Sutra Navigation: Pragnapana ( પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1106503 | ||
Scripture Name( English ): | Pragnapana | Translated Scripture Name : | પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
पद-२ स्थान |
Translated Chapter : |
પદ-૨ સ્થાન |
Section : | Translated Section : | ||
Sutra Number : | 203 | Category : | Upang-04 |
Gatha or Sutra : | Sutra | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [सूत्र] कहि णं भंते! भवनवासीणं देवाणं पज्जत्तापज्जत्ताणं ठाणा पन्नत्ता? कहि णं भंते! भवनवासी देवा परिवसंति? गोयमा! इमीसे रयणप्पभाए पुढवीए असीउत्तरजोयणसतसहस्सबाहल्लाए उवरिं एगं जोयणसहस्सं ओगाहित्ता हेट्ठा वेगं जोयणसहस्सं वज्जेत्ता मज्झे अट्ठहत्तरे जोयणसतसहस्से, एत्थ णं भवनवासीणं देवाणं सत भवनकोडीओ बावत्तरिं च भवनावाससतसहस्सा भवंतीति मक्खातं। ते णं भवना बाहिं वट्टा अंतो समचउरंसा अहे पुक्खरकण्णियासंठाणसंठिता उक्किन्नंतर- विउलगंभीरखातप्परिहा पाणारट्टालय-कवाड-तोरग-पडिदुवारदेसभागा जंत-सयग्घि-मुसल-मुसुंढि-परिवारिया अओज्झा सदाजता सदागुत्ता अडयाल-कोट्ठगरइया अडयालकयवणमाला खेमा सिवा किंकरामरदंडोवरक्खिया लाउल्लोइयमहिया गोसीस-सरसरचंदणदद्दुरविण्णपंचंगुलितला उवचिय-वंदनकलसा वंदनघड-सुकततोरण-पडिदुवारदेसभागा आसत्तोसत्त-विउलवट्टवग्घारिय-मल्लदाम-कलावा पंचवण्णसरससुरहिमुक्कपुप्फपुंजोवयारकलिया कालागरु-पवरकुंदुरुक्क-तुरुक्क-धूव-मघमघेंतगंधुद्धुयाभिरामा सुगंधवरगंधगंधिया गंधवट्टिभूता अच्छरगण-संघ-संविगिण्णा दिव्वतुडित-सद्दसंपणदिता सव्वरयणामया अच्छा सण्हा लण्हा घट्ठा मट्ठा नीरया निम्मला निप्पंका निक्कंकड-च्छाया सप्पहा सस्सिरीया समिरीया सउज्जोया पासादीया दरिसणिज्जा अभिरूवा पडिरूवा, एत्थ णं भवनवासीणं देवाणं पज्जत्तापज्जत्ताणं ठाणा पन्नत्ता। उववाएणं लोगस्स असंखेज्जइभागे, समुग्घाएणं लोयस्स असंखेज्जइभागे, सट्ठाणेणं लोयस्स असंखेज्जइभागे। तत्थ णं बहवे भवनवासी देवा परिवसंति, तं जहा– | ||
Sutra Meaning : | સૂત્ર– ૨૦૩. ભગવન્ ! પર્યાપ્તા – અપર્યાપ્તા ભવનવાસી દેવોના સ્થાનો ક્યાં કહ્યા છે ? ભગવન્! ભવનવાસી દેવો ક્યાં વસે છે ? ગૌતમ! આ રત્નપ્રભા પૃથ્વીની ૧,૮૦,૦૦૦ યોજનની જાડાઈના ઉપર – નીચેના એક – એક હજાર છોડીને વચ્ચેના ૧,૭૮,૦૦૦ યોજન ભાગમાં ભવનવાસી દેવોના સાતક્રોડ બોંતેર લાખ ભવનો છે. તે ભવનો બહારથી ગોળ, અંદરથી ચોરસ, નીચે પુષ્કર કર્ણિકા સંસ્થાનથી સંસ્થિત, ઉત્કિર્ણ અંતરવાળી વિપુલ ગંભીર ખાઈ અને પરિખા ચોતરફ છે. પ્રાકાર – અટ્ટાલક – કપાટ – તોરણ – પ્રતિદ્વાર દેશ ભાગવાળા, યંત્રો – શતઘ્ની – મુશલ – મુસુંઢીથી યુક્ત, અયોધ્યા, સદા જયવાળા, સદા ગુપ્ત, ૪૮ – કોષ્ટકરચિત, ૪૮ – વનમાળા યુક્ત, ક્ષેમ – શિવ – કિંકર દેવોથી દંડોપરક્ષિત, લીંપણ – ગુંપણથી શોભિત, ગોશીર્ષ – સરસ – રક્ત ચંદન વડે હાથના થાપા મારેલ છે એવા, ચંદનના કળશો મૂકેલ, ચંદનના ઘટથી શોભિત તોરણો જેના લઘુ દ્વારમાં આવેલ છે એવા, ભૂમિની નીચે લાગેલ અને ઉપર લટકાવેલ ફૂલની માળાઓના ઝુમખાવાળા, વેરાયેલ પંચવર્ણી સરસ સુગંધી પુષ્પના ઢગલાની શોભાયુક્ત કાળો અગરુ – શ્રેષ્ઠ કીંદ્રૂપ – તુરુષ્કની ધૂપથી મઘમઘતા અને ગંધ વડે રમણીય, શ્રેષ્ઠ સુગંધથી ગંધિત, ગંધવર્તીભૂત, અપ્સરા ગણના સમુદાયથી વ્યાપ્ત, દિવ્ય વાજિંત્ર શબ્દયુક્ત, સર્વરત્નમય, અતિ – સ્વચ્છ, સ્નિગ્ધ, કોમળ, ઘસીને સાફ કરેલા, રજરહિત, નિર્મળ, નિષ્પંક, નિરાવરણ, કાંતિ – પ્રભા – કિરણોયુક્ત, ઉદ્યોતવાળા, પ્રાસાદીય, દર્શનીય, અભિરૂપ, પ્રતિરૂપ છે. અહીં પર્યાપ્તા – અપર્યાપ્તા ભવનવાસી દેવોના સ્થાનો છે. ઉપપાત – સમુદ્ઘાત – સ્વસ્થાનથી લોકના અસંખ્યાત ભાગમાં છે. ત્યાં ઘણા ભવનવાસી દેવો રહે છે. તે આ – સૂત્ર– ૨૦૪. અસુર, નાગ, સુવર્ણ, વિદ્યુત, અગ્નિ, દ્વીપ, ઉદધિ, દિશિ, પવન, સ્તનિત એ દશ ભવનવાસી કુમારો છે. સૂત્ર– ૨૦૫. [૧] ભૂષણમાં અંકિત ચિહ્ન આ પ્રમાણે છે – ૧. ચૂડામણિરત્ન મુગટ, ૨. નાગની ફેણ, ૩. ગરુડ, ૪. વજ્ર, ૫. પૂર્ણ કલશાંકિત મુગટ, ૬. સિંહ, ૭. ઘોડો, ૮. હાથીરૂપ શ્રેષ્ઠ ચિહ્ન છે, ૯. આશ્ચર્યકારી મગર, ૧૦. વર્દ્ધમાનક. આ ચિહ્નો અનુક્રમે અસુરકુમારાદિ ભવનવાસી દેવોના છે. તેઓ સુરૂપ, મહર્દ્ધિક, મહદ્યુતિક, મહાબલ, મહાયશ, મહાનુભવ, મહાસૌખ્ય, હારથી વિરાજિત છાતીવાળા, કડગ અને ત્રુટિતથી સ્તંભિત ભૂજાવાળા, અંગદ – કુંડલથી મૃષ્ટ ગંડતલવાળા, કર્ણપીઠધારી, વિચિત્ર હસ્તાભરણ – વાળા, વિચિત્ર માલ – મૌલિ – મુગટ યુક્ત, કલ્યાણગ – પ્રવર વસ્ત્ર ધારણ કરેલ, કલ્યાણક પ્રવર માળા – અનુલેપનધર, દેદીપ્યમાન શરીરી, લાંબી લટકતી વનમાળા ધારણ કર્તા, દિવ્ય એવા વર્ણ, ગંધ, સ્પર્શ, સંઘયણ, સંસ્થાન, ઋદ્ધિ, દ્યુતિ, પ્રભા, છાયા, અર્ચી, તેજ, લેશ્યા વડે દશે દિશાઓને ઉદ્યોતીત, પ્રભાસિત કરતા, ત્યાં પોતપોતાના લાખો ભવનવાસો, હજારો સામાનિકો, ત્રાયસ્ત્રિંશકો, લોકપાલો, અગ્રમહિષી, પર્ષદાઓ, અનિકો, અનિકાધિપતિઓ, હજારો આત્મરક્ષક દેવો, બીજા પણ ઘણા ભવનવાસી દેવોનું આધિપત્ય, પૌરોપત્ય, સ્વામીત્વ, ભર્તૃત્વ, મહત્તરકત્વ, આજ્ઞા – ઐશ્વર્ય – સેનાપત્ય કરતા, પાલન કરતા, મહા આહત – નૃત્ય – ગીત – વાજિંત્ર – તંતી – તલ – તાલ – ત્રુટિત – ઘનમૃદંગના રવ આદિ વડે દિવ્ય ભોગ ભોગવતા રહે છે. ભગવન્ ! પર્યાપ્તા – અપર્યાપ્તા અસુરકુમાર દેવોના સ્થાનો ક્યાં કહ્યા છે ? અસુરકુમાર દેવો ક્યાં વસે છે ? ગૌતમ ! આ રત્નપ્રભા પૃથ્વીની ૧,૮૦,૦૦૦ જાડાઈના ઉપર – નીચેના એક – એક હજાર યોજન છોડીને વચ્ચેના ૧,૭૮,૦૦૦ યોજનમાં આ અસુરકુમાર દેવોના ૬૪ લાખ ભવનાવાસો કહ્યા છે, તે ભવનો બહારથી વૃત્ત, અંદરથી ચોરસ, નીચે પુષ્કર કર્ણિક સંસ્થાન સંસ્થિત૦ ઇત્યાદિ પૂર્વવત્. યાવત્ અભિરૂપ, પ્રતિરૂપ છે. અહીં પર્યાપ્તા – અપર્યાપ્તા અસુરકુમાર દેવોના સ્થાનો કહ્યા છે. તેઓ ઉપપાત, સમુદ્ઘાત અને સ્વસ્થાનથી લોકના અસંખ્યાતમાં ભાગે છે. ત્યાં ઘણા અસુરકુમાર દેવો વસે છે. તેઓ કાળા, લોહિતાક્ષ બિંબોષ્ઠવાળા, ધવલપુષ્પ દાંતવાળા, કાળા કેશવાળા, ડાબે એક કુંડલધર, આર્દ્ર ચંદનથી લિપ્ત શરીરવાળા, કંઈક શિલિંઘ્રપુષ્પ રક્ત. વર્ણી, અસંક્લિષ્ટ સૂક્ષ્મ ઉત્તમ વસ્ત્ર ધારણ કરેલા, પ્રથમ વયને ઓળંગી ગયેલા પણ બીજી વયને અસંપ્રાપ્ત, ભદ્ર યૌવનમાં વર્તતા તથા. તલભંગ, ત્રુટિત, બીજા શ્રેષ્ઠ આભૂષણો અને નિર્મળ મણિ – રત્નથી મંડિત ભૂજાવાળા, દશ મુદ્રાથી મંડિતથી અગ્ર હાથવાળા, ચૂડામણિ વિચિત્ર ચિહ્નવાળા, સુરૂપ, મહર્દ્ધિક, મહાદ્યુતિક, મહાયશ યાવત્ દિવ્યલેશ્યાથી દશે દિશાને ઉદ્યોતીત અને પ્રભાસિત કરનારા તથા પોતપોતાના લાખો ભવનાવાસો, હજારો યાવત્ બીજા ઘણા ભવનવાસીઓનું આધિપત્ય, પૌરોપત્ય, સ્વામીત્વ, ભર્તૃત્વ. મહત્તરકત્વાદિ કરતા ભોગ ભોગવતા ત્યાં રહે છે. અહીં ચમર અને બલિ એ બે અસુરકુમારેન્દ્રો, અસુરકુમાર રાજા વસે છે. તેઓ કાળા, મહાનીલ સદૃશ, નીલ ગુલિકા – પાડાના શીંગડા – અળસીના પુષ્પ જેવા વર્ણવાળા, વિકસિત કમળ જેવા નિર્મળ, ધોળા અને લાલ નેત્રવાળા છે. ગરુડના જેવી લાંબી, સીધી અને ઊંચી નાસિકાવાળા, ધસેલી પ્રવાલશિલા અને બિંબફળ સમાન અધરોષ્ઠવાળા છે. શ્વેત – નિષ્કલંક ચંદ્રખંડ, નિર્મળ ઘનરૂપ દહીં, શંખ, ગાયનું દૂધ, મોગરાનું ફૂલ, પાણીના કણો, મૃણાલિકા જેવી ધવલ દંતશ્રેણિ વાળા છે. અગ્નિમાં તપાવીને નિર્મળ થયેલ તપ્ત સુવર્ણ જેવા રાતા હાથપગના તલ – તાલુ – જીભવાળા, અંજન અને મેઘ જેવા કાળા અને રુચક રત્નના જેવા રમણીય તથા સ્નિગ્ધ કેશવાળા, ડાબા ભાગે કુંડલ ધારણ કરનાર ઇત્યાદિ વર્ણન પૂર્વવત્. યાવત્ લાંબી વનમાળાને ધારણ કરનારા, દિવ્ય એવા વર્ણ – ગંધ – સ્પર્શ – સંઘયણા – સંસ્થાન – ઋદ્ધિ – દ્યુતિ – પ્રભા – છાયા – અર્ચી – તેજ – લેશ્યા વડે દશે દિશાઓને ઉદ્યોતીત યાવત્ બીજા ઘણા ભવનવાસી દેવો અને દેવીઓનું આધિપત્ય, પૌરોપત્યાદિ કરતા દિવ્ય ભોગ ભોગવતા રહે છે. [૨] ભગવન્ ! પર્યાપ્તા – અપર્યાપ્તા દક્ષિણના અસુરકુમાર દેવોના સ્થાનો ક્યાં કહ્યા છે ? ભગવન્ ! દક્ષિણના અસુરકુમાર દેવો ક્યાં વસે છે ? ગૌતમ ! જંબૂદ્વીપ દ્વીપના મેરુ પર્વતની દક્ષિણે ૧,૮૦,૦૦૦ યોજન પ્રમાણ જાડી રત્નપ્રભા પૃથ્વી છે, તેમાં ઉપરના – નીચેના એક – એક હજાર યોજન છોડી, મધ્યના ૧,૭૮,૦૦૦ યોજન ભાગમાં આ દક્ષિણ દિશાના અસુરકુમારોના ૩૪ લાખ ભવનો છે. આ ભવનો બહારથી ગોળ, અંદરથી ચોરસ છે. યાવત્ પ્રતિરૂપ છે, ત્યાં સુધી વર્ણન કરવું. અહીં પર્યાપ્તા – અપર્યાપ્તા દક્ષિણ દિશાના અસુરકુમાર દેવોના સ્થાનો કહ્યા છે, ઉપપાતાદિ ત્રણે લોકના અસંખ્યાત ભાગે છે. ત્યાં ઘણાં દક્ષિણ દિશાના અસુરકુમાર દેવ – દેવીઓ વસે છે. તેઓ કાળા, લોહિતાક્ષ આદિ પૂર્વવત્ યાવત્ ભોગવતા વિચરે છે. એ દેવોને પૂર્વવત્ જ ત્રાયસ્ત્રિંશ દેવો અને લોકપાલો છે એમ બધે જાણવું. અહીં અસુરકુમારેન્દ્ર અસુરકુમાર રાજા ચમર ભવનવાસી રહે છે. તે કાળો, મહાનીલ સદૃશ યાવત્ પ્રભાસતો, ત્યાં ૩૪ લાખ ભવનાવાસો, ૬૪,૦૦૦ સામાનિકો, ૩૩ – ત્રાયસ્ત્રિંશક દેવો, ચાર લોકપાલો, સપરિવાર પાંચ અગ્રમહિષી, ત્રણ પર્ષદા, સાત સૈન્ય, સાત સૈન્યાધિપતિઓ, ચાર ગુણા ૬૪,૦૦૦ આત્મરક્ષક દેવો અને તે સિવાયના બીજા ઘણા દક્ષિણના દેવો અને દેવીઓનું આધિપત્યાદિ કરતો રહે છે. ભગવન્ ! પર્યાપ્તા – અપર્યાપ્તા ઉત્તર દિશાના અસુરકુમાર દેવો ક્યાં રહે છે ? ગૌતમ ! જંબૂદ્વીપ દ્વીપમાં મેરુ પર્વતની ઉત્તરે ૧,૮૦,૦૦૦ યોજન જાડી આ રત્નપ્રભા પૃથ્વીના ઉપર – નીચેના એક – એક હજાર યોજન છોડી વચ્ચેના ૧,૭૮,૦૦૦ યોજન ભાગમાં ઉત્તરના અસુરકુમાર દેવોના ૩૦ લાખ ભવનાવાસો છે, તે ભવનો બહારથી ગોળ, અંદરથી ચોરસ ઇત્યાદિ દક્ષિણના અસુરકુમારવત્ કહેવું યાવત્ વિચરે છે. અહીં વૈરોચનેન્દ્ર વૈરોચનરાજ બલિ વસે છે. તે કાળો, મહાનીલ સદૃશ યાવત્ પ્રભાસે છે. તે ત્યાં ૩૦ લાખ ભવનાવાસોનું, ૬૦,૦૦૦ સામાનિકોનું, ૩૩ – ત્રાયસ્ત્રિંશકોનું, યાવત્ ચોગુણા ૬૦,૦૦૦ સામાનિકોનું, ઘણા ઉત્તરના અસુરકુમાર દેવ – દેવીનું આધિપત્યાદિ કરતો વિચરે છે. ભગવન્ ! પર્યાપ્તા – અપર્યાપ્તા નાગકુમાર દેવોના સ્થાનો ક્યાં કહ્યા છે ? ભગવન્ ! નાગકુમાર દેવો ક્યાં વસે છે ? ગૌતમ ! આ રત્નપ્રભા પૃથ્વીના ૧,૮૦,૦૦૦ યોજન જાડાઈમાં ઉપર – નીચેના એક – એક હજાર યોજન છોડીને વચ્ચેના ૧,૭૮,૦૦૦ યોજનમાં આ નાગકુમાર પર્યાપ્તા – અપર્યાપ્તા દેવોના ૮૪ લાખ ભવનો કહ્યા છે, તે ભવનો બહારથી ગોળ યાવત્ પ્રતિરૂપ છે. ત્યાં પર્યાપ્તા – અપર્યાપ્તા નાગકુમારના સ્થાનો કહ્યા છે. તેમના ઉપપાતાદિ ત્રણે લોકના અસંખ્યાતમે ભાગે છે. ત્યાં ઘણા નાગકુમાર દેવો વસે છે. જે મહર્દ્ધિકાદિ છે. બાકીનું ઔઘિક માફક જાણવુ. ધરણ અને ભૂતાનંદ એ બે નાગકુમારેન્દ્ર નાગકુમાર રાજા વસે છે. જે મહર્દ્ધિક છે, બાકી ઔઘિકવત્ જાણવુ. ભગવન્ ! દક્ષિણના પર્યાપ્તા – અપર્યાપ્તા નાગકુમાર દેવોના સ્થાનો ક્યાં કહ્યા છે? ભગવન્! દક્ષિણના નાગકુમાર દેવો ક્યાં વસે છે? ગૌતમ! જંબૂદ્વીપના મેરુ પર્વતની દક્ષિણે આ વચ્ચેના ૧,૭૮,૦૦૦ યોજનમાં આ દક્ષિણના નાગકુમાર દેવોના ૪૪ લાખ ભવનો કહ્યા છે. તે ભવનો બહારથી ગોળ યાવત્ પ્રતિરૂપ છે. અહીં દક્ષિણના પર્યાપ્તા – અપર્યાપ્તા નાગકુમારના સ્થાનો છે. ઉપપાતાદિ ત્રણે લોકના અસંખ્યાતમાં ભાગે છે. અહીં દક્ષિણના નાગકુમાર દેવો વસે છે. જે મહર્દ્ધિક છે યાવત્ વિચરે છે. અહીં મહર્દ્ધિક યાવત્ પ્રભાસતો નાગકુમારેન્દ્ર નાગકુમારરાજ ધરણ વસે છે. તે ત્યાં ૪૪ લાખ ભવનો, ૬૦૦૦ સામાનિકો, ૩૩ – ત્રાયસ્ત્રિંશકો યાવત્ બીજા પણ ઘણા દક્ષિણના નાગકુમાર દેવ – દેવીઓનું આધિપત્યાદિ કરતો રહેલ છે. ભગવન્ ! ઉત્તરના નાગકુમારોના પર્યાપ્તા – અપર્યાપ્તા દેવોના સ્થાનો ક્યાં કહ્યા છે? ભગવન્! નાગકુમાર દેવો ક્યાં વસે છે? ગૌતમ! જંબૂદ્વીપ દ્વીપના મેરુ પર્વતની ઉત્તરે આ રત્નપ્રભા પૃથ્વીના મધ્યેના ૧,૭૮,૦૦૦ યોજનમાં ઉત્તરના નાગકુમાર દેવોના ૪૦ લાખ ભવનો કહેલા છે. તે ભવનો બહારથી ગોળ ઇત્યાદિ ‘દક્ષિણના’ પ્રમાણે જાણવું યાવત્ વિચરે છે. નાગકુમારેન્દ્ર નાગકુમાર રાજા ભૂતાનંદ અહીં વસે છે. તે મહર્દ્ધિક યાવત્ પ્રભાસે છે. તે ૪૦ લાખ ભવનાવાસોનું આધિપત્યાદિ કરતો યાવત્ વિચરે છે. ભગવન્ ! પર્યાપ્તા – અપર્યાપ્તા સુવર્ણકુમાર દેવોના સ્થાનો ક્યાં કહ્યા છે ? ભગવન્ ! સુવર્ણકુમાર દેવો ક્યાં વસે છે? ગૌતમ! આ રત્નપ્રભા પૃથ્વીના યાવત્ અહીં સુવર્ણકુમાર દેવોના ૭૨ લાખ ભવનો કહ્યા છે. તે ભવનો બહારથી ગોળ યાવત્ પ્રતિરૂપ છે. ત્યાં પર્યાપ્તા – અપર્યાપ્તાના સુવર્ણકુમાર દેવોના સ્થાનો છે યાવત્ ઉપપાતાદિ ત્રણે થી લોકના અસંખ્યાતમા ભાગે છે. ત્યાં ઘણા સુવર્ણકુમાર દેવો વસે છે તે મહર્દ્ધિકાદિ છે. બાકી ઔઘિક મુજબ યાવત્ રહે છે. વેણુદેવ અને વેણુદાલી બંને સુવર્ણકુમારેન્દ્ર સુવર્ણકુમાર રાજા અહીં વસે છે. જે મહર્દ્ધિક છે યાવત્ રહે છે. ભગવન્ ! પર્યાપ્તા – અપર્યાપ્તા દક્ષિણના સુવર્ણકુમારોના સ્થાનો ક્યાં છે? ભગવન્! દક્ષિણના સુવર્ણકુમાર દેવો ક્યાં વસે છે? ગૌતમ! યાવત્ વચ્ચેના ૧,૭૮,૦૦૦ યોજનમાં આ દક્ષિણના સુવર્ણકુમારોના ૩૮ લાખ ભવનાવાસ કહ્યા છે. તે ભવનો બહારથી ગોળ યાવત્ પ્રતિરૂપ છે. અહીં દક્ષિણના પર્યાપ્તા – અપર્યાપ્તા સુવર્ણકુમારોના સ્થાનો કહ્યા છે. ઉપપાત આદિ ત્રણે લોકના અસંખ્યાત ભાગમાં છે. અહીં ઘણા સુવર્ણકુમાર દેવો વસે છે. અહીં સુવર્ણેન્દ્ર સુવર્ણકુમાર વેણુદેવ વસે છે. બાકી બધું નાગકુમારવત્ કહેવું. ભગવન્ ! ઉત્તરના પર્યાપ્તા – અપર્યાપ્તા સુવર્ણકુમાર દેવોના સ્થાનો ક્યાં છે ? ભગવન્ ! ઉત્તરના સુવર્ણકુમાર દેવો ક્યાં વસે છે ? ગૌતમ ! આ રત્નપ્રભામાં યાવત્ ઉત્તરના સુવર્ણકુમારોના ૩૪ લાખ ભવનો કહ્યા છે. તે ભવનો યાવત્ અહીં ઘણા ઉત્તરના સુવર્ણકુમાર દેવો વસે છે. જે મહર્દ્ધિક છે યાવત્ વિચરે છે. સુવર્ણકુમારેન્દ્ર સુવર્ણકુમાર રાજા વેણુદાલી અહીં વસે છે. જે મહર્દ્ધિક છે. બાકી નાગકુમારવત્ જાણવું. એ પ્રમાણે જેમ સુવર્ણકુમારની વક્તવ્યતા કહી તેમજ બાકીના ચૌદ ઇન્દ્રોની કહેવી. વિશેષ એ કે ભવનો, ઇન્દ્ર, વર્ણ અને પરિધાનમાં ભેદ જાણવો. તે માટે આ ગાથાઓ છે – સૂત્ર સંદર્ભ– ૨૦૩–૨૦૫ | ||
Mool Sutra Transliteration : | [sutra] kahi nam bhamte! Bhavanavasinam devanam pajjattapajjattanam thana pannatta? Kahi nam bhamte! Bhavanavasi deva parivasamti? Goyama! Imise rayanappabhae pudhavie asiuttarajoyanasatasahassabahallae uvarim egam joyanasahassam ogahitta hettha vegam joyanasahassam vajjetta majjhe atthahattare joyanasatasahasse, ettha nam bhavanavasinam devanam sata bhavanakodio bavattarim cha bhavanavasasatasahassa bhavamtiti makkhatam. Te nam bhavana bahim vatta amto samachauramsa ahe pukkharakanniyasamthanasamthita ukkinnamtara- viulagambhirakhatappariha panarattalaya-kavada-toraga-padiduvaradesabhaga jamta-sayagghi-musala-musumdhi-parivariya aojjha sadajata sadagutta adayala-kotthagaraiya adayalakayavanamala khema siva kimkaramaradamdovarakkhiya laulloiyamahiya gosisa-sarasarachamdanadadduravinnapamchamgulitala uvachiya-vamdanakalasa vamdanaghada-sukatatorana-padiduvaradesabhaga asattosatta-viulavattavagghariya-malladama-kalava pamchavannasarasasurahimukkapupphapumjovayarakaliya kalagaru-pavarakumdurukka-turukka-dhuva-maghamaghemtagamdhuddhuyabhirama sugamdhavaragamdhagamdhiya gamdhavattibhuta achchharagana-samgha-samviginna divvatudita-saddasampanadita savvarayanamaya achchha sanha lanha ghattha mattha niraya nimmala nippamka nikkamkada-chchhaya sappaha sassiriya samiriya saujjoya pasadiya darisanijja abhiruva padiruva, Ettha nam bhavanavasinam devanam pajjattapajjattanam thana pannatta. Uvavaenam logassa asamkhejjaibhage, samugghaenam loyassa asamkhejjaibhage, satthanenam loyassa asamkhejjaibhage. Tattha nam bahave bhavanavasi deva parivasamti, tam jaha– | ||
Sutra Meaning Transliteration : | Sutra– 203. Bhagavan ! Paryapta – aparyapta bhavanavasi devona sthano kyam kahya chhe\? Bhagavan! Bhavanavasi devo kyam vase chhe\? Gautama! A ratnaprabha prithvini 1,80,000 yojanani jadaina upara – nichena eka – eka hajara chhodine vachchena 1,78,000 yojana bhagamam bhavanavasi devona satakroda bomtera lakha bhavano chhe. Te bhavano baharathi gola, amdarathi chorasa, niche pushkara karnika samsthanathi samsthita, utkirna amtaravali vipula gambhira khai ane parikha chotarapha chhe. Prakara – attalaka – kapata – torana – pratidvara desha bhagavala, yamtro – shataghni – mushala – musumdhithi yukta, ayodhya, sada jayavala, sada gupta, 48 – koshtakarachita, 48 – vanamala yukta, kshema – shiva – kimkara devothi damdoparakshita, limpana – gumpanathi shobhita, goshirsha – sarasa – rakta chamdana vade hathana thapa marela chhe eva, chamdanana kalasho mukela, chamdanana ghatathi shobhita torano jena laghu dvaramam avela chhe eva, bhumini niche lagela ane upara latakavela phulani malaona jhumakhavala, verayela pamchavarni sarasa sugamdhi pushpana dhagalani shobhayukta kalo agaru – shreshtha kimdrupa – turushkani dhupathi maghamaghata ane gamdha vade ramaniya, shreshtha sugamdhathi gamdhita, gamdhavartibhuta, apsara ganana samudayathi vyapta, divya vajimtra shabdayukta, sarvaratnamaya, ati – svachchha, snigdha, komala, ghasine sapha karela, rajarahita, nirmala, nishpamka, niravarana, kamti – prabha – kiranoyukta, udyotavala, prasadiya, darshaniya, abhirupa, pratirupa chhe. Ahim paryapta – aparyapta bhavanavasi devona sthano chhe. Upapata – samudghata – svasthanathi lokana asamkhyata bhagamam chhe. Tyam ghana bhavanavasi devo rahe chhe. Te a – Sutra– 204. Asura, naga, suvarna, vidyuta, agni, dvipa, udadhi, dishi, pavana, stanita e dasha bhavanavasi kumaro chhe. Sutra– 205. [1] bhushanamam amkita chihna a pramane chhe – 1. Chudamaniratna mugata, 2. Nagani phena, 3. Garuda, 4. Vajra, 5. Purna kalashamkita mugata, 6. Simha, 7. Ghodo, 8. Hathirupa shreshtha chihna chhe, 9. Ashcharyakari magara, 10. Varddhamanaka. A chihno anukrame asurakumaradi bhavanavasi devona chhe. Teo surupa, maharddhika, mahadyutika, mahabala, mahayasha, mahanubhava, mahasaukhya, harathi virajita chhativala, kadaga ane trutitathi stambhita bhujavala, amgada – kumdalathi mrishta gamdatalavala, karnapithadhari, vichitra hastabharana – vala, vichitra mala – mauli – mugata yukta, kalyanaga – pravara vastra dharana karela, kalyanaka pravara mala – anulepanadhara, dedipyamana shariri, lambi latakati vanamala dharana karta, divya eva varna, gamdha, sparsha, samghayana, samsthana, riddhi, dyuti, prabha, chhaya, archi, teja, leshya vade dashe dishaone udyotita, prabhasita karata, Tyam potapotana lakho bhavanavaso, hajaro samaniko, trayastrimshako, lokapalo, agramahishi, parshadao, aniko, anikadhipatio, hajaro atmarakshaka devo, bija pana ghana bhavanavasi devonum adhipatya, pauropatya, svamitva, bhartritva, mahattarakatva, ajnya – aishvarya – senapatya karata, palana karata, maha ahata – nritya – gita – vajimtra – tamti – tala – tala – trutita – ghanamridamgana rava adi vade divya bhoga bhogavata rahe chhe. Bhagavan ! Paryapta – aparyapta asurakumara devona sthano kyam kahya chhe\? Asurakumara devo kyam vase chhe\? Gautama ! A ratnaprabha prithvini 1,80,000 jadaina upara – nichena eka – eka hajara yojana chhodine vachchena 1,78,000 yojanamam a asurakumara devona 64 lakha bhavanavaso kahya chhe, te bhavano baharathi vritta, amdarathi chorasa, niche pushkara karnika samsthana samsthita0 ityadi purvavat. Yavat abhirupa, pratirupa chhe. Ahim paryapta – aparyapta asurakumara devona sthano kahya chhe. Teo upapata, samudghata ane svasthanathi lokana asamkhyatamam bhage chhe. Tyam ghana asurakumara devo vase chhe. Teo kala, lohitaksha bimboshthavala, dhavalapushpa damtavala, kala keshavala, dabe eka kumdaladhara, ardra chamdanathi lipta shariravala, kamika shilimghrapushpa rakta. Varni, asamklishta sukshma uttama vastra dharana karela, prathama vayane olamgi gayela pana biji vayane asamprapta, bhadra yauvanamam vartata tatha. Talabhamga, trutita, bija shreshtha abhushano ane nirmala mani – ratnathi mamdita bhujavala, dasha mudrathi mamditathi agra hathavala, chudamani vichitra chihnavala, surupa, maharddhika, mahadyutika, mahayasha yavat divyaleshyathi dashe dishane udyotita ane prabhasita karanara tatha potapotana lakho bhavanavaso, hajaro yavat bija ghana bhavanavasionum adhipatya, pauropatya, svamitva, bhartritva. Mahattarakatvadi karata bhoga bhogavata tyam rahe chhe. Ahim chamara ane bali e be asurakumarendro, asurakumara raja vase chhe. Teo kala, mahanila sadrisha, nila gulika – padana shimgada – alasina pushpa jeva varnavala, vikasita kamala jeva nirmala, dhola ane lala netravala chhe. Garudana jevi lambi, sidhi ane umchi nasikavala, dhaseli pravalashila ane bimbaphala samana adharoshthavala chhe. Shveta – nishkalamka chamdrakhamda, nirmala ghanarupa dahim, shamkha, gayanum dudha, mogaranum phula, panina kano, mrinalika jevi dhavala damtashreni vala chhe. Agnimam tapavine nirmala thayela tapta suvarna jeva rata hathapagana tala – talu – jibhavala, amjana ane megha jeva kala ane ruchaka ratnana jeva ramaniya tatha snigdha keshavala, daba bhage kumdala dharana karanara ityadi varnana purvavat. Yavat lambi vanamalane dharana karanara, divya eva varna – gamdha – sparsha – samghayana – samsthana – riddhi – dyuti – prabha – chhaya – archi – teja – leshya vade dashe dishaone udyotita yavat bija ghana bhavanavasi devo ane devionum adhipatya, pauropatyadi karata divya bhoga bhogavata rahe chhe. [2] bhagavan ! Paryapta – aparyapta dakshinana asurakumara devona sthano kyam kahya chhe\? Bhagavan ! Dakshinana asurakumara devo kyam vase chhe\? Gautama ! Jambudvipa dvipana meru parvatani dakshine 1,80,000 yojana pramana jadi ratnaprabha prithvi chhe, temam uparana – nichena eka – eka hajara yojana chhodi, madhyana 1,78,000 yojana bhagamam a dakshina dishana asurakumarona 34 lakha bhavano chhe. A bhavano baharathi gola, amdarathi chorasa chhe. Yavat pratirupa chhe, tyam sudhi varnana karavum. Ahim paryapta – aparyapta dakshina dishana asurakumara devona sthano kahya chhe, upapatadi trane lokana asamkhyata bhage chhe. Tyam ghanam dakshina dishana asurakumara deva – devio vase chhe. Teo kala, lohitaksha adi purvavat yavat bhogavata vichare chhe. E devone purvavat ja trayastrimsha devo ane lokapalo chhe ema badhe janavum. Ahim asurakumarendra asurakumara raja chamara bhavanavasi rahe chhe. Te kalo, mahanila sadrisha yavat prabhasato, tyam 34 lakha bhavanavaso, 64,000 samaniko, 33 – trayastrimshaka devo, chara lokapalo, saparivara pamcha agramahishi, trana parshada, sata sainya, sata sainyadhipatio, chara guna 64,000 atmarakshaka devo ane te sivayana bija ghana dakshinana devo ane devionum adhipatyadi karato rahe chhe. Bhagavan ! Paryapta – aparyapta uttara dishana asurakumara devo kyam rahe chhe\? Gautama ! Jambudvipa dvipamam meru parvatani uttare 1,80,000 yojana jadi a ratnaprabha prithvina upara – nichena eka – eka hajara yojana chhodi vachchena 1,78,000 yojana bhagamam uttarana asurakumara devona 30 lakha bhavanavaso chhe, te bhavano baharathi gola, amdarathi chorasa ityadi dakshinana asurakumaravat kahevum yavat vichare chhe. Ahim vairochanendra vairochanaraja bali vase chhe. Te kalo, mahanila sadrisha yavat prabhase chhe. Te tyam 30 lakha bhavanavasonum, 60,000 samanikonum, 33 – trayastrimshakonum, yavat choguna 60,000 samanikonum, ghana uttarana asurakumara deva – devinum adhipatyadi karato vichare chhe. Bhagavan ! Paryapta – aparyapta nagakumara devona sthano kyam kahya chhe\? Bhagavan ! Nagakumara devo kyam vase chhe\? Gautama ! A ratnaprabha prithvina 1,80,000 yojana jadaimam upara – nichena eka – eka hajara yojana chhodine vachchena 1,78,000 yojanamam a nagakumara paryapta – aparyapta devona 84 lakha bhavano kahya chhe, te bhavano baharathi gola yavat pratirupa chhe. Tyam paryapta – aparyapta nagakumarana sthano kahya chhe. Temana upapatadi trane lokana asamkhyatame bhage chhe. Tyam ghana nagakumara devo vase chhe. Je maharddhikadi chhe. Bakinum aughika maphaka janavu. Dharana ane bhutanamda e be nagakumarendra nagakumara raja vase chhe. Je maharddhika chhe, baki aughikavat janavu. Bhagavan ! Dakshinana paryapta – aparyapta nagakumara devona sthano kyam kahya chhe? Bhagavan! Dakshinana nagakumara devo kyam vase chhe? Gautama! Jambudvipana meru parvatani dakshine a vachchena 1,78,000 yojanamam a dakshinana nagakumara devona 44 lakha bhavano kahya chhe. Te bhavano baharathi gola yavat pratirupa chhe. Ahim dakshinana paryapta – aparyapta nagakumarana sthano chhe. Upapatadi trane lokana asamkhyatamam bhage chhe. Ahim dakshinana nagakumara devo vase chhe. Je maharddhika chhe yavat vichare chhe. Ahim maharddhika yavat prabhasato nagakumarendra nagakumararaja dharana vase chhe. Te tyam 44 lakha bhavano, 6000 samaniko, 33 – trayastrimshako yavat bija pana ghana dakshinana nagakumara deva – devionum adhipatyadi karato rahela chhe. Bhagavan ! Uttarana nagakumarona paryapta – aparyapta devona sthano kyam kahya chhe? Bhagavan! Nagakumara devo kyam vase chhe? Gautama! Jambudvipa dvipana meru parvatani uttare a ratnaprabha prithvina madhyena 1,78,000 yojanamam uttarana nagakumara devona 40 lakha bhavano kahela chhe. Te bhavano baharathi gola ityadi ‘dakshinana’ pramane janavum yavat vichare chhe. Nagakumarendra nagakumara raja bhutanamda ahim vase chhe. Te maharddhika yavat prabhase chhe. Te 40 lakha bhavanavasonum adhipatyadi karato yavat vichare chhe. Bhagavan ! Paryapta – aparyapta suvarnakumara devona sthano kyam kahya chhe\? Bhagavan ! Suvarnakumara devo kyam vase chhe? Gautama! A ratnaprabha prithvina yavat ahim suvarnakumara devona 72 lakha bhavano kahya chhe. Te bhavano baharathi gola yavat pratirupa chhe. Tyam paryapta – aparyaptana suvarnakumara devona sthano chhe yavat upapatadi trane thi lokana asamkhyatama bhage chhe. Tyam ghana suvarnakumara devo vase chhe te maharddhikadi chhe. Baki aughika mujaba yavat rahe chhe. Venudeva ane venudali bamne suvarnakumarendra suvarnakumara raja ahim vase chhe. Je maharddhika chhe yavat rahe chhe. Bhagavan ! Paryapta – aparyapta dakshinana suvarnakumarona sthano kyam chhe? Bhagavan! Dakshinana suvarnakumara devo kyam vase chhe? Gautama! Yavat vachchena 1,78,000 yojanamam a dakshinana suvarnakumarona 38 lakha bhavanavasa kahya chhe. Te bhavano baharathi gola yavat pratirupa chhe. Ahim dakshinana paryapta – aparyapta suvarnakumarona sthano kahya chhe. Upapata adi trane lokana asamkhyata bhagamam chhe. Ahim ghana suvarnakumara devo vase chhe. Ahim suvarnendra suvarnakumara venudeva vase chhe. Baki badhum nagakumaravat kahevum. Bhagavan ! Uttarana paryapta – aparyapta suvarnakumara devona sthano kyam chhe\? Bhagavan ! Uttarana suvarnakumara devo kyam vase chhe\? Gautama ! A ratnaprabhamam yavat uttarana suvarnakumarona 34 lakha bhavano kahya chhe. Te bhavano yavat ahim ghana uttarana suvarnakumara devo vase chhe. Je maharddhika chhe yavat vichare chhe. Suvarnakumarendra suvarnakumara raja venudali ahim vase chhe. Je maharddhika chhe. Baki nagakumaravat janavum. E pramane jema suvarnakumarani vaktavyata kahi temaja bakina chauda indroni kahevi. Vishesha e ke bhavano, indra, varna ane paridhanamam bheda janavo. Te mate a gathao chhe – Sutra samdarbha– 203–205 |