Sutra Navigation: Rajprashniya ( રાજપ્રશ્નીય ઉપાંગ સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1105767
Scripture Name( English ): Rajprashniya Translated Scripture Name : રાજપ્રશ્નીય ઉપાંગ સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

प्रदेशीराजान प्रकरण

Translated Chapter :

પ્રદેશીરાજાન પ્રકરણ

Section : Translated Section :
Sutra Number : 67 Category : Upang-02
Gatha or Sutra : Sutra Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [सूत्र] तए णं से पएसी राया केसिं कुमारसमणं एवं वयासी–अत्थि णं भंते! एस पण्णओ उवमा, इमेणं पुण कारणेणं नो उवागच्छति– एवं खलु भंते! अहं अन्नया कयाइ बाहिरियाए उवट्ठाणसालाए अनेगगनणायक दंडणायग राईसर तलवर माडंबिय कोडुंबिय इब्भ सेट्ठि सेनावइ सत्थवाह मंति महामंति गणगदोवारिय अमच्च चेड पीढमद्द नगर निगम दूय संधिवालेहिं सद्धिं संपरिवुडे विहरामि। तए णं मम णगरगुत्तिया ससक्खं सहोढं सलोद्दं सगेवेज्जं अवउडगबंधणबद्धं चोरं उवणेंति। तए णं अहं तं पुरिसं जीवंतं चेव अओकुंभीए पक्खिवावेमि, अओमएणं पिहाणएणं पिहावेमि, अएण य तउएण य कायावेमि, आयपच्चइएहिं पुरिसेहिं रक्खावेमि। तए णं अहं अन्नया कयाइं जेणामेव सा अओकुंभी तेणामेव उवागच्छामि, उवागच्छित्ता तं अओकुंभिं उग्गलच्छावेमि, उग्ग लच्छावित्ता तं पुरिसं सयमेव पासामि, नो चेव णं तीसे अओकुंभीए केइ छिड्डे इ वा विवरे इ वा अंतरे इ वा राई वा, जओ णं से जीवे अंतोहिंतो बहिया निग्गए। जइ णं भंते! तीसे अओकुंभीए होज्ज केइ छिड्डे इ वा विवरे इ वा अंतरे इ वा राई वा, जओ णं से जीवे अंतोहिंतो बहिया निग्गए, तो णं अहं सद्दहेज्जा पत्तिएज्जा रोएज्जा जहा–अन्नो जीवो अन्नं सरीरं, नो तज्जीवो तं सरीरं। जम्हा णं भंते! तीसे अओकुंभीए नत्थि केइ छिड्डे इ वा विवरे इ वा अंतरे इ वा, राई वा, जओ णं से जीवे अंतोहिंतो बहिया निग्गए, तम्हा सुपतिट्ठिया मे पइण्णा जहा–तज्जीवो तं सरीरं, नो अन्नो जीवो अन्नं सरीरं। तए णं केसी कुमार-समणे पएसिं रायं एवं वयासी–पएसी! से जहानामए कुडागारसाला सिया–दुहओ लित्ता गुत्ता गुत्तदुवारा णिवाया णिवायगंभीरा। अह णं केइ पुरिसे भेरिं च दंडं च गहाड कूडागारसालाए अंतो-अंतो अनुप्पविसति, अनुप्पविसित्ता तीसे कूडागारसालाए सव्वतो समंता घण निचिय निरंतर णिच्छिड्डाइं दुवारवयणाइं पिहेइ। तीसे कूडागारसालाए बहुमज्झदेसभाए ठिच्चा तं भेरिं दंडएणं महया-महया सद्देणं तालेज्जा। से णूणं पएसी! से सद्दे णं अंतोहिंतो बहिया निग्गच्छइ? हंता निग्गच्छइ। अत्थि णं पएसी! तीसे कूडागारसालाए केइ छिड्डे इ वा विवरे इ वा अंतरे इ वा राई वा, जओ णं से सद्दे अंतोहिंतो बहिया निग्गए? नो तिणट्ठे समट्ठे। एवामेव पएसी! जीवे वि अप्पडिहयगई पुढविं भिच्चा सिलं भिच्चा पव्वयं भिच्चा अंतोहिंतो बहिया निग्गच्छइ, तं सद्दहाहि णं तुमं पएसी! अन्नो जीवो अन्नं सरीरं, नो तज्जीवो तं सरीरं।
Sutra Meaning : સૂત્ર– ૬૭. ત્યારે તે પ્રદેશીરાજાએ કેશીકુમાર શ્રમણને કહ્યું કે – આ બુદ્ધિઉપમા છે કે આ કારણે આવતા નથી. હે ભદન્ત ! હું અન્ય કોઈ દિને બાહ્ય ઉપસ્થાનશાળામાં અનેક ગણનાયક, દંડનાયક, ઇશ્વર, તલવર, માડંબિક, કૌટુંબિક, ઇભ્ય, શ્રેષ્ઠી, સેનાપતિ, સાર્થવાહ, મંત્રી, મહામંત્રી, ગણક, દૌવારીક, અમાત્ય, ચેટ, પીઠમર્દક, નગર નિગમ, દૂત, સંધિપાલ સાથે પરીવરીને રહેલ હતો. ત્યારે મારા નગરરક્ષકે મુદ્દા – માલ – સાક્ષી સહિત પકડેલ તથા ગરદન અને પાછળ બંને હાથ બાંધીને એક ચોરને લાવ્યા. ત્યારે મેં તે પુરુષને જીવતો જ લોહ કુંભીમાં નાંખ્યો, લોઢાના ઢાંકણથી તેનુ મુખ ઢાંકી દીધુ. પછી ગરમ લોઢા અને શીશાનો તેના ઉપર લેપ કરી દીધો, દેખરેખ માટે વિશ્વસ્થ પુરુષો મૂક્યા. પછી કોઈ દિને હું લોહકુંભી પાસે ગયો. જઈને તે લોહકુંભી ખોલાવી. ખોલાવીને મેં પોતે જોયું કે તે પુરુષ મરી ગયો હતો. તે લોહકુંભીમાં કોઈ છિદ્ર, વિવર કે રાઈ જેટલું પણ અંતર ન હતું કે જેમાંથી તે પુરુષનો જીવ બહાર નીકળીને જાય. જો તે લોહકુંભીમાં કોઈ છિદ્ર યાવત્‌ દરાર હોત તો હે ભદન્ત ! હું માનત કે અંદર બંધ પુરુષનો જીવ બહાર નીકળેલ છે. તો હું શ્રદ્ધા – પ્રતીતિ – રૂચિ કરત કે જીવ અન્ય છે અને શરીર અન્ય છે, જીવ એ જ શરીર નથી. પણ હે ભદન્ત! તે કુંભીમાં કોઈ છિદ્ર આદિ ન હતું કે યાવત્‌ જીવ નીકળે, તેથી મારી પ્રજ્ઞા સુપ્રતિષ્ઠિત છે કે – જીવ એ જ શરીર છે, તે બંને જુદા નથી. ત્યારે કેશીકુમાર શ્રમણે પ્રદેશી રાજાને કહ્યું – હે પ્રદેશી ! જેમ કોઈ કૂટાગાર શાળા હોય, બંને તરફ લિપ્ત હોય, ગુપ્ત હોય, ગુપ્તદ્વાર હોય, નિર્વાત અને ગંભીર હોય, હવે કોઈ પુરુષ ભેરી અને દંડ લઈને કૂટાગાર શાળાની અંદર પ્રવેશે છે, પ્રવેશીને તે કૂટાગાર શાળામાં ચોતરફથી ઘન – નિચિત – નિરંતર – નિશ્છિદ્ર હોય, તેના દ્વાર આદિને બંધ કરી દે. તે કૂટાગાર શાળાના બહુમધ્ય દેશભાગે રહીને તે ભેરીને દંડ વડે મોટા – મોટા શબ્દોથી વગાડે, હે પ્રદેશી ! શું તે શબ્દો અંદરથી બહાર નીકળે છે ? હા, નીકળે છે. હે પ્રદેશી ! તે કૂટાગાર શાળામાં કોઈ છિદ્ર યાવત્‌ દરાર છે કે જ્યાંથી તે શબ્દો અંદરથી બહાર નીકળે છે? ના, તેમ નથી. આ પ્રમાણે હે પ્રદેશી ! જીવ પણ અપ્રતિહતગતિ છે, પૃથ્વી – શિલા કે પર્વતને ભેદીને અંદરથી બહાર નીકળી જાય છે. તેથી હે પ્રદેશી ! તું શ્રદ્ધા કર કે જીવ અન્ય છે અને શરીર અન્ય છે, બંને એક નથી. ત્યારે પ્રદેશી રાજાએ કેશીકુમાર શ્રમણને આમ કહ્યું – ભદન્ત ! આ તમારી બુદ્ધિયુક્ત ઉપમા છે, પણ આ કારણે યુક્તિયુક્ત નથી. હે ભદન્ત! નિશ્ચે હું અન્ય કોઈ દિને બાહ્ય ઉપસ્થાન શાળામાં યાવત્‌ રહ્યો હતો. ત્યારે મારા નગરરક્ષક સાક્ષી સહિત યાવત્‌ ચોરને પકડી લાવ્યા. ત્યારે મેં તે પુરુષને જીવિતથી રહિત કર્યો. કરીને એક લોહકુંભીમાં નાંખ્યો. નાંખીને લોહ ઢાંકણથી બંધ કર્યો યાવત્‌ વિશ્વાસ્ય પુરુષોને રક્ષા કરવા મૂક્યા. પછી કોઈ દિને તે કુંભી પાસે ગયો. તે કુંભી ઉઘડાવી, ઉઘડાવતા તે લોહકુંભીને કૃમિકુંભી સમાન જોઈ. તે લોહકુંભીમાં કોઈ છિદ્ર યાવત્‌ દરાર ન હતી, જેમાંથી તે જીવો બહારથી પ્રવેશે. જો તે કુંભીમાં કોઈ છિદ્રાદિ હોત યાવત્‌ જીવો પ્રવેશ્યા હોત તો હું શ્રદ્ધા કરત કે જીવ અન્ય છે અને શરીર અન્ય છે. પણ જે કારણે તે લોહકુંભીમાં કોઈ છિદ્ર યાવત્‌ દરાર ન હતી, છતાં જીવો પ્રવેશ્યા, તેથી મારી પ્રજ્ઞા સુપ્રતિષ્ઠિત છે કે જીવ એ જ શરીર છે. ત્યારે કેશીકુમાર શ્રમણે પ્રદેશી રાજાને આમ કહ્યું – હે પ્રદેશી ! શું તે અગ્નિથી તપાવેલ લોઢું જોયેલ છે ? હા, જોયું છે. હે પ્રદેશી! તપાવ્યા પછી શું તે લોઢું પૂર્ણપણે અગ્નિરૂપે પરિણત થઈ જાય છે ? હા, થઈ જાય છે. હે પ્રદેશી ! તે લોઢામાં કોઈ છિદ્ર આદિ છે, કે જેનાથી અગ્નિ બહારથી અંદર પ્રવેશ્યો ? ના, તેમ નથી. એ પ્રમાણે હે પ્રદેશી ! જીવ પણ અપ્રતિહત ગતિ છે, પૃથ્વી કે શીલાદિ ભેદીને બહારથી અંદર પ્રવેશે છે. માટે તું શ્રદ્ધા કર, જીવ – શરીર ભિન્ન છે. સૂત્ર– ૬૮. ત્યારે પ્રદેશી રાજાએ કેશીકુમાર શ્રમણને કહ્યું – ભદન્ત ! આ તમારી બુદ્ધિયુક્ત ઉપમા માત્ર છે, આ કારણે તે યુક્તિયુક્ત નથી. ભદન્ત ! જેમ કોઈ પુરુષ તરુણ યાવત્‌ શિલ્પ ઉપગત હોય, તે એક સાથે પાંચ બાણો ફેંકવામાં સમર્થ છે ? હા, સમર્થ છે. ભદન્ત! જો તે જ પુરુષ બાળ યાવત્‌ મંદવિજ્ઞાન વાળો હોવા છતાં પાંચ બાણો એક સાથે ફેંકવામાં સમર્થ હોય તો હે ભદન્ત ! હું શ્રદ્ધાદિ કરી શકું કે જીવ અન્ય છે અને શરીર અન્ય છે. પણ તે બાલ, મંદવિજ્ઞાનવાળો પુરુષ પાંચ બાણ એક સાથે ફેંકવામાં સમર્થ નથી, તેથી હે ભદન્ત ! મારી ધારણા છે કે ‘જીવ અને શરીર એક જ છે’ તે સુપ્રતિષ્ઠ છે. ત્યારે કેશીકુમાર શ્રમણે પ્રદેશી રાજાને કહ્યું કે – જેમ કોઈ પુરુષ તરુણ યાવત્‌ શિલ્પઉપગત હોય, તે નવું ધનુષ, નવી જીવા, નવું બાણ લઈ, એકસાથે પાંચ બાણો ફેંકવામાં સમર્થ છે ? હા, છે. પણ તે તરુણ યાવત્‌ નિપુણ શીલ્પ ઉપગત પુરુષ જીર્ણ – શીર્ણ ધનુષ, જીર્ણ જીવા અને જીર્ણ બાણથી એક સાથે પાંચ બાણો છોડવામાં સમર્થ છે ? ના, તે અર્થ સંગત નથી. કયા કારણે તે સમર્થ નથી ? ભદન્ત ! તે પુરુષ પાસે અપર્યાપ્ત ઉપકરણ છે. આ પ્રમાણે હે પ્રદેશી ! તે બાલ યાવત્‌ મંદવિજ્ઞાન પુરુષ અપર્યાપ્ત ઉપકરણથી પાંચ બાણ ફેંકવામાં સમર્થ નથી. તેથી હે પ્રદેશી ! તું શ્રદ્ધા કર કે જીવ અન્ય છે અને શરીર અન્ય છે. સૂત્ર– ૬૯. ત્યારે પ્રદેશી રાજાએ કેશીકુમાર શ્રમણને કહ્યું – ભદન્ત ! આ તમારી બુદ્ધિયુક્ત ઉપમા માત્ર છે, પણ આ કારણે તે યુક્તિયુક્ત નથી. હે ભદન્ત! જેમ કોઈ પુરુષ તરુણ યાવત્‌ શીલ્પ કુશળ હોય, તે એક મોટા લોહભારક, ત્રપુભારક, શીશા – ભારકને વહન કરવા સમર્થ છે ?, હા છે. હે ભદન્ત ! તે જ પુરુષ વૃદ્ધ હોય, જરા જર્જરીત દેહવાળો હોય, શિથિલ – કડચલી પડેલ અને અશક્ત હોય, હાથમાં લાકડી લઈ ચાલતો હોય, પ્રવિરલ – પરિસડિત દંતશ્રેણી હોય, રોગી – કૃશ – તરસ્યો – દુર્બળ – કલાંત હોય તો તે મોટા લોહભારકને યાવત્‌ વહન કરવા સમર્થ ન થાય. ભદન્ત ! જો તે જ પુરુષ જીર્ણ, જરા જર્જરીત દેહ યાવત્‌ પરિક્લાંત હોવા છતાં મોટા લોહભારને યાવત્‌ વહન કરવા સમર્થ થાય તો હું શ્રદ્ધાદિ કરું કે શરીર અને જીવ જુદા છે. પણ જો તે જીર્ણ યાવત્‌ ક્લાંત પુરુષ મોટા લોહભારકને યાવત્‌ વહન કરવાને સમર્થ નથી તો મારી પ્રજ્ઞા સુપ્રતિષ્ઠ છે કે જીવ એ જ શરીર છે. ત્યારે કેશીકુમારશ્રમણે પ્રદેશીરાજાને કહ્યું – જેમ કોઈ પુરુષ તરુણ યાવત્‌ શીલ્પકુશલ હોય, નવી કાવડથી – નવી રસ્સીથી બનેલ નવા સિક્કાથી, નવી ટોકરીથી એક મોટા લોહભારકને યાવત્‌ વહન કરવા સમર્થ છે ? હા, છે. હે પ્રદેશી! તે જ પુરુષ તરુણ યાવત્‌ શીલ્પકુશળ હોય, તે જીર્ણ – દુર્બળ – ધૂણો ખાધેલ કાવડથી, જીર્ણ – શીર્ણ – દુર્બળ – ધૂણો ખાધેલ સિક્કા કે ટોકરા વડે એક મોટા લોહભારક આદિને લઈ જવામાં સમર્થ છે ? હે ભદન્ત ! આ અર્થ સંગત નથી. કેમ સંગત નથી? ભદન્ત! તે પુરુષના ઉપકરણ જીર્ણ છે. આ પ્રમાણે હે પ્રદેશી ! તે પુરુષ જીર્ણ યાવત્‌ ક્લાંત, ઉપકરણયુક્ત હોવાથી એક મોટા લોહભારને યાવત્‌ વહન કરવાને સમર્થ નથી. તેથી હે પ્રદેશી! તું શ્રદ્ધા કર કે જીવ જુદો છે અને શરીર જુદું છે. સૂત્ર– ૭૦. ત્યારે પ્રદેશીએ કેશીશ્રમણને કહ્યું – ભદન્ત ! તમારી બુદ્ધિયુક્ત ઉપમા માત્ર છે યાવત્‌ યુક્તિયુક્ત નથી. ભદન્ત ! યાવત્‌ ત્યારે મારો નગરરક્ષક ચોરને લાવ્યો. ત્યારે મેં તે પુરુષનું જીવતા વજન કર્યું, પછી શરીરછેદ કર્યા વિના જ તેને મારી નાંખ્યો, પછી ફરી વજન કર્યું. તે પુરુષનું જીવતા કે મૃત્યુ પછીના વજનમાં કંઈ અંતર ન દેખાયુ. ન વજન વધ્યુ કે ન ઘટ્યુ, ન ભારે થયો કે ન હલકો થયો. ભદન્ત ! જો તે પુરુષનું જીવતા કે મર્યા પછીનું વજન, કંઈક જૂદું કે યાવત્‌ લઘુ થયું હોત તો હું શ્રદ્ધા કરત કે જીવ અને શરીર જુદા છે. પણ તેના વજનમાં કોઈ ભેદ કે લઘુપણુ ન જોયું, તેથી મારી પ્રજ્ઞા સુપ્રતિષ્ઠિત છે કે – ‘‘જીવ એ જ શરીર છે.’’ ત્યારે કેશીકુમાર શ્રમણે પ્રદેશી રાજાને કહ્યું – પ્રદેશી ! તેં કદી બસતીમાં હવા ભરી કે ભરાવી છે ? હા. હે પ્રદેશી ! તે બસતીને પૂર્ણ કે અપૂર્ણનું વજન કરતા, કંઈ જુદું કે લઘુ જણાયુ ? ના, તે અર્થ સંગત નથી. એ પ્રમાણે હે પ્રદેશી ! જીવના અગુરુ – લઘુત્વને આશ્રીને જીવતા વજન કરો કે મૃત્યુ પછી કરો. તેમાં કોઈ ભેદ કે લઘુતા થતી નથી. તો પ્રદેશી ! તું શ્રદ્ધા કર – જીવ અને શરીર જુદાં છે. સૂત્ર– ૭૧. ત્યારે પ્રદેશીએ કેશીશ્રમણને કહ્યું – ભદન્ત ! આ બુદ્ધિયુક્ત તમારી પ્રજ્ઞા માત્ર છે, સ્વીકાર્ય નથી. હે ભદન્ત ! કોઈ દિવસે યાવત્‌ ચોરને લાવ્યો. મેં તે પુરુષને ચોતરફથી સારી રીતે જોયો, પણ તેમાં મને ક્યાંય જીવ દેખાયો નહીં, પછી મેં તે પુરુષના બે ટૂકડા કર્યા, કરીને ચોતરફથી અવલોક્યો, પણ તેમાં મને ક્યાંય જીવ ન દેખાયો. એ રીતે ત્રણ – ચાર – સંખ્યાત ફાડીયા કર્યા, પણ તેમાં મને ક્યાંય જીવ ન દેખાયો. હે ભદન્ત ! જો મને તે પુરુષના બે – ત્રણ – ચાર – કે સંખ્યાત ફાડીયા કરતા જીવ દેખાત, તો હું શ્રદ્ધા કરત કે જીવ અને શરીર જુદા છે. પણ – મને તેમાં જીવ ન દેખાયો, તેથી મારી પ્રજ્ઞા સુપ્રતિષ્ઠિત છે કે – જીવ એ જ શરીર છે. ત્યારે કેશીશ્રમણે પ્રદેશીને કહ્યું – હે પ્રદેશી ! તું મને તે તુચ્છ કઠિયારાથી પણ અધિક મૂઢ જણાય છે. ભદન્ત ! તે દીન કઠિયારો કોણ ? હે પ્રદેશી ! જેમ કોઈ વનમાં રહેનાર, વનોપજીવી, વન ગવેષણાથી આગ અને અંગીઠી લઈને લાકડીના વનમાં પ્રવેશ્યો ત્યારે તે પુરુષ તે અગ્રામિક યાવત્‌ કોઈ પ્રદેશ અનુપ્રાપ્ત થતા એક પુરુષને કહ્યું – હે દેવાનુપ્રિય ! આપણે કાષ્ઠ અટવીમાં જઈએ છીએ. તું આ અંગીઠીથી આગ લઈને અમારા માટે ભોજન બનાવજે. જો અંગીઠીમાં આગ બુઝાઈ જાય, તો આ લાકડીથી આગ ઉત્પન્ન કરીને ભોજન બનાવી લેજે. એમ કહીને તેઓ કાષ્ઠ અટવીમાં પ્રવેશ્યા. ત્યારે તે પુરુષે મુહૂર્ત્તાંતર પછી વિચાર્યું કે ભોજન બનાવું. એમ વિચારી અંગીઠી પાસે આવ્યો, તેમાં આગ બુઝાયેલ જોઈ તેથી તે પુરુષ કાષ્ઠ પાસે ગયો. તે કાષ્ઠને ચોતરફથી અવલોક્યું. તેમાં અગ્નિ ન જોયો. પછી તે પુરુષે કમર કસી કુહાડી લીધી. તે કાષ્ઠના બે ફાડીયા કર્યા, ચોતરફથી અવલોક્યા, તેમાં ક્યાંય અગ્નિ ન જોયો. એ પ્રમાણે યાવત્‌ સંખ્યાત ફાડીયા કરીને ચોતરફથી અવલોકતા પણ તેમાં ક્યાંય અગ્નિ ન જોયો. ત્યારે તે પુરુષે તે કાષ્ઠમાં ક્યાંય અગ્નિ ન જોતા તે શ્રાંત, કલાંત, ખિન્ન, દુઃખી થઈ કુહાડીને એક બાજુ રાખી, કમર ખોલી મનોમન બોલ્યો – હું તે લોકો માટે કઈ રીતે ભોજન બનાવું ? એમ વિચારી, તે અપહત મનો સંકલ્પ, ચિંતા – શોક – સાગર પ્રવિષ્ટ, હથેળી ઉપર મુખ રાખી, આર્ત્તધ્યાન પામી, ભૂમિ તરફ દૃષ્ટિ રાખી ચિંતામગ્ન થઈ ગયો. ત્યારપછી તે પુરુષો કાષ્ઠને છેદીને, તે પુરુષ પાસે આવ્યા, તે પુરુષને અપહત મનોસંકલ્પ યાવત્‌ ચિંતામગ્ન જોઈને કહ્યું – તું અપહત મનો સંકલ્પ યાવત્‌ ચિંતામગ્ન કેમ છે ? ત્યારે તે પુરુષે કહ્યું – તમે કાષ્ઠની અટવીમાં પ્રવેશતા મને એમ કહેલું મુહૂર્ત્ત પછી ભોજન તૈયાર કરજે યાવત્‌ પૂર્વવત્‌ હું ચિંતામાં છું. ત્યારે તે પુરુષોમાં એક છે, દક્ષ, પ્રાપ્તાર્થ યાવત્‌ ઉપદેશલબ્ધ પુરુષે પોતાના સાથીઓને કહ્યું – તમે જાઓ, સ્નાન અને બલિકર્મ કરી યાવત્‌ જલદી પાછા આવો. ત્યાં સુધીમાં હું ભોજન તૈયાર કરું. એમ કહી કમર બાંધી, કુહાડી લીધી, સર બનાવ્યુ, સરથી અરણી ઘસીને આગ પ્રગટાવી, પછી તેને સંધુકીને અગ્નિ પ્રજ્વલિત કરી, ભોજન બનાવ્યું. ત્યારપછી તે પુરુષો સ્નાન, બલિકર્મ યાવત્‌ પ્રાયશ્ચિત્ત કરી, તે પુરુષ પાસે આવ્યા. પછી તે બધા પુરુષો ઉત્તમ સુખાસને બેઠા, તે પુરુષ વિપુલ અશનાદિ લાવ્યો. ત્યારે તે પુરુષો તે વિપુલ અશનાદિ આસ્વાદતા, વિસ્વાદતા યાવત્‌ વિચરે છે. જમીને આચમનાદિ કરી, સ્વચ્છ, શુદ્ધ થઈને પોતાના પહેલા સાથીને કહ્યું – તું જડ, મૂઢ, અપંડિત, નિર્વિજ્ઞાન, અનુપદેશ લબ્ધ છો, જેથી તે કાષ્ઠ ટૂકડામાં આગ જોવાની ઇચ્છા કરી. હે પ્રદેશી ! તું આ પ્રમાણે તે તુચ્છ કઠિયારા જેવો મૂઢ છે. સૂત્ર– ૭૨. ત્યારે તે પ્રદેશીએ કેશીશ્રમણને કહ્યું – ભદન્ત ! તે યુક્ત છે, આપ જેવા છેક, દક્ષ, બુદ્ધ, કુશલ, મહામતી, વિનીત, વિજ્ઞાનપ્રાપ્ત, ઉપદેશલબ્ધનું મને આ અતિ વિશાળ પર્ષદા મધ્યે નિષ્ઠુર શબ્દોનો પ્રયોગ, ભર્ત્સના, પ્રતિ – તાડન, ધમકાવવું યોગ્ય છે ? ત્યારે કેશીશ્રમણે, પ્રદેશી રાજાને આમ પૂછ્યું – હે પ્રદેશી ! તું જાણે છે કે પર્ષદા કેટલી છે ? ભદન્ત ! ચાર. તે આ – ક્ષત્રિયપર્ષદા, ગાથાપતિપર્ષદા, બ્રાહ્મણપર્ષદા, ઋષિપર્ષદા. હે પ્રદેશી ! તું જાણે છે કે આ ચાર પર્ષદાના અપરાધી માટે શું દંડનીતિ કહી છે? હા, જાણુ છું. જે ક્ષત્રિયપર્ષદાનો અપરાધ કરે છે તેના હાથ, પગ કે માથુ છેદી નંખાય છે, શૂળીએ ચડાવાય છે અથવા એક જ પ્રહારથી કચળીને પ્રાણ રહિત કરી દેવાય છે. જે ગાથાપતિ પર્ષદાનો અપરાધ કરે છે, તેને તૃણ, વેઢ, પલાલથી વીંટીને અગ્નિકાયમાં નાંખી દેવાય છે. જે બ્રાહ્મણ પર્ષદાનો અપરાધ કરે છે, તે અનિષ્ટ, અકાંત યાવત્‌ અમણામ શબ્દો વડે ઉપાલંભ દઈને કુંડિકા કે કૂતરાના ચિહ્નથી લાંછિત કરાય છે કે દેશનીકાલની આજ્ઞા કરાય છે. જે ઋષિપર્ષદાનો અપરાધ કરે છે તેને ન અતિ અનિષ્ટ કે ન અતિ અમનોજ્ઞ શબ્દોથી ઉપાલંભ અપાય છે. આ પ્રમાણે હે પ્રદેશી ! તું જાણે છે, તો પણ તું મારા પ્રતિ વિપરીત, પરિતાપજનક, પ્રતિકૂળ, વિરુદ્ધ આદિ વ્યવહાર કરે છે ! ત્યારે પ્રદેશી રાજાએ કેશીકુમાર શ્રમણને એમ કહ્યું – ભદન્ત ! આપની સાથે પ્રથમ વાર્તાલાપ થયો ત્યારે મારા મનમાં આવો વિચાર યાવત્‌ સંકલ્પ ઉત્પન્ન થયો કે જેમ જેમ હું આ પુરુષની વિપરીત યાવત્‌ સર્વથા વિપરીત વ્યવહાર કરીશ, તેમ તેમ હું જ્ઞાન – જ્ઞાનલાભ, કરણ – કરણલાભ, દર્શન – દર્શનલાભ, જીવ – જીવલાભને પ્રાપ્ત કરીશ. આ કારણે હે દેવાનુપ્રિય ! હું આપની વિરુદ્ધ વર્તતો હતો. ત્યારે કેશીશ્રમણે પ્રદેશીને પૂછ્યું – હે પ્રદેશી ! તું જાણે છે કે વ્યવહારકર્તા કેટલા પ્રકારે છે ? હા, જાણુ છું. વ્યવહાર ચાર ભેદે છે – ૧. દાન દે પણ પ્રીતિયુક્ત ન બોલે, ૨. સંતોષપ્રદ બોલે પણ દાન ન દે, ૩. દાન દે અને પ્રીતિયુક્ત પણ બોલે, ૪. બંને ન કરે. હે પ્રદેશી ! તું જાણે છે કે આ ચાર પુરુષોમાં કોણ વ્યવહારી છે અને કોણ અવ્યવહારી છે ? હા, જાણુ છું. જે પુરુષ આપે છે પણ સંભાષણ કરતો નથી તે વ્યવહારી છે, એ રીતે બીજા અને ત્રીજા પ્રકારના પુરુષ વ્યવહારી છે, જે ચોથા પ્રકારનો છે, તે અવ્યવહારી છે. આ પ્રમાણે હે પ્રદેશી! તું વ્યવહારી છે, અવ્યવહારી નથી. સૂત્ર– ૭૩. ત્યારે પ્રદેશી રાજાએ કેશીકુમાર શ્રમણને કહ્યું – ભદન્ત ! આપ, છેક છો, દક્ષ છો યાવત્‌ ઉપદેશ લબ્ધ છો. મને હથેળીમાં આમળા માફક શરીરની બહાર જીવને કાઢીને દેખાડવામાં સમર્થ છો ? તે કાળે, તે સમયે પ્રદેશી રાજાની સમીપે વાયુ વડે સંવૃત્ત તૃણ વનસ્પતિકાય કંપે છે, વિશેષ કંપે છે, ચાલે છે, સ્પંદિત થાય છે, ઘટ્ટિત, ઉદીરિત થાય છે, તે – તે ભાવે પરિણમે છે. ત્યારે કેશીશ્રમણે પ્રદેશીને કહ્યું – હે પ્રદેશી ! તું આ તૃણ વનસ્પતિઓને કંપતી યાવત્‌ તે – તે ભાવે પરિણમતી જુએ છે ? હા, જોઉં છું. હે પ્રદેશી ! તું જાણે છે કે તેને કોઈ દેવ, અસુર, નાગ, કિંનર, કિંપુરુષ, મહોરગ કે ગંધર્વ ચલિત કરે છે ? હા, જાણુ છુ. દેવ યાવત્‌ ગંધર્વ ચલિત નથી કરતા, વાયુકાયથી ચલિત થાય છે. હે પ્રદેશી ! શું તું તે મૂર્ત – કામ – રાગ – મોહ – વેદ – લેશ્યા અને શરીરધારી વાયુના રૂપે જુએ છે ? ના, તે અર્થ સંગત નથી. હે પ્રદેશી ! જો, તું આ વાયુકાયના સરૂપી યાવત્‌ સશરીરના રૂપને જોતો નથી, તો પ્રદેશી ! હું તને હાથમાં આમળા વત્‌ જીવ કેમ દેખાડું ? હે પ્રદેશી ! દશ સ્થાનોને છદ્મસ્થ મનુષ્ય સર્વભાવથી જાણતા અનેજોતા નથી. તે આ – ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, અશરીરબદ્ધ જીવ, પરમાણુપુદ્‌ગલ, શબ્દ, ગંધ, વાયુ, આ જિન થશે કે નહીં?, આ સર્વે દુઃખોનો અંત કરશે કે નહીં? આ બધું ઉત્પન્ન જ્ઞાન – દર્શનધર અરહંત જિન કેવલી સર્વભાવથી જાણે છે – જુએ છે. તે આ – ધર્માસ્તિકાય યાવત્‌ અંત કરશે કે નહીં. તો હે પ્રદેશી! તું શ્રદ્ધા કર કે જીવ અન્ય છે અને શરીર અન્ય છે. સૂત્ર– ૭૪. ત્યારે તે પ્રદેશી રાજાએ કેશીકુમાર શ્રમણને કહ્યું – ભદન્ત! હાથી અને કુંથુનો જીવ સમાન છે ? હા, પ્રદેશી ! સમાનછે. ભદન્ત ! હાથીથી કુંથુઓ અલ્પકર્મ, અલ્પક્રિય, અલ્પાશ્રવી છે અને તે રીતે આહાર, નિહાર, શ્વાસોચ્છ્‌વાસ, ઋદ્ધિ, દ્યુતિ અલ્પ છે અને કુંથુઆથી હાથી મહાકર્મી, મહાક્રિયાવાળો યાવત્‌ છે ? હા, પ્રદેશી ! તેમજ છે. ભદન્ત ! હાથી અને કુંથુનો જીવ સમાન કઈ રીતે છે ? પ્રદેશી ! જેમ કોઈ કૂટાગારશાળા હોય યાવત્‌ ગંભીર હોય. હવે કોઈ પુરુષ અગ્નિ અને દીવો લઈને તે કૂટાગાર શાળામાં અંદર પ્રવેશે. તે શાળાને ચારે તરફથી ઘન – નિચિત – નિરંતર, છિદ્રો, દ્વાર આદિ બંધ કરે. તે શાળાના બહુમધ્ય દેશભાગે તે દીવો પ્રગટાવે. ત્યારે તે દીવો તે કૂટાગાર શાળાને અંદર અંદર અવભાસિત, ઉદ્યોતીત, તાપિત, પ્રભાસિત કરે છે, પણ બહાર નહીં. હવે તે પુરુષ તે દીવાને પિટારીથી ઢાંકી દે, ત્યારે તે દીવો તે પિટારીને અંદરથી અવભાસે છે, પણ પિટારીની બહારની કૂટાગારશાળાને નહીં. એ રીતે ગોકિલિંજ, ગંડમાણિકા, પચ્છિપિંડક, આઢક, અર્દ્ધાઢક, પ્રસ્થક, અર્દ્ધપ્રસ્થક, અષ્ટભાગિકા, ચતુર્ભાગિકા, ષોડશિકા, છત્રિશિકા, ચૌસઠિકા કે દીપચંપકથી ઢાંકે તો ત્યારે તે દીવો દીપચંપકની અંદર અવભાસિતાદિ કરે છે, બહાર નહીં. એ રીતે ચૌસઠિકા બહાર નહીં, કૂટાગારશાળા બહાર નહીં. એ પ્રમાણે હે પ્રદેશી ! જીવ પણ જેવા પ્રકારે પૂર્વકર્મબદ્ધ શરીર પામેલ હોય, તેમાં અસંખ્યાત જીવપ્રદેશથી સંકોચાઈને કે વિસ્તાર કરીને તેમાં સમાઈ જાય છે. તો તું શ્રદ્ધા કર, હે પ્રદેશી ! જીવ અન્ય છે અને શરીર અન્ય છે. સૂત્ર સંદર્ભ– ૬૭–૭૪
Mool Sutra Transliteration : [sutra] tae nam se paesi raya kesim kumarasamanam evam vayasi–atthi nam bhamte! Esa pannao uvama, imenam puna karanenam no uvagachchhati– Evam khalu bhamte! Aham annaya kayai bahiriyae uvatthanasalae anegagananayaka damdanayaga raisara talavara madambiya kodumbiya ibbha setthi senavai satthavaha mamti mahamamti ganagadovariya amachcha cheda pidhamadda nagara nigama duya samdhivalehim saddhim samparivude viharami. Tae nam mama nagaraguttiya sasakkham sahodham saloddam sagevejjam avaudagabamdhanabaddham choram uvanemti. Tae nam aham tam purisam jivamtam cheva aokumbhie pakkhivavemi, aomaenam pihanaenam pihavemi, aena ya tauena ya kayavemi, ayapachchaiehim purisehim rakkhavemi. Tae nam aham annaya kayaim jenameva sa aokumbhi tenameva uvagachchhami, uvagachchhitta tam aokumbhim uggalachchhavemi, ugga lachchhavitta tam purisam sayameva pasami, no cheva nam tise aokumbhie kei chhidde i va vivare i va amtare i va rai va, jao nam se jive amtohimto bahiya niggae. Jai nam bhamte! Tise aokumbhie hojja kei chhidde i va vivare i va amtare i va rai va, jao nam se jive amtohimto bahiya niggae, to nam aham saddahejja pattiejja roejja jaha–anno jivo annam sariram, no tajjivo tam sariram. Jamha nam bhamte! Tise aokumbhie natthi kei chhidde i va vivare i va amtare i va, rai va, jao nam se jive amtohimto bahiya niggae, tamha supatitthiya me painna jaha–tajjivo tam sariram, no anno jivo annam sariram. Tae nam kesi kumara-samane paesim rayam evam vayasi–paesi! Se jahanamae kudagarasala siya–duhao litta gutta guttaduvara nivaya nivayagambhira. Aha nam kei purise bherim cha damdam cha gahada kudagarasalae amto-amto anuppavisati, anuppavisitta tise kudagarasalae savvato samamta ghana nichiya niramtara nichchhiddaim duvaravayanaim pihei. Tise kudagarasalae bahumajjhadesabhae thichcha tam bherim damdaenam mahaya-mahaya saddenam talejja. Se nunam paesi! Se sadde nam amtohimto bahiya niggachchhai? Hamta niggachchhai. Atthi nam paesi! Tise kudagarasalae kei chhidde i va vivare i va amtare i va rai va, jao nam se sadde amtohimto bahiya niggae? No tinatthe samatthe. Evameva paesi! Jive vi appadihayagai pudhavim bhichcha silam bhichcha pavvayam bhichcha amtohimto bahiya niggachchhai, tam saddahahi nam tumam paesi! Anno jivo annam sariram, no tajjivo tam sariram.
Sutra Meaning Transliteration : Sutra– 67. Tyare te pradeshirajae keshikumara shramanane kahyum ke – a buddhiupama chhe ke a karane avata nathi. He bhadanta ! Hum anya koi dine bahya upasthanashalamam aneka gananayaka, damdanayaka, ishvara, talavara, madambika, kautumbika, ibhya, shreshthi, senapati, sarthavaha, mamtri, mahamamtri, ganaka, dauvarika, amatya, cheta, pithamardaka, nagara nigama, duta, samdhipala sathe parivarine rahela hato. Tyare mara nagararakshake mudda – mala – sakshi sahita pakadela tatha garadana ane pachhala bamne hatha bamdhine eka chorane lavya. Tyare mem te purushane jivato ja loha kumbhimam namkhyo, lodhana dhamkanathi tenu mukha dhamki didhu. Pachhi garama lodha ane shishano tena upara lepa kari didho, dekharekha mate vishvastha purusho mukya. Pachhi koi dine hum lohakumbhi pase gayo. Jaine te lohakumbhi kholavi. Kholavine mem pote joyum ke te purusha mari gayo hato. Te lohakumbhimam koi chhidra, vivara ke rai jetalum pana amtara na hatum ke jemamthi te purushano jiva bahara nikaline jaya. Jo te lohakumbhimam koi chhidra yavat darara hota to he bhadanta ! Hum manata ke amdara bamdha purushano jiva bahara nikalela chhe. To hum shraddha – pratiti – ruchi karata ke jiva anya chhe ane sharira anya chhe, jiva e ja sharira nathi. Pana he bhadanta! Te kumbhimam koi chhidra adi na hatum ke yavat jiva nikale, tethi mari prajnya supratishthita chhe ke – jiva e ja sharira chhe, te bamne juda nathi. Tyare keshikumara shramane pradeshi rajane kahyum – he pradeshi ! Jema koi kutagara shala hoya, bamne tarapha lipta hoya, gupta hoya, guptadvara hoya, nirvata ane gambhira hoya, have koi purusha bheri ane damda laine kutagara shalani amdara praveshe chhe, praveshine te kutagara shalamam chotaraphathi ghana – nichita – niramtara – nishchhidra hoya, tena dvara adine bamdha kari de. Te kutagara shalana bahumadhya deshabhage rahine te bherine damda vade mota – mota shabdothi vagade, he pradeshi ! Shum te shabdo amdarathi bahara nikale chhe\? Ha, nikale chhe. He pradeshi ! Te kutagara shalamam koi chhidra yavat darara chhe ke jyamthi te shabdo amdarathi bahara nikale chhe? Na, tema nathi. A pramane he pradeshi ! Jiva pana apratihatagati chhe, prithvi – shila ke parvatane bhedine amdarathi bahara nikali jaya chhe. Tethi he pradeshi ! Tum shraddha kara ke jiva anya chhe ane sharira anya chhe, bamne eka nathi. Tyare pradeshi rajae keshikumara shramanane ama kahyum – bhadanta ! A tamari buddhiyukta upama chhe, pana a karane yuktiyukta nathi. He bhadanta! Nishche hum anya koi dine bahya upasthana shalamam yavat rahyo hato. Tyare mara nagararakshaka sakshi sahita yavat chorane pakadi lavya. Tyare mem te purushane jivitathi rahita karyo. Karine eka lohakumbhimam namkhyo. Namkhine loha dhamkanathi bamdha karyo yavat vishvasya purushone raksha karava mukya. Pachhi koi dine te kumbhi pase gayo. Te kumbhi ughadavi, ughadavata te lohakumbhine krimikumbhi samana joi. Te lohakumbhimam koi chhidra yavat darara na hati, jemamthi te jivo baharathi praveshe. Jo te kumbhimam koi chhidradi hota yavat jivo praveshya hota to hum shraddha karata ke jiva anya chhe ane sharira anya chhe. Pana je karane te lohakumbhimam koi chhidra yavat darara na hati, chhatam jivo praveshya, tethi mari prajnya supratishthita chhe ke jiva e ja sharira chhe. Tyare keshikumara shramane pradeshi rajane ama kahyum – he pradeshi ! Shum te agnithi tapavela lodhum joyela chhe\? Ha, joyum chhe. He pradeshi! Tapavya pachhi shum te lodhum purnapane agnirupe parinata thai jaya chhe\? Ha, thai jaya chhe. He pradeshi ! Te lodhamam koi chhidra adi chhe, ke jenathi agni baharathi amdara praveshyo\? Na, tema nathi. E pramane he pradeshi ! Jiva pana apratihata gati chhe, prithvi ke shiladi bhedine baharathi amdara praveshe chhe. Mate tum shraddha kara, jiva – sharira bhinna chhe. Sutra– 68. Tyare pradeshi rajae keshikumara shramanane kahyum – bhadanta ! A tamari buddhiyukta upama matra chhe, a karane te yuktiyukta nathi. Bhadanta ! Jema koi purusha taruna yavat shilpa upagata hoya, te eka sathe pamcha bano phemkavamam samartha chhe\? Ha, samartha chhe. Bhadanta! Jo te ja purusha bala yavat mamdavijnyana valo hova chhatam pamcha bano eka sathe phemkavamam samartha hoya to he bhadanta ! Hum shraddhadi kari shakum ke jiva anya chhe ane sharira anya chhe. Pana te bala, mamdavijnyanavalo purusha pamcha bana eka sathe phemkavamam samartha nathi, tethi he bhadanta ! Mari dharana chhe ke ‘jiva ane sharira eka ja chhe’ te supratishtha chhe. Tyare keshikumara shramane pradeshi rajane kahyum ke – jema koi purusha taruna yavat shilpaupagata hoya, te navum dhanusha, navi jiva, navum bana lai, ekasathe pamcha bano phemkavamam samartha chhe\? Ha, chhe. Pana te taruna yavat nipuna shilpa upagata purusha jirna – shirna dhanusha, jirna jiva ane jirna banathi eka sathe pamcha bano chhodavamam samartha chhe\? Na, te artha samgata nathi. Kaya karane te samartha nathi\? Bhadanta ! Te purusha pase aparyapta upakarana chhe. A pramane he pradeshi ! Te bala yavat mamdavijnyana purusha aparyapta upakaranathi pamcha bana phemkavamam samartha nathi. Tethi he pradeshi ! Tum shraddha kara ke jiva anya chhe ane sharira anya chhe. Sutra– 69. Tyare pradeshi rajae keshikumara shramanane kahyum – bhadanta ! A tamari buddhiyukta upama matra chhe, pana a karane te yuktiyukta nathi. He bhadanta! Jema koi purusha taruna yavat shilpa kushala hoya, te eka mota lohabharaka, trapubharaka, shisha – bharakane vahana karava samartha chhe\?, ha chhe. He bhadanta ! Te ja purusha vriddha hoya, jara jarjarita dehavalo hoya, shithila – kadachali padela ane ashakta hoya, hathamam lakadi lai chalato hoya, pravirala – parisadita damtashreni hoya, rogi – krisha – tarasyo – durbala – kalamta hoya to te mota lohabharakane yavat vahana karava samartha na thaya. Bhadanta ! Jo te ja purusha jirna, jara jarjarita deha yavat pariklamta hova chhatam mota lohabharane yavat vahana karava samartha thaya to hum shraddhadi karum ke sharira ane jiva juda chhe. Pana jo te jirna yavat klamta purusha mota lohabharakane yavat vahana karavane samartha nathi to mari prajnya supratishtha chhe ke jiva e ja sharira chhe. Tyare keshikumarashramane pradeshirajane kahyum – jema koi purusha taruna yavat shilpakushala hoya, navi kavadathi – navi rassithi banela nava sikkathi, navi tokarithi eka mota lohabharakane yavat vahana karava samartha chhe\? Ha, chhe. He pradeshi! Te ja purusha taruna yavat shilpakushala hoya, te jirna – durbala – dhuno khadhela kavadathi, jirna – shirna – durbala – dhuno khadhela sikka ke tokara vade eka mota lohabharaka adine lai javamam samartha chhe\? He bhadanta ! A artha samgata nathi. Kema samgata nathi? Bhadanta! Te purushana upakarana jirna chhe. A pramane he pradeshi ! Te purusha jirna yavat klamta, upakaranayukta hovathi eka mota lohabharane yavat vahana karavane samartha nathi. Tethi he pradeshi! Tum shraddha kara ke jiva judo chhe ane sharira judum chhe. Sutra– 70. Tyare pradeshie keshishramanane kahyum – bhadanta ! Tamari buddhiyukta upama matra chhe yavat yuktiyukta nathi. Bhadanta ! Yavat tyare maro nagararakshaka chorane lavyo. Tyare mem te purushanum jivata vajana karyum, pachhi sharirachheda karya vina ja tene mari namkhyo, pachhi phari vajana karyum. Te purushanum jivata ke mrityu pachhina vajanamam kami amtara na dekhayu. Na vajana vadhyu ke na ghatyu, na bhare thayo ke na halako thayo. Bhadanta ! Jo te purushanum jivata ke marya pachhinum vajana, kamika judum ke yavat laghu thayum hota to hum shraddha karata ke jiva ane sharira juda chhe. Pana tena vajanamam koi bheda ke laghupanu na joyum, tethi mari prajnya supratishthita chhe ke – ‘‘jiva e ja sharira chhe.’’ Tyare keshikumara shramane pradeshi rajane kahyum – pradeshi ! Tem kadi basatimam hava bhari ke bharavi chhe\? Ha. He pradeshi ! Te basatine purna ke apurnanum vajana karata, kami judum ke laghu janayu\? Na, te artha samgata nathi. E pramane he pradeshi ! Jivana aguru – laghutvane ashrine jivata vajana karo ke mrityu pachhi karo. Temam koi bheda ke laghuta thati nathi. To pradeshi ! Tum shraddha kara – jiva ane sharira judam chhe. Sutra– 71. Tyare pradeshie keshishramanane kahyum – bhadanta ! A buddhiyukta tamari prajnya matra chhe, svikarya nathi. He bhadanta ! Koi divase yavat chorane lavyo. Mem te purushane chotaraphathi sari rite joyo, pana temam mane kyamya jiva dekhayo nahim, pachhi mem te purushana be tukada karya, karine chotaraphathi avalokyo, pana temam mane kyamya jiva na dekhayo. E rite trana – chara – samkhyata phadiya karya, pana temam mane kyamya jiva na dekhayo. He bhadanta ! Jo mane te purushana be – trana – chara – ke samkhyata phadiya karata jiva dekhata, to hum shraddha karata ke jiva ane sharira juda chhe. Pana – mane temam jiva na dekhayo, tethi mari prajnya supratishthita chhe ke – jiva e ja sharira chhe. Tyare keshishramane pradeshine kahyum – he pradeshi ! Tum mane te tuchchha kathiyarathi pana adhika mudha janaya chhe. Bhadanta ! Te dina kathiyaro kona\? He pradeshi ! Jema koi vanamam rahenara, vanopajivi, vana gaveshanathi aga ane amgithi laine lakadina vanamam praveshyo tyare te purusha te agramika yavat koi pradesha anuprapta thata eka purushane kahyum – he devanupriya ! Apane kashtha atavimam jaie chhie. Tum a amgithithi aga laine amara mate bhojana banavaje. Jo amgithimam aga bujhai jaya, to a lakadithi aga utpanna karine bhojana banavi leje. Ema kahine teo kashtha atavimam praveshya. Tyare te purushe muhurttamtara pachhi vicharyum ke bhojana banavum. Ema vichari amgithi pase avyo, temam aga bujhayela joi tethi te purusha kashtha pase gayo. Te kashthane chotaraphathi avalokyum. Temam agni na joyo. Pachhi te purushe kamara kasi kuhadi lidhi. Te kashthana be phadiya karya, chotaraphathi avalokya, temam kyamya agni na joyo. E pramane yavat samkhyata phadiya karine chotaraphathi avalokata pana temam kyamya agni na joyo. Tyare te purushe te kashthamam kyamya agni na jota te shramta, kalamta, khinna, duhkhi thai kuhadine eka baju rakhi, kamara kholi manomana bolyo – hum te loko mate kai rite bhojana banavum\? Ema vichari, te apahata mano samkalpa, chimta – shoka – sagara pravishta, hatheli upara mukha rakhi, arttadhyana pami, bhumi tarapha drishti rakhi chimtamagna thai gayo. Tyarapachhi te purusho kashthane chhedine, te purusha pase avya, te purushane apahata manosamkalpa yavat chimtamagna joine kahyum – tum apahata mano samkalpa yavat chimtamagna kema chhe\? Tyare te purushe kahyum – tame kashthani atavimam praveshata mane ema kahelum muhurtta pachhi bhojana taiyara karaje yavat purvavat hum chimtamam chhum. Tyare te purushomam eka chhe, daksha, praptartha yavat upadeshalabdha purushe potana sathione kahyum – tame jao, snana ane balikarma kari yavat jaladi pachha avo. Tyam sudhimam hum bhojana taiyara karum. Ema kahi kamara bamdhi, kuhadi lidhi, sara banavyu, sarathi arani ghasine aga pragatavi, pachhi tene samdhukine agni prajvalita kari, bhojana banavyum. Tyarapachhi te purusho snana, balikarma yavat prayashchitta kari, te purusha pase avya. Pachhi te badha purusho uttama sukhasane betha, te purusha vipula ashanadi lavyo. Tyare te purusho te vipula ashanadi asvadata, visvadata yavat vichare chhe. Jamine achamanadi kari, svachchha, shuddha thaine potana pahela sathine kahyum – tum jada, mudha, apamdita, nirvijnyana, anupadesha labdha chho, jethi te kashtha tukadamam aga jovani ichchha kari. He pradeshi ! Tum a pramane te tuchchha kathiyara jevo mudha chhe. Sutra– 72. Tyare te pradeshie keshishramanane kahyum – bhadanta ! Te yukta chhe, apa jeva chheka, daksha, buddha, kushala, mahamati, vinita, vijnyanaprapta, upadeshalabdhanum mane a ati vishala parshada madhye nishthura shabdono prayoga, bhartsana, prati – tadana, dhamakavavum yogya chhe\? Tyare keshishramane, pradeshi rajane ama puchhyum – He pradeshi ! Tum jane chhe ke parshada ketali chhe\? Bhadanta ! Chara. Te a – kshatriyaparshada, gathapatiparshada, brahmanaparshada, rishiparshada. He pradeshi ! Tum jane chhe ke a chara parshadana aparadhi mate shum damdaniti kahi chhe? Ha, janu chhum. Je kshatriyaparshadano aparadha kare chhe tena hatha, paga ke mathu chhedi namkhaya chhe, shulie chadavaya chhe athava eka ja praharathi kachaline prana rahita kari devaya chhe. Je gathapati parshadano aparadha kare chhe, tene trina, vedha, palalathi vimtine agnikayamam namkhi devaya chhe. Je brahmana parshadano aparadha kare chhe, te anishta, akamta yavat amanama shabdo vade upalambha daine kumdika ke kutarana chihnathi lamchhita karaya chhe ke deshanikalani ajnya karaya chhe. Je rishiparshadano aparadha kare chhe tene na ati anishta ke na ati amanojnya shabdothi upalambha apaya chhe. A pramane he pradeshi ! Tum jane chhe, to pana tum mara prati viparita, paritapajanaka, pratikula, viruddha adi vyavahara kare chhe ! Tyare pradeshi rajae keshikumara shramanane ema kahyum – bhadanta ! Apani sathe prathama vartalapa thayo tyare mara manamam avo vichara yavat samkalpa utpanna thayo ke jema jema hum a purushani viparita yavat sarvatha viparita vyavahara karisha, tema tema hum jnyana – jnyanalabha, karana – karanalabha, darshana – darshanalabha, jiva – jivalabhane prapta karisha. A karane he devanupriya ! Hum apani viruddha vartato hato. Tyare keshishramane pradeshine puchhyum – he pradeshi ! Tum jane chhe ke vyavaharakarta ketala prakare chhe\? Ha, janu chhum. Vyavahara chara bhede chhe – 1. Dana de pana pritiyukta na bole, 2. Samtoshaprada bole pana dana na de, 3. Dana de ane pritiyukta pana bole, 4. Bamne na kare. He pradeshi ! Tum jane chhe ke a chara purushomam kona vyavahari chhe ane kona avyavahari chhe\? Ha, janu chhum. Je purusha ape chhe pana sambhashana karato nathi te vyavahari chhe, e rite bija ane trija prakarana purusha vyavahari chhe, je chotha prakarano chhe, te avyavahari chhe. A pramane he pradeshi! Tum vyavahari chhe, avyavahari nathi. Sutra– 73. Tyare pradeshi rajae keshikumara shramanane kahyum – bhadanta ! Apa, chheka chho, daksha chho yavat upadesha labdha chho. Mane hathelimam amala maphaka sharirani bahara jivane kadhine dekhadavamam samartha chho\? Te kale, te samaye pradeshi rajani samipe vayu vade samvritta trina vanaspatikaya kampe chhe, vishesha kampe chhe, chale chhe, spamdita thaya chhe, ghattita, udirita thaya chhe, te – te bhave pariname chhe. Tyare keshishramane pradeshine kahyum – he pradeshi ! Tum a trina vanaspatione kampati yavat te – te bhave parinamati jue chhe\? Ha, joum chhum. He pradeshi ! Tum jane chhe ke tene koi deva, asura, naga, kimnara, kimpurusha, mahoraga ke gamdharva chalita kare chhe\? Ha, janu chhu. Deva yavat gamdharva chalita nathi karata, vayukayathi chalita thaya chhe. He pradeshi ! Shum tum te murta – kama – raga – moha – veda – leshya ane shariradhari vayuna rupe jue chhe\? Na, te artha samgata nathi. He pradeshi ! Jo, tum a vayukayana sarupi yavat sasharirana rupane joto nathi, to pradeshi ! Hum tane hathamam amala vat jiva kema dekhadum\? He pradeshi ! Dasha sthanone chhadmastha manushya sarvabhavathi janata anejota nathi. Te a – dharmastikaya, adharmastikaya, akashastikaya, asharirabaddha jiva, paramanupudgala, shabda, gamdha, vayu, a jina thashe ke nahim?, a sarve duhkhono amta karashe ke nahim? A badhum utpanna jnyana – darshanadhara arahamta jina kevali sarvabhavathi jane chhe – jue chhe. Te a – dharmastikaya yavat amta karashe ke nahim. To he pradeshi! Tum shraddha kara ke jiva anya chhe ane sharira anya chhe. Sutra– 74. Tyare te pradeshi rajae keshikumara shramanane kahyum – bhadanta! Hathi ane kumthuno jiva samana chhe\? Ha, pradeshi ! Samanachhe. Bhadanta ! Hathithi kumthuo alpakarma, alpakriya, alpashravi chhe ane te rite ahara, nihara, shvasochchhvasa, riddhi, dyuti alpa chhe ane kumthuathi hathi mahakarmi, mahakriyavalo yavat chhe\? Ha, pradeshi ! Temaja chhe. Bhadanta ! Hathi ane kumthuno jiva samana kai rite chhe\? Pradeshi ! Jema koi kutagarashala hoya yavat gambhira hoya. Have koi purusha agni ane divo laine te kutagara shalamam amdara praveshe. Te shalane chare taraphathi ghana – nichita – niramtara, chhidro, dvara adi bamdha kare. Te shalana bahumadhya deshabhage te divo pragatave. Tyare te divo te kutagara shalane amdara amdara avabhasita, udyotita, tapita, prabhasita kare chhe, pana bahara nahim. Have te purusha te divane pitarithi dhamki de, tyare te divo te pitarine amdarathi avabhase chhe, pana pitarini baharani kutagarashalane nahim. E rite gokilimja, gamdamanika, pachchhipimdaka, adhaka, arddhadhaka, prasthaka, arddhaprasthaka, ashtabhagika, chaturbhagika, shodashika, chhatrishika, chausathika ke dipachampakathi dhamke to tyare te divo dipachampakani amdara avabhasitadi kare chhe, bahara nahim. E rite chausathika bahara nahim, kutagarashala bahara nahim. E pramane he pradeshi ! Jiva pana jeva prakare purvakarmabaddha sharira pamela hoya, temam asamkhyata jivapradeshathi samkochaine ke vistara karine temam samai jaya chhe. To tum shraddha kara, he pradeshi ! Jiva anya chhe ane sharira anya chhe. Sutra samdarbha– 67–74