેંસ, બકરા કે ઘેટા છે ? હા, હોય છે. પરંતુ તે મનુષ્યોના પરિભોગમાં આવતા નથી. ભગવન્‌ ! તે સમયે ભરતક્ષેત્રમાં અશ્વ, હાથી, ઉંટ, ગાય, ગવય, બકરા, ઘેટા, પ્રશ્રય, મૃગ, વરાહ, ઋઋ, શરભ, ચમર, કુરંગ, ગોકર્ણ આદિ હોય છે ? હા, હોય છે. પણ તેમના પરિભોગમાં આવતા નથી. ભગવન્‌ ! તે સમયે ભરતક્ષેત્રમાં સિંહ, વાઘ, વૃક, દ્વીપિક, અચ્છ, તરક્ષ, શિયાલ, બિડાલ, સુનક, કોકંતિક કે કોલશુનક છે ? હા, છે પણ તે મનુષ્યોને આબાધ, વ્યાબાધ, છવિચ્છેદ કરતા નથી. આયુષ્યમાન્‌ શ્રમણો ! તે શ્વાપદગણ પ્રકૃતિથી ભદ્રક છે. ભગવન્‌ ! તે સમયે ભરતક્ષેત્રમાં શાલી, વ્રીહી, ગોધૂમ, જવ, જવજવ, કલમ, મસૂર, મગ, અડદ, તલ, કળથી, નિપ્ફાવ, આલિસંદક, અતસી, કુસુંભ, કોદ્રવ, કંગુ, વરક, સલક, શણ, સરસવ, મૂલગ કે બીજ છે ? હા, હોય છે. પરંતુ તે મનુષ્યોના ઉપભોગમાં આવતા નથી. ભગવન્‌ ! તે સમયે ભરતક્ષેત્રમાં ગડ્ડા, દરી, અવપાત, વિષમ કે વિજ્‌વલ હોય છે ? ના, એ અર્થ સમર્થ નથી. કેમ કે ભરતક્ષેત્રમાં બહુસમ રમણીય ભૂમિભાગ કહેલ છે. જેમ કોઈ આલિંગપુષ્કર ઇત્યાદિ હોય, તેમ જાણવું. ભગવન્‌ ! તે સમયે ભરતક્ષેત્રમાં સ્થાણુ, કંટક, તૃણ, કયવર કે પત્ર કયવર હોય છે? ના, તે અર્થ સમર્થ નથી. તે ભૂમિ સ્થાણુ, કંટક, તૃણ, કયવર, પત્રકયવર રહિત છે. ભગવન્‌ ! તે સમયે ભરતક્ષેત્રમાં ડાંસ, મશક, જૂ, લીંખ, ઢિંકુણ કે પિસ્સુ હોય છે ? ના, એ અર્થ સમર્થ નથી. તે ભૂમિ ડાંસ, મશક, જૂ, લીખ, ઢિંકુણ અને પિસ્સુના ઉપદ્રવરહિત કહેલી છે. ભગવન્‌ ! તે સમયે ભરતક્ષેત્રમાં સર્પ કે અજગર હોય છે ? હા, હોય છે. પરંતુ તે મનુષ્યોને આબાહ આદિ કરતા નથી. યાવત્‌ તે પ્રકૃતિભદ્રક વ્યાલક ગણ કહેલ છે. ભગવન્‌ ! તે સમયે ભરતક્ષેત્રમાં ડિંભ, ડમર, કલહ, બોલ, ક્ષાર, વૈર, મહાયુદ્ધ, મહાસંગ્રામ, મહાશસ્ત્રપત્તન કે મહાપુરુષ પત્તન હોય છે ? ગૌતમ ! ના, એ અર્થ સમર્થ નથી. તે મનુષ્યો વૈરાનુબંધ રહિત કહેલા છે. ભગવન્‌ ! તે સમયે ભરતક્ષેત્રમાં દુર્ભૂત, કુલરોગ, ગ્રામરોગ, મંડલરોગ, પોટ્ટરોગ, શીર્ષવેદના, કર્ણ – હોઠ – અક્ષિ – નખ – દંત વેદના, કાશ, શ્વાસ, શોષ, દાહ, અર્શ, અજીર્ણ, જલોદર, પાંડુરોગ, ભગંદર, એકાહિક – દ્વધાહિક – ત્ર્યાહિક – ચતુર્હિક એ બધાં. જ્વર – તાવ, ઇન્દ્રગ્રહ, ધનુગ્રહ, સ્કંદગ્રહ, કુમારગ્રહ, યક્ષગ્રહ, ભૂતગ્રહ, મસ્તકશૂળ, હૃદયશૂળ, પેટશૂળ, કુક્ષીશૂળ, યોનિશૂળ, ગ્રામમારી યાવત્‌ સન્નિવેશમારી, પ્રાણીક્ષય, જનક્ષય, કુળક્ષય, વ્યસનભૂત અનાર્ય એ બધું હોય છે ? ગૌતમ! ના, તે અર્થ સમર્થ નથી. હે આયુષ્યમાન્‌ શ્રમણ ! તે મનુષ્યો રોગાંતક રહિત કહેલા છે. સૂત્ર સંદર્ભ– ૩૬, ૩૭
Mool Sutra Transliteration : [sutra] te nam bhamte! Manuya tamaharamaharetta kahim vasahim uvemti? Goyama! Rukkhagehalaya nam te manuya pannatta samanauso!. Tesi nam bhamte! Rukkhanam kerisae agarabhavapadoyare pannatte? Goyama! Kudagarasamthiya pechchha chchhatta-jjhaya thubha torana gopura veiya choppalaga attalaga pasaya hammiya gavakkha valaggapoiya valabhigharasamthiya, anne ittha bahave varabhavanavisitthasamthana-samthiya dumagana suhasiyalachchhaya pannatta samanauso!.
Sutra Meaning Transliteration : Sutra– 36. Bhagavan ! Te manushyo te aharane karata kai vasatimam vase chhe\? Gautama ! Te manushyo vriksharupa gharamam rahenara chhe, tema he ayushyaman shramana ! Kahela chhe. Bhagavan ! Te vrikshono keva prakare akara bhava pratyavatara kahelo chhe\? Gautama ! Kudagara samsthita, prekshagriha, chhatra, dhvaja, stupa, torana, gopura, vedika, chopphala, attalika, prasada harmya, haveli, gavaksha, valagrapotika tatha vallabhigriha sadrisha samsthana samsthita chhe. A bharata kshetramam bija pana eva vriksha chhe. Jena akara uttama vishishta bhavano jeva chhe, je sukhaprada shitala chhaya yukta chhe ema he ayushyaman shramana ! Kahela chhe. Sutra– 37. Bhagavan ! Te samaye bharatakshetramam shum ghara hoya chhe ke gehapana hoya chhe\? Gautama ! A artha samartha nathi. Kema ke te manushyo he ayushyaman shramana ! Vrikshagehalaya kahela chhe. Bhagavan ! Te samaye bharatakshetramam gama ke yavat samnivesha chhe\? Gautama ! Te artha samartha nathi. Te manushyo svabhavathi yathechchha – vicharanashila kahela chhe. Bhagavan ! Te samaye asi, masi, krishi, vanikkala, panya athava vanijya chhe\? Te artha samartha nathi. Kema ke he ayushyaman shramana ! Te manushyo asi masi krishi vanik kala panya vanijya jivikathi rahita kahela chhe. Bhagavan ! Te samaye tyam hiranya, suvarna, kamsya, dushya, mani, moti, shamkha, shila – pravala, rakta ratna, savaijja hoya chhe\? Ha, hoya chhe pana te manushyona paribhogapane shighra upayogamam avata nathi. Bhagavan ! Te samaye bharatakshetramam raja yuvaraja, ishvara, talavara, madambika, kautumbika, ibhya, shreshthi, senapati ke sarthavaha chhe\? Gautama ! A artha samartha nathi. Te manushya riddhi – satkara rahita chhe. Bhagavan ! Te samaye bharatakshetramam dasa, preshya, shishya, bhritaka, bhagiya ke karmakara chhe\? Na, te artha samartha nathi. He ayushyaman shramana ! Te manushyo abhiyoga rahita chhe. Bhagavan ! Te samaye bharatakshetramam mata, pita, bhai, bahena, patni, putra, putri ke putravadhu hoya chhe\? Ha, hoya chhe. Paramtu temane tivra premabamdhana utpanna thatum nathi. Bhagavan ! Te samaye bharatakshetramam ari, vairi, ghataka, vadhaka, pratyanika ke pratyamitra chhe? Na, te artha samartha nathi. He ayushyaman shramana! Te manushyo vairanushaya rahita hoya chhe. Bhagavan ! Te samaye bharatakshetramam mitra, vayasya, jnyataka, samghataka, sakha, suhrida ke samgatika chhe? Ha, chhe. Pana te manushyone tivra ragabamdhana utpanna thatum nathi. Bhagavan ! Te samaye bharatakshetramam avaha, vivaha, yajnya, shraddha, sthalipaka ke mritapimda nivedana hoya chhe\? Na, e artha samartha nathi. He ayushyaman shramana ! Te manushyo abaha, vivaha, yajnya, shraddha, sthalipaka, mritapimda nivedana vyavahara rahita chhe. Bhagavan ! Te samaye bharatakshetramam indra – skamda – naga – yaksha – bhuta – agada – tadaga – draha – nadi – vriksha – parvata – stupa ke chaityano mahotsava hoya chhe\? Na, e artha samartha nathi. Te manushyo mahotsava mahima rahita kahela chhe. Bhagavan ! Te samaye bharatakshetramam nata – nartaka – jalla – malla – maushtika – velambaka – kathaka – plavaka ke lasakani preksha kaheli chhe\? Na, e artha samartha nathi. He ayushyaman shramana! Te manushyo kutuhala rahita kahela chhe. Bhagavan ! Te samaye bharatakshetramam shakata, ratha, yana, yugya, gilli, thilli, siya ke syamdamanika chhe, na e artha samartha nathi. Te manushyo padachara vihari kahela chhe. Bhagavan ! Te samaye bharatakshetramam gaya, bhemsa, bakara ke gheta chhe\? Ha, hoya chhe. Paramtu te manushyona paribhogamam avata nathi. Bhagavan ! Te samaye bharatakshetramam ashva, hathi, umta, gaya, gavaya, bakara, gheta, prashraya, mriga, varaha, riri, sharabha, chamara, kuramga, gokarna adi hoya chhe\? Ha, hoya chhe. Pana temana paribhogamam avata nathi. Bhagavan ! Te samaye bharatakshetramam simha, vagha, vrika, dvipika, achchha, taraksha, shiyala, bidala, sunaka, kokamtika ke kolashunaka chhe\? Ha, chhe pana te manushyone abadha, vyabadha, chhavichchheda karata nathi. Ayushyaman shramano ! Te shvapadagana prakritithi bhadraka chhe. Bhagavan ! Te samaye bharatakshetramam shali, vrihi, godhuma, java, javajava, kalama, masura, maga, adada, tala, kalathi, nipphava, alisamdaka, atasi, kusumbha, kodrava, kamgu, varaka, salaka, shana, sarasava, mulaga ke bija chhe\? Ha, hoya chhe. Paramtu te manushyona upabhogamam avata nathi. Bhagavan ! Te samaye bharatakshetramam gadda, dari, avapata, vishama ke vijvala hoya chhe\? Na, e artha samartha nathi. Kema ke bharatakshetramam bahusama ramaniya bhumibhaga kahela chhe. Jema koi alimgapushkara ityadi hoya, tema janavum. Bhagavan ! Te samaye bharatakshetramam sthanu, kamtaka, trina, kayavara ke patra kayavara hoya chhe? Na, te artha samartha nathi. Te bhumi sthanu, kamtaka, trina, kayavara, patrakayavara rahita chhe. Bhagavan ! Te samaye bharatakshetramam damsa, mashaka, ju, limkha, dhimkuna ke pissu hoya chhe\? Na, e artha samartha nathi. Te bhumi damsa, mashaka, ju, likha, dhimkuna ane pissuna upadravarahita kaheli chhe. Bhagavan ! Te samaye bharatakshetramam sarpa ke ajagara hoya chhe\? Ha, hoya chhe. Paramtu te manushyone abaha adi karata nathi. Yavat te prakritibhadraka vyalaka gana kahela chhe. Bhagavan ! Te samaye bharatakshetramam dimbha, damara, kalaha, bola, kshara, vaira, mahayuddha, mahasamgrama, mahashastrapattana ke mahapurusha pattana hoya chhe\? Gautama ! Na, e artha samartha nathi. Te manushyo vairanubamdha rahita kahela chhe. Bhagavan ! Te samaye bharatakshetramam durbhuta, kularoga, gramaroga, mamdalaroga, pottaroga, shirshavedana, karna – hotha – akshi – nakha – damta vedana, kasha, shvasa, shosha, daha, arsha, ajirna, jalodara, pamduroga, bhagamdara, ekahika – dvadhahika – tryahika – chaturhika e badham. Jvara – tava, indragraha, dhanugraha, skamdagraha, kumaragraha, yakshagraha, bhutagraha, mastakashula, hridayashula, petashula, kukshishula, yonishula, gramamari yavat sanniveshamari, pranikshaya, janakshaya, kulakshaya, vyasanabhuta anarya e badhum hoya chhe\? Gautama! Na, te artha samartha nathi. He ayushyaman shramana ! Te manushyo rogamtaka rahita kahela chhe. Sutra samdarbha– 36, 37