Sutra Navigation: Pragnapana ( પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1106894
Scripture Name( English ): Pragnapana Translated Scripture Name : પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

पद-३५ वेदना

Translated Chapter :

પદ-૩૫ વેદના

Section : Translated Section :
Sutra Number : 594 Category : Upang-04
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] १ सीता २ य दव्व ३ सारीर, ४ सात तह वेदना हवति ५ दुक्खा । ६ अब्भुवगमोवक्कमिया, ७ णिदा य अणिदा य णायव्वा ॥
Sutra Meaning : સૂત્ર– ૫૯૪. શીત, દ્રવ્ય, શરીર, સાતા, દુઃખ, આભ્યુપગમિકી, ઔપક્રમિકી, નિદા અને અનિદા વેદના જાણવી. સૂત્ર– ૫૯૫. સાતા – અસાતા, સુખા – દુઃખા અને અદુઃખસુખા વેદના બધા જીવો વેદે છે. વિકલેન્દ્રિયો માનસિક, બાકીના બંને વેદના વેદે. સૂત્ર– ૫૯૬. ભગવન્‌ ! વેદના કેટલા ભેદે ? ગૌતમ ! ત્રણ ભેદે – શીત, ઉષ્ણ અને શીતોષ્ણ. નૈરયિકો શું શીત વેદના વેદે છે, ઉષ્ણ વેદના વેદે છે કે શીતોષ્ણ વેદના વેદે છે ? શીત કે ઉષ્ણ વેદના વેદે પણ શીતોષ્ણ વેદના ન વેદે. કોઈ એકૈક પૃથ્વીની વેદના કહે છે – રત્નપ્રભા પૃથ્વી નૈરયિકો વિશે પૃચ્છા – તેઓ ઉષ્ણ વેદના વેદે, શીત કે શીતોષ્ણ ન વેદે. એમ વાલુકાપ્રભા પૃથ્વી નૈરયિકો સુધી છે. પંકપ્રભા પૃથ્વી નૈરયિકો વિશે પૃચ્છા – તેઓ શીત અને ઉષ્ણ વેદના વેદે, શીતોષ્ણ નહીં. ઉષ્ણવેદના વેદક ઘણા છે. શીતવેદના વેદક ઘણા છે અને ઉષ્ણ વેદના વેદક થોડાં છે. તમા અને તમસ્તમામાં શીતવેદના વેદે છે, પણ ઉષ્ણ અને શીતોષ્ણ વેદના વેદતા નથી. અસુરકુમારો વિશે પૃચ્છા – તેઓ શીત, ઉષ્ણ, શીતોષ્ણ ત્રણે વેદના વેદે છે. એ પ્રમાણે વૈમાનિકો સુધી જાણવું. ભગવન્‌ ! વેદના કેટલા ભેદે છે ? ચાર ભેદે – દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી. નૈરયિકો શું દ્રવ્યથી યાવત્‌ ભાવથી વેદના વેદે છે ? ચારે પણ વેદના વેદે. એમ વૈમાનિકો સુધી જાણવું. ભગવન્‌ ! વેદના કેટલા ભેદે છે ? ત્રણ ભેદે – શારીરિક, માનસિક, શારીરિક – માનસિક વેદના. નૈરયિકો શારીરિક વેદના વેદે, માનસિક કે શારીરિક – માનસિક વેદના વેદે ? ગૌતમ ! એ ત્રણે પ્રકારની વેદના વેદે છે. એ પ્રમાણે વૈમાનિકો સુધી જાણવું. પરંતુ એકેન્દ્રિયો અને વિકલેન્દ્રિયો શારીરિક વેદના વેદે છે, પણ બીજી બે ન વેદે. ભગવન્‌ ! વેદના કેટલા ભેદે છે ? ગૌતમ ! ત્રણ ભેદે – સાતા, અસાતા અને સાતાસાતા. નૈરયિક શું સાતા વેદના વેદે, અસાતા કે સાતાસાતા વેદના વેદે છે ? ગૌતમ ! ત્રણે પ્રકારની વેદના વેદે. એમ સર્વે જીવો વૈમાનિક સુધી જાણવા. ભગવન્‌ ! વેદના કેટલા ભેદે છે ? ગૌતમ ! દુઃખા, સુખા અને અદુઃખસુખા. ભગવન્‌ ! નૈરયિકો શું દુઃખા વેદના વેદે ઇત્યાદિ પ્રશ્ન – ગૌતમ ! તે ત્રણે વેદના વેદે – એમ વૈમાનિકો સુધી જાણવું. સૂત્ર સંદર્ભ– ૫૯૪–૫૯૬
Mool Sutra Transliteration : [gatha] 1 sita 2 ya davva 3 sarira, 4 sata taha vedana havati 5 dukkha. 6 abbhuvagamovakkamiya, 7 nida ya anida ya nayavva.
Sutra Meaning Transliteration : Sutra– 594. Shita, dravya, sharira, sata, duhkha, abhyupagamiki, aupakramiki, nida ane anida vedana janavi. Sutra– 595. Sata – asata, sukha – duhkha ane aduhkhasukha vedana badha jivo vede chhe. Vikalendriyo manasika, bakina bamne vedana vede. Sutra– 596. Bhagavan ! Vedana ketala bhede\? Gautama ! Trana bhede – shita, ushna ane shitoshna. Nairayiko shum shita vedana vede chhe, ushna vedana vede chhe ke shitoshna vedana vede chhe\? Shita ke ushna vedana vede pana shitoshna vedana na vede. Koi ekaika prithvini vedana kahe chhe – Ratnaprabha prithvi nairayiko vishe prichchha – teo ushna vedana vede, shita ke shitoshna na vede. Ema valukaprabha prithvi nairayiko sudhi chhe. Pamkaprabha prithvi nairayiko vishe prichchha – teo shita ane ushna vedana vede, shitoshna nahim. Ushnavedana vedaka ghana chhe. Shitavedana vedaka ghana chhe ane ushna vedana vedaka thodam chhe. Tama ane tamastamamam shitavedana vede chhe, pana ushna ane shitoshna vedana vedata nathi. Asurakumaro vishe prichchha – teo shita, ushna, shitoshna trane vedana vede chhe. E pramane vaimaniko sudhi janavum. Bhagavan ! Vedana ketala bhede chhe\? Chara bhede – dravyathi, kshetrathi, kalathi, bhavathi. Nairayiko shum dravyathi yavat bhavathi vedana vede chhe\? Chare pana vedana vede. Ema vaimaniko sudhi janavum. Bhagavan ! Vedana ketala bhede chhe\? Trana bhede – sharirika, manasika, sharirika – manasika vedana. Nairayiko sharirika vedana vede, manasika ke sharirika – manasika vedana vede\? Gautama ! E trane prakarani vedana vede chhe. E pramane vaimaniko sudhi janavum. Paramtu ekendriyo ane vikalendriyo sharirika vedana vede chhe, pana biji be na vede. Bhagavan ! Vedana ketala bhede chhe\? Gautama ! Trana bhede – sata, asata ane satasata. Nairayika shum sata vedana vede, asata ke satasata vedana vede chhe\? Gautama ! Trane prakarani vedana vede. Ema sarve jivo vaimanika sudhi janava. Bhagavan ! Vedana ketala bhede chhe\? Gautama ! Duhkha, sukha ane aduhkhasukha. Bhagavan ! Nairayiko shum duhkha vedana vede ityadi prashna – gautama ! Te trane vedana vede – ema vaimaniko sudhi janavum. Sutra samdarbha– 594–596