Sutra Navigation: Jambudwippragnapati ( જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1107627 | ||
Scripture Name( English ): | Jambudwippragnapati | Translated Scripture Name : | જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
वक्षस्कार २ काळ |
Translated Chapter : |
વક્ષસ્કાર ૨ કાળ |
Section : | Translated Section : | ||
Sutra Number : | 27 | Category : | Upang-07 |
Gatha or Sutra : | Sutra | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [सूत्र] से किं तं ओवमिए? ओवमिए दुविहे पन्नत्ते, तं जहा–पलिओवमे य सागरोवमे य। से किं तं पलिओवमे? पलिओवमस्स परूवणं करिस्सामि– परमाणू दुविहे पन्नत्ते, तं जहा–सुहुमे य वावहारिए य। अनंताणं सुहुमपरमाणुपोग्गलाणं समुदय-समिइ-समागमेणं वावहारिए परमाणू निप्फज्जइ, तत्थ नो सत्थं कमइ– | ||
Sutra Meaning : | સૂત્ર– ૨૭. તે ઔપમિકકાળ શું છે ? તે બે ભેદે છે – પલ્યોપમ અને સાગરોપમ. તે પલ્યોપમ શું છે ? પલ્યોપમની પ્રરૂપણા હું હવે કરીશ. પરમાણુ બે ભેદે કહેલ છે. તે આ રીતે – સૂક્ષ્મ અને વ્યવહારિક. અનંત સૂક્ષ્મ પરમાણુ પુદ્ગલોના સમુદાય સમિતિ સમાગમથી વ્યાવહારિક પરમાણુ નીપજે છે, તેને શસ્ત્રો કાપી ન શકે. સૂત્ર– ૨૮. સુતીક્ષ્ણ શસ્ત્ર વડે જેનું છેદન – ભેદન કરવું શક્ય નથી, તે પરમાણુ એમ સિદ્ધો કહે છે, તે પ્રમાણોનું આદિ કારણ છે. સૂત્ર– ૨૯. વ્યાવહારિક પરમાણુના સમુદય સમિતિ સમાગમથી તે એક ઉત્શ્લક્ષ્ણ – શ્લક્ષ્ણિકા થાય છે, શ્લક્ષ્ણ શ્લક્ષ્ણિકા યાવત્ – ઉત્સેધાંગુલ જાણવું. તે આ રીતે –. આઠ ઉત્શ્લક્ષ્ણ – શ્લક્ષ્ણિકાની એક શ્લક્ષ્ણ – શ્લક્ષ્ણિકા, આઠ શ્લક્ષ્ણ – શ્લક્ષ્ણિકાનો એક ઉર્ધ્વરેણુ, આઠ ઉર્ધ્વરેણુનો એક ત્રસરેણુ, આઠ ત્રસરેણુનો એક રથરેણુ, આઠ રથરેણુના એક દેવકુરુ – ઉત્તરકુરુના મનુષ્યનો વાલાગ્ર, આઠ દેવકુરુ – ઉત્તરકુરુના મનુષ્યના વાલાગ્રનો એક હરિવર્ષ – રમ્યક્વર્ષના મનુષ્યનો વાલાગ્ર, એ પ્રમાણે હૈમવંત – હૈરણ્યવંતના મનુષ્યોનો, પૂર્વ – પશ્ચિમ વિદેહના મનુષ્યનો, તેના આઠ વાલાગ્રની એક લિક્ષા, આઠ લીંખની એક જૂ, આઠ જૂનો એક જવમધ્ય, આઠ જવમધ્યનો એક અંગુલ. આ અંગુલ પ્રમાણથી છ અંગુલનો એક પાદ, બાર અંગુલની એક વેંત, ૨૪ – અંગુલની એક રત્ની, ૪૮ – અંગુલની કુક્ષી, ૯૬ – અંગુલનો એક અક્ષ, દંડ, ધનૂ, યુગ, મુસલ, નાલિકા એમ ગણતા ૨૦૦૦ ધનુષનો એક ગાઉ, ચાર ગાઉનો એક યોજન થાય. આ યોજનપ્રમાણનો જે પલ્ય(કુવો), આયમ – વિષ્કંભ અર્થાત લંબાઈ અને પહોળાઈથી એક યોજન હોય, ઉર્ધ્વ ઉચ્ચત્વથી એક યોજન હોય, તેનાથી સાધિક ત્રણ ગણી પરિધિ હોય, તે પલ્યને એક, બે, ત્રણ યાવત્ ઉત્કૃષ્ટ સાત અહોરાત્રના જન્મેલ યૌગલિકના વધેલા વાલાગ્રોથી સઘન, નિચિત, નિબિડ રૂપે ભરવામાં આવે. તે વાલાગ્ર ન ખરાબ થાય, ન વિધ્વસ્ત થાય, ન અગ્નિ બાળે, ન વાયુ હરે, ન સડી જાય. ત્યારપછી સો – સો વર્ષે એક – એક વાલાગ્રને બહાર કાઢતા જેટલા કાળે તે પલ્ય ક્ષીણ, નીરજ, નિર્લેપ, નિષ્ઠિત થાય છે, તેને ‘પલ્યોપમ’ની ઉપમા આપેલ છે. સૂત્ર– ૩૦. આવા કોડાકોડી પલ્યોપમને દશગણા કરવાથી એક સાગરોપમનું પરિમાણ થાય છે. એટલે કે ૧૦ કોડાકોડી પલ્યોપમનો એક સાગરોપમ થાય છે. સૂત્ર– ૩૧. આ સાગરોપમ પ્રમાણથી ૧. ચાર કોડાકોડી સાગરોપમ કાળ તે સુષમસુષમા. ૨. ત્રણ સાગરોપમ કોડાકોડી કાળ તે સુષમા. ૩. બે સાગરોપમ કોડાકોડી કાળ તે સુષમદુષમા. ૪. એક સાગરોપમ કોડાકોડીમાં ૪૨,૦૦૦ વર્ષ ન્યૂન કાળ તે દુષમસુષમા. ૫. ૨૧,૦૦૦ વર્ષનો કાળ તે દુષમા. ૬. ૨૧,૦૦૦નો કાળ તે દુષમદુષમા. ફરી ઉત્સર્પિણીમાં ૨૧,૦૦૦ વર્ષનો કાળ તે દુષમદુષમા, એ પ્રમાણે ઉલટા ક્રમથી જાણવું યાવત્ ચાર સાગરોપમ કોડાકોડી કાળ તે સુષમસુષમા. એમ દશ સાગરોપમ કોડાકોડી કાળ અવસર્પિણીનો છે, દશ સાગરોપમ કોડાકોડી કાળ ઉત્સર્પિણીનો છે. એમ વીશ સાગરોપમ કોડાકોડી કાળ અવસર્પિણી – ઉત્સર્પિણીનો છે. સૂત્ર સંદર્ભ– ૨૭–૩૧ | ||
Mool Sutra Transliteration : | [sutra] se kim tam ovamie? Ovamie duvihe pannatte, tam jaha–paliovame ya sagarovame ya. Se kim tam paliovame? Paliovamassa paruvanam karissami– paramanu duvihe pannatte, tam jaha–suhume ya vavaharie ya. Anamtanam suhumaparamanupoggalanam samudaya-samii-samagamenam vavaharie paramanu nipphajjai, tattha no sattham kamai– | ||
Sutra Meaning Transliteration : | Sutra– 27. Te aupamikakala shum chhe\? Te be bhede chhe – palyopama ane sagaropama. Te palyopama shum chhe\? Palyopamani prarupana hum have karisha. Paramanu be bhede kahela chhe. Te a rite – sukshma ane vyavaharika. Anamta sukshma paramanu pudgalona samudaya samiti samagamathi vyavaharika paramanu nipaje chhe, tene shastro kapi na shake. Sutra– 28. Sutikshna shastra vade jenum chhedana – bhedana karavum shakya nathi, te paramanu ema siddho kahe chhe, te pramanonum adi karana chhe. Sutra– 29. Vyavaharika paramanuna samudaya samiti samagamathi te eka utshlakshna – shlakshnika thaya chhe, shlakshna shlakshnika yavat – utsedhamgula janavum. Te a rite –. Atha utshlakshna – shlakshnikani eka shlakshna – shlakshnika, atha shlakshna – shlakshnikano eka urdhvarenu, atha urdhvarenuno eka trasarenu, atha trasarenuno eka ratharenu, atha ratharenuna eka devakuru – uttarakuruna manushyano valagra, atha devakuru – uttarakuruna manushyana valagrano eka harivarsha – ramyakvarshana manushyano valagra, e pramane haimavamta – hairanyavamtana manushyono, purva – pashchima videhana manushyano, tena atha valagrani eka liksha, atha limkhani eka ju, atha juno eka javamadhya, atha javamadhyano eka amgula. A amgula pramanathi chha amgulano eka pada, bara amgulani eka vemta, 24 – amgulani eka ratni, 48 – amgulani kukshi, 96 – amgulano eka aksha, damda, dhanu, yuga, musala, nalika ema ganata 2000 dhanushano eka gau, chara gauno eka yojana thaya. A yojanapramanano je palya(kuvo), ayama – vishkambha arthata lambai ane paholaithi eka yojana hoya, urdhva uchchatvathi eka yojana hoya, tenathi sadhika trana gani paridhi hoya, te palyane eka, be, trana yavat utkrishta sata ahoratrana janmela yaugalikana vadhela valagrothi saghana, nichita, nibida rupe bharavamam ave. Te valagra na kharaba thaya, na vidhvasta thaya, na agni bale, na vayu hare, na sadi jaya. Tyarapachhi so – so varshe eka – eka valagrane bahara kadhata jetala kale te palya kshina, niraja, nirlepa, nishthita thaya chhe, tene ‘palyopama’ni upama apela chhe. Sutra– 30. Ava kodakodi palyopamane dashagana karavathi eka sagaropamanum parimana thaya chhe. Etale ke 10 kodakodi palyopamano eka sagaropama thaya chhe. Sutra– 31. A sagaropama pramanathi 1. Chara kodakodi sagaropama kala te sushamasushama. 2. Trana sagaropama kodakodi kala te sushama. 3. Be sagaropama kodakodi kala te sushamadushama. 4. Eka sagaropama kodakodimam 42,000 varsha nyuna kala te dushamasushama. 5. 21,000 varshano kala te dushama. 6. 21,000no kala te dushamadushama. Phari utsarpinimam 21,000 varshano kala te dushamadushama, e pramane ulata kramathi janavum yavat chara sagaropama kodakodi kala te sushamasushama. Ema dasha sagaropama kodakodi kala avasarpinino chhe, dasha sagaropama kodakodi kala utsarpinino chhe. Ema visha sagaropama kodakodi kala avasarpini – utsarpinino chhe. Sutra samdarbha– 27–31 |