Sutra Navigation: Jambudwippragnapati ( જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1107619
Scripture Name( English ): Jambudwippragnapati Translated Scripture Name : જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

वक्षस्कार १ भरतक्षेत्र

Translated Chapter :

વક્ષસ્કાર ૧ ભરતક્ષેત્ર

Section : Translated Section :
Sutra Number : 19 Category : Upang-07
Gatha or Sutra : Sutra Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [सूत्र] से केणट्ठेणं भंते! एवं वुच्चइ–वेयड्ढे पव्वए वेयड्ढे पव्वए? गोयमा! वेयड्ढे णं पव्वए भरहं वासं दुहा विभयमाणे-विभयमाणे चिट्ठइ, तं जहा–दाहिणड्ढभरहं च उत्तरड्ढभरहं च। वेयड्ढगिरिकुमारे य एत्थ देवे महिड्ढीए जाव पलिओवमट्ठिईए परिव-सइ। से तेणट्ठेणं गोयमा! एवं वुच्चइ–वेयड्ढे पव्वए वेयड्ढे पव्वए। अदुत्तरं च णं गोयमा! वेयड्ढस्स पव्वयस्स सासए नामधेज्जे पन्नत्ते–जं न कयाइ न आसि न कयाइ न अत्थि, न कयाइ न भविस्सइ, भुविं च, भवइ य, भविस्सइ य, धुवे नियए सासए अक्खए अव्वए अवट्ठिए निच्चे।
Sutra Meaning : સૂત્ર– ૧૯. ભગવન્‌ ! વૈતાઢ્ય પર્વતને વૈતાઢ્ય પર્વત કેમ કહે છે ? ગૌતમ ! વૈતાઢ્ય પર્વત ભરતક્ષેત્રને બે ભાગમાં વિભક્ત કરતો રહેલ છે. તે આ પ્રમાણે – દાક્ષિણાર્દ્ધ ભરત, ઉત્તરાર્દ્ધ ભરત. અહીં મહર્દ્ધિક યાવત્‌ પલ્યોપમ સ્થિતિક વૈતાઢ્યકુમાર દેવ વસે છે. તેથી હે ગૌતમ! એમ કહેવાય છે – વૈતાઢ્ય પર્વત એ વૈતાઢ્ય પર્વત કહેવાય છે. અથવા હે ગૌતમ ! વૈતાઢ્ય પર્વત એ શાશ્વત નામ કહેલ છે, જે કદી ન હતું તેમ નહીં, કદી નથી તેમ નહીં, કદી નહીં હશે એમ પણ નથી, હતું – છે અને રહેશે. તે ધ્રુવ, નિયત, શાશ્વત, અક્ષય, અવ્યય, અવસ્થિત, નિત્ય છે. સૂત્ર– ૨૦. ભગવન્‌ ! જંબૂદ્વીપમાં ઉત્તરાર્દ્ધ ભરતક્ષેત્ર ક્યાં આવેલ છે? ગૌતમ ! લઘુહિમવંત વર્ષધર પર્વતની દક્ષિણમાં વૈતાઢ્ય પર્વતની ઉત્તરમાં પૂર્વી લવણસમુદ્રની પશ્ચિમે, પશ્ચિમ લવણસમુદ્રની પૂર્વે, અહીં જંબૂદ્વીપ દ્વીપમાં ઉત્તરાર્દ્ધ ભરત નામે વાસક્ષેત્ર કહેલ છે. આ ક્ષેત્ર પૂર્વ – પશ્ચિમ લાંબુ, ઉત્તર – દક્ષિણ પહોળું પલ્યંક સંસ્થાને રહેલ, બે તરફ લવણ સમુદ્રને સ્પૃષ્ટ, પૂર્વ કોટિથી પૂર્વ લવણ સમુદ્રને સ્પૃષ્ટ અને પશ્ચિમ કોટિથી પશ્ચિમ લવણ સમુદ્રને સ્પૃષ્ટ છે. ગંગા – સિંધુ મહાનદી વડે ત્રણ ભાગમાં વિભક્ત, ૨૩૮ યોજન અને એક યોજનના ૩/૧૯ ભાગ વિષ્કંભથી છે. તેની બાહા પૂર્વ – પશ્ચિમથી ૧૮૯૨ યોજન અને એક યોજનના૭/૧૯ ભાગ અને અર્ધભાગ લંબાઈથી છે. તેની જીવા ઉત્તરમાં પૂર્વ – પશ્ચિમ લાંબી, લવણસમુદ્રને બે બાજુ સ્પૃષ્ટ છે યાવત્‌ ૧૪,૪૭૧ યોજન અને ૬/૧૯ ભાગથી કંઈક વિશેષ ન્યૂન આયામથી કહેલ છે. તેનું ઘનુપૃષ્ઠ દક્ષિણથી ૧૪,૫૨૮ યોજન અને યોજનના ૧૧/૧૯ ભાગ પરિક્ષેપથી છે. ભગવન્‌ ! ઉત્તરાર્દ્ધ ભરતક્ષેત્રનો કેવો આકાર પ્રત્યવતાર કહેલ છે ? ગૌતમ! બહુસમ રમણીય ભૂમિભાગ કહેલ છે. જેમ કોઈ ચામડાથી મઢેલ ઢોલ જેવો બહુ સમતલ અને રમણીય છે યાવત્‌ કૃત્રિમ અને અકૃત્રિમ તૃણ વનસ્પતિ વડે શોભે છે. ભગવન્‌! ઉત્તરાર્દ્ધ ભરતના મનુષ્યના કેવા આકારભાવ પ્રત્યવતાર કહેલ છે ? તે મનુષ્યો ઘણા સંઘયણવાળા છે યાવત્‌ તે મનુષ્યોમાં કેટલાક સિદ્ધ થાય છે, યાવત્‌ સર્વે દુઃખોનો અંત કરે છે. સૂત્ર સંદર્ભ– ૧૯, ૨૦
Mool Sutra Transliteration : [sutra] se kenatthenam bhamte! Evam vuchchai–veyaddhe pavvae veyaddhe pavvae? Goyama! Veyaddhe nam pavvae bharaham vasam duha vibhayamane-vibhayamane chitthai, tam jaha–dahinaddhabharaham cha uttaraddhabharaham cha. Veyaddhagirikumare ya ettha deve mahiddhie java paliovamatthiie pariva-sai. Se tenatthenam goyama! Evam vuchchai–veyaddhe pavvae veyaddhe pavvae. Aduttaram cha nam goyama! Veyaddhassa pavvayassa sasae namadhejje pannatte–jam na kayai na asi na kayai na atthi, na kayai na bhavissai, bhuvim cha, bhavai ya, bhavissai ya, dhuve niyae sasae akkhae avvae avatthie nichche.
Sutra Meaning Transliteration : Sutra– 19. Bhagavan ! Vaitadhya parvatane vaitadhya parvata kema kahe chhe\? Gautama ! Vaitadhya parvata bharatakshetrane be bhagamam vibhakta karato rahela chhe. Te a pramane – dakshinarddha bharata, uttararddha bharata. Ahim maharddhika yavat palyopama sthitika vaitadhyakumara deva vase chhe. Tethi he gautama! Ema kahevaya chhe – vaitadhya parvata e vaitadhya parvata kahevaya chhe. Athava he gautama ! Vaitadhya parvata e shashvata nama kahela chhe, je kadi na hatum tema nahim, kadi nathi tema nahim, kadi nahim hashe ema pana nathi, hatum – chhe ane raheshe. Te dhruva, niyata, shashvata, akshaya, avyaya, avasthita, nitya chhe. Sutra– 20. Bhagavan ! Jambudvipamam uttararddha bharatakshetra kyam avela chhe? Gautama ! Laghuhimavamta varshadhara parvatani dakshinamam vaitadhya parvatani uttaramam purvi lavanasamudrani pashchime, pashchima lavanasamudrani purve, ahim jambudvipa dvipamam uttararddha bharata name vasakshetra kahela chhe. A kshetra purva – pashchima lambu, uttara – dakshina paholum palyamka samsthane rahela, be tarapha lavana samudrane sprishta, purva kotithi purva lavana samudrane sprishta ane pashchima kotithi pashchima lavana samudrane sprishta chhe. Gamga – simdhu mahanadi vade trana bhagamam vibhakta, 238 yojana ane eka yojanana 3/19 bhaga vishkambhathi chhe. Teni baha purva – pashchimathi 1892 yojana ane eka yojanana7/19 bhaga ane ardhabhaga lambaithi chhe. Teni jiva uttaramam purva – pashchima lambi, lavanasamudrane be baju sprishta chhe yavat 14,471 yojana ane 6/19 bhagathi kamika vishesha nyuna ayamathi kahela chhe. Tenum ghanuprishtha dakshinathi 14,528 yojana ane yojanana 11/19 bhaga parikshepathi chhe. Bhagavan ! Uttararddha bharatakshetrano kevo akara pratyavatara kahela chhe\? Gautama! Bahusama ramaniya bhumibhaga kahela chhe. Jema koi chamadathi madhela dhola jevo bahu samatala ane ramaniya chhe yavat kritrima ane akritrima trina vanaspati vade shobhe chhe. Bhagavan! Uttararddha bharatana manushyana keva akarabhava pratyavatara kahela chhe\? Te manushyo ghana samghayanavala chhe yavat te manushyomam ketalaka siddha thaya chhe, yavat sarve duhkhono amta kare chhe. Sutra samdarbha– 19, 20