Sutra Navigation: Jivajivabhigam ( જીવાભિગમ ઉપાંગ સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1106127 | ||
Scripture Name( English ): | Jivajivabhigam | Translated Scripture Name : | જીવાભિગમ ઉપાંગ સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
चतुर्विध जीव प्रतिपत्ति |
Translated Chapter : |
ચતુર્વિધ જીવ પ્રતિપત્તિ |
Section : | वैमानिक उद्देशक-२ | Translated Section : | વૈમાનિક ઉદ્દેશક-૨ |
Sutra Number : | 327 | Category : | Upang-03 |
Gatha or Sutra : | Sutra | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [सूत्र] सोहम्मीसानकप्पेसु विमानपुढवी केवइयं बाहल्लेणं पन्नत्ता? गोयमा! सत्तावीसं जोयणसयाइं बाहल्लेणं पन्नत्ता। एवं पुच्छा–सणंकुमारमाहिंदेसु छव्वीसं जोयणसयाइं। बंभलंतएसु पंचवीसं। महासुक्क-सहस्सारेसु चउवीसं। आनयपाणयारणाच्चुएसु तेवीसं सयाइं। गेवेज्जविमाणपुढवी बावसं। अनुत्तर-विमानपुढवी एक्कवीसं जोयणसयाइं बाहल्लेणं। | ||
Sutra Meaning : | સૂત્ર– ૩૨૭. ભગવન્ ! સૌધર્મ અને ઈશાન કલ્પમાં વિમાન પૃથ્વીની જાડાઈ કેટલી કહી છે ? ગૌતમ ! ૨૭૦૦ યોજન જાડી છે. આ પ્રમાણે બધે પ્રશ્નો કરવા. સનત્કુમાર અને માહેન્દ્રમાં ૨૬૦૦ યોજન, બ્રહ્મ અને લાંતકની ૨૫૦૦ યોજન, મહાશુક્ર અને સહસ્રારમાં ૨૪૦૦ યોજન. આનત – પ્રાણત અને આરણ – અચ્યુત કલ્પે ૨૩૦૦ યોજન. ગ્રૈવેયક વિમાનની પૃથ્વી ૨૨૦૦ યોજન અને અનુત્તર વિમાનની પૃથ્વીની જાડાઈ ૨૧૦૦ યોજન છે. સૂત્ર– ૩૨૮. ભગવન્ ! સૌધર્મ અને ઈશાન કલ્પોમાં વિમાનો કેટલા ઊંચા છે ? ગૌતમ ! ૫૦૦ યોજન ઊંચા છે. સનત્કુમાર અને માહેન્દ્રમાં ૬૦૦ યોજન, બ્રહ્મ અને લાંતકમાં ૭૦૦ યોજન, મહાશુક્ર અને સહસ્રારમાં ૮૦૦ યોજન, આનતાદિ ચારમાં ૯૦૦ યોજન છે. ભગવન્ ! ગ્રૈવેયક વિમાન કેટલા ઊંચા છે ? ૧૦૦૦ યોજન. અનુત્તર વિમાનમાં ૧૧૦૦ યોજન ઊંચાઈ છે. સૂત્ર– ૩૨૯. ભગવન્ ! સૌધર્મ – ઈશાન કલ્પોમાં વિમાનો કયા આકારે છે ? ગૌતમ ! વિમાન બે ભેદે કહ્યા – આવલિકા પ્રવિષ્ટ અને આવલિકા બાહ્ય. તેમાં જે આવલિકા પ્રવિષ્ટ છે, તે ત્રણ ભેદે કહ્યા છે – વૃત્ત, ત્ર્યસ્ર, ચતુરસ્ર. જે આવલિકા બાહ્ય છે, તે વિવિધ આકારે કહ્યા છે. એ પ્રમાણે ગ્રૈવેયક વિમાન સુધી કહેવું. અનુત્તરોપપાતિક વિમાનો બે ભેદે – વૃત્ત અને ત્ર્યસ્ર. સૂત્ર– ૩૩૦. ભગવન્ ! સૌધર્મ – ઈશાન કલ્પોમાં વિમાનો કેટલી લંબાઈ – પહોળાઈથી અને કેટલી પરિધિથી છે ? ગૌતમ! વિમાનો બે ભેદે – સંખ્યાત વિસ્તૃત અને અસંખ્યાત વિસ્તૃત. જેમ નરકમાં કહેલું તેમ યાવત્ અનુત્તરોપપાતિક તે બે ભેદે છે સંખ્યાત વિસ્તૃત અને અસંખ્યાત વિસ્તૃત. તેમાં જે સંખ્યાત વિસ્તૃત છે, તે જંબૂદ્વીપ પ્રમાણ છે અને જે અસંખ્યાત યોજન વિસ્તારવાળા છે, તે અસંખ્યાત હજાર યોજન વિસ્તાર અને પરિધિવાળા છે. ભગવન્ ! સૌધર્મ – ઈશાનમાં વિમાનો કેટલા વર્ણવાળા કહ્યા છે ? ગૌતમ! પાંચ વર્ણવાળા છે – કૃષ્ણ, નીલ, લોહિત, હાલિદ્ર અને શ્વેત. સનત્કુમાર અને માહેન્દ્રમાં ચાર વર્ણવાળા છે – નીલા યાવત્ શ્વેત વર્ણવાળા છે. બ્રહ્મલોક અને લાંતકમાં ત્રણ વર્ણવાળા છે – લોહિત યાવત્ શ્વેત વર્ણવાળા છે. મહાશુક્ર અને સહસ્રારમાં બે વર્ણવાળા છે – હાલિદ્ર અને શ્વેત વર્ણવાળા છે. આનત – પ્રાણત, આરણ – અચ્યુતમાં શ્વેત વર્ણવાળા છે. ગ્રૈવેયક વિમાનોના વર્ણ શ્વેત વર્ણવાળા છે છે. અનુત્તરોપપાતિક વિમાનોનો વર્ણ પરમ શ્વેત કહેલ છે. ભગવન્ ! સૌધર્મ – ઈશાન કલ્પમાં વિમાનોની પ્રભા કેવી છે ? ગૌતમ ! તે વિમાન નિત્ય સ્વયંની પ્રભાથી પ્રકાશમાન અને નિત્ય ઉદ્યોતવાળા છે. યાવત્ અનુત્તરોપપાતિક વિમાન સ્વયંની પ્રભાથી નિત્યાલોક અને નિત્યોદ્યોતવાળા કહ્યા છે. ભગવન્ ! સૌધર્મ – ઈશાન કલ્પોમાં વિમાનો કેવી ગંધવાળા કહ્યા છે ? ગૌતમ ! જેમ કોઈ કોષ્ઠપુટાદિ યાવત્ ગંધથી કહ્યા છે, યાવત્ તેનાથી ઇષ્ટતરક તેની ગંધ છે. અનુત્તરવિમાન સુધી આ પ્રમાણે જાણવું. ભગવન્ ! સૌધર્મ – ઈશાન વિમાનો સ્પર્શથી કેવા કહ્યા છે ? જેમ કોઈ આજિનક, રૂ આદિ બધા સ્પર્શ કહેવા. અનુત્તરોપપાતિક વિમાન સુધી તેનાથી ઇષ્ટતર સ્પર્શ જાણવો. ભગવન્ ! સૌધર્મ – ઈશાન કલ્પે વિમાન કેટલા મોટા છે ? ગૌતમ ! બધાં દ્વીપ – સમુદ્રો મધ્યે આ જંબૂદ્વીપને જેમ કોઈ દેવ ચપટી વગાડતા આ એક લાખ યોજન લાંબા પહોળા અને ૩,૧૬,૨૨૭ યોજનની અને ૩ ગાઉ, ૨૮ ધનુષ, સાડા ૧૩ આંગળ અધિકની પરિધિવાળા આ જમ્બૂદ્વીપની ૨૧ વખત પ્રદક્ષિણા કરી આવે, એવો દેવ યાવત્ છ માસ ચાલતો રહે, તો પણ કેટલાક વિમાનો સુધી પહોંચે અને કેટલાક વિમાનો સુધી ન પહોંચી શકે યાવત્ અનુત્તરોપપાતિક વિમાન, કેટલાક વિમાનોને પાર પામે છે, કેટલાકને નથી પામતા. ભગવન્ ! સૌધર્મ – ઈશાન વિમાનો શેના બનેલ કહ્યા છે ? ગૌતમ ! સર્વ રત્નમય કહ્યા છે. તેમાં ઘણા જીવો અને પુદ્ગલો ઉત્પન્ન થાય છે – ચ્યવે છે, ચય – ઉપચય પામે છે. તે વિમાનો દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ શાશ્વત છે અને સ્પર્શ આદિ પર્યાયોની અપેક્ષાએ અશાશ્વત છે. આ કથન અનુત્તરોપપાતિક વિમાનો સુધી જાણવું. ભગવન્ ! સૌધર્મ – ઈશાનમાં દેવો ક્યાંથી આવીને ઉપજે છે? ઉપપાત, પ્રજ્ઞાપના સૂત્રના વ્યુત્ક્રાંતિ પદાનુસાર જાણવો. સંમૂર્ચ્છિમને છોડીને બાકીના પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે. ઉપપાત પ્રજ્ઞાપના સૂત્રના વ્યુત્ક્રાંતિ પદના આલાવા મુજબ અનુત્તરોપપાતિક સુધી કહેવો. સૌધર્મ – ઈશાનમાં એક સમયમાં કેટલા દેવો ઉપજે છે ? ગૌતમ ! જઘન્યથી એક કે બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા કે અસંખ્યાતા ઉત્પન્ન થાય છે. એ પ્રમાણે સહસ્રાર સુધી કહેવું. આનત આદિ, ગ્રૈવેયક અને અનુત્તરમાં એક, બે, ત્રણ કે ઉત્કૃષ્ટથી સંખ્યાતા ઉત્પન્ન થાય છે. ભગવન્ ! સૌધર્મ – ઈશાનમાંથી સમયે – સમયે એક – એક દેવનો અપહાર કરાય તો કેટલા કાળે તે ખાલી થઈ શકે ? ગૌતમ ! તે દેવ અસંખ્યાત છે. સમયે – સમયે અપહાર કરાતા – કરાતા અસંખ્યાત અવસર્પિણી ઉત્સર્પિણી સુધી અપહાર કરાય તો પણ તે ખાલી થઈ શકે નહીં. સહસ્રાર કલ્પ સુધી આમ કહેવું. આનતાદિ ચારમાં પણ તેમ કહેવું. ગ્રૈવેયક અને અનુત્તરમાં સમયે – સમયે યાવત્ અપહાર કરાતા કેટલા કાળે અપહાર થાય ? ગૌતમ ! તે અસંખ્યાતા છે, સમયે – સમયે અપહાર કરાતા પલ્યોપમના અસંખ્યાત ભાગ સુધી અપહાર કરે તો પણ ખાલી ન થાય. ભગવન્ ! સૌધર્મ – ઈશાન કલ્પમાં દેવોની શરીર અવગાહના કેટલી મોટી છે ? ગૌતમ ! શરીર બે ભેદે કહ્યું છે. તે આ – ભવધારણીય અને ઉત્તરવૈક્રિય. તેમાં જે ભવધારણીય છે તે જઘન્યથી અંગુલનો અસંખ્યાતભાગ અને ઉત્કૃષ્ટ સાત રત્ની હાથ. તેમાં જે ઉત્તરવૈક્રિય છે, તે જઘન્યથી અંગુલનો સંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ એક લાખ યોજન છે. આ પ્રમાણે આગળ – આગળના કલ્પોમાં એક – એક હાથ ઊંચાઈ ઓછી કરતા યાવત્ અનુત્તરોપપાતિક દેવોની એક હાથ ઊંચાઈ રહે છે. ગ્રૈવેયકો અને અનુત્તર વિમાનોમાં માત્ર ભવધારણીય શરીર હોય છે, તેમને ઉત્તરવૈક્રિય શરીર હોતું નથી. સૂત્ર– ૩૩૧. ભગવન્ ! સૌધર્મ – ઈશાનમાં દેવોનું શરીર કયા સંઘયણે કહેલ છે ? ગૌતમ ! છ સંઘયણોમાં એક પણ સંઘયણ હોતું નથી. કેમકે તેમના શરીરમાં હાડકાં નથી, શિરા નથી કે નસો નથી, તેથી તેમને સંઘયણ નથી. જે પુદ્ગલ ઇષ્ટ, કાંત યાવત્ મણામ હોય છે, તે તેમના શરીરમાં એકઠા થઈને તથારૂપે પરિણમે છે. આમ અનુત્તરોપપાતિક સુધી કહેવું. ભગવન્ ! સૌધર્મ – ઈશાન દેવોના શરીરનું સંસ્થાન કેવું કહેલ છે ? ગૌતમ ! બે ભેદે – ભવધારણીય, ઉત્તરવૈક્રિય. તેમાં જે ભવધારણીય છે તે સમચતુરસ્ર સંસ્થાને સંસ્થિત છે. તેમાં જે ઉત્તરવૈક્રિય છે, તે વિવિધ સંસ્થાન સંસ્થિત કહેલ છે. યાવત્ અચ્યુત. ગ્રૈવેયક અને અનુત્તરવાસી અવૈક્રિયક છે. તેમનું ભવધારણીય શરીર સમચતુરસ્ર સંસ્થાનવાળું છે. ઉત્તર વૈક્રિય શરીર તેઓ કરતા નથી. સૂત્ર– ૩૩૨. સૌધર્મ – ઈશાનના દેવો કેવા વર્ણના કહ્યા છે ? ગૌતમ! કનકવત્ લાલ આભાવાળા કહ્યા છે. સનત્કુમાર અને માહેન્દ્રમાં કમળના પરાગ સમાન ગૌર છે. બ્રહ્મલોકના દેવ ભીના મહુડાના વર્ણવાળા છે. એ પ્રમાણે ગ્રૈવેયક સુધી કહેવું. અનુત્તરોપપાતિક દેવો પરમ શ્વેત વર્ણવાળા કહ્યા છે. ભગવન્ ! સૌધર્મ – ઈશાન કલ્પોમાં દેવોના શરીરો કેવી ગંધવાળા કહ્યા છે ? ગૌતમ ! જેમ કોઈ કોષ્ઠપુટ આદિ સુગંધી દ્રવ્યોની સુગંધથી પણ યાવત્ મણામતર ગંધવાળા કહ્યા છે. આમ અનુત્તરોપપાતિક સુધી કહેવું. સૌધર્મ – ઈશાનના દેવોનો શરીરનો કેવો સ્પર્શ છે ? ગૌતમ ! સ્થિર રૂપે મૃદુ, સ્નિગ્ધ, સુકુમાલ શરીર સ્પર્શવાળા કહ્યા છે. એ પ્રમાણે યાવત્ અનુત્તરોપપાતિક સુધી કહેવું. સૌધર્મ – ઈશાનના દેવોના પુદ્ગલો કેવા ઉચ્છ્વાસપણે પરિણમે છે ? ગૌતમ ! જે પુદ્ગલો ઇષ્ટ, કાંત યાવત્ તે ઉચ્છ્વાસપણે પરિણમે છે. યાવત્ અનુત્તરોપપાતિક. એ પ્રમાણે આહારપણે પણ અનુત્તરોપપાતિક સુધી કહેવું. સૌધર્મ – ઈશાન દેવોને કેટલી લેશ્યાઓ કહી છે ? ગૌતમ! એક જ તેજોલેશ્યા કહી છે. સનત્કુમાર અને માહેન્દ્રમાં એક પદ્મલેશ્યા છે. બ્રહ્મલોકમાં પણ પદ્મલેશ્યા છે. બાકીનાને એક શુક્લલેશ્યા છે. અનુત્તરોપપાતિકને એક પરમશુક્લ – લેશ્યા છે. સૌધર્મ – ઈશાન દેવો શું સમ્ય્દૃષ્ટિ, મિથ્યાદૃષ્ટિ, સમ્યક્મિથ્યા દૃષ્ટિ છે ? ત્રણે પણ હોય, યાવત્ અંતિમ ગ્રૈવેયક દેવો સમ્યક્દૃષ્ટિ પણ હોય, મિથ્યાદૃષ્ટિ પણ હોય, સમ્યક્ – મિથ્યા દૃષ્ટિ પણ હોય. અનુત્તરોપપાતિક દેવો સમ્યક્દૃષ્ટિ જ હોય, મિથ્યાદૃષ્ટિ ન હોય, સમ્યક્મિથ્યા દૃષ્ટિ ન હોય. સૌધર્મ – ઈશાન દેવો શું જ્ઞાની છે કે અજ્ઞાની ? બંને. ત્રણ જ્ઞાન, ત્રણ અજ્ઞાન નિયમા યાવત્ ગ્રૈવેયક. અનુત્તરોપપાતિક દેવો જ્ઞાની છે, અજ્ઞાની નથી. ત્રણ જ્ઞાન નિયમા હોય. ત્રણ યોગ – બે ઉપયોગ બધા દેવોને અનુત્તર સુધી કહેવા. સૂત્ર સંદર્ભ– ૩૨૭–૩૩૨ | ||
Mool Sutra Transliteration : | [sutra] sohammisanakappesu vimanapudhavi kevaiyam bahallenam pannatta? Goyama! Sattavisam joyanasayaim bahallenam pannatta. Evam puchchha–sanamkumaramahimdesu chhavvisam joyanasayaim. Bambhalamtaesu pamchavisam. Mahasukka-sahassaresu chauvisam. Anayapanayaranachchuesu tevisam sayaim. Gevejjavimanapudhavi bavasam. Anuttara-vimanapudhavi ekkavisam joyanasayaim bahallenam. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 327. Bhagavan ! Saudharma ane ishana kalpamam vimana prithvini jadai ketali kahi chhe\? Gautama ! 2700 yojana jadi chhe. A pramane badhe prashno karava. Sanatkumara ane mahendramam 2600 yojana, brahma ane lamtakani 2500 yojana, mahashukra ane sahasraramam 2400 yojana. Anata – pranata ane arana – achyuta kalpe 2300 yojana. Graiveyaka vimanani prithvi 2200 yojana ane anuttara vimanani prithvini jadai 2100 yojana chhe. Sutra– 328. Bhagavan ! Saudharma ane ishana kalpomam vimano ketala umcha chhe\? Gautama ! 500 yojana umcha chhe. Sanatkumara ane mahendramam 600 yojana, brahma ane lamtakamam 700 yojana, mahashukra ane sahasraramam 800 yojana, anatadi charamam 900 yojana chhe. Bhagavan ! Graiveyaka vimana ketala umcha chhe\? 1000 yojana. Anuttara vimanamam 1100 yojana umchai chhe. Sutra– 329. Bhagavan ! Saudharma – ishana kalpomam vimano kaya akare chhe\? Gautama ! Vimana be bhede kahya – avalika pravishta ane avalika bahya. Temam je avalika pravishta chhe, te trana bhede kahya chhe – vritta, tryasra, chaturasra. Je avalika bahya chhe, te vividha akare kahya chhe. E pramane graiveyaka vimana sudhi kahevum. Anuttaropapatika vimano be bhede – vritta ane tryasra. Sutra– 330. Bhagavan ! Saudharma – ishana kalpomam vimano ketali lambai – paholaithi ane ketali paridhithi chhe\? Gautama! Vimano be bhede – samkhyata vistrita ane asamkhyata vistrita. Jema narakamam kahelum tema yavat anuttaropapatika te be bhede chhe samkhyata vistrita ane asamkhyata vistrita. Temam je samkhyata vistrita chhe, te jambudvipa pramana chhe ane je asamkhyata yojana vistaravala chhe, te asamkhyata hajara yojana vistara ane paridhivala chhe. Bhagavan ! Saudharma – ishanamam vimano ketala varnavala kahya chhe\? Gautama! Pamcha varnavala chhe – krishna, nila, lohita, halidra ane shveta. Sanatkumara ane mahendramam chara varnavala chhe – nila yavat shveta varnavala chhe. Brahmaloka ane lamtakamam trana varnavala chhe – lohita yavat shveta varnavala chhe. Mahashukra ane sahasraramam be varnavala chhe – halidra ane shveta varnavala chhe. Anata – pranata, arana – achyutamam shveta varnavala chhe. Graiveyaka vimanona varna shveta varnavala chhe chhe. Anuttaropapatika vimanono varna parama shveta kahela chhe. Bhagavan ! Saudharma – ishana kalpamam vimanoni prabha kevi chhe\? Gautama ! Te vimana nitya svayamni prabhathi prakashamana ane nitya udyotavala chhe. Yavat anuttaropapatika vimana svayamni prabhathi nityaloka ane nityodyotavala kahya chhe. Bhagavan ! Saudharma – ishana kalpomam vimano kevi gamdhavala kahya chhe\? Gautama ! Jema koi koshthaputadi yavat gamdhathi kahya chhe, yavat tenathi ishtataraka teni gamdha chhe. Anuttaravimana sudhi a pramane janavum. Bhagavan ! Saudharma – ishana vimano sparshathi keva kahya chhe\? Jema koi ajinaka, ru adi badha sparsha kaheva. Anuttaropapatika vimana sudhi tenathi ishtatara sparsha janavo. Bhagavan ! Saudharma – ishana kalpe vimana ketala mota chhe\? Gautama ! Badham dvipa – samudro madhye a jambudvipane jema koi deva chapati vagadata a eka lakha yojana lamba pahola ane 3,16,227 yojanani ane 3 gau, 28 dhanusha, sada 13 amgala adhikani paridhivala a jambudvipani 21 vakhata pradakshina kari ave, evo deva yavat chha masa chalato rahe, to pana ketalaka vimano sudhi pahomche ane ketalaka vimano sudhi na pahomchi shake yavat anuttaropapatika vimana, ketalaka vimanone para pame chhe, ketalakane nathi pamata. Bhagavan ! Saudharma – ishana vimano shena banela kahya chhe\? Gautama ! Sarva ratnamaya kahya chhe. Temam ghana jivo ane pudgalo utpanna thaya chhe – chyave chhe, chaya – upachaya pame chhe. Te vimano dravyarthika nayani apekshae shashvata chhe ane sparsha adi paryayoni apekshae ashashvata chhe. A kathana anuttaropapatika vimano sudhi janavum. Bhagavan ! Saudharma – ishanamam devo kyamthi avine upaje chhe? Upapata, prajnyapana sutrana vyutkramti padanusara janavo. Sammurchchhimane chhodine bakina pamchendriya tiryamcha ane manushyomamthi avine utpanna thaya chhe. Upapata prajnyapana sutrana vyutkramti padana alava mujaba anuttaropapatika sudhi kahevo. Saudharma – ishanamam eka samayamam ketala devo upaje chhe\? Gautama ! Jaghanyathi eka ke be ke trana ane utkrishtathi samkhyata ke asamkhyata utpanna thaya chhe. E pramane sahasrara sudhi kahevum. Anata adi, graiveyaka ane anuttaramam eka, be, trana ke utkrishtathi samkhyata utpanna thaya chhe. Bhagavan ! Saudharma – ishanamamthi samaye – samaye eka – eka devano apahara karaya to ketala kale te khali thai shake\? Gautama ! Te deva asamkhyata chhe. Samaye – samaye apahara karata – karata asamkhyata avasarpini utsarpini sudhi apahara karaya to pana te khali thai shake nahim. Sahasrara kalpa sudhi ama kahevum. Anatadi charamam pana tema kahevum. Graiveyaka ane anuttaramam samaye – samaye yavat apahara karata ketala kale apahara thaya\? Gautama ! Te asamkhyata chhe, samaye – samaye apahara karata palyopamana asamkhyata bhaga sudhi apahara kare to pana khali na thaya. Bhagavan ! Saudharma – ishana kalpamam devoni sharira avagahana ketali moti chhe\? Gautama ! Sharira be bhede kahyum chhe. Te a – bhavadharaniya ane uttaravaikriya. Temam je bhavadharaniya chhe te jaghanyathi amgulano asamkhyatabhaga ane utkrishta sata ratni hatha. Temam je uttaravaikriya chhe, te jaghanyathi amgulano samkhyatamo bhaga ane utkrishta eka lakha yojana chhe. A pramane agala – agalana kalpomam eka – eka hatha umchai ochhi karata yavat anuttaropapatika devoni eka hatha umchai rahe chhe. Graiveyako ane anuttara vimanomam matra bhavadharaniya sharira hoya chhe, temane uttaravaikriya sharira hotum nathi. Sutra– 331. Bhagavan ! Saudharma – ishanamam devonum sharira kaya samghayane kahela chhe\? Gautama ! Chha samghayanomam eka pana samghayana hotum nathi. Kemake temana shariramam hadakam nathi, shira nathi ke naso nathi, tethi temane samghayana nathi. Je pudgala ishta, kamta yavat manama hoya chhe, te temana shariramam ekatha thaine tatharupe pariname chhe. Ama anuttaropapatika sudhi kahevum. Bhagavan ! Saudharma – ishana devona shariranum samsthana kevum kahela chhe\? Gautama ! Be bhede – bhavadharaniya, uttaravaikriya. Temam je bhavadharaniya chhe te samachaturasra samsthane samsthita chhe. Temam je uttaravaikriya chhe, te vividha samsthana samsthita kahela chhe. Yavat achyuta. Graiveyaka ane anuttaravasi avaikriyaka chhe. Temanum bhavadharaniya sharira samachaturasra samsthanavalum chhe. Uttara vaikriya sharira teo karata nathi. Sutra– 332. Saudharma – ishanana devo keva varnana kahya chhe\? Gautama! Kanakavat lala abhavala kahya chhe. Sanatkumara ane mahendramam kamalana paraga samana gaura chhe. Brahmalokana deva bhina mahudana varnavala chhe. E pramane graiveyaka sudhi kahevum. Anuttaropapatika devo parama shveta varnavala kahya chhe. Bhagavan ! Saudharma – ishana kalpomam devona shariro kevi gamdhavala kahya chhe\? Gautama ! Jema koi koshthaputa adi sugamdhi dravyoni sugamdhathi pana yavat manamatara gamdhavala kahya chhe. Ama anuttaropapatika sudhi kahevum. Saudharma – ishanana devono sharirano kevo sparsha chhe\? Gautama ! Sthira rupe mridu, snigdha, sukumala sharira sparshavala kahya chhe. E pramane yavat anuttaropapatika sudhi kahevum. Saudharma – ishanana devona pudgalo keva uchchhvasapane pariname chhe\? Gautama ! Je pudgalo ishta, kamta yavat te uchchhvasapane pariname chhe. Yavat anuttaropapatika. E pramane aharapane pana anuttaropapatika sudhi kahevum. Saudharma – ishana devone ketali leshyao kahi chhe\? Gautama! Eka ja tejoleshya kahi chhe. Sanatkumara ane mahendramam eka padmaleshya chhe. Brahmalokamam pana padmaleshya chhe. Bakinane eka shuklaleshya chhe. Anuttaropapatikane eka paramashukla – leshya chhe. Saudharma – ishana devo shum samydrishti, mithyadrishti, samyakmithya drishti chhe\? Trane pana hoya, yavat amtima graiveyaka devo samyakdrishti pana hoya, mithyadrishti pana hoya, samyak – mithya drishti pana hoya. Anuttaropapatika devo samyakdrishti ja hoya, mithyadrishti na hoya, samyakmithya drishti na hoya. Saudharma – ishana devo shum jnyani chhe ke ajnyani\? Bamne. Trana jnyana, trana ajnyana niyama yavat graiveyaka. Anuttaropapatika devo jnyani chhe, ajnyani nathi. Trana jnyana niyama hoya. Trana yoga – be upayoga badha devone anuttara sudhi kaheva. Sutra samdarbha– 327–332 |