Sutra Navigation: Jivajivabhigam ( જીવાભિગમ ઉપાંગ સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1106096 | ||
Scripture Name( English ): | Jivajivabhigam | Translated Scripture Name : | જીવાભિગમ ઉપાંગ સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
चतुर्विध जीव प्रतिपत्ति |
Translated Chapter : |
ચતુર્વિધ જીવ પ્રતિપત્તિ |
Section : | चंद्र सूर्य अने तेना द्वीप | Translated Section : | ચંદ્ર સૂર્ય અને તેના દ્વીપ |
Sutra Number : | 296 | Category : | Upang-03 |
Gatha or Sutra : | Sutra | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [सूत्र] नंदिसरोदं समुद्दं अरुणे नामं दीवे वट्टे वलयागार जाव संपरिक्खित्ता णं चिट्ठति अरुणे णं भंते दीवे किं समचक्कवालसंठिते विसमचक्कवालसंठिए गोयमा समचक्कवालसंठिते नो विसमचक्कवाल-संठिते केवतियं चक्कवालसंठिते संखेज्जाइं जोयणसयसहस्साइं चक्कवालविक्खंभेणं संखेज्जाइं जोयण-सयसहस्साइं परिक्खेवेणं पन्नत्ते पउमवरवलसंडदारा दारंतरा य तहेव संखेज्जाइं जोयण-सतसहस्साइं दारतरं जाव अट्ठो वावीओ खोतोदगपडिहत्थाओ उप्पातपव्वयका सव्ववइरामया अच्छा असोग वीतसोगा य एत्थ दुवे देवा महिड्ढीया जाव परिवसंति से तेण जाव संखेज्जं सव्वं नंदिस्सरोदण्णं समुद्दं अरुणे नामं दीवे वट्टे, खोदवरदीवं वत्तव्वता अट्ठसहिता सा इहं च, नवरं–पव्वतगादी सव्व वइरामया। असोगवीतसोगा यत्थ दो देवा। | ||
Sutra Meaning : | સૂત્ર– ૨૯૬. નંદીશ્વર સમુદ્ર, અરુણ નામક વૃત્ત – વલયાકાર દ્વીપ વડે યાવત્ ઘેરાઈને રહેલ છે. ભગવન્ ! અરુણદ્વીપ શું સમચક્રવાલ સંસ્થિત છે કે વિષમચક્રવાલ સંસ્થિત ? ગૌતમ ! સમચક્રવાલ સંસ્થિત છે, વિષમ ચક્રવાલ સંસ્થિત નથી. તેનો ચક્રવાલ વિષ્કંભ કેટલો છે ? સંખ્યાત લાખ યોજન ચક્રવાલ વિષ્કંભ અને સંખ્યાત લાખ યોજન પરિધિ છે. પદ્મવર વેદિકા, વનખંડ, દ્વાર, દ્વારાંતર પૂર્વવત્ છે. સંખ્યાત લાખ યોજન દ્વારાંતર યાવત્ નામ – અર્થ – વાવડી ઇક્ષુરસ જેવા પાણીથી ભરી છે. ઉત્પાત પર્વત સર્વ વજ્રમય, સ્વચ્છ છે. અશોક અને વીતશોક એ બે મહર્દ્ધિક યાવત્ દેવો વસે છે. તેનું નામ અરુણદ્વીપ છે યાવત્ ચંદ્રાદિ સંખ્યાત જ્યોતિષ્ક છે. સૂત્ર– ૨૯૭. અરુણદ્વીપ, અરુણોદસમુદ્રથી ઘેરાયેલ છે. તેનો પણ પૂર્વવત્ પરિક્ષેપ છે. નામાર્થ – ક્ષોદોદક. વિશેષ આ – સુભદ્ર અને સુમનભદ્ર બે મહર્દ્ધિક દેવો છે. બાકી પૂર્વવત્. અરુણોદ સમુદ્ર, અરુણવર નામક વૃત્ત – વલયાકાર દ્વીપ વડે ઘેરાયેલ છે. તેનો વિસ્તાર, પરિધિ વગેરે સર્વ કથાન પૂર્વવત્. વિશેષતા એ કે તેનું પાણી શેરડીના રસ જેવું છે. ઉત્પાત પર્વત સર્વ વજ્રમય, સ્વચ્છ છે. ત્યાં બે દેવો અરુણવરભદ્ર અને અરુણવરમહાભદ્ર મહર્દ્ધિક આદિ છે. અરુણવરદ્વીપને ફરતો અરુણવર નામે સમુદ્ર છે.તે ગોળ અને વલયાકાર છે. અરુણવર સમુદ્રમાં યાવત્ અરુણવર અને અરુણ મહાવર નામક બે દેવો છે. બાકી બધું પૂર્વવત્. અરુણવરોદ સમુદ્રને અરુણવરાવભાસ નામક વૃત્ત દ્વીપ ઘેરીને રહેલ છે યાવત્ અરુણવરાવભાસભદ્ર અને અરુણવરાવભાસમહાભદ્ર એ બે મહર્દ્ધિક દેવો છે. એ પ્રમાણે અરુણવરાવભાસ સમુદ્ર છે. વિશેષ એ કે ત્યાં અરુણવરાવભાસવર, અરુણવરાવભાસમહાવર દેવો છે. શેષ સર્વ કથન પૂર્વવત જાણવું. સૂત્ર– ૨૯૮. અરુણવરાવભાસ સમુદ્રને ફરતો કુંડલદ્વીપ છે. તે કુંડલદ્વીપમાં કુંડલભદ્ર અને કુંડલ મહાભદ્ર બે મહર્દ્ધિક દેવો છે. કુંડલોદ સમુદ્રમાં ચક્ષુશુભ, ચક્ષુકાંત બે મહર્દ્ધિક દેવો છે. કુંડલવર દ્વીપમાં કુંડલવરભદ્ર, કુંડલવરમહાભદ્ર એ બે મહર્દ્ધિક દેવ છે. કુંડલવરોદ સમુદ્રમાં મહર્દ્ધિક બે દેવ કુંડલવર અને કુંડલવરમહાવર છે. કુંડલવરાવભાસ દ્વીપમાં કુંડલવરાવભાસભદ્ર અને કુંડલવરાવભાસમહાભદ્ર એ બે દેવો છે. કુંડલવરોભાસ સમુદ્રમાં કુંડલવરોભાસવર અને કુંડલવરોભાસમહાવર એ બે દેવ યાવત્ પલ્યોપમ – સ્થિતિક વસે છે. ઈત્યાદિ વર્ણન કરવું. સૂત્ર– ૨૯૯. કુંડલવરોભાસ સમુદ્ર, રૂચક નામક વૃત્તવલયાકાર દ્વીપ વડે યાવત્ ઘેરીને રહેલ છે. તે શું સમચક્રવાલ સંસ્થિત છે કે વિષમચક્રવાલ ? ગૌતમ ! સમચક્રવાલ સંસ્થિત છે. ચક્રવાલ વિષ્કંભ કેટલો છે ? આદિ પૂર્વવત્. વિશેષ એ કે રુચક દ્વીપમાં સર્વાર્થ અને મનોરથ બે દેવો છે. બાકી પૂર્વવત્. રૂચક સમુદ્રમાં સુમન અને સોમનસ નામના બે મહર્દ્ધિક દેવ રહે છે. રૂચકોદ નામક સમુદ્ર ક્ષોદોદ સમુદ્ર માફક સંખ્યાત લાખ યોજન ચક્રવાલ વિષ્કંભ વાળા, સંખ્યાત લાખ યોજન પરિધિવાળા, દ્વાર – દ્વારાંતર પણ સંખ્યાત લાખ યોજનવાળા છે. જ્યોતિષ્ક સંખ્યા પણ સંખ્યાત કહેવી. નામાર્થ પણ ક્ષોદોદ માફક કહેવો. વિશેષ એ – સુમન અને સોમનસ એ બે દેવો મહર્દ્ધિક છે આદિ પૂર્વવત્. રૂચક દ્વીપની આગળ બધા દ્વીપ – સમુદ્રોનો વિષ્કંભ, પરિધિ, દ્વારાંતર, જ્યોતિષ્ક બધું અસંખ્યાત કહેવું. રૂચકોદ સમુદ્રને ઘેરીને રુચકવર નામે વૃત્ત દ્વીપ છે, તેમાં રુચકવરભદ્ર અને રુચકવરમહાભદ્ર એ બે દેવ છે. રુચકવરોદ સમુદ્રમાં રુચકવર, રુચક મહાવર બે મહર્દ્ધિક દેવ છે. રુચકવરાવભાસ દ્વીપમાં રુચકવરાવભાસવર અને રુચક – વરાવભાસમહાવર એ બે મહર્દ્ધિક દેવ છે. સૂત્ર– ૩૦૦. હારદ્વીપમાં હારભદ્ર, હારમહાભદ્ર દેવ છે. હાર સમુદ્રમાં હારવર, હારવરમહાવર એ બે મહર્દ્ધિક દેવ છે. હારવરોદ દ્વીપમાં હારવરભદ્ર, હારવરમહાભદ્ર બે મહર્દ્ધિક દેવ છે. હારવરોદ સમુદ્રમાં હારવર, બે દેવ છે. હારવરાવભાસ દ્વીપમાં હારવરાવભાસભદ્ર અને હારવરાવભાસમહાભદ્ર બે દેવ છે. હારવરાવભાસ સમુદ્રમાં હારવરાવભાસવર અને હારવરાવભાસમહાવર એ બે દેવ છે. આ પ્રમાણે બધા ત્રિપ્રત્યાવતાર જાણવા યાવત્ સુરવરોભાસ સમુદ્ર, દ્વીપના નામ સાથે ભદ્ર અને સમુદ્રના નામ સાથે વર લગાડતા, તે દ્વીપ, સમુદ્રના નામ થાય છે. યાવત્ ક્ષોદવરથી સ્વયંભૂરમણ પર્યન્તમાં વાવડી આદિ ઇક્ષુરસ જેવા જળથી ભરેલ છે, પર્વતો બધા વજ્રમય છે. દેવદ્વીપ દ્વીપમાં બે મહર્દ્ધિક દેવ રહે છે – દેવભદ્ર અને દેવમહાભદ્ર. દેવોદ સમુદ્રમાં દેવવર અને દેવમહાવર છે યાવત્ સ્વયંભૂરમણ દ્વીપમાં સ્વયંભૂરમણભદ્ર અને સ્વયંભૂરમણમહાભદ્ર એ બે મહર્દ્ધિક દેવ છે. સ્વયંભૂરમણદ્વીપ, સ્વયંભૂરમણ નામે વૃત્ત – વલયાકાર સમુદ્રથી ઘેરાયેલ છે. યાવત્ અસંખ્યાત લાખ યોજન પરિધિથી છે યાવત્ તેના નામનો હેતુ જણાવતું કથન કરવું – (તે આ પ્રમાણે) ગૌતમ ! સ્વયંભૂરમણ સમુદ્રનું જળ સ્વચ્છ, પથ્ય, જાત્ય, તનુક, સ્ફટિકવર્ણ આભાવાળું, પ્રાકૃતિક ઉદકરસ છે. તેમાં સ્વયંભૂરમણવર અને સ્વયંભૂરમણ મહાવર બે મહર્દ્ધિક દેવો છે. બાકી પૂર્વવત્ જાણવું યાવત્ અસંખ્યાત તારાગણ કોડાકોડી શોભે છે. સૂત્ર સંદર્ભ– ૨૯૬–૩૦૦ | ||
Mool Sutra Transliteration : | [sutra] namdisarodam samuddam arune namam dive vatte valayagara java samparikkhitta nam chitthati arune nam bhamte dive kim samachakkavalasamthite visamachakkavalasamthie goyama samachakkavalasamthite no visamachakkavala-samthite kevatiyam chakkavalasamthite samkhejjaim joyanasayasahassaim chakkavalavikkhambhenam samkhejjaim joyana-sayasahassaim parikkhevenam pannatte paumavaravalasamdadara daramtara ya taheva samkhejjaim joyana-satasahassaim darataram java attho vavio khotodagapadihatthao uppatapavvayaka savvavairamaya achchha asoga vitasoga ya ettha duve deva mahiddhiya java parivasamti se tena java samkhejjam savvam namdissarodannam samuddam arune namam dive vatte, khodavaradivam vattavvata atthasahita sa iham cha, navaram–pavvatagadi savva vairamaya. Asogavitasoga yattha do deva. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 296. Namdishvara samudra, aruna namaka vritta – valayakara dvipa vade yavat gheraine rahela chhe. Bhagavan ! Arunadvipa shum samachakravala samsthita chhe ke vishamachakravala samsthita\? Gautama ! Samachakravala samsthita chhe, vishama chakravala samsthita nathi. Teno chakravala vishkambha ketalo chhe\? Samkhyata lakha yojana chakravala vishkambha ane samkhyata lakha yojana paridhi chhe. Padmavara vedika, vanakhamda, dvara, dvaramtara purvavat chhe. Samkhyata lakha yojana dvaramtara yavat nama – artha – vavadi ikshurasa jeva panithi bhari chhe. Utpata parvata sarva vajramaya, svachchha chhe. Ashoka ane vitashoka e be maharddhika yavat devo vase chhe. Tenum nama arunadvipa chhe yavat chamdradi samkhyata jyotishka chhe. Sutra– 297. Arunadvipa, arunodasamudrathi gherayela chhe. Teno pana purvavat parikshepa chhe. Namartha – kshododaka. Vishesha a – subhadra ane sumanabhadra be maharddhika devo chhe. Baki purvavat. Arunoda samudra, arunavara namaka vritta – valayakara dvipa vade gherayela chhe. Teno vistara, paridhi vagere sarva kathana purvavat. Visheshata e ke tenum pani sheradina rasa jevum chhe. Utpata parvata sarva vajramaya, svachchha chhe. Tyam be devo arunavarabhadra ane arunavaramahabhadra maharddhika adi chhe. Arunavaradvipane pharato arunavara name samudra chhE.Te gola ane valayakara chhe. Arunavara samudramam yavat arunavara ane aruna mahavara namaka be devo chhe. Baki badhum purvavat. Arunavaroda samudrane arunavaravabhasa namaka vritta dvipa gherine rahela chhe yavat arunavaravabhasabhadra ane arunavaravabhasamahabhadra e be maharddhika devo chhe. E pramane arunavaravabhasa samudra chhe. Vishesha e ke tyam arunavaravabhasavara, arunavaravabhasamahavara devo chhe. Shesha sarva kathana purvavata janavum. Sutra– 298. Arunavaravabhasa samudrane pharato kumdaladvipa chhe. Te kumdaladvipamam kumdalabhadra ane kumdala mahabhadra be maharddhika devo chhe. Kumdaloda samudramam chakshushubha, chakshukamta be maharddhika devo chhe. Kumdalavara dvipamam kumdalavarabhadra, kumdalavaramahabhadra e be maharddhika deva chhe. Kumdalavaroda samudramam maharddhika be deva kumdalavara ane kumdalavaramahavara chhe. Kumdalavaravabhasa dvipamam kumdalavaravabhasabhadra ane kumdalavaravabhasamahabhadra e be devo chhe. Kumdalavarobhasa samudramam kumdalavarobhasavara ane kumdalavarobhasamahavara e be deva yavat palyopama – sthitika vase chhe. Ityadi varnana karavum. Sutra– 299. Kumdalavarobhasa samudra, ruchaka namaka vrittavalayakara dvipa vade yavat gherine rahela chhe. Te shum samachakravala samsthita chhe ke vishamachakravala\? Gautama ! Samachakravala samsthita chhe. Chakravala vishkambha ketalo chhe\? Adi purvavat. Vishesha e ke ruchaka dvipamam sarvartha ane manoratha be devo chhe. Baki purvavat. Ruchaka samudramam sumana ane somanasa namana be maharddhika deva rahe chhe. Ruchakoda namaka samudra kshododa samudra maphaka samkhyata lakha yojana chakravala vishkambha vala, samkhyata lakha yojana paridhivala, dvara – dvaramtara pana samkhyata lakha yojanavala chhe. Jyotishka samkhya pana samkhyata kahevi. Namartha pana kshododa maphaka kahevo. Vishesha e – sumana ane somanasa e be devo maharddhika chhe adi purvavat. Ruchaka dvipani agala badha dvipa – samudrono vishkambha, paridhi, dvaramtara, jyotishka badhum asamkhyata kahevum. Ruchakoda samudrane gherine ruchakavara name vritta dvipa chhe, temam ruchakavarabhadra ane ruchakavaramahabhadra e be deva chhe. Ruchakavaroda samudramam ruchakavara, ruchaka mahavara be maharddhika deva chhe. Ruchakavaravabhasa dvipamam ruchakavaravabhasavara ane ruchaka – varavabhasamahavara e be maharddhika deva chhe. Sutra– 300. Haradvipamam harabhadra, haramahabhadra deva chhe. Hara samudramam haravara, haravaramahavara e be maharddhika deva chhe. Haravaroda dvipamam haravarabhadra, haravaramahabhadra be maharddhika deva chhe. Haravaroda samudramam haravara, be deva chhe. Haravaravabhasa dvipamam haravaravabhasabhadra ane haravaravabhasamahabhadra be deva chhe. Haravaravabhasa samudramam haravaravabhasavara ane haravaravabhasamahavara e be deva chhe. A pramane badha tripratyavatara janava yavat suravarobhasa samudra, dvipana nama sathe bhadra ane samudrana nama sathe vara lagadata, te dvipa, samudrana nama thaya chhe. Yavat kshodavarathi svayambhuramana paryantamam vavadi adi ikshurasa jeva jalathi bharela chhe, parvato badha vajramaya chhe. Devadvipa dvipamam be maharddhika deva rahe chhe – devabhadra ane devamahabhadra. Devoda samudramam devavara ane devamahavara chhe yavat svayambhuramana dvipamam svayambhuramanabhadra ane svayambhuramanamahabhadra e be maharddhika deva chhe. Svayambhuramanadvipa, svayambhuramana name vritta – valayakara samudrathi gherayela chhe. Yavat asamkhyata lakha yojana paridhithi chhe yavat tena namano hetu janavatum kathana karavum – (te a pramane) Gautama ! Svayambhuramana samudranum jala svachchha, pathya, jatya, tanuka, sphatikavarna abhavalum, prakritika udakarasa chhe. Temam svayambhuramanavara ane svayambhuramana mahavara be maharddhika devo chhe. Baki purvavat janavum yavat asamkhyata taragana kodakodi shobhe chhe. Sutra samdarbha– 296–300 |