Sutra Navigation: Jivajivabhigam ( જીવાભિગમ ઉપાંગ સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1105842
Scripture Name( English ): Jivajivabhigam Translated Scripture Name : જીવાભિગમ ઉપાંગ સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

द्विविध जीव प्रतिपत्ति

Translated Chapter :

દ્વિવિધ જીવ પ્રતિપત્તિ

Section : Translated Section :
Sutra Number : 42 Category : Upang-03
Gatha or Sutra : Sutra Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [सूत्र] से किं तं संमुच्छिमपंचेंदियतिरिक्खजोणिया? संमुच्छिमपंचेंदियतिरिक्खजोणिया तिविहा पन्नत्ता, तं जहा–जलयरा थलयरा खहयरा।
Sutra Meaning : સૂત્ર– ૪૨. તે સંમૂર્ચ્છિમ પંચેન્દ્રિય તિર્યંચ યોનિક શું છે ? તે ત્રણ ભેદે છે – જલચર, સ્થલચર, ખેચર. સૂત્ર– ૪૩. તે જલચર શું છે ? તે પાંચ ભેદે છે – મત્સ્ય, કાચબા, મગર, ગાહ, સુંસુમાર. ભગવન્‌ ! તે મત્સ્ય શું છે ? જેમ પ્રજ્ઞાપનામાં કહ્યું તેમ અનેક પ્રકારે છે યાવત્‌ જે આ પ્રકારના અન્ય છે તે. તે સંક્ષેપથી બે ભેદે – પર્યાપ્તા અને અપર્યાપ્તા. ભગવન્‌ ! તે જીવોને કેટલા શરીર છે ? ગૌતમ ! ત્રણ – ઔદારિક, તૈજસ, કાર્મણ. શરીરાવગાહના – જઘન્યથી અંગુલનો અસંખ્યાત ભાગ, ઉત્કૃષ્ટથી હજાર યોજન. છેવટનું સંઘયણ, હુંડ સંસ્થાન. તે જીવોને ચાર કષાયો, ચાર સંજ્ઞા, છ લેશ્યા, પાંચ ઇન્દ્રિયો, સમુદ્‌ઘાત ત્રણ છે, તેઓ સંજ્ઞી નથી પણ અસંજ્ઞી છે. તેમને નપુંસક વેદ, પાંચ પર્યાપ્તિ અને પાંચ અપર્યાપ્તિ, બે દૃષ્ટિ, બે દર્શન, બે જ્ઞાન, બે અજ્ઞાન, બે યોગ, બે ઉપયોગ. આહાર છ દિશામાંથી હોય છે. તેમનો ઉપપાત – તિર્યંચ અને મનુષ્યમાંથી થાય, દેવ કે નારકથી નહીં. તિર્યંચમાં પણ અસંખ્યાત વર્ષાયુવાળાને વર્જીને. મનુષ્યોમાં પણ તેમની ઉત્પત્તિ અકર્મભૂમિજ અને અંતર્દ્વીપજ, અસંખ્યાત વર્ષાયુવાળાને વર્જીને જાણવી. તેઓની સ્થિતિ – જઘન્યથી અંતર્મુહૂર્ત્ત, ઉત્કૃષ્ટથી પૂર્વકોડી છે, મારણાંતિક સમુદ્‌ઘાતથી સમવહત થઈને અને સમવહત થયા વિના બંને રીતે મરે છે. ભગવન્‌ ! સંમૂર્ચ્છિમ જળચર અનંતર ઉદ્વર્તીને(મારીને) ક્યાં જાય ? નૈરયિક, તિર્યંચયોનિક, મનુષ્ય, દેવો – ચારેમાં પણ જાય. નૈરયિકમાં માત્ર રત્નપ્રભામાં જાય, બાકીનાનો પ્રતિષેધ છે. બધા જ સંખ્યાત વર્ષાયુવાળા સર્વ પ્રકારના તિર્યંચોમાં અને અસંખ્યાત વર્ષાયુવાળા ચતુષ્પદ અને પક્ષીઓમાં પણ તે ઉત્પન્ન થઇ શકે. મનુષ્યોમાં બધી કર્મભૂમિમાં ઉપજે. અકર્મભૂમિમાં ન ઉપજે, અંતર્દ્વીપોમાં પણ ઉપજે, સંખ્યાત વર્ષાયુ કે અસંખ્યાત વર્ષાયુવાળામાં પણ ઉપજે. દેવોમાં વ્યંતરો સુધી ઉપજે. તે જીવો ચાર ગતિક, બે આગતિક છે. પ્રત્યેક શરીરી અને અસંખ્યાતા કહ્યા છે. આ જલચર સંમૂર્ચ્છિમ જીવોનું વર્ણન પૂરું થયુ. સૂત્ર સંદર્ભ– ૪૨, ૪૩
Mool Sutra Transliteration : [sutra] se kim tam sammuchchhimapamchemdiyatirikkhajoniya? Sammuchchhimapamchemdiyatirikkhajoniya tiviha pannatta, tam jaha–jalayara thalayara khahayara.
Sutra Meaning Transliteration : Sutra– 42. Te sammurchchhima pamchendriya tiryamcha yonika shum chhe\? Te trana bhede chhe – jalachara, sthalachara, khechara. Sutra– 43. Te jalachara shum chhe\? Te pamcha bhede chhe – matsya, kachaba, magara, gaha, sumsumara. Bhagavan ! Te matsya shum chhe\? Jema prajnyapanamam kahyum tema aneka prakare chhe yavat je a prakarana anya chhe te. Te samkshepathi be bhede – paryapta ane aparyapta. Bhagavan ! Te jivone ketala sharira chhe\? Gautama ! Trana – audarika, taijasa, karmana. Shariravagahana – jaghanyathi amgulano asamkhyata bhaga, utkrishtathi hajara yojana. Chhevatanum samghayana, humda samsthana. Te jivone chara kashayo, chara samjnya, chha leshya, pamcha indriyo, samudghata trana chhe, teo samjnyi nathi pana asamjnyi chhe. Temane napumsaka veda, pamcha paryapti ane pamcha aparyapti, be drishti, be darshana, be jnyana, be ajnyana, be yoga, be upayoga. Ahara chha dishamamthi hoya chhe. Temano upapata – tiryamcha ane manushyamamthi thaya, deva ke narakathi nahim. Tiryamchamam pana asamkhyata varshayuvalane varjine. Manushyomam pana temani utpatti akarmabhumija ane amtardvipaja, asamkhyata varshayuvalane varjine janavi. Teoni sthiti – jaghanyathi amtarmuhurtta, utkrishtathi purvakodi chhe, maranamtika samudghatathi samavahata thaine ane samavahata thaya vina bamne rite mare chhe. Bhagavan ! Sammurchchhima jalachara anamtara udvartine(marine) kyam jaya\? Nairayika, tiryamchayonika, manushya, devo – charemam pana jaya. Nairayikamam matra ratnaprabhamam jaya, bakinano pratishedha chhe. Badha ja samkhyata varshayuvala sarva prakarana tiryamchomam ane asamkhyata varshayuvala chatushpada ane pakshiomam pana te utpanna thai shake. Manushyomam badhi karmabhumimam upaje. Akarmabhumimam na upaje, amtardvipomam pana upaje, samkhyata varshayu ke asamkhyata varshayuvalamam pana upaje. Devomam vyamtaro sudhi upaje. Te jivo chara gatika, be agatika chhe. Pratyeka shariri ane asamkhyata kahya chhe. A jalachara sammurchchhima jivonum varnana purum thayu. Sutra samdarbha– 42, 43