Sutra Navigation: Jivajivabhigam ( જીવાભિગમ ઉપાંગ સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1106101 | ||
Scripture Name( English ): | Jivajivabhigam | Translated Scripture Name : | જીવાભિગમ ઉપાંગ સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
चतुर्विध जीव प्रतिपत्ति |
Translated Chapter : |
ચતુર્વિધ જીવ પ્રતિપત્તિ |
Section : | चंद्र सूर्य अने तेना द्वीप | Translated Section : | ચંદ્ર સૂર્ય અને તેના દ્વીપ |
Sutra Number : | 301 | Category : | Upang-03 |
Gatha or Sutra : | Sutra | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [सूत्र] केवइया णं भंते! जंबुद्दीवा दीवा नामधेज्जेहिं पन्नत्ता? गोयमा! असंखेज्जा जंबुद्दीवा नामधेज्जेहिं पन्नत्ता केवतिया णं भंते लवणसमुद्दा पन्नत्ता गोयमा असंखेज्जा लवणसमुद्दा नामधेज्जेहिं पन्नत्ता एवं धायतिसंडावि एवं जाव असंखेज्जा सूरदीवा नामधेज्जेहि य एगे देवे दीवे पन्नत्ते एगे देवोदे समुद्दे पन्नत्ते एवं नागे जक्खे भूते जाव एगे सयंभूरमणे दीवे एगे सयंभुरमणसमुद्दे नामधेज्जेणं पन्नत्ते। | ||
Sutra Meaning : | સૂત્ર– ૩૦૧. ભગવન્ ! જંબૂદ્વીપ નામક કેટલા દ્વીપ છે ? ગૌતમ ! અસંખ્યાત જંબૂદ્વીપો છે. ભગવન્ ! લવણસમુદ્રો કેટલા છે ? ગૌતમ ! અસંખ્યાત છે. એ પ્રમાણે ધાતકીખંડ પણ જાણવા. એ રીતે યાવત્ સૂર્યદ્વીપ નામક દ્વીપ અસંખ્યાત છે. દેવ દ્વીપ એક કહ્યો છે, દેવોદ સમુદ્ર એક કહ્યો છે. એ પ્રમાણે નાગ, યક્ષ, ભૂત યાવત્ સ્વયંભૂરમણ દ્વીપ, સ્વયંભૂરમણ સમુદ્ર એક જ છે. સૂત્ર– ૩૦૨. ભગવન્ ! લવણસમુદ્રના જળનો સ્વાદ કેવો છે ? ગૌતમ ! લવણસમુદ્રનું જળ મલિન, રજવાળું, શેવાળ રહિત, ચિરસંચિત જળ જેવું, ખારું, કડવું, ઘણા દ્વીપદ – ચતુષ્પદ – મૃગ – પશુ – પક્ષી – સરીસૃપોને માટે પીવા યોગ્ય નથી. માત્ર તે જળમાં ઉત્પન્ન અને સંવર્ધિત જીવોને માટે પેય છે. ભગવન્ ! કાલોદ સમુદ્રના જળનો સ્વાદ કેવો છે ? ગૌતમ! કાલોદ સમુદ્રનું પાણી આસ્વાદનીય, મનોજ્ઞ, શરીરને પુષ્ટ કરનારું, કાળું, અડદની રાશિના વર્ણ વાળું, પ્રકૃતિથી અકૃત્રિમ રસવાળું છે. ભગવન્ ! પુષ્કરોદ સમુદ્રનું જળ કેવું છે ? ગૌતમ ! સ્વચ્છ, જાત્ય, હળવું, સ્ફટિક જેવું ઉજ્જવળ વર્ણનું, પ્રાકૃતિક ઉદક રસવાળું છે. ભગવન્ ! વરુણોદનું જળ કેવું છે ? જેમ કોઈ પત્રાસવ, ચોયાસવ, ખર્જૂરસાર, સુપક્વ ઇક્ષુરસ, મેરક, કાપિશાયણ, ચંદ્રપ્રભા, મનોશિલા, વરસીધુ, પ્રવરવારુણી, અષ્ટપિષ્ટ પરિનિષ્ઠિત, જાંબૂફળકાલિકા વરપ્રસન્ના, ઉત્કૃષ્ટ મદ પ્રાપ્ત, કંઈક ઓષ્ઠાવ – લંબી, કંઈક આંખ લાલ કરનાર, કંઈક નશો દેનારી, આસ્વાદનીય, શરીરને પુષ્ટ કરનારું, વર્ણથી યુક્ત છે ? ના, તે અર્થ સમર્થ નથી. વારુણોદક આના કરતા ઇષ્ટતર યાવત્ સ્વાદવાળું છે. ભગવન્ ! ક્ષીરોદ સમુદ્રના જળનો સ્વાદ કેવો છે ? ગૌતમ ! જેમ કોઈ ચાતુરંત ચક્રવર્તી રાજાની ચતુઃસ્થાન પરિણત ગાયનું દૂધ, મંદ અગ્નિ ઉપર સારી રીતે પકાવેલ હોય, આદિમાં અને અંતે જેમાં ખાંડ અને મિશ્રી ઉમેર્યા હોય, વર્ણથી યાવત્ સ્પર્શથી યુક્ત હોય, આવો સ્વાદ હોય શું? ના, તે અર્થ સંગત નથી. ગૌતમ! ક્ષીરોદસમુદ્ર જળ આનાથી ઇષ્ટ યાવત્ સ્વાદુ છે. ઘૃતોદ સમુદ્રનું જળ સ્વાદથી કેવું છે ?, જેમ કોઈ શરદઋતુના ગાયના ઘીના થર સમાન છે, જે સલ્લકી અને કણેરના ફૂલ જેવા વર્ણવાળુ છે. સારી રીતે ગરમ કરી, તત્કાળ નીતારેલ, તથા શ્રેષ્ઠ વર્ણ – ગંધ – રસ – સ્પર્શયુક્ત છે. શું આવો સ્વાદ હોય ? ના, તે અર્થ સંગત નથી. તેના કરતા ઇષ્ટતર યાવત્ સ્વાદુ હોય છે. ક્ષોદોદ સમુદ્રનું જળ, જેમ કોઈ ભરુંડ દેશોત્પન્ન જાતિવંત ઉન્નત પોંડ્રક જાતિની શેરડી હોય, જે પાકે ત્યારે હરતાલ સમાન પીળી થાય, જેની સાંધા કાળા છે, ઉપર – નીચેનો ભાગ છોડી માત્ર વચલા ત્રિભાગને બલીષ્ઠ બળદો દ્વારા ચલાવાતા યંત્રથી રસ કઢાયેલ હોય, વસ્ત્રથી ગાળેલ હોય, ચતુર્જાતકથી સુવાસિત હોય, અધિક પથ્ય, લઘુક, વર્ણાદિયુક્ત, આવો સ્વાદ હોય શું? ના, તે અર્થ સંગત નથી. આનાથી ઇષ્ટતરાદિ સ્વાદ છે. એ રીતે બાકીના સમુદ્રના જળનો સ્વાદ સ્વયંભૂરમણ પર્યન્ત જાણવો. વિશેષ એ – પુષ્કરોદના જળ માફક સ્વચ્છાદિ છે. ભગવન્ ! કેટલા સમુદ્ર પ્રત્યેક રસવાળા છે ? ગૌતમ ! ચાર. તે આ – લવણ, વરુણોદ, ક્ષીરોદ, ઘૃતોદ. ભગવન્ ! કેટલા સમુદ્રો પ્રકૃતિથી ઉદક રસવાળા છે ? ગૌતમ ! ત્રણ. તે આ – કાલોદ, પુષ્કરોદ, સ્વયંભૂરમણ. બાકીના સમુદ્રો પ્રાયઃ ક્ષોદરસવાળા કહેલા છે. સૂત્ર સંદર્ભ– ૩૦૧, ૩૦૨ | ||
Mool Sutra Transliteration : | [sutra] kevaiya nam bhamte! Jambuddiva diva namadhejjehim pannatta? Goyama! Asamkhejja jambuddiva namadhejjehim pannatta kevatiya nam bhamte lavanasamudda pannatta goyama asamkhejja lavanasamudda namadhejjehim pannatta evam dhayatisamdavi evam java asamkhejja suradiva namadhejjehi ya ege deve dive pannatte ege devode samudde pannatte evam nage jakkhe bhute java ege sayambhuramane dive ege sayambhuramanasamudde namadhejjenam pannatte. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 301. Bhagavan ! Jambudvipa namaka ketala dvipa chhe\? Gautama ! Asamkhyata jambudvipo chhe. Bhagavan ! Lavanasamudro ketala chhe\? Gautama ! Asamkhyata chhe. E pramane dhatakikhamda pana janava. E rite yavat suryadvipa namaka dvipa asamkhyata chhe. Deva dvipa eka kahyo chhe, devoda samudra eka kahyo chhe. E pramane naga, yaksha, bhuta yavat svayambhuramana dvipa, svayambhuramana samudra eka ja chhe. Sutra– 302. Bhagavan ! Lavanasamudrana jalano svada kevo chhe\? Gautama ! Lavanasamudranum jala malina, rajavalum, shevala rahita, chirasamchita jala jevum, kharum, kadavum, ghana dvipada – chatushpada – mriga – pashu – pakshi – sarisripone mate piva yogya nathi. Matra te jalamam utpanna ane samvardhita jivone mate peya chhe. Bhagavan ! Kaloda samudrana jalano svada kevo chhe\? Gautama! Kaloda samudranum pani asvadaniya, manojnya, sharirane pushta karanarum, kalum, adadani rashina varna valum, prakritithi akritrima rasavalum chhe. Bhagavan ! Pushkaroda samudranum jala kevum chhe\? Gautama ! Svachchha, jatya, halavum, sphatika jevum ujjavala varnanum, prakritika udaka rasavalum chhe. Bhagavan ! Varunodanum jala kevum chhe\? Jema koi patrasava, choyasava, kharjurasara, supakva ikshurasa, meraka, kapishayana, chamdraprabha, manoshila, varasidhu, pravaravaruni, ashtapishta parinishthita, jambuphalakalika varaprasanna, utkrishta mada prapta, kamika oshthava – lambi, kamika amkha lala karanara, kamika nasho denari, asvadaniya, sharirane pushta karanarum, varnathi yukta chhe\? Na, te artha samartha nathi. Varunodaka ana karata ishtatara yavat svadavalum chhe. Bhagavan ! Kshiroda samudrana jalano svada kevo chhe\? Gautama ! Jema koi chaturamta chakravarti rajani chatuhsthana parinata gayanum dudha, mamda agni upara sari rite pakavela hoya, adimam ane amte jemam khamda ane mishri umerya hoya, varnathi yavat sparshathi yukta hoya, avo svada hoya shum? Na, te artha samgata nathi. Gautama! Kshirodasamudra jala anathi ishta yavat svadu chhe. Ghritoda samudranum jala svadathi kevum chhe\?, jema koi sharadarituna gayana ghina thara samana chhe, je sallaki ane kanerana phula jeva varnavalu chhe. Sari rite garama kari, tatkala nitarela, tatha shreshtha varna – gamdha – rasa – sparshayukta chhe. Shum avo svada hoya\? Na, te artha samgata nathi. Tena karata ishtatara yavat svadu hoya chhe. Kshododa samudranum jala, jema koi bharumda deshotpanna jativamta unnata pomdraka jatini sheradi hoya, je pake tyare haratala samana pili thaya, jeni samdha kala chhe, upara – nicheno bhaga chhodi matra vachala tribhagane balishtha balado dvara chalavata yamtrathi rasa kadhayela hoya, vastrathi galela hoya, chaturjatakathi suvasita hoya, adhika pathya, laghuka, varnadiyukta, avo svada hoya shum? Na, te artha samgata nathi. Anathi ishtataradi svada chhe. E rite bakina samudrana jalano svada svayambhuramana paryanta janavo. Vishesha e – pushkarodana jala maphaka svachchhadi chhe. Bhagavan ! Ketala samudra pratyeka rasavala chhe\? Gautama ! Chara. Te a – lavana, varunoda, kshiroda, ghritoda. Bhagavan ! Ketala samudro prakritithi udaka rasavala chhe\? Gautama ! Trana. Te a – kaloda, pushkaroda, svayambhuramana. Bakina samudro prayah kshodarasavala kahela chhe. Sutra samdarbha– 301, 302 |